________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] [ 247 * અહો ! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો ક્યાંય રહી ગયું. બીજાનો તિરસ્કાર કરવો એ પણ કયાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ; અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! ... પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ ! તારે પ્રભુ થવું છે ને! 1158. * શ્રોતા:- આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો? પૂજ્ય ગુરુદેવઃ- પોતે ખ્યાલમાં લેતો નથી એટલે ખ્યાલમાં આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે. શ્રોતા - એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે! પૂજ્ય ગુરુદેવઃ- ધી રે... ધી.... રે પ્રયત્ન કરવો. મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે માટે ધી... રે... ધી... રે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી છે એ ઓછું છે! 1159. * શ્રોતા:- રુચિ થાય અને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં સમ્યગ્દર્શન થાય એવું કાંઈ ખરું? પૂજ્ય ગુરુદેવ - રુચિ થાય એને થાય જ.. થાય જ. થાય.. થાય... ને થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ થાય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ-હુતઉત્સાહ ન આવવો જોઈએ. વીર્યમાં ઉત્સાહ-નિઃશંકતા આવવી જોઈએ, કાર્ય થશે જ એમ થવું જોઈએ. 116O. * શ્રી સમયસારમાં કહ્યું છે કે હું પર જીવને સુખી-દુઃખી કરી શકું છું એ માન્યતા મહા મિથ્યાત્વ છે. સૌ પોતાના પૂર્વના કર્મોના ઉદય પ્રમાણે આયુષ્ય અને સંયોગ લઈને આવે છે. તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી, બૃહદસામાયિક પાઠમાં આવે છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈધ, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર આદિ કોઈ પણ બચાવી શકતું નથી. એક શરણભૂત માત્ર પોતાનો આત્મા છે એમ વિચાર કરીને સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ કરજે. અમૃતચંદ્ર આચાર્યદેવ શ્રી પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ ન કર ! 1161. * * * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com