________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * જીવોને હજુ પોતાના સ્વભાવનું માહામ્ય જ આવ્યું નથી. ભાષામાં આત્માની મહિમા કરે પણ અંતરથી આત્માની મહિમા આવતી નથી. પણ ભાઈ !
જ્યાં સુધી તું હૃદયમાં આત્માને સ્થાપીશ નહિ ત્યાં સુધી આત્મા હાથ નહિ આવે. અનુભવ-પ્રકાશમાં કહ્યું છે કે જ્યાં સુધી તું સંયોગમાં, રાગમાં, પુષ્યમાં, પાપમાં નિમિત્તમાં કે વ્યવહારમાં કયાંય પણ પ્રભુતા સ્થાપીશ-મોટપ માનીશ ત્યાં સુધી આત્મા હાથ નહિ આવે માટે અંતરમાં તારી પ્રભુતાનો સ્વીકાર કર! હું જ પરમેશ્વર છું એમ પહેલાં નક્કી કર ! વિશ્વાસ લાવ! ૧૪૫.
* જે વસ્તુ છે તેના સ્વભાવની હદ ન હોય, મર્યાદા ન હોય, તેને પરાશ્રય ન હોય? જે સ્વભાવભાવ છે તેને પરાશ્રયતા કેમ હોય? અચિંત્ય સ્વભાવમાં અપૂર્ણતા કેમ હોય? સાક્ષાત્ પરમેશ્વરનું રૂપ જ આ ભગવાન આત્મા છે. પરમેશ્વરમાં અને દરેકના ભગવાન આત્મામાં કાંઈ ફેર નથી. આવા પોતાના આત્માને દૃષ્ટિમાં ન લે
ત્યાં સુધી સ્વસંવેદન પ્રમાણ સિદ્ધ થઈ ન શકે. પોતાના સ્વભાવની મહિમા ચૂકીને પદ્રવ્ય કે પરભાવમાં કયાંય પણ જરાય માહાભ્ય આવશે ત્યાં સુધી માહામ્યવાળો નિજ આત્મા હાથ નહિ આવે. જે પર્યાય દ્રવ્યને દૃષ્ટિમાં લે છે તે પર્યાયની મહિમાનો પણ પાર નથી તો દ્રવ્યની મહિમાની શું વાત? આવી મહિમા જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી વીર્ય સ્વસંવેદન તરફ ન વળે. ૧૪૬.
* વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય તો કરે કે રાગથી નહીં, નિમિત્તથી નહીં, ખંડખંડ જ્ઞાનથી નહીં, ગુણ-ગુણીના ભેદથી પણ આત્મા જણાય નહીં-એમ પહેલાં નિર્ણયનો પાકો ઘંભ તો નાંખે ! એટલે પર તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે, ભલે સ્વસમ્મુખ વળવું હજી બાકી છે.... વિકલ્પવાળા નિર્ણયમાં પણ હું વિકલ્પવાળો નહીં એમ તો પહેલાં દઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું જોર તૂટી જાય છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ કર્તાપણું છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યકરૂપે થાય છે. ૧૪૭.
* જુઓ, આ ઇષ્ટ ઉપદેશ! પોતે જ જ્ઞય અને પોતે જ જ્ઞાતા થઈને અનુભવ કરી શકે એવી શક્તિનું સત્ત્વ છે. જ્ઞય થવા માટે કે જ્ઞાતા થવા માટે બીજાની જરૂર પડે એવું પરાધીન વસ્તુનું સ્વરૂપ જ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા જોયો-જાણ્યો તેવો જ કહ્યો છે. ભગવાન આ હરખજમણ જમાડ છે ભાઈ ! તું હુરખ લાવીને તારા સ્વભાવનો વિશ્વાસ કરી જ્ઞાનનો દોર તેમાં બાંધ. પરમાં કયાંય હરખ લાવવા જેવું નથી. પોતે પોતાનું સ્વરૂપ સમજી, મહિમા લાવી, તેમાં ઠરી જવા જેવું છે. ૧૪૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com