Page #1
--------------------------------------------------------------------------
________________ સાધુસાધ્વી શિબિર માટુંગા (મુંબઈ) ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા , ધર્માનુબંધી વિશ્વદર્શન પુસ્તક : 1 વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય મુખ્ય પ્રવચનકાર : મુનિશ્રી નેમિચંદ્રજી , રાજ પૂરક પ્રવચનકાર : ફીર : 15.10 pils te cicome torsi 2 જૈન દેરાસર શ્રી વિજયવલ્લભ ચાક, મુંબઇ- મી ! દુલેરાય માલિયાને છે. સંપાદક : (PG - શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર મંત્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી હઠીભાઈની વાડી - અમદાવાદ 1 11 P. A. Gunratnasur M.S. en erene -
Page #2
--------------------------------------------------------------------------
________________ * : પ્રકાશક: શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ 1 કીંમત 3-00 સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી જો સ્ના બે ન શુકલ “પ્રતાપ” પ્રિન્ટિંગ પ્રેસ, મહાત્મા ગાંધી રોડ * સૂરત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ - પ્રાચીન પરંપરાનું નવું મૂલ્યાંકન [ સંપાદકીય ] બદલાતા સમય અને પલટાતાં મૂલ્યો, આ બે વસ્તુઓ વચ્ચે પણ - જે વસ્તુ, વિચાર અને વ્યક્તિ ટકી રહે છે તે સર્વને સદાકાળ માન્ય રહે છે. ઘણીવાર એવું પણ બને છે કે ચાલુકાળની પરિસ્થિતિઓ કેટલીક એવી બેટી વસ્તુઓનાં મૂલ્યાંકને વધારીને રજૂ કરે છે કે વિચારકો માટે એ તબક્કો આકરી કસેટી, ઊંડું મનોમંથન અને નવી રજૂઆત કરવા માટે આવશ્યક બને છે. એટલું જ નહીં તેમને રજૂઆતની આખી શિલીને બદલી નાખવી પડે છે અને તેને નવાં મૂલ્યાંકન સાથે સમાજ આગળ ધરવી પડે છે. એમ ન થાય તો જૂનાં સત્યો સંદતર નાશ પામવા જેવી સ્થિતિમાં રહી જવા પામે છે. ક્યાંક જૂનાં ખોદકામ થાય છે. તેમાંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવે છે. ક્યારેક કલ્પનામાં ન આવે એવા નમૂનાઓ મળી આવે છે. આની કીંમત પહેલી નજરે કંઈપણ નથી. સામાન્ય માણસ માટે રસ્તેથી ઉપાડેલો એક પથ્થરનો ટૂકડે અને પેલા ખોદકામમાંથી મળી આવેલ ટુકડાની વચ્ચે કંઈપણ અંતર જણાતું નથી. પણ, એને જ જ્યારે કોઈ ભૂસ્તરશાસ્ત્રી ઐતિહાસિક મહત્વ આપીને સંસ્કૃતિ કે સભ્યતાના કોઈ તાંતણું સાથે સાંધે છે અને કોઈ માર્ગદર્શકદર્શકોને એ રીતે સમજાવે છે ત્યારે એનું નવું મૂલ્ય” લોકોને સમજાય છે અને એની ભવ્યતાને ન ઓપ મળે છે. એ ઉપરાંત એવા પણ મનુષ્યો હોય છે. માનવબળે હોય છે. જે સમાજનું નવેસરથી ઘડતર કરવા માટે જૂની પરંપરાને તોડી નવી પરંપરા ઊભી કરતા હોય છે. આવા ક્રાંતિદર્શ માનવબળે-નવી દુનિયા રચવા Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ ! મથે છે અને આમ ઈતિહાસના પાને ક્રાંતિઓ વડે સત્તાઓ બદલાયાના દાખલાઓ આપણને જોવા મળે છે. પ્રથમ જણાવેલ એતિહાસિક વિચારસરણીનાં માનવબળો કેવળ જૂની વસ્તુઓનું મૂલ્યાંકન કરતાં હોય છે, ત્યારે ક્રાંતિકારી માનવબળો નવું જ કરવા મથતાં હોય છે અને આ બન્ને પક્ષને સાથે લઈને ચાલનારે એક ત્રીજો માનવ–પક્ષ છે; જે જૂની વસ્તુઓમાં, ગ્યતાનું મૂલ્યાંકન કરી, નવી ઘરેડ પાડી બન્ને બળોને મેળવીને ચાલે છે એને આપણે દીર્ઘદર્શા–નિર્માતા કહીએ તે ચાલશે. આ દીર્ઘદર્શ માનવપક્ષ એક એવું જમ્બર કામ કરે છે કે તે માનવની જૂની અને નવી વિચાર પરંપરા, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિને સાંધતો રહે છે, અને માનવસમાજમાં વિશાળ વિશ્વ માટે કંઈક કરી છૂટવાની ધગશને તાજી રાખે છે. આવા એક સંત છે—સંતબાલજી. સક્રિય સાધુસમાજ બને છે. અંગે તેમણે મુંબઈ–માટુંગા મધ્યે સંત-શિબિરનું આયોજન કર્યું. આ અગાઉ તેમણે પિતાનું જીવન પ્રયોગાત્મક સાધુજીવનના ભાગે વસરાવી દીધું છે અને તેમના નૈતિક પ્રયોગોને ગુજરાતમાં સફળતા મળી છે. તેમનું સાધુ જીવન અને સંત જીવન પણ ત્રણ દાયકાથી વધારે ઘડાયેલું છે. સર્વ ધર્મ સમન્વય અને વિશ્વાત્સલ્ય એ બને તેમની દરેક પ્રવૃત્તિમાં જોવા મળે છે. ': ' માટુંગા સંત-શિબિરમાં ભલે ત્રીસને બદલે પંદર સાધુઓ, સાધક અને સાધિકાઓએ ભાગ લીધે હોય, પણ તેમાં જે પ્રવચન થયાં–ચર્ચા 'વિચારણા થઈ તેનું મૂલ્ય અનેક ગણું વધારે છે, અને હવે પછી થવાનું છે તે પણ ભવિષ્ય બતાવશે. સંત શિબિર માટુંગામાં ભરાઈ પૂ. મુનિશ્રી સંતબાલજીના જીવન અને કાર્યો પ્રત્યે, મારા પરમ સનેહી મિત્ર શ્રી મણિલાલ લક્ષ્મીચંદ વેરાને પહેલેથી જ સભાવ હતો. એટલે તેમની પ્રેરણા તળે શિબિરમાં વિશ્વાનુલક્ષી થતાં સુંદર પ્રવચનોને લાભ સૌ સાધુસાધ્વીઓ અને વિશાળ પ્રજાને મળે તો સારું. એમ તેમના મનમાં થતાં તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ વાત રજૂ કરી. જે બધાંને ગમી. પણ નક્કી થયું કે આ આખુંયે સાહિત્ય ફરીથી સંપાદિત થવું જોઈએ અને તેમણે મને મુંબઈ તેડાવ્યા. હું પૂ. મુનિશ્રી સંતબાલજીના નામથી, ઠેઠ 1844 માં જૈનપ્રકાશને તંત્રી હતા ત્યારથી પરિચિત હતો પણ તેમની છેલ્લી નવી વિચાર શૈલીથી એટલો જ અજાણ હતો. વર્ષો સુધી સામાજિક જીવનમાં રહીને મને પણ ઘણું વિચારવા મળ્યું હતું અને જ્યારે આ પ્રવચને હું જોતો ગયો તો તેમાં ઘણી રીતે મને મારા વિચારોને અનુરૂપ સમાનતા લાગી. પણ, સંપાદન ધાર્યું તે પ્રમાણે સરળ ન હતું. બીજા સાહિત્ય સંપાદનમાં ધારીએ તે પ્રમાણે છૂટ લઈ શકાય પણ આ ચોક્કસ સંદર્ભમાં રજૂ થયેલા વિચારે–જેમાં પરિવર્તન અને નવા યુગનાં નિર્માણનાં તો રહેલાં છે તેમાં દરેકે દરેક વાક્યને સમજી વિચારીને મારે રજૂ કરવું પડ્યું છે એટલે કંઈક વિલંબ પણ થવા પામ્યો છે. આ આખીયે વિચારસરણી એક યા બીજી રીતે મુખ્યત્વે જૈન પરંપરાના પ્રભાવને અનુરૂપ છે અને તે અંગે ઠેર ઠેર શાસ્ત્રીય પ્રમાણે પણ આપવામાં આવેલાં છે. એની સાથે જ એને બીજા ધર્મ - દર્શને પ્રમાણે પણ ચકાસવામાં આવેલ છે એટલે દરેકને પોતાની લાગે એ એની વિશેષતા છે. આ પુસ્તકના બન્ને પ્રવચનકારો વિદ્વાન, ચિંતક અને કાર્યકર્તા છે. મુનિશ્રી નેમિચંદ્રજી, સંતબાલજીના પગલે જઈ રહ્યા છે ત્યારે શ્રી દુલેરાય ભાટલિયાનું જીવન, મંથન અને વિચારસરણી પણ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. ચર્ચા-વિચારણામાં ભાગ લેનારાં સાધક બંધુઓ અને બહેનોનાં જીવન પણ આદર્શ અનુભવોથી સભર છે અને એ જ કારણ છે કે . ચર્ચા-વિચારણામાંથી હું ઘણું-ઓછું” ઓછું કરી શક્યો છું. આને લાભ વ્યાપક રીતે સહુને પહોંચશે તે આ પ્રયાસ સફળ થયો ગણુશ. મદ્રાસ, ગુલાબચંદ જૈન 15-4-2J P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ વિશ્વવાત્સલ્યની પૂર્વભૂમિકા ગામડામાં ચાલુ હતુ. જેમાં નજરાતના મહાન વિશ્વ વાત્સલ્ય”ના નિરંતરના વાચકો ભાલ નળકાંઠા પ્રયોગની વાત - શબ્દો દ્વારા સારી પેઠે જાણે છે. એમાં પાયે ગામડાં છે. પૂરક કસબા અને શહેર છે. ગામડાંમાં જેમ ભારતીય સંસ્કૃતિનાં મૂળતો વિશેષ છે. તેમ શહેરમાં એ મૂળતા વિશેષરૂપે બચ્યાં હોય તો તે મહિલા જાતિમાં અને મજૂરોમાં. બાકી તો ગાંધીજીએ કહ્યું છે તેમ “ગામડાંને ચુસીને આજનાં શહેરો ફાલ્યાં કૂલ્યાં હે; શેતાનના ચરખા જેવાં છે.” અમદાવાદનું મજૂર મહાજન ગુજરાતના મહાનગરમાં ગાંધીજીને હાથે એ દષ્ટિએ રચાયું હતું. જેમાંથી દેશદષ્ટિએ ઈન્દુક નામની સંસ્થા બની છે. ગામડાંમાં પણ પરિશ્રમ, આજીવિકાનાં સાધનોનું ઉત્પાદન, શાન્તિ પ્રિયતા અને દેશની અહિંસક તાકાત ઈત્યાદિ કારણોથી ખેડૂતમંડળ રૂપી સંસ્થાની મહત્તા આ પ્રયોગમાં પ્રથમથી રહી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર ભારતની અને જગતની અજોડ વિભૂતિઓ છે. તેમાંયે મહાવીર પરંપરા અહિંસામાં સર્વોપરી રહી છે. એ પાયામાં લોકશક્તિ જ હતી. એ અન્વયે ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગ સૌથી વધુ રાજકીય ક્ષેત્રમાં અજમાવ્યા. તેઓ જાતે સંત, મહાત્મા, ધર્મપ્રિય અને આધ્યાત્મલક્ષી હોવા છતાં રાજકારણમાં પડયા; તે કોઈ સત્તા માટે નહીં પણ દુનિયાની માનવજાતના સામાજિક જીવનમાં સત્ય-અહિંસારૂપ ધર્મને ભરવાના સાધનને કારણે પડ્યા. કોંગ્રેસ કે ભારતમાં પેદા થયેલી, પણ આખા વિશ્વના રાજકીય તખતા ઉપર શાન્તિમાં કિંમતી ફાળો આપે એવી સંસ્થા આ યુગે પ્રારંભથી થયેલી. તેથી તેમાં તેઓ સક્રિય ભળેલા. સ્વયંસેવકથી માંડીને ઠેઠ પ્રમુખપદ સુધી ગયેલા. પરંતુ આટલું તાદાત્મ્ય સાધ્યા પછી તટસ્થતા સાધવા કે શું ? પણ ખરેખર બંધારણીય રીતે તેઓ પુનાના ઠરાવ નિમિત્તે છૂટા પડ્યા. અને છતાં જિંદગીના અંત લગી કોંગ્રેસ સાથે અનુબંધિત રહ્યા. આથી બીજે નંબરે આ પ્રયોગમાં કોંગ્રેસને લેવામાં આવે છે. કોંગ્રેસમાં વિશ્વવિશાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ દષ્ટિ છે. જગતના પ્રશ્નોને લઈને ઉકેલવાની દિશામાં તેની હિમ્મત કેળવાયેલી છે. જો તેમાં પૂરક તરીકે ઘડાયેલાં ગામડાંની બહુમતી હોય તો ગ્રેસ મજબૂત બને અને ચોખ્ખી પણ રહે. વળી ભારતનું ગામડું અત્યાર લગી સંગઠિત જરૂર રહ્યું છે પણ સાથે સાથે તે એકલવાયું રહ્યું છે. જે ગામડામાં સમગ્ર દેશની દષ્ટિ હેત તો પરદેશી સત્તાઓ આ દેશમાં આવીને જામી શત નહીં. કોંગ્રેસ રાજકીય સંસ્થા હોવાથી એના બંધારણમાં સત્ય, અહિંસા આવી શક્યાં નથી. સ્વરાજ્ય બાદ દેશ અને દુનિયાના સગો જેઈને એને ફાળે જે કામગીરી આવી છે, તેમાં સત્તા અને ધનનાં પ્રલોભને હેવાથી અશુદ્ધિ વધવાની અને પ્રજાના અગત્યના પ્રશ્નોમાં ડખલ થવાની વધુમાં વધુ વકી છે. ગામડાંને કોંગ્રેસપૂરક બનાવવામાં આ જોખમ પણ રહેલું છે. આથી કોંગ્રેસથી ઘડાયેલા તથા બાપુના સાનિધ્યમાંથી તેમ જ રચનાત્મક કાર્યોમાંથી પસાર થયેલા રચનાત્મક કાર્યકરોની આધ્યાત્મલક્ષી સંસ્થા દ્વારા એ ગ્રામમંડળોને દરવવાની જરૂર હતી. આથી ત્રીજે નંબરે આ વસ્તુને પણ પ્રયોગમાં સ્થાન છે. આમ તો ઓછી સંખ્યા હોવા છતાં આ સેવકોની સંસ્થાનું પદ, એ બન્ને સંસ્થાઓ કરતાં ઊંચું છે. પ્રયોગમાં આવી સંસ્થાઓને પ્રાયોગિકસ કહેવામાં આવે છે. ગામડાંઓના પ્રાયોગિકસઘની દોરવણી તળે નૈતિક–ગ્રામસંગઠને ચાલે અને તે જ રીતે શહેરના વિશ્વવાસલ્ય પ્રાયોગિક તળે માતૃસમાજે, ઈક તથા મધ્યવર્ગનાં જનસંગઠને ચાલે. આ દષ્ટિએ જ નૈતિક ગ્રામ સંગઠન અને નૈતિક શહેરી જન સંગઠને નામ સાર્થક થઈ શકે છે. . પરંતુ આ ત્રણ સંસ્થાઓને ઊભી કરી વ્યવસ્થિત બનાવવાનું કામ ક્રાન્તિપ્રિય સાધુ સાધ્વીઓ સિવાય કંઈ નહીં કરી શકે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ આથી ચોથે નંબરે ક્રાન્તિપ્રિય સંતનું સ્થાન આ પ્રયોગમાં આવે છે. સાચું અધ્યાત્મ તે છે જે જીવનનું અને જગતનું બન્નેનું કલ્યાણ કરે. વ્યાપક ધર્મતત્વમાં પણ આ જ વાત છે. ભાલ નળકાંઠા પ્રયોગને આ દષ્ટિએ ધર્મમય સમાજરચનાને પ્રયોગ પણ કહી શકાય. એનું ધ્યેયબિન્દુ વિશ્વ વાત્સલ્ય છે. ભાલ નળકાંઠામાં આ ત્રણેયનું અનુસંધાન સફળતાથી પાર પડ્યું. પ્રયોગ હવે સાધના મટી સિદ્ધિ બની. એમાં ગામડાંથી માંડીને જગત લગીના પ્રશ્નો આવતા હોઈ અનિષ્ટોને પ્રતીકાર કરવાની અહિંસક પ્રક્રિયા પણ પ્રયોગમાં ઊભી થઈ. આર્થિક, સામાજિક, સાંપ્રદાયિક અને રાજકીય ક્ષેત્રોમાં પણ એ પ્રયોગ થયા. જેને સામુદાયિક અહિંસાના પ્રયોગ અથવા “શુદ્ધિપ્રગ”ને નામે ઓળખવામાં આવે છે. આ બધું થયા પછી જેમ બીજા પ્રાંતો અને દેશાંતરમાં આ પ્રયોગની વ્યાપ્તિને પ્રશ્ન ઊભો થશે, તેમ સાથોસાથ ચોથા નંબરના ક્રાન્તિપ્રિય સંત અને ત્રીજા નંબરના સર્વાગી રચનાત્મક કાર્યકરને અધ્યયનપૂર્વક ઘડવાની વેળા પણ પાકી ગઈ. આ પહેલાં મારી રુબરુ રચનાત્મક કાર્યક, ધાર્મિક ભાવનાવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમજ કે ગ્રેસીઓના નાના મોટા વર્ગો ભરાયા હતા. આ વર્ગમાં સાધુ-સાધ્વી, સન્યાસીઓને પણ લેવાના હતા. સદ્ભાગ્યે “મુનિદય” આ પહેલાં મળી ચૂકેલ. પણ મોટા મુનિ કાળધર્મ પામતાં નેમિમુનિ મળેલા. સાધુ-સાધ્વી, સાધક-સાધિકાઓને આ શિબિર ઓછામાં ઓછા ચાર માસ લે તેમ લાગ્યું. છેટુભાઈએ આ સૂચન મૂકેલું. ત્રણ માસાં મુંબઈમાં થયાં, ત્યાર પછી આનો અમલ કરવાની શરૂઆત થઈ. તે અરસામાં સાધ્વીય આવેલ. જોકે તેઓ બને શિબિરમાં આવી શક્યા નહીં. બીજા જૈન સાધુઓની વકી હતી, તે પણ આવેલ નહીં. પરંતુ નેમિમુનિ અને બીજા બે સન્યાસીઓ આવેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ & Co. શ્રી ગેડી જેન દેર * શ્રી સિદ્ધચવડ રોડ, 7 એટલે અમે બે જૈન સાધુઓ તથા બે સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેને અને આઠ સાધકો મળીને કુલ્લે પંદર સાધુ સન્યાસી, સાધકસાધિકાઓને વર્ગ ચાલે. “ધર્માનુબંધી વિશ્વદર્શન આ રીતે એ વર્ગમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદાઓ પર હું કહેતો અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નેમિમુનિ કહેતા. એ મુદ્દાઓ મળીને આ પુસ્તક બનેલું હોઈ તેનું નામ “ધર્માનુબંધી વિશ્વદર્શન અપાયું છે. એ દશ મુદાઓ નીચે મુજબ છે : ( 1 ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય. (2) અનુબંધ વિચારધારા. (3) સાધુ સંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા. (4) સર્વ ધર્મોપાસના. (5) ભારતીય સંસ્કૃતિ. (6) સામુદાયિક અહિંસાના પ્રયેગે. . ( 7 ) “દર્શનની વિશુદ્ધિ (જેમાં ધર્મમૂઢતા, દેવમૂઢતા, ગુરુમઢતા, શાસ્ત્રમઢતા, લોકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઈશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે બાબતો પર છણાવટ થઈ છે.) ( 8 ) ક્રાન્તિકારોનાં જીવન. . (8) વિશ્વદર્શનનાં વિવિધ પાસાઓ (જેમાં વિશ્વ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ, અર્થનીતિના પ્રવાહ વગેરે છણાયેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ (10) સ્મૃતિ વિકાસના માર્ગો (જેમાં અવધાને, ગણિતપ્રયોગ, છદો વગેરે છણાયું છે.) આ દશ મુદ્દાઓ પૈકીને પ્રથમ મુદ્દો આ પુસ્તકમાં છપાયો છે. જેમાં અઢાર પ્રવચને ચર્ચામાં છે: એ અઢાર પ્રવચનમાં મુખ્ય વકતા પ્રિય મુનિ નેમિચંદ્રજી છે. ઉપરાંત પ્રિય દુલેરાય માટલિયાએ પણ આ પ્રવચનમાં સક્રિય ફાળો આપ્યો છે. તેમને “કલ્યાણરાજ્ય” અંગેને તથા “સર્વોદય” અંગેને માત્ર અભ્યાસ જ નથી. એ ત્રણેયના અનુસંધાનમાં તેમને બૌદ્ધિક અને કર્તવ્યાત્મક હિસ્સો પણ છે. “વાત્સલ્યધામ " માલપરાની સંસ્થા નિમિત્તે તથા શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે પણ તેમને અનુભવ વિશાળ થયો છે. ખાસ તો સંતવિનોબા વિચારધારા” તથા “અનુબંધ વિચારધારા ”ના પરસ્પર પૂર્તિરૂપના સમન્વય ઉપર તેમણે સાહિત્ય પણ પ્રગટ કર્યું છે. નેમિમુનિની તો વાત જ શી કરવી ? તેમણે ક્રાતિપ્રિય સંત તરીકે આ માર્ગમાં પગલાં માંડયાં ત્યારથી રાજસ્થાનમાં અનેક વિટંબણાઓ વચ્ચે અડેલભાવે ટકી શક્યા. પોતાની વિદ્વત્તા ઉપરાંત એ બધા અનુભવોને નિચોડ આ પ્રવચનમાં મળશે. આથી પ્રિયનેમિમુનિ મારા વિચારની અસરકારક પ્રતિકૃતિરૂપ જ નથી રહ્યા. તેમણે ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિને, તેમાં કાર્ય કરનારાં પરિબળોને તેમ જ રાજસ્થાનમાં વિશ્વ વાત્સલ્ય ચિંતક સમિતિ વ. કાર્યોને અનુભવ કરીને અમુક હદે આ પ્રયોગની જાતસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી જ આ પ્રવચનમાં પ્રાણ પુરાયો છે. તે ઉપરાંત આ પ્રવચન સાથે શિબિર સભ્યોની ચર્ચા જોડાઈ છે તે સેના સાથે સુગંધની ગરજ સારે છે. દંડી સન્યાસીનાં પાકટ અનુભવ, બૌદ્ધ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ ધર્મ પ્રત્યેને તેમને અપાર આદર અને ઇતિહાસ દષ્ટિએ તથા વિશાળ પ્રવાસ દષ્ટિએ તેમને વૈદિકાદિ ધર્મોના સંત, તી વ.ને પરિચય તેમ જ શિબિરાર્થી બહેને, ભાઈઓ વ.ના ઊંડા જાત અનુભવોનું તારણ પણ એમાં સાંપડે છે. એ જ રીતે પ્રસંગોપાત અંબુભાઇ, ફૂલજીભાઈ વગેરે ભાલનળકાંઠા કાર્યના પ્રત્યક્ષ કાર્યકરોના જાત અનુભવને પણ ફાળો રહેલો છે. આ પ્રવચન તથા ચર્ચાનું ટૂંકું તારણ (જે કદાચ આ પહેલાં સાધુ સાધ્વી શિબિર પ્રવચનોની ઝાંખી રૂપે) વિશ્વવાત્સલ્ય”ના સન ૧૮૬૧ના ભેટ પુસ્તક રૂપે-આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહોંચે તે પહેલાં બહાર પડી ચૂક્યું હશે. આ તારણનાં વાંચન પરથી શ્રી મણિભાઈ લોખંડવાળા (જેઓ ગૂર્જરવાડી જે જ્ઞાતિની છે, તેના અધ્યક્ષ છે અને આ માટુંગા ચાતુર્માસમાં જેમણે અનેક પ્રકારે હાર્દિક સેવા બજાવી છે, તેઓ)નું મન પુસ્તક છપાવવા રૂપે થયું. “એકને બદલે બીજાઓ પણ સામેલ થાય તે સારું' જે પરથી તેમણે સ્વેચ્છાએ ભાગીદારી જેટલી જે નોંધાવે તેમાં ખુશીથી સંમતિ બતાવી. સદ્દભાગ્યે તેમના જ પ્રયત્ન મદ્રાસ સ્થા. જન છાત્રાલયના ગૃહપતિ પ્રિય ભાઈશ્રી. ગુલાબચંદભાઈ જેવા ગ્ય સંપાદક પણ મળી ગયા. શિબિર સહાયક શ્રી છોટુભાઈ, મણિભાઈ મીરાંબહેન અને આ પ્રવચનોના બીજા શ્રોતા ભાઈબહેનોને હિસ્સે પણ ભૂલી ન શકાય. આ રીતે જોતાં આ પુસ્તકમાં કેટલાં બધાં પરિબળોને ફાળો છે, તેને વાચકોને ખ્યાલ આવશે. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ સંચાલિત “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નિમાયેલી તે આ પુસ્તકની નૈતિક સંપાદિકા છે, પણ બધી સગવડ જોઈ મહાવીર સાહિત્ય પ્ર. મંદિરનું પ્રકાશક તરીકે નામ રખાયું છે. શિબિર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ 12 પછીના કાર્યનું સંકલન રહે, એ માટે (1) અનુબંધ વિચારધારા પ્રચાર સમિતિ (2) સાધુસાધ્વી સંપર્ક સમિતિ અને (3) તપ, સાધન વ. અંગની એક ફાળા સમિતિ પણ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ તળે રચાયેલ છે. જ્યાં લગી “વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ” દેશભરમાં વ્યવસ્થિત રૂપે ન ઊભો થાય ત્યાં લગી દેશદેશાંતરના શુદ્ધિ ઉપરાંત શાંતિસેનાની કામગીરી પણ વ્યકિતગત ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની પ્રેરણા નીચે ગ્રામ પ્રાયોગિક સંઘો તથા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સોની શાખાઓ એ જ બજાવવાની રહેશે. એ દષ્ટિએ ધર્મદષ્ટિએ સમાજરચના પછીનું સાધુસાધ્વી શિબિરનું દશેક પુસ્તમાં પ્રગટના આ સાહિત્ય ભવિષ્યના સમાજ પ્રેરક ચારિત્ર્ય ઘડતરમાં પિતાનું આગવું અને અજોડ સ્થાન લેશે એવી સંભાવનાને કારણે મને આશા જ નહીં; બલકે ખાતરી છે કે આ પુસ્તકનો લાભ વાચકો પૂરેપૂરે લેશે અને અનુબંધ વિચારધારાના સક્રિય અંગ બની પોતપોતાની કક્ષા અને પરિસ્થિતિ મુજબ ધર્મદષ્ટિએ સમાજરચના કરવાને લહાવો લૂંટશે. ચીખલી, તા. 6-4-62 સંતબાલ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ બે બેલ * મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણો છો. તેઓ એક ક્રાન્તિકારી. જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે.. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહી ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલેને પગલે અશાન્તિ દેખાય છે.. તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે કે જે સાધુસાધ્વીઓ, પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છેડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાને અને આમજનતાને સંપર્ક આવી જશે. - આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી, સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તો માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વ શ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણો કરતા, તેઓ ક્યાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય. તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહેતો. અને તે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચેકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સતે, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાતિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકતો; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દોટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂ૫ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ - 14 - હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે. ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠનો બનાવવા જોઈએ. એ સંગઠન સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે; તેનું સંચાલન આજના બ્રાહ્મણો કે જે રચનાત્મક કાર્યકરો કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયા ભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસતે સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે કારણે સંવત 2017 ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જર વાડી) મુકામે સાધુ સાધ્વી અને સાધક સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલો. તે સતત ચાર માસ ચાલ્યો, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજાં સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણાં ભાઈ બેનેને લાગણી આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરતજ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામોમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રી આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તો તેને લાભ તેમના જીવનવિકાસમાં તો થાય જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” છે. તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તક છપાવવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુદ્રાવાલાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે, તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ ? તે સવાલ હતા. અને મદ્રાસવાળા શ્રી ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી દંડીસ્વામિ, શ્રી ભાટલિયા વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. - સાધુસંતો, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. 24-4-62 સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રકરણ વિષય * 46. هم هم અનુક્રમણિકા લેખક 1. વિશ્વવાસલ્ય, સર્વોદય અને - કલ્યાણરાજ ... મુનિશ્રી નેમિચંદ્રજી 2. વાત્સલ્યથી વિશ્વ વાત્સલ્ય-વિવેચન... મુનિશ્રી નેમિચંદ્રજી ... 3. વિશ્વ વાત્સલ્યનાં પાસાંઓ .... મુનિશ્રી નેમિચંદ્રજી 4. વિશ્વવાત્સલ્યને બીજમંત્ર ... મુનિશ્રી નેમિચંદ્રજી 5. વિશ્વવાત્સલ્યનાં એકમો . મુનિશ્રી નેમિચંદ્રજી ... 87 6. વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠા ... મુનિશ્રી નેમિચંદ્રજી .... 112 7. વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા .. મુનિશ્રી નેમિચંદ્રજી ... 137 8. વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા ... મુનિશ્રી નેમિચંદ્રજી ... 162 છે. વિશ્વ વાત્સલ્યમાં વ્રત-વિચાર ... મુનિશ્રી નેમિચંદ્રજી ... 186 10. વિશ્વ વાત્સલ્યમાં બ્રહ્મચર્યવિચાર ... મુનિશ્રી નેમિચંદ્રજી ... 11. વિધવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધાવ્રત .. મુનિશ્રી નેમિચદ્રજી - 228 12. વિશ્વવાત્સલ્યમાં માલિકી હકમર્યાદા મુનિશ્રી નેમિચંદ્રજી .... 252 13. વિધવાત્સલ્યના કાર્યક્રમો ..... શ્રી દુલેરાય માટલિયા. 276 14. સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ ... મુનિશ્રી નેમિચંદ્રજી ... 304 15. સર્વોદયનાં કાર્યક્રમો અને . મુનિશ્રી નેમિચંદ્રજી અને છે : " ખૂટતાં તો શ્રી દુલેરાય માટલિયા.... 326 11. સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ .. મુનિશ્રી નેમિચંદ્રજી અને - શ્રી દુલેરાય માટલિયા... ૩૫ર 17. કલ્યાણરાજ્ય અને તેની પૂર્વભૂમિકા.શ્રી દુલેરાય માટલિયા... 380 18. વિધવાત્સલ્ય વિચારની વિશેષ આ જવાબદારી ... શ્રી દુલેરાય માટલિયા.. 384 می P.P. Ac. Gunratnasuri M.S. Jun "Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ [1] વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ [ તા. 19-7-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વને સુખી કરવા માટે, તેમાં વસેલાં જીવોના કલ્યાણ માટે જગતમાં પ્રાચીન કાળથી આજ સુધી અલગ અલગ પ્રકારની ઘણી વિચારધારાઓ રજુ કરવામાં આવી છે. જ્યારે જ્યારે લોકસમૂહમાં દુઃખ, સંતાપ કે કલેશ વધે છે ત્યારે ત્યારે વિચારકો આગળ આવીને તેમનાં સુખ, શાંતિ અને કલ્યાણ માટે પોતાની રીતે વિચારધારાઓ રજૂ કરે છે; યોજનાઓ ઘડે છે અને લોકસમૂહને તે રીતે નવિનતા લાવી, નવી રીતે જીવવાને આદેશ આપે છે. આને લોકક્રાંતિ કહી શકાય. આ લેકક્રાંતિની અંદર ઊંડાણમાં એક જ ઉદ્દેશ્ય રહેલો હોય છે–અને તે છે માનવજીવનની એક વ્યવસ્થિત પ્રણાલિકાને સ્થાપિત કરવી; જેનાથી લોક-જીવનમાં સુમેળ બન્યો રહે. - આ વિચારસરણીઓ જગત સમક્ષ જુદા જુદા ધર્મોના નામે રજૂ થઈ જુદા જુદા વાદના નામે પ્રગટ થઈ તેમ જ જુદી જુદી ભાવનાઓ રૂપે રજૂ થઈ. પાશ્ચાત્ય દેશોમાં આજે મુખ્યત્વે ભૌતિકવાદને સ્થાન આપવામાં આવેલ છે. મૂડીવાદી લોકશાહીને લ્યો કે સામ્યવાદી મજૂર સરમુખત્યારશાહીને ધો. બન્નેનાં અંતિમ ધ્યેય રૂપે તો માનવજીવનનાં ઉચ્ચતમ ભૌતિક સુખો જ છે. લોકો દ્વારા વધુ ધન મેળવી, તેને ઉપયોગ તેમનાં અનિયંત્રિત ભૌતિક સુખો અંગે કરવામાં મૂડીવાદ માને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ છે, જ્યારે જેટલું અને જેવું કામ તે પ્રમાણે મૂડીને સરખે ભાગે વહેંચી બધા સમાન રીતે સુખોને ભોગવે તેમાં સામ્યવાદ માને છે. એની સાથે પ્રાચીન કાળથી ભારતે લોક-જીવન જીવવા માટે જે વિચારધારા આપી છે તે ધર્મમય સમાજવાદની છે; ધર્મમય સમાજરચનાની છે. આમાં “ધર્મ અને મુખ્યતા આપવામાં આવી છે. આ ધર્મમય સમાજરચનાને સમજવા માટે જગતના જે જે વિચાર પ્રવાહે છે તેને બરાબર જાણી લેવા જોઈએ. પાશ્ચાત્ય વિચારપ્રવાહને આધાર મુખ્યત્વે ભૌતિક -સુખ તરફ વળેલો છે, ત્યારે પૂર્વના વિચારપ્રવાહનો આધાર આધ્યાત્મિક ભૌતિક સુખોમાં પૂર્ણ થતી નથી, પણ તેની આધ્યાત્મિક ઉન્નતિમાં રહેલી છે એટલે લોકજીવનના સુમેળ માટે પૂર્વના વિચાર પ્રવાહને અહીં સમજી લઈએ. સમાજરચના સાથે ધર્મને અહીં વિશેષ રૂપે જોડવામાં આવેલ છે અને ભારતીય લોકજીવનના ઇતિહાસને તપાસશું તે એ સ્પષ્ટ જણાઈ આવશે કે જગતનાં જુદા જુદા લોક–જીવને “ધર્મ” કે ધર્મ જેવી કોઈ વિચારસરણીની આસપાસ ગૂંથાયેલાં છે. આ વિચારસરણીને સર્વાગી રીતે સમજવા માટે ત્રણ શબ્દ હમણું અવારનવાર સંભળાયા કરે છે -[1] વિશ્વવાત્સલ્ય, [2] સર્વોદય, [3] કલ્યાણરાજ. આ ત્રણે શબ્દો એકબીજાથી એટલા બધા મળતા હોવા છતાં, દરેકની પોતપોતાની વિશેષતા છે અને જગતમાં જે ધર્મમય સમાજની રચનાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે આ ત્રણેને સમન્વય થયા બાદ જ પૂર્ણ બની શકે છે. આ ત્રણે વિચાર પ્રવાહે સામાન્ય રીતે લોક-જીવન કેવી રીતે ઉન્નત બને તેને લક્ષ્યમાં રાખીને યોજવામાં આવ્યા છે. સ્થૂળ અર્થમાં વિશ્વ-વાત્સલ્યની જે વિચારધારા છે, તે સમાજ કે સંસ્થા દ્વારા, અથવા સંસ્થા રચાઈને; પ્રચલિત સ્થાપિત હિતોની વિરૂદ્ધ ક્રાંતિ કરવામાં અને તે વડે લોકજીવનને સુમેળ સાધવામાં માને છે. વિશ્વવાત્સલ્ય વિચારધારાનું મૂર્તિરૂપ ધર્મમય સમાજરચના છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ " સર્વોદય વિચારધારા વ્યક્તિનાં સર્વાગી ઉદયને માને છે. તે (ગાંધીજી પછી ભૂદાન આંદોલનના સમયથી વિનોબાજીના સમયથી) વ્યક્તિના સંપૂર્ણ વિકાસ વડે ક્રાંતિ કરી લોકજીવનને સુખ-શાંતિ અપાવવામાં માને છે. ગાંધીજી તો સંસ્થામાં માનતા ' પણ હમણાં અમારે સંસ્થાઓ સાથે શું? એવો ઝોક સર્વોદય કાર્યકર્તાઓમાં જોવા મળે છે. - ત્યારે, કલ્યાણરાજ એટલે કે સંપૂર્ણ રાજ્ય દ્વારા અથવા સત્તા દ્વારા રાજ્યક્રાંતિ કરવાની કલ્પનાને લઈને લોકજીવનને આરોગ્ય, ન્યાય, શિક્ષણ, વ.