________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૨૫ એકરૂપ વર્તે છે, તેમની પર્યાયમાં વિષમતા નથી, તેમ આત્મામાં પણ તેવી એકરૂપ પર્યાય છે. સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ એવી પર્યાયમાં તો અનેકરૂપતા-વિષમતા આવે છે. આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તે સ્વભાવની સાથે ત્રિકાળ ધૃવરૂપ રહેનારી અવ્યક્તરૂપે વર્તમાન વર્તતી વ્યક્તરૂપ ઉત્પાદ્દવ્યય વગરની એવી અખંડ કારણશુદ્ધપર્યાય છે; તે અનાદિ અનંત છે. ૯૯૬.
* અહીં તો પહેલાં એ વિચાર કે એની સત્તા છે-ક્યાતી છે તે ત્રિકાળી રહેવાની છે, તો તે અહીંથી દેહ છૂટતાં બીજે તો જવાનો જ છે. કેમ કે દેહું તો રહેવાનો નથી જ, બીજે જશે જ, તો કયાં જશે? એનો નિર્ણય એને કરવો પડશે ને! જો આત્માને ઓળખીને ભાન કરશે તો આત્મામાં રહેશે પણ જો ભાન નહિ કરે તો દેહમાં દષ્ટિ પડી છે તેથી ચાર ગતિમાં રખડશે ને દુ:ખોને ભોગવશે. એને પોતાની ઉપર દયા કરીને પોતાની ઓળખાણ કરી લેવાના આ ટાણાં છે. ભાઈ ! આવા ટાણાં ફરી કયારે મળશે? ૯૯૭.
* અહા! આવું દુર્લભ મનુષ્યપણું મળ્યું, જૈનકુળમાં જન્મ થયો, વીતરાગની વાણી સાંભળવા મળી; પ્રભુ! હવે તો તારે આત્મા માટે કાંઈ કરવું તો પડશે ને? બાકી તો જન્મમરણના ફેરામાં, અનંતવાર એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ કર્યા. વિચાર કરે તો ખબર પડે. છ ઢાળામાં કહ્યું છે: “એક શ્વાસમેં અઠદસ બાર, જન્મ્યો, મર્યો, ભર્યો દુઃખભાર;' પ્રભુ! એ બધું તું ભૂલી ગયો. ભૂલી ગયો માટે તે નથીએમ કેમ કહેવાય? અરે! આ મનુષ્યભવમાં જમ્યા પછી પ્રથમના છ મહિનામાં તારી માએ તને ધવરાવ્યો, નવરાવ્યો-એ બધું તને યાદ છે? યાદ નથી માટે તે નહોતું-એમ કેમ કહેવાય? બાળપણમાં તે કેવી રીતે ખાધું-પીધું કેવી રીતે રોયો-એ બધું યાદ છે? યાદ નથી માટે તે નહોતું એમ કોણ કહે? એ પ્રમાણે પૂર્વભવનું યાદ નથી માટે પૂર્વમાં આવું દુઃખ સહન કર્યું તે ન હતું-એમ કેમ કહેવાય? સમજાય છે કાંઈ ? આ બધું લોજિકથી સમજવું પડશે ભાઈ ! ૯૯૮.
* દેવોને જેમ કંઠમાંથી અમૃત ઝરતું હોવાથી ભોજનની ઇચ્છા ઉપજતી નથી, તેમ ધર્મીને અંતરમાંથી અમૃતરસ ઝરતો હોવાથી રાગનો રસ ટળી ગયો છે. ૯૯૯.
* જેણે દૃષ્ટિમાં મુક્તિધામ જોયું છે, રાગથી અને સંયોગથી પૃથક ચૈતન્યગોળો જોયો છે તે મડદાને જેમ પાલિશ લાકડાથી બાળે પણ પ્રીતિ નથી-એમ જ્ઞાની રાગના ભાવથી મરી ગયા છે. એક સચેતન-જ્ઞાનજ્યોતિથી જીવન છે. સાક્ષાત્ જ્યોતિ અનાદિ-અનંત એનાથી જીવન છે. ૧૦OO.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com