________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર]
[ ૨૧૭ કરાવી નિર્મોહી બનાવવા વસ્તુસ્થિતિની જેમ વાત છે તેમ કહેવાય છે. અહીં તો ભવનો અભાવ કરવાની ને પરભવ સુધારવાની વાતો છે. ૯૫૭.
* પર્યાયમાં જે રાગ થાય છે તેને આત્મા તરીકે અનુભવનારાઓને આત્મા તિરોભૂત થઈ ગયો છે. રાગના સંબંધમાં રાગની રુચિમાં પડયો છે તેને જ્ઞાયકભાવ એકરૂપ ભાવ નજરે પડતો નથી, તેથી તેને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. ૮૪ લાખ યોનિની એક-એક યોનિમાં અનંતવાર ઉપજ્યો છે, કેમ? –કે તેણે રાગને પોતાનો માન્યો છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાયક આત્મા અને વિકલ્પની ક્રિયા એ બેને ભિન્ન નીં કરનારાઓને એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો લેવાથી ૮૪ લાખ યોનિમાં રખડે છે. ૯૫૮.
* અહો! રાગની તો શી વાત! એક સમયની પર્યાય એ મૂળ વસ્તુ નથી. મૂળ વસ્તુ તો પર્યાયની પાછળ આખું તત્ત્વ પડ્યું છે તે છે. પર્યાય પાછળ આખો મોટો ભગવાન પડ્યો છે. પર્યાયનું લક્ષ છોડીને અંદરમાં પ્રભુના દર્શન કરે ત્યારે પ્રભુ થાય છે. ૯૫૯.
* ધર્મ તો કાળે જ થાય છે પણ ધર્મ કરનારની દષ્ટિ કાળ ઉપર જાતી નથી પણ સ્વભાવ ઉપર જાય છે ત્યારે તેને ધર્મ અને મોક્ષ થાય છે. ૯૬).
* અહો ! સમયે સમયે તારામાં પરિપૂર્ણતા વર્તી રહી છે, પૂર્ણ કારણ જ્યારે જાણ ત્યારે તારામાં જ હાજર પડયું છે, બહારમાં કારણ શોધવા જવું પડે તેમ નથી. સંસાર અવસ્થાને વિષે પણ કારણ શુદ્ધપર્યાય ત્રિકાળ વર્તે છે. ૯૬૧.
* શ્રોતા- સમકિતીને બધી છૂટ?
પૂજ્ય ગુરુદેવ - એણે બધાથી છૂટો પડીને છૂટ લીધી છે... અંદર દષ્ટિનું વલણ આખું ફેરવી નાખ્યું છે. રાગનું સ્વામીત્વ ટળી ગયું છે. હું જ્ઞાનાનંદ છું એમ સ્વામીત્વ થઈ ગયું છે.
સમકિતીને ભરોસે આવ્યો છે ભગવાન. રાગના અને પરના ભરોસા છૂટી ગયા. આ તે કાંઈ થોડી વાત છે. એની દષ્ટિમાં ભગવાનનો ભરોસો આવ્યો, રાગ અને પરની દષ્ટિ છૂટી ગઈ. આ જ્ઞાનીની છૂટ છે. ૯૬ર.
* દિગમ્બર સંતોના શાસ્ત્રો એટલે ચૈતન્ય-ચિંતામણિરત્નને બતાવનારા મોટા પાટડા ! પરથી હઠ ને સ્વભાવ સન્મુખ જા ! એટલા માટે શાસ્ત્રો કહ્યાં છે. ૯૬૩.
* મારી ચૈતન્યસ્વરૂપ ચીજ તો અનાદિથી એવી ને એવી છે. મારા ધામમાં કોઈએ પ્રવેશ કર્યો જ નથી. રાગ રાગમાં રહ્યો છે, ઉપર ઉપર રહ્યો છે. મારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com