________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪]
[ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર ને આશ્ચર્યકારી છે, તેને સમજે તો આત્માનો મહિમા-માહાભ્ય આવે અને રાગનું માહાભ્ય છૂટી જાય. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી છે, કેવા કેવા સામર્થ્યવાળી છે, એનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં ત્યે તો એનું માહાભ્ય આવે ને રાગનું ને અલ્પજ્ઞતાનું માહાભ્ય છૂટી જાય. એક સમયની કેવળજ્ઞાનની પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તે પણ ક્ષણે ક્ષણે નવી નવી થાય છે તો તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર તો આત્માનો મહિમા આવે. ૨૭ર.
* આહાહા! પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છે, પરિપૂર્ણ સ્વરૂપથી ભરેલો પોતે જ સર્વજ્ઞ સ્વભાવી છે. જ્ઞાન, આનંદ આદિ અનંત રત્નોથી ભરેલો રત્નાકર ભગવાન પોતે જ છે, એને અપૂર્ણ અલ્પજ્ઞ પર્યાયવાળો માનવો એ પણ મિથ્યાભ્રમ છે તો રાગને પોતાનો માને એ તો મિથ્યાદષ્ટિ છે જ. ૨૭૩.
* પ્રભુ! સાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો! વ્યવહારના શુભ રાગની પર્યાય તો કયાંય રહી ગઈ, પણ વીતરાગ નિર્મળ દશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે-એવો પર્યાયનો ભેખ પણ ધ્રુવ જ્ઞાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે, જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ આત્મા નથી. એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ! આ જૈનદર્શન-વસ્તુદર્શન છે. ૨૭૪.
* વ્યવહારરત્નત્રયનો રાગ આવ્યો તેને જ્ઞાને જાણ્યું, ત્યાં જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે, રાગને નહીં. જાણનાર સ્વને જાણતા પરને જાણવાપણે પરિણમે છે તોપણ તેને શેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને રાગનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું નથી પણ સ્વપરપ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, શેયને જાણે છે તેમ કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે યાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ જણાયો નથી, કેમ કે તેને યકૃત અશુદ્ધતા નથી. ર૭૫.
* ભાઈ તારે સુખ કરના હૈ ન! તો સુખ કહાં હૈ ? નિમિત્તમે, રાગમેં કિ એક સમયકી વિકાસ પર્યાય હૈ ઉસમેં સુખ હૈ? ઉસમેં દષ્ટિ દેનેસે તો દુઃખ ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com