________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૨૨૧ શાસ્ત્રનો વિનય ને બહુમાન રાખવા જોઈએ. શાસ્ત્રને નીચે મુકાય નહિ, શાસ્ત્રની ઉપર કોણીનો ટેકો દેવાય નહિ, પગ ઉપર પગ ચડાવીને શાસ્ત્ર-શ્રવણ કરવા બેસાય નહિ, રૂમાલ કે પાના આદિથી હવા ખવાય નહિ, ઝોલા ખવાય નહિ, પ્રમાદથી બેસાય નહિ વિગેરે વિગેરે કેટલાય વિનય-બહુમાન-ભક્તિ હોય ત્યારે તો જિનવાણી શ્રવણની પાત્રતા છે. વ્યવહારપાત્રતા જેમ છે તેમ તેને જાણવી જોઈએ. ૯૭૭.
* ભાઈ ! બાપુ! આ ચોરાશીના અવતારમાં રખડતો રખડતો માંડમાંડ માણસનો ભવ મળ્યો, પણ બાવીશ ત્રેવીસ કલાક તો ખાવામાં પીવામાં કમાવવામાં ને બાયડી છોકરાને રાજી રાખવામાં એકલા પાપમાં જાય ને માંડ એકાદ કલાક કાંઈક સાંભળવામાં જાય. બાકી આખો દિવસ એકલા પાપ.પાપ ને પાપના ધંધા કરે, જેમ એરણની ચોરી કરીને સોયનું દાન દે તેના જેવું છે. એને કાંઈક અંદરથી ચોરાશીના અવતારનો ત્રાસ લાગે તો અંદરમાં વિસામાનું સ્થાન શોધે. ૯૭૮.
* શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ ! તારે કયાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યાં સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૯૭૯.
* પ્રભુ! તું ચૈતન્ય દેવાધિદેવ છો. જ્ઞાન આદિ એક-એક શક્તિમાં રમવાથી આનંદ આવે એવી અનંત અનંત શક્તિઓની રમણીયતા તારા આત્મામાં ભરી પડી છે; તેને ઓળખ. બીજું બધું શાસ્ત્રનું જાણપણું વગેરે છોડી નિર્મળાનંદ નાથને ઓળખ, તેનું જ્ઞાન કર ને તે તરફ ઝૂકી જા. બહાર શાસ્ત્રની ઓળખાણથી અંદર જ્ઞાયકદેવની ઓળખાણ થતી નથી. ૯૮).
* આચાર્યદવ કરુણા કરીને કહે છે કે હું આંધળા ! તને વેપારના ચોપડા આદિ અનેક કળાનું બધું જાણપણું છે અને તારા સુખનું નિધાન તારી વસ્તુનું તને જ્ઞાન નહિ ! તું આંધળો છો ! તું સ્વયં જ્યોતિરૂપ છો. સુખનું ધામ છો, તેનું તને જ્ઞાન નહિ, ભાન નહિ, શ્રદ્ધા નહિ અને દુઃખના કારણભૂત બાહ્ય પદાર્થનું જ્ઞાન. આહાહા ! કેવી વાત છે! ૯૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com