________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૧૫ અનંતતાનો ગંભીરતાથી વિચાર કરીને, ભૂતકાળના દુઃખોને યાદ કરીને ભવિષ્યમાં તેવા દુઃખો ન ભોગવવા પડે તે માટે હવે તો જાગૃત થા! એકવાર તો તારા આત્માની દયા કર! ૯૪૮.
* જેણે અરિહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણ્યા તે આત્માને જાણે એમ જે કહ્યું ત્યાં એવો આત્મા લીધો છે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણીને ત્યાંથી લક્ષ છોડીને અંદરમાં સ્વસમ્મુખ થયો છે. અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણ્યા ને જાણીને છોડી દે છે. પાઠમાં એમ છે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને મન દ્વારા જાણ્યા ને પછી ત્યાંથી લક્ષ છોડી દે છે ત્યારે આત્માને જાણે છે. ૯૪૯.
* કારણશુદ્ધપર્યાયમાં ઉત્પાદ-વ્યય નથી, તે વર્તમાનરૂપ છે. જો આ એકધારારૂપ કારણશુદ્ધપર્યાય આત્મા સાથે ત્રિકાળ ન હોય તો, સ્વભાવની શક્તિ અને તેનું એકરૂપ પૂરું વર્તમાન તે બન્નેના અભેદરૂપ એક પરમપરિણામિકભાવ સાબિત થતો નથી. અને જો આ પર્યાયનો અનુભવ હોય તો તો બંધ મોક્ષ વગેરે વ્યવહાર જ ન રહે. આના આશ્રયે મોક્ષ પ્રગટે છે. તે મોક્ષ કાર્ય છે ને આ પર્યાય તો ત્રિકાળ કારણપણે વર્તે છે. આ પરમપરિણામિકભાવની પર્યાય પૂજિત છે. આશ્રય કરવા જેવી છે. અહો ! મુનિરાજે વસ્તુના સ્વભાવને પ્રગટ કરીને બહાર મૂકયો છે! ૯૫).
* સમ્યગ્દષ્ટિને જે તીર્થકરગોત્ર બાંધવાનો ભાવ આવે તે ભાવને અને આત્માને એકપણાનો બંધ નથી, સંધિવાળો બંધ છે એટલે કે બન્ને ભિન્ન છે. જેમ શાસ્ત્રના બે પાનાને જુદારૂપે સંબંધ છે તેમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેને ને રાગરૂપ વિકારને જુદારૂપ સંબંધ છે, એકરૂપ સંબંધ નથી. પણ તે સંધિ સૂક્ષ્મ હોવાથી તેને જોવાનો ઘણો સૂક્ષ્મ ઉપયોગ જોઈએ છે. જ્ઞાનનો બહુ જ સૂક્ષ્મ ઉપયોગ કરે તો રાગ ને આત્મા વચ્ચેની સંધિ છે તે જણાય, પણ સ્થળ ઉપયોગથી તે નજરમાં નહીં આવે કેમ કે સ્થૂળ ઉપયોગમાં તો રાગનો સંબંધ છે, સ્થૂળ ઉપયોગથી જોતાં રાગ અને આત્માની સંધિ દુર્લક્ષ્ય છે, જણાતી નથી. ૯૫૧.
* જ્યાં સુધી પરિપૂર્ણ સ્વભાવની દષ્ટિ નથી ત્યાં સુધી પર્યાય ઉપર દૃષ્ટિ હોવાથી તે કાળે એટલે કે મિથ્યાત્વદશાના કાળે રાગાદિનો કર્તા થાય છે. જ્યાં સુધી સ્વભાવની દષ્ટિ થઈ નથી ત્યાં સુધી પર્યાયની દૃષ્ટિ હોવાથી જીવ પોતે જ રાગાદિનો કર્તા થાય છે, જીવે તે પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કર્યા છે. કેમ? –કે જે જાણનારો હોય તે ભૂલે, પુદ્ગલ જાણનારો નથી તે વિકારને કેમ કરે? તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com