________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર તેને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ નહીં, પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ થાય-એ વાત સમજવામાં મહા પુરુષાર્થ છે. પ્રભુ ! ક્રમબદ્ધ થતી પર્યાયને પરની તો અપેક્ષા નથી પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી-એવા તત્ત્વને સમજમાં લે તો તારા ભવભ્રમણનો અંત આવશે. આ એક જ કરવા જેવું છે. ૪૦૭.
* શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડ, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધની શ્રદ્ધા પણ એને કહેવાય કે જે રાગને ઘટાડે. ક્રમબદ્ધની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. ૪૦૮.
* સમયસારની પહેલી ગાથામાં જ કહ્યું કે અનંતા સિદ્ધોને મારા જ્ઞાનમાં સ્થાપું છું. ઉપર સિદ્ધલોકમાં અનંતા સિદ્ધો તો છે જ પણ એથી પોતાને શું? તેથી કહ્યું કે મારા જ્ઞાનમાં અનંતા સિદ્ધોને સ્થાપું છું–પધરાવું છું. આહાહા! પહેલી ગાથામાં જ આ વાત નાખી છે, રાગ છે ને અલ્પજ્ઞતા છે તેને યાદ ન કર્યો પણ પૂર્ણતાનું સ્થાપન કર્યું.! ૪૦૯.
* જ્યારે સ્ત્રીનો ધણી મરી જાય ને રાંડે છે ત્યારે દુનિયા તે સ્ત્રીને દુ:ખાણી કહે છે પણ ખરેખર તે સ્ત્રી દુઃખાણી નથી પણ તેને આત્માનું હિત કરવા નિવૃત્તિ મળી છે. અહીં દુ:ખાણી એટલે દુઃખીયા એને કહે છે કે જે રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં એકતા માની આનંદકંદ સ્વભાવ છે તેને ભૂલી ગયો છે તે ખરેખર દુઃખાણો એટલે દુઃખીયો છે; જગતથી ભગવાનનો માર્ગ જુદો છે. ૪૧૦.
* ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપ છે તે શુભાશુભભાવરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્ત-અપ્રમત્તરૂપે નથી. કેમ કે શુભાશુભરૂપે થાય તો પ્રમત્ત થાય અને પ્રમત્તનો અભાવ થાય તો અપ્રમત્ત થાય પણ જ્ઞાયકભાવ શુભાશુભરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્ત-અપ્રમત્તરૂપ નથી. શુભાશુભ ભાવ તે પર્યાયમાં છે ખરા પણ તે જડ છે. જડ એટલે રૂપી પુદ્ગલ નહીં પણ અજાગૃત હોવાથી જડ છે. ચૈતન્ય ઝળહળ જ્યોતિરૂપ જે જ્ઞાયકભાવ છે તે કદી પુણ્ય-પાપરૂપે થયો નથી તેથી આત્માનો અનુભવ કરતા તે ટળી જશે. પુણ્ય-પાપ ભાવનું લક્ષ છોડી અમે શુદ્ધાત્માનો અનુભવ કરીએ છીએ એમ તું પણ પુણ્ય-પાપભાવનું લક્ષ છોડી દે તો તું પણ જ્ઞાયકભાવનો અનુભવ કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com