________________
[૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર] દયાનો પાળનાર તે હું, પણ અરે પ્રભુ! રાગની ક્રિયા કરનારો તે તું? જ્ઞાયકને રાગનું કર્તૃત્વ સોંપવું તે તો અજ્ઞાન ને મિથ્યા ભ્રમ છે. “સર્વોત્કૃષ્ટ જે પરમાત્મા કહેવાય છે પોતે છો ”-એમ શ્રી જિનેશ્વરદેવનો પોકાર, દિવ્યધ્વનિ દ્વારા, ગણધરો ને ઇન્દ્રોની સમક્ષ આવ્યો છે. ૪.
* શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છો. જાણનાર.... પૂરણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું! એકરૂપ પરિપૂર્ણ જ છો.. પરિપૂર્ણ પરમાત્મા જ છો. ૫.
* આહાહા ! આત્મા એટલે પોતે જ પરમેશ્વર છે. અનંત અનંત કેવળજ્ઞાન અને સિદ્ધ પર્યાયો આત્મામાં ભરી છે. પોતે જ પરમેશ્વર છે. બીજા પરમેશ્વર કયા હતા ! ... પોતે જ પોતાનો પરમેશ્વર છે. ૬.
* માર ધડાક પહેલેથી ! તું પામર છો કે પ્રભુ છો ! તારે શું સ્વીકારવું છે ! પામરપણું સ્વીકાર્યો પામરપણું કદી નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે! ભગવાન આત્મા-હું પોતે-દ્રવ્ય પરમેશ્વરસ્વરૂપ જ છું એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો વિશ્વાસ આવ્યો ત્યાં તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. ૭.
* આત્માની પૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલાં પરમાત્મા છે તે હું જ છું, કેમ કે હું જ પોતે પરમાત્મા થવાને લાયક છું. યોગીન્દ્રદેવ કહે છે તારે મુક્તિનું પ્રયોજન હોય તો પહેલાં આમ નક્કી કર! નિર્ણય કર ! કે-“હું જ પરમાત્મા છું.” ૮.
* અહો! હું જ તીર્થકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડા પડ્યા છે, પરમાત્માનો એટલો ઉલ્લાસ. કે જાણે પરમાત્માને મળવા જતો હોય! પરમાત્મા બોલાવતાં હોય કે આવો... આવો. ચૈતન્યધામમાં આવો ! આહાહાહા! ચૈતન્યનો એટલો આફ્લાદ અને પ્રહલાદ હોય, ચૈતન્યમાં એકલો આહલાદ જ ભર્યો છે, એનો મહિમા, માહાભ્ય, ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશ આવવો જોઈએ. ૯.
* અરે જીવ! એકવાર બીજું બધું ભૂલી જા તે તારી નિજ શક્તિને સંભાળ પર્યાયમાં સંસાર છે, વિકાર છે એ ભૂલી જા ને નિજશક્તિની સન્મુખ જો તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્યશક્તિમાં સંસાર હતો જ નહિ, છે જ નહિ ને થશે પણ નહિ. લ્યો, આ મોક્ષ ! આવા સ્વભાવની દષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું બધુંય લક્ષમાંથી છોડી દે ને આવા ચિદાનંદ સ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે. ૧૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com