________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર * આ તો સનાતન સ્યાદ્વાદ જૈનદર્શન છે. એને જેમ છે તેમ સમજવું જોઈએ. ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે પણ બીજી બાજુ શુભરાગ આવે છે, હોય છે, એના નિમિત્તો દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધાનો શુભરાગ હોય છે, ભગવાનની પ્રતિમા હોય છે, એને ન માને તોપણ મિથ્યાદષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ નથી પણ તેને ઉથાપે તો મિથ્યાદષ્ટિ છે. શુભરાગ હેય છે, દુઃખરૂપ છે પણ એ ભાવ હોય છે, તેના નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે, તેનો નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી તેથી મિથ્યાષ્ટિ છે. ૧૧૫૧.
* આ આત્માને પરમાત્મા થવાની વાત અબજો રૂપિયા આપે તોપણ સાંભળવા મળે તેવી નથી. આ પરમાત્મતત્ત્વની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મુલ્યાંકન થઈ શકે નહિ, બહારની ચીજથી મુલ્યાંકન થઈ શકે એવી આ ચીજ જ નથી. ૧૧૫૨.
* શ્રોતા:- તત્ત્વનું શ્રવણ-મનન કરવા છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી ?
પૂજ્ય ગુરુદેવ - ખરેખર અંતરથી રાગના દુ:ખના થાક લાગ્યા નથી એટલે તેને વિસામાનું સ્થાન-શાંતિનું સ્થાન હાથ આવતું નથી. ખરેખર જેને અંદરથી દુઃખના થાક લાગે છે તેને અંદરમાં જતાં વિસામાનું સ્થાન હાથ આવે છે. સત્યના શોધવાવાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. ૧૧૫૩.
* બીજાની સાથે લડવું, જીતવું ને બીજાને બિચારાને પાછા પાડવા એ તો કાયરનું કામ છે. આત્મામાં ઉતરવું એ શૂરવીરતા છે. ૧૧૫૪.
* કયાંય વિરોધ જેવું હોય ત્યાં જવું ન જોઈએ અને કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ. વિરોધમાં પડવું નહિ, પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્ છૂપી રીતે ખાઈ લેવો જોઈએ, ફેફેરો કરવા જેવો કાળ નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે, વાદવિવાદમાં ઉતરવા જેવું નથી. ૧૧૫૫.
* અજ્ઞાનીની ભૂલ હોય તે જાણવી પણ તેથી તેનો તિરસ્કાર ન હોય. એ પણ ભગવાન આત્મા છે ને! ઈ બિચારા અજ્ઞાનથી દુઃખી છે, દુઃખમાં બળ્યાજળ્યાનો તિરસ્કાર કરવો ઈ ધર્મીનું કામ નહિ. ૧૧૫૬,
* .. પાત્ર થવું કઠણ છે. વાતો કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી. આ તો બાપુ, સમજવું બહુ દુષ્કર છે. કેટલી પાત્રતા. કેટલી સજ્જનતા કેટલી લાયકાત હોય ત્યારે ઈ સમજવાને લાયક થાય. ૧૧૫૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com