________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર
૨૨૬]
* નિમિત્તમાં મધુરપણું તેને લાગે કે જેને ઉપાદાનમાં મધુરપણું પ્રગટયું છે. આત્માના રસનો રસીક જીવ છે તેને ભગવાનની વાણી મીઠી લાગે છે. આત્મામાંથી કમાણી કરીને આવ્યો છે એને વાણીમાં પણ મીઠાશ લાગે છે. ૧૦૦૧.
* આત્મસ્વભાવનો અનંતો અનાદર અને અનંતા ૫૨ દ્રવ્યોની કર્તાબુદ્ધિ, એવા મિથ્યાત્વ ભાવને છેદવા માટે અનંત અચિંત્ય પુરુષાર્થ માગે છે. મહાન પુરુષાર્થરૂપી ઘણના ઘા વડે એનો છેદ થઈ શકે છે. ૧૦૦૨.
* અમે પરમાત્મા થવાના અને જેણે પરમાત્માને પોતાનામાં પધરાવ્યા એ પણ પરમાત્મા થયા વિના રહેવાના નહિ. ૧૦૦૩.
* દ્રવ્ય ૫૨ દૃષ્ટિ કરનેસે પ્રયોજન સિદ્ધ હોતા હૈ. દો નયકા જ્ઞાન કરને પર ભી પ્રયોજન ૫૨ દષ્ટિ કોઈ જીવકી હી જાતી હૈ, ઉસકો ી સમ્યક્ત્વ હોતા હૈ. ૧૦૦૪.
* મિથ્યાત્વ એ જ મોટામાં મોટો કષાય છે. તત્ત્વ નિર્ણય કરતાં કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પૂરો થઈ ગયો એટલે તેનો અભાવ થઈ જશે. ૧૦૦૫.
* ભગવાન ઐસે નહિ કહતે હૈં કિ તુમ્હારી કાળલબ્ધિ પકેગી તબ પુરુષાર્થ હોગા. હમ કહતે હૈં વૈસે તુમ પુરુષાર્થ કરો તો તુમ્હારી કાળલબ્ધિ પક હી ગઈ હૈ ઐસે ભગવાન કહતે હૈં! ૧૦૦૬.
* કુંદકુંદ આચાર્ય કહે છે કે અમારા માલના ઘરાક કોણ હોય કે જેણે હૃદયમાં સિદ્ધ ભગવાનને બિરાજમાન કર્યાં છે, તે અમારા ઘરાક હોય, (આખી સભામાં તાલીના ગડગડાટ). હજી સમ્યગ્દર્શન થયું નથી તેને સમ્યગ્દર્શન માટે સમજાવે છે. ૧૦૦૭.
* પૂર્વે જે રામચંદ્ર આદિ મહાપુરુષો થયા અને તીર્થંકરો થયા તે બધા કેવળજ્ઞાન થયા પહેલાં મુનિ અવસ્થા કે ગૃહસ્થાશ્રમમાં વસ્તુનું સ્તવન વારંવાર કરતા હતા કે વસ્તુ આવી અચિંત્ય છે, પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, ૫૨માણુની તાકાત આટલી છે, તેની પર્યાયની તાકાત આટલી છે-એમ વસ્તુનું ચિંતવન–સ્તવન કરતાં હતા અને ભગવાનનું પણ સ્તવન કરતા હતા. ૧૦૦૮.
* આ કાંઈ આલી-દુઆલીનો મારગ નથી પણ તીર્થંકર અને ચક્રવર્તીઓ પણ જે માર્ગે વિચરે છે એવો મહાન મારગ છે. જેના ફળમાં સાદિ અનંતની શાંતિ થઈ જાય એવો ૫૨મ સત્ય મારગ છે. ૧૦૦૯.
* જાદુગર દ્વારા છોકરીના બે કટકા કરીને જીવતી કરવાની વાત ચાલતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com