________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૧૯ છે–ગૃહવાસ છે. બાપુ! જગતની પ્રત્યેક ચીજના મોહ તે મહાપાપ છે. રાગવાળો પોતાને માનવો તે જૂઠું છે, તો સ્ત્રીવાળો પોતાને માનવો મહાજૂઠું છે. રાગની સાથે રમત કરવી તે વ્યભિચાર છે, રાગને પોતાનો માનવો તે વ્યભિચાર છે તો સ્ત્રી એ તો પર પદાર્થ છે, તેના મોહમાં ફસાય તે ફાંસામાં ફસાયો છે. ૯૬૯.
* ભગવાન એકવાર સાંભળ! તું આ સ્ત્રી-પુરુષ આદિ બધા ભેદો ભૂલી જા ને અનાદિથી જેને ભૂલી ગયો છે એવા જ્ઞાન-દર્શન સ્વરૂપની દષ્ટિ કર. અનાદિથી તું તને ભૂલી ગયો હોવાથી રાગાદિ અશુદ્ધ ઉપયોગથી કર્મને બાંધે છે. તેથી અશુદ્ધ ઉપયોગ અનાદિનો છે, તેનું નિમિત્ત કર્મ અનાદિનું છે અને જેને અનાદિથી ભૂલી ગયો છે એવી ત્રિકાળી એકરૂપ વસ્તુ પણ અનાદિની છે. ભાઈ ! આ મનુષ્યપણું મળ્યું છે, ભવના અભાવના આ ટાણાં આવ્યા છે, દુનિયાના માન ને આબરૂમાં આ ભવ હાલ્યો જાય એ તને કેમ પોષાય છે? જાગ રે જાગ બાપુ, હવે તો જાગ ! ૯૭).
* જે કુટુંબીઓ માટે તું હોંશે હોંશે કાળ ગુમાવી રહ્યો છે, જે કુટુંબીઓને સગવડતા આપવા તું પૈસાદિમાં કાળ ગુમાવી રહ્યો છે તે જ કુટુંબીઓ તારા મરણ પછી શરીરને મકાનના બારસાખ સાથે અડવા પણ દેતા નથી, તો તું પર માટે આ ભવ કેમ વ્યર્થ ગુમાવી રહ્યો છે? અરે! તારે કયાં જવું છે? જેમ કોઈ મુસાફરી ચાલ્યો જતો હોય અને રસ્તામાં જે કાંઈ આવે તેને મારું માની લે, તેમ તું મુસાફર છો અને આ સ્ત્રી-પુત્ર મારા, શરીર મારું એમ મારું મારું માની રહ્યો , પણ પ્રભુ! તારે અહીંથી ચાલી નીકળવાનું છે ને બાપુ! આ પરને મારા મારા કાં કહે છો? ૯૭૧.
* વસ્તુની સાથે કારણશુદ્ધપર્યાય અનાદિ અનંત એકધારાએ વર્તે છે, તે ગુણ નથી, સામાન્ય દ્રવ્ય નથી પણ સામાન્યની સાથે વર્તતું એકરૂપ ધ્રુવ-વિશેષ છે, તે કારણશુદ્ધપર્યાય છે. તેનો વ્યક્ત અનુભવ કોઈને હોતો નથી. જો તેનો વ્યક્ત અનુભવ થઈ જાય તો તે કારણ ન રહ્યું. તેમાં ઉત્પાદ-વ્યય ન હોવા છતાં તે પરિણતિ છે, પર્યાય છે, દ્રવ્યની સાથે અખંડ પારિણામિકભાવે વર્તમાન વર્તે છે. અહો ! એકધારાએ પરમપારિણામિકભાવની પરિણતિથી શોભિત ચૈતન્ય ભગવાન બિરાજી રહ્યો છે. દ્રવ્ય-ગુણે તો પૂરો છે પણ પર્યાયમાં પણ પરિપૂર્ણ ભગવાન અનાદિ અનંત એકધારાએ જ્યારે જુઓ ત્યારે વર્તમાનપણે બિરાજી રહ્યો છે-શોભી રહ્યો છે. ૯૭ર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com