________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪]
[દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર * વસ્તુસ્વભાવ તો શુદ્ધ અને પરમ પવિત્ર છે, એમાં વિકાર નથી પણ ઊંધુ જોર કરીને જબરદસ્તીથી વિકાર કરી રહ્યો છે. જબરદસ્તી કરીને જે નથી તેને (વિકારાદિને) અતિ કરે છે. વર્તમાન ઊંધુ જોર કરીને કરે છે. અંદર શક્તિમાં તો વિકાર છે જ નહીં પણ ઊંધુ જોર કરીને ઊભો કરે છે. ૧૦૫૯.
* છ ખંડનો ધણી ચક્રવર્તી વિચારે છે કે અહો! આનંદનું કારણ હું એક પોતે છું અને આ બધાં દુઃખના કારણો-નિમિત્તો છે.. એમ વૈરાગ્ય થતાં. જંટીયા ખેંચતી રાણીઓને કહે છે કે અરે ! હવે તમારા બધાં પ્રત્યેનો રાગ બળી ગયો છે, અમારા આનંદનું કારણ અમારી પાસે છે એ આનંદને ખોલવા અમે ચાલી નીકળીએ છીએ, અમે આનંદના ભમરા આનંદની પરાગ લેવા અંદરમાં જઈએ છીએ. અમારા આનંદની છોળની છલક અમારા અંતરમાંથી આવે છે. એણે અંદરમાં કાંઈક જોયું હશે ને? કે જેની પાસે આ બધું સડેલાં તરણા સમાન લાગે છે. ૧૦૬૦.
* અનુભવ તત્કાળ કરનારની સંખ્યા ભલે થોડી હોય પણ એની શ્રદ્ધા દઢ કરીને પક્ષ પાકો કરનાર અને એનું જ ઘૂંટણ કરીને અલ્પકાળમાં કામ કરનાર જીવો થોડા જ કેમ કહેવાય ? એ તો ઘણા હોય. ૧૭૬૧.
* અહો ! અનંતકાળમાં આ વાત અમે સાંભળી નથી–અમે પ્રસન્ન ચિત્તથી જ્ઞાનસ્વભાવની વાત અંદરથી સાંભળે, સચિની ગુલાંટ મારીને સાંભળે તેને ભવિષ્યમાં મુક્તિ થવાની જ છે. અહો ! એને પક્ષ પાકો થઈ ગયો એ ફરશે જ નહીં. તે જરૂર મોક્ષમાં જાય છે એને તો આ કાળ અને આ યોગ જ વિશેષ ભાસે છે. નવમી રૈવેયકવાળાએ પ્રસન્નતાથી આ રીતે તત્ત્વની વાત સાંભળી જ નથી, તેને તો પુણ્યમાં દષ્ટિ હતી. આ તો અનંતકાળમાં નહીં સાંભળેલી એવી અપૂર્વતાથી તત્ત્વની વાત સાંભળે છે તેની વાત છે. ૧૦૬ર.
* અરીસાની વર્તમાન અવસ્થામાં જળ કોલસા બરફ અગ્નિ સર્પ આદિ જણાય છે, તે અવસ્થા જેટલો જ જે માને છે તે, અવસ્થા બદલાતા તેની પાછળ દળ રહી જાય છે તેને માનતો નથી. તેમ એક સમયની અવસ્થા જેટલો જ આત્માને માનનાર ય બદલાતા જ્ઞાનની અવસ્થા બદલી જાય છે, ત્યાં હું નાશ થઈ ગયો તેમ માને છે; પણ તે જ્ઞાનની પર્યાય બદલાવા છતાં જ્ઞાનસ્વભાવદળ તેની પાછળ જેવું ને તેવું પડ્યું જ છે તેને અજ્ઞાની માનતો નથી. ૧૦૬૩.
* આ આત્મા અને આ ગુણ.... આ આત્મા અને આ પર્યાય... એવા ભેદનો અભેદ આત્મામાં અભાવ છે. આત્મામાં જે મોટપ અને મહિમા ભર્યો છે તે ભગવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com