________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬]
[ દ્રવ્યદષ્ટિ જિનેશ્વર સામાન્ય ઉપરની દષ્ટિમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે. ક્રમ સામે જોવાનું નથી. ર૩૭.
* હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષ જીવ સાંભળે છે, તેને સાંભળતાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યક્રસમ્મુખતા રહે છે; મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિતભાવ કહ્યો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪માં કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ જ્ઞાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૨૩૮.
* સર્વશનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ જ પુરુષાર્થ આવ્યો. ૨૩૯.
* પ્રવચનસારની ગાથા ૮૦મા અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે તેમ કહ્યું ને સમયસાર ગાથા ૧માં કહ્યું કે જે અનંત સિદ્ધોનેસર્વજ્ઞોને પોતામાં સ્થાપે છે તે પોતાના આત્માને જાણે છે અને તે શ્રુતકેવળી થશે એટલે કે સમ્યગ્દષ્ટિ થશે ને પછી કેવળી થશે એમ કહ્યું. આહાહા! ગજબ વાત કરી છે. જેણે એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધોને- સર્વજ્ઞોને સ્થાપ્યા છે, જાણ્યા છે, આદર કર્યો છે, એનું લક્ષ રાગમાંથી ખસીને જ્ઞાનસ્વભાવની સન્મુખ જ જાય છે એવા શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોને સ્થાપું એમ કહ્યું છે. જે શ્રોતા પોતે અનંતા સિદ્ધોને પોતામાં સ્થાપે છે અને ગુરુ સ્થાપે છે તેમ કહેવાય છે. આહાહા ! જેણે એક સમયની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેણે પોતાને રાગથી ને સંસારથી ઉપાડી લીધો છે. જે પર્યાય અનંતા સિદ્ધોને પી ગઈ–જાણી લીધા એ પર્યાય દ્રવ્યને જાણવાનું કામ કેમ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com