________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર, તો કર કે તું કેવડો મોટો મહાન પદાર્થ છો ! તેને દેખવા-અનુભવવાનું કુતૂહલ તો કર! નરકનો નારકી મહા પીડામાં પડ્યો છે પણ આવા મહાન આત્માની કુતૂહલતા કરીને આત્માને અનુભવે છે તો તું આવા અનુકૂળ યોગમાં એકવાર કુતૂહલ તો કર ! ૯૪૫.
* અરિહંત ભગવાન અત્યારે ભરતક્ષેત્રમાં નથી પણ મહાવિદેહમાં વર્તમાનમાં સીમંધર ભગવાન અને લાખો કેવળીઓ બિરાજે છે. અરે! એ અરિહંત ભગવાન ને લાખો કેવળીઓની સત્તાનો સ્વીકાર કરીને અંદરમાં નમન એ કોઈ અપૂર્વ વાત છે. અહો ! અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ ને પર્યાયને જેણે જાણા, દ્રવ્ય-ગુણ તો ઠીક પણ એની પર્યાયમાં આટલું સામર્થ્ય છે એવું જેણે જ્ઞાનમાં જાણ્યું ને જાણીને અંતરમાં હું એની નાતનો ને જાતનો આવો આત્મા છું-એમ અરિહંત પરમાત્માના સ્વરૂપ સાથે એના પોતાના દ્રવ્યને મેળવે છે ને અંદરમાં જાય છે ને પૂરણ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યાં એને સમકિત થાય છે અને સમકિત થયું એટલે કેવળજ્ઞાન લીધે છૂટકો. ૯૪૬.
* વિષ્ટાના ભમરાને ફૂલનો ભમરો ફૂલના બાગમાં સાથે લઈ ગયો ને પૂછયું કે એલા અહીં કેવી સરસ સુગંધ આવે છે? ત્યારે ઈ કહે કે મને તો એવી ને એવી ગંધ લાગે છે! ફૂલનો ભમરો વિચારવા લાગ્યો કે આ શું? પેલા ભમરાના નાકમાં જોયું તો વિષ્ટાની નાની નાની ગોળી નાકમાં રાખીને આવ્યો હતો એટલે ગુલાબ પર બેઠેલો તોપણ ગંધ તો વિષ્ટાની જ આવે ને! તેમ જીવ ભ્રમણા રાખીને જોવે છે એટલે એને ખબર પડતી નથી. પરપદાર્થને અપકારક-ઉપકારક માનનારી ભ્રમણા છે, એ ભ્રમણાની ગોળી એણે ખાધી છે. પરંતુ પરપદાર્થ અપકારક કે ઉપકારક છે નહીં. આત્માનો આનંદ તે આત્માને ઉપકારક છે ને રાગાદિ છે તે આત્માને અપકારક છે. એ સિવાય કોઈ પરપદાર્થ આત્માને ઉપકારક કે અપકારક છે નહીં-એમ એણે શ્રદ્ધા કરીને આત્માનું જ્ઞાન કરવું. ૯૪૭.
* કુંદકુંદાચાર્યદેવ અષ્ટપાહુડ ગ્રંથમાં કહે છે કે હે જીવ! તે ભૂતકાળમાં એટલી માતાઓને તારા મૃત્યુ પાછળ રડાવી છે કે તારી એક એક ભવની એ માતાઓના આંસુઓને ભેગા કરતાં સમુદ્રો ભરાય. આવા અનંત ભૂતકાળ કરતાં પણ તારો ભવિષ્યકાળ અનંતગુણો મોટો છે, જો તારા આત્માની સંભાળ ન કરી અને દેહ, ધન, પરિવારમાં જ આ અમૂલ્ય મનુષ્યભવને વેડફી નાખીશ તો તારો ભવિષ્યકાળ પણ ભૂતકાળની માફક અનંત દુઃખમાં જ વ્યતીત થશે. કાળની આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com