માં રાહત આપવી, એવો વિચાર–પ્રવાહ છે. એમાં એક રાજ્યતંત્ર તરીકે રાજાશાહીના પ્રતીક રાજા વડેને વહીવટ આવી જાય છે અને પ્રજાતંત્ર તરીકે પ્રજાશાહીના પ્રતીકરૂપે રાજસભાને વહીવટ પણ આવી જાય છે. એમાં રાજતત્ર પ્રજામાં રાહતનાં કામો કરી સુખ આણે એ વિચાર સમાએલો હોય છે. " સર્વોદયવાદ અને કલ્યાણરાજમાં એક પ્રકારને અદેશ રહેલો છે કે તેના વડે ક્યારેક પ્રથમ વિચારધારા સર્વોદયવાદ પ્રમાણે વ્યકિતત્વ પૂજાના ફેલાવવાને ડર રહે છે અને સિદ્ધાંતોને સ્થાપિત હિતે હેઠાં મૂકી દે છે! અથવા ક્યારેક સંપૂર્ણ રાજતંત્ર સ્થાપિત હિતેનું શિકાર બને છે અને લોક-કલ્યાણના બદલે લોક-શેષણનો ક્રમ આવીને ઊભો રહે છે. આ કલ્યાણરાજનું મોટામાં મોટું ભયસ્થાન છે. - ભારતની પ્રાચીન પ્રણાલિ તરફ નજર કરશું તો જણાશે કે લોકક્રાંતિના વાહન રૂપે જનતાની સંસ્થાઓને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સર્વોદયના પ્રતીક રૂપે ધર્મ સંસ્થાપકે એ વિચાર–ધારાઓ રજૂ કરી પણ તેને અમલમાં લાવનાર તે સંસ્થાઓ જ હતી. કલ્યાણરાજના આદર્શરૂપે રાજા-રામે રામ-રાજ્ય સ્થાપ્યું પણ ત્યારબાદ તે પરિપાટીને ચાલુ રાખી શકાઈ હોય તે સંસ્થાઓ દ્વારા જ. સર્વોદયની વ્યકિત કે કલ્યાણરાજના પ્રતિનિધિ, વંશપરંપરાગત એવી જ સ્વચ્છ પ્રણાલિને ટકાવી શકે તેવી વ્યકિતઓ આવી શકી નહીં; અને જે Sunratnasuri Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ તેમણે સંસ્થાઓને આધાર લીધે ન હેત તે તેમના અવસાન સાથે ઘણીવાર બને છે તેમ તે વિચાર પ્રવાહ સૂકાઈ ગયો હોત. પ્રાચીન કાળમાં ક્રાંતિના વાહન રૂપે વર્ણાશ્રમ સંસ્થાઓ હતી. તે વર્ણાશ્રમ વ્યવસ્થાને પાયો ધર્મ હતો એટલે ધર્મમય સમાજ રચનાને તે વખતે જોઈ શકાતી હતી. ત્યારબાદ વ્યકિતઓ ક્રાંતિની પ્રેરક બની એ હકીકત. છે; પણ તેમની ક્રાંતિનાં વાહન રૂપે તો આગળ જતાં સંસ્થાઓએ જ કાર્ય કર્યું. વર્ણાશ્રમ વ્યવસ્થા પછી તેમાં ક્રાંતિ લાવવા માટે બુદ્ધ અને મહાવીર જરૂર લોકક્રાંતિના પ્રેરક બન્યા અને એ દ્રષ્ટિએ “બુદ્ધ શરણં ગચ્છામિ " અને “અરિહંત શરણું પર્વજમિ” રૂપે તેમને પ્રથમ સ્થાન આપ્યું પણ ત્યારબાદ “સંધ શરણં ગચ્છામિ " અને સાહુ શરણે પવન્જામિ-ધમ્મ શરણું પવન્જામિ ને ક્રાંતિના - વાહક રૂપે મૂકવામાં આવ્યા. આમ ક્રાંતિના વાહન રૂપે તે સાથે, સમાજે કે સંસ્થાઓ જ આવે છે. - આમ એ વિચાર પ્રણાલીને અનુરૂપ અને નજીક કેવળ વિશ્વવાત્સલ્ય વિચાર–સરણ જ આવીને ઊભી રહે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાથી લઈને સંઘરચના સુધી વિશ્વ વાત્સલ્યને આમ મહત્વ આપવામાં આવ્યું, છે. જૈન કે બૌદ્ધ શ્રવણો સાથે સાથે શ્રવણોપાસકોને પણ લેવામાં આવ્યા છે. તેને અતૂરૂ૫ વિશ્વ વાત્સલ્ય વિચાર પ્રવાહમાં ક્રાંતિપ્રિય સાધુસંતોનાં માર્ગદર્શન સાથે અનુક્રમે; સર્વાગી દષ્ટિવાળા જનસેવકોનું સંચાલન; ગામડાં અને શહેરોમાં મધ્યમવર્ગ–માતૃસમાજના સંગઠને દ્વારા લોકજાગૃતિ આણી; આજની રાષ્ટ્રિય મહાસભાની લોકશાહી - સરકાર દ્વારા ક્રાંતિ કરવાની વાત રજૂ કરવામાં આવે છે. એ ભારતની પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ અને બંધ બેસતી છે. - કદાચ કોઈને લાગે કે આમાં કોઈ વર્ગ કે સમૂહની ટીકા થઈ રહી છે, પણ તેવું નથી. આજના પ્રવાહને ઊંડાણથી સમજવા અને તેનો સમન્વય કરી ખરે માર્ગ શોધવા માટે જ આ વિચારણા થઈ રહી છે. એક રીતે એમ પણ કહી શકાય કે વ્યકિતત્વના સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ વિકાસના સર્વોદય, અને રાજ્યદ્વારા ક્રાંતિની વિચારધારારૂપ કલ્યાણરાજને પણ વિશ્વ વાત્સલ્ય જોડે છે. જે ક્રાંતિની પ્રેરક વ્યકિતઓના વિચારને સંસ્થાઓ વડે ન ફેલાવવામાં આવે તો રાજ્ય દ્વારા એ ક્રાંતિનું મૂલ્યાંકન ક્યાંથી થઈ શકે? આમ વિશ્વ વાત્સલ્યની કડી વગર કે સાધન.વગર બને વિચારપ્રવાહે અમલી બની શકતાં નથી એવું લાગ્યા વગર રહેતું નથી. સર્વોદય વિચારપ્રવાહને આજને વળાંક કંઈક જુદા પ્રકાર છે. સર્વોદયી સંત વિનોબાજીએ પ્રારંભથી એકવાર કહ્યું છે કે સંગઠને આવતાં ત્યાં અનેક પ્રકારના દોષો પ્રવેશી જવાનો ભય ઊભો રહે છે. એથી ક્રાંતિ અટકી જાય છે કારણ કે વ્યકિતઓ (સભ્યો) ઉપર દબાણ : આવે છે એટલે ત્યાં હિંસા થાય છે. એ માટે વ્યકિત શુદ્ધ થવી જોઈએ. તેણે આત્મોન્નતિને લક્ષમાં રાખીને કામ કરવું જોઈએ. અને સંગઠનની લપમાં પડવું ન જોઈએ. વ્યક્તિઓ પવિત્ર થતાં, સમાજ આપોઆપ પવિત્ર થઈ જશે ! આ વિચારપ્રવાહમાં એટલું ખરું કે સંસ્થાઓ વગર વ્યકિતઓનું અમૂક અને તે પણ નજીકના અંશે ઘડતર થઈ શકે; પણ ત્યારબાદ આખા સમાજના ઘડતરની આશા ન રાખી શકાય ! મહાન વ્યકિતઓએ સર્વોદય પ્રગટાવ્યા બાદ, તેમના વિચારપ્રવાહને ધપાવવા માટે કોઈ પણ સંગઠન કે સંસ્થા ન રચી તો તેમને વિચારપ્રવાહ તેમના સુધી જ અટકી જાય છે સંસ્થાના અભાવે, એવું પણ જોવામાં આવ્યું છે કે તે વ્યકિતની પૂજા થાય છે પણ તેના સિધ્ધાંતો પડખે મૂકાય છે અને તેમના અનુયાયીઓમાં અસંગત લાગે તેટલી વિરૂધ્ધ આચાર પ્રણાલી આવી જાય છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે સંગઠન રચાય ત્યારે જે દેની ભીતિ તરફ વિનોબાજી અંગુલિ નિર્દેશન કરે છે તે અંગે અગાઉથી કાળજી સેવવામાં આવે છે તે દેશો વિકસવાનો ઓછો સંભવ રહે છે. " આ સંગઠને ત્રણ પ્રકારનાં હોય છે: (1) નીતિ પ્રધાન; જેમાં નીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ મુખ્ય હોય છે. (2) બંધારણ પ્રધાન; એમાં બંધારણ મુખ્ય અને નીતિ ગૌણ રહે છે. (3) અર્થ પ્રધાન; એમાં અર્થ (ધન) પ્રાપ્તિને જ મુખ્ય ઉદ્દેશ હેય છે. વેપારી સંગઠને ત્રીજા પ્રકારમાં આવે છે ત્યારે રાજ્ય સંગઠને બીજા પ્રકારમાં આવે છે. તેમાં બંધારણ જળવાઈ રહે તે મુખ્ય જોવાય છે. વિશ્વ વાત્સલ્ય દ્વારા જે સંગઠન રચવાની વાત કરવામાં આવે છે તેમાં નીતિ અને ધર્મને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. જ્યાં સત્ય અને અહિંસાનું પાલન - થાય તેવી કે તેના જેવી ઉપગી સંસ્થાઓને જ વિશ્વ વાત્સલ્યનો ટેકે હોય છે, એટલું જ નહીં સત્ય અને અહિંસાના આચારને જીવનમાં ઉતારી, બીજ પણ તેને આચરે એ પણ એની ક્રિયાત્મક આગળની દિશા છે. ઘડતર પામેલી આધ્યાત્મિક વ્યક્તિઓ અને સુસંસ્થાઓ દ્વારા લોકોને અધ્યાત્મ તરફ વાળવા માટે વિશ્વ– વાત્સલ્યના માધ્યમથી ક્રાંતિ કરવી એ એને મુખ્ય હેતુ છે. રાજકીય પક્ષે સત્તા દ્વારા ક્રાંતિ કરવા ઈચ્છે છે ત્યારે અહીં સેવા દ્વારા (હૃદયપલટાની) ક્રાંતિની વાત રહેલી છે. - હવે “વિશ્વવાત્સલ્ય” શબ્દ ઉપર વિચાર કરીએ. એમાં બે શબ્દો છે –વિશ્વ અને વાત્સલ્ય. આખા વિશ્વ સાથેનું વાત્સલ્ય તે વિશ્વ વાત્સલ્ય. વિશ્વ શબ્દ સાંભળતાં આખું જગત નજર આગળ ઊભું થાય છે. આ ; જગતમાં જડ અને ચેતન બને તત્વો રહેલાં છે. બન્નેના મિશ્રણથી વિશ્વ બન્યું છે. તે કેવળ ચેતનને જ સમૂહ નથી તેવી જ રીતે તદ્દન જડને સમૂહ પણ નથી. અહીં તો વિશ્વ સાથે ચિતન્યને જ જોડવાનો છે કારણ કે તેની સાથે જે ભાવ જોડવાને છે તે કેવળે ચૈતન્ય જ અનૂભવી શકે છે. તેની સાથે ચૈતન્યથી સંકળાયેલી વસ્તુઓને પણ વિચાર કરવો અનિવાર્ય બને છે. તેમાં શરીર, મકાન, ઘર, ગ્રામ, નગર, રાષ્ટ્ર, સમાજ, વિચારધારા, પક્ષ, વાદ, મિલ્કત વ. અનેક વસ્તુઓ આવી જાય છે. સાદી સમજણ માટે વિશ્વના ત્રણ વિભાગ કરી શકાય : [1] વ્યક્તિ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ 7. [2] સમાજ (માનવજાતિ) [3] સમષ્ટિ ( ઈતર જીવ સૃષ્ટિ). એ * ત્રણે ય મળીને આખું વિશ્વ એક એકમરૂપે બને છે. . : * * વાત્સલ્ય શબ્દનો અર્થ સામાન્ય રીતે બધા વહાલ કે પ્રેમ એ કરે છે. ખરેખર વાત્સલ્ય શબ્દને અર્થ એથી પણું વ્યાપક છે. તેને ભાવ માતૃભાવ સાથે વધારે બંધબેસતો છે. જેમકે એક માતા પિતાના બાળકને ચાહે છે પણ સાથે જ તેને સંરક્ષણ આપે છે અને તેના જીવનને પિતાના સ્તનપાનથી પિષણ આપે છે અને બાળક માના ખોળામાં આવીને જગતના બધા દુઃખો અને ભયને ભૂલી જાય છે. આ બધા પવિત્ર-ભા વાત્સલ્યમાં આવી જાય છે. વાત્સલ્ય એટલે પ્રેમ સાથે જીવન વિકાસ અને તેની સંરક્ષકતા તેમ જ અભયનું સર્વશ્રેષ્ઠ સ્થાન. આમ આખા વિશ્વ સાથે વાત્સલ્ય ભાવ કેળવવો એટલે કે દરેક જીવનને સંરક્ષણ આપી તેને વિકાસ થવા દેવો તેમ જ અભયવૃત્તિ કેળવવી એ વિશ્વ વાત્સલ્ય છે. વિશ્વ સાથે વાત્સલ્ય કેળવવું, સાધવું કે કરવું એને એવો સ્પષ્ટ અર્થ છે. '- શું આવું વિશ્વવાત્સલ્ય સાધી શકાય ખરું! જ્યારે ઘરની અમુક વ્યક્તિઓ સાથે પણ તે સાધી શકાતું નથી; તેમ જ દરેક માણસ આખું વિશ્વ જોઈ શકતા નથી તો શું વિશ્વ વાત્સલ્યના ધ્યેયને પહોંચી શકાય ? એક માણસ ભલે આખા વિશ્વમાં ન પહોંચી શકે; પણ જે તે સમાજના દરેક માણસોને અને સમષ્ટિનાં દરેક પ્રાણુઓને; પિતાનાં જ અંગ રૂપે માની, આત્મીયતા કેળવે, સંયમ અને અહિંસાને પથે પિતે ચાલે અને બીજાને જવાની પ્રેરણા આપે. પિતાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખે અને બીજાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખી; સંરક્ષણ અને સંવર્ધન સમપે છે ત્યારે આપોઆપ વિશ્વ વાત્સલ્ય સધાય છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે “વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સાથે અતૂબંધ (ધ્યેયપૂર્વક સંબંધ) જોડાયા પછી વિશ્વવાસલ્યની સાધના સરળતાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ : વિશ્વ વાત્સલ્યને બદલે વિશ્વપ્રેમ કે વિશ્વબંધુત્વ શબ્દ શા માટે રાખવામાં આવ્યા નથી, એમ કેટલાક કહેશે. “પ્રેમ” શબ્દ સાંભળતાં, જ્યાં સુધી તેની આગળ શુદ્ધ શબ્દ ન ઉમેરીએ ત્યાં સુધી એક પ્રકારને વિકાર ભાવ જણાશે; એટલું જ નહીં તેની મર્યાદા મુખ્યત્વે સ્ત્રી અને પુરુષની એક બીજા સુધીની રહેશે. ઈશું અને કૃષ્ણ માટે વિશ્વ પ્રેમી શબ્દો વાપરવામાં આવ્યા છે પણ આજે, “પ્રેમ” શબ્દનો ઉપયોગ એ રીતે થતો નથી. “બંધુત્વમાં સમાનતાને ભાવ આવેલો છે ખરો પણ તે માણસને માણસ પ્રત્યે રહી શકે. વિશ્વબંધુત્વની મર્યાદામાં પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આવતો નથી. જ્યારે વિશ્વ-વાત્સલ્ય શબ્દ આવતાં જ માતાના બાળક પ્રત્યેના કેવળ શુદ્ધ પ્રેમને જ ખ્યાલ આવતો નથી; પણ એ જીવનને ટકાવી રાખવાની કાળજી અને તેના વિકાસ માટે બધું કરી છૂટવાની ભાવના એ બધા ભાવોનો સમાવેશ થઈ જાય છે. સાગરમાં બધી નદીઓ સમાઈ જાય તેમ વિશ્વ વાત્સલ્યમાં, વિશ્વબંધુત્વ અને વિશ્વપ્રેમ અને સમાઈ જાય છે.' - આવા વિશ્વવાત્સલ્યની સાધના જે સંપૂર્ણ રીતે કરી શકે છે, તેને શાસ્ત્રોએ મોક્ષને અધિકારી ગણે છે. આખી પ્રાણીસૃષ્ટિમાં કેવળ માનવને જ આ અધિકાર આપવામાં આવ્યો છે. એજ બીજાં પ્રાણીઓ કરતાં વધુ વિચારવાન, બુદ્ધિમાન અને જ્ઞાનવાન છે; તે દૃષ્ટા છે, જ્ઞાતા છે અને કર્તા, ભોક્તા અને મુક્તા બની શકે છે. માનવ સિવાયના બીજા પંચૅન્દ્રિય, ચેતનાવાળા પ્રાણીઓ તરીકે પશુ-પંખી આવે છે. તેઓ બહુ બહુ તે પિતાનાં સંતાન પ્રત્યે અમુક સમય સુધી વાત્સલ્ય કરી શકે છે, કદાચ પિતાની જાતિનાં પ્રાણીઓ સુધી પણ કેળવી શકે છે; પણ સમાજ અને તે પછી સમષ્ટિ સાથે વાત્સલ્ય સાધવા માટે તો માનવ જ સમર્થ છે. માનવમાં પણ આ વૃત્તિ ધીમે ધીમે વિકસે છે. તેનું વાત્સલ્ય પ્રારંભમાં કુટુંબ સુધી જ રહે છે. તે ધીમે ધીમે સમાજ સુધી પ્રસરે છે અને જ્યારે સમાજ-વાત્સલ્યમાં પરિપકવતા આવે છે ત્યારે તે સમષ્ટિ-વાત્સલ્ય પ્રગટાવે છે. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ 9 Co. શ્રી ગડદ કચ્છી ફી (સેદલ૯. એક, ઇ-૩ વિશ્વવાત્સલ્યની સાધના માનવા માટે સરળ બની શકે છે. ત્યારે માનવ ઘર, સમાજ, રાષ્ટ્રના પણ સંકુચિત દાયરામાંથી બહાર આવી સમષ્ટિ પ્રતિ પિતાને વાત્સલ્યભાવ કેળવે છે. ભગવાન મહાવીરે કર સવા ચંડકૌશિક પ્રતિ વાત્સલ્ય વહેવડાવ્યું હતું. શિબિરાજાએ પારેવાં માટે વાત્સલ્ય વહેવડાવ્યું હતું. કેટલાક મુસલમાન સંતોએ પિતાના શરીરમાં કીડા સળવળે તે એ તેમને ન મારી તેમના પ્રતિ વાત્સલ્ય પ્રગટ કર્યું હતું. આમ વિવવાન્સલ્ય “આત્મવત સર્વ ભૂતેષુ ”ની સંપૂર્ણ કેળવણીનું પ્રતીક બનીને ઊભું રહે છે. ભગવાન મહાવીર માટે જૈન શાસ્ત્રોમાં “જગવચ્છલ” (વિશ્વવત્સલ) વિશે પણ રૂપે આવે છે. જૈન ધર્મમાં સમ્યક–દર્શનના આઠ અંગેમાં “વચ્છલ ને પણ સ્થાન આપવામાં આવેલ છે. સદ્દષ્ટિ ગૃહસ્થ શ્રાવકની ગણના ચોથા ગુણસ્થાનક (જૈન ધર્મની વિકાસ પદ્ધતિથી કરવામાં આવેલ છે ત્યાંથી ચૌદમાં ગુણસ્થાનક સુધી એટલે કે સંપૂર્ણ કેવળીની દશા સુધી સમ્યક્દર્શનનું હોવું જરૂરી છે. એટલે કે ગૃહસ્થ માટે સમ્યક્દર્શન અને તેની રૂએ વાત્સલ્ય હોવું જરૂરી છે. ગૃહસ્થોના વાત્સલ્યને “સાહસ્મિય વક્ત” એટલે કે સાધમ વાત્સલ્ય ગણવામાં આવેલ છે. આજે જે કે સંપ્રદાયવાદને કારણે સહુ તેને પિતાના સંપ્રદાય સુધી ગણે છે પણ તેને ખરે અર્થ તો “સંઘ વાત્સલ્ય " થાય છે. આજની ભાષામાં તેને “સમાજ વાત્સલ્ય” પણ કહી શકાય અને એ જ અર્થ બંધબેસતો છે. કારણકે સાધર્મોને અર્થ સમાનધર્મી થાય છે. મનુષ્ય સમાનધમાં માનવ છે એટલે સમાજવાત્સલ્ય અને સ્પષ્ટાર્થ થાય છે. એના વિકાસ રૂપે વિશ્વાત્સલ્ય કેળવવું ઉચ્ચ સાધકો (સાધુઓ) માટે આવશ્યક ગણાયું છે કારણકે જૈન સાધવર્ગને છ કાયાના મા–બાપ કહ્યા છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે વિશ્વ-વાત્સલ્ય કેળવવામાં આવે. એ માટે ગૃહર પૂરતી મર્યાદા સાધમાં–વાત્સલ્ય સુધી આંકવામાં આવી અને સાધુઓ માટે તેને - સમષ્ટિ સુધી લંબાવવામાં આવી. વિકાસક્રમના ભેદે અહીં વાત્સલ્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ 10 બે જુદી જુદી મર્યાદાઓ દોરવામાં આવી છે પણ બન્નેનું ધ્યેય તે સંપૂર્ણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં રહેલું છે. ' . . . . હવે આ વિશ્વ વાત્સલ્ય વહેવડાવવું તે કઈ રીતે? કારણકે આ જગતમાં બધા એક શ્રેણિના લોકો નથી અને પ્રાણીઓ પણ અલગ અલગ શ્રેણિના છે. જ્યાં ગાય જેવું કોમળ પ્રાણું છે ત્યાં સિંહ જેવું હિંસક પ્રાણી પણ છે. અનુકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર છે ત્યાં પ્રતિકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર પણ છે. અમુક લોકો સજજન છે; સત્ય અને અહિંસાની દિશામાં આગળ વધેલા છે, ત્યારે બીજા દુર્જન : પણ છે; અસત્ય અને હિંસાની દિશામાં આગળ વધેલા છે. સુખી છે અને દુઃખી પણ છે; શાસક પણ છે અને શેષિત પણ છે. પીડિત, દલિત અને પછાત પણ છે ત્યાં મુક્ત, સ્વતંત્ર અને આગળ વધેલા પણ છે. કેટલાક પ્રેમભાવ રાખે છે તો કેટલાક ઉદાસીન પણ છે. આ બધા સાથે કેવી રીતે એકસરખું અને સક્રિય વાત્સલ્ય સાધી શકાય ? આ એક વિચારણીય પ્રશ્ન છે. . આ અંગે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને યોગદર્શને ચાર ભાવનાઓ બતાવી છે. શબ્દના ફેરફાર સિવાય દરેકને ભાવ લગભગ એક જ પ્રકારનું છે. જૈનદર્શન પ્રમાણે ચારે આ પ્રમાણે છે –મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્ય. ઉચ્ચકોટિના સાધકે વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવા માટે આ ચારે ય ભાવના કેળવવી જોઈએ, એમ જૈનદર્શન કહે છે. માતા જેમ બાળક પ્રત્યે સ્નેહમય વર્તાવ રાખે એવી જ રીતે આ ચારે ય ભાવનાને જીવનમાં સક્રિય રીતે ઉતારી: સમસ્ત જીવો સાથે પ્રેમમય વહેવાર કરવાનું બૌદ્ધદર્શન સૂચવે છે. ત્યાં આ ચારે ભાવનાને બ્રહ્મવિહાર " એવું નામ આપવામાં આવેલ છે. ગદર્શન એ ચારે ભાવનાઓને ચિત્તશુદ્ધિનું (ચિત્તની પ્રસન્નતાનું) કારણ માને છે. આમ દરેક દર્શને તેમની ઉપયોગિતાને સ્વીકાર કરેલો છે. - અમિતગતિ સૂરિજીએ સામાયિક પાઠમાં એક લોક વડે આ ભાવનાને સ્પષ્ટ કરી છે - .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ सत्त्वेषु मैत्री; गुटिषु प्रमोदं, किलप्टेषु जीवेषु कृपापरत्वम् माध्यस्थाभावं विपरीतवृत्तौ सदा ममात्मा विद् धातुदेव! ' “હે દેવ ! આ મારો આત્મા પ્રાણીભાગ સાથે મૈત્રી રાખે,. ગુણીજને સાથે અમેદભાવ રાખે; દુઃખી છો ઉપર કરૂણાભાવ રાખે અને વિપરીત કે અનિષ્ટ આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ: (સમભાવ) હમેશાં રાખે. આ ચારને નવેસરથી અર્થે વિચારવા પડશે. એક માતા હમેશાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ રાખે છે, તે સારું કામ કરીને આવે ત્યારે. તેને શાબાશી આપે છે, તે દુઃખમાં હોય તો તેના પ્રત્યે કરૂણા દાખવી તેનું દુઃખ દૂર કરે છે. તે પેટે માર્ગે જાય કે ખરાબ આચરણ કરે તો તેને ઠપકો આપે છે અથવા અસહકાર કરે અગર તો મૌન રહે છે; પણ, આ ચારેય પરિસ્થિતિઓમાં માતાના હૃદયમાં બાળક પ્રત્યે વાત્સલ્યનું ઝરણું તો વહેતું જ હોય છે. તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક પણ ચારેય પરિસ્થિતિમાં સમસ્ત વિશ્વ પ્રત્યે વાત્સલ્ય તે વહેવડાવતો જ રહે છે. મિત્રી ભાવના:-સર્વ પ્રથમ મૈત્રી ભાવ આવે છે. વિશ્વ વાત્સલ્યના સાધકની મૈત્રી પોતાની આસપાસના લોકો સુધી જ નથી રહેતી પણ તેણે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી એને વિકાસ કરવો પડશે. એટલે જ “મિત્તીને સદ મૂસુ” અર્થાત્ સર્વે જીવો સાથે મારી મૈત્રી થાય” એમ કહ્યું છે. બીજા છ કરતાં માનવ વધારે વિચારશીલ, બુદ્ધિવાન અને જ્ઞાનવાન છે. તે સમાજ વ્યવસ્થા સાચવી શકે છે એટલે તેની જવાબદારી. બીજા છ કરતાં વધારે છે. મૈત્રીભાવ પ્રગટાવવા માટે તેણે “જી અને જીવવા દો !" નું સત્ર અપનાવવું પડશે. પોતે જીવે અને બીજા પણ જીવે એ સહઅસ્તિત્વના સિદ્ધાંત એને વ્યાપક રૂપે રાષ્ટ્ર, સમાજ, જ્ઞાતિ, ધર્મ કે માનવ નીમિત અન્ય સંસ્થાઓ સાથે પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ લાગુ કરવું પડશે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે સમૂહ સમૂહ વચ્ચે મિત્રી સધાય છે તેવી જ રીતે એક બીજા દેશો એક બીજા વચ્ચે મિત્રી કેળવે; એક બીજાના પૂરક બને, સહાયક બને તે મંત્રી ચિર-સ્થાયી બને. અમેરિકા અને રશિયા વચ્ચે આજે અથડામણ ચાલે છે. તેનું મૂળ કારણ તપાસી બને દેશે; શાંતિથી જીવવું અને જીવવા દેવું, એમ વિચારે તે વિશ્વમૈત્રી સાધી શકાય. આ માટે ભારતે હમેશાં પ્રેરણું આપી છે અને હજુ પણ આપે છે. એનું કારણ એ છે કે અહીં “જીવો અને જીવવા દો”ની ભાવના લોકોમાં ઊંડાણથી પ્રવેશી છે. કોઈ વખત કોઈ ભારતવાસીએ પરદેશ જઈને આક્રમણ કર્યું એને એક પણ દાખલો મળતો નથી. અહીં જરૂર પરસ્પરમાં ન્યાય, નીતિ કે ધર્મની રક્ષા નિમિત્ત યુદ્ધો થયાં; વિદેશીઓએ આક્રમણ કર્યું તે જરૂર લડત આપી; પણ રાજ્ય લાલસા માટે અહીં યુદ્ધોને ઉત્તેજન ઓછું મળ્યું છે. રામનું રાવણ સાથેનું યુદ્ધ કે પાંડવોનું કૌરવો સાથેનું યુદ્ધ ન્યાય, નીતિ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે હતું. એમ પણ કહી શકાય કે મહાભારતનું યુદ્ધ તો પરસ્પરના સહઅસ્તિત્વને સ્વીકારવા માટે જ હતું. આ બધાની વિશેષતા એ હતી કે આ યુદ્ધો થયાં બાદ કોઈએ વિજેતા પક્ષે સંહારલીલાની પ્રશંસા કરી નથી. મૈત્રીભાવ કેળવવા માટે એક તરફ જ્યાં સમસ્ત નાના છો તરફ તેને પ્રગટાવવી જરૂરી છે તેવી જ રીતે બીજી તરફ સમાજથી લઈને રાષ્ટ્ર અને સમષ્ટિ સુધી તેને પ્રગટાવવી જોઈએ. , આ ભાવ પ્રગટ કરવા માટે સર્વ પ્રથમ તો દરેકના જીવનના અસ્તિત્વનો સ્વીકાર કરી; તેનામાં પિતાના જેવી આત્મીયતા નિહાળવી જરૂરી છે. એ આત્મીયતા જ જગતના પ્રતિ આત્મવેત્ મિત્રી પ્રગટાવશે. અમેદભાવના : સારી સંસ્થા દ્વારા ઉચ્ચ ઘડર પામેલી વ્યકિત, -ગુણીજને, સત્ય-અહિંસાની દિશામાં પુરૂષાર્થ કરનારી સંસ્થાઓની પ્રશંસા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ કરવી, તેમને જોઈને હૃદયમાં આનંદ ઉપજે તેમના કાર્યને ટેકો આપ કે બિરદાવવો. આ બધી વાતો પ્રમોદ કે મુદિતાભાવમાં આવે છે. આ પ્રમોદભાવનાની વ્યાપતા વ્યકિતથી સમદષ્ટિ સુધી છે. જેમ કોઈ વ્યક્તિ વિશેષના સારા ગુણોથી આકર્ષાઈને તેની પ્રશંસા કરવામાં આનંદ આવે છે એમ અમૂક સારી સસ્થા કે સારા રાષ્ટ્રના સારા ગુણોની પ્રશંસા કરવી એ પણ પ્રમોદભાવનાની મર્યાદામાં આવી. જાય છે. સંસ્થા અને રાષ્ટ્રના ગુણની પ્રશંસા કરવામાં કેટલાક લોકોને એવા ભયની આગાહી લાગ્યા કરે છે કે ક્યાંક એથી એમનામાં રહેલા. દુર્ગુણોને પણ પરોક્ષ રીતે પ્રશંસીએ છીએ. દા. ત. કોંગ્રેસે કરેલા સારાં, કાર્યોની પ્રશંસા કરતાં કેગ્રેસની પ્રશંસા કરીએ એ રવાભાવિક છે. આ દેશને સંગઠિત કરી તેમાં સર્વાગી ક્રાંતિ આણી કોંગ્રેસે દેશને સ્વતંત્રતા અપાવી છે તેનું મૂલ્યાંકન સહુએ કરવું જ પડશે. દેશમાં જ્યારે એના જેવી તૈયાર થયેલી બીજી સંસ્થાઓ એના જેટલું રચનાત્મક અને સર્વાગી કાર્ય ન કરી શકે ત્યાં સુધી એની મહત્તા સ્વીકારવી જ પડશે. તેના દરેક કાર્ય પાછળ રહેલાં કારણો તપાસીને, તેના બદલે બીજી સંસ્થાઓએ શું કર્યું; એને ધ્યાનમાં રાખી તેના યોગ્ય કાર્યને બિરદાવવું પડશે. આ સંસ્થા પ્રતિની પ્રમોદભાવના છે. વિશ્વવાત્સલ્યના સાધકે તે કેળવવાની છે. પણ ઘણા લોકોનું એમ માનવું છે કે એક બલને કોંગ્રેસની બધી બાબતોને સમર્થન અપાઈ જાય છે એ માનવું જરા વધુ પડતું છે. કેંગ્રેસ કેટલીક હિંસાને પ્રવૃત્તિમાં રાષ્ટ્રહિતના ખ્યાલમાં સમર્થન આપે છે. એટલે એના પ્રતિ પ્રમોદભાવના જે એની સુપ્રવૃતિ તરફ દેખાડાય છે–તેનાથી તેની હિંસક પ્રવૃતિને સમર્થન. અપાય છે એવું ન માની શકાય. પ્રાચીન કાળમાં રામ-રાવણનું યુદ્ધ થયું. હવે રામની મર્યાદા તરફ પ્રમોદભાવના દાખવીએ એટલે તેમનાં યુધ્ધ કે સંહારને પણ સમર્થન અપાય છે એ યુકિતસંગત નથી. ભગવાન મહાવીરે કેટલાક Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ રાજાઓને શ્રાવક બનાવ્યા, એટલે તેઓ તે રાજાઓની યુદ્ધજન્ય હિંસાના ભાગી થયા હતા; એમ નહિ માની શકાય. અહીં પ્રમોદભાવના દેખાડવાની છે. તે ગુણીજનો પ્રતિ અને તેમના ગુણો પતિ છે. પછી તે વ્યકિત રૂપે હોય તે વ્યક્તિ તરફ, સમાજ રૂપે હોય તો સમાજ તરફ, સંસ્થા હોય તે સંસ્થા તરફ અને રાષ્ટ્ર હોય તે રાષ્ટ્ર તરફ તેના વિશિષ્ટ ગુણો પ્રતિ જ પ્રમોદભાવ છે. ( આ પ્રમોદભાવના કેળવવાને ઉદ્દેશ એક જ છે કે જે ગુણોના કારણે જીવનની ઉચ્ચતા અન્યમાં આવી છે તેવી જ ઉચ્ચતા તરફ જવાનું બળ પ્રમેદભાવના ભાવનારને મળે. દુર્ગુણોના પ્રભાવને નિર્બળ બનાવી સદ્દગુણોનું બળ વધારવું એ પ્રમોદભાવનાની રચનાત્મક દિશા છે. કરૂણુ-ભાવના : વિશ્વવાસલ્યની ત્રીજી ભાવના કરૂણ કે કારૂણ્ય છે. જગતના જે છ દુઃખી છે; સંતપ્ત છે, પીડિત છે, શોષિત છે તેમના પ્રતિ કારૂણ્ય દાખવવું એ કરૂણા છે. આ ભાવના પણ વ્યકિતથી લઈને સમાજ, દેશ, વિશ્વ અને સમષ્ટિ સુધી વ્યાપક બનવી જોઈએ. કરૂણાભાવના એટલે કેઈના દુઃખને જોઈને દુઃખી થવું એટલું જ નથી પણ, દુઃખને સમજીને તેનું નિરાકરણ કરવામાં તેની સક્રિયતા રહેલી છે. માતાની કરૂણું કેવળ સંવેદના બનીને નથી રહેતી; તે તે પિતાના બાળકના દુઃખને દૂર કરવા માટે જીવન અર્પણ પણ કરી દેવા તૈયાર થઈ જાય છે. એવી જ રીતે વિધવાત્સલ્યના સાધકની કરૂણું પણ સક્રિય બનીને જગત-જીવનના દુઃખને દૂર કરવા માટે કામે લાગી જાય છે. આ કરૂણું જ્યારે વિશ્વ વાત્સલ્યના એક અંગ રૂપે પ્રગટે છે ત્યારે કરૂણા કરનારના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન જાગતું નથી. તેને એ પણ ભાન રહેતું નથી કે હું કરૂણા કરું છું. એ એને સ્વભાવિક જીવનક્રમ બની જાય છે. “હું કોઇના ઉપર ઉપકાર કરવા માટે નહીં, પણ આ તો મારો આત્મધર્મ છે અને હું કરું છું ! " એવી વાત્સલ્યની ઉત્કટ ભાવનાની સાથે કાર્યો સક્રિય બને છે. - Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 9 Co. શ્રી ગેડીજી જૈન દેરાસર * શુદ્ધ એક સુઇ-8. . 2500 વર્ષ ઉપર જગતના બીજા ભાગની જેમ ભારતમાં પણ દાસ-પ્રથા હતી. દાસદાસીઓનું ઘેટાબકરાંની જેમ બજારમાં ખરીદ વેચાણ થતું હતું. દાસીઓનું જીવન સ્વતંત્ર ન હતું. જે એકવાર દાસ બને તેને વંશો સુધી દાસપણું ભોગવવું પડતું. એમાં પણ નારી જાતિ ઉપર તો જુલમ જ ગુજારાત. આવા સમયે ભગવાન મહાવીરનું હૃદય તેમના પ્રત્યે કરૂણાથી દ્રવી ઉઠયું. તેમણે સંકલ્પ કર્યો : “કઈ . રાજકુમારી જે દાસી બની હેય, ત્રણ દિવસની ભૂખી હોય, માથે મૂડી હોય, કછોટો મારેલો હોય, સૂપડામાં અડદાના બાકડા હેય, હાથે હાથકડી હેય, પગમાં બેડી હેય, આંખમાં આંસું હોય, તેના હાથે હું ભિક્ષા ગ્રહણ કરીને મારી તપસ્યાનું પારણું કરીશ. - એક નહીં; બે નહી; પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસ નીકળી ગયા. અંતે એવી એક દાસી મળી. ચંદનબાળા રૂપે અને ભગવાનને અભિગ્ર (સમાજના દુઃખને દૂર કરવાને સંક૯૫) પૂરે થ. પણ કરૂણાનિધિ મહાવીરે એમની એ કરૂણાનો અંત ત્યાં જ ન કર્યો પણ એ દાસીને 36000 સાધ્વીઓની શિરછત્રા બનાવી. આ છે કારય ભાવનાની ઉત્કટતા ! ગાંધીજી આફ્રિકામાં ગયા હતા વકીલાત કરવા પણ ગોરા માનવીઓને કાળા માનવી પ્રતિ અમાનવીય વર્તાવ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું અને તેમનું આખું જીવન દીન, દુઃખી અને દરિદ્રીઓના ઉદ્ધાર અર્થે જ ખર્ચાઈ ગયું. આ છે કારૂણ્ય ભાવનાની સક્રિયતા. કાર્ય ભાવનામાં આવી સક્રિયતા ન આવે તો તે પંગુજ કહેવાશે. માધ્યસ્થ ભાવના : વિશ્વ વાત્સલ્યની ચોથી ભાવના માધ્યય્ય છે. એને સીધો અર્થ આ પ્રમાણે છે. मध्ये तिष्ठतीति मध्यस्थस्तस्य भावः कार्य वा माध्यस्थां - –એટલે કે જે વચમાં રહે છે, તે મધ્યસ્થ અને તેનાં ભાવ કે કાર્ય તે માધ્યશ્ચભાવ છે. આને એક અર્થ એ પણું થાય છે કે બે
Page #32
--------------------------------------------------------------------------
________________ પક્ષની વચ્ચે સમતુલા જાળવી રાખવી. ઘણા એને અર્થ તટસ્થ રહેવું એમ પણ કરે છે. તે અમુક અંશે ઠીક છે. પણ નિતાંત એને જ ' , સત્ય ન માની શકાય! - સાચી તટસ્થતા ત્યાં જ આવી શકે, જ્યાં પહેલાં તદાત્મતા (એકરૂપતા) તેની સાથે મેળવી લીધી હોય. એક માતા જેમ બાળકની સાથે એકરૂપતા સાધી લે છે, પણ જ્યારે બાળક તેનું કહેવું માનતું નથી, અનિષ્ટ માર્ગે જતાં નિવારવા છતાં તે ઈષ્ટ માર્ગે વળતું નથી, ત્યારે માતા કઈ વખત તટસ્થતા એટલે કે પ્રેમમય અસહકાર સ્વીકારે છે, તેની અસર બાળક ઉપર પડે છે, તે માતાના તથી પિતાના અનિષ્ટ વર્તનને છોડવા તૈયાર થાય છે. એવી રીતે જ વિશ્વ વાત્સલ્ય-સાધક તટસ્થતા ત્યારે જ સાધી.શકે, જ્યારે જગતના પ્રાણીઓએ સવિશેષ માનવો સાથે તાદામ્ય સાધી લીધું હોય. માત્ર તટસ્થ રહેવું કોઈ સાધકની સામે અનિષ્ટ કરતું હોય, ખરાબ રીતે સમાજમાં વર્તન કરતું હોય, તે વખતે સમાજને જવાબદાર સાધક જે કંટાળીને ઉદાસીન થઈ જાય, તટ એટલે એક કોરે જઈને સ્થિત થઈ (બેસી) જાય, તે તે “તીરે ઊભા જુએ તમાશા” જેવી કહેવત પ્રમાણે તે અનિષ્ટ પ્રત્યે આંખ મીંચામણાં કરી, આડકતરી રીતે તે અનિષ્ટને વધારે છે. તટસ્થતાનો અર્થ એમ પણ છે કે બે પક્ષો વચ્ચે તે તટસ્થતા રાખે એટલે કે કોઈના મતે દેરવાઈ ન જાય! પણ વિવેકબુદ્ધિએ સારા-નરસાંના ભેદને પારખી શકે. માધ્યસ્થ ભાવને મધ્યસ્થ વ્યક્તિના ભાવ તરીકે ઓળખ એ બરાબર થશે. જ્યારે પણ કોઈ બે પક્ષમાં ઝઘડો થાય ત્યારે એક મધ્યસ્થની નીમણુંક કરવામાં આવે છે. તેનું કામ બે પક્ષો વચ્ચે * સમાધાન કરાવવાની સાથે ખરાને ખરૂં અને ખોટાને ખોટું કહેવાનું હોય છે. : ઘણી વાર આંખ આગળ ઉપદ્રવ થતા હય, અનિષ્ટો ચાલતા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #33
--------------------------------------------------------------------------
