________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર પર્યાયને પ્રકાશે છે અને ઘટ-પટાદિને પ્રકાશે છે પણ ઘટ-પટાદિરૂપ થતો નથી એટલે કે દીવો પોતાની દ્વિરૂપતાના પ્રકાશને પ્રગટ કરે છે, તે પોતાની સ્વ અને પારને પ્રકાશવાની શક્તિને પ્રકાશે છે પણ ઘટ-પટાદિરૂપ થતો નથી કે ઘટ-પટાદિ તેમાં આવતા નથી. તેમ આત્મા વડે જાણવામાં આવતાં રાગાદિ ભાવો ચેતકપણાને જ પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. જ્ઞાનમાં જણાતા રાગાદિ ભાવો જ્ઞાનની સ્વ-પર પ્રકાશકરૂપ દ્વિરૂપતાને જાહેર કરે છે પણ રાગાદિ આત્મામાં આવતા નથી કે આત્મા રાગાદિરૂપ થતો નથી. ર૬૩.
* પુદ્ગલ-પરિણામનું જ્ઞાન એટલે કે રાગ-દ્વેષના જે પરિણામ થયા તે કાળે, સ્વને જાણતાં સ્વ-પરપ્રકાશકશાન વડે રાગ-દ્વેષને જાણે છે, તે રાગ-દ્વેષ સંબંધીનું જ્ઞાન જીવનું કર્મ છે અને જ્ઞાનના પરિણામનો આત્મા કર્તા છે. ખરેખર તો પુદ્ગલપરિણામનું જ્ઞાન નથી પણ જે પ્રકારના પરિણામ છે તે પ્રકારનું તે સંબંધીનું પોતાનું જ્ઞાન છે, તેને કર્તાપણે જીવ કરે છે અને તે જ્ઞાન જીવનું કાર્યરૂપ કર્મ છે, પણ રાગના પરિણામનો જીવ કર્તા નથી. ર૬૪.
* મહા આનંદનો લાભ-પ્રાપ્તિ તે મોક્ષ છે. જીવને સાધ્ય તરીકે જે સાધવાનો છે તે મોક્ષ છે. તે મોક્ષનું કારણ કોણ ? કેવી રીતે મોક્ષ સાધવો? –કે પાંચભાવમાં જે શુદ્ધ પારિણામિક પરમભાવ તે મોક્ષસ્વરૂપ જ છે. તે તો પ્રથમથી જ મુક્તસ્વરૂપે વિદ્યમાન છે. એવું મુક્તસ્વરૂપ નિષ્ક્રિય વિદ્યમાન ધ્રુવતત્ત્વ તે જ હું છું એમ દષ્ટિમાં
સ્વીકાર આવતાં ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક પર્યાય પ્રગટે છે તે મોક્ષનું કારણ છે. ૨૬૫.
* ભૂત-ભવિષ્યની પર્યાય વર્તમાનમાં નથી માટે એ પર્યાયની અપેક્ષાએ તો અવિધમાન જ છે, પણ જ્ઞાને તેને વર્તમાનવત્ પ્રત્યક્ષ કરી માટે ભૂતાર્થ કહ્યું છે, તો આ ભગવાન આત્મા તો વર્તમાન ભૂતાર્થ છે, સકળ નિરાવરણ અખંડ એકરૂપ પ્રત્યક્ષ-પ્રતિભાસમય વર્તમાનમાં ભૂતાર્થ છે, તો એ ભગવાન આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? વર્તમાનમાં છે અને તેનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો છે તો એ વર્તમાનમાં જ્ઞાનમાં પ્રત્યક્ષ કેમ ન થાય? જરૂર થાય. પણ એની મહિમા લાવતો નથી, તેને દષ્ટિમાં લેતો નથી, તેની આવડી મોટી યાતને સ્વીકારતો નથી. ર૬૬.
* જે પરમાણુની પર્યાય જે કાળે જે ક્ષેત્રે તેના જન્મક્ષણે પકારકથી પરિણમે છે તેને કોણ કરે ને કોણ ફેરવે? આ રીતે જ દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે. ખરેખર તો સ્વદ્રવ્ય પરદ્રવ્યને અડતું જ નથી. આત્મા શરીરને અડતો જ નથી કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com