________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાય પણ આવી ગઈ. તે બધેથી લક્ષ ઉઠાવી ધ્રુવ જ્ઞાયકને પકડ. અધ્રુવથી-પલટતી પર્યાયથી–ધ્રુવને પકડ. અનિત્યથી નિત્યને પકડ, નિત્યથી નિત્ય પકડાતું નથી. તેની જે અનિત્ય પર્યાય છે તેને એવી ધીર અને ગંભીર બનાવ કે જેથી દ્રવ્યસ્વભાવને પકડી લે. વસ્તુસ્વરૂપ ઉપર દૃષ્ટિને લઈ જા; તે વગર સમ્યગ્દર્શન કયારેય નહિ થાય. ભાઈ ! મારગ તો આવો છે. આ સિવાય લાખ વ્રત-તપ કરે, ભક્તિ, પૂજા કે યાત્રા કરે, કરોડો ને અબજો રૂપિયા ખરચીને મોટાં મોટાં મંદિરો બંધાવે, તોપણ તેના વડે કાંઈ આત્મા પકડમાં આવતો નથી. જો પૈસાથી ધર્મ થતો હોય તો બિચારા ગરીબોને રોવું પડે. બાહ્ય ક્રિયાકાંડ કે પૈસાને આધીન ધર્મ નથી; અંદર પાતાળમાંદ્રવ્યસ્વભાવમાં–ભગવાન બિરાજે છે તેને પકડ તો સમ્યગ્દર્શન-ધર્મનું પ્રથમ સોપાનપ્રાપ્ત થશે. ૭૮૧.
* રાગાદિ ચિવિકારોને દેખીને એવો ભ્રમ ન કરવો કે રાગાદિ પણ ચૈતન્ય જ છે. બીજી રીતે કહીયે તો નિશ્ચયવાળાને જ્યાં વ્યવહાર સાધન કહ્યો છે ત્યાં વ્યવહાર સાધન ન સમજવો. જ્ઞાનસ્વભાવી આત્માથી વિરુદ્ધ લક્ષણવાળા રાગને ચૈતન્ય સાથે દેખીને તેને સાધન ન સમજો. જેને નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટયો છે તેને વ્યવહા૨ સાથે હોય છે તેથી સહચર દેખીને ઉપચારથી તેમાં સાધનનું આરોપણ કર્યું છે. પરંતુ વ્યવહારમોક્ષમાર્ગ પ્રશસ્તરાગ છે અને તે આત્માના સ્વભાવથી વિરુદ્ધ લક્ષણવાળો છે તેથી વ્યવહા૨મોક્ષમાર્ગ સાધન કેમ હોય ? -ન જ હોય. ૭૮૨.
* જેમ માટી કાર્ય નથી પણ ઘડો કાર્ય છે; ઘડો કાર્ય છે તેથી કર્તા વિના થાય નહીં. ઘડો કાર્ય છે ને માટી કર્તા છે, કુંભાર કર્તા નથી. સમયસાર ૩૭૨ ગાથામાં અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે કુંભારથી ઘડો થાય છે એમ તો અમે દેખતા નથી. કુંભાર ઘડાનો કર્તા છે જ નહિ. માટી પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતી હોવાથી માટી કર્તા ને ઘડો કાર્ય છે. તેમ વિકાર કાર્ય છે માટે તે કર્તા વિના હોય નહી; તેથી વિકાર છે તે જીવ અને પુદ્ગલ એમ બે દ્રવ્યની કરતુતિ-કાર્ય નથી, પણ જીવદ્રવ્યનું કાર્ય છે. કોઈ એમ કહેશે કે રાગાદિ કાર્ય અને તેનો કર્તા એ જીવ અને પુદ્દગલ છે. તેનું સમાધાન એમ છે કે રાગાદિનું અંતરંગ કારણ તો જીવ પોતે જ છે, બાહ્ય કારણ-પુદ્દગલકર્મ તો નિમિત્તમાત્ર છે, નિમિત્તમાત્ર ચીજ છે તે પરિણમાવતું નથી. ૭૮૩.
* ધર્મ એવી સૂક્ષ્મ ચીજ છે કે એ વાત સાધારણ જીવને બેસે નહિ. જગતના સાધારણ જીવો કે જે વેપાર આદિના પાપના ધંધામાં પડયા હોય તેને આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com