________________ - 17 હોય, ગુંડાઓ ગૂંડાગીરી કરતા હોય, ત્યારે “હું તટસ્થ છું” એમ કહીને કંઈ પણ કર્યા વગર બેસી રહેવું એ તો તદ્દન નિર્માલ્ય ભાવના છે. શક્તિ હેવા છતાં અનિષ્ટો પ્રતિ આંખ આડા કાન ન કરવાં અને હું તો તટસ્થ છું એમ કહીને બેસી ન રહેવું જોઈએ; પણ એને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરવો જોઈએ. - અહીં ગાંધીજીએ મિલમાલિક અને મજૂરે વચ્ચે અમદાવાદમાં જે ઘર્ષણ થયું તેનું સમાધાન કરાવ્યું તેને દાખલો ટાંકી શકાય છે. તેમણે “મારે શું” એમ કહીને બેસી રહેવું યોગ્ય ન ગયું પણ જાતે જઈ વચમાં પડ્યા અને બન્નેનું સહિયારું સંગઠન ઊભું કર્યું. એને સાચી મધ્યસ્થતા કહી શકાય. સામાજિક જીવનનાં મૂલ્યો બગડતાં હોય, સંસ્કૃતિનાં તો નષ્ટ થતાં હોય ત્યારે વિશ્વ વાત્સલ્યને સાધક શી રીતે ચૂપ રહી શકશે? માધ્યરધ્ધ ભાવનામાં જ્યાં સુધી કારૂણ્ય ને સક્રિય રૂપે પ્રગટાવવામાં ન આવે તો તે પણ પંગુ જ ગણાશે. માધ્યશ્ય ભાવનાની સક્રિયતા તો સારા નરસાં તત્ત્વોમાં સારાં તત્ત્વોને તારવી તેને ઉત્તેજન આપવું અને નરસાં તો દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં રહેલી છે. એક રીતે એણે સમાજની અદાલતમાં સાચો ન્યાય કરવાને છે. કેટલાક એમ કહેશે કે આમ તો (ખરાબ લોકોની પ્રતિષ્ઠા તોડવાથી) ખરાબ લોકોનું મનદુ:ખ થાય છે તેથી વિશ્વ વાત્સલ્ય સાધના અટકે છે પણ આમ માનવું એ ભૂલ ભરેલું છે. એક ડૉકટર છે. તેને દર્દીનું ઓપરેશન કરવાનું છે. જે તે એમ માને કે ઓપરેશન કરવાથી દર્દીને દુઃખ થશે તેને ચેપ મને લાગશે તો તે ઓપરેશન નહીં . કરી શકે. એવી જ ભૂલ અનિષ્ટોને પ્રતિકાર કરવાથી આપણામાં અનિષ્ટ આવશે, એમ સમજવામાં છે. સમાજમાં કે રાજ્યસંસ્થામાં જ્યારે અનિષ્ટને સડે પ્રસર્યો કે પ્રસરતો હોય ત્યારે તે સડાની શુદ્ધિ માટે સમાજના જવાબદાર સાધકને તે અનિષ્ટકારને અડવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ 18 જ પડશે. ઘણા લોકો આ અંગે કહે છે કે આપણે એવી ખટપટમાં ન ! પડવું જોઈએ. સંસ્થાઓ સાથે આપણે શું લેવા દેવા ! આપણે તટસ્થ રહેવું જોઈએ. એ એક પ્રકારની ભ્રમભરેલી ભૂલ છે. આગ લાગે છે ત્યારે પાડોશમાં લાગી હોય છતાં તેને બુઝવવા માટે સહુ દોડે છે. સહુ જાણે છે કે ઘરમાં આગ લાગી નથી પણ સાથે સાથે તેમને એ પણ ભય તો હોય છે જ કે તે પ્રસરશે તે આપણા ઘર સુધી પણ પહોંચશે. તે વખતે તેની તટસ્થવૃત્તિ એગ્ય ન ગણાય. એ જ રીતે સમાજમાં વધતા અનિષ્ટોને જવાબદાર સાધકે ખાળવાં જ પડશે, રોકવાં જ પડશે અને જરૂર જણાય તો સમૂળગો કાપ પણ મૂકવો પડશે. જે જાગૃત રહીને અનિષ્ટોની શુદ્ધિ કરે તો તેને અનિષ્ટનો ચેપ લાગવાનો જરાય ભ્રમ નથી. માધ્યસ્થ ભાવનાવાળી વ્યક્તિએ તે એ અનિષ્ટને દૂર કરવાનું જે સુંદર પરિણામ આવશે તેને ખ્યાલમાં રાખીને તેને પ્રતિકાર કરવાને છે. ડોકટર દર્દીનું ઓપરેશન કરે છે ત્યારે જાણે છે કે છેવટે દર્દી સારો થશે. એટલે જ તે દર્દીની બૂમો, ચીસો કે વેદનાની પરવાહ કર્યા વગર પણ તટસ્થ રહીને પિતાનું કાર્ય કરે છે. દર્દીને પહેલાં તો એમ જ લાગે છે કે મારે જીવ કપાઈ રહ્યો છે પણ દઈ ગયા બાદ તો તે ડોકટરને આશિષ આપશે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યના સાધકે અન્યાયી, અત્યાચારી, ફર, શોષક, પાપી અને હિંસક પ્રત્યે સિદ્ધાંતની દષ્ટિએ વિરોધ કે પ્રતીકાર તો કરવાને રહ્યો. એવા લોકોને પ્રતિષ્ઠા ન મળે એને પણ એ ખ્યાલ રાખશે. આમ છતાં પણ તે સુધરે અને તેનું ભલું થાય એવું અંતરનું વાત્સલ્ય પણ તેનામાં જરૂર રહેશે. એનું દિલ તે માના દિલ જેવું હશે. જે બાળકના ભલા માટે ધમકાવે, ઠપકો આપે છતાં પણ તેના અંતરે તો બાળકના ભલાની ચાહના હોય ! વિશ્વવાત્સલ્યને સાધક જાણે છે : 2 वेर पापसे, ना पापीसे કેટલાક લોકો માધ્યસ્થ ભાવને મનમાં ખપાવે છે. એ અમુક અંશે સત્ય છે. તે એક કસોટી રૂપે પણ છે. સામાન્ય રીતે અનિષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ તોનું જોર વધતાં, તે કોઈ સાધક પાસે બળજબરીએ અનિષ્ટોની સ્થાપના કરાવવા ઈચ્છે ત્યારે સાધકે મૌન રહેવું જોઈએ. '. - અહીં વિશેષ સ્પષ્ટતા રૂપે ૧૯૪૨ના આંદોલન પછી જે ભાંગફોડ અને હિંસા થયેલી તેને દાખલો મૂકી શકાય. ગાંધીજી આગાખાન જેલમાં હતા તે વખતે મુંબઈના ગવર્નર સર રોઝર લુમલીએ ગાંધીજીને આ ભાંગફેડની કાપલીઓ બતાવી અભિપ્રાય આપવા જણાવ્યું. ગાંધીજી તે વખતે મૌન રહ્યા. જે એ સમયે તેઓ એમ કહે કે તે સારૂં નથી તે લોકોનો જુસ્સો તૂટી જાય, ભાંગફોડ પ્રવૃત્તિ કરતાં પરતંત્રતાનું અનિષ્ટ મોટું હતું. સાથે જ મૌન રહેવાનું કારણ એ હતું કે જે હિંસાવૃત્તિને ટેકે આપે તે તે વધી જાય એમ હતું. એટલે તેમનું તે વખતનું મૌન મધ્યસ્થ ભાવના સક્રિય મૌન સ્વરૂપને રજૂ કરે છે. ઘણીવાર એવું બને છે કે સાધક જ્યારે પોતાના સિદ્ધાંત માટે અનિષ્ટોને પ્રતિકાર કરતો હોય ત્યારે બળવાન અનિષ્ટ તો તેને તેડી નાખવા પ્રયત્ન કરે છે. એક તો પ્રલોભનોથી અને બીજુ હિંસાથી. આવા સમયે સાધક તૂટી ન પડે એ માટે માધ્યસ્થભાવ કેળવવો જરૂરી છે. એના કારણે આત્મબળ તો મળે જ છે પણ સાથે એમ સમજી લેતાં કે એ તો અનિષ્ટ છે. એને દૂર કરવા માટે ક્યારેક જે પ્રતિહિંસા જાગે છે તેનાથી પણ બચાય છે. આ ઉપરાંત મૌનનો બીજો અર્થ એ છે કે વિપરીત તમાં સંમતિ ન આપવી. એનું પોતાનું અલગ મહત્વ છે. કયારેક સારી અને ઘડતર પામેલી વ્યક્તિઓ પણ અનિષ્ટ તને પિતાની પ્રતિષ્ઠા વધારવા માટે સંમતિ આપી દે છે. ત્યારે એક યા બીજી રીતે તેઓ અનિષ્ટોને પોષે છે. ઘણીવાર વિપરીત વૃત્તિમાં વિરોધ કરવાથી પણ એને પોષણ મળે છે. દા. ત. ઝઘડાળુ માણસને કંઈ પણ કહીએ તો એ એને બળતામાં ઘી નાખ્યા જેવું બનાવી દે છે. આવા સમયે ચૂપ રહેવું, એ જ શ્રેષ્ઠ છે. - માધ્યસ્થ ભાવને બૌદ્ધ દેશનમાં “ઉપેક્ષા”ના રૂપમાં રજુ કરવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ આવેલા છે. એ રીતે ઘણું માને છે કે ચાર, પાપી, અત્યાચારી વિ. પ્રતિ ઉદાસીનતા કેળવી; એમને વિચાર પણ ન કર. પણ એથી એ કોને મોકળું મેદાન મળે છે અને તેઓ તેવા સાધકના મૌનના ભોગે અનિષ્ટને ફેલાવે છે. આજનું એક મોટું અનિષ્ટ તત્ત્વ ફેશનના નામે પ્રવેશી ગયું છે. તે છે. અંગે ઉઘાડાં દેખાય એવાં બારીક કપડાં પહેરવાં! ઘણું વિચારક અને સામાન્ય બુદ્ધિના બન્ને પ્રકારના લોકો એ સારી વસ્તુ નથી એમ જાણવા છતાં આધુનિકતાના બહાને ચૂપ રહ્યાં. પરિણામે એ અનિટે ઘર તો માનવ સમાજમાં કર્યું જ છે પણ સાથે સાથે આજે ચારિત્ર્ય સંબંધી અનિષ્ટ કે દેશને પણ પોષણ મળી રહ્યું છે. હવે અહીં ઉપેક્ષા જ રાખવાથી પરિણામ શું આવ્યું છે તે સમજી શકાય છે. એવી જ એક બીજી વાત છે; દાન આપવું અને પ્રતિષ્ઠા કરાવવી. ખરેખર જે દાતા દાન આપે છે તે બીજાને મદદ કરવા આપે છે અને તેની મદદ ઉપયોગી બની કે નહીં એ જ એને જોવાનું છે. એ છતાં ચે. આજે જોવામાં આવે છે કે દાનદાતાઓ શરતો મૂકાવે છે; છાપામાં. જાહેરખબરો છપાવે છે; તખ્તીઓ ઉપર નામ મૂકાવે છે; અને, ઘણીવાર તે સભાઓમાં બહુમાન-પ્રશસ્તિ પણ મળે એવી ભાવના સેવે છે. આ બધું લગભગ એક રીતે અનિષ્ટ પ્રતિ સાધકોઠારા ઉપેક્ષા. કરવાથી અથવા તેને બીજા બહાને પોષણ આપવાની વૃત્તિમાંથી જન્મે છે, વિકસે છે અને નવા અનિષ્ટ રૂપે ફાલેફુલે છે. એક વ્યક્તિ સમાજ પાસેથી વધુ કમાય છે, એટલે તેણે સમાજના સંકટગ્રસ્ત વર્ગને દાન આપવું જ જોઈએ. કારણ કે તેણે જોઈએ તેના કરતાં વધુ કમાણી કરી છે. એટલે કે બીજા લોકોની થતી કમાણીમાંથી તેણે ભાગ પડાવ્યો છે. એ જ ભાગમાંથી તે થોડે ભાગ દાન આપે છે એમાં તે પરોપકાર કરતો નથી પણ પિતાનું કર્તવ્ય પાળે છે; પિતાની ભૂલને સુધારે છે અગર તો શેષણથી મેળવેલ ધન આપીને તેનું પ્રાયશ્ચિત કરે છે. એવા દાતાની પ્રતિષ્ઠા કરવાને અર્થ શું? તે છતાંએ જ્યારે અમૂક અજ્ઞાની .: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ 21 તો વધીને તેની પ્રતિષ્ઠા કરે છે ત્યારે સાધકે તેની ઉપેક્ષા ન કરતાં, તેને એક રીતે વિરોધ કરવો જોઈએ કે જેથી આવા માન-પાન કે પ્રતિષ્ઠા પ્રતિ લક-માનસ ઉપેક્ષા કરે. એને બદલે જે તે સાધક ઉપેક્ષા રાખે કે મારે શું! તો, એ અનિષ્ટને પ્રસાર થાય અને દાનનું મહત્વ ન રહે. પણ એ એક પ્રકારને વેપાર બની જાય કે હું તમને આટલા રૂપિયા આપું એના બદલે તમે મને આટલી પ્રતિષ્ઠા આપે ! પછી ક્યાં રહી કરુણા કે મદદની ભાવના ! એક બીજી ભ્રામક વિચારણું ઘણી વાર રજૂ થાય છે કે જે એમ દાતાઓના ગુણગાન ન ગાઈએ તો બીજા ક્યાંથી આગળ વધે ! એક વસ્તુ તે નિતાંત સત્ય છે કે તે કમાઈને દાન આપે કે ન આપે; તેની સાથે ધન હમેશાં રહેવાનું નથી. તેના બધા ધનને સંપૂર્ણ ઉપભોગ પણ કરી શકવાને નથી; અને તેને જે જરૂર કરતાં વધારે ધન મળ્યું છે તે બીજાની કમાણીના ભેગે ! એટલે તે દાન આપીને પિતાનું એક કર્તય જ બજાવે છે. એની દાનની પ્રવૃત્તિ બીજા માટે અનુકરણીય છે. પણ તે એની પ્રતિષ્ઠા કરાવે એ તે ઈચ્છનીય નથી, અને તેમાં સાધક પણ સહાયક બને એ તો નિતાંત અકલ્પનીય છે. જરૂર સાધક તેની દાન કરવાની વૃત્તિને ઉત્તેજન આપી શકે જેથી તેને લાભ અન્યને મળતા રહે. એ ઉપરાંત એ પણ ખરું કે દાનવીરના દાનની પ્રતિષ્ઠાને ઉત્તેજન ન મળે એની જેટલી કાળજી રખાય તેનાથી વધારે કાળજી તે તેને અપશબ્દોથી ન નવાજીએ એ અંગે રાખવાની છે. “આ તો. કાળા બજારીઓ છે, ચેરિ છે, લોકોને લૂંટનારે છે !આવા આકરા શબ્દપ્રહાર કરવાથી, તેનામાં દાન કરવાની જે ભાવના અને શક્તિ પ્રગટ થઈ છે, તે અટકી જાય અને તેને લાભ બીજાને મળતો બંધ થઈ જાય; એ વધુ સંભવ છે. જેમ દાનની પ્રતિષ્ઠા ઈચ્છનીય નથી તેમ દાન કરનારને વખોડવું એ પણ ઈચ્છનીય નથી. આવા સમયે મૌન રહેવું એ શ્રેષ્ઠ છે. * સૂય ગડાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે - जे य दानं पसंसंति वद मिच्छत्ति पागिणो। जे एग पडिसेहन्ति, वित्ति छेयं करेंति ते // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ જે એવા દાનની પ્રશંસા કરે છે તે અનેક પ્રાણુઓના શોષણરૂપ વધને પિષે છે. જે એને નિષેધ કરે છે તે ગરીબોને સહાયતાની વૃત્તિને વિચ્છેદ કરે છે. જે અનૈતિક કમાણીમાંથી દાન કરે છે તેને પ્રતિષ્ઠા મળતાં તે વધુ ને વધુ અનેતિક કમાણુ તરફ દેટ મૂકશે પછી થે દાન કરીને બેટી પ્રતિષ્ઠા મળવાની વૃત્તિને પિષત રહેશે. એ ભયને ઓળખીને ઉપર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. મધ્યસ્થ ભાવનાની વિશેષતા એ છે કે વ્યક્તિ, સમાજ કે સમષ્ટિના અનિષ્ટોની સામે લડવું. પણ તે એનાં અનિષ્ટો દૂર થાય અને સારાં બને એવી સતત વાદ્યની ભાવના સાથે. તેની પરાકાષ્ટારૂપે દુષ્ટ-ફ઼ર કે પાપીને દુ:ખમાં જોઈને તેને મદદ કરવી જોઈએ. એટલે જ સાધકો પાણીમાં ડૂબતા વીંછીને, એ જાણવા છતાં કે ડંખ મારશે, છતાં બચાવે છે; આજ માધ્યસ્થ ભાવનાની સક્રિય વાત્સલ્યતા છે. અહીં વીંછીને સ્વભાવ ડંખ મારવાનો છે તે પ્રતિ માધ્યથ્યિ ભાવ પ્રગટ કરી તેને બચાવવાની ભાવનાને સજીવન કરવામાં આવેલી છે. આ ચારે ય ભાવના પરસ્પરમાં ઓતપ્રોત છે. તેમને યથાર્થરૂપે સમજીને આચરવાથી વિશ્વવાત્સલ્યના માર્ગે જવાનું સરળ થઈ પડશે. ચર્ચા-વિચારણું વાત્સલ્યભાવની સક્રિયતા પંજાભાઈ –સવારે નેમિમુનિએ કરેલી વિશ્વવાત્સલ્ય પ્રવાહની ચોખવટ જે રીતે કરી છે તેથી અત્યધિક સંતોષ થયેલ છે. ચાર ભાવનાઓ મૈત્રી, મુદિતા, કરૂણા, અને માધ્યસ્થની છણાવટથી ઘણું જાણવા મળેલ છે. | સામાન્ય રીતે ઉપેક્ષાને જ માનવ માધ્યસ્થભાવનામાં ઘટાવે છે. અનિષ્ટ ધોળે દહાડે ચાલતું હોય તોયે હશે, મરશે, કરશે તે ભરશે એમ કહીને ચલાવી લેવાય છે. તેના બદલે અનિષ્ટને વિરોધ અને ઈષ્ટનું સમર્થન કરવું જોઈએ. આજુબાજુનું વર્તુળ સક્રિય ન બન્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ 23 હોય અથવા નાના અનિષ્ટને વિરોધ તરત સક્રિય કરતાં, મેટું અનિષ્ટ એ વિરોધને પિતાની તરફેણમાં લઈ જાય એવો પણ સંભવ છે. ત્યાં વિરોધની સક્રિયતામાં વાર લાગી શકે અથવા મૌન રૂપે વિરોધ થાય એ પણ જુદી વાત છે. પણ માધ્યસ્થભાવ કેવળ વિરોધી નથી તે સમજાયું. એવી જ વાત મૈત્રીભાવની છે કે તે દરેક સાથે ન બાંધી શકાય. મર્યાન્તિ મણૂઢિ પક્ષપાતિન–એટલે કે સદ્દગુણીના સદ્દગુણને લીધે તેનો પક્ષપાત થાય, અને દુર્ગુણ હોય તો તેની સાથે પ્રેમથી લડાય પણ ખરૂં. એવું જ પ્રમોદભાવનું છે કે તે કેવળ ગુણ વ્યક્તિ તરફ જ નહીં, ગુણી સંસ્થા પ્રતિ પણ પ્રગટ થઈ શકે. કરૂણા પણ ઉપકારની રીતે નહીં પણ કર્તવ્યભાવે થવી જોઈએ. એ બધી વાતો જાણીને ખૂબ આનંદ થયો. વેલફેર સર્વોદય અને વિશ્વવાત્સલ્ય માટલિયાજી –(શબ્દની સંપૂર્ણ છણાવટ કર્યા બાદ) મૂળે તે પુરોહિત અને પંડા વ.ના “ધર્મના નામે અંધવિશ્વાસ ની સામે બંડરૂપે રાજ્ય ક્રમે ક્રમે બધી બાબતો પચાવી પાડી. પ્રજાને પ્રથમ તો એ ગમે કે ભલે બધું રાજ્ય કરે. પણ પાછળથી પ્રજાને એ ગમતું નથી.. ડેન્માર્કમાં બચ્ચાં અને વૃદ્ધોની જવાબદારી રાજ્ય ઉપાડી લીધી છે. તે માટે પચાસ ટકા કરવેરા ઉઘરાવી લેવામાં આવે છે. નાનાભાઈ અને મનુભાઈ પંચોલી ત્યાં પ્રવાસે ગયા ત્યારે આ અંગે પૂછવાથી વૃદ્ધોએ કહ્યું : “બીજુ બધું તો ગમે પણ અમારાં બાળકો સાથે રહીને જે વાત્સલ્યની આપ-લે થવી જોઈએ તે થતી નથી.” ટુંકમાં રાજ્ય બધી વસ્તુઓ હાથમાં લે એ યોગ્ય નથી અને કલ્યાણરાજ થાય તોયે વાત્સલ્ય તો આવે નહીં. એ આ દેશની સંસ્કૃતિને અનુકૂળ પણ નથી. તે છતાં 1930 થી આ અંગે પ્રયત્ન થઈ રહ્યો છે. સર્વોદય વિચાર વિનોબાજીએ રજૂ કર્યો છે. તેમાં જનશક્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ આગળ લાવવી જોઈએ. થોડાક વર્ષોમાં વિવિધ આંદલનેથી માણસો એવા તૈયાર થાય કે પછી આખા સમાજ સહેજે બદલાઈ જાય ! અથવા, હિંસા કે દંડ આવે તે થોડાં આવે, એવી એની પાછળ નેમ છે. પણ કાર્યકરો ઓછા અને સંઘશકિતને વિરોધ એટલે સર્વોદય સક્રિય સફળ બની શકયું નથી. '' એ માટે વિશ્વવાત્સલ્યની વિચારધારા નો પ્રયોગ કરી રહેલ છે. તે પરિસ્થિતિ પરિવર્તનની સંધ શક્તિને વ્યવસ્થિત કરવી, અને ધીરે ધીરે એ વ્યવસ્થિત સંઘશકિત રાજ્યને ભાર ઉઠાવી લે અને રાજ્ય નિવૃત્ત થતું જાય એ પેજના વિશ્વાત્સલ્યની છે. એટલું જ નહીં તે કલ્યાણરાજ અને સર્વોદયના ચાલુ પ્રવાહને અનુબંધ જાળવીને દુનિયાના પ્રવાહ સાથે આગળ વધી રહ્યું છે. કલ્યાણરાજ પહેલું પગથિયું છે. જનશક્તિમાં વિચાર ભરવાનું અને નવી સ્મૃતિ રચવાનું કામ વિનોબાજીએ કર્યું છે. કરી રહ્યા છે. એથી વિચારોની સાથે ઉદય પરિવર્તનની દિશામાં ઠીક ઠીક પ્રગતિ સધાઈ છે પણ જે વેળાસર પરિસ્થિતિ પરિવર્તન ન થાય તે તે પ્રગતિ થઈ ન ગણાય ! ઉલટું અટકી જવાય અને ઉધું પરિણામ પણ આવે. એટલે વિધવાત્સલ્ય પ્રવાહ તેને યથા સમયે યોગ્ય સામગ્રી પૂરી પાડી રહ્યો છે. ટૂંકમાં ત્રણે સંબંધિત છે અને એકમેકના પૂરક છે. - વિશ્વવાત્સલ્ય પ્રવાહ કલ્યાણ રાજને તોડતો નથી છતાં પણ સંશોધન તો કરે છે. જેમકે ગણોતધારા શુદ્ધિપ્રયોગ વડે વિશ્વ વાત્સલ્ય કલ્યાણરાજની કાર્યપદ્ધતિમાં કલ્યાણકારી સંશોધન કરાવ્યું. - ઘણાં કહે છે કે એવા શુદ્ધિ પ્રયોગથી આગ્રહ લદાય છે. એ ખરૂં છે કે લોકો જાગૃત થઈ સત્ય અને અસત્યને છૂટાં પાડે છે અને સત્ય જરૂર લદાય છે. - દંડી સન્યાસી ગેપાળ સ્વામી : અનિષ્ટને શિક્ષા મળે એ દંડ નથી, સત્ય લદાય એ દુરાગ્રહ નથી; એ તો શિક્ષણ અને સત્યાગ્રહ છે. તે ન રહે તે સમાજ ટકી ન શકે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ - 25 અપ્રમાણિક સંપત્તિના દાનની પ્રતિષ્ઠા શા માટે નહીં? બળવંતભાઈ : (બે પ્રશ્નોમાંને પહેલો પ્રશ્ન) અપ્રમાણિક્તાથી મેળવેલી સંપત્તિમાંથી દાન કરનાર પ્રાયશ્ચિત કે કર્તવ્યભાવે આપે તો તે સ્વીકારવાથી, અપ્રમાણિકતા એનામાં ટકી રહે પણ અપ્રમાણિકતાને સામાજિક પ્રતિષ્ઠા મળે નહીં એટલું જ ને ? આ અંગે બીજા સભ્યોએ છણાવટ કરી હતી કે - એક વાર દાતા તરીકે, કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે આપનાર દાનને સામાજિક પ્રતિષ્ઠા મળે તે સમાજ સાવધાન બને છે અને એ રીતે શોષણ કરીને વગર પશ્ચાતાપે કે કર્તવ્યભાવ વગર કરેલ દાનને પ્રતિષ્ઠા કે તે અનિષ્ટને ઉત્તેજન મળતું નથી. તેથી તે વધતું નથી. એ સાથે અનિષ્ટના પ્રતિકારની પ્રક્રિયા ચાલુ રહે છે જેથી અપ્રમાણિતાને વ્યકિત છેડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. તેને એમ થાય છે કે દાતા તરીકે મને પ્રતિષ્ઠા મળતી નથી તે પછી પ્રમાણિક બની દાન કરી શા માટે કૃતાર્થ ન થાઉં! ઘણું સારી વ્યક્તિઓ સંસ્થામાં હોય તે તે સંસ્થાને શા માટે ના પ્રશંસની ભળવંતભાઈ—(બીજો પ્રશ્ન) કેટલીક સંસ્થાઓમાં ઘણી સારી વ્યક્તિ હોય છે તો તેવી સંસ્થાઓની શા માટે ન પ્રશંસા કરવી ? આ અંગે છણાવટ કરતાં સાર નીકળ્યો કે વ્યક્તિઓ કરતાં સંસ્થા મુખ્ય છે. આ યુગમાં વ્યકિત કરતાં સંસ્થાનું મહત્વ વધારે છે અને તેથી ગુણે ઘડાએલી સંસ્થાની પ્રશંસા કરવી જોઈએ. દેવજીભાઈ:-ઓસવાળ ભાઈઓની એક સભા ઘાટકોપરમાં થઈ. તેમાં હું હાજર હતો. ત્યાં ભચાઉ ખેડૂત મંડળને દાન આપવાની વાત મેં રજુ કરી. લોકો ખેડૂત મંડળના કાર્યને જાણતા હતા એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ પહેલા ટેકો આપ્યો. પણ પાછળથી લોકો પ્રશ્ન કરતા થઈ ગયા. કારણ કે કોઈકે એમ કહી દીધું કે આ મંડળ ધનિકોની પ્રતિષ્ઠા તોડવામાં માને છે. આજે ધનિકોની પ્રશંસા એટલી હદે થાય છે કે ન પૂછો વાત. લોકો દાનની વાહવાહથી ધન પેદા કરવાના અનિચ્છનીય બાગે વળે છે અને તેને પ્રોત્સાહન મળે છે. પરિણામે ગરીબી અને અમીરી વચ્ચેની દિવાલ વધે છે. માટલિયા :-તન્તીથી (લગાડવાથી) લોકો ખૂબ નાણાં આપે છે કારણ કે ચોમેર તેની બોલબાલા છે. આપણા આદર્શોમાં એ પ્રતિષ્ઠાને તોડવાની વાત હેઈ આપણું રચનાત્મક સંસ્થાઓને મુશ્કેલીઓ પડે છે. તે પણ એક તપ છે એવું મને લાગે છે. ધનની પ્રતિષ્ઠા તોડવા માટે આકરી કે કડવી ભાષા કરતાં પ્રેરણાદાયક મધુર ભાષા વધુ અસર કરે છે. ' . એક સભામાં એક દાનદાત્રી બહેનની ઘણી જ તારીફ થઈ. કાવ્યો ગવાયાં. મને પણ કંઈક બોલવાનું સૂચન થયું. ત્યારે મેં તો નમ્રભાવે કહ્યું : “એ બહેન તો ભગવદ્ ભગત છે અને બ્રહ્મને સમર્પિત થયાં છે. હવે તમે ભગવાનને બદલે બહેનની તારીફ કરે છે તે બહેનને એમ દુઃખ નહીં થાય કે ભગવાનની તારીફ ભૂલીને તેની પોતાની તારીફ કરો છો ? " આની સારી એવી અસર સભામાં થઈ હતી. આજે શિબિરાર્થી બહેને એ પણ દાનની તારીફ સામે અસરકારક કહેવા જ જોઈએ એમ એકી અવાજે કહ્યું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ * શા વિજય દેરાસર સંધાન ભંડાર Co. શ્રી ગોડજી જૈન દેરાસર હી શિવલજ્જ રોક, મુંબઇ-૩ [2] વાત્સલ્યથી વિશ્વ વાત્સલ્ય-વિવેચન [ 24-7-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યને આજના પ્રવાહ વચ્ચેનું સ્થાન અને તેની ભાવનાઓ ઉપર અગાઉ વિચાર કરવામાં આવેલ છે. વિશ્વ વાત્સલ્ય તો એવો વિષય છે કે તેની છણાવટ કરવામાં ઘણા દિવસો લાગે. અહીં તેના સંબંધમાં ટુંકમાં પણ અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરવાની છે. અત્રે વિશ્વ વાત્સલ્યનો મૂળ કયાં અને કેવી રીતે વિકસે છે તે અંગે વિચાર કરવાને છે. * - વાત્સલ્યનું બીજ –વિશ્વવાત્સલ્ય શબ્દમાં બે શબ્દો આવેલા છે. વિશ્વ અને વાત્સલ્ય. વિશ્વપતિનું વાત્સલ્ય એ વિશ્વવાત્સલ્ય છે. એટલે વિશ્વ વાત્સલ્ય ઉપર વિચાર કરતાં, સર્વ પ્રથમ આપણે વાત્સલ્ય ઉપર વિચાર કરીએ કે તેનું બી(જ) શું છે? એ વૃત્તિને ઉદ્ભવ. ક્યાંથી થયો ? સમસ્ત જીવના જીવન ઉપર નજર નાખશું તો જણાશે કે પ્રાણીમાત્રની બધી પ્રવૃત્તિઓના મૂળમાં એક વૃત્તિ છે તે જીવવું અને ટકી રહેવું. I want to service—“લાંબા કાળ સુધી જીવી શકું” આ ભાવના જીવનની દરેક પ્રવૃત્તિમાં જોવામાં આવશે. બીમાંથી વૃક્ષ થશે. વૃક્ષને ફળ આવશે. ફરી તેનાં બી વવાશે અને વૃક્ષ કાયમ રહેશે. એવી જ રીતે બીજા દરેક જીવનનું છે. એટલું જ નહીં ખાવાની, પીવાની, પહેરવાની, વિચાર કરવાની, બોલવાની ઈત્યાદિ બધી પ્રવૃત્તિઓને હેતુ જીવનને ટકાવી રાખવા માટે જ છે. નાની જીવસૃષ્ટિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ પિતાની રીતે, માનવજાતિ પિતાની રીતે કેમ સારી રીતે ટકી શકાય તે અંગે પ્રયત્ન અને પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન-વિજ્ઞાનની શોધ * વડે માણસ સરળતાથી કઈ રીતે વધારે ટકી શકે એ જ ઉદ્દેશ્ય સધાય છે. દીકરબાપનું નામ ચલાવે, આમ સામાન્ય વંશપરંપરાથી લઈને, સિદ્ધ બુદ્ધ-મુક્ત થઈને અમર થવું ત્યાં સુધીની દરેક પ્રવૃત્તિઓ પાછળ ટકી રહેવાની–અમર થવાની ભાવના જ પ્રેરક બળ છે. માનવ અનતકાળ સુધી એજ શરીરે ન ટકી શકે એટલે સ્ત્રી અને પુરુષ બન્નેએ મળી સંતાનનું સર્જન કર્યું. તેમણે એને પિતાને અંશ માન્યો અને વંશાવળી વડે પોતાની ગણતરી પ્રમાણે અનંતકાળ સુધી ટકી રહેવાની ઇચ્છાને પૂર્ણ કરી. એ ભાવના, ઊર્મિ કે અનુભૂતિ જ વાત્સલ્યનું બીજ છે. એના વડે બીજા જીવાત્મામાં પિતાપણું અનુભવાય છે અને તેને ટકાવી રાખવાની ભાવના અમલમાં આવે છે. વાત્સલ્ય પ્રગટ થતાં જુદાઈ રહેતી નથી. સંતાન ટકે તે માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાય છે. એ ટકી રહેવાની ભાવનાના કારણે માનવપ્રાણમાં સંતાન-ઇચ્છા વિશેષ રૂપે હોય છે. માતામાં એ વધારે પ્રગટ થાય છે. માનવ સિવાય અન્ય જીવનમાં, પણ ઈંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઈડું કે બીમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બી એ રીતે આ ભાવનાનો સંચાર હોય છે. ગર્ભમાંથી સંતાન તરફની કાળજી એ પિતાના પગે ઊભું રહે ત્યાં સુધી પશુ-પક્ષીઓમાં અને પિતાને શ્વાસ રહે ત્યાં સુધી માનવસમાજમાં જોવામાં આવે છે. નબળી હરિણીને સિંહ સાથે પોતાના સંતાન માટે લડતી જોવામાં આવે છે એ આ ભાવનાની પૂર્ણતા છે કે પોતાને વિનાશ થાય છતાં તેનું સંતાન જીવે. થોડા વખત પહેલાને એક દાખલો છે. બારૈયા કોમને એક પિતા પોતાના 17 વર્ષના દીકરાને પાસેના ગામના એક છાત્રાલયમાં રાખવા માટે લઈ જવાને હતો. મા અને દીકરે અલગ થતાં, માતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhan 12t
Page #45
--------------------------------------------------------------------------
________________ જોર જોરથી રડવા લાગી. બાપ મજબૂત મનને હતો એટલે તે બોલ્યો : “એને રડવા દે ! તું ચાલ દીકરા !" એમ કહી તે બાપ દીકરાને લઈને ચાલવા લાગ્યો. કોઈ પણ દિવસ દીકરાને અલગ નહતો કર્યો એટલે મા પણ રડતી રડતી પાછળ જવા લાગી. બરાબર છાત્રાલય સુધી દોઢ માઇલ તે રડતી રડતી ગઈ છેક છાત્રાલયમાં દાખલ થયા અને મા પાછી વળી. બે ત્રણ દિવસ. થયા કે તે ફરી તેને ઘેર તેડી ગઈ. આ માતાનું હૃદય છે. તેની અંદર કેટલો પ્રબળ ભાવ હોઈ શકે તેને આ દાખલો છે. આજકાલ તે લોકોને બાળક થાય, એ ગમતાં નથી; તેમ જ ભણતરની સાથે એક ખોટો વા ચાલ્યો છે, તે પ્રમાણે. શિક્ષિત માતાઓમાં બાળ ઉછેર તરફ બેદરકારી વધતી જાય છે. રશિયામાં બાળકને જન્મ આપ્યા પછી સરકાર માતા પાસેથી બાળકને લઈ લે. છે. યુરોપમાં પણ મોજ-શેખ પાછળ માતાએ બાળકોને ઉછેરવાથી કંટાળી જાય છે એટલે આઘા રાખે છે. પણ જે વાત્સલ્યભાવ એક. માતા બાળક પ્રતિ રેડે તે બીજી ન રેડી શકે. આ વાત્સલ્ય અગાઉ લોહીના સંબંધ સુધી હતું. એક સમય એવો. * હતો જ્યારે સ્ત્રી બાળકોની સારસંભાળ રાખતી, તેને ઉછેરતી અને તેમનામાં સંસ્કારે રેડતી. બાળકો તેની આંખ આગળ મોટાં થતાં. પણ ધીમે ધીમે માનવે ટોળાઓમાં રહેવું શરૂ કર્યું, સમાજ સ્થપાયો. અને પ્રજાજીવનના ઘડતરની જવાબદારી સાથે બાળકોના ઘડતરની જવાબદારી સમાજ ઉપર વધારે ને વધારે આવી. આજ સુધી માનવ સમાજે પિતાની જે પ્રગતિ સાધી છે તેના ઉપકારના બદલે સમાજને ચરણે સંતાને ધરવા અને સમાજનું ઋણ ઉતારવાનું સાધન સંતાન મનાવવા લાગ્યું. જેને સંતાન ન થાય તે અભાગીય ગણાવા લાગ્યો.. ' “અgaહ્ય રતનરિત, * स्वर्गा नैवच नैवच P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ ' –એટલે કે જેને પુત્ર ન હોય તેની ગતિ થતી નથી, તેને સ્વર્ગ મળતું નથી, તેમ જ વાંઝણ મા–બાપનું મેં ન જેવું એવી ભાવના પ્રસરવા લાગી. પિતાને પુત્ર ન હોય તો વંશ ચલાવવા માટે પિતાના ભાઈ કે કુટુંબીના પુત્રને દત્તક લઈને ઇચ્છાની પૂર્તિ કરવા લાગ્યા. લેહીના સંબંધમાં કેટલીક વાર વાત્સલ્યને બદલે મોહ હોય છે પણ જે માનસિક સંબંધ હોય છે તેમાં કર્તવ્યને સંબંધ હોઈ વાત્સલ્ય શુદ્ધ રહી શકે છે. તેમજ તેને વિકાસ પણ થઈ શકે છે. છે એટલે વાત્સલ્ય જે માણસના કુટુંબ સુધી સીમિત હતું તેને વિકાસ થયો અને તેણે સમાજ-વાત્સલ્યનું રૂપ ધારણ કર્યું. પોતાના માટે, પોતાના કુટુંબ માટે દરેક કંઈક કરે છે પણ એવી જ કર્તવ્ય ભાવનાએ પ્રેરિત થઈ આખા સમાજને ટકાવી રાખવા માટેની જે અનુભૂતિ માણસે પ્રગટાવી તે સમાજ-વાત્સલ્ય કહેવાયું. માણસ એક સામાજિક પ્રાણું છે. તેને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સમાજના ઘણું અલગ-અલગ એકમોનો સહયોગ મેળવો પડે છે, તેમ જ તેને પણ એ સામાજિક સહયોગમાં પિતાનો ફાળે આપ પડે છે. માણસના જીવનને ઉચ્ચ અને દિવ્ય બનાવવા માટે પૂર્વજોએ ઋષિ-મુનિઓએ સાધના કરી એક ભૂમિકા તૈયાર કરી છે. તેના આધારે માણસ આગળ વધે છે. ઈતિહાસ-ભૂગોળ કે વિજ્ઞાનની જે શોધખોળ થઈ છે, તે લોકોએ પોતાના એકાંત હિત માટે નથી કરી. તેઓ તો સુખી હતા પણ પોતાની સાથે સમાજને પણ સુખી જોવા ઇચ્છતા હતા એટલે તેમણે શોધખોળ કરી. તેની પાછળ જે કોઈ એક ભાવના કાર્ય કરતી હોય તો તે સમાજ વાતસલ્યની હતી. સમાજવાત્સલ્યમાં વાત્સલ્ય કેવળ એક તરફી નથી હોતું; પણ તે તો બીજાને પાવાનું તેમજ પીવાનું હોય છે. માનવજાતિને જે સમાજવાત્સલ્ય ન મળ્યું હોત તો તે પણ બીજ પશુઓની જેમ જ રહેત. આસપાસનું સામાજિક વાતાવરણ, સભ્યતા, સંસ્કૃતિ વગેરે જે કંઈ તેને P.P.AC. Gunratnasuri M.S.
Page #47
--------------------------------------------------------------------------
________________ 31 ક્રમે ક્રમે મળ્યું તેનો સંબંધ સ્થૂળ દેહના-લોહીના કરતાં પણ વધારે છે. લોહીના સંબંધે વાત્સલ્ય સીંચીને માણસ વ્યકિતગત જીવનમાંથી જેમ કૌટુંબિક જીવનમાં આવ્યો તેમ તેણે આંતરિક અને માનસિક ભૂમિકાએ બંધાયેલા સંબંધોમાં પણ તેવી આત્મીયતા અને શુદ્ધતા મેળવવાની છે. એટલા માટે જૈનસુત્રોમાં કુટુંબવાત્સલ્ય પછીની ભૂમિકાએ સાધર્મી=વાત્સલ્યને મૂકવામાં આવ્યું છે. તેનો અર્થ છે સમાન ધર્મવાળા એટલે સમાન માનવજાતિના લોકો પ્રતિ વાત્સલ્ય ભાવ રેડો. જો કે આજે તો તેને અર્થ જેને કેવળ પિતાના સાંપ્રદાય સુધી જ કરે છે. પણ તેની વ્યાપકતા ખરેખર સમસ્ત માનવ જાત સુધી છે. ' ભગવાન ઋષભદેવના સમયમાં અકર્મ ભૂમિકા હતી અને યુગલિયા પ્રજા હતી. તેઓ કેવળ પિતાના પડ સુધી જ રાચતા. તેમણે એ પ્રજાને વ્યક્તિવાદથી કુટુંબ અને પછી વર્ણવ્યવસ્થા બાંધીને સમાજ સુધી આણી સમાજ વાત્સલ્ય શીખવ્યું. ત્યારબાદ તેમણે જોયું કે એ પ્રજાને સમાજવાત્સલ્યથી વધીને સમષ્ટિ-વાત્સલ્ય સુધી લઈ જવાની જરૂર છે. એ માટે જાતે વિશ્વ વાત્સલ્ય સાધવું જરૂરી હતું. તે માટે તેમણે સાધુ-દીક્ષા લીધી. જગતના સમસ્ત જીવોની (સમષ્ટિની) સાથે આત્મીયતાને અનૂભવ કરવા માટે તેમણે એક વર્ષ સુધી સમૌન તપ કર્યું. જેને તેને વર્ષીતપ કહે છે. ત્યારની પ્રજાને આ વિશ્વવાત્સલ્ય સાધક શું લે છે–કેવી રીતે લે છે ? એની જાણ ન હતી. કઈ હાથી હાજર કરે, કારણ કે ઋષભદેવ રાજા હતા, તેમને સવારી માટે જઈએ ને? કઈ ઘોડો હાજર કરે કારણ કે એમને પગે થોડું ચાલવાનું હોય ! કોઈ મોતી ભરેલા થાળ હાજર કરે, કદાચ કોઈએ પ્રભુને મેણું માર્યું હશે એટલે આભૂષણ વગર ફરતા હશે ! કોઈ કન્યા હાજર કરે કે કદાચ એમને રાણીઓથી અસંતોષ થયો હશે! પ્રજાને પ્રેમ ખૂબ અને જેને જે સૂઝે તે રીતે પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરે ! પણ કઈ નહોતા જાણતા કે તેમને તે માત્ર શુદ્ધ, કલ્પનીય, સૂઝત અચિત્ત આહાર જોઈએ કારણ કે એ સંમષ્ટિ વાત્સલ્યના સાધક એકન્દ્રિય
Page #48
--------------------------------------------------------------------------
________________ - 32 જીવને સચિત્ત આહાર પણ ન લઈ શકે ! કેઇને કદિ કલ્પના પણ નહીં અને અહાર આપે નહીં ! પ્રભુ નિર્દોષ આહાર મેળવવા તપ કરીને ફરી રહ્યા છે એમ કોઇના મનમાં થાઈ જ નહીં! અંતે, હસ્તિનાપુરના રાજા શ્રેયાંસકુમારના મન ઉપર આ અવ્યક્ત દેલનને ઊંડે પડ પડ્યો. તેને પહેરાવવાની ઈચ્છા થઈ. તે વખતે પાસે ઇક્ષુ-(શેરડી) રસના ઘડા હતા. તે અચિત્ત અને કલ્પનીય આહાર હતો, તેણે તે વહેરાવવાની ભાવના કરી અને ભગવાન ઋષભદેવે શેરડીના રસથી વર્ષીતપનાં પારણું ક્ય. આ રીતે સંસ્કૃતિના આદિકાળમાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ થયું. બીજી બાજુ માતા મરૂદેવીને ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારથી કુટુંબ–વાત્સલ્યના કારણે ચિંતા થતી કે “મારો ઋષભ કયાં રહેતો હશે? શું ખાતો હશે? ક્યાં સૂતા હશે ! એ ચિંતામાં તેમના બાર માસ નીકળી ગયા. ખાવા-પીવાનું ભાવે નહીં, ઉંધ રાત્રે આવે - નહીં. એકવાર માતા મરૂદેવીએ સાંભળ્યું કે ભગવાન ઋષભદેવ અયોધ્યામાં આવ્યા છે. ત્યારે માના વાત્સલ્ય પ્રેરાઈને તેઓ પ્રભુને જોવા હાથી ઉપર નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે એક મોટી પરિષદ ભરાઈ છે. તેમાં સ્ત્રી-પુરૂષો, દેવીદેવો જ નહીં, પશુપંખીઓ પણ બેઠાં છે. આ જોઈને માતા વિચાર કરે છે : “અરે હું તો ઋષભની ચિંતા કરું છું પણ એ તો જગતના પ્રાણી માત્રની ચિંતા કરે છે. એ પ્રાણીઓ પ્રતિ કેટલો વહાલ રેડી રહ્યો છે! એને તો કોઈ વસ્તુની ચિંતા લાગતી જ નથી. તે પિતાની મસ્તીમાં છે. મારે પણ સીમિત કુટુંબ–વાત્સલ્ય મૂકીને વિશ્વપ્રતિ વાત્સલ્ય રેડવું જોઈએ.” આમ ભરૂદેવી માતાનું વાત્સલ્ય જે કુટુંબ સુધી સીમિત હતું તે અસીમ વિશ્વપ્રતિ વહેવા માંડે છે. ભગવાન ઋષભદેવથી તેમને વિશ્વવાત્સલ્યની પ્રેરણા મળે છે. અને તેમને ત્યાં જ પૂર્ણ આત્મજ્ઞાન થઈ જાય છે. . તા. સમાજવાત્સલ્યથી વધીને વિશ્વાત્સલ્યની સાધના ગૃહસ્થ જીવનમાં Jun Gun Aaradhak Trust . P.P. Ac. Gunratnasuri M.S. !
