________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર જીવ વિકારને કરે છે. કેમ કે કર્મચેતના અને કર્મફળચેતના ચેતનાની પર્યાય છે, જ્ઞાનચેતના જ્ઞાનીને હોય છે અને કર્મચેતના તથા કર્મફળચેતના જ્ઞાનીને ગૌણપણે હોય છે પણ દષ્ટિની અપેક્ષાએ જ્ઞાની તેનો જ્ઞાતાદૃષ્ટા છે અને પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. ઉપર.
* શ્રોતા- ભૂતકાળના દુઃખોને યાદ શું કામ કરવા?
પૂજ્ય ગુરુદેવઃ- એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુ:ખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુ:ખોને યાદ કરું છું ત્યાં કાળજામાં આયુધના ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુ:ખોને યાદ કરી એવા દુ:ખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે. ૯૫૩.
* આત્મા શું છે? રાગ શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વિગેરે અભ્યાસ કરી, જ્ઞાન કરી, રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પૂંજ છે. તેનું જ્ઞાન ન હોય, અંદર દશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધાં જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. ૯૫૪.
* જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલા ઊભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે અને બહારનું જે બધું થાય છે એ તો બધું પગલપરાવર્તન અનુસાર થયા જ કરે છે. ૯૫૫.
* દુનિયા દુનિયાનું જાણે. તું તારું કર. દુનિયા એના પરિણમન પ્રમાણે પરિણમશે, તારું પરિણાવ્યું નહિ પરિણમે. ૯૫૬.
* ઉંદર ફૂંકી ફૂંકીને પગ આદિ ખાય છે ને! ઉંદર ફૂંક મારીને કરડે એટલે નિંદ્રામાં ખબર પડતી નથી. તેમ આ બૈરા-છોકરા આદિ વખાણ કરી કરીને ખાય છે એટલે મૂઢને ખબર પડતી નથી !
શ્રોતાઃ- આ તો બધાના ઘરમાં ઝગડા થાય તેવું છે!
પૂજ્ય ગુરુદેવ – શાસ્ત્રકાર પણ કહે છે ને! –કે કુટુંબીજનો ધુતારાની ટોળી છે. ભાઈ ! જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તેમ સંસાર ઝેર સમાન હોવા છતાં મોહી જીવને તે મીઠો લાગે છે. તેથી તેને જિનવાણીનું અમૃતપાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com