________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ૮૧
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
આત્માને જાણવાના લક્ષ જાણ એમ કહેવું છે. ‘ખરેખર ’ શબ્દમાં ઘણું વજન છે. આમ તો અગિયાર અંગ ને નવ પૂર્વને અનંતવાર કંઠસ્થ કર્યાં છે પણ એ કોઈ વસ્તુ નથી. તેથી કહે છે કે પોતાનું સ્વરૂપ કેવડું છે એ જાણવા માટે જેણે ખરેખર અર્હતને જાણ્યા છે–લોકોને સંભળાવવા માટે કે વાતો કરવા માટે નહીં પણ પોતાના આત્માને જાણવા માટે જે ખરેખર અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે, તે આત્માને જાણે છે. કારણ કે બન્નેમાં ખરેખર તફાવત નથી. તફાવત નથી એટલે? –કે ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સર્વજ્ઞમાં ને પોતાના આત્મામાં તફાવત નથી. સર્વજ્ઞ જેવડી પર્યાય પ્રગટ કરે એવડી તાકાતવાળું મારું દ્રવ્ય છે માટે બન્નેમાં ખરેખર તફાવત નથી. ૩૫૦.
* આહાહા! સર્વજ્ઞ એટલે પૂરણ પૂરણ એકલું જ્ઞાન, દ્રવ્યમાં પૂરું, ગુણમાં પૂરું, પર્યાયમાં પૂરણ પ્રગટ જ્ઞાન; જ્ઞાન એટલે અપૂર્ણતા નહીં, રાગ નહીં, એકલો જ્ઞાનનો જ પૂરણપ્રકાશ-આમ શ્રદ્ધા કરવા જાય ત્યાં અંતરમાં એકલા જ્ઞાનની અનુભવમાં પ્રતીત થઈ જાય છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી. બસ, એકલો જ્ઞાન-આનંદનો રસ જ છે, જ્ઞાનનું ચોસલું છે, એમાં ઇન્દ્રિય, રાગ કે અલ્પજ્ઞતા છે જ નહીં. ૩૫૧.
* પ્રભુ! એક સમયની પર્યાયથી પણ ઉદાસ થઈને તારા ત્રિકાળી આનંદકંદ જ્ઞાયકને પકડ. ભાવેન્દ્રિય-ક્ષયોપશમિક જ્ઞાન-તો ખંડખંડરૂપ જ્ઞાનપર્યાય છે અને આત્મા તો પૂર્ણ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ પરમ પદાર્થ છે તે ભાવેન્દ્રિયના લક્ષથી પણ પકડમાં આવતો નથી; પકડનારી પર્યાય પોતે ક્ષાયોપમિક ભાવે છે, પણ તેના લક્ષે પ્રભુ આત્મા પકડવામાં આવતો નથી. વસ્તુ પોતે પોતાની ક્ષાયોપમિક જ્ઞાનની પર્યાય વડે પોતાના જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરે તો દ્રવ્ય પકડમાં આવે. અહા! આવો મારગ છે પરમાત્માનો. મહાવિદેહમાં ભગવાન પાસે તો આ ધોખમાર્ગ ચાલે છે. સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી કે ઘણા માણસો માને તો જ સત્ય કહેવાય. ચીજ જે રીતે સત્ય છે તેને તે રીતે માને તો સત્ય કહેવાય છે. ૩૫૨.
* બીજાનું કાંઈ કરવું કે લેવું-દેવું તો છે જ નહીં પણ પોતામાં પોતાના વિચાર, મંથન ચાલે તે પણ વિકલ્પ તોડી દઉં એ પણ વિકલ્પ છે. કેમ કે વિકલ્પ તોડું–એ તો પર્યાય ઉપર દષ્ટિ ગઈ. પર્યાયમાં પર્યાયથી ધ્રુવનો નિર્ણય કરવાનો છે. વિકલ્પને તોડું એવા વિકલ્પની પણ પેલે પાર જુદો જ ચૈતન્યપદાર્થ છે. તેનું અસ્તિપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com