________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૪૩ તોપણ છૂટી ને છૂટી જ છે. એ જ મોક્ષનો માર્ગ છે, દુઃખથી છૂટવાનો બીજો માર્ગ નથી... બીજી વાત રહેવા દે ભાઈ ! ૧૧૩ર.
* એક ગામમાં દુષ્કાળ પડવાથી ગરીબ માણસો ભૂખના માર્યા રાજા પાસે ગયા, કે સાહેબ! અમે ભૂખે મરીએ છીએ અમારી પાસે દાણા નથી. ત્યારે રાજા કહે છે કે દાણા ન હોય તો ખાવને ખાજા! ત્યારે ગરીબ માણસો કહે છે કે અમારી પાસે દાણા પણ નથી તો ખાજા તો કયાંથી હોય જ! પરંતુ અહીં તો બધાની પાસે ખાજા પડયા જ છે, નથી એમ અહીં નથી. અહીં તો ભાઈ ! તારી અંદર શક્તિમાં અતીન્દ્રિય આનંદના ખાજા અર્થાત્ ખજાના ભર્યા પડ્યા છે, તું નજર કર એટલી વાર છે. ૧૧૩૩.
* દેરાણી-જેઠાણી વિગેરે જુદા પડવાના હોય તે પહેલાં એક બીજાના વાંકા બોલવા લાગે છે, તે તેના જુદા પડવાના લક્ષણ છે. તેમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળું છું તેમાં દુઃખ દુઃખ ને દુઃખ છે-ઝેર છે તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. ૧૧૩૪.
* આહાહા! જેમ પરમાણુ પલટીને વર્ણાદિ રહિત થતો નથી તેમ ભગવાન આત્મા પલટીને વસ્તુસ્વભાવ બદલતો નથી, વસ્તુ રાગાદિરૂપ થતી નથી. એવી વસ્તુની શ્રદ્ધા ને દષ્ટિ કરવાની વાત છે. ચૈતન્ય ઝળહળ જ્યોતિ પલટીને શું રાગ થઈ જાય? શું જડ થઈ જાય? -એમ કહીને પરથી એકત્વ તોડાવ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી છે, અનાદિ અનંત છે ને વિકાર એક સમયની ક્ષણિક પર્યાય છે. તેથી જેમ પરમાણુ પલટીને વર્ણાદિ રહિત થતો નથી તેમ ભગવાન આત્મા નિગોદમાં ચાલ્યો જાય તોપણ વસ્તુસ્વભાવ બદલતો નથી, રાગાદિરૂપ થતો નથી. આ તો બેનનાં (બહેનશ્રીનાં) વચનો છે. ૧૧૩૫.
* માથાનો કાપનાર, કંઠનો છેદનાર, પોતાનું જેટલું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે. જગતને પોતાના ઊંધા અભિપ્રાયની ભયાનકતા ભાસતી નથી. ૧૧૩૬,
* આત્મા દૈવી શક્તિઓથી ભરેલો દેવ છે. આ આત્મા જ દેવાધિદેવ છે. એના અંતરમાંથી આનંદની લહેજત આવતાં ઇન્દ્રના સુખ ઉકરડા જેવા લાગે. ૧૧૩૭. * બેનનાં (બહેનશ્રીનાં વચનામૃતનાં) બોલમાં આવે છે કે આત્મા એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com