________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦]
[દ્રવ્યદષ્ટિ જિનેશ્વર | * ભગવાન ! આ શરીર ભોગ માટે નથી, યોગ માટે છે, અંતરમાં એકાગ્રતા કરવા માટે છે. આ ક્ષણભંગુર નાશવાન શરીરના નિમિત્તે સાદિ અનંત સ્થિર અવિનાશી એવા મોક્ષપદની સાધના કર. આ શરીર મલિન છે તેના નિમિત્તે નિર્મળ વીતરાગીપદની સિદ્ધિ કર. આ શરીર જ્ઞાનાદિ ગુણ રહિત નિર્ગુણ છે, તેના નિમિત્તે જ્ઞાનાદિ ગુણની સિદ્ધિ કરી લેવા જેવું છે. તેથી મુનિરાજ કહે છે કે અનિત્યને નિત્યનું સાધન કર, મલિનને પવિત્રનું સાધન કર. ૯૭૩.
* દુનિયા મારા માટે શું માનશે ? આ માણસ સાવ નમાલો છે, કાંઈ બોલતાં ય આવડતું નથી, અંદર ને અંદરમાં પડ્યો રહે છે-એમ લોકો ગમે તે બોલે, તેની તને શી પડી છે? લોકો મને પ્રશંસે, લોકોમાં હું બહાર આવું-એવી બુદ્ધિવાળો જીવ તો બહિરાત્મા–મિથ્યાદષ્ટિ છે. માટે લોકોનો ભય ત્યાગી દે, ઢીલાશ છોડી દે અને અંતર્મુખ સ્વભાવનો દઢ પુરુષાર્થ કર. ૯૭૪.
* સમયસારના નિર્જરા અધિકારમાં કહ્યું છે. કોઈ જીવો તો અતિ દુષ્કર અને મોક્ષથી પરામુખ એવા કર્મો વડે સ્વયમેવ કલેશ પામે તો પામો અને બીજા કોઈ જીવો મહાવ્રત ને તપના ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા (-તૂટી મરતાં થકી) કલેશ પામો તો પામો.... શું ફલેશને કારણે બનાવીને આત્માનું સમ્યગ્દર્શન થાય? આહા! સર્વજ્ઞ વીતરાગના કેડાયત એવા દિગંબર સંતોનું આવું સ્પષ્ટ કથન છે; તેમના અનુયાયી સમકિતી પણ એમ જ કહે છે. ભાઈ ! તું ધીરો થઈને સમ્યજ્ઞાનની તીક્ષ્ણ બુદ્ધિથી, અંદર જે ધ્રુવ જ્ઞાયકતત્ત્વ પડ્યું છે તેને પકડ. ઉપયોગને પરમાં, રાગમાં ને પર્યાયમાં જકડી રાખ્યો છે એ તો મિથ્યાત્વ છે. ઉપયોગને ત્યાંથી છોડી, જરી સૂક્ષ્મ કરી અંદર અતીન્દ્રિય આનંદકંદ પકડી લે. આહા ! આવો માર્ગ દિગંબર સંતો સિવાય બીજે ક્યાં છે? ૯૭૫.
* અહા! જેણે દ્રવ્યસ્વભાવનું અવલંબન લઈને અંતરમાં સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નથી તેને દેહના છૂટવા કાળે અરે! શરણ કયાં? અરે! દેહમાં રગેરગ તણાશે, સબાકા મારશે, રજકણે રજકણ પલટી જશે, તે વખતે જ્ઞાયક ભગવાન આત્મા જે શરણ છે તેની દષ્ટિ નહિ હોય તો એ જાશે કયાં? એ દુ:ખમાં ભીંસાઈ જશે. ભાઈ ! ત્યાં પોતાના આત્મા સિવાય બીજું કોઈ શરણ નથી. ૯૭૬.
* ચોરાશીના ભવભ્રમણ છોડાવનારી, ત્રણ લોકના નાથની વાણી સાંભળવા આવે તેને દેવ-શાસ્ત્ર-ગુરુનો કેટલો વિનય જોઈએ? સ્વર્ગેથી ઇન્દ્રાદિ દેવો ભગવાનની વાણી કેટલા વિનય ભક્તિ ને નરમાશથી સાંભળે છે ! જિનવાણી સાંભળતી વખતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com