________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[૯૭ શકીશ, તને પણ પર્યાયમાં આનંદનું વેદન આવશે. પુણ્ય-પાપભાવ ચૈતન્યની સત્તામાં અભાવરૂપ છે. તેથી જ્ઞાયકભાવ જડભાવરૂપ કદી થયો નથી. શુભાશુભભાવે જ્ઞાયકભાવ કદી પરિણમતો નથી. શુભાશુભરૂપે તું કદી થયો નથી, તેથી તેનું લક્ષ છોડતાં શુદ્ધાત્માનો અનુભવ કરી કરીશ. ૪૧૧.
* ગુરુ કહે છે કે ભાઈ ! ધીરો પડ. દ્રવ્યદૃષ્ટિનો વિષય એવું જે આત્મદ્રવ્ય તેને સમ્યકપણે સમજવા માટે જ આચાર્યદવે નયનો અધિકાર લખ્યો છે. પ્રમાણજ્ઞાનનો વિષય એવો જે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિતનો આત્મા, તેના યથાર્થ જ્ઞાન વિના શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યસામાન્યનું અવલંબન શી રીતે લઈશ? દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, પરંતુ યોગ્યતારૂપ અનંત ધર્મો છે એ જાણીને ત્રિકાળી વસ્તુસ્વભાવને મુખ્ય કરી તેનું અવલંબન લેવું તે નયોના કથનનું પ્રયોજન છે. ૪૧૨.
* મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા, સેવક થયા નિશ્ચિતા; અરે ! મા-બાપના ખોળે બાળક બેઠું હોય એને પણ ચિંતા ન થાય તો ભગવાનને ખોળે બેઠો એને ભવ હોય? ઈ બને જ નહીં. જેને ભગવાન બેઠા અને હું પણ ભગવાન છું એમ પ્રતીતિ આવી તેને ભવ હોય જ નહિ. ૪૧૩.
* સિદ્ધાંત તો એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે, જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય, પણ પર્યાયની યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે એમ ભગવાનનો પોકાર છે ને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. ૪૧૪.
* અંદર ભગવાન આત્મા કે જે અનંત અનંત અતીન્દ્રિય શાંતિ અને આનંદનો સાગર છે, તેનો મહિમા અને રાગાદિ વિકલ્પરૂપ સંસારનો મહિમા-એ બન્ને એકસાથે રહી શકે નહિ. જેને શુભાશુભ રાગનો ને તેના કર્તાપણાનો મહિમા છે તેને આનંદનો નાથ અને વિશ્વનો ઉદાસીન સાક્ષી એવા નિજ ચૈતન્ય પ્રભુનો મહિમા નથી. જેમાં પરનું કરવું-ભોગવવું કાંઈ છે નહિ, માત્ર અંદર સ્વરૂપમાં સ્થિત રહેવાનું છે એવા ચારિત્રવંત શાંત શાંત અકષાયસ્વભાવી નિજ ચૈતન્યનો મહિમા ને રાગાદિ સંસારનો મહિમા એકસાથે રહી શકે નહિ. ૪૧૫.
| * ભરત ચક્રવર્તી ને બાહુબલીજી કે જેઓ તદ્દભવ મોક્ષગામી હોવા છતાં યુદ્ધ ચઢયા અને જ્યારે ત્રણે યુદ્ધમાં ભરતજી હાર પામ્યા ત્યારે ક્રોધાવેશમાં ભાઈને મારવા ચક્ર ફેંકયું! જુઓ તો ખરા ! ભાઈને મારી નાખવાનો ક્રોધ ધર્માત્માને આવ્યો ! અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com