________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વરી નથી. વળી વસ્તુસ્વભાવની દૃષ્ટિ કરતાં જે આત્માનુભવ થાય છે તેમાં પરિપૂર્ણ ત્રિકાળી શુદ્ધ પરમ તત્ત્વ તે જ હું છું એમ પર્યાયમાં અનુભવ થાય છે, પરંતુ નિર્વિકલ્પ વીતરાગી પરિણતિ તે હું છું એવો અનુભવ થતો નથી; એ રીતે ચૌદ ગુણસ્થાન પર્વતની સઘળીય અવસ્થાઓ-ભેદો સ્વાત્માનુભૂતિથી ભિન્ન રહી જતાં હોવાથી, સ્વભાવમાં તેનો અભાવ હોવાથી તથા તેના લક્ષે વિકલ્પ ઊઠતો હોવાથી તે સઘળાય, જીવના નથી, પરંતુ પુગલદ્રવ્યના પરિણામમય કહ્યાં છે. ૧૫૩.
* જ્ઞાન-આનંદ આદિ અનંત વૈભવથી ભરપૂર હું જ્ઞાયકતત્ત્વ છું એમ અંદરથી ભેદજ્ઞાન કરે, વ્યવહારના જે વિકલ્પો આવે તેનાથી પોતાને જુદો જાણે, ઘઉં અને કાંકરા જુદા પાડે એમ ભગવાન આત્માને રાગથી જુદો પાડે, તો તેના બળથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય છે, વિકલ્પો છૂટે છે ને નિર્વિકલ્પતા થાય છે. શુભાશુભ રાગની વૃત્તિઓ ઊઠે તે હું નથી, હું તો અનંત જ્ઞાનાનંદસ્વરૂપ જ્ઞાયકપરમાત્મા છું-એવું ભેદજ્ઞાન કરે તો વિકલ્પ છૂટે અને અતીન્દ્રિય આત્માનંદ પ્રાપ્ત થાય. ૧૫૪.
* તારી મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય જે પર તરફ ઝૂકેલી છે તેને, પ્રથમ શ્રુતજ્ઞાનના બળ વડે જ્ઞાનસ્વભાવી આત્માનો દઢ નિર્ણય કરીને, અંદર જ્યાં પરમાત્મસ્વરૂપ પ્રભુ બિરાજે છે ત્યાં વાળ, તેની સન્મુખ કર. એમ કરવાથી તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થશે. ભાઈ ! પહેલાં તો ભવનો ડર હોવો જોઈએ. ભવભીરું જીવને જ્ઞાની ગુરુ કહે છેઃ ભાઈ ! તારી ચીજ પુણ્ય-પાપના વિકલ્પોથી રહિત એવી ને એવી અંદર પડી છે. એકવાર પ્રસન્ન થઈને જ કે-અહા! આવી ચીજ મેં કયારેય નજરમાં લીધી નહોતી. પર્યાયની સમીપ અંદર પ્રભુ બિરાજે છે ત્યાં નજરને-મતિ-શ્રતની પર્યાયને-લઈ જા, ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવી દે, તો તને આત્માનાં દર્શન થશે; અને તને વિસ્મય થશે કે- “ઓહો ! આ હું? આવા આત્માના દર્શન માટે મેં કદી ખરું કુતૂહલ જ કર્યું નથી.” ૧૫૫.
* આ ભગવાન આત્મા ઊંડ-ઊંડ ધ્રુવ તળમાં કેટલી શક્તિ ધરાવે છે? –કે અપરિમિત અનંત જ્ઞાન, આનંદ આદિ અનંત-અનંત ગુણોનો ભંડાર ભર્યો છે. એવા એ નિજ જ્ઞાયક ભગવાનનો સાચો મહિમા પર્યાયમાં જેને બરાબર ખ્યાલમાં આવે છે તે રાગાદિ વિભાવથી એટલો બધો થાકી જાય છે કે “મારે પૂર્ણાનંદસ્વરૂપ મારા નાથ સિવાય બીજું કાંઈ જોઈતું નથી' એમ અંદરમાં પાકી દઢતા કરી “માત્ર જ્ઞાયક દ્રવ્ય તે જ હું” એવા ભાવે પરિણમી જાય છે. અરે ! દુનિયા પ્રશંસા કરે કે નિંદા કરે, –એ તો જગતની ચીજ છે. તેની સાથે મારે શો સંબંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com