________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૮૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
ખ્યાલમાં લેવું કે રાગથી ને પર્યાયથી પણ ભિન્ન હું આ જ્ઞાયક છું-એવું નિરંતર ઘૂંટણ રહેવું જોઈએ. ૩૫૩.
* ભગવાન આત્મા જ્ઞાતાનો ભંડાર, તેનાથી ભિન્ન જેટલો ભાવ-જે ભાવે તીર્થંકગોત્ર બાંધે તે ભાવ પણ-પરભાવ પરભાવ પરભાવ છે. જો તને ચારગતિના દુઃખનો ભય લાગ્યો હોય તો ઇ પરભાવ છોડ. રાગ મને લાભદાયક છે એમ જે માને છે તે શ૨ી૨ને જીવ માને છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે ને શ૨ી૨, કર્મ, રાગ, શુભાશુભભાવ તે બધું શરીર છે. રાગના કણને પોતાનો માને છે તે બહિરાત્મા શરીરને જ આત્મા માને છે. ૩૫૪.
* આહાહા! ભગવાન! તારામાં દેહ-મન-વાણી તો નથી જ અને રાગ પણ તારામાં નથી પણ અહીં તો એથી ઊંડી વાત કરે છે કે તારામાં શુદ્ધપર્યાય પ્રગટે છે, શુદ્ધપર્યાય વધે છે, પૂર્ણ શુદ્ધપર્યાય થાય છે-એવી ધ્યાનાવલી તારામાં હોવાનું શુદ્ધનય કહેતો નથી. એ પર્યાયો તારામાં નથી. તું તો ત્રિકાળીતત્ત્વ સદાય કલ્યાણ સ્વરૂપ શુદ્ધ જ છો. અરે પણ આ પંચમઆરો છે ને સભાને જોઈને વાત કરો ! અરે ભાઈ સાંભળ.... સાંભળ! અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ. ભગવાન આત્મા સદાય આનંદમય, સદાય વીર્યમય, સદાય શિવમય એવું પરમાત્મતત્ત્વ તેના વિષે દયા-દાન આદિ કરવાનું કહેતાં તો લજ્જા આવે છે. અરે! તું એવડો મોટો ૫રમાત્મસ્વરૂપ સદાય કલ્યાણમય છો કે તારામાં ધ્યાન કરવાનું કહેતાં પણ લજ્જા આવે છે. ૩૫૫.
* જે અનંત અનંત ગુણનું મહાન અસ્તિત્વ પડયું છે તેની દષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે. પરંતુ વિકલ્પને તોડવા જતાં તો મિથ્યાત્વ થાય છે. ૩૫૬.
* પ્રભુ એમ કહે છે કે પ્રભુ! તું એકસ્વરૂપે અંદર બિરાજે છે અને તારી જે પર્યાય છે તે પ્રમાણનો વિષય છે. દ્રવ્ય ને પર્યાય બેનું જ્ઞાન છે તે પ્રમાણ છે પણ નિશ્ચયનો વિષય તો પર્યાય વિનાનું એકલું દ્રવ્ય છે. કોઈ પ્રશ્ન કરે કે દિગંબરો એમ માને છે કે દ્રવ્ય પર્યાયને ન કરે? તો કહે છે કે સત્ય તો એમ જ છે કે દ્રવ્ય પર્યાયને ન કરે. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી-અડતું નથી તો કરે કયાંથી? સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર જે ધર્મદશા એને પણ દ્રવ્ય અડતું નથી તો કરે કયાંથી? ૩૫૭.
* પોતાની ભૂમિકાને યોગ્ય થતાં વિકારી ભાવોને જે છોડવા માગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શકયો નથી, માટે તેનું જ્ઞાન મિથ્યા છે અને જેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com