Page #49
--------------------------------------------------------------------------
________________ 33 - વ્યક્તિ પોતે કરી શકે પણ વિશ્વાત્સલ્ય-સાધનાની પ્રેરણા આખા સમાજને આપવા માટે તે સાધુજીવન જ સફળ સાધન છે. ગૃહસ્થ જીવનમાં વિધવાત્સલ્યની પ્રેરણા આખા સમાજને આપવી એ લગભગ અશકય જેવું છે. કદાચ ગૃહસ્થ સંયમી બને તે પણ વિશ્વ વાત્સલ્યની પ્રેરણા જગાડવા માટે સાધુઓની સંયમ મર્યાદાજ પ્રેરક બની શકે છે. ઉત્તરાયન સૂત્રમાં બતાવ્યું છે : संति एगेहि भिक्खुहि, गारत्या संजमुत्तरा। गार त्थेवि सम्बेहिं 'साहवो संजमुत्तरा॥ . કેઈક સાધુ કરતાં ગૃહસ્થ સંયમમાં ઉત્તમ હોય છે પણ બધા ગૃહસ્થો કરતાં તો સાધુઓ જ સંયમમાં ઉત્તમ હોય છે. વિશ્વવાત્સલ્યની સાધનાની પ્રેરણા આપવા માટે ઉત્કૃષ્ટ પ્રકારને સંયમ હે જરૂરી છે અને તે કેવળ સાધુજીવનમાં જ હોઈ શકે છે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં કુટુંબ-મોહ વગેરે દેષો હોઈને; તેમની વાત્સલ્યની મર્યાદા કેવળ સમાજ વાત્સલ્ય સુધી રાખી છે. તે છતાં જે ગૃહસ્થો સંયમની ભૂમિકામાં આગળ વધ્યા હોય છે, જેમણે ત્રસજીવોની નિરપરાધી હિંસાનો ત્યાગ કર્યો છે અને સાપરાધી ત્રસ જીવ હિંસામાં વિવેક બતાવ્યો છે અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની પણ મર્યાદા કરી છે તેમને શ્રમણોપાસક કહેવામાં આવ્યા છે. તેઓ વિધવાત્સલ્યની સાધનામાં મદદગાર હોય છે; તેને અનુસરનાર હોય છે. આજે કેટલાક જૈન ગૃહસ્થો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેદ્રિય ની મર્યાદા કરે છે પણ તેઓ સમાજહિત વિરૂદ્ધ કામ-ધંધો કરતા હોય છે. આવા લોકોનું એકેદ્રિય જીવોની મર્યાદાવાળું વિશ્વ વાત્સલ્ય વિકૃતિનું સૂચક છે કારણ કે તેમણે સમાજવાત્સલ્યની સાધના કરી નથી અથવા છોડી દીધી છે. સમાજ-વાત્સલ્યની પૂર્ણતા પછી જ વિધવાત્સલ્યની સાધના સફળ થઈ શકે છે. મહાત્મા ગાંધીજીને વિધવાત્સલ્યની સાધનાની પ્રેરણા એક જૈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ 34 , તેટલું જ છે ક ભાઈ માટીનું થોડીક મારી ર સાધુ બહેચરજી સ્વામી તેમ જ શ્રીમદ રાજચંદ્ર તરફથી મળી. તે પહેલાનાં ગાંધીજીના જીવનમાં, તેમણે માંસ ખાવાને, બીડી પીવાનું તેમ જ ચેરી ક્યો એકરાર કર્યો છે. પણ તેમણે પૂર્ણ બ્રહ્મચર્યવ્રત લીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ કર્યું. તેમની એ સાધના ધીમે ધીમે વધવા લાગી અને તેમણે સમષ્ટિ-વાત્સલ્યની સાધના પણ કરી. માં દેવા માટે જોઈએ તેટલું જ થોડું પાણી તેઓ 'વાપરતા. એકવાર એક ભાઈ માટીનું એક ઢેy ઉપાડી લાવ્યા. તેમાંથી થોડીક માટી રાખી બાકીનું પાછું યથાસ્થાને તેમણે નખાવ્યું તેને પણ દાખલ છે. કાકાસાહેબ એકવાર લીમડાનાં પાન વધુ તોડી આવ્યા એટલે તેમણે ટકોર કરી હતી : “જોઈએ તેનાથી વધારે લેવું એ અપરાધ છે !" આમ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવા માટે ઘણી સૂક્ષ્મ બાબતમાં પણ વિવેક રાખવો પડે છે. ' દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં એક ઠેકાણે કહ્યું છે –“અચિત અને ક૯૫નીય આહાર ઉપાશ્રયે લાવ્યા પછી, સાધુએ જમતી વખતે વિચાર કરો કે હું આ વનસ્પતિ કાયના જીવોનું કલેવર લાવ્યો છું. એ બધા મારા જેવા આત્મધારી હતાં, છતાં ના છૂટકે શરીરને પોષણ આપવા માટે લેવાં પડે છે!” પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યની આ કેટલી ઊંચી ભાવના છે ? - ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધકના જીવન ઉપર ચારને મોટો ઉપકાર છે -(1) છ કાય (વિશ્વના પ્રાણી માત્ર) (2) ગણું (સમાજ) (3) રજા (તે કાળની રાજ્ય સંસ્થાઓ) અને (4) ધર્માચાર્ય. આ બધાનું ત્રાણ, ધર્મભાગે પ્રેરવાથી, એને સંયમ રાખવાથી અને રખાવવાથી તેમજ જીવાત્માઓને સાચે રસ્તે દોરવા-દોરાવવાથી, ફેડી શકાય છે. ભગવાન મહાવીરે 5 માસ 25 દિવસની તપશ્ચર્યા, તે વખત અનિષ્ટોને દૂર કરવા માટે કરી હતી. તેમણે ચંડકૌશિક જેવા ફણીધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 35 સાપના રાફડા પાસે જઈને, તેના દંશપ્રહારને બદલે તેને પ્રતિબંધ આપી, વિશ્વ વાત્સલ્યની પૂર્ણ સાધના કરી હતી. જ્યારે સમાજ વાત્સલ્યને વિકાસ વિશ્વવાત્સલ્યની સાધનામાં પરિણમે છે ત્યારે સાધક માટે કોઈ પારકાં રહેતાં નથી. સર્વ ધર્મો, દશે, જાતિઓ, કુટુંબો અને પ્રાણી માત્રને વિશ્વ વાત્સલ્યમાં સમાવેશ થઈ જાય છે. દરેક ધર્મ સ્થાપકે પિતાપિતાના ઠેકાણે જે કરયાણને પ્રવાહ વહેવડાવ્યો છે તેને તે લાભ લે છે, જનતાને આપે છે. તે કોઈની સાથે ખરાબ વહેવાર કરશે નહીં કારણ કે આખું વિશ્વ તેનું કુટુંબ હોઈ “વસુવ કુટુંબકમ” પ્રમાણે તે વર્તશે. જેમ ઘરના માણસો પિતાના હેઈ, કુટુંબમાં માણસ કોઈની સાથે અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર કે અસમાનતાને વહેવાર કરતો નથી તેવી જ રીતે વિશ્વવાત્સલયના સાધક આખા વિશ્વ કુટુંબ સાથે સદ્દવહેવાર જ કરશે. આ વિશ્વવાસલ્યનું ધ્યેય છે અને તેને સિદ્ધ કરવાનું છે. અત્યારે કેટલું સિદ્ધ થશે તેનો વિચાર કરવાનો નથી; પણ આદર્શ તો હમેશાં ઊંચો રાખવાને રહ્યો. હિમાલયની તળેટીમાં રહેનાર, હિમાલયે જવાને આદર્શ ખે તો જ તે એક દિવસ ત્યાં પહેચી શકે છે. જૈન ધર્મમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે જેને સમ્યગદર્શન થયું તેને મોક્ષ ધીમી ગતિએ પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં નક્કી થઈ જાય છે. ગૃહસ્થ, વાનપ્રસ્થી અને પડિમાધારી શ્રાવક પણ વિશ્વ વાત્સલ્યનાં લક્ષ્ય સુધી જઈ શકે છે તેમ જ મોક્ષ પામી શકે છે. સાધુ સન્યાસીઓ માટે આ લક્ષ્ય મેળવવું સુલભ છે. જ્યાં સુધી ખેતીની શોધ નહોતી થઈ, ત્યાં સુધી વનમાં રહેતા ગડષિ મુનિઓ પિતાને જીવન-નિર્વાહ ઝાડે પાકેલાં ખરી પડેલાં ફળો કે ગોપાલન કરી તેના દૂધ ઉપર કરતા. કાચાં અને ઝાડ ઉપરનાં ફળો ન તોડવા કે બીજી જીવ હિંસા ન કરવી એ તેમને વિશિષ્ટ ઉદ્દેશ્ય હતે. જેનું ધ્યેય વિધવાત્સલ્યની સાધના હતી. વૈશેષિક દર્શનના પ્રવર્તક કણાદ ઋષિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ જંગલમાં રહેતા હતા. ત્યાં જંગલમાં જે અનાજ થતું તેના કણે વીણ વીણીને તેઓ જીવનનિર્વાહ કરતા અને અપરિગ્રહ અને સંયમથી રહેતા. એક વાર એક રાજા તેમને શાલ વ. ભેટ આપવા આવ્યો પણ તેમણે “મને જરૂર નથી !" કહીને સ્વીકારવાની ના પાડી દીધી. આવે નઈ . અહિંસા કેટલાક લોકો કહે છે કે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા કર્યા આવે છે? કારણ કે અહિંસા એટલે તે હિંસા ન કરવી; એ અર્થ છે. ખરું જોવા જઈએ તો અહિંસાની બે બાજુઓ છે!(૧) નિષેધાત્મક અને (2) વિધેયાત્મક. અહિંસાની નિષેધાત્મક બાજુને લઈને તેને એકાંગી બનાવી દેવામાં આવી છે. એટલે જ અહિંસાની વિધેયાત્મક બાજુ ઉપર ભાર મૂકે પડશે. આ વિધેયાત્મક અહિંસા એટલે એનું સંરક્ષણ કરવું. સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, વિકાસ કરવો અને એ અર્થમાં વિશ્વ વાત્સલ્યને લેવામાં આવ્યો છે એટલે વિધવાત્સલ્યની સાધનામાં અહિંસા આપોઆપ આવી જાય છે. એટલું જ નહીં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેને પણ સમાવેશ વિશ્વ વાત્સલ્યની સંપૂર્ણતામાં થઈ જાય છે. વિશ્વ વાત્સલ્યની શ્રેષ્ઠ સાધનાનો દાખલો મહારાજા રંતિદેવના જીવન ઉપરથી મળી શકે છે. તેઓ પ્રજાવત્સલ રાજા હતા. એકવાર તેમના રાજ્યમાં દુકાળ પડ્યો. રાજા રંતિદેવ મહેલના આંગણામાં બેઠા બેઠા વિચાર કરે છે : " રાજ્યમાં દુષ્કાળ પ્રર્વતતો હોય ત્યારે હું સુખે કઈ રીતે ખાઈ-પી શકું? રાજ્યને દરેક પ્રાણી મારો આત્મીય છે. પ્રજા તે મારી સંતતિ છે. તે ભૂખી તરસી રહે તો હું કેમ ખાઈ-પી શકું?” રાજ્યના પીડાતા જીવોને જોઈને રાજાની ભૂખ અને તરસ બને ઊડી ગયાં છે. એક પછી એક એમ કરતાં 48-48 દિવસના રાજાને ઉપવાસ થયા છે. તે છતાં તેમને પ્રજાની જ ચિંતા છે. તે વખત મુખ્ય પ્રધાન આવીને રાજને અરજ કરે છે: “મહારાજ 48 દિવસના ઉપવાસ થવા આવ્યા છે. આપની જીવનશક્તિ ઘટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ 7 રહી છે. પ્રજા માટે આપ કેટલી બધી ચિંતા રાખી બધું કરી છૂટયા. રાજ્યભંડાર ખુલ્લો મૂકી દીધો, મહેલની બધી વસ્તુઓ વેચી નાખી, એટલું જ નહીં ભૂખ્યાને અન્નજળ મળે તે માટે જાતે ઉપવાસ પણ કર્યા હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. આપે બન્યું તે કર્યું. હવે તે પારણું કરે !" ? એટલામાં મહેલની બહાર પ્રજાજનોએ પિકાર કર્યો : જ્ય થાવ મહારાજા રતિદેવને ! મહારાજના ઉપવાસનો અંત જલદી આવો ! લાખો મરે પણ લાખના પાલનહાર ન મરે!” તે સાંભળી મુખ્ય પ્રધાને કહ્યું : “મહારાજ ! આપે પ્રજાનો પિકાર સાંભળ્યો ! પ્રજાના આ પોકારને પ્રજાવત્સલ રાજા શી રીતે અવગણી શકે ! હવે તો આપે પારણું કરવું જ રહ્યું. આપ પ્રજાને કેળિયો ઝૂંટવીને તે અન્ન લેતા નથી ! આ તો તમારી વહાલી પ્રજાની આજીજી છે. તેને કઈ રીતે અવગણું શકશો !" ત્યારે રાજાએ કહ્યું : “ઠીક પ્રધાનજી ! જ્યારે સહુને આટલો આગ્રહ છે તે હું મારી પ્રજાને સામાન્ય માણસ મેળવી શકે એટલું અન્ન અને પાણી લઈશ ! પ્રધાને કહ્યું : “આપે મહા કૃપા કરી મહારાજ ! આ બટકુ રટલ અને થોડું પાણી આપના પારણા માટે હાજર છે !" મહારાજે પૂજતે હાથે રોટલીને ટુકડે તેડવા જાય છે કે લથડિયાં ખાતી એક બાઈ ત્યાં આવે છે. બાઈને પાછી ફરવા પ્રધાન ઈશારે કરે છે પણ મહારાજ તેને અટકાવીને પૂછે છે: “બેલ ! બાઈ તારે શું * કહેવું છે?” . બાઈ બેલી : “મહારાજ! મારી ભૂલ થઈ કે આજે આપ જેવા પ્રજાવત્સલ રાજા પારણું કરે અને હું આવી !" “બાઈ! તું ગભરા નહીં! જે કાંઈ કહેવું હોય તે સુખેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ * * 38 કહે ! " રાજાએ આશ્વાસન આપતાં કહ્યું. કે “મહારાજ, મારી ભૂખને પ્રશ્ન હેત છે. મરી ગઈ હેત ! પણ, મારો એકનો એક લાલ એક કોળિયા માટે તરફડે છે. તેનું દુઃખ જોયું ન ગયું અને હૃદય હાથમાં ન રહ્યું એટલે લથડાતા પગે પણ અહીં આપના દ્વારે આવી પહોંચી !" બાઈએ કહ્યું. રાજા રંતિદેવ બોલ્યા : “બાઈ ગભરાઈશ નહીં! હું તે તારીશ્રદ્ધાને દગો આપનાર નથી. લે આ રોટલી અને તારા બાળકનું કાળજું તાજું કર !" અંતરને આશિષ આપતી બાઈ રોટલીને ટુકડે લઈ ને ત્યાંથી જાય છે. પ્રધાન મન મારીને રહી જાય છે અને પાણીનો ધુંટડા પીવા રાજાને કહે છે. રાજા જેવો ઘુંટડે ભરવા જાય કે એક ચંડળ દૂતે પગે દાખલ થાય છે ! રડતો રડતો મહારાજના ચરણોમાં નમી પડે છે. મહારાજ પૂછે છે : “ભાઈ તને શેનું દુઃખ છે? તું શા માટે રડે છે ?" ચંડાળ કહે છે: “મારું એકનું એક સાથીદાર કુતરૂં આજ સુધી મારા સુખદુઃખમાં સાથે રહ્યું. આજે ચાર દિવસથી એક ટીપું પાણી તેના ગળા નીચે ગયું નથી. તે તરફડતું–તરસતું મારી ઝૂંપડી બહાર પડ્યું છે. તેનું દુઃખ ન જોયું ગયું એટલે હું આપની પાસે , દોડી આવ્યો !" - રંતિદેવ કરૂણાપૂર્ણ આંખોથી કહે છે: “લે ભાઈ, આ પાણીને પ્યાલો ! તારા સાથીને પાઈને તેને સંતોષ આપ !" આવી હતી રંતિદેવની વિશ્વવાત્સલ્યતા ! તેમણે પ્રાણી–માત્ર સાથે આમીયતા સાધી વિશ્વનું દુઃખ પોતાનું માની લીધું હતું. તેમના અંતરમાંથી એ જ નાદ ગૂંજતો હતો :- કામ કર્યું, 7 સત્તનાપુનર્મામ. પશે : તાત્તાનાં પ્રજાનાશનમ્ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak*Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ 36, હું રાજ્ય નથી ઈચ્છતો કે નથી સ્વર્ગ ઈચ્છતા મને મેક્ષની પણ લાલસા નથી. દુઃખથી સંતપ્ત પ્રાણુઓના દુઃખને નાશ કરું એ જ મારી ઈચ્છા છે. * આવી હતી રંતિદેવની વિશ્વ વાત્સલ્યની સાધના ! તેઓ એક ક્ષેત્રમાં કામ કરતા હતા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય રેડવા તેઓ આતુર હતા. તેઓ કોટીએ ખરા ઊતર્યા. દુકાળ મટો. રાજનાં પારણું થયા. આમ વિશ્વ વાત્સલ્યની સાધનામાં જગતની ચિંતા પિતાની બની જાય છે. વ્યક્તિત્વનું વિસર્જન સમષ્ટિમાં થઈ જાય છે. એ જ અદ્વૈત સાધના છે. એ જ આત્મૌપમ્ય છે. “આત્મવત સર્વ ભૂતેષુ'ની સક્રિય ભાવનાનું રૂપાંતર છે. ક્રમે કરી વાત્સલ્યને સમાજ વાત્સલ્ય તરફ રેડી, તેની પૂર્ણતા વિધવાત્સલ્ય રૂપે સમષ્ટિ સાથે આત્મીયતા પ્રગટાવવામાં રહેલી છે. ચર્ચા અને મુક્તસહચિંતન પુર” કેણ? આજની ચર્ચા શરૂ કરતાં શ્રી દેવજીભાઈએ મહાભારતને દાખલો ટાંકતાં કહ્યું : “શકુંતલાના પુત્ર ભરતને ત્રણ રાણીઓથી દશ પુત્ર થયા. પણ તે પૈકીના એકેય રાજસ્થાન માટે લાયક ન નીવડ્યા એટલે એમના મનમાં વિચાર આવ્યો કે “મપુત્રા તિરં તિ” એમ શાસ્ત્રો કહે છે. એટલે કે પુત્ર તો જોઈએ પણ તે ચારિત્ર્યશીલ અને સુયોગ્ય જોઈએ. ભરદ્વાજજીએ પોતાના શિષ્ય ધૌમ્યને સમાજ આગળ પુત્રરૂપે ધર્યો એટલે એક નવું સૂવ નીપજ્યું : “બુંદ (વીર્યજ સંતાન). કરતાં નાદ (નાદજન્ય સંતાન) વધુ ઉત્તમ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરે એ રહસ્યને વધારે પ્રગટ કર્યું કે ચારિત્ર્ય અને ઊંચા વિચારથી - જેઓ આકર્ષાઈને સંયમ માર્ગે અનુસરે અને રૂમમાર્ગને પ્રચાર કરે તે જ સાચાં સંતાનો !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ પુત્રવાત્સલ્ય ને વ્યાપક સમાજ વાત્સલ્ય બનાવ્યું શ્રી માટલિયાજીએ પિતાને અનુભવ ટાંતાં કહ્યું : “હું જ્યારે ગામડામાં ગયો ત્યારે મારા પુત્ર ઉપરને સ્નેહ છે તેને વ્યાપ કરવાની ભાવના અને જાગી. સન 1942 માં ભાવનગર જેલમાં હતા ત્યારે એકવાર ભીંતને અઢેલીને ઊભો હતો. તે વખતે દેઢેક મિનિટનું મને દિવાસ્વપ્ન આવ્યું. એમાં મેં ત્રણ દશ્યો જોયાં - (1) નદીનું પૂર ખૂબ આવ્યું. (2) કુભાર અને દાંડી વિનાને કુંભારને ચાકડે જે. (3) બધું જ ચક્કર ચક્કર ફરતું દેખાયું. આ દિવાસ્વપ્નની તીવ્રતા તે વખતે ખૂબ જ રહી અને પંદર દિવસ સુધી એ સ્મણ ખર્યું નહીં. હું તન્મય બની ગયો. એ વખતે જીભ ખાંડ કે મીઠું પારખી શકતી ન હતી. જેલમાંથી નીકળ્યા બાદ પાંચ વર્ષ સુધી હું નાનાભાઈ ભટ્ટ પાસે રહ્યો અને મને જણાયું કે તત્ત્વજ્ઞાન અને ભાવનાએ આકાર લે જોઈએ. તેવામાં પુત્ર-પ્રાપ્તિ થઈ ત્યારે થયું : “માબાપ રશે, કચવાશે અથવા ભાયામાં પરોવાઈ જઈશ એમ માની હું ઘેરથી ભાગે પણ હવે મારા બાળકથી ભાગીને ક્યાં જઈશ !" એટલે આગળ કહ્યું તેમ પુત્રસ્નેહને વ્યાપક કરવાની ઝંખના થઈ અને હું ગામડામાં ગયો. ગામડામાં ગયા પછી “મા માંથી સાત ભાવ તારવ્યા. માના સાત ભાવ તે આ પ્રમાણે છે:-(૧) અમી અથવા સ્નેહનું અમૃત (2) પાસે રહીને સેવા કરવી (3) સુશ્રુષા (4) તદ્દરૂપતા અનુભવવી, (5) શિક્ષણ (6) રક્ષણ (7) વિજ્ઞાનયુત સંસ્કાર. આમાં સર્વ પ્રથમ બાળમંદિરને વિચાર આવ્યો. ગામની શાળામાં પંદર બાળકો આવે ત્યાં બાળમંદિર કઈ રીતે શરૂ થાય? બીજે વિચાર આવ્યું દવાખાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ Co. શ્રી ગોડીજી જેન દશર શ્રી 1િcઝરાવલ , ઇ-8. લીએ. તે વખતે એક શાસ્ત્રી ગુલાલવાડીમાં રહેતા. તેઓ દવાના કેટલાક ડબ્બાઓ મોકલતા. તેનો ઉપયોગ કરવો. આમ મેં બે કાય ગામના વિશ્વાસે શરૂ કર્યા. આ અગાઉ પ્રજા પરિષદમાં, જેનાં નેતા બળવંતરાય મહેતા હતા, અને મુરબ્બી શ્રી નાનાભાઈની સંસ્થા ગ્રામ દક્ષિણા મૂર્તિમાં; ' બન્ને સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરવાને મોકો મળ્યો હતો. પણ મને ગામ ઉપર “વાત્સલ્યની દષ્ટિએ વધુ આકર્ષણ હતું. ગામ તરફથી દાણા-ગાળ વ.ની વ્યવસ્થા થઈ ગામને કહ્યું : જેમ જેમ જરૂર પડશે તેમ તેમ લઈશું. બધી વ્યવસ્થા ગામ જ કરે !" આથી ગામને થયું કે આ તે આપણો માણસ છે. દેઢેક માસ બાદ ગામને લાગ્યું કે આ કુટુંબ જે વર્ગમાંથી આવે છે તેને બીજી ચીજો પણ જેશે અને દૂધ ઘી વગેરે માટે રોકડ રકમ આપવી જોઈએ. મેં કહ્યું : “મને વીશ જુવાને રાત્રિશાળા માટે આપ !" ગામે દર જુવાને બે રૂપિયા નક્કી કરી દાણું-ગળ સાથે બીજી ચાલીશ રૂપિયાની વ્યવસ્થા જેડી દીધી.. ગામમાં કામનો ઘાટ બંધાયો. બહેને પણ આવવા લાગ્યાં. તેમની નિરક્ષરતા દૂર કરવા માટે તેમને ખબર ન પડે તે રીતે રાસડાથી કાર્ય શરૂ કર્યું. એમાં તેમને ગમે તેવી ઢાળો ગોઠવતો ગયો. પછી તો તેમણે સામેથી અક્ષરજ્ઞાનની માગણી કરી. રાસડામાં શીલ, સંસ્કાર, બાળઉછેર, ગ્રામ ભક્તિ, બહેનોનું ગૃહ કર્તવ્ય, સમાજ કર્તવ્ય વ. વાત વણી લેવાઈ હતી. તેમાં અક્ષરજ્ઞાન શરૂ થતાં તે વિભાગને પણ વિકસાવવાની તક મળી. આમ ગામ સાથે આનંદ અને ઓતપ્રોતતા વધતાં ચાલ્યાં. ત્યાં એકવાર રાત્રે હું બહાર ગામથી આવતો હતો. તે વખતે બાજુના ગામના કાઠીઓ વગેરે અહીંના લોકોને ખૂબ હેરાન કરતા જણાયા. એમનાં ઢેર ચોરે-વાડે ચરે! કોઈ ખેડૂત ચૂં કે ચાં કરી શકે નહીં. આ વખતે જે ઢેરને જયાં તેમને લઇને ડમ્બે પૂર્યા. પણ પેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ કાઠી મૂકો ઉપર તાલ દઈને ડબ્બામાંથી કાઢી ગયો. હું તે શમશમી ઊઠો. આટલો બધો જુલ્મ સહન થાય શી રીતે ? મેં પોલિસમાં ફરિયાદ કરી; પણ મુખીએ, “ઢેર પરાયાં નથી” એવું જૂઠું લખાણ કર્યું. કોઈ સાક્ષી તરીકે પણ ઊભું ન રહ્યું. એટલું જ નહીં, જે ખેડૂતની ભેળ થયેલી તેણે જાતે કહ્યું કે મારું કંઇપણ ભેળવાયું નથી, રોટલી અને દૂધપાક નીચોવીને આપો ! હવે શું થાય ! હું તો ખૂબ મુંઝાયો. એક દિવસ વિચાર થતાં હું અને મારા પત્ની બન્ને જણ તે ગામ તે કાઠીને ત્યાં જ પહોંચ્યા. તેમણે આગ્રહ કર્યો અને અમે જમવા રેકાયા. ભાણામાં કેટલીઓ આવી કે મેં કહ્યું: “આ નીચોવીને મને આપો !" તે કાઠીના માં અને ઘરના બધાય મુંઝાયા. પહેલાં તે તેઓ કંઈ ન સમજ્યા. પછી મેં ચોખવટ કરતાં કહ્યું : “આમાં અનેક ખેડૂતોને - પરસેવે ચુંટયો છે, તે કાઢીને મને રોટલી આપો !"' છેવટે કાઠી પીગળી ગયા અને તેમણે કહ્યું : “આ મારી ગાય, મારી જ મહેનતે ઉછેરીને મોટી કરી છે અને તેને ભેળથી અલગ રાખી છે. તેનું દૂધ લો " . - સામાન્ય રીતે ભેળ તે થેડી, ભેંસ વ.થી થતી હોય છે એટલે મેં થોડું દૂધ લીધું. ત્યારબાદ કાઠીને આખા કુટુંબે પોતાની આપવીતી કહી સંભળાવી : “અમને પણ કોઈ ખેડૂતેને રંજાડ ગમતા નથી, પણ, શું કરીએ ? અમારી પાસે સો વીઘાં જમીન હતી પણ અચૂક પટેલને ત્યાં ગિરો મૂકેલી. ત્રીશ વર્ષ થઈ ગયાં હવે એ આપતા નથી !" એમનું પણ કંઈક કરવું જોઈએ એમ નક્કી કરી તેમની વિદાય લઈને અમે પાછા ફર્યા. એ પટેલ બાપા ચૂસ્ત વેદાંતી હતા. થોડા દિવસો પછી સમય જોઈને હું તેમને ત્યાં ગો. મેં તેમને કહ્યું : “બાપા ! આપ તો અતવાદી ! આપનાથી આવું થાય!” સદભાગ્યે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #59
--------------------------------------------------------------------------
________________ ' બાપાએ પદય ! બાપ સમજી ગયા. તેમણે કહ્યું : “હું તે થયું છે પણ હવે બિતર ઘટતું નથી.” | મારા માટે બાપાએ દૂધપાકનું જમણ બનાવ્યું હતું. મેં કહ્યું : “બાપા ! દૂધપાક તે મને બહુ ભાવે, પણ તમારે નીચવીને આપવો પડશે !" “દૂધપાક તે નીચોવાતો હશે?” બાપાએ પૂછ્યું. : “પણ મારે તે નીચોવીને જોઈએ. એમાં અણહક્કનું તત્વ ભળી ગયું છે.” બાપા સમજી ગયા. છેવટે એક મોસમ લઇને તે જમીન છેડવા માટે માની ગયા. માણસોની સામે એ મુજબનું લખાણ થયું. કાઠીની ધોડી વેચાવી નાખી. દાણચોરી વ. અનિટો બંધ થયાં. કાઠીભાઈ બે બળદ ખરીદી ખેતીમાં લાગી ગયા. આ વ્યક્તિગત પ્રશ્ન તે સારી રીતે ઉકેલાયો, પણ આવું ઠેર ઠેર હતું. એટલે જુલ્મ-નિવારકસેવાદળ રચાયું. એ જ અરસામાં સેવાદળ પાસે એક સવાલ આવ્યા, એક મુંબ માણસનું ઊંટ બધાનાં ખેતરોમાં ફર્યા કરે. તે પાકો ગુડે કોઈકની ભરીને બાર વર્ષથી પિતાના ઘરમાં રાખેલી છતાં કોઈ એને. કંઇ ન કહી શકે. તે વખતે અમે અહિંસાની દિશામાં ઊંડા ઉતર્યા ન હતા. એટલે સેવાદળના માણસોએ ઊંટના પગમાં ગોળી મારી તેને લંગડું બનાવી દીધું. આ ખબર પડતાં પિલો ચીડાયો. એક દિવસ દારૂ ઢીંચીને આવ્યો અને બોલવા લાગ્યો : “ભવાની ભેગ માગે છે! તમને મારીને લોહી આપવું છે !" બધાય ગભરાયા. મારી પાસે બેઠેલા બે મોટા પટેલો તો ચાલવા લાગ્યા. સેવાદળના યુવાનો ચિત્રવતુ બની ગયા. હું ઊભો થયો અને પેલા ભાઈને અડ્યું. તે છે છેડાયો નહીં. કંઈક શાંતિ આવતાં તેણે કહ્યું : ઠીક, તલવાર નહીં તો મ્યાન મારવા દે !" વાત ઉતરતાં ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ - " તમારા સેવાદળના એક ભાઈને મારવા દો " અને અંતે “તે ભાઈ માફી માગે !" ત્યાં સુધી વાત આવી. હું સાંઢિયાને બાઝી ગયો. એટલામાં મુખીએ આવીને પેલા માણસને પિતાના મકાનમાં બેસાડશે અને બહારથી પાણી આવ્યું છે એમ કહી તેને પાણી પાયું. ધીમે ધીમે તેને નશો ઊતરી ગયો અને માફી મંગાવવાને બદલે એ તો એમને એમ પાછો ફર્યો. ' તેવામાં એક બનાવ બને કે કોઈ હરતાફરતાઓ સાથે એને ઝઘડે થયો. તેને માર પડ્યો અને તેની બંદૂક પણ તેઓ લઈ ગયા. ગામમાં વાત ફેલાઈ કે ભાટલિયાએ એવું કર્યું લાગે છે. એક વાર હું બહારગામથી આવતો હતો કે મારી ઝૂંપડીમાં એક ચાર આવેલો. મને જોઈને માલ ફેંકી તે ચાલતો થશે. બસ વહેમ શરૂ થયા કે માટલિયા પાસે કંઈક છે. રાખ આપો તોયે માણસ સાજો થઈ શકે !" એ જ અરસામાં બધા વહેમો સામે થનારૂં “ખેડૂત-શ્રેય–સાધક મંડળ” રચાયું. સંસ્થારૂપી સૂર્યનાં સપ્ત પટ્ટીના સાત ગુણો ગામમાં ખીલ્યાં. અમે અમારી સામે વાત્સલ્યનું પ્રતીક પણ રાખ્યું છે, જેથી સતત જાગૃતિ રહે. મમતા-મેહ કે અહંતા એકદમ તો જતાં નથી પણ ગાળમાં પાણી પડતાં ચીકાશ ઘટે તેમ એ વ્યાપક થતાં ઘટે છે, અહંતા-મમતા - સંપૂર્ણપણે ગયાં નથી. પણ તે વ્યાપક થયાં છે જેથી સાવ મૂર્શિત થવાતું નથી એમ મને લાગે છે. દુષ્ટજન સંહારમાં વિધવાત્સલ્ય ખરૂં? - આ અનુભવો સાંભળી દંડી સ્વામીજીએ પ્રશ્ન કર્યોઃ (1) હિરણ્યકશ્યપને વધ નૃસિંહે કર્યો, ( ર ) રામે રાવણને માર્યો ( 8 ) કૃષ્ણ દ્વારા કંસ મરાયો તે આમાં વિશ્વવાસલ્ય ગણાય ખરું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ માટલિયાએ જવાબ આપતાં કહ્યું : “ફળે બીજાને નાશ કર્યો કે ફળ પાકી જતાં બીજે ફળને નાશ કર્યો. આમાં વાત્સલ્ય ગણાતું હોય તો ઉપરની વાતમાં શા માટે ન ગણાવું જોઈએ. પૂંજાભાઈએ કહ્યું : મળીને વ્યવસ્થા માટે જાળાંઝાંખરાં સાફ તે કરવાં જ પડે ને ! ટુંકમાં સમાજનાં મૂલ્યો માટે, અંગત હેતુથી. નહીં, તેમ રાગદ્વેષ રાખ્યા વગર, સમાજની કક્ષા પ્રમાણે સશસ્ત્ર સામને કરવો પડે તોય “વિશ્વ વાત્સલ્ય અને બાધા નહીં પહોંચે ! એટલું ખરું કે એ અરાગ અને અષની અસર તત્કાળ નહીં તો બીજે જન્મે પણ જેને માર્યો હોય એને પણ પહોંચી વળવી જોઈએ. એ રીતે જોતાં રાવણ અને વાલી બનેને રામ ઉપર પ્રીતિ અંતકાળે થાય જ છે, તેમ કંસને થતી જણાતી નથી. જો કે કંસ તે જાણી જોઈને આક્રમણ કરવા જતાં જ મલ્લશાળામાં મરાયો છે !" માતૃવાત્સલ્ય પુરૂષ-વાત્સલ્ય કરતાં વધારે શ્રી દેવજીભાઈએ પિતાની પુત્રીને માતૃવાત્સલ્યને અનુભવ દાખવતાં કહ્યું : “હું બાળાઓને ખૂબ સાચવું છું. છતાં એક દિવસે મારી નાની દીકરીએ કહ્યું કે “બાપા આપણાં કરતાં પડોશીની “મા” ગરીબ છે છતાં એના બાળકો “મા” કહે છે. એ કેવું રૂડું લાગે છે? તમે અમને સારી પેઠે રાખે છે પણ “મા” જેવું આનંદમય બીજુ નથી લાગતું !" શ્રી પુંજાભાઈએ હાજર જવાબ આપ્યો : “એટલા માટે તે બા–પા” કહેવાય છે. મતલબ કે માતા કરતાં બાપાનું વાત્સલ્ય પા ભાગનું જ હોય છે.” પછી સ્ત્રી અને પુરૂષ અંગે ચર્ચા ચાલીપુરૂષમાં પણ વિશિષ્ટ ગુણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Frust
Page #62
--------------------------------------------------------------------------
________________ હોય છે અને સ્ત્રીઓમાં પણ પિતાના વિશિષ્ટ ગુણે હેય છે. સમર્પણને ગુણ પુરૂષોમાં પણ હોય છે એટલે જ સાધકો વિધવા - વધુ અંશે અને સંખ્યામાં સાધે છે. સ્ત્રી-સાધિકાઓ ઓછી જોવા મળે છે અને સ્ત્રીઓનું વાત્સલ્ય જરૂર વિશ્વ વાત્સલ્ય માટે પ્રેરણા આપી શકે પણ તે કુટુંબ સુધી સીમિત વધુ જોવામાં આવે છે. બાળકો માટે માનું બલિદાન સવિશેષ હોઈને, સમાજના ઉત્થાનમાં સ્ત્રીઓએ જ વધુ. ભોગ આપ્યો છે અને વિશ્વાસલ્યમાં પણ માતૃસમાજે વધુ ભોગ આપ પઢશે. વિશ્વ વાત્સલ્યમાં કેને મુખ્ય સ્થાન? - શ્રી દંડી સ્વામીએ અજીરગતને દાખલો આપતાં કહ્યું : “તેના ત્રણ પુત્રો હતા. પહેલા બાપને ભાગે હતો–છેલ્લો માને છે તેથી જ શુ-શેપ જે અજગતને વચેટ પુત્ર હતો તેને સમાજ માટે હમ પડ્યો હતો. “મા”ને નાના ઉપર પ્રેમ વધારે હેય તેનું કારણ તે નાને, છેવટને અને નબળો હોય છે. આમ વિશ્વાસમાં આખા સમાજને સ્થાન છે. પણ પછાત રહી ગયેલાઓને માટે પક્ષપાત રાખવો જ જોઈએ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ વિશ્વવારાલ્યનાં પાસાંઓ –મુનિશ્રી નેમિચંદ્રજી [3] [31-7-61] વિશ્વવાત્સલ્યનાં કયાં કયાં અને કેટલાં પાસાં છે તે અંગે અને વિચાર કરવાનું છે. વિશ્વવાત્સલ્ય શબ્દની એવી વિલક્ષણતા છે કે એનું નામ લેતાં જ માતાનું ચિત્ર આંખ આગળ ઊભું થાય છે. વિશ્વ વાત્સલ્યનાં પાસાંઓ ઉપર વિચાર કરવા માટે પણ માતૃહૃદયનો પાસાંઓ પણ તપાસવા પડશે. માતા કેવળ બાળક ઉપર આસક્ત થઈને પ્રેમ કરે છે એ એના હૃદયનું એક પાસું છે. તે એને મારે પણ છે-દંડ પણ આપે છે– ગુસ્સે પણ કરે છે. આ એક બીજું પાસું છે. પણ બન્ને સ્થિતિમાં તેના અંતરમાં વાત્સલ્ય તે ભરેલું જ હોય છે. તે ચાહે છે ત્યારે પણ તેના દિલમાં વાત્સલ્ય હોય છે અને જ્યારે દડે છે ત્યારે પણ એ વાત્સલ્ય હોય છે. તે જ એને પ્રેરે છે કે તેનું બાળક નઠારૂં ન થવું જોઈએ. બગડવું ન જોઈએ. એવી હિતભાવના તેના હૃદયમાં સતત રહે છે. એમાં મમતા પણ છે અને સમતા પણ છે. જ્યારે બંનેને સમન્વય થાય ત્યારે જ વાત્સલ્ય ખીલે છે. વિશ્વ વાત્સલ્યમાં પણ આમ બંને પ્રકારની વૃત્તિ અને ભાવનાને સમન્વય સાધવાને રહે છે. વિશ્વવસલ્ય જ્યાં એક તરફ અનિષ્ટોને દૂર કરવાનું સૂચવે છે ત્યાં બીજી તરફ સમાજજીવનમાં સંયમ, ધર્મ અને નીતિ વગેરેને પ્રવેશ કરવાનું સૂચવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ 48 ઘણા લોકો કહેશે કે શું સર્વોદયથી એમ નહીં થાય ? સર્વોદયમાં અવિકસિત અંગોને વધારે ઉદય કે પ્રકાશ અને વિકસિત અંગેનો ઓછો ઉદય કે પ્રકાશ સૂચવાત હોય, પણ જ્યાં અંધારું છે તેને દૂર કરવા માટે ખાસ કહેવાતું નથી. અંધારું દૂર કર્યા સિવાય ઉદય કે પ્રકાશ કઈ રીતે થઈ શકશે ! સૂરજનો પ્રકાશ તે ચોમેર પથરાયો પણ જેના બારી બારણું તદ્દન બંધ છે તે મકાનમાં પ્રકાશ ક્યાંથી પ્રવેશી શકે? સર્વોદયમાં એવું માનવામાં આવે છે કે એની ચિંતાની જરૂર નથી. એવાં મકાનનાં બારીબારણાં ઉઘાડવાની જરૂર નથી. બીજા શબ્દોમાં સર્વોદય કેવળ વિકાસ પામેલાં, ભલે તે ઓછાં હોય કે વધારે એવાં અંગોને લાગુ પડે છે. પણ જે વિકાસને અવરોધનારાં તો તરફ તે ઉપેક્ષા જ સેવે છે. સર્વોદય એમ માને છે કે બધું રૂડું થતાં એટલે કે રૂડાનું રૂડું થતાં–બધું સારું થઈ જશે. પણ તેમ થતું નથી. એમાં મોટો ભય તો એ રહેલો છે કે જે વિકસિત હોય છે તે વધુ વિકાસ પામે છે પણ અણવિકસિત પાછળ રહી જાય છે. - ઘણી વાર એક વર્ગમાં નબળા અને સબળા વિદ્યાર્થીઓ હોય છે. નબળો વર્ગ જોઈને શિક્ષક વિશેષ-વર્ગ ચલાવે છે. આનો લાભ બધાને લેવાનો હોય છે. પરિણામે જોવા મળે છે કે જે સબળા હોય છે તે વધારે સબળા બને છે અને નબળા વધુ નબળા બને છે. જે નબળા તરફ વિશેષ ધ્યાન અપાય તો જ તે આગળ વધી શકે છે. જો અનિષ્ટને દૂર કરવાનો પ્રયત્ન જ ન કરવામાં આવે, અને કેવળ ઈષ્ટને જ વિકસાવવાનું હોય તો ઇષ્ટ વિકસે એમાં હમેશાં ભયસ્થાન રહેલ છે. શરીર ઘણું જ સુંદર અને સ્વસ્થ હોય, તેને સારી રીતે રાખવાને પ્રયત્ન કરવામાં આવે છે કે એમાં ઉપસેલા એક નાનકડા ગૂમડાની ઉપેક્ષા સેવવામાં આવે તો તે આખા શરીરને વેદનાથી ભરી શકે છે. એ જ ભય સર્વોદયવાદમાં આજે અંધારાભર્યા તો તરફ ધ્યાન ન અપાતાં; રહે છે. 'એટલે જ અંધકાર કે અનિષ્ટને મટાડવા તેમજ પ્રકાશ અને ઈષ્ટને શરીર પર ય તે પણ કરવામાં આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ પ્રગટાવવા માટે વિશ્વ વાત્સલ્યમાં પ્રતિકારક અને નિર્માણ અને શક્તિને સમન્વય સૂચવવામાં આવ્યો છે. વિશ્વ વાત્સલ્યમાં અનિષ્ટનો પ્રતિકાર અને ઈષ્ટનો સ્વીકાર વ્યવહારૂ રીતે સૂચિત થાય છે તેમ સર્વોદયમાં થતાં નથી. મા બાળકને ભલા માટે, તેની ખરાબ પ્રવૃત્તિઓ અંગે નિપ્પર થાય છે, ત્યારે તેનું માતૃત્વ લજાતું નથી. બલકે શોભે છે. તેના અંતરમાં તે બાળક પ્રતિ આત્મીયતા હોય છે. જે અંગે તે મા) બાળકના ખરાબ કામ અંગે, પિતાનાં બાળકને ઠપકો આપવા પ્રેરાય છે કારણું કે તેનું અંતર રડતું હોય છે. એ વાત્સલ્યની પ્રેરણાથી જ બની શકે છે. વિશ્વવાત્સલ્યનો સાધક પણ એવી જ રીતે બન્ને પાસાંઓ લઈને ચાલે છે. તે સિવાય પણ સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વધુ વ્યાપક છે. કારણ કે સર્વનો અર્થ ક્યારેક એક કુટુંબ, એક સમાજ કે એક વર્તુળ પુરત લેવામાં આવે છે જ્યારે વિશ્વ શબ્દથી આખા વિશ્વનું ભાન થઇ જાય છે. વિશ્વના પાણી માત્ર ઉપરાંત બધા ધર્મો, રાષ્ટ્રો, જાતિ, કુટુંબ કે સમાજને સમાજોને સમાવેશ વિશ્વમાં થઈ જાય છે, એટલે જ વાત્સલ્ય શબ્દની પૂર્વે વિશ્વ શબ્દ જોડ્યો છે. ઘણા લોકો કહેશે કે શું “અહિંસા " શબ્દથી વિશ્વ વાત્સલ્યનું કામ ન થઈ શકે ? એને વિનમ્ર ઉત્તર એ છે કે અહિંસા શબ્દથી કેવળ હિંસાથી નિવૃત્ત થવાને ભાવ ઘોષિત થાય છે–તેમાં પ્રવૃત્તિ તરફ જવાનો પડઘો પડતો નથી. ત્યારે વિશ્વ વાત્સલ્યમાં અનિષ્ટથી નિવૃત્તિ અને ઈષ્ટની પ્રવૃત્તિ-બને ભાવો સૂચિત થાય છે. સર્વપ્રથમ તો વિશ્વ વાત્સલ્યમાં પ્રવૃત્તિ સુચિત થાય છે પણ એ પ્રવૃત્તિને અનુરૂપ નિવૃત્તિનો ઘોષ પણ તે અંગે ઊંડી વિચારણા કરતાં સ્પષ્ટ થાય છે. આમ તો જૈન સાધુઓ અહિંસાનું પાલન કરે છે. તે છતાં તેમને અહિંસક કહેવામાં નથી આવતા પણ તેમને “વિશ્વવત્સલ” કહ્યા છે એટલે કે તેઓને છકાય (સંપૂર્ણ જીવસૃષ્ટિ)ના માતાપિતા, પીહર અને રક્ષક કહ્યા છે. તેઓ છ કાયની સાથે ઓતપ્રોત રહે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ 50 પણ જ્યાં જ્યાં અનિષ્ટ, દેષ કે વિકારે જુએ ત્યાં અનાસક્ત રહી તૈનાથી નિવૃત્ત પણ રહે છે. તે છે વાત્સલ્યમાં “હકાર” અને “નિકાર” બને આવે છે. આજે માત્ર નકારથી એટલે કે છેટા રહેવાથી કામ ચાલે એમ નથી. “હકાર " પણ જરૂરી છે. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :" . "gra વિસરું સુજ્ઞા, જો ચ gવત્તા , , , , અલંકને નિયત્તિ સંજે 4 પત્તdi in , . * એટલે કે જીવનમાં એ વૃત્તિઓ છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ. અસંયમથી નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધક એક બાજુથી સમાજના બધા પ્રશ્નો ઊંડાણથી લેવા માટે સંયમ માર્ગે પ્રવૃત્ત થાય અને બીજી બાજુથી જ્યાં જ્યાં સમાજમાં અનિષ્ટો, વિકારે કે દોષ જણાય ત્યાં તે દોષથી પિતે નિવૃત્ત રહે. એક તરફ સમાજમાં કરૂણા, સેવા અને વાત્સલ્ય પીરસે અને બીજી તરફ સમાજના દેષોથી પોતે વેગળો રહી ગુણોને પૂરે ! આમ બનને વૃત્તિઓ કામ કરે તો જ સાધકના જીવનમાં વિશ્વ વાત્સલ્ય પ્રગટ થઈ શકે ! - કેટલાક લોકે નિવૃત્તિને અર્થ સમાજના દોષ જેઈને ભાગવું, પણ તે દેષોને દુર કરવા નહીં, એવો કરે છે. તેઓ પ્રવૃત્તિને પણ કેવળ વ્યકિતગત જીવન પૂરતી જ માને છે; પણ તે બરાબર અને બંધબેસતું લાગતું નથી. આ જીવન એક અને અખંડ છે. એના ભાગલા નિશ્ચયદૃષ્ટિથી થઈ શકતા નથી. જીવન એકાંગી કે એક તરફી બની જાય તો તે વિકસિત જ ન થઈ શકે. ભગવાન મહાવીર તે બુદ્ધ જે લોકજીવનની ઊંડી કરૂણું અનુભવ્યા વગર બહાર પડ્યા હોત તો તેમને કઈ યાદ ન કરત. જગતના જીવનમાં જે વિસંવાદિતા છે તેને દૂર કરવા અને લોકજીવનને સંવાદી બનાવવા માટેની અંતરની ઊંડી પ્રેરણાએ જ તેમને રાજપાટ ત્યાગ કરવા, ઘોર તપ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રેર્યા. એટલું જ નહીં; પિતાના એ પરમ જ્ઞાન-દર્શનને બોધ, લોકજીવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ પશે. * * અનિષ્ટ તરફ જતાં રોકવા માટે અને ઉન્નત બનાવવા સક્રિય કરવા માટે આવ્યો. જે આવી વ્યાપકતા સાધક જીવનમાં ન હોય તે બંધિયાર પાણીની જેમ તેનામાં પણ વિકૃતિ આવવાનો મોટો સંભવ છે. - દશવૈકાલિક સૂત્રમાં કહેવામા આવ્યું છે કે સાધક જીવનની વ્યાપતા શ્રેય તેજ દે ન પિસી શકે. જે સાધક પિતાનું વિચારશે જગતનું કે સમાજનું નહીં વિચારે તે તેનામાં અહકાર, સ્વાર્થ, ધણું, પ વગેરે અનિષ્ટો પેસવાની શંકા છે. એટલા માટે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે : "सव्वभूयप्पपूस्सं समं भूयाइ पासओ / पिहि आसवस्स दंतस्स पावकम्मं न बंधई // " જે બધા પ્રાણીઓમાં, હું બધાં પ્રાણીઓમાં છું અને મારામાં બધાં છે; એમ તત (તન્મય) બની જાય છે, બધા પ્રાણીઓને આત્મવત્ લેખે છે, તે પોતે આશ્ર (દ ) થી દૂર રહે છે અને પાપકર્મને બાંધતો નથી. અહીં સ્પષ્ટરૂપે બધા જીવોને પિતાના સમાન લેખવાને આદેશ છે. એટલે કે સાધકે કેવળ પોતે સાધના વડે વિકાસ કરી ઉન્નત થવાનું નથી; પણ સાથે બીજાને પિતાના સમાન એટલે કે શુદ્ધ કરવાના છે અને તે માટે તેણે ઇકિય, મન અને આત્મસંયમ કેળવવાનો છે. જે આવું કરે છે તે પાપકર્મને ન બાંધે એ સ્વાભાવિક છે અને સાથે જ અહંકાર, સ્વાર્થ, ધૃણા, દ્વેષ વગેરે અનિષ્ટો તેનાથી દૂર રહે એ પણ એટલું જ સહજ છે. . વિશ્વ વાત્સલ્યને સાધક આમ સમાજ જીવનમાં સંયમ, ધમ, નીતિ વગેરે પૂરવા એક તરફ આત્મીય બની પ્રવૃત્ત થાય છે જ્યારે બીજી બાજુ સમાજનાં અનિષ્ટો અંગે વિરોધ કરી-નિવૃત થાય છે. આમાં એક તરફ તે “ઈન્ટ” અંગે સહકાર અને અનિષ્ટો અંગે અસહકાર; એક બાજુ તાદામ્ય અને બીજી બાજુ તટસ્થતા દાખવે છે. બીજા શબ્દોમાં સરળ રીતે કહીએ તો બાજુ ચિતન્ય તત્વની દૃષ્ટિએ આત્મીયતા કેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ છે—-અનિષ્ટ કરનારાઓ પ્રતિ પણ અને બીજી બાજુ જીવનના પરમ કર્તવ્ય માટે અન્યાયને પડકારે પણ છે. ' જેમ એક માતા બાળક સાથે સહકાર અને અસહકાર અને કર છે તેમ વિશ્વવાત્સલ્યને સાધક પણ સહકાર અને અસહકાર બન્ને કરશે. ઘણીવાર માતા બાળકને વહાલ કરે છે. તેના હિત માટે બધું કરે છે, એ સહકારની ભાવના છે અને એ જ માતા ક્યારેક બાળક સાથે, તેના દેશે માટે રોષ કરે છે, બોલતી નથી પોતે ભૂખી પણ રહે છે, એ અસહકારની ભાવના છે. બંને ભાવનાઓની પછવાડે બાળકની હિતચિંતા તેને હૈયે હોય છે એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક અન્યોના અનિષ્ટ જોઈને તેની સાથે અસહકાર દાખવે છે, તેને નિદે છે, વખોડે છે; પોતે ભૂપે રહે છે પણ હિત માટે અને તેને દૂર કરી “સારૂં શું છે તે અંગે સહકાર આપે છે તે પણ હિત માટે, આ માટે આત્મીય ભાવ હોવો જરૂરી છે. આ વાત્સલ્ય શબ્દ બહુ મોટો છે. એટલા ઉચ્ચ વાત્સલ્ય સુધી પહોંચવા માટે કુટુંબ–વાત્સલ્ય, સમાજવાત્સલ્ય પ્રગટાવવાં સર્વપ્રથમ જરૂરી છે. જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય તે વિશ્વ સાથે કઈ રીતે વાત્સલ્ય દેખાડી શકે કે સાધી શકે છે રામાનુજચાય પાસે એક ગૃહસ્થ દીક્ષા લેવા આવ્યો. તેણે કહ્યું : “આ સંસાર ખારો છે. આમાં બધા સ્વાર્થના સગાં છે. મારે એ બધું છોડીને આત્મકલ્યાણ કરવું છે, માટે મને દીક્ષા આપ.” રામાનુજાચાર્યે પૂછ્યું: “કુટુંબમાં તારે કોઈ સાથે પ્રેમ છે ખરે!” તેણે કહ્યું : “કુટુંબ તે સ્વાર્થી છે એટલે જ તે આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું.” રામાનુજીયાયે કહ્યું: “ત્યારે હું દીક્ષા ન આપી શકું! જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય; ભલે મેહમમતા ન હોય પણ શુદ્ધ લાગણીભર્યો વર્તાવ ન હોય. જેને બધા પ્રતિ ઘણું હોય તે વિશ્વવાત્સલ્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ સાધના જેવી દીક્ષા પાળી ન શકે!” એટલે કે વિશ્વવાત્સલ્યની સાધના માટે કુટુંબ મેહ ન હોવો જોઈએ પણ કુટુંબ હિત અને તેને અનુરૂપ વાત્સલ્ય તો છેવું જ જોઈએ. જૈનમાં દીક્ષા આપતાં પહેલાં, દીક્ષાર્થીએ કેવળ મા-બાપની નહીં પણ સમાજની એ સંમતિ લેવી પડે છે. એમાં રાજીખુશીથી સંમતિ અપાય છે. તેનો અર્થ એ છે કે દીક્ષાર્થીને કુટુંબ પ્રતિ વાત્સલ્ય ભાવ છે, સમાજ પ્રતિ વાત્સલ્ય ભાવ છે અને હવે તેઓ એને વિશ્વવાસલ્યની સાધના માટે રજા આપે છે. વિશ્વ વાત્સલ્યની સાધના માટે કુટુંબ, સમાજ અને જ્ઞાતિઓ તરફ તો તેનું વાસલ્ય હોવું જ જોઈએ. એ પહેલાં પગથિયાં ચડ્યા વગર ઠેકડો મારીને વિશ્વાત્સલ્ય સાધી શકાતું નથી. જૈન આગમમાં જિન-કલ્પી સાધુઓની ચર્ચાનું વર્ણન આવે છે. આવા સાધુઓ સંધથી, નગરથી દૂર રહીને એકાંતમાં સાધના કરે છે, તપ કરે છે. પણ તેમની આત્મીયતા કે અનુબંધ “Àયાનુકૂળ સંબંધી તો સમાજની સાથે રહે જ છે. તેમને વ્યક્તજગતની સાથે સ્થૂળ અનુબંધ દેખાતું નથી પણ અવ્યક્તજગતની સાથે સેક્સ અનુબંધ વધતો જાય છે. તેઓ પોતાના જ્ઞાન વડે પરોક્ષરીતે સમાજની ગતિવિધિથી જાણકાર રહે છે. એટલું જ નહીં, સમાજમાં પ્રબળ અનિષ્ટ ચાલતાં હય, સમાજ ઉપર ખાસ આફત આવી હોય, સમાજમાં જ્ઞાનદર્શન ચારિત્ર્યની સુરક્ષા કરવાનો પ્રસંગ હોય ત્યારે તેઓ પિતાની સાધના છોડીને, જરૂર પડે ત્યારે આવે છે. ભદ્રબાહુસ્વામીના જીવનને એક પ્રસંગ છે. તેઓ નંદવંશના અંત સમયે અને મૌર્યકાળના પ્રારંભમાં થઈ ગયા. તે વખતે મગધની રાજધાની પાટલીપુત્રમાં જૈનોનું એક મોટું સંમેલન ભરાયું. તેમાં જૈનના સારા સારા વિદ્વાન સાધુઓ, વિદુષી સાધ્વીઓ, શાસ્ત્રાનુભવી શ્રાવકો અને શ્રાવિકાઓ ભેગાં થયાં. તે કાળે જે જ્ઞાન અપાતું તે સભળાવીને અપાતું; પૂર્વ જ્ઞાનીઓ એને કંઠસ્થ કરતા અને અનુગામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ 54 એને તેઓ કંઠસ્થ કરાવતા. ધીમે ધીમે સ્મૃતિઓ ઘટતાં કંઠસ્થ જ્ઞાન સાચવી રાખવું મુશ્કિલ બનતું ગયું. એટલે ચતુર્વિધ સંઘે મળીને જેને જે વસ્તુ યાદ હોય તે બધું લિપિબદ્ધ કરવું, એ આ સમેલનને ઉદ્દેશ્ય હતા. ભદ્રબાહુ સ્વામી વિશિષ્ટ જ્ઞાની હતા અને તેઓ હાજર હોય તો જ શાસ્ત્રોના પાઠ વ્યવસ્થિત થઈ શકે અને જ્ઞાન દર્શન ચારિત્રમાં વૃદ્ધિ થઈ શકે એમ શ્રીસંઘને લાગ્યું. શ્રીસંઘે બે સાધુઓને ભદ્રબાહુ સ્વામી પાસે સંદેશો લઈને મોકલ્યા. તે વખતે ભદ્રબાહુ સ્વામી નેપાળની તળેટીમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરતા હતા. સાધુઓએ જઈને સંઘને સંદેશો આપે. ભદ્રબાહુરસ્વામીએ કહ્યું : “હું અત્યારે યોગ સાધના કરી રહ્યો છું. તેને અધૂરી મૂકીને કઈ રીતે આવી શકું !" સાધુઓએ પાછા વળી સંઘને વાત કરી. સાથે એક જ વાકયમાં ભદ્રબાહુસ્વામીને ફરીથી કહેવડાવ્યું : “વ્યક્તિસાધના મોટી કે સંધસાધના !" આ સંદેશો મળતાં જ ભદ્રબાહુ સ્વામીએ તરત જ ત્યાંથી વિહાર કર્યો. તેઓ પાટલિપુત્ર આવ્યા અને તેમણે સંધની ઉન્નતિમાં-સૂત્રે લિપિબદ્ધ કરવામાં પિતાને ફાળે આવે. આ ઉપરથી એમ માની શકાય છે કે કોઈ સાધક ભલે એકાંતમાં રહેતો હોય પણ તેને તાળો (કર્તવ્ય-સંબંધ) જગત સાથે વધારે રહેવો ઘટે છે. વિશ્વ વાત્સલ્યમાં. માતાનો આદર્શ સામે હોય છે. જેમ માતા પિતાના બાળકોમાંના નબળાં, રોગી કે મૂર્ખ બાળકને તરછોડતી નથી, પણ તેની વધારે કાળજી રાખે છે તેમ વિશ્વવાત્સલ્યને સાધક, સમાજના પછાત ગણાતા, નબળા કે તરછોડાએલા વર્ગને તરછોડશે નહીં, ઉલ્ટી વધારે આત્મીયતા તેમની સાથે રાખશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ છેરામાયણમાં શબરીનું વર્ણન આવે છે. શબરી ભીલડી હતી. તે સંસ્કારી હતી. પિતાનો વિકાસ થાય તે માટે તેને કઈ આશ્રમમાં રહેવાની ઈચ્છા થઈ. તે પ્રબળ જિજ્ઞાસા સાથે માતંગ ઋષિ પાસે આવી અને પિતાને આશ્રમમાં રાખવાની તેણે વિનંતિ કરી. આશ્રમનું વાતાવરણ પવિત્ર હતું અને શબરી પણ બ્રહ્મચારિણી હતી. શિષ્યો પણ વિદ્વાન હતા. શબરીને દાખલ કરવામાં કોઈ પણ સિદ્ધાંતને બાધ આવતો ન હતો. ઋષિએ વિચાર્યું કે આવી પછાત જાતિની સ્ત્રીને ઉદ્ધાર કરવો. જોઈએ અને તેમણે તેને આશ્રમમાં જગ્યા આપી. ' ' ' . શિષ્યોએ વિરોધ કર્યો. આ તે બ્રહ્મચારીઓને આશ્રમ; તેમાં વળી સ્ત્રી કેવી ? અને તે પણ આવી નીચ જાતિની! તેને રખાય જ કેમ ? સમાજમાં ઉહાપોહ થશે અને આપણી પ્રતિષ્ઠાને ફટકો લાગશે. માટે તેને રાખવી નહીં. ઋષિએ કહ્યું : “આપણે આ પ્રશ્નને સિદ્ધાંતની દષ્ટિએ જો જોઈએ. પ્રતિષ્ઠા કરતાં સિદ્ધાંત મોટો છે.” ઋષિએ શબરીને આશ્રમમાં રહેવાની અને જ્ઞાન વિકાસ પામવાની રજા આપી. વિરોધમાં શિષ્યોએ ગુરુ અને આશ્રમ બને ત્યાગ કર્યો. તેઓ પ્રતિષ્ઠાના વંટોળમાં સપડાઈ ગયા. માતંગ ઋષિએ એક નીચલા થરની સ્ત્રીને ખાતર સમાજ અને શિષ્યનો પ્રકોપ વહાર્યો પણ તેઓ વાત્સલ્ય સિદ્ધાંતને ન ચૂક્યા. પિતાનો દેહ છોડતી વખતે માતંગ ઋષિએ શબરીને કહ્યું : “તારું કલ્યાણ ભગવાન રામ આવશે ત્યારે થશે!” તેથી શબરી પોતાના પ્રભુ રામમાં મગ્ન થઈને રહેવા લાગી. * તે પિતાની કુટીરમાં રહેતી, આશ્રમને સાફસૂફ કરતી, સેવા કરતી. નાના નાના છોડ અને મોટા-મોટા વૃક્ષો, પશુ–પંખીઓ સાથે પણ તેને પરિચય વધવા લાગ્યો. તેની આત્મીયતાની સાધના વધતી ગઈ. પરિણમે, જ્યારે રામ આવ્યા ત્યારે તે રામને, પંપા સરોવર, તે પિતા છે. અને મે આત્મીયતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ ષ્યમૂક, પ્રવર્ષણ પર્વત કે બીજા સ્થાને અને સુગ્રીવ, હનુમાન વગેરે વ્યક્તિઓને પરિચય આપી શકી હતી. જેણે વિશ્વના પ્રાણીઓ સાથે વાત્સલ્ય સાધ્યું હોય તેના નિર્મળ અંતઃકરણમાં વિશ્વના પ્રવાહને પડ પડે, એમાં નવાઈ નથી. માતંગ ઋષિએ આપેલા વિશ્વવાત્સલ્યનું પાન શબરીએ કર્યું અને તે પણ વાત્સલ્ય-રસમાં તરબોળ થઈ ગઈ હતી. * ઘણીવાર વિશ્વાત્સલ્યના સાધકને પોતાની પ્રતિષ્ઠાના ભાગે બીજાની ભૂલોનું પ્રાયશ્ચિત જાતે કરી, સંસ્કૃતિની રક્ષા કરવી પડે છે. કરવઋષિ પિતાના આશ્રમમાં રહેતા હતા અને વિદ્યાભ્યાસ માટે પિતાને ત્યાં આવેલા શિષ્યો અને શિષ્યાઓને જ્ઞાન આપતા હતા. એ કાળે આશ્રમમાં મુનિ પરિવારો રહેતા. ઋષિ તે વખતની સમાજની પરિસ્થિતિથી સુપરિચિત હતા. એક વખત મેનકા અને વિશ્વામિત્ર ઋષિના સંયોગથી, મેનકાને બાળા જન્મી. તે પાછળથી શકુંતલા તરીકે ઓળખાણું. વિશ્વામિત્ર મુનિએ એક ભૂલ તે એ કરી કે મેનકામાં લપટાયા પણ તેનાથી બીજી મોટી ભૂલ એ કરી કે એ બાળાને નિરાધાર છોડી દીધી. તેમણે લોકલજજા કે સમાજના ડરના કારણે કદાચ એવું કર્યું હશે. કવઋષિને ખબર પડી કે ઋષિ અને અપ્સરા એ છોકરીને નિરાધાર છેડીને ચાલ્યા ગયા છે. તેમણે એ બન્નેની ભૂલના પ્રાયશ્ચિતરૂપે એ કન્યાને ન કેવળ અપનાવી પણ પોતાની પુત્રી તરીકે ઉછેરીને મટી પણ કરી. તેમણે એ એક પળ માટે પણ ન વિચાર્યું કે સાધના છેડીને આ લપમાં શા માટે પડું? વળી એક ત્યજાયેલી કન્યાને લાવવી એ અપ્રતિષ્ઠાનું કારણ હતું છતાં તેને અપનાવવા માટે તેમના હૃદયમાં રહેલ વાત્સલ્ય આ કાર્ય માટે પ્રેરતું હતું. સમાજની ટીકાની પરવા કર્યા વગર તેમણે એ બાલિકાને આશ્રમનિવાસિની બનાવી દીધી. અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણન આવે છે કે એ કન્યા શકુંતલા કેવી રીતે આશ્રમના હરણ, વૃક્ષો, લતાઓ, કુ તેમ જ લોકો સાથે ઓતપ્રોત થઈ જાય છે. એને કણ્વ ઋષિ પિતાના સગા પિતા જેવા જ લાગે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ પ૭ એકવાર ઋષિ ક્યાંક બહાર ગયા હતા. તેવામાં દૂષ્યત રાજા ત્યાં આવે છે અને શકુંતલા અને તેને પ્રેમ થાય છે તેમ જ બનેને ગાંધર્વ-વિવાહ થાય છે. દુષ્યત ચાલ્યો જાય છે ઋષિ પાછા આવે છે. લોકો કહે છે કે શું આશ્રમ-કન્યા તેમ જ આશ્રમ માટે આ વસ્તુ શોભે? એક ઉપર બીજી આફત આવી. પણ કઋષિ તેને સમ્મતિ આપે છે. રાજા દૂષ્યતથી શકુંતલાને ગર્ભ રહેલો હોય છે. રાજા શહેરમાં જઈને રાજકાજમાં શકુંતલાને ભૂલી જાય છે. શકુંતલા એની આપેલી મુદ્રિકા નિહાળીને સાંત્વન મેળવે છે. અંતે જેની છે તેને ત્યાં મોકલી આપવી એવો વિચાર કરી કવઋષિ શકુંતલાને વળાવે છે. એ વખતે સંસ્કૃતિના રક્ષક એ ઋષિની વિદાયવાણી સાંભળીને આજે પણ ગદગદિત થઈ જવાય છે. પાલક પિતા હોવા છતાં પણ * તેમણે મા-બાપ બનેનું વાત્સલ્ય શકુંતલામાં રેડ્યું હોય છે. શકુંતલામાં પણ એજ વાત્સલ્યભાવ ભરેલો હોય છે અને તે કહે છે: “આ વૃક્ષ, આ લતાઓ, આ પંખીઓ અને આ હરણો ! આ આશ્રમના નિવાસીઓ જેમનાથી એક પળ વિયોગની મેં કોઈ કલ્પના કરી ન હતી તેમને મૂકીને જતાં મારું હૃદય ચિરાઈ જાય છે.” દુષ્યત રાજાને ત્યાં શકુંતલા પહેચે છે પણ તે ભૂલી જાય છે કે મેં શકુંતલા સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે. શંકુતલા તેને પેલી લત્તાઓ, કુંજે, પંખીઓ બધાની યાદ અપાવે છે પણ રાજાના મગજમાં તે ઉતરતું નથી. અંતે પેલી સુંદ્રિકાની યાદ અપાવે છે અને તે દેખાડવા જાય છે પણ નશીબ યોગે તે રસ્તામાં નદી પાર કરતી વખતે આંગળીમાંથી સરકી ગઈ હોય છે. તે મુદ્રિકા દેખાડી શકતી નથી અને રાજા એને સ્વીકાર કરવા માટે ના પાડે છે. પતિથી ત્યજાયેલી, સમાજમાં અપતિષ્ઠિત અને પિતાના ગર્ભમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ સંતાન ને ધારણ કરનારી શકુંતલા પેલી નદીના કિનારેથી જ પાછી વળે છે. કણ્વઋષિને તેની ખબર પડે છે અને તે આવી તરછોડાયેલી પાલક દીકરીને પણ પાછી લઈ આવવા જાય છે. તેમને આશ્રમ, સમાજ કે પ્રતિષ્ઠાને ભય હોતો નથી. પણ શકુંતલા એ બાપને નીચું જોવડાવવા ઈચ્છતી નથી એટલે તે પિતાને રસ્તો શોધી લે છે. આગળ ઉપર શકુંતલા વનમાં પુત્રને જન્મ આપે છે જેનું નામ “ભરત” રાખવામાં આવે છે. આ તરફ દુષ્યત રાજાને માછીમારની પાસેથી માછલીમાંથી પેલી મુદ્રિકા મળે છે અને તેને શકુંતલાનું સ્મરણ થાય છે. તે બધે તપાસ કરાવે છે પણ શકુંતલાનો ક્યાંયે પત્તો લાગતો નથી. અંતે ઘણું વર્ષો બાદ સ્વર્ગલોક તરફ જતાં અનાયાસે પતિ-પત્ની તેમજ પુત્રનો મિલાપ થાય છે. અહીં કરવઋષિના દાખલા વડે જોવાનું છે કે વિશ્વવાત્સલ્યને સાધક કપરા પ્રસંગમાં પણ ધીરજને ગુમાવતો નથી; સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને પણ જતાં કરવામાં સંકોચનો અનુભવ કરતા નથી. આજના જગતના પ્રવાહ જોતાં વિશ્વ વાત્સલ્ય ને જગતમાં ફેલાવવાનું છે. તે એકમાત્ર વ્યક્તિથી નહીં થાય. એકલા હાથે કોઈપણ મહાપુરૂષે વિશ્વવાસલ્યને સાધ્યું નથી. જેટલા તીર્થકરે, પયંગબરે કે અવતારે થયા તેમણે સર્વપ્રથમ એને પોતાનામાં પ્રગટાવ્યું અને પછી તેમણે એને સમાજમાં રેડીને, આ કાર્ય સાધ્યું છે. હાથ જો કે શરીરનું મહત્વનું અંગ છે છતાં તે બીજા અંગો સાથે જોડાયેલાજ છે. જે ભૂજાનું બળ મળે, પેટ દ્વારા અન્નથી શક્તિ મળે, પગ વડે ગતિ મળે, તોજ હાથ કોઈ કાર્ય કરી શકે; તેમાં પણ આંખ બરાબર જોઈ લે ત્યારે જ તે પાર પડે. એવી જ રીતે વિશ્વપાત્સલ્યને વિશ્વમાં ફેલાવવા . માટે સમાજના દરેક અંગોએ મળીને કાર્ય કરવાનું છે અને તેજ તે ઝડપથી થઈ શકશે. એક વસ્તુ જરૂર વિચારવાની રહે છે કે વિશ્વ વાત્સલ્યના બને પાસાંઓની જાગૃતિ રહેવી જરૂરી છે. નહીંતર તણાઈ જતાં વાર નહીં Jun Gun Aaradhak Trust તેમણે એમ તેમણે સવપ્રથમ એને ના તાર્યકરો, પયંગબT P.P. Ac. Gunratnasuri M.S.
Page #75
--------------------------------------------------------------------------
________________ લાગે. જે માત્ર નિવૃત્તિ કે ઉદાસીનતા રાખવામાં આવે તો સ્વાર્થ, ઘણા, અહકાર વગેરે દોષો પેસી જાય; અને જે માત્ર પ્રવૃત્તિ જ રાખવામાં આવે એટલે કે આત્મીયતાજ રાખવામાં આવે પણ આત્મીયતા વખતે દેશે કે અનિષ્ટો તરફ સાવધાની ન રાખવામાં આવે કે જાતે સાવધાન ન રહે તો મોહમાં તણાઈ જવાનો ભય રહે છે. એટલે ઘણા સ્વાર્થ, અહંકાર વિ. દોષની નિવૃત્તિ સાથેની આત્મીયતાની પ્રવૃત્તિ એ બને પાસાંઓ સાથેનું વિશ્વવાત્સલ્ય સંપૂર્ણ, પ્રેરક અને ફળદાયી બનશે. મુક્ત ચર્ચા અને ચિંતન વાત્સલ્ય વિકાસ પદ્ધતિની ત્રિવેણી શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું - ' મેં માલપુરાનું કામ ગોઠવવા માંડયું અને ત્યાં અન્યાયના પ્રતીકારના પ્રશ્નો આવ્યા. મુરબ્બી નાનાભાઈએ કહ્યું કે ખેડૂત સંગઠન એક ગામનું ન હોય. એટલે ખેડૂત-શ્રેયસાધક મંડળના છેડા સભ્ય વધારવા હું મેરબી તરફ ગયો. ત્યાં કપાસ લોઢવાની રાજ્યની મનાઈ હતી. કપાસના ભાવ પણ બાંધેલા ભાવ કરતાં વધારે થાય તો તે વધારાના પચાસ ટકા રાજ્ય કરરૂપે લઈ લેતું. એટલે ત્યાંના એક કાર્યકર ગોકુલભાઈએ એક સંમેલન કર્યું. તેમને રાજયે પકડી લીધા. હું મોરબી પહોંચ્યો કે મને ગામડામાં જવાની ના પાડી ! મેં નાનાભાઈની સલાહ માગી : “શું કરવું?” નાનાભાઈ ભટ્ટે કહેવડાવ્યું : “અત્યારના સંગમાં પાછા આવવું, પણ રાજાની આજ્ઞા ભાંગવી નહીં !" આ પછી મોરબીની પ્રાર્થના સભામાં જ વાત કરવી શરૂ, કરી. ખોરાણા ગામના ત્રીશ ખેડૂતોએ ઉપવાસ એટલા માટે માંડયા કે ભાટલિયા અમારી વાત સાંભળવા આવ્યા છે તો રાજયે અમને છૂટ આપવી !' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ છેવટે બે દિવસે રાજ્ય નમ્યું. લોકમાં ગરમી આવી, સભ્ય તૈયાર થયા. મેં કહ્યું : “પંદર જ લઈશું !" અંતે રાજ્ય નમતું મૂક્યું. મેં ઢેબરભાઈને લખીને વિગતો મેકલી. તેમણે કહ્યું : “ખેડૂતોની વાત વ્યાજબી છે પણ આપણે મોરબી રાજ્યથી બગાડવું નથી.” આ તરફ રાજ્ય એક રાતમાં પ્રજામંડળ (નામનું) ઊભું કરાવી નાખ્યું. તે મંડળ કઈ ઠરાવ કરે તે પહેલાં હું અને વજુભાઈ ત્યાં પહોંચી ગયા અને એ સભામાં અમે ગયા. સભા અમારી જ બની ગઈ અને જવાબદાર તંત્રને માંગતો ઠરાવ થઈ ગયો. આ વાતની ખબર પડતાં મેરબીને મહારાજા ગુસ્સે થઈ ગયા. ત્રણશો ગરાસિયા હાથમાં તલવાર લઈ પ્રાર્થના સભામાં ધાંધલ કરવા માટે આવ્યા. તેફાન શરૂ કરે તે વખતે અચાનક આરઝી હકુમતવાળા શ્રી પુરોહિત વગેરે આવી પહોંચ્યા, તેમની બીકમાં ગરાસિયાઓ દબાઈ ગયા અને તેફાન કર્યા વગર ચાલ્યા ગયા. પુરોહિતના હાથમાં સભા આવી પણ મેં તેને કહ્યું : “આપણે માર્ગ અહિંસાનો છે !" આની જાણ મહારાજાને થઈ. તેણે કહ્યું : “રાજ્ય અને ખેડૂતો સમાધાન કરી લેશે; માટલિયા વચ્ચે નહીં.” ખેડૂતો પૂછવા આવ્યા : “શું કરીએ?” “ગોકળભાઈને છોડવાની શરતે સમાધાન કરી લો. વાંધો નથી.” મેં કહ્યું. રાજ્ય તે વખતે જે ખેડૂતમંડળ રચ્યું તે આખરે કેગ્રેસના અંગભૂત મંડળ જેવું કામ કરે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર સરકાર તરફથી હું ચાર માસ માટે ત્યાં વહીવટ માટે ગયે. તે દરમ્યાન મુનિ શ્રી સંતબાલજી આવેલા, ત્યારે પણ પ્રાર્થનાસભા થઈ. કેટલાક રાજના ભાડૂતી લોકોએ તોફાન તો કર્યું પણ આ બધામાંથી હું નિર્ભયતા તથા ખેડૂતમંડળ અને નૈતિક ગ્રામ સંગઠનની વાત. શીખો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ તેવામાં જ એક બાજુ સનાતન ધર્મો અને બીજી બાજુ ' વેપારીઓનો વિરોધ શરૂ થયો. તે દરમ્યાન મને વિચાર આવ્યો કે “સ્થાનિક કાર્યકરે પકવવા તૈયાર કરવા) માટે વર્ગ શરૂ કરવા !" અષાઢી બીજનું મુહૂર્ત હતું પણ માંડ ત્રણ જણ બહારથી મળ્યા અને ત્રણ ગામમાંથી. થોડા દિવસોમાં બહારના ત્રણ ભાગી ગયા. એટલે ગામે મને બીજા ત્રણ આપ્યા. આ વર્ગ ગામથી દોઢ માઈલ દૂર અમે ચલાવતા. આ વિરોધ થવાનું મૂળકારણ તો એ કે આ ક્રાંતિની વાતે સાથે લોકોમાં અફવા ફેલાઈ : “માટલિયાના ઘરમાં બૈરી તો ભંગિયાણી છે. તે ઉપરથી ઢોંગ કરે છે પણ છોકરાઓને ભરતી કરી લશ્કરમાં લઈ જશે ?" સામાન્ય જનતા તો આવી વાતોથી દૂરથી ભેળવાઈ જાય એટલે મુશ્કેલી ખૂબ પડી. પણ હિમ્મત રાખી વર્ગ ચલાવ્યો જ. અમે ખેતી કરતા પણ થયા. તેવામાં વીસા માં જરિયાએ ખેડૂતોનાં નાક કાપવાનું શરૂ કર્યું. મેં રતુભાઈ તેમજ અમુલખભાઈને પૂછયું : “શું કરવું ?" તેમણે કહ્યું : “શસ્ત્ર રાખીને સામને કરવો જ જોઈએ !" એક તરફથી લોકોની રક્ષા હથિયારથી થાય, હું હથિયાર વગર જે જે પ્રદેશો બહારવટિયાઓને સંઘરતા તેમાં ફરું અને મારા ઘરની આસપાસ સશસ્ત્ર પહેરો ન રખાવું. આમ છતાં મને ભય તદન ન હતો એમ ન કહી શકાય. ત્યારે રજોગુણ હતો; અધીરાઈ હતી, " ઉતાવળ પણ થઈ જતી. ભાષામાં હાકલા-પડકારો આવી જતાં. તે * છતાં ત્રણ વખત હુમલાઓ થતાં થતાં; હું બચી ગયો. એક વખતે ભૂપતને સાગરિત રાણે માલપરા ગામ ભાંગવા અને મને મારવા આવતો હતો પણ સહેજે ન આવ્યું ! બીજી વાર રાતના બાર વાગે હું ચાલ્યો આવતું હતું કે કોઈએ પડકાર કર્યો : “રાતના બહાર નીકળો છે, પણ ખબર છે ને?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ કે મેં સહેજે કહ્યું : “રામ રાખે એને કોણ ચાખે " અને કોણ જાણે કેમ તે વાત પડકાર કરનાર હૈયાને લાગી ગઈ. તે ચાલ્યો ગયો. ત્રીજી વખત મારાં ગાડાની પછવાડે હવા છતાં, મને ન માર્યો. તેમાં કોઈ અજ્ઞાત શકિત જ કામ કરતી હેવી જોઈએ. ' આવવાનું છે.” રસિકભાઈને તે વાતની બાતમી પહેલેથી જ મળી ગયેલી પણ મારા પત્રની નકલ પિલા બહારવટિયાઓના હાથમાં આવી ગઈ. ગરાસિયાઓ મને ચેતવવા આવ્યા. કાપૂવાંકના સસરા વાજસૂરવાળાએ પણ અમને ચેતવ્યા; છતાં નિસર્ગની દયા હતી; અને કંઈ ન થયું. બે ખેડૂત સંમેલનો થયાં. તેમને તેડવા બહારવટિયાઓએ વિચાર કરેલો પણ એક ભાઈને (મેહનલાલ મોતીચંદ) આ ખૂનરેજી થવાની ખબર પડતાં રાજ્ય લશ્કર ગોઠવી દીધું. આ બધા ઉપરથી લાગ્યું : " જગતમાં અવ્યકત શકિત કામ કરે છે; મદદ પણ કરે છે. બધા અનુભવો ઉપરથી વાત્સલ્ય વિકાસની પદ્ધતિમાં મને ત્રણ વસ્તુ ત્રિવેણુ રૂપે અગત્યની લાગી :- (1) સ્નેહપૂર્ણ વહેવાર (2) વિશ્વાસપૂર્વક ગતિ અને (3) જાન, માસ, શીલ અને વ્યવસ્થાની સામાજિક સલામતી. વાત્સલ્ય વિકાસનો પ્રારંભ ઘરથી શ્રી પુંજાભાઈએ ભક્ત જલારામને દાખલો આપતાં કહ્યું કે તેમના વાત્સલ્યનું ઝરણું પહેલાં ઘરથી કૂટે છે, પછી તો પરબ, દાળિયા અને પછી આવેલા ભૂખ્યાતરસ્યાને રોટલી-દાળ આપી સદાવ્રત શરૂ કર્યું. તેમાં એક બાજુ સમાજ તેમને આપતો ગયે તો બીજી બાજુ તેઓ સમાજના જરૂરતમંદોને નિઃસ્પૃહભાવે આપતા ગયા. આ રીતે વાત્સલ્યને વિકાસ તેમણે સમાજ સુધી સાધ્યો. વાત્સલ્યમાં નિષ્ફરતા અને પ્રેમ બને હોય છે ત્યારબાદ બ્રહ્મચારીજીએ કહ્યું : “એક બાળકે ચોરી કરેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ ચોરી નાની હતી પણ એના પિતાએ એ છોકરાને ખૂબ માર્યો. બીજે દિવસે આવેશ શમ્યો ત્યારે તેણે બાળકને કહ્યું : “બેટા ! મારું હૃદય રડતું હતું અને હું તને દંડ આપી રહ્યો હતો. તે એટલા માટે કે સમાજમાં આવો દોષ વ્યાપક ન બને !" દેવજીભાઈએ એક ગરીબ મજૂરી કરનાર બહેનનો દાખલો આપ્યો. એકવાર તેના દિકરાએ એક વાણિયા પાસેથી બે વાર દૂધના પૈસા લીધા તેથી તેણે દીકરાને ખૂબ માર્યો ખરે પણ છેવટે છોકરાને પ્રેમથી સમજાવ્યો પણ ખરે. ન્યાય નિષ્ફરતાની મર્યાદા . - ડે. મણિભાઈએ વાત્સલ્યમાં ન્યાયમાટે નિષ્ફરતાની મર્યાદા અંગે પ્રશ્ન કર્યો કે તે ક્યાં સુધી હેવી જોઈએ? પૂજાભાઈએ એક રબારીને દાખલો આપતાં કહ્યું: “તેણે પિતાના ખૂની પુત્રનું જે સત્ય હતું તે અદાલતમાં કહી દીધું અને દીકરાને ફાંસી મળે તો તેની પરવા ન કરી. આ રીતે સત્ય અને ન્યાય આકરજ છે. માટલિયાએ કહ્યું : “દરેક વ્યક્તિ ન્યાય તોળવા બેસે તે ભૂલ થવાને પૂરો સંભવ છે. બીજું ન્યાયને નામે પણ અહિંસાને જ આગળ ધપાવવી જોઈએ, હિંસાને નહીં. બ્રહ્મચારીજી તેમજ દેવજીભાઈએ જે જે દાખલા આપ્યા તેમાં ભારને પ્રધાનતા ન આપવી જોઈએ પણું સમાજમાં ‘સદાચાર ફેલાવવાના હેતુને આપવી જોઈએ. શારિરિક દંડ કે ઊંચી સજા તો માત્ર રાજ્યના હાથમાં રહે તેજ એના ઉપર અંકુશ રહેશે, નહીંતર તેને દુરૂપયોગ થવાને વધુ સંભવ છે.” ન છૂટકે થતી હિંસાને બદલે વાત્સલ્યથી જ ચૂકવો જોઈએ પૂજાભાઈએ જાપાન અને જર્મનીના જાસુસનો પ્રસંગ ટાંકતાં કહ્યું: “એક વાર એક જર્મન જાસુસે અગત્ય જણાતાં એક જાપાની જાસુસને ગેળી મારીને ઠાર કર્યો. લડાઈ પતી ગઈ પછી તેણે એનું નામ શોધી; P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ એની પત્નીને પૈસા મોકલ્યા અને તેના બાળકોની સંભાળ લીધી!” : આમ હિંસા, સમાન ન્યાય માટે ન છૂટકે થાય અને તેને ! બદલે માનવતાની ઉચ્ચ ભાવના વાત્સલ્ય વડે અપાય તે સમાજ તેમજ વ્યક્તિ બન્નેને ઉધ્ધાર થાય. - દંડી સ્વામીએ કહ્યું : “વાત્સલ્ય હોવા છતાં પિતા સામે પ્રહલ્લાદ થયો. ઉદ્દાલક સામે નચિકેતા થયો. ત્યાં મુખ્યભાવ તે વિશ્વવાત્સલ્યને જ હોય છે.” ગરીબ-તવંગરના ભેદમાં વાત્સલ્ય શી રીતે આવે? બળવંતભાઈએ પૂછ્યું : “સમાજમાં ગરીબ તવંગરના ભેદ હેય, ત્યાં લગી વાત્સલ્ય કેમ આવે? જ્યાં પરાણે પૂરું થાય નહીં તે “મા”નું વાત્સલ્ય તૂટે ત્યાં વિશ્વાત્સલ્ય કેમ આવે?” - દેવજીભાઈએ પિતાને નાનો ભાઈ લકવા સાથે જો છતાં મા એ ગરીબીમાં પણ પાર રાખી . કેવી સેવા કરી તેને ખ્યાલ આપે. ' તંગી અને મેંઘવારીમાં મહા મહેનતે પેટ ભરાતું હોય તો એ કુટુંબવાત્સલ્યની સંસ્કૃતિ હજુ માતાઓમાં અને ગામડાઓમાં છે, એનાં ઘણા દાખલાઓ મળી આવે તેમ છે. આજે પારકી સંસ્કૃતિના કારણે એ ભૂલતા જવાય છે. એથી જ સંસ્કૃતિના મુખ્ય અંગે જાળવી ફરીથી વસુધૈવ કુટુંબકમ” કરવું પડશે. આર્થિક સમાનતા આવે તો યે વિચવાત્સલ્યની જરૂર કદાચ આર્થિક સમાનતા આવી જાય તો એ બુદ્ધિ, શરીર વગેરેની કુદરતી વિષમતા તો રહેશે જ. એટલે વિષમતામાં પણ નાનામાં નાના માણસને ન્યાય અને વિકાસની તક મળે તેવું બળ સમાજમાં જાગવું જોઈએ અને તે વિશ્વ વાત્સલ્ય વડે જ જાગશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ [4] વિશ્વવાત્સલ્યને બીજમંત્ર [7-8-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનું ધ્યેય એક આદર્શ ધ્યેય છે. પણ એ બેયને આચરવા માટે જે તેનું સતત સ્મરણ, ચિંતન અને દર્શન ન થાય તે તે આચરી શકાય નહીં. જગતમાં જુદી જુદી સાધના અને ઉપાસનાઓ ઉપર દૃષ્ટિપાત કરતાં એમ જણાશે કે દરેક સાધનાના પ્રારંભમાં કોઈ એવા બીજમંત્ર હોય છે, જેની અંદર સાધનાનું શ્રેય આવી જતું હોય છે. સાધકને સર્વ પ્રથમ પોતાની સાધના માટે ધ્યેય નક્કી કરવાનું હોય છે. પણ તે ધ્યેય નક્કી થઈ જતાં જ એને સિદ્ધિ મળતી નથી. એને એ માટે એકાગ્ર બનીને એની સાધના–એ દિશામાં ગતિ કરવી પડે છે. જગતના વેપારી અને વહેવારોમાં–એની સાધના વિચલિત ન થાય એ માટે; બેય ચૂકાય નહીં અને તે સતત આંખની આગળ રહે એ માટે, મહાપુરુષો બીજમંત્ર નકકી કરે છે. આ બીજમંત્ર પણ ન ભૂલાય, તે માટે કેટલાક મહાપુરુષો એને જાપ કરવાનું સૂચવે છે. માણસના મનનું એવું છે કે તે ચંચળ છે અને તેને એકાગ્ર ન કરવામાં આવે તો તે ડામાડોળ થતું જ રહે છે. એટલા માટે બીજમંત્ર જાપ સ્થિરતા લાવવા માટે ઘણું આવશ્યક માને છે. એ મનને કેવળ એકાગ્ર જ કરતું નથી પણ એટલા સમય માટે જગતની ઈતર પ્રવૃત્તિઓથી આત્માને અલગ અને પવિત્ર રાખે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ ગીતામાં એને યજ્ઞોમાં–સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે. જપ કરવાથી સતત ધ્યેયનું સ્મરણ રહી શકે છે; તેમજ એની સાધના કરવામાં એકાગ્રતા કેળવાય છે અને અંતે એયની સિદ્ધિને વરાય છે. - બીજમંત્ર એવો હોવો જોઈએ જેનાથી પ્રેમની ભાવના સ્પષ્ટ થાય. જે પ્રેમની ભાવના, બીજમંત્રથી સ્પષ્ટ ન થતી હોય તે સાધક માટે તે બીજમંત્ર અઘરે, ગૂંચવણભર્યો અને નિરર્થક પણ બની જવાને સંભવ રહે છે. અંબા કે ભવાની પાછળ સ્ત્રી શકિતરૂપે માતાની પૂજાને ભાવ રહે છે અને “જય જગદંબા” બીજમંત્ર એની ભાવનાને અનુરૂપ છે. માતા તો જગતનું પાલન કરનારી હોય અને વિશ્વ–માતા તે કોઈનું બલિદાન કે લોહી ન ઇચછે. ત્યારે જય જગદંબા કહીને તેના નામે બકરા- ઘેટાં કે પાડાનું બલિદાન દેવાતું હોય તો એ બીજમંત્ર નિરર્થક બનીને રહી જાય છે. આ તો એક દાખલો આપ્યો છે કે કેવી રીતે ભાવનાને અનુરૂપ બીજમંત્ર ન હોવાથી કેટલી હદે તદ્દન વિરૂદ્ધ પ્રવૃત્તિ તેના નામે ચાલી શકે છે ! ગતના જુદા જુદા ધર્મો કે સોએ પોતપોતાના બીજમંત્ર રાખ્યો છે. જેને “અહદંભ્યો નમઃ” કે “ૐ નમઃ સિદ્ધભ્ય " છે. વિષ્ણુનો "3 નમઃ વાસુદેવાય " છે. શોને “ૐ નમઃ શિવાય” છે. વૈદિકને "3" કેવળ છે. સર્વોદય સમાજનો “ય જગતું.” તેમજ સત્ય સમાજનો “જય સત્ય” છે. ત્યારે વિશ્વવાત્સલ્ય માટે >> મૈયા” બીજમંત્ર છે. ઉપર બતાવી ગયા તે પ્રમાણે જુદા જુદા આટલા બધા બીજમંત્રો હોવા છતાં આ નવો બીજમંત્ર શા માટે મૂક્યો ? એ સવાલ ઊભો - થશે. તે અંગે જે વિચારણા કરવામાં આવે તો જરૂર તેનું સમાધાન થઈ શકે. : : : ' , , સત્ય સમાજના " જય સત્ય માં સત્ય ભગવાનને જ્ય આવે છે પણ ભગવતી અહિંસાને જય આવતો નથી. ભગવતી અહિંસા વગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ સત્ય ભગવાનનો જ્ય કેમ થઈ શકે એ અધૂરું લાગે છે. ખુદ સત્ય ભકતજીએ બનાવેલ ધર્માલયમાં સર્વધર્મોના સંસ્થાપકોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન સત્ય અને ભગવતી અહિંસા બન્નેની પ્રતીક મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. જે ત્યાં ભગવતી અહિંસાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હોય તો પછી બીજમંત્રમાં શા માટે નહીં! એટલે બીજમંત્ર ધ્યેયની ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતો નથી. " સર્વોદયને બીજમંત્ર “જય જગત” છે; એટલે કે જગતને જ્ય થાવ! હવે જગતને મિથ્યા માનવામાં આવેલ છે તો એના જ્યની કલ્પના કઈ રીતે થઈ શકે ! સંત વિનોબાજીએ “ત્રહ્મ સત્યે નષ્ણુર્તિઃ કરનું સત્ય શોધનમ્એવું એક સૂત્ર બનાવ્યું છે. એમાં જગતને તેમણે ફૂર્તિદાયક કહ્યું છે. અને જીવનને સત્યની શોધ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ જગત ટૂર્તિદાયક ત્યારેજ બની શકે જ્યારે જગતમાં વાત્સલ્યાદિ ગુણ પ્રવર્તે. તો જ એવા જગતને જય થઈ શકે. આમ એમાં પણ ભાવ અસ્પષ્ટ છે. . એવી જ રીતે શિવ, વાસુદેવ, અરિહંત કે સિદ્ધ ને નમસ્કારમાં તેઓ આપણુથી ઊંચા છે એવો ભાસ થાય છે. એટલે એમનામાંથી પ્રેરણાની ભાવના મેળવવાનો સંભવ ઓછો છે. પ્રેરણું તે ત્યારે જ મળે જ્યારે તેમની કર્તવ શક્તિને ભાસ થાય. યેન કેન પ્રકારેણ જે તેમની કર્તવ શકિતનો ભાવ તારવીએ તે શિવની સંહાર શકિત; વિષ્ણુની પાલન શકિત; બ્રહ્માની સૃજન શક્તિ, અરિહંતની વીતરાગ શક્તિ–સિદ્ધની નિરપેક્ષ શક્તિ-એજ ભાસ થાય છે. આમાં દરેકની એક એક શકિતને આભાસ પ્રતિબિંબિત થાય છે. પણ, ">> મૈયામાં વિશ્વની સર્વ શક્તિઓનો સર્વાશે ભાસ થાય છે. એટલે વિશ્વ વાત્સલ્યના બીજમંત્ર તરીકે છે. મૈયા અને પસંદ કરવામાં આવેલ છે જેમાં બધા ભાવો રહેલા છે. તેમાં ક્યા કયા ભાવો રહેલા છે તે અંગે વધુ વિચાર કરે જરૂરી થશે. - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ - સર્વપ્રથમ " " શબ્દને જોઈએ. " " શબ્દ એક અથવા બીજી રીતે બધા ધર્મોમાં છે. જૈન ધર્મમાં "" શબ્દ પંચ-પરમેષ્ઠિને સમાવેશ આ પ્રમાણે સૂચવે છે:–અ (સિદ્ધ) + અ (અરિહંત) + આ (આચાર્ય) + ઉ (ઉપાધ્યાય + મ (મુનિ સાધુ) = આમ 3 થાય છે. વદિક ધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીકે રાખવામાં આવતા હોવાથી " " શબ્દથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવો અર્થ થાય છે. બ્રહ્મા એટલે જગતના ઉત્પતિ કર્તા, વિષ્ણુ એટલે જગતના પાલક રક્ષણ કર્તા અને મહેશને જગતના વિનાશક–સંહાર કર્તા માનવામાં આવ્યા છે. જૈન દર્શન ગુણ-પૂજામાં માનતું હોવાથી એણે ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય ધર્મ, વિશ્વના દરેક પદાર્થમાં છે. તેને માન્યતા આપી છે. “૩ાનેવા ધુરૂવા વિરામેવાએ ત્રિપદીમાં જૈનદર્શને તેને સમાવેશ કર્યો છે. એને યોગદર્શનમાં ઉદિત, શાંત અને વ્યપદેશ કહેવામાં આવે છે. પુરાણમાં “3”માં જ 3 નો અંક છે તેને ત્રિલોક-ઊર્વલોક, મધ્યલોક, અધેલોક–એમ ત્રણલોક રૂપે માનવામાં આવેલ છે. એવી જ રીતે ઈસ્લામ ધર્મમાં 3 ને બદલે આમિન શબ્દ પ્રયોગ જોવામાં આવે છે. તેજ ખ્રિસ્ત ધર્મમાં Omni (ઑમ્ની) શબ્દ રૂપે આવે છે જેને અર્થ પૂર્ણ થાય છે. આમ " ને કોઈપણ પ્રકારની પરિપૂર્ણતા માટે પ્રયોગ કરવામાં આવે છે. વિશ્વ વાત્સલ્યના બીજમંત્ર રૂપે >> માં, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિનાં અખંડ સ્વરૂપ સમાન વિશ્વને લેવામાં આવેલ છે. એવી જ રીતે »ને પ્રયોગ ઈશ્વરના અર્થમાં છે. ત્યારે ઈશ્વરના પ્રતિક રૂપે સત્યને >> શબ્દ વડે લઈ શકાય છે. હવે “ઐયા” શબ્દના જે જુદા જુદા અર્થે થાય છે તે જોઈએ. મૈયા એટલે માતા. આ તો સામાન્ય, સરળ અને સીધો અર્થ છે. જૈનધર્મમાં ગુણ-પૂજા મુખ્યત્વે હેઈને, તે દષ્ટિએ માતાને અર્થ પ્રવચન માતા” લેવામાં કોઈ બાધ નહીં આવે. જૈન સાધકને પ્રવૃત્ત અને નિવૃત્ત બન્નેમાં સારી પેઠે વિવેક રાખવાની વાત બતાવવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ * આવી છે. અને સાધુના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી પાંચસમિતિ (ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, પરિઝાપના) અને ત્રણ ગુણિને (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ) એ બનેને આઠ પ્રવચન માતા બતાવવામાં આવી છે. આ આઠેય માતાઓ નિવૃત્ત કે પ્રવૃત્તિમાં કોઈને કઈ તરફ નિયંત્રણ રાખનાર શકિત છે અગર તો સાધકના સંયમની સુરક્ષા રાખનારી હોવાથી પ્રવચનસ્ય દ્વારા સ્થ તાધારસ્થ વા સંઘસ્ય માતર રૂવ પ્રવચન માતર: પ્રમાણે બાર અંગો રૂપ પ્રવચનેની અગર તે તેના આધાર રૂપ સંઘની માતાની જેમ હેવાના કારણે તેને પ્રવચન માતા કહેવામાં આવી છે. એની વિશેષતા બતાવતાં, ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે - __ एया पवचन माया जे सम्म आयरे मुणी / सो खिप्पं सव्वसंसारा विजमुच्चइ पंडिए // –આ પ્રવચન માતાનું જે મુનિ સમ્યક પ્રકારે (સખ્યત્ર અવિરતેજ ન તુ હંમવિના) આચરણ કરે છે–એટલે કે સાચી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે તે પંડિત વહેલી તકે સંપૂર્ણ સંસારને અપાવે છે અને મુક્ત થાય છે. વૈદિક ધર્મના એક ભાગ રૂપે–ભાગવતધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીક રૂપે વિવિધ શકિતઓ–દેવીઓને બતાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જગદંબા, માતા ભવાની, બ્રહ્માણ, કાલી, દુર્ગા વગેરે છે. તેને ભગવાનની કર્તવ શકિત રૂપે બતાવવામાં આવી છે. એટલે મૈયાનો અર્થ જગદંબા વગેરે શક્તિઓ પણ થાય છે. જૈનોએ પણ ઋષિમંડળસ્તોત્રમાં એ દેવીઓ અને શકિતઓને લીધી છે. મૈયાને ભગવતી અહિંસા રૂપે પણ લઈ શકાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં “તે રઘુ મજા” કહીને સત્યને નિશ્ચય રૂપે ભગવાન બતાવવામાં આવે છે તેવી જ રીતે અહિંસાને પણ “સા સા મવર્ક મા ના સા રમવામિત્ર, સટાં” કહીને ભગવતી રૂપે વર્ણવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ .. વૈદિક ધર્મમાં માને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જેનધર્મમાં કર્મ"ને જગતના કાર્યકારણભાવની મહા નિયમ શકિત બતાવવામાં આવી છે. સાંખ્યદર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે, જે માતા રૂપે જગતની પ્રેરકશકિત છે. એવી જ રીતે મિયા શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શકિતનું ભાન થાય છે જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને નિહિત છે. ' . આમ અને મિયા શબ્દો પાછળની બધા ધર્મની પ્રેરક શકિતઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે તેનું સૂચન થતું હેય છે. છે એટલે વિશ્વ અને મિયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાત્સલ્યના સંપૂર્ણ પ્રતીક રૂપે બીજમંત્ર તરીકે લેવામાં આવ્યો છે. અહીં છે અને મિયા બે શબ્દોને અલગ રાખવામાં આવ્યા નથી પણ એકબીજાથી સંકળાયેલા રખાયાં છે. એ બન્નેને જોડનારૂં >> શબ્દની પાછળની રેખા પૂછડીની જેમ 3 નિશાન છે. એ બન્ને શબ્દ મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે:- . >> મૈયા એટલે વિશ્વની માતા ! >> મૈયા એટલે વિશ્વ પ્રત્યે વત્સલતા; # મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા, >> મૈયા એટલે વિશ્વની મહાનિયામિકા શક્તિ, >> મૈયા એટલે પંચ પરમેષ્ઠીની પ્રવચન માતા, >> મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ, >> મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂ૫ ઈશ્વરત્રયની ત્વ શક્તિરૂપ જગદંબા. .! >> મિયા એટલે જગતની પ્રેરક શક્તિ. ' બધા ધર્મો, બધા દર્શને અને બધી વિચારધારાનો સમન્વય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust!
Page #87
--------------------------------------------------------------------------
________________ 9. 32 મૈયામાં જ થતું હોય એવું લાગ્યા વગર રહેતું નથી. અહીં કોઈ પણ વિચારધારાને વિરોધ નથી પણ તેનો સમાવેશ છે. અને દરેક ધર્માનુયાયીઓને તે પિતાનું જ જણાય છે. . " ' જેને માટે ઝ મૈયા શબ્દ ન લાગે તેમ નથી. પંચપરમેષ્ઠીને તો તેઓ શબ્દમાં સમાવેશ કરે છે; પણું પ્રવચનમાતાને કરતા નથી. વધારામાં પંચ પરમેષ્ઠીના પાંચ પદની સાથે બીજા ચાર પદ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ભેળવી નવ પદોની આરાધના કે સ્મરણ કરવાની પ્રણાલી ચાલુ કરી છે. વિશ્વ વાત્સલ્યમાં : પંચ પરમેષ્ઠીની સાથે મૈયા શબ્દ એટલા માટે મૂક્યો છે કે વિશ્વમાં જે કઈ જ્ઞાન-દર્શન, ચારિત્ર્ય-તપ વગેરેની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરવાની હોય તેમાં સતત જાગૃતિ રાખવા માટે પ્રવચનમાતાનું સ્મરણ સતત થયા કરે. જૈનેના ભગવતી સૂત્રમાં “નમો વંમ વિ” કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યા છે. બ્રાહ્મી લિપિ કાંઈ ચત રૂપ નથી, જડરૂ૫ છે પણ તેને નમસ્કાર કરવાનું પ્રયોજન એટલું જ કે ગુણને ગ્રહણ કરવા. એવી જ રીતે સાધકોને છ કાય (વિશ્વની જીવ સૃષ્ટિના)ના રક્ષક, પીહર અને મા-બાપ (વિશ્વ-વત્સલ) કહ્યા છે. તો તેમનું ધ્યેય કેટલું ઉંચું અને વિશ્વવાત્સલ્યને રેડનારૂં છે તે ધ્યેયનું સતત ધ્યાન રહે તે માટે >> મૈયા એટલે કે વિશ્વ-વત્સલતાનો બીજ-મંત્ર કેટલો બધે ઉપયોગી છે! વૈદિક ધર્મમાં તે ઠેર ઠેર વિવિધ શકિતઓ રૂપે “જગદંબા વગેરે દેવીઓને સ્થૂળ પ્રતીક રૂપે માનવામાં આવી છે. ત્યાં તો 3 મૈયા શબ્દ યથાર્થરૂપે પડેલો જ છે. દેવી-ભાગવતમાં જગદંબાનું વર્ણન કરતાં કહ્યું છે - વિચા: સમસ્તરતા તેવી! મેવાડા स्त्रियः समस्ता सकला जगत्सु // " હે માતા ! બધી વિદ્યાઓ તારા જ ભેદો છે તેમ જ જગતની કળાવંતી સઘળી સ્ત્રીઓ પણ તારા જ રૂપ છે. તારી જ આત્મીયા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ છે. ઘણું લોકો કહેશે કે ઘણા બીજા શબ્દો વિશ્વવાત્સલ્યને પ્રગટ કરનારાં હોવા છતાં મેયાને જ બીજમંત્ર રૂપે શા માટે પસંદ કરવામાં આવ્યો છે? શું તેનાથી વિશિષ્ટ લાભો મળે છે? તો તે લાભો ક્યા છે? "3 મિયા શા માટે?” તેનો વિચાર તે અગાઉ થઈ ચૂકયો છે. હવે તેના ખાસ લાભો અંગે વિચાર કરવાને છે. મૈયા બોલવાથી સર્વ પ્રથમ લાભ એ થાય છે કે તે સાંભળતા નિર્દોષ આહાદની ઊર્મિઓ ઉછળવા માંડે છે. “મા” એ શબ્દ શબ્દ પણ સ્વાભાવિક રીતે વાત્સલ્યના આનંદને પ્રગટાવે છે. ગમે તે વ્યભિચારી, દુષ્ટ કે પાપી માણસે હશે, તો પણ માતાનું નામ સાંભળતાં તેના હૃદયમાં શુભ ભાવનાઓ જ ઊઠશે. માનું વાત્સલ્ય એવું હોય છે કે તે હૃદયના વિકારોને ધોઈ નાખે છે. પંચપરમેષ્ઠીમાં બધી કોટિના ઉચ્ચ સાધકો આવી જાય છે. એમના માટે તો આખા વિશ્વની માતા બનવાનું ધ્યેય ફરજિયાત સાધવાનું હોય છે. એટલે જ્યારે 3 મૈયા ઉચ્ચારાય ત્યારે એને સતત આવું ભાન રહી શકે કે હું જગતરૂપ સંતાનની ધર્મમાતા છું. જગતના બધા પ્રાણીઓ પ્રત્યે સુખ–સંવર્ધનસંરક્ષણરૂપ વાત્સલ્ય મારે સતત રેડતા રહેવાનું છે. એક સામાન્ય માતામાં પોતાના બાળક પ્રતિ વાત્સલ્ય રેડવાની, હુંફ આપવાની વૃત્તિ હોય છે ત્યારે જે સાધક વિશ્વની માતા બને છે, તેનામાં આખા વિશ્વના પ્રાણીઓ પ્રતિ વાસલ્યનો સક્રિય વહેવાર રહેવો જરૂરી છે તેને માનવો વાત્સલ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની રહે છે. તેનામાં વિશ્વ વાત્સલ્યતા એટલે કે વિશ્વ માતૃત્વવૃત્તિનું ભાન સતત રહેવું જરૂરી છે. પિતૃભાવમાં મોટા ભાગે કઠોરતા જ હોય છે જ્યારે માતૃભાવમાં કોમળતાને અંશ વધારે અને કઠોરતાનો અંશ ઓછો હોય છે. આમ બન્ને ભાવો તેનામાં હોય છે. માતા ગમે તેટલી કઠોર બને તે પણ તેનું અંતર રડતું હોય છે. આમ 3 મૈયા બેલવાથી કેવળ જગતના જીવો પ્રતિ આત્મીય ભાવ જ જાગતો નથી પણ એમના જીવનની સુરક્ષા પણ સજાગ બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ 77 તેનું સતત ભાન થાય છે. સમસ્ત વિશ્વ પ્રતિ પ્રેમ પ્રગટ થતાં રાગદ્વેષ, ભય-શોક કષાય-વિષય વગેરે રહેતાં નથી અને જીવનમાં અપૂર્વ અને નિર્દોષ આનંદ પ્રગટે છે. - બીજે લાભ, મૈયા બોલવાન એ છે કે તેનાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે. બ્રહ્મચર્યની સાધના કેવળ નિષેધાત્મક રૂપે શબ્દને ગ્રહણ કરવાથી સહજ સિદ્ધ થતી નથી. કેવળ વિષય-વાસનાને વશ ન થવું એ ભાવ લેવાથી બ્રહ્મચર્ય સાધવું કઠણ થાય છે. એના માટે કોઈને કોઈ બીજો મહાનભાવ હોવો જરૂરી છે. સંત વિનોબાજીએ કહ્યું છે કે “બ્રહ્મચર્યની સાધના કરવા માટે તેની સામે એક બૃહતકલ્પના હોવી જોઈએ. જે ધ્યેયની પૂર્તિ કરનારી હેય ! તો તે સાધકનું બ્રહ્મચર્ય સહજ સિદ્ધ થઈ શકશે ! " જેમકે ભીષ્મપિતામહે પૂર્ણ બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે પિતૃભકિતની બૃહત્ કલ્પના સામે રાખી હતી. મહાત્મા ગાંધીજીએ દેશસેવા કે સ્વરાજ્યની બૃહતુકલ્પના સામે રાખીને બ્રહ્મચર્યની સાધના કરી હતી. એવી જ રીતે કેટલીક વિધવા માતાએ પુત્ર–સેવા સામે રાખીને બ્રહ્મચર્યને સાધે છે. કામ અને વાત્સલ્ય એ બને મનોવૃત્તિઓનું મૂળ એક જ છે. એટલે જે કામવાસના સંતાનોત્પત્તિ કે જાતીયવૃત્તિનું કારણ બને છે, તેનું જ ઉર્વીકરણ કરવાથી બ્રહ્મચર્ય સાધી શકાશે. સ્થૂળ રૂપે સંતાન સર્જન કરતાં, સૂક્ષ્મરૂપે આખા જગતને (પ્રાણી માત્ર) સંતાન માનવું પડશે અને તેને અનુરૂપ તેનાં માનસિક સર્જન રૂપે, ઘડતર, રક્ષણ, સંવર્ધન એક માતા તરીકે વિધવાત્સલ્ય રેડીને કરવું પડશે. આમ વિશ્વ માતા તરીકે બૃહત ક૯૫ના સામે રાખતાં બ્રહ્મચર્ય સાધના સહજ તે થાય જ છે; પણ અસરકારક પણ નીવડે છે. એવું પણ જોવામાં આવે છે કે કેટલીક સામાન્ય માતાઓમાં પિતાના બાળકો પ્રત્યેજ નહીં, બીજાનાં બાળકો પ્રત્યે વાત્સલ્ય રેડવાની વૃત્તિ હોય છે. એ રીતે વાત્સલ્ય રેડતા તે માતામાં આનંદની સહાનુભૂતિ તેમજ આલ્હાદની ઊર્મિઓ પ્રગટે છે. કેટલીક માતાઓ કેવળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ પિતાનાં જ નહીં પારકાં બાળકોને પણ ધવડાવે છે. હરિજન સેવમાં એક સત્ય ઘટના આ પ્રમાણે આવી હતી. :- ગોરખપુર જિલ્લામાં પૂરના કારણે દુઃખી એક અભણ ગામડિયણ બાઈ પિતાના નાના બાળકને ધવડાવતી હતી. એટલામાં તેને યાદ આવ્યું કે બકરીનું મા વગરનું બચ્ચું પણ ભૂખ્યું છે. તેણે પિતાની મોટી દીકરીને કહ્યું : “બકરીનાં બચ્ચાંને પણ લઈ આવ, તેને પણ ધવડાવી લઉં !" આશ્ચર્યની વાત એ હતી કે તે બાઈએ પિતાના એક સ્તનથી માતામાં જેમ સહજ વાત્સલ્ય હોય તેજ ગુણ ઉચ્ચ સાધકમાં હવે જોઈએ. બુદ્ધ ભગવાને એક ઠેકાણે કહ્યું છે: “સાધક બધા પ્રાણીઓની માતા બનીને આત્મીયતા સાધે! મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ દ્વારા બ્રહ્મવિહાર કરે!” - ૐ મૈયા બોલવાથી વિશ્વને વિનાશથી ઉગારી લેવાની ભાવના હંમેશા સામે રહે છે. એ પણ એક ખાસ લાભ છે. પોતાના બાળકો ઉપર આફત આવે ત્યારે તે આફત જાતે ઝીલવા માતા પ્રયત્ન કરે છે અને તે એની વિશેષતા છે. એ વખતે એ પ્રાણોની પણ પરવા કરતી નથી. એવી જ રીતે વિશ્વની માતા બનેલો સાધક; વિશ્વરૂપી બાળક ઉપર આફત આવે, તેની આસપાસ અનિષ્ટો ફૂલે ફલે કે તેનો નૈતિક વિનાશ થાય, તેના આત્મગુણોની હાનિ થાય ત્યારે જાતે, પોતાના તપ, ત્યાગ બલિદાન વડે વિશ્વને બચાવી લેવા કટિબદ્ધ થાય. 3. મૈયા સાધકની એ સાધનાને સક્રિય બનવા પ્રેરણા આપે છે અને તેને ધ્યેયની નજીક પહોંચાડે છે. પુરાણોમાં હરિણીને દાખલો નજરે ચડે છે. શિકારી જ્યારે તેનાં બચ્ચાં ઉપર બાણ છોડવા જાય છે ત્યારે તે આગળ આવીને ઊભી રહે છે અને કહે છે: “મારા ઉપર બાણ માર, પણ મારાં બાળકો ઉપર નહીં !" એવી બલિદાનની ભાવના 3 મૈયા બોલવાથી દિલમાં સતત વહે છે. જી મૈયાથી બીજો એક લાભ એ પણ છે કે એ બીજમંત્ર Jun Gun Aaradhak Trust ગુરાની હાનિબદ્ધ થાય એયની છ P.P. Ac. Gunratnasuri M.S.
Page #91
--------------------------------------------------------------------------
________________ 75 ઉચ્ચારતાં જ અંતરના વિકારે ઉપર સંયમ આવતાં સ્પષ્ટ - સુખદર્શન. થશે. પછી સ્ત્રી એક માતા રૂપેજ આંખ આગળ રહેશે! તેના તરફ, જતાં જાતીય આકર્ષણ નહીં રહે. અને એક કલ્પના આકાર લેશે કે અરે એ તો “માતા” છે. પછી બધી જ કલ્પનાઓ બદલાઈ જશે. તરતજ ખ્યાલ આવશે કે અરે, હું કઈ ક્ષુલ્લક દૃષ્ટિએ જોઉં છું એના. અંગોપાંગે વાસનાના ઉપભોગ માટે નથી પણ મોટા ઉપયોગના છે. એનું મુખ તે વાત્સલ્યના મધુર વચનામૃતોથી ભરપુર છે. તેનું વદન. પ્રતિભાનો પૂંજ છે. તેનાં લોચન વાત્સલ્યની અમી દૃષ્ટિના આગાર છે.. તેના સ્તનો તો વાત્સલ્ય સુધાના અખંડ સ્ત્રોત છે. માતાનું ઉદર, નરરત્નનો રત્નાકર છે. માતાનાં નાભિ અને નિતંબ યોગનાયેગની આધારશિલા છે. મા તે એક વસુધાનું વૈકુંઠ છે. આમ માતાનું એકેએક અંગ પવિત્ર છે. મારી વાત્સલ્ય સાધનામાં તેનો ઉપયોગ થઈ શકે ઉપભોગ નહીં. આ રીતે 3 મિયા બોલવાથી વિકારો ઉપર સહજ સંયમ થાય છે અને સંયમને આલ્હાદક આનંદ મળે છે. આજે જગતમાં માતૃજાતિની ઘોર દુર્દશા થઈ રહી છે. “મિયા ”થી. એ પણ લાભ છે કે તે માતૃજાતિ તરફ માન રાખવા તેમ જ તેમને ઉદ્ધાર કરવા માટે સતત જાગૃતિ રખાવશે. આજે માતૃજાતિને ન્યાય મળતો નથી. અગાઉ તો ભારતમાં સ્ત્રીઓને પૂજવામાં આવતી પણ. આજે અહીં વિપરીત સ્થિતિ છે. અન્ય દેશોમાં તો સ્ત્રીઓને તેમના. ન્યાયયુત હક્ક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. આજે જે કે નામને હક્ક અને અધિકાર પાશ્ચાત્ય દેશોમાં અમૂક અંશે છે પણ ઊંડા ઊતરીને જોવા જઈએ તો તે પુરૂષોની સ્વચ્છંદતાને પોષવાનું રમકડું માત્ર છે. ભારતમાં હંમેશાં સસ્કૃતિની દૃષ્ટિએ વિચાર થયો છે એટલે પૂર્વકાળમાં માતૃજાતિ પ્રત્યે આદર અને ભાન હતાં જ. તેના અનેક પ્રમાણે ઉપનિષદો, સ્મૃતિઓ અને વેદોમાં મળી આવે છે - मातृदेवो भव - માતા દેવ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ * મેથ્યઃ સવંત: ત્રિાઃ –સ્ત્રીઓ બધા અંગોથી પૂજ્ય કે પવિત્ર છે. ' नास्ति मातृसमों देवः –માતા સમાન બીજો કોઈ દેવ નથી. माता पृथिव्याः मूर्तिस्तु नास्ति मातुः परोगुरुः –માતા પૃથ્વિીની મૂર્તિ છે. માતાથી મહાન કોઈ ગુરુ નથી. –જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. “કgધ્યાયાશાવાદ વસાવાળાં સર્વ પિતા पितुर्दशगुणमाता गौखेणातिरिच्यते" –દશ ઉપાધ્યાયના એક આચાર્યમાં, સો આચાર્યના એક પિતામાં અને એવા દશ પિતાના ગુણ એક માતામાં રહેલા છે. એવું તેનું ગૌરવ છે. –આ બધા ઉદ્ધરણો માતૃજાનિનું ગૌરવ અને પ્રતિષ્ઠા ભારતમાં કેટલાં હતાં તે સૂચવી જાય છે. પણ કમનશીબે માતજાતિની અવલેહના થવા લાગી. તેની પાસેથી જ્ઞાન અને મુકિતને અધિકાર છીનવાતે ગયો. તેને કોઈ પશુ કે વસ્તુની જેમ બજારમાં વેચવામાં આવી અને મધ્યયુગમાં તો તે પરાકાષ્ઠાએ પહોંચ્યું. માતૃજાતિને સહુથી વધારે તિરસ્કાર થયે, તેનું અપમાન થયું, એના અધિકાર છિનવાઈ ગયા; એને નીચ ગણવામાં આવી, એને દાસી કે પગની સપાટ ગણવામાં આવી. એટલું જ નહીં એને પશુની શ્રેણિમાં બેસાડી તે “મારને પાત્ર” છે એમ ઠરાવવામાં આવી. એટલે નારી જાતિને ન્યાય મળી શકે; તેના પ્રતિ શુભેચ્છા રહી શકે તેમ જ “માતા” તરીકે ભાવનાત્મક પૂજ્ય વલણ રહી શકે તે માટે 3 મિયા બીજમંત્ર યોગ્ય છે. જ્યાં સુધી વાત્સલ્ય ભરનારી માતૃજાતિ ગૌરવપૂર્ણ સ્થાન ન પામે ત્યાં સુધી નવા એને નામ, તેનું અપાએ પહોંન વેચવામાં P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ કોઈ પણ સમાજ, ધર્મ કે દેશ આગળ વધી શકે, ક્રાંતિ કરી શકે કેસુખપૂર્ણ જીવનનું નિર્માણ કરી શકે એ માનવું વધારે પડતું છે. એવી જ રીતે જગતના બધા ધર્મો, જાતિઓ, પક્ષો, વાદે, વિચારધારાઓ, રાષ્ટ્ર, પ્રાંતો, વિદ્યાઓને તેમની કક્ષાએ ન્યાય આપવો જરૂરી છે. કેવળ “હું” સાચે અને બીજા ખોટા એનાં કરતાં દરેક : શુભ વસ્તુઓમાં–જે સત્ય રહેલું છે તેને તાગ મેળવવો એ વધારે શ્રેયકર છે. આ સાચો ન્યાય ત્યારે જ મળી શકે જ્યારે આત્મીયભાવ, હોય ! " મૈયા ના બીજમંત્રથી એ આત્મીયતા સાધી શકાય છે. હવે એ વિચારવાનું છે કે " મૈયા”ની ઉપાસના કઈક નવીન છે કે અગાઉ પણ તેની ઉપાસના કરનાર ઉપાસકો થઈ ગયા ? એ ઉપાસના પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ જંગલમાં શકિતઓને આહ્વાન, કરતાં ત્યારથી ચાલી આવે છે. અને હજુ પણ ઉપાસકો તેની ઉપાસના કરે છે. એવા કેટલાક ઉપાસકોને જોઈએ. - આજના યુગમાં થઈ ગયેલા યોગી અરવિંદની માતાની ઉપાસના સુપ્રસિદ્ધ છે. તેમણે વિશ્વને માતા ગણ; તેને ભગવતી માની ઉપાસના કરી અને બીજાને કરવાનું સૂચવ્યું છે. તેમણે કહ્યું છે કે “વિશ્વમાતાની. પ્રેરણાથી ચાલો અને દરેક કાર્ય (પ્રવૃત્તિ કે નિવૃત્તિ) કરો. માતાની આગળ તમારું હૃદય તમે ખુલ્લુ કરી દો ! એ તમને બધી રીતે પવિત્ર રાખશે; પવિત્રતાનું બળ આપશે તેમજ તમારે વિકાસ સાધશે !" : 3. મૈયા ઉપરની એમની શ્રદ્ધા કેટલી અડગ હતી તે સહુ જાણે છે. અને આજે શાંતિના ઉપાસકો માટે અરવિંદ આશ્રમ એક સ્પર્ધામ જેવું ગણાય છે. એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ માતાની ઉપાસના કરી છે. તેમનાં લગ્ન શારદામણિ સાથે થયાં કે તેમણે વિચાર કર્યો કે તેનામાં એક મહાન શકિત પડેલી છે. એને મારે ઉપભોગ ન કરવો જોઈએ પણ એ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રી એ જગદંબાને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ -અવતાર છે અને એ શકિતને જગાડવી જોઈએ. તેમણે સંકલ્પ કર્યો -અને તેઓ શારદામણિ દેવીને માતા રૂપે માનવા લાગ્યા. તેમણે માતાની એવી ઉપાસના કરી કે બધા વિકાર ઉપર કાબુ મેળવ્યો અને દરેક સ્ત્રીને તેમણે માતા રૂપે નિહાળી. એકવાર તેમની પરીક્ષા કરવા માટે દશ વેશ્યાઓને તેમની પાસે મોકલવામાં આવી. તેમણે બધાં વસ્ત્રો કાઢીને તેમની આગળ નૃત્ય કર્યું. ત્યારે રામકૃષ્ણ કહ્યું : “અરે માતાઓ ! આ બાળકની આવી પરીક્ષા શા માટે કરે છે ? એકવાર તેમનામાં રહેલ ઉત્કટ વાત્સલ્યતાના કારણે તેમના સ્તનમાંથી પણુ દૂધ નીકળ્યું હતું. માતજાતિમાં વાત્સલ્યતાને ઝરો અખંડ રહે છે એટલે તેનાં સ્તનમાંથી લોહીનું પરિવર્તન થઈને દૂધ નીકળે એ સ્વાભાવિક છે પણ વાત્સલ્યતાની પરાકાષ્ઠા પુરૂષોમાં હોય તે તેમનું લોહી પણ દૂધ બની - શકે છે એ ભગવાન મહાવીરના દાખલા પરથી ઉપરથી જાણી શકાય છે. ભગવાન મહાવીર ચંડકૌશિક સપને પ્રતિબોધ દેવા જાય છે ત્યારે ચંડકૌશિકસર્પ ભગવાનને ડરે છે. તે વખતે તેમના અંગૂઠામાંથી લોહીના બદલે દૂધ વહે છે. કેટલાક લોકો એને હસી કાઢે છે પણ ઉત્કટ વાત્સલ્યના પ્રતાપે પુરૂષ સ્તનમાંથી દૂધ નીકળે તે વાત્સલ્ય પ્રેરિત લોહીનું દૂધ બનીને અંગૂઠામાંથી ધાર રૂપે વહે તે અશક્ય તો નથી જ. - માતાની ઉપાસના કરનાર મહાત્મા ગાંધી પણ હતા. તેમણે - બ્રહ્મચર્ય ધારણ કરતાં પોતાની પત્ની કસ્તુરબાઈને “કસ્તુરબા” (માતા) - કહ્યા. પૂજ્ય મુનિશ્રી સંતબાલજી 3 મિયાની ઉપાસના જૈન દૃષ્ટિએ કરે છે. જૈનધર્મમાં ગુણપૂજાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પિતાના - આત્માને વિકાસ જાતે પોતાના પુરુષાર્થ વડે સાધવાનો હોય છે. ' તેને અનુરૂપ વિકાસ સાધી વિશ્વની માતા બનવાનો સંકલ્પ કરે છે. સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું” એવા કોડ સેવે છે. અરવિંદની માતૃ ઉપાસનામાં, માતાને એક વિશિષ્ટ અને પિતાનાથી ઉચ્ચ માનીને સાધના કરવાની હોય છે ત્યારે સંતબાલજીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ دق ઉપાસનામાં જાતે માતૃસ્વરૂપ બની માતૃ ઉપાસના કરવાની હોય છે. દેવો ભૂવા દેવં જેતુ એ પ્રમાણે જાતે માતૃસ્વરૂપ બની, માતૃગુણે (વિશ્વ વાત્સલ્યવ) પોતાનામાં ' ધારણ કરીને માતૃ ઉપાસના કરવી એ વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ છે. સાથે સાથે પૂ. મહારાજશ્રી સંતબાલજી એ >> મૈયાને જીવન અને જગતની મહાનિયમા અવ્યક્ત શકિત પણ માની છે; જે અવ્યકતરૂપે. - સંકટ પ્રસંગે પણ પ્રેરક અને સાધનામાં સહાયક બને છે. માતૃસ્વરૂપ બનીને માત-ઉપાસનામાં માતૃજાતિ પ્રત્યે આદરભાવ હોવાથી બ્રહ્મચર્યની સાધના સહજ બને છે અને માતૃજાતિને સાચો ન્યાય આપવામાં છે મૈયા સહાયક નીવડે છે. આ ઉપરાંત પણ આપણા દેશમાં શક્તિની ઉપાસના જગદંબાની ઉપાસના તરીકે થાય છે. દુર્ગા, ભવાની, ચંડી વગેરે તેનાં જ અમરનામે છે. આ ઉપાસના પાછળ શકિતઓ પ્રગટાવવાનો હેતુ હોય છે. પણ તેને સિદ્ધ કરવા માટે દારૂ અને માંસને ભોગ આપવાની જે કર પદ્ધતિ ઘણા સ્થળે નજરે ચડે છે તે વિકૃત છે; નિરર્થક છે અને કોઈપણ ભોગે ઈચ્છનીય નથી. . શકિ કરવા માટે જણ જૈન ધર્મે તે સ્ત્રીઓને જ્ઞાન અને મુક્તિના અધિકાર આપી માતૃ–ઉપાસના યા બીજી રીતે કરી છે. હરિભદ્રસૂરિ ગૃહસ્થ જીવનમાં પુરોહિત હતા અને ચિત્તોડ પાસેના ગામમાં રહેતા હતા. તેમને ખૂબ અભિમાન હતું પિતાની વિદ્વતા ઉપર. તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે મને ન આવડે એવા લોકનો અર્થ જે મને સમજાવે તેનો હું શિષ્ય બની જાઉં. એકવાર તેઓ ઉપાશ્રય પાસેથી. જતા હતા કે એક જૈન સાધ્વીજી જેમનું નામ “યાકિની મહત્તરા” હતું, તેઓ એક ગાથા બોલી રહ્યા હતા. તે ગાથાને અર્થે ખૂબ ચિંતન મનન કરવા છતાંયે ન જડો. એટલે તેઓ સાધ્વીજી પાસે ગયા. તેમણે પૂછયું અને સાધ્વીજીએ અર્થ બતાવ્યો. પોતાના સંક૯પ પ્રમાણે હરિભદ્રસૂરિ તેમના શિષ્ય બનવા તૈયાર થયા. પણ જૈન પ્રણાલિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ પ્રમાણે તેમને સાધ્વીજીના ગુરુ (આચાર્ય) પાસે દીક્ષિત થવું પડ્યું. હરિભદ્રસૂરિ તો એ સાધ્વીને પોતાની ધર્મમાતા જ માનતા. તેમની દરેક વૃત્તિ (ટીકા) કે ભાષ્યના અંતે તેમણે “યાકિની મહારા–સૂતઃ” (યાકિની મહત્તરાના ધર્મપુત્ર) એમ લખ્યું. આમ જોઈ શકાય છે કે માતૃ-ઉપાસનાનું મહત્વ બધાએ સ્વીકાર્યું છે. એટલે વિશ્વવાત્સલ્યના બીજમંત્ર “aઝ મૈયા”ની આરાધના સારી પેઠે કરવાથી પ્રેયનું સતત સ્મરણ રહે છે અને જીવનને વિકાસ સધાય છે. ચર્ચા-વિચારણું નિર્ચીજ-વાત્સલ્ય શ્રી માટલિયાએ આજની ચર્ચા ઉઘાડતાં જણાવ્યું કે " મિયાની ઉપાસનામાંથી કાર્ય પ્રેરણું મળી. સર્વ પ્રથમ યોગક્ષેત્રની શરૂ કર્યું અને પછી તોફાની તો સાથે ઝઝૂમવાનું શરૂ થયું. આ બધી પ્રવૃત્તિઓમાં મને જે સુક્ષ્મભાવ મળે તેના ત્રણ ભાગ કરી શકાય : (1) વ્યવહારમાં વાત્સલ્યદષ્ટિ રાખવી (2) પરિચયમાં આવે તેના ઉપર વિશ્વાસ રાખ અને (3) સમાજને સલામતિની ખાતરી આપવી. દંડ, તાડન વ. હતું. માણસ દબાયો અને ચંપાયો જ સુધરે એવી સમાજ-માન્યતા હતી, અને આપણી જે માન્યતા હતી તેનામાં ઘણે ફરક હતો. ગામના લોકોને ગળે એ વાત ઊતરે તેમ ન હતી. તેમણે ચાર છોકરા રજૂ કરી કહ્યું : “આ છોકરાઓ ઉપર પ્રયોગ કરીને દેખાડે તે જાણુએ ? " હવે તો પ્રત્યક્ષ પરીક્ષા આવી. ત્યારે છોકરા ચાર પ્રકારના અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ મારી સાથે ચાલીને તેમને , હું કર એમ કર માત્ર મારે ત્યાં છે લાગ્યા. તો વિચિત્ર મગજના હતા. એક અળખામણો હતો ને બીજો રીસાતો હતો. * ત્રીજે હતો મારકણે. એની મા મરી ગયેલી અને બાપ હતો પોલિસ પટેલ. બાપે દીકરાને કહી રાખેલું. “મારી પાસે તારે ફરિયાદ લઈને ન આવવું. તારી ફરિયાદ ભલે બીજા લોકો લાવે !" એટલે તેને હાથ બહુ ઉપડતો. એ છોકરો ચોરી કરતો હતો. ચોરે વાત થયેલી મે છોકરાઓને કહ્યું : “ચાલો મારે ત્યાં!” છોકરાઓ ગભરાયા. મેં કહ્યું: “ગભરાઓ નહીં! આપણે વાત કરશું.” છોકરાઓ મારી સાથે ચાલ્યા. પહેલાં તે ખૂબ ડરતા પણ હું વાર્તા સિવાય કાંઈ નથી કરતો જાણીને તેમને ડર ઓછો થયો. હું વાર્તા કરૂં અને છોકરાઓને ગમે એમ કરતાં કરતાં રાત્રે મારે ત્યાં સુવા પણ લાગ્યા. મેં તે નિર્ભી જ વાત્સલ્યને પ્રયોગ આદર્યો. ધીમે ધીમે એ છેકરાઓ શા માટે બદનામ હતા તે પણ જાણી લીધું. લોકોએ મળીને તેમને ખૂબ માર માર્યો હતો તે પણ જાણ્યું. એ છોકરાઓમાં એક કુટેવ હતી. છેકરીઓ જાજરૂ જાય તેની પાછળ જતા. છોકરાઓ નાના હતા અને બાળક કેમ જન્મે તેની જિજ્ઞાસા તેમને હતી. આ જિજ્ઞાસાએ તેમને ગામમાં બદનામ કર્યા હતા. મારી પાસે છોકરાઓએ સહેજ સંકોચ સાથે આ વાત કરી. બાળમાનસ ઉપર કેવા વિચિત્ર સંસ્કારો પડેલા હોય છે, તેને આ દાખલો છે. એકવાર એક “ગા”ને વાછરડું જન્મતું દેખાડયું એટલે તેમની કુતૂહલવૃત્તિ શમી ગઈ અને પેલી કુટેવ ભૂલી ગયા.' એ ચાર છોકરાઓમાંથી ત્રણને તે “મા”નું વાત્સલ્ય જ મળ્યું ન હતું. મારા વાત્સલ્ય પ્રયોગમાં તેમને તે અહીં મળ્યું. પાછળથી એ જ છોકરા પૈકીના આજે ત્રણ તે સારા કાર્યકર્તા થયા છે. ત્યારબાદ ગામે રાજ્ય પાસે નિશાળ માંગી; જે રાજ્ય આપી. આજે 2 થી 10 સુધીની શાળા ચાલે છે. * અલબત્ત બહેનોમાં આથીયે વધુ સફળતા મળે એમ લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ પણ આપણી કોય મર્યાદાને લીધે તે કામ ઉપાડ્યું નથી. બાકી, આજે જે કાર્ય કરે છે તેમાંનાં અઢાર તે ગામનાજ છે. તે પૈકીના પચાસ ટકા તો એક વખતે તોફાની અને ભારાડી હતા. પછી એમાંના સરપંચ થયા. એમ કરતાં કરતાં ગામનું તંત્ર પણ ઠીક થયું. . . . . - શાળામાં બાળકો વચ્ચેના પ્રશ્નો બાળક જ પતાવે છે રંજાડ; ચોરી વગેરે પ્રશ્નો બાળકો બાળકો વચ્ચે આવેજ છે, પણ તેને નિકાલ માંહોમાંહે પતાવી લે છે. તેથી એક તરફ તે ન્યાય કરવાની, વ્યવસ્થા સાચવવાની તેમજ વ્યવસ્થામાં રહેવાની જવાબદારી શીખે છે, સાથે બીજી તરફ ઘડિયાળ ન રાખવું–મોજશોખ ન કરવા વગેરે ગુણે પણ આર્પોઆપ આવ્યા છે. કારણ કે, જે ચીજ જાય તેની જવાબદારી સૌએ ઉપાડવાની હેય છે. ટૂંકમાં છોકરાઓજ નિયમો ઘડે છે અને વ્યવસ્થા કરે છે. અલબત્ત ગામમાં આવું ચાલતું નથી. બાળકોમાં સડે ઓછો હોય છે. એ તરત માની જાય છે અને સુધરી જાય છે. જ્યારે ગામમાં અનિષ્ટો વધુ અને ઊંડા ઘર કરેલાં હોય છે. આથી કયારેક ચોકી રાખવી પડે છે, સામાજિક દબાણ પણ લાવવું પડે છે. પણ આ બધું અદરની વાત્સલ્ય ભાવનાને લીધે જ. એક પ્રસંગમાં પિલીસને પણ લાવવા પડેલા. એક છોકરા રીઢે તોફાની થઈ ગયેલો. તે કઈ રીતે ન માને એટલે તેને પોલીસ આગળ માત્ર બે-ત્રણ કલાક બેસાડ્યો. ગામેજ આ કાર્ય ગોઠવેલું પણ મારે તે પ્રસંત થવું પડેલું. એ છેક નહાવા જતાં છોકરાંઓને પાણીમાં ડૂબકી મરાવી ગુંગળાવતો હતો. પિલિસ ચેકીમાં બેસાડતાં તેને લાગ્યું: “પોલિસ છે ખરી!” ત્યારે તે ત્યાં રે. બધાની માફી માંગી અને “હવેથી નહીં કરું.” એવી કબૂલાત આપીને ટો થયો. પછી તેનામાંથી એ આદત સદંતર ચાલી ગઈ. ટુંકમાં આ નાના ક્ષેત્રમાં સફળતા મળી એટલે ખાતરી થઈ ગઈ કે આ ત્રણ વસ્તુથી અહિંસક સમાજરચના થઈ શકે ખરી. . નિસ્વાર્થ-સેવાના બીજા દાખલાઓ , ' , છે. પૂજાભાઈએ નિર્વ્યાજ-વાત્સલ્યના બે દાખલા ટાંક્યા. એક તેમને પોતાને હતો. તેમણે કહ્યું :- P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ 3 ટાઈપિંડમાં બીમાર હતો. મારા મિત્રો મને બીજા વર્ગના ડબામાં બેસાડી અમદાવાદ લઈ જતા હતા. તે ડબ્બામાં એક યુરોપિયન ખ્રિસ્તી દંપતિ પણ મુસાફરી કરતા હતા, તેમણે અમદાવાદ લગી મારી ખૂબજ સેવા-સુશ્રુષા કરી. અમે છૂટા પડ્યા ત્યારે વિદાય વેળાએ ઈપિતાલમાં જતાં પહેલાં જે શિખામણ આપી છે તે મને હજુયે યાદ છે. તેમાં તેમને કશો સ્વાર્થ ન હતો. માત્ર નિર્યાજ સેવાજ ગણી શકાય. - બીજો દાખલો આપતાં તેમણે જૈણાવ્યું કે : અમારા એક મિત્ર હાલોલ તાલુકામાં રહે. એક ભગી તેના ગામમાં બીમાર પડ્યો. તે ભંગી ભાઈની પત્ની-ભંગી બહેન બહેરી હતી. આ વાતની જાણ થતાં એ મિત્ર એમને ઘેર ગયા. ઝૂંપડામાં જતાં જોયું કે ભંગી ઉપર ઢાંકેલું ગાડું વરસાદથી પલળી ગયેલું. ઝૂંપડું આખું ચૂયા કરે. આ મિત્રે ઘેરથી લાકડાં મંગાવ્યા. પેલા બીમાર ભંગીને તેમણે પિટીસેક કર્યો. છાપરાં ઉપર કંતાન–પતરાં વ. નખાવ્યાં.. ચાર કલાક સુધી ત્યાં રહીને સેવા કરી, એમ ૫દર દિવસ સુધી સેવા કરી. સૌને વિરોધ થયો. ઘરમાં પણ વિરોધ જાગ્યો. પણ તેમણે સ્વપત્નીને સમજાવ્યું: “સાચી સેવા તે આજ છે !" . . પિલા મિત્રને કોઈ સ્વાર્થ ન હતા. પણ જ્યારે વાત્સલ્ય જાગે ત્યારે આમ સહજ રીતે જાણે છે. મને તો લાગે છે કે ખોડા ઢેરની પાંજરાપોળ પણ મૂળે આવા જ વાત્સલ્યભાવથી પ્રેરાઈને જ શરૂ થઈ હશે. . : - ખંભાતમાં એક શકરીબહેન ઢેરની સેવા કરે. તેઓ ખાસ, પરૂ, જીવડાં કાઢીને ઢેરનું ધ્યાન રાખે એમને એમાં સૂગ જ ન ચડે. તેઓ કહે: માણસને દુઃખ થાય તો વાચા છે, આમને ક્યાં છે ? તેઓ પિતાનું દુઃખ કોને જઈને કહેશે!” . . . . . અજ્ઞાન વડે પશુ સેવાઓમાં અવરોધ * રવજીભાઈએ કહ્યું કે કેટલીકવાર ઓછું જાણનાર લેક સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ એના પ્રવચનને અવળે અર્થ લઈ આવા સહજ વાત્સલ્ય ઉપર બ્રેિક મારી દે છે. કચ્છના એક ગામમાં એક બહેન અને એક ભાઈ એ (પતિ) પશુઓની સહેજ સેવા કરવા માંડેલી. ગામ પણ રાજી થયું અને પશુઓ માટે ચારો આપી જાય. એક શિક્ષક આવીને બધું જોઈ જાય. તે વખતે ઉપાશ્રયમાં જૈન સાધુ આવ્યા. તેમના વ્યાખ્યાનમાં પેલું કુટુંબ જાય. સાધુએ પિતાના પ્રવચનમાં કહ્યું: “જીવ માત્ર સરખા છે. સેવે છે પિતપોતાનાં કર્મથી સુખ દુઃખ પામે છે.” આવું સાંભળી અજ્ઞાનના કારણે અવળે અર્થ લઈ તે કુટુંબે સેવા મૂકી દીધી. તેથી પેલા શિક્ષક મહારાજ પાસે ગયા અને તેમણે પૂછ્યું: “આ કુટુંબે સેવા મૂકી તે બરાબર છે?” મુનિએ જવાબ ન આપ્યો. . છેવટે અમે મુનિશ્રીને બધી વાત કરી અને પેલા કુટુંબને પણ સમજાવ્યું : “એકેદ્રિય કરતાં બેઈદ્રિય અને એમ ઉપર આવતાં સંસી (ભનવાળાં) પંચેન્દ્રિય પશુઓનું મૂલ્ય વધારે છે. તેમને મરૂદેવી માતાના આગલા ભવને દાખલો પણ આપ્યો કે તેમણે પૂર્વભવમાં લક્ષપાક તેલ વ.થી સાધુઓનાં ઘામાંથી જીવડાં કાઢી સેવા કરેલી. તેથી વળી પાછું એ કુટુંબ સેવા કરવા લાગ્યું. અધુરૂં જ્ઞાન એટલે ઘર્મને હાનિ અજ્ઞાન અને અધૂરાં જ્ઞાનથી કેટલી હાનિ થાય છે અને ધર્મ વગોવાય છે તેને એક દાખલો તેમણે આપો :- એક છોકરો સોને ઉપલક રીતે વાંચી ગયે. પછી તેને શું થયું કે તે પોતાની માને કહેવા લાગે : “સંસારમાં કોઈ કોઈનું નથી. તારે અને મારે શું? આત્મા એકલો આવ્યા છે અને એકલો જ જવાનો છે.” માને દીકરાની આ વાત સાંભળીને થયું કે છોકરે હાથેથી ગ નું અથવા લાપતા આગલા ભવન P.P. Ac.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ સારું થયું કે એકત્તાની સાધુજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આવવા કહ્યું. ' * છોકરો આવતાં તેમણે સમજાવ્યું કે “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અંગો–મહત્વનાં (1) માથું (2) હૃદય અને (3) નસ મળે છે. તેના બદલે ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.” આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની માને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. . . : : " આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ ; માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધનાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જોવા માત્રથી આમ થઈ જાય છે . . . , : તેને જવાબ આપવામાં આવ્યું “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તો કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને , સ્વર્ગ મળે. મેક્ષ ન મળે; એટલું જ તાત્પર્ય છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડક ન થયે પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભરતરાજા હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગનિમાં જન્મ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓનું વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ " ; : પ્રતિમાઓને કૃત્રિમ સાંદર્યથી શણગારાય છે. તપ, ત્યાગની પ્રતિષ્ઠા ઓછી થાય છે. આમ તો ભારતમાં પીપળાં જેવાં વૃણે સાથે પણ સંબંધ જેવા પ્રયત્ન થયા છે, પણ પિતાના પ્રિય જાનવર ઉપર ગામડામાં પણ સ્વાર્થ સુધી જ સંબંધ રહે છે. સંત સાધુઓ પાસે કઈ પ્રશ્નને સાચે ઉત્તર મળતો નથી. ટુંકમાં વાત્સલ્યનું ક્ષેત્ર સાંકડું થયું છે. તેમણે પિતાને પ્રસંગ ટાંકીને કહ્યું કે વાઘરીને ઘરે કરવા મારી જમીન આપેલી. પણ સમગ્ર બ્રાહ્મણોએ વિરોધ કરી વાઘરીનું મન ભાંગી નાખ્યું, આમ સમાજમાં સ્વાર્થ વધી રહ્યો છે. અહિંસાને સાચા પાઠ , ; . . . . . . દેવજીભાઈએ સ્વ. જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા.ના રાજકોટ ચાતુર્માસનો દાખલો ટાંક્યો હતો કે તેમણે પોતાના ચાતુર્માસ દરમ્યાન લોકોને અહિંસા શું છે તે સમજાવવા પ્રયાસ કરે છે. તે મુજબ આજે જૈનેમાં પેઠેલી અહિંસાની પોકળતાને દૂર કરવી જોઈએ એમ મને તે લાગે છે. . . . . . : : : : : : : : : “કતલખાન બંધ કર " એવી સરકારની સામે બૂમો પાડી અહિંસાની અંતિથી થઈ એમ ન મનાવું જોઈએ; પણું તેના બદલે પ્રથમ પ્રજાએ જાગૃત થઈ પશુપાલન અને તેમાં પણ સારી ગૌનું પાલન વંશનો ઉછેર પ્રજા તરફથી થવો જોઈએ. ત્યારબાદ જે જનતાનું શુદ્ધ દબાણ સરકાર ઉપર આવે તો જ! કાર્ય પૂરું અને નક્કર થાય.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ , વિશ્વ વાત્સલ્યનાં એકમો –મુનિશ્રી નેમિચંદ્રજી [5] [ 14-8-61] 'વિશ્વ વાત્સલ્યનાં જુદાં જુદાં પાસાંઓ અંગે આ અગાઉ વિચાર કરી લેવામાં આવ્યો છે. પણ તેને વહેવારમાં મૂકવા માટે તેના જુદાં જુદાં એકમો ઉપર હવે વિચાર કરે જરૂરી થશે. વિશ્વ વાત્સલ્યને વિષય કેવળ સિદ્ધાંતને નથી પણ તે ક્રિયામાં મૂકવાને છે. તે - એક માતા પિતાનાં બાળકની કોઈ પણ ક્રિયા પ્રત્યે અજાણ રહેતી નથી. તેની દરેક ક્રિયામાં તે બાળકને પ્રેરણા, શિક્ષણ, અને સંસ્કાર તેમ જ ઉપદેશ વગેરે યથાયોગ્ય આપીને તેનામાં વાત્સલ્ય રેડે છે. વિશ્વવસલ્યને સાધક એ જ રીતે આખા વિશ્વની માતા બને છે. તેને વિશ્વના બધાં ક્ષેત્રમાં સતત જાગૃત રહી; વિધવાત્સલ્યનાં નકકી કરેલાં એકમ દ્વારા વાત્સલ્ય રેડવાનું છે. એકમે નક્કી થઈ ગયા બાદ એ કાર્ય સહેલું બને છે. " વિશ્વ વાત્સલ્યમાં બધા ક્ષેત્રે કૌટુંબિક, સામાજિક, આર્થિક રાક્કીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વગેરે સર્વે ક્ષેત્રોને સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કોઈ પણ ક્ષેત્રને છોડીને ચાલવાનું નથી. એટલે દરેક ક્ષેત્રને કોઈને કોઈ માધ્યમ વડે વાત્સલ્ય આપવાનું છે. તે માટે જ અલગ અલગ ક્ષેત્રનાં એકમો નકકી કરવાનાં છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ વિશ્વ વાત્સલ્યનું સર્વ પ્રથમ ક્ષેત્ર કુટુંબને ગણવામાં આવે છે. કુટુંબમાં જ પ્રાગરૂપે વિધવાત્સલ્ય રસ તૈયાર થાય છે. એટલે કૌટુંબિક ક્ષેત્રનું એકમ “ઘર” થશે. ઘરમાંથી જ પ્રેરણું, સંસ્કાર અને શિક્ષણ વગેરે મળે છે. વાત્સલ્યને પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે તે ઘર છે. ઘર એટલે ઈટ અને ચુનાની ભીંતો કે ઈમારતો નથી. ઘરમાં વસતી ગૃહિણી માતાને લઈને જ એ ઘર કહેવાય છે. કુંવારા, વાંઢાઓનાં ઘરને કોઈ ઘર ગણતું નથી. એનું કારણ એ જ છે કે ગૃહિણી વગરનું ઘર, એ - ઘર નથી. એટલે ઘર વડે જ્યારે વાત્સલ્ય રેડવાની વાત થાય છે ત્યારે સહેજે ઘરની ગૃહિણીને માધ્યમ તરીકે માની શકાય છે. જગતની માતાઓમાં–ભારતની માતાનું સ્થાન અનેખું છે. તેઓ નાનપણથી જ બાળકોમાં વિશ્વાત્સલ્યના સંસ્કાર રેડે છે. તેમનું પિતાનું બાળક હોવા છતાં પણ તે કહે છે કે તે ભગવાનનું બાળક છે; અને આમ તેને વિશ્વનું બનાવે છે. આદર્શમાતાઓ નાનપણથી પારણું ઝૂલાવતાં બાળકોમાં સંસ્કાર રેડે છે. તેનામાં વિશ્વાત્સલ્ય પ્રગટાવે છે. જૈન માતાઓ એવી આદર્શ અને વિશ્વ વાત્સલ્ય ભાવનાવાળી થઈ ગઈ છે કે જેના ઘણા દાખલા આપી શકાય છે. જ્યારે જૈન બાળક દીક્ષા લે છે ત્યારે આજ્ઞા આપતી વખતે જૈન માતા કહે છે –બેટા ! હવે તું દીક્ષા લઈને એવી કરણે કરજે કે આખું વિશ્વ તારું કુટુંબ બને. તું વિશ્વ વાત્સલ્ય સાધીને મોક્ષ મેળવજે અને મારી કુખને ઉજાળજે.” ઘણું ક્ષત્રિય માતાઓ પોતાના પુત્રોને પારણામાં ઝૂલાવતી વખતે સુંદર હાલરડાં ગાતી ગાતી સુંદર પ્રેરણા આપે છે –“હું તને જે ઘેલું– ઉજળું દૂધ પાઉં છું તેમાં કાયરતાને કાળો ડાઘ ન લગાડજે ! મારી કૂખને દીપાવજે અને મોટો થાય ત્યારે આખા વિશ્વને જીતજે. (તલવારથી નહીં, પણ પ્રેમથી હૃદય જીતીને.) રાજસ્થાનમાં આ હાલરડાં–લોરીને નામે પ્રસિદ્ધ છે. માતાઓ પારણુમાં બાળકને ઝુલાવતી ઝુલાવતી તેને વિશ્વના કલ્યાણ માટે ઉપયોગી બનાવે છે. તેને વિશ્વને ઉપયોગી બનવાનું સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ તે ભવિષ્ય શો છે. એટલે જ કહ્યું છે –“જે કર ઝૂલાવે પારણું ભાવિ ઘડે છે વિશ્વનું.” પુરાણોમાં રાણું મદાલસાનું આખ્યાન આવે છે. માતા મદાલસા પિતાના 7 પુત્રને પારણમાં ઝુલાવતાં ઝુલાવતાં કહે છે - शुद्धोऽसि, बुद्धोऽसि. निरंजनोऽसि संसारमाया परिवजितोऽसि / संसार-स्वप्नं; त्यज भनिद्रा मदालसा वाकयमुवांच पुत्रम् // હે દીકરા ! તુ યુદ્ધ છે ! બુદ્ધ છે. નિરંજન છે એટલે કે આખા વિશ્વના છે! સંસારની માયા-કુટુંબ મેહ વગેરેથી રહિત છે ! સંસાર તો સ્વપ્ન છે. એટલે મોહનિદ્રા ત્યાગ એમ મદાલસા તમને કહે છે. આમાં સ્પષ્ટપણે સંસાર સાથે મોહ સંબંધ તેડીને ધર્મસંબંધ બાંધવાને આદેશ છે. ધર્મને અનુબંધ બાંધી કલ્યાણ માર્ગે જવાની પ્રેરણા છે. સંસાર સ્વપ્ન જેવું છે તે ખરું પણ તેમાંયે સત્ય-અહિંસા વગેરે સારભૂત તત્વે લેવા અને મેહનિદ્રાને ત્યજી યોગનિદ્રા સાધવા માટે મા પુત્રને કહે છે. ' કહેવાય છે કે મદાલસા માતાના આ ઉપદેશની સાત પુત્રે ઉપર એટલી બધી અસર થઈ કે એના સાતે પુત્ર કુટુંબમોહ છોડી વિશ્વવાત્સલ્યને માર્ગે ગયા–સંત થયા. તે વખતે મદાલસાના પતિ રાજાને ચિંતા થઈ કે મારું રાજ્ય કેણુ ચલાવશે ? ત્યારે મદાલસાએ હ્યું: “સ્વામી ! આપ ચિંતા ન કરો. આઠમા બાળકમાં હું એવા સંસ્કાર ભરીશ કે તે ધર્મનીતિથી તમારું રાજ્ય ચલાવનાર બનશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ ; ; અદાલસાએ ખરેખર આઠમા બાળકને ધર્મનિહિત રાજનીતિનું શિક્ષણ આપ્યું અને તેને ધર્મપાલક રાજા બનાવ્યાકહેવાને સાર એટલો કે એક માતા સંસ્કારી અને ઉંચા વિચારોની હોય તો તે બાળકને વિશ્વ વાત્સલ્ય પ્રતિ દોરનારી નીવડે છે. } જાપાનમાં બાળકોને નાનપણથી કેવળ પોતાના દેશને મા-બાપ માનવાની વાત શીખવવામાં આવે છે. પરિણામે ત્યાં બાળકનું વાત્સલ્ય કેવળ રાષ્ટ્ર-વાંસલ્ય સુધી જ વિકસે છે. પણ ભારતમાં ભારતીય માતાઓ બાળકમાં નાનપણથી વિશાળ અને વ્યાપક વિશ્વવાત્સલ્યને ભાવ ભરતી આવે છે. એટલે ભારતે જેટલા વિશ્વ વાત્સલ્ય સંત-મહાત્માએ અને પરમપુરુષો આપ્યા છે તેટલા કોઈ બીજા રાષ્ટ્ર આપ્યા નથી. ': રાંજા ગોપીચંદની વાત બહુ જાણીતી છે. તેની માતા મેનાવતીએ ઘરથી જ રાજા ગોપીચંદને વિધવાત્સલ્યની પ્રેરણા આપી હતી. એક વખત રાજા ગોપીચંદ સ્નાન કરતો હતો. રાણીઓ તેને નવડાવતી હતી. ત્યારે તેનું સુડોળ શરીર અને પ્રરત્ન વદન જોઈને મેનાવતીના મનમાં વિચાર આવ્યા. “આ મારે દીકરે જે કેવળ કુટુંબ, રાજ્ય, ધન, કે યૌવનના મોહમાં ફસાઈ જશે તો તેને આ જન્મ નિરર્થક જશે. આ શરીર, ધન, યૌવન બધું ક્ષણિક છે. એમાંથી કંઈ પણ સાથે આવવાનું નથી. એના પિતા પણ આમને આમ ચાલ્યા ગયા. કુટુંબ રાજ્ય-એશ્વર્યમાં રચ્યાપચ્યા રહીને તેઓ પણ જન્મ સફળ ન કરી શકયા. માટે મારું કર્તવ્ય છે કે આ પુત્રને તો ચેતવું.” , એમ વિચાર કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં. રાજા ગોપીચદે મેં ફેરવ્યું અને જોયું કે માની આંખમાં આંસુ છે. - રાજા ગોપીચંદે કહ્યું: “મા! તું રહે છે શા માટે ? તને * * 'શું દુઃખ છે : : ' ? મેનાવતી બેલીઃ “પુત્ર! તારૂં મુખ જોઈને મને તારા પિતાજી યાદ આવી ગયા. તન-ધન યૌવનમાં ફસાઈને તેઓ પણ એમજ ચાલ્યા "" P.P. A6. Gunratnasuri Ni.. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ ગયા અને પોતાને ઉદ્ધાર ન કરી શકયા તું પણ મોહમાયામાં ફસાયે છે. અને તારું જીવન પણ એળે ગયું તો મારું માતૃત્વ લાજશે. : : ગોપીચંદ રાજા કહેઃ તો મા મારે કરવું જોઈએ?' ' - મેનાવતીએ કહ્યું “તને કહ્યું તે પ્રમાણે કર : ' , " જે નાથ સારુંધા ચો, બ્રહ્માનંત્ર રસ મોf : - ર લેવાં નિતારા, મેનાવતી વવા કવાર . * . ; ગોપીચંદ્ર વિયા . ... “હે પ્યારા પુત્ર ગોપીચંદ, તું સાંભળ! જાલંધર નામના યોગી. છે જે આત્માના આનંદના રસને પીનારા છે. તેમની સેવા કરી છે પણ તારૂં તેમજ વિશ્વનું કલ્યાણ કર એમ. મેનાવતી કહે છે” કહેવાને અર્થ એ છે કે માતાએ પુત્રને સલાહ આપી કે કુટુંબ વાત્સલ્ય કરતાં - વિશ્વ વાત્સલ્ય ઓર જ છે. તેને તું સ્વીકાર અને વિશ્વને તારું કુટુંબ માન. છે. ગોપીચંદ રાજાએ કુટુંબ અને રાજ્યનો મોહ છોડ્યો. તેણે. વિશ્વવસલ્યનો માર્ગ સ્વીકાર્યો અને આખા વિશ્વના પ્રાણીઓમાં “એક બ્રહ્મ "વની અનુભૂતિને આનંદ માણવા લાગ્યા. આમ જોઈએ તે વિશ્વવાત્સલ્યને પ્રેરનારું પહેલું એકમ ઘર છે. માતા એ વાત્સલ્ય પ્રેરણાની માધ્યમ છે. માણસ ગમે ત્યાં જાય તે તેને ઘર યાદ આવે જ છે. તે પોતાનું વાત્સલ્ય ઘરને આપે છે. તેને વાત્સલ્ય પણ ઘરમાંથી મળે છે. આવી વાત્સલ્ય પ્રેમી વ્યક્તિ જ્યારે ઘરબહાર જાય છે ત્યારે ત્યાંની–પરદેશની અમૂક વ્યક્તિઓને તે વાત્સલ્યભાવે પિતાની માને છે અને ત્યાં પોતાનું વાત્સલ્ય રેડે છે. તેને, પારકાં છોકરાંઓ પોતાનાં લાગે છે. એક પ્રકારનું મમત્વ તે બાંધતો જાય. છે. આ બધું વાત્સલ્યના કારણે જ સંભવે છે. . . રવીન્દ્રનાથ ટેગરની વાર્તા “કાબુલીવાલામાં એક સરહદ નિવાસી પઠાણ અને એક બંગાળી કન્યા વચ્ચે વાત્સલ્યને તંતુ, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ વણવામાં આવ્યું છે. તે પઠાણ પેલી બંગાળી કન્યાને ચાહતો હોય છે. બધા તેમાં કંઈક સીધું-ઊધું માને છે પણ અંતે જ્યારે તે પોતાની પુત્રીના હાથના પંજાનું ચિત્ર બતાવીને કહે છે કે મારી પણ આના જેવડી જ પુત્રી છે–આને જોઈને હું તેની સ્મૃતિ તાજી કરૂં છું. એટલે બંગાળી કન્યાના બાપ વાત્સલ્યથી પ્રેરાઈને તે પઠાણને દેશ જવા માટે રૂપીયા આપે છે અને કન્યાના લગ્ન વખતની રોશનીને જતી કરે છે. અહીં સ્પષ્ટપણે ઘરનું વાત્સલ્ય કે પ્રભાવ જમાવે છે તેની કેટલી પ્રગાઢ અસર છે તે જોવાનું છે. બે અલગ દેશના, અલગ ધર્મના પિતાઓ એકબીજાની પુત્રીને ચાહી શકે છે તે આ વાત્સલ્યના પ્રતાપે જ! ઘરનું વાત્સલ્ય ધીરે ધીરે કુટુંબ, સમાજ, નગર, ગ્રામ, રાષ્ટ્ર સુધી ધીરે ધીરે ફેલાવી શકાય છે. કૌટુંબિક ક્ષેત્રથી આગળ આવતાં વિશ્વાસયનું મોટું ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર છે. આ સામાજિક ક્ષેત્રનું એકમ ગામડું છે, મા માટે તે બધાં બાળકો સરખાં હોય છે. તે છતાં તે નાનાં બાળક તરફ વધારે ધ્યાન આપે છે કારણ કે તે નાનું છે; નવું છે અને મોટાની અપેક્ષાએ ઓછા વિકાસને પામ્યું છે. એવી જ રીતે વિશ્વવાત્સલ્યને સાધક જેની કલ્પના વિશ્વમાતા રૂપે કરવામાં આવે; તે પણ સમાજમાં સંસ્કૃતિ કે સામાજિકતાના કારણોસર જે અંગ નબળુ રહી ગયું હોય પાછળ રહી ગયું હોય તેને પહેલું લેશે. તેના માટે જે પીડિત, શોષિત, અપ્રતિષ્ઠિત હોય તેનામાં વધુ વાત્સલ્ય રેડવાનું રહેશે. એ માટે જ સામાજિક ક્ષેત્રના એકમ તરીકે ગામડાંને લેવામાં આવ્યું છે. ગામડામાં ખેડૂતે, ગાવાળો, મજૂરે, પછાત વર્ગના લોકો આદિવાસીઓ અને એવી બીજી જાતિઓને સમાવેશ થઈ જાય છે. સંસ્કૃતિ અને નીતિની દષ્ટિએ ગામડું શહેર કરતાં આગળ છે. પણ સામાજિક્તાની દ્રષ્ટિએ તે પાછળ છે. સભ્યતા અને બહારના રૂપરંગમાં શહેર આગળ વધેલું જણાય છે પણ ધર્મ તેમ જ પ્રામાણિકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ થી વિજ્ય દેવમુર સંઘ જ્ઞાન ભંડા 93 . શ્રી ગોડીજી જૈન દેરાસર શ્રી શિડ્યુલ રોક, બુધ-3 ગામડાંમાં વધારે જોવા મળે છે. વિશ્વ વાત્સલ્યને સાધક સામાજિક ક્ષેત્રના એકમ સ્વરૂપે ગામડાં પ્રતિ કઈ રીતે વાત્સલ્ય રેડી શકે ? , આજે ગામડાં જે ઉત્પાદન કરે છે, તેનું તેને વળતર બરાબર મળતું. નથી. અલગ અલગ રીતે શહેરે તેનું શોષણ કરે છે. તેમને સંગઠિત કરી; સભ્યતાને સંચાર કરી; જરૂર પડે તે તપ-ત્યાગની મૂડીથી તેમને જગાડી તેમને અન્યાય દૂર કરવામાં આવે, કે તેવી પ્રવૃત્તિઓને સક્રિય સમર્થન આપવામાં આવે-એ તે એકમ પ્રતિ વાત્સલ્ય રસ રેડવું થશે.. વિશ્વવાત્સલ્યને સાધક ગામડાંની ઉપેક્ષા કરી શકે નહીં. એટલે જ મહાત્મા ગાંધીજીએ ગામડું પસંદ કર્યું હતું. તેમણે અમદાવાદ કે કોઈ બીજા શહેરમાં આશ્રમ બાંધ્યો ન હતો; પણ કોચરબ અને સાબરમતીમાં બાંધ્યા હતાં–જે ગામડાં જ છે. એવી જ રીતે વર્ધામાં, નહીં પણ ત્યાંથી થોડે દૂર સેગાંવ–સેવાગ્રામમાં તેમણે આશ્રમ બાંધ્યો હતે. વિદેશીઓ આવીને તેમને આશ્ચર્યથી પૂછતા કે આપની આટલી બધી વિશાળ પ્રવૃત્તિ હોવા છતાં આ૫ આવા ગામડામાં કેમ બેઠા છે? ગાંધીજી કહેતા : “જે તમારે ભારતનાં દર્શન કરવાં હોય તો ગામડાં જોવા પડશે. ભારતીય સંસ્કૃતિ પણ તમને ગામડાઓમાં જ જોવા મળશે. ભારત મારું ગામડાઓમાં પડ્યું છે. પણ દુઃખની વાત. એ છે કે 80 ટકાથી વધારે વસ્તી ગામડાંઓમાં હેવા છતાં; ગામડાઓને કોઈ અવાજ નથી. તેમનું કઈ સંગઠન નથી. તેમની, ઉપેક્ષા થઈ રહી છે.” એટલા માટે જ ગાંધીજીએ ગ્રામોદ્ધાર–ગામડાંને ઊંચા આણવાની વાત પહેલાં કરી. દરેક સેવકોને તેમણે ગામડે મોકલ્યા : ગ્રામોદ્યોગ અને ખાદી ઉપર ભાર મૂક્યો; જેથી ગામમાં રહેતા લોકોને કામધે મળી શકે. તેઓ આર્થિક દષ્ટિએ ઉન્નત થાય હિંદ આબાદ થાય. દર્શન અને તત્ત્વજ્ઞાનનું ચિંતન પણ મોટેભાગે જંગલો કે નાના એવાં ગામડાઓમાં આ દેશમાં થવા પામ્યું છે. ઋષિમુનિઓએ કાં તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ જંગલો પસંદ કરેલા અથવા ગામડાં જેવામાં પિતાના આશ્રમે વસાવા હતા. અયોધ્યાની રાજગાદી ઉપર આવ્યાં છતાં ભરતે નંદીગ્રામ જઈ ત્યાં ઝૂંપડી બાંધી રહેવાનું પસંદ કરેલું. તેઓ ગામડાની સાથે અનુબંધ કરવા માગતા હતા. એ સાફ જણાઈ આવે છે. તેઓ શહેરેને ગ્રામ્ય સંસ્કૃતિના પિષક બનાવવા માગતા હતા. : : : : : : : " - આજે પણ તેની એટલી જ જરૂર છે. ગ્રામ્ય સંસ્કૃતિ જેનાં મૂળ સચ્ચાઈ–પ્રમાણિકતા, નીતિમત્તા વડે સીંચાયા છે તે જ જીવનને ખરો સંસ્કાર છે. તેવા સંસ્કાર આજના શહેરીજીવન માટે બહુ જંરૂરી છે જ્યાં ડગલે ને પગલે ખોટાઈ આડંબર, દંભ અને છળકપટનાં દર્શન થાય છે. ' ' . વિશ્વ વાત્સલ્યના સાધક માટે ગામડું તે સામાજિક ક્ષેત્રના એકમ રૂપે આમ આપોઆપ આવીને ઊભું રહે છે. પોતાનું વાત્સલ્ય ગામડાંમાં રેડી તેણે ગામડાંને ઉન્નત કરવાનું રહે છે. - * સામાજિક ક્ષેત્રથી આગળ વધતાં આર્થિક ક્ષેત્ર તરફ અવાય છે. એટલે હવે વિશ્વવાત્સલ્યનું આર્થિક એકમ કયું ? એ અંગે વિચાર કરવાનું છે. ભારત દેશમાં કદિ પણ કોઈ વાતને કેવળ આર્થિક દૃષ્ટિએ વિચારવામાં આવી નથી. અહીં અર્થ અને કામની પાછળ પણ ધર્મને અંકુશ રાખવામાં આવ્યો છે. એટલે ધર્મના અંકુશમાં રાખીને આર્થિક ક્ષેત્રનું એકમ વિચારતાં તો તે મજૂરવર્ગ અને મધ્યમવર્ગ રૂપે જ આગળ આવે છે. આ બન્ને વર્ગ આર્થિક નબળાઈના કારણે નીતિધર્મ ઉપર દઢ રહી શકતાં નથી. પરિણામે પાપી-પેટ માટે કેટલાં યે અનિ છનીય કર્મો અને પાપાચારનું તેમને સેવન કરવું પડે છે. ત્યાંથી તેમને ઊઠવાને કઈ રસ્તો જડતો નથી. પરિણામે તેઓ પણ પછાત અને દલિત વર્ગોરૂપે નજરે ચડે છે. આર્થિક ક્ષેત્રના આ એકમ તરફ વાત્સલ્ય વહેવડાવવું એટલે કે આ બન્ને વર્ગોને સંગઠિત કરવાં જોઈએ, બન્ને વર્ગો ન્યાયને રોટલો રળી શકે એ રીતે તેમનું નૈતિક સંગઠન થવું જોઈએ. *વિસંવાત્સલ્યનાં રાજકીય ક્ષેત્રનાં એકમે રૂપે તો કોઈ રાજવી નીય કર્મો અને નથી. પરિણામે આ નબળાઈન કરી
Page #111
--------------------------------------------------------------------------
________________ - - શકે! આવું રાજ્ય ધર્મદ્રષ્ટિએ ચાલતું હોવું જોઈએ. એવાં બધાં રાષ્ટ્રો છે? તેના જવાબમાં એકમાત્ર ભારત દેશજ' આવીને ઊભા રહે છે. અહીં હજારો વર્ષોથી ધર્મ અને નીતિને નજર આગળ રાખીને રાજ્ય કરવામાં આવ્યું છે. અહીં રાજ્યધુરાં હાથમાં લેવી એટલે ધર્મપ્રવર્તન કરવું એમ આદિ તીર્થકર ભગવાન ઋષભદેવે કરી બતાવ્યું છે. જો કે આમાં ભરતી અને ઓટ આવ્યા છે પણ એકંદરે ભારતના રાજા ધર્મ અને ન્યાયની દૃષ્ટિએ રાજ્ય કરવાનું વધારે પસંદ કરતા એની એક ભવ્ય તવારીખે પણ છે. ' . ' . ' , : " આ ભારત રાજ્યમાં જે બે ગ્રંથને અહીંની સંસ્કૃતિ ઉપર પ્રભાવ પડ્યો છે તે છે રામાયણ અને મહાભારત. એ બને મહાકાવ્ય ધર્મગ્રંથ ગણાય છે. તેમાં ઠેર ઠેર આદર્શ રાજ્ય કોને કહેવાય તેને ઉલ્લેખ મળી આવે છે. ' રાજાઓના ધર્મને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે - दुष्टस्य दण्डः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संभवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिंता, पंचाऽपि धर्मा नृपपुंगवानाम આ દુષ્ટોને દંડ, સજજનની પૂજા, ન્યાયની રીતે કોષવૃદ્ધિ, નિષ્પક્ષપાતતા, પિતાના રાષ્ટ્રની ચિંતા-(સામાજિક મૂલ્યોનું રક્ષણ), એ પાંચ ધર્મો રાજાના છે. એટલે અહીં જે રાજ્ય શાસન ચાલ્યાં છે-તે . રાષ્ટ્રધર્મની દષ્ટિએજ ચાલ્યાં છે. એ દૃષ્ટિએ રાજકીય ક્ષેત્રના એકમ તરીકે ભારત રાષ્ટ્રને લઈ શકાય છે. એ રાષ્ટ્રના માધ્યમથી બીજા રાષ્ટ્ર તરફ વિશ્વાત્સલ્ય વહેવડાવી શકાય.. . . . . . . “તૂર-આરતે ' . . આપણું ઋષિ મુનિઓએ ભારતમાં જન્મ લેવો ખરેખર દુર્લભ છે–એમ કહ્યું છે તે સાચું જ છે. અહીં પ્રકૃતિની અનુકૂળતાઓ પુષ્કળ છે; ભૌગોલિક વિવિધતાઓ પણ અનુકૂળ છે; તેમજ અહીં સમૃદ્ધિની વિપૂલતા પણ છે. આ બધા કારણોએ. અહીંની પ્રજામાં-આર્યોમાં ઉદારતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ આવી. અહીં આવનાર અતિથિઓને દેવ ગણીને તેમણે પૂજ્યા. એ સિવાય પણ અહીં બીજા દેશે, ધર્મો, સંસ્કૃતિઓ, રીતરિવાજવાળા લોકો આવ્યા. તે બધાને ન કેવળ આવકાર્યા પણ પિતાનામાં ભેળવી લીધા. ક્યારેય બહારના લોકોએ તેની ઉદારતાને દુરૂપયોગ કર્યો અને અહીંના લોકોને તેમના અન્યાયની વિરૂદ્ધ યુદ્ધ પણ કરવાં પડયાં. પણ અંતે તે તેમણે બધાને પચાવીને રાખ્યા હેય તેમ મેળવી લીધા. કોઈ પણ દેશમાં હિંદુ, બૌદ્ધ, જૈન, ઈસાહી, ઇસ્લામી, પારસી, શીખ અને બીજા ધર્મો આટલી સંખ્યામાં નહીં હોય, અહીં જેટલી પ્રકારની માનવજાતિઓ વસે છે તેટલી જાતિઓ પણ નહીં હોય. એટલે ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ, વિશ્વવાત્સલ્યના ખેડાણ માટે બનાવવું એ બધી રીતે યોગ્ય છે. ગાંધીજીએ ભારતને વિશ્વ વાત્સલ્યનું રાજકીય એકમ બનાવવા માટે સ્વદેશીવત રજુ કર્યું. જૈનધર્મમાં ગૃહસ્થ સાધકો માટે દિશાપરિમાણવ્રત તેમજ દેશાનકાશિકવ્રત પણ એ જ ભાવનાને અનુરૂપ રજુ કરવામાં આવ્યાં છે. સ્વદેશીને અર્થ એ છે કે પિતાનો દેશ અને દેશની બનેલી બધી વસ્તુઓ માટે આગ્રહ રાખવો. તેને અર્થ અન્ય રાષ્ટ્ર પ્રતિ ધણાભાવ ફેલાવવાનું નથી. જે માણસ જે ભૂમિ ઉપર જન્મે છે તેને કુદરતી રીતે ત્યાં જ વિકાસની બધી સામગ્રીઓ મળી રહે છે. તેને મૂકી વિદેશી વસ્તુઓ તરફ લલચાવું; પિતાના દેશના ઉત્પાદકોને કામધંધા વગરના કરી મૂકવા; દેશને આર્થિક દ્રષ્ટિએ ગરીબ થવા દેવો - એ બધાં અનિષ્ટો એક પછી એક આવતાં જાય છે. એટલા માટે સ્વદેશીવ્રત ગાંધીજીએ આપ્યું–જૈનધર્મો પણ આપ્યું. આમ બધી રીતે વિચાર કરતાં ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ માનવું જ પડશે અને તેથી એના વડે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ વાત્સલ્ય વહેવડાવવું સહેલું થઈ જશે. એનું એક બીજું કારણ એ પણ છે કે અહીં હજારો વર્ષોથી સાધકોએ વિશ્વ વાત્સલ્યના પ્રયોગો કર્યા છે અને અહીં તેની અનુભૂતિઓને ઝીલવામાં પણ આવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વને રાખી શકાય. જ્યારે સંસ્કૃતિની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે ત્યારે માનવ માત્ર જ્યાં વસે છે, એવા સંપૂર્ણ વિશ્વને તેની સંસ્કૃતિનું ક્ષેત્ર ગણી શકાય. * વેદના ઋષિઓએ પણ એજ વાત કરી છે - यत्र विश्वं भवत्यंकनीडम् –જ્યાં આખું વિશ્વ પંખીના એક માળા જેવું બની જાય છે. स्वदेशो भुवनत्रयम् .. –ત્રણે લોક (ભારતના લોકો માટે) સ્વદેશ છે. એવી જ રીતે “૩ાતાનાં તુ વસુધૈવ કુટુમ્” કહીને જણાવવામાં આવ્યું છે કે જેઓ ઉદાર હૃદયના છે તેમના માટે તે આખું વિશ્વ કુટુંબ છે. આમ એક કુટુંબની રાષ્ટ્રની અને એક સંસારની ભાવના વિશ્વમાં વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વમાં બધા પ્રાણીઓ, બધી સુસંસ્થાઓ, બધા રાષ્ટ્ર, બધા સમાજની સાથે બધા પ્રકારના વાદો, પક્ષે, વિચારધારાઓ અને સંસ્કૃતિઓ પણ આવી જાય છે.. પ્રાણીમાત્રની દૃષ્ટિએ વિચારવાથી સાંસ્કૃતિક એકમની કલ્પના થઈ શકે અને તેને વિશ્વ પૂરું પાડે છે. સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વ વાત્સલ્ય સાધવું એટલે કે સાધકે વિચાર કરવાનું કે તે આખા વિશ્વને સંસ્કૃતિથી સભર કેવી રીતે કરી શકે અને તેને અમલ કઈ રીતે થાય ? અહીં નાનામાં નાના પ્રાણી પ્રત્યે કરૂણા આણું તેના સુખ અને વિકાસનો વિચાર કરવાને છે. તે સમસ્ત પ્રાણીઓના કલ્યાણની કામના કરે છે. એ રીતે વિચારે છે અને તે પ્રમાણે અનુસરે પણ છે. સાધક જ્યારે વિશ્વ વાત્સલ્યને : વિકાસ સાધે છે ત્યારે તે વિશ્વ સાથે સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનુબંધ જોડે છે. ત્યારે તેની ચિંતા તેને કરવાની રહેતી નથી. તેની ચિંતા વ્યકત જગતની સાથે અવ્યક્ત જગત આપોઆપ કરવા લાગે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ “તત્ર છે મોદી શોષ? પક્ષમાવતઃ " ... જે બધાને એક–સમાન દષ્ટિએ જુએ છે–વિચારે છે ત્યાં મોહ કે શોક શું ? જ્યારે સાધક બધા પ્રાણીઓ પ્રતિ વાત્સલ્ય રેડશે તે જગતના બધા પ્રાણીઓનો સહાગ, તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળશે જ. - આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવડાવવાના ઘણા દાખલા સુપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે ચંડકૌશિક જેવા ઝેરી સાપ તરફ અને શિબી રાજાએ પારેવા પ્રત્યે પ્રાણના ભોગે વાત્સલ્ય વહેડાવ્યું હતું. એવી જ રીતે ભગવાન ઋષભદેવની દીક્ષા બાદ માતા મરૂદેવી તેમની ખૂબ ચિતા કરતા. એકવાર ઋષભદેવ અયોધ્યા આવ્યા ત્યારે માતા મરૂદેવી તેમના દર્શન કરવા સમવસરણમાં ગયા. ત્યાં તેમણે જોયું કે જે ઋષભની તેઓ ચિંતા કરતા હતા તે તે આખા જગતની ચિંતા કરે છે. બધા અલગ અલગ જાતિના પ્રાણીઓ વેરભાવ ભૂલીને એની સભામાં બેઠા છે. ત્યારે માતા મરૂદેવીને વિધવાત્સલ્ય પ્રગટાવવા માટે પ્રેરણા મળે છે અને તેઓ પુત્રવાત્સલ્યને બદલે વિશ્વ વાત્સલ્યને વિચાર કરે છે જેથી મેહ, શક કે ચિંતા રહે જ નહીં. તેમને ત્યાં જ આત્મજ્ઞાન (કેવળજ્ઞાન) થાય છે અને તેઓ મુક્ત થાય છે. - કોઈ પણ તીર્થકર, અવતાર, મસીહા કે પયગંબર જ્યારે વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિશ્વ વાત્સલ્ય રેડે છે તો તેઓ કેવળ કોઈ એક વાત કે જાતને નહીં, સમસ્ત માનવ સમાજ અને જીવમાત્ર તરફ તેને વહેવડાવે છે. એટલે વિશ્વ વાત્સલ્યનાં સાંસ્કૃતિક ક્ષેત્રનાં એકમ તરીકે આખું વિશ્વ લઈ શકાય છે. વિશ્વવાત્સલ્યના આધ્યાત્મિક ક્ષેત્રને એકમ તરીકે “માનવને લઈ શકાય છે. બીજા પ્રાણીઓ કરતાં માનવમાં, બુદ્ધિ, શકિતઉદારતા, સંસ્કાર અને વિચારશકિત વગેરે વધારે છે. તે જ આખા વિશ્વમાં વાત્સલ્ય વહેવડાવી શકે, એની તેને બીજું કોઈ પ્રાણી આવી શકે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ આધકાર એટલે વિશ્વ બીજુ કોઈ નથી આખા વિશ્વના જીવાત્માઓમાં કેવળ માનવને જ મોક્ષને આંધકારી માનવામાં આવ્યો છે. માનવ વડે જ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એટલે વિશ્વ સુધી વાત્સલ્યનો સંચાર થઈ શકે. માનવ પ્રાણી જેટલું સંવેદનશીલ છે તેટલું બીજું કોઈ નથી. એ વાત્સલ્યરસની અનુભૂતિ ઝીલી શકે છે તેમ જ તેની પ્રત્યાનુભૂતિ બીજા ઉપર પાડી શકે છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યનું આધ્યાત્મિક એકમ સર્વ પ્રથમ પોતે જ ઉત્કટ વાત્સલ્ય રસમાં ન ભીંજાય. તે એવું ઉત્કટ વાત્સલ્ય બીજા પ્રતિ ન વહેવડાવી શકે. એ માટે માનવ જ શ્રેષ્ઠ એકમ છે. એકવાર જેણે વિશ્વવાત્સલ્યને સિદ્ધાંત સારી પેઠે જાયે; તેણે સમસ્ત જીવ-સૃષ્ટિ પ્રતિ–પશુપંખી, કીટપતંગ, તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવસૃષ્ટિ પ્રતિ સ્વયંભૂ વાત્સલ્ય વહેવડાવ્યું છે. પછી તેના માટે ધર્મ, જાતિ કે પ્રદેશના બંધને રહેતાં નથી એટલું જ નહીં. તેના વાત્સલ્ય માટે કેવળ માનવસમાજ એવું પણ બંધન ટકતું નથી; તે તે સમસ્ત સમષ્ટિ અને તેની જીવસૃષ્ટિ પ્રતિ સમાનભાવે વહે છે. માનવ આવું વિશ્વવાત્સલ્ય સાધી શકે છે એટલે જ તેને આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે સ્વીકારી શકાય છે. આજે પણ એવા અનેક દાખલાઓ મળી આવે છે કે જેમણે જીવનમાં વિશ્વ વાત્સલ્ય સાધ્યું છે એવા યોગીઓ પાસે હિંસક પશુઓ-વાઘ-સિંહ વગેરે શાંતિથી બેસે છે. એટલું જ નહીં પરસ્પરના વેરી અને કર પ્રાણીઓ સાપ–ળિયો, સિંહ-બકરી પણું સમાનભાવે શાંત બેસે છે. તેઓ પરસ્પરના વેરને વિસરાવી દે છે. એટલેજ યોગદર્શનમાં કહ્યું છે - દ્ધિા–પ્રતિષ્ઠા, સન્ન રસ્યા: >> અહિંસાની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ જતાં, ત્યાં આગળ બધા છે પરસ્પરને વેરભાવ છોડી દે છે. ગીતામાં વિરાટનું દર્શન માનવ મુખમાં બતાવવામાં આવેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ - 100 મહાભારતમાં “માનવથી કોઈ મહાન નથી !" એવું સનાતન સત્ય ઉચ્ચારવામાં આવ્યું છે. જેનેએ ત્રણલકની કલ્પના જે ચૌદ રાજુ પ્રમાણમાં કરી છે તેની આકૃતિમાં માનવ–આકાર બતાવવામાં આવેલ છે. એની પાછળનું રહસ્ય એ જ છે કે કેવળ મનુષ્ય એટલી અને એવી આધ્યાત્મિક શક્તિ ધરાવનારે છે કે તે પોતાની અંદર આખાં વિરાટ વિશ્વને સમાવી શકે છે. તે એટલી સિદ્ધિને સાધી શકે છે. બધા ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એક સ્વરે મનુષ્ય જન્મને દુર્લભ બતાવ્યો છે. - જેનોએ ચાર પરમ અંગની દુર્લભ પ્રાપ્તિમાં પહેલાં અંગ તરીકે મનુષ્યભવને બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં યુફ્ટ માથુ મ” મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે એમ કહ્યું છે. બૌદ્ધધમેં પણ માનવ જન્મને દુર્લભ બતાવ્યો છે. હિંદુઓમાં પણ. बडेभाग मानव तन पावा। सुरदुर्लभ ग्रन्थकोटिन्ह गावा // –તુલસીદાસજીએ રામાયણમાં ઉપરની પંક્તિઓ કહી છે કે મહાપુણ્ય મનુષ્યનું શરીર મળે છે જે દેવોને પણ દુર્લભ છે અને જેનો. મહિમા કોટિ કોટિ ગ્રંથોએ ગાયો છે. ઈસાઈ ધર્મમાં પણ એક વાત $8917 : " Human body is the tempel of god. ". મનુષ્યનું શરીર ઈશ્વરનું મંદિર છે. કારણકે ઈશ્વર સુધી આ મંદિર વડેજ પહોંચી શકાય છે. ' આને અર્થ રખે કોઈ એમ કરે કે બધા મનુષ્યો વિશ્વાત્સલ્યની પૂર્ણ સાધના કરી લે છે. માનવને તેને અધિકારી જરૂર માનવામાં આવ્યું છે પણ અધિકારથી વિરૂદ્ધ કામ કરે તો તે “ધિકારી” ધિક્કારને પાત્ર પણ બની જાય છે. તેને સર્વોચ્ચ બતાવીને તેના ઉપર પ્રાણિ-વાત્સલ્યની સંપૂર્ણ જવાબદારી નાખવામાં આવી છે. એ તેને બજાવવાની છે. તેણે એમ ન સમજવું જોઈએ કે હું તો સહુ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું. માટે મને બધાં અનિષ્ટો કરવાને હક્ક છે. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ 101 જે બુદ્ધિ, બળ અને વિચારશક્તિ મળ્યાં છે તેનો ઉપયોગ તેણે બીજા પ્રાણીઓને વધારેમાં વધારે સંરક્ષણ, જીવન સંવર્ધન અને અભયપદાન કરવામાં કરવાને છે. આમ આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવાડી શકે તેનું રેગ્ય પાત્ર અને અધિકારી કેવળ માનવ આવે છે. એટલે તેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વવાસય વહેવડાવવાના એકમ તરીકે લેવામાં આવ્યો છે. ઉપર જે જે એક અગે વિચાર કરવામાં આવ્યો છે, તેના ઉપર પૂરે વિચાર કરી; તે તે એકમો મારફતે તેમનાથી સંબંધિત ક્ષેત્રોમાં વાત્સલ્ય વહેવડાવવાનું કાર્ય સાધકનું છે. તે કાર્ય એ રીતે ઉપાડી લે તે વિશ્વ વાત્સલ્ય સિદ્ધ થવામાં સરળતા રહેશે અને વાર નહીં લાગે. ચર્ચા-વિચારણું પ્રત્યક્ષ અને પરોક્ષ વિશ્વ વાત્સલ્યનાં એક શ્રા માટલિયાએ વિશ્વવાત્સલ્યનાં એકમો ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - વિશ્વવાત્સલ્યના પ્રત્યક્ષ એકમે ત્રણ ગણી શકાય :-(1) કુટુંબ (2) ગ્રામ (3) નગર (મુંબઈ જેવા મોટાં શહેર નહીં) બાકીનાં બે એકમો પરાક્ષ છે તે (1) દેશ અને (2) વિશ્વ. હવાને અનંત ઉપકાર છતાં યાદ ન રહે કારણ કે તે સ્વાભાવિક છે. એવું જ સ્વાભાવિક કુટુંબ જીવન માટે આ દેશમાં છે. એક કુટુંબ સમાજ જીવનમાં શું શું કરે છે, તેને કોઈ ગણવા બેસતું નથી. તે છતાં તેના જે ઉપકાર છે તે અમૂલ્ય છે. કુટુંબને ફાળે - એક કુટુંબમાં ઘણાં ભાઈ અને બહેને સ્ત્રી અને પુરુષે રહે છે. જેમકે દીયર, ભેજાઈ. જેઠ, નાનાભાઈની વહુ, સસરે, સાસુ, વહુ તે છતાં અપવાદ સિવાય નવાઈની વાત છે કે આખું કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ 102 આટલા જુદા જુદા પુરુષ અને સ્ત્રીઓ સાથે રહેતા છતાં અધિકારી ભાવે રહી શકે છે. કેઈપણ પ્રકારના ચિત્તકલેશ વિના કોઈપણ પ્રકારના ભય વિના નિર્ભયતાપૂર્વક સહજીવન ગાળી શકે છે. આ પ્રણાલી જળવાય છે, એનું કારણ કુટુંબ ભાવનાના વર્ષોના સહજ સંસ્કાર છે. ત્યાં વિકાર જોવામાં આવતા નથી. આમ કામ-વિકારનું ઉપશમન કરવામાં કે કામ-વિકારને મંદવામાં કુટુંબ-એકમને અગત્યને ફાળે છે અને તેણે વિશ્વ વાત્સલ્યના માર્ગને સરળ કર્યો છે. એવો જ બીજો ગુણ કુટુંબ એકમે ખિલવ્યો છે તે છે નિર્લોભને. એક કુટુંબમાં એક સભ્ય કમાય, બીજે ને કમાય ! એક વધુ કમાય અને એક ઓછું કમાય તોયે સેને સરખાં ગણીને ચાલવાનો કાયદે કુટુંબ વડે જ આવ્યો છે. એક રીતે તે નિર્લોભાવૃત્તિને કેળવે છે. ઘણીવાર કુટુંબમાં સાથે રહેતાં એવું પણ બને છે કે કોઈને રીસ થાય. કોઈ આવેશમાં આવી જાય કોધે ભરાઈને વઢવાડપણ થાય તે છતાંયે છેવટે તે કુટુંબ માટે સારૂ નહીં, એમ કહી તેના અંગે શરમાવું પડે, પસ્તાવું પડે કે ગમખાઈ જ પડે. આમ ક્રોધ ઉપર અંકુશ આવે. “ડાંગે માર્યા પાણી ન છૂટે તેમ ભાઈઓનાં હેત ન છૂટે!” એ કહેવત કુટુંબ ભાવનાનું જ પ્રતિબિંબ છે. નિરંકુશ ક્રોધને ૌમ્ય-શાંત કરવાની ક્રિયા પણ કુટુંબમાંજ સધાય છે. એવી જ રીતે વધારે પડતી મમતા કે પક્ષપાત ઉપર પણ કુટુંબમાં અંકુશ આવી જાય છે “મારું બાળક” કે “મારા પતિ” વિ. મમતા ખાટું રૂપ પામી વિકસતી નથી પણ તે અંતરની ઊમિ બનીને વાત્સલ્ય ભાવમાં પરિણમે છે. આમ જોશું તે કુટુંબમાં કામ, ક્રોધ, લોભ અને મોહ ઉપર અંકુશ લાવવામાં મદદ મળે છે તેમજ અનેક જાતના સંબંધોને કારણે કર્તવ્યનું ખેડાણ પણ કુટુંબમાં વધે છે. કાકા-કાકી, ભત્રીજાની વહુભત્રીજી, નણંદ-ભોજાઈ એમ અનેક તરફનાં કર્તવ્યો બજાવવાં પડે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ 103 ", ": કુટુંબ જેમ કામને ડામવામાં મદદરૂપ છે તેમ અંગાર ભાવને પણ એ કેશમાં આણવામાં અકસીર છે. કદાચ સ્ત્રી અને પુરુષ એકલાં રહે તેને કુટુંબ ગણું શકાય તે બહિર્લક્ષી છે. તેનાં મૂલ્ય કે સાધને કર્તવ્યના ખેડાણમાં ઉપયોગી થતાં નથી. તેવું કુટુંબે ભાગ્યે જ વિધવાસભં મેં પોષક બને છે. એવું કુટુંબ પિતાનાં સંતાનને એકલપટું બનાવે છે. તેમનામાં એકલાં રહેવાની, ખાઈ પી લેવાની જે આદત પડે છે, તેના કારણે તેવાં સંતાને આગળ જતાં મા-બાપને પણ ધકકો દઈ એકલવાયાં બને છે. . કયારેક કુટુંબમાં ન રહેતાં ભાઈઓના બાળકોને તેમના મા-બાપ “કાકા આવા છે–કાકી આવાં છે.” એમ કહીને એક પ્રકારની રીસ અને ઝેર બાળકોમાં ભરે છે. આવું કુટુંબ સ્વાર્થ તેમજ ભોગ પ્રધાન ઈને વિશ્વાત્સલ્યને પિષક બનતું નથી. એવી જ રીતે સંયુક્ત કુટુંબની પવિત્ર જવાબદારીઓ જ્યાં અદા ન થતી હોય તો તે પણ દોષયુક્ત બને છે. જે કુટુંબના સભ્યોમાં રૂઢિચુસ્તતા હોય ત્યાં નાહક જીદના કારણે કુટુંબને વિકાસ રૂંધાય છે અને જ્યાં દાંડાઈ હેય છે ત્યાં કન્યા-કરાર, વરકરાર કે અન્યાયી તોની જીત થાય છે. પરિણામે કુટુંબમાં જે વાત્સલ્ય રહેવું જોઈએ તે ચાલ્યું જાય છે અને પિતાની જોહુકમી ને દાંડાઈના બળે જીતવાને તે અખાડો બની જાય છે. આ કારણે કુટુંબમાં જે છિન્ન-ભિન્નતા થાય છે, તે નુક્સાનજનક છે. આજે મેણાં ટોણાં મારવા, ખાનગીપણું રાખવું વ. કુટેવોના કારણે સંયુક્ત કુટુંબની પ્રથા ઉપર પ્રહાર થાય છે. પણ એ બધી ટેવોને સુધારવાથી જ જીવનકલ્યાણ થઈ શકે છે. વિવિધતામાં એકતા સાધવાની દષ્ટિએ કુટુંબ વિશ્વ વાત્સલ્યનું એકમ જરૂર છે. રાષ્ટ્રહિત માટે કુટુંબપ્રથાને નાશ યુરોપમાં, ખાસ કરીને રશિયા અને પૂર્વ જર્મનીથી એ કાર્યક્રમ શરૂ થયો છે કે માનવી મમતાવાળે ન થાય પણ રાષ્ટ્રહિતેચ્છુ બને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 104 તે માટે કુટુંબપ્રથાનો નાશ કરવો. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આવે-જાય પણ ત્યાર બાદ સંબધે બધ. વૃદ્ધ મા-બાપ જાય વૃદ્ધાશ્રમમાં. આમાં માનવીને સ્વાભાવિક વાત્સલ્ય–અનુબંધ તૂટી જાય. એથી અમેરિકાએ (1) કુટુંબ (2) વિચાર સ્વાતંત્ર્ય (3) ખેરાક અને (4) ધર્મ એ ચારેય બાબતોમાં લોકોને સ્વતંત્ર રાખ્યા છે. તે એકંદરે ઠીક છે. જો કે ઈતિહાસ પ્રમાણે આર્યોની જ એક શાખા યુરોપ વ. દેશમાં ગઈ છે પણ ત્યાં કુટુંબ જીવન ખીલ્યું નથી. આ ભારત દેશમાં તે ખીલ્યું અને પરિણામે ગ્રામ્યજીવન પણ ઠીક ઠીક ખીલ્યું. નાંધારીઓને કામ, પિષણહીનને પિષણ, શિક્ષણ વિહીનને શિક્ષણું, વ્યક્તિને રક્ષણ વિ. બધું ગ્રામ સમાજમાં વ્યાપક બને છે. અહીં કુટુંબમાં મળેલી તાલીમ જ વ્યાપક બને છે. કુટુંબ વાત્સલ્યને તાંતણે જ ત્યાં પ્રેરક બળ બને છે અને વિકસે છે. ગ્રામ સમાજના એ રીતે વેપારી, ખેડૂત, વસવાયા, રોકીદાર, પંચ વગેરેના કારણે કુટુંબ ભાવના આવી. બધા એક કુટુંબના સભ્ય જેમ વર્તવા લાગ્યા. ગ્રામની સ્ત્રીની પવિત્રતા માટે સમગ્ર સમાજે આગ્રહ સેવ્ય. સહિયારી રોજી અને મહિયારૂ કાર્ય તેમજ સહિયારાં જીવન થયાં, સંબધે સ્નેહાળ બન્યાં. તેમ જ જ્યાં એવું નથી થયું ત્યાં વિશ્વ વાત્સલ્યની દષ્ટિએ ગ્રામ સમાજ જેવી સુસંસ્થાઓ ઊભી કરવી પડશે અને વિશ્વ સાથે તેમને સાંકળવા અનુબંધ વિચારને અપનાવવો પડશે. કટુંબ એકમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ શ્રી દેવજીભાઈએ કુટુંબ એકમને ઉપકારી બનાવવા માટેનો એક દાખલો આ પ્રમાણે આ - , અમારા ભચાઉ ખેડૂત મંડળ પાસે ઘણીવાર ઘણા પ્રશ્નો આવે છે. એમાં એકવાર એક કુટુંબને પ્રશ્ન સામે આવ્યો. એક મા, દીકરે અને દીકરાની વહુ વચ્ચેનું ઘર્ષણ વધ્યું. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ 105 દીકરાએ શુદ્ધિ પ્રયોગની વાત સાંભળેલી એટલે તે ઉપવાસ ઉપર ઊતર્યો. મા એથી વધારે ગુસ્સે થઈગામના લોકો માને ઠપકો આપવા લાગ્યા. મારી પાસે સાંજે પાંચ વાગે વાત આવી. બીજાઓ ત્યાં હતાં. હું પણ ત્યાં પહેઓ. * . વાત જાણવા માટે મેં બાઈને પૂછ્યું : “શું વાત છે?” બાઈએ કહ્યું : “છોકરાના બાપ ગુજરી ગયા ત્યારથી ઘરનું માંડમાંડ ચાલે છે. છોકરે અલગ રહે તે ખર્ચા પૂરાં પડતાં નથી. તે પરદેશ જાય તે મને ગમતું નથી. એટલે સૌ સાથે રહીએ એવી મારી ઇચ્છા છે.” હવે છોકરાની વહુને પૂછયું : “તને શું વાંધે છે?” એણે કહ્યું : “સાસુની પ્રકૃતિ સાથે મારે મેળ ન પડે?' આથી સાસુ અને વહુ બન્નેને સમજાવ્યા. વહુને કહ્યું “સાસુને ધ થાય તો યે સામું ન બોલવું! " સાસુને કહ્યું : " ટેવને લઈને બેલાઈ જાય તે દિલગીરી દર્શાવવી. આમ પ્રયને વડે તે કુટુંબને મેળ જામી ગયો. બીજુ ઘર ભાડે આપતાં કુટુંબની આવક પણ વધી; કારણ બે ઘર હતાં તે એક થતાં, બીજુ ઘર ખાલી પડયું હતું. જે આ રીતે કુટુંબ એકમને સાધવામાં આવે તો વિશ્વવાત્સલ્યની સાધના સરળ થાય. આ જ એક બીજો દાખલો આ પ્રમાણે છે - ભચાઉ ખેડૂત મંડળ સારું કામ કરે છે એ જાણીને લોકો કોર્ટ ન જતાં અમારી પાસે આવવા લાગ્યા. એકવાર બીજા ગામની એક ફરિયાદ આવી. તેમાં જેઠાણીના દીકરાની વહુ સાથે ઝઘડે થતાં; તેણે અને ગામમાં રહેતી તેની માએ બાઈને ખૂબ ભારી. ફરિયાદ આવતાં ગામના બે-ત્રણ પ્રતિષ્ઠિત માસુસોને લઈને હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ 106 તે ગામમાં ગયો. પહેલાં તે દાંડાઈનું જોર હતુ પણ આ તો સામાજિક દબાણું છે એમ માની તેઓ નરમ પડ્યા. મોટાભાઈએ એક વાત મૂકી : “મારે નાનો ભાઈ મારી સાથે બેલતો નથી–રામરામ પણ કરતો નથી.” તેની વાત રીતસરની હતી એટલે અમે મોટાભાઈની વાત નાનાભાઈ આગળ મૂકી કે ગમે તેમ તોયે તારા મોટાભાઈ! તેમને જઈને પગે પડ ! તું અમારી સામે એમ કરીશ તે ગામના લોકો જેશે અને તારી આબરૂ વધશે. સાથે કુસંપ પણ દૂર થઈ જશે !" તેણે તેમ કર્યું. ગામ નાનું હતું અને તરત બને ભાઈઓમાં સંપ થઈ ગયો. આમ જ્યાં ગ્રામ સંગઠને હોય તેમણે કુટુંબ એકમોમાં મેળ સાધે જોઈએ. ગ્રામશક્તિ વધે કે રાજ્યને પણ તેની આગળ નમવું પડે છે કારણ કે લોશાહીમાં લોકો જ શક્તિ છે. કેવળ તેમનાં સંગઠને યોગ્ય અને ન્યાયપુરઃસર થવાં જોઈએ. ' વિધવાત્સલ્યની પહેલ કુટુંબથી થવી જોઈએ ! શ્રી પૂજાભાઈએ વિશ્વવાત્સલ્યની પહેલ ઘરથી થવી જોઈએ તે ઉપર વિચાર દર્શાવતાં કહ્યું : “જે કુટુંબ સારાં ન હોય તે વિધવાત્સલ્યના માર્ગે પહેલ ક્યાંથી થાય? એટલે કુટુંબ એમને વિશ્વ વાત્સલ્ય બળને સંચાર કરવા શક્તિમાન કરવું જોઈએ. સાસુ વહુ કડાકૂડ લડતા હોય અને બાળક ધાવતું હોય તો તેની કેવી છાપ પડે? બાળક પર, ગર્ભ ઉપર વિચાર અને વાતાવરણની અસર થાયજ છે. એટલે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કરવા કુટુંબ માગે જવું જોઈશે. વડીલોએ નીતિ-રીતિ સમજી યોગ્ય માર્ગે જવું જોઈએ તેમજ બાળકોએ પણ વડીલોને સત્કારવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ 107 - કેટલાંક કુટુંબો આપણા ઉપર એવી આદર્શ છાપ મૂકે છે કે તે વિસરાતાં નથી. ૧૯૫૧–પર માં ભાલ–નળકાંઠા ગોપાલક મંડળને પચાસહાર ઢોરની વ્યવસ્થા સંભાળવાની હતી. ત્યારે સાખબારા અને છેલઆંબા વચ્ચે એક સહકારી ખેતી મંડળીને એક કુટુંબના વિવિધ સભ્યો ચલાવતા હતા. તેને જોઈને ઘણો આનંદ થયો. અમે ગયા કે તરત આવકાર આપ્યો. મડળીના સભ્યોનું મજૂર સાથેનું જે વર્તન હતું. તે અજોડ હતું. એક બહેન ઘરના માણસોની જેમ સૌને પીરસતા હતા. બધાને કામ સરખું; ખોરાક સરખે અને આરામ સરખે. અમુક સમય ગાંધી વિચારની ગીતા (અનાસકિત યુગ)નું વાંચન થતું. તે કુટુંબને. જોઈને સંતોષ થયો કે આવું કુટુંબ ખરેખર વિશ્વ વાત્સલ્યનું એકમ બની શકે, એની વિરૂદ્ધ એક વાઘરી કુટુંબને દાખલો આપી શકાય. આં. લોકો છત્રી સમી કરવાને ધધો કરતા. કુટુંબમાં મા-બાપે નાનપણથી. બાળકોમાં સંસ્કાર ન નાખ્યા પરિણામે બાળકો મોટાં થતાં ચેરી વગેરે. શીખ્યાં અને કુટુંબને આનંદ ચાલ્યો ગયો. જરાક ઓથે સુધરતા કુટુંબો . શ્રી દેવજીભાઈએ કહ્યું: “એ વાત સાચી છે. વાઘરી કુટુંબ પાછળ છે કારણકે તેમને જાત-વિકાસની તક ઓછી મળી છે. તેમનામાં બે ગુણે તો જોવામાં આવે છે -(1) નાતને સુસંપ (2) ગરમ સ્વભાવ. તેમને જરાક ઓથ સાચી દિશાએ જવાની આપવામાં આવે તે વાળ્યાં તરત વળે તેવા છે. અમલદારે, શ્રીમતો અને નગર ઉપર ઉપકાર કરીએ તોયે શંકાની નજરે તો જુએજ કે કંઈક કારણ હશે. ત્યારે આવે પછાત વર્ગ થોડા ઉપકારને પણ મોકો મળતાં વધુ આભારે તરત વાળે. આ લોકશક્તિ વ્યવસ્થિત થાય તે દેશ અને વિશ્વને કેટલી બધી ઉપયોગી થઈ પડે! એટલું જ નહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 108 વિશાળ સમાજને બાધકરૂપ થવા કરતાં સહાયક બને અને પિતાને ઉગારી લે. * આ બધાના અનુબ ધની તત્કાળ જરૂર છે. વિધવાત્સલ્યમાં બાધક તો શ્રી બળવંતભાઈએ કહ્યું: “મારા નમ્ર મત પ્રમાણે વિશ્વવાત્સલ્યમાં -ચાર બાધક તો છે -(1) ગરીબી (2) ગામ અને નગરના દાંડત (3) રાજકીય પક્ષો અને (4) વધારે પડતા કાયદા કાનૂને. અમે એક ગામમાં ગયેલા. શરૂઆતમાં આત્મશુદ્ધિ માટે ત્રણ ઉપવાસ કરીને, ફરતા ફરતાં ત્યાં પહોંચ્યા. બપોર સુધી રેંટિયે કાં પણ કોઈ મળવા ન આવ્યું. સાંજે સહકારી મંડળીમાં કામ કરનાર એક ભાઈ ત્યાં આવ્યા. સાંજના જમણની વ્યવસ્થા પણ ત્યાં થઈ ગઈ ! રાત્રે સભાને વિચાર કર્યો પણ દરબારે બત્તી ન આપી. તેથી ખુલ્લા દિલે વાત ન થઈ શકી. વહેલી સવારે ભજન ગાતા હતા ત્યારે લોકો આવ્યા. તેમણે કહ્યું: અહીંની બધી સ્થિતિ તેમજ પંચાયત વ. એવાં છે કે આગળ વધી શકાય નહીં. કારણ કે અહીંની પરિસ્થિતિમાં અમલદારે લગભગ દરબારને ત્યાં ઊતરે છે. તેથી અમલદારો શેહમાં તણાઈ જાય છે. દરબાર અને તેને કારભારી (કામદાર) મળીને આખા ગામને દબાવે છે. આમ ગરીબાઈના કારણે ન બોલવું અને દાંડતોનું સહન કરવું. જેથી લોકો ઉપર આવી શકતાં નથી. તે એવું જ એક તવ રાજકીય પક્ષે છે. તેઓ પણ લોકોના મનને જુદાં પડાવે છે. મહાગુજરાત જનતા પરિષદે જે સ્થિતિ જન્માવી હતી તે એવી ખરાબ હતી કે તેના પ્રત્યાઘાત રૂપે નડિયાદની પરિસ્થિતિ હજુ સુધી સુધરી નથી. આ સિવાય વાત્સલ્ય વહેવડાવનારી અને વિશ્વ વાત્સલ્યની પ્રતીક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ 109, સમાન “માતા” પિતાના સ્થાનેથી નીચે ઊતરતી જાય છે. જ્યાં સુધી માતૃપક્ષ સબળ, સમૃદ્ધ અને ઉન્નત ન બને ત્યાં સુધી વિશ્વ વાત્સલ્યનું રેડાણ ક્ષણ બને છે. આજે સ્ત્રીઓમાં આપઘાતના બનાવો વધતાં જાય છે. દાંડ. તો તેને કચડી નાખવા પ્રયત્ન કરે છે. ચારસો માણસની વસતિના એક ગામની આ વાત છે. ત્યાં એક બાઈ સગર્ભા હતી. બિચારીનું કઈ ન સાંભળે. તેનો પતિ પણ ન સાંભળે. તેની સાસુ તેના ઉપર ગુજારવામાં બાકી ન રાખે. ધણી માના સૂરમાં સૂર ભેળવે. તેને કોઈ સમજાવનાર પણ નહીં. તેમને માર્ગદર્શન આપનાર પણ કોઈ નહીં. એટલું જ નહીં કોઈ વચ્ચે પડવા જાય તો તેના માર્ગમાં અવરોધ થાય. આ બાઈ એટલી બધી કંટાળી ગઈ કે આપઘાત સિવાય કઈ આરે ન રહ્યો. ખરેખર એ વાવમાં જઈને પડી. એનાં કાગળિયાં થયાં પણ ખોટાં. સરપંચને તે કુટુંબે વશ કરેલા.. એટલે સરપંચે પોલીસ પટેલને સાધ્યા અને તેમણે એક હલકાં ચારિત્ર્યવાળી બાઈને સાક્ષીમાં ઊભી કરી; જેણે કહ્યું : “મરનાર બાઈને વાઈ આવતી હોવાથી વાવમાં પડી ગઈ છે. તે મેં જોયું છે!” કેસ ઊડી ગયું. પેલું કુટુંબ પોતાની દાંડાઈ ઉપર રાજી થયું અને પાછી સમાજમાં એની પ્રતિષ્ઠા પણ કાયમ રહી. તે છોકરાંને બીજી કન્યા આપનાર માબાપ પણ મળી રહ્યા. આમ આજે માતૃપક્ષ નીચે પડી રહ્યો છે. - આને દૂર કરવા માટે ભાલનળ કાંઠા, કચ્છ અને ગુજરાતનાં જેવાં નક્કર ખેડૂત મંડળે વિ. સંગઠને ઊભાં થાય તો દેશભરમાં ભાવપક્ષ. સાથે થતો અન્યાય દૂર થઈ શકશે અને પત્નીને સળગાવી નાખવી: વહુને મારી નાખવી કે કન્યાઓએ કુ પુરવાની વાત એછી સાંભળવા મળશે. તેમજ એવાં તત્તનું સામાજિક મૂલ્યાંકન થતાં તેમની પ્રતિષ્ઠા .. નહીં રહે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #126
--------------------------------------------------------------------------
________________ 110 વાત્સલ્યમાં માન ન હોવું જોઈએ પૂ. દંડી સ્વામીએ માતૃપક્ષમાં જે બેટી માન મર્યાદા પ્રવેશી છે તેનો દાખલો આપતાં કહ્યું : “વિશ્વ વાત્સલ્યનાં એકમોની વાત બરાબર છે. પણ એ એકમે સારાં હોવાં જોઈએ. આજે તે એવું બને છે કે વહુ ના પાડે તેમાં પણ સાસુને પિતાના મોઢે “ના” નથી કહેવાણું એમ સમજીને હીણું લાગે છે. એક બ્રાહ્મણને એક વહુએ લોટ ન આપે. રસ્તામાં સાસુ મળ્યા, ગિર મહારાજને કહ્યું : “પાછા ચાલો !" એમ કહીને ગરજીને સાથે લઈ ગયા. પછી ઘેર જઈને ડેલીએ ઊભી ને કહ્યું : “મહારાજ, પછી આવજે!” પેલા બ્રાહ્મણે કહ્યું: “તે, પછી મને શા માટે પાછો લાવ્યા હતા?” ત્યારે સાસુએ કહ્યું : “મહારાજ ના પાડવાની સત્તા વહુની ન હોય. તે મારી છે એટલે તમને પાછા બોલાવી ના પાડી. કાલે કોઈ એમ તે નહીં કહેને કે સાસુનું ચાલતું નથી?” આવાં ખોટાં માન-અપમાનમાં રાચીને માતૃપક્ષ લજાઈ રહ્યો છે. જેતપુરને પણ એક એવો દાખલો છે. ત્યાં એક દુર્ગણ સ્ત્રી પિતાના પતિ સાથે બાઝયા તે કરે પણ તેને મારેય ખરી. બધા ઘણ રીતે સમજાવી પણ તે તો ધણીને બાયલો જ ગણે. અંતે તેને તોડ કાઢવા સલાહ આપી: “ખેતર તારે નામે છે! તો તું ખેતી કર અને અનાજ લઈ લે. બનતું નથી તે જુદી ઓરડી રાખીને રહે !" આમ થવાથી બાઇની અક્કલ ઠેકાણે આવી. . ટુંકમાં માતપક્ષ ભાતભાવથી નીચે ઉતરત જઈ રહ્યો છે તેને સુધારો રહ્યો અને કુટુંબ એકમને સદ્ધર બનાવવું જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ 111 અભેદ સેવા શ્રી સવિતાબેને કુટુંબ વાત્સલ્યને સેવા રૂપે બીજા સુધી રેડવાને દાખલો આપતાં કહ્યું - એક પટાવાળાને 1060 ડીગ્રી તાવ આવેલ. તે વખતે મોટા મંત્રીએ સેવા ન કરી પણ અમે બન્નેએ (પત્ની-પતિ) સેવા કરી તે વખતે મંત્રીના ઠરેલા પત્નીએ કહ્યું : “એવાને બહુ ન ચઢાવીએ.” અમારે તે સેવા કરવી હતી એટલે કરી. પટાવાળે સાજો થયો તે અમારો ખૂબ ઉપકાર માનવા લાગ્યો, મેં કહ્યું : “ભાઈ! તું હમણાં જ પરણ્યો છે. તારી મા હોય તો તેને કેવી લાગણી થાય ! એવી જ પ્રેરણાએ અમે બન્યું તે કર્યું છે. અમારે છેક માંદ પડે તે અમે સેવા કરીએ કે નહીં ?" બિચારે ઉપકારવશ થઈને ગળગળા થઈ ગયા. તે મંત્રીનાં પત્નીને લાગ્યું કે અમે દેખાવ કરીએ છીએ. તેમણે અમારી બન્નેની પરીક્ષા લીધી. પણ એમને ખાતરી થઈ કે આમને (અમને) કશા પણ પૂર્વગ્રહ કે સ્વાર્થ વિના સેવા કરવાની ટેવ છે. એટલે રાજી થયાં. આ પ્રસંગ એટલા માટે કહેવો પડ્યો કે મોટા ગણાતા અને ગાંધીબાપુના વખતના આગળ વધેલા લોકો પણ અભેદભાવે સેવાની વાત ભૂલવા લાગ્યા છે. જેથી આપણું કામ ઘણું કઠણ થઈ પડયું છે. વિશ્વવાત્સલ્યને રસ્તે જવાની ભાવના પ્રભુ કાયમ રાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ [6] વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા [21-861 ] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્ય ઉપર વિચારની દ્રષ્ટિએ અત્યાર સુધી સારી પેઠે વિચારાઈ ગયું છે. વિશ્વ વાત્સલ્યની ભાવનાઓ, પાસાંઓ અને એકમો ઉપર પણ જોઈએ તેટલો પ્રકાશ પાડવામાં આવ્યો છે. હવે તેની આચાર દિશા શું છે તેને વિચાર કરવાનો છે. કઈ પણ કહ૫ના ઘણજ સુંદર હેય પણ તે જ્યારે આકાર લે છે ત્યારેજ લાખો માણસને તેની સૌદર્ય ક૯૫નાની ઝાંખી થાય છે. એવી જ રીતે વિચારો ગમે તેટલાં સુંદર હોય પણ જો તે આચારમાં ન આવે તો તેની ઉપયોગિતા નહીંવત રહેશે. વિચાર જેટલી જ આચારની જરૂર છે. માત્ર વિચાર કરવાથી સમાજમાં પરિવર્તન કે ક્રાંતિ થઈ જશે નહીં. આચારમાં મૂકતા પહેલાં વિચારે પરિપકવ થવા જોઈએ પણ છેવટે તો તે આચારમાં મૂકાય તે શ્રેણિએ પહોંચવાનો પ્રયત્ન થો જરૂરી છે. આજે તો ભારતવર્ષમાં આચારની વધારે જરૂર છે. વિચારોનું ખેડાણ તો ભારતવર્ષમાં હજારો વર્ષોથી થતું આવ્યું છે. એ ઉચ્ચ વિચારોને પચાવી તેને કાર્યાન્વિત કરવાની જરૂર છે. એ માટે દરેક વિચારકોએ પણ એટલા જ ભાર મૂકે છે. વિશ્વવાત્સલ્યને લાગે વળગે છે ત્યાં સુધી વિચારની દ્રષ્ટિએ દરેક . ધર્મોએ તેને માન્ય કરેલ છે અને કદાચ નવી કોઈ ધાર્મિક વિચારધારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 113 આવે તે તેને પણ એને માન્ય કરવું પડશે. દરેક ધર્મોના શબ્દોમાં ફેરફાર હોઈ શકે. કોઈ એને વિશ્વપ્રેમ કહેશે, કોઈ વિશ્વભાતૃત્વ કહેશે તો કોઈ વિશ્વબંધુત્વ કહેશે ! કોઈ વિશ્વમૈત્રી રૂપે રજૂ કરશે તો કોઈ અદ્વૈતભાવ રૂપે કોઈ સામાયિક સ્વરૂપે સમજાવશે તે કોઈ બ્રહ્મવિહાર રૂપે કોઈ આત્મૌપમ્પ કહેશે તો કોઈ આત્મવત સર્વભૂતેષુ કહેશે. આમ અલગ અલગ શબ્દોની પાછળ ભાવનાને વિચાર કરવામાં આવે છે તે વિશ્વવાત્સલ્યની ભાવના જ હશે. એટલે વિશ્વ વાત્સલ્યના વિચારનું ખેડાણ, આપણું ઋષિઓએ કર્યું છે અને હજારો વર્ષોથી સંતો, ભક્તી, શ્રમ, ઋષિ-મુનિઓ વિધવા સલ્યના વિચારોને ઉપદેશ, વ્યાખ્યાન, લેખ કે સંદેશ રૂપે પ્રચાર કરતા રહ્યા છે. તે ઉચ્ચ વિચાર ભારતના લોકોને ગમ્યાં પણ છે. ઉચ્ચ વિચાર અને તેના ઊંડાણભર્યા પૃથક્કરણને પરિણામે અહીં છ દર્શને આલેખાય છે. આ વિશ્વ વાત્સલ્યના વિચારને આચારમાં મૂકવાને પ્રશ્ન આવે છે ત્યારે અનેક નડતરે કે બાધક કારણે ઊભાં થાય છે અને અનેક વાર, ભરતી અને ઓટ આવતી નજરે ચડે છે. એનું કારણ એ છે કે વિશ્વવાસયમાં બધા ધર્મો, વા, દર્શને, વિચારધારાઓ, વણે, જ્ઞાતિઓ, સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રોને સમાવેશ થઈ જાય છે. બધાયને - પોતપોતાની યોગ્યતા પ્રમાણે સ્થાન મળે છે. એટલે આચારમાં મૂકતી વખતે ઉપર કહ્યા તે બધાયના અનેક સંસ્કાર આડા આવે છે. ' જગદ્ગુરુ શંકરાચાર્ય અદ્વૈતવાદના જમ્બર પ્રચારક હતા. તેમના મત પ્રમાણે જગતમાં આત્માના સર્વત્ર એક સ્વીકાર કરવામાં આવ્યો છે. પણ રૂઢિગત સંસ્કારો તેમને પણ કેટલે આડે આવતા તેને એક દાખલો આ પ્રમાણે છે - 2. જગદ્ગુરુ શંકરાચાર્ય કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરીને પાછા ફરતા હોય છે. તે વખતે સામેથી એક ચાંડાળ તેમને મળે છે. પિતાના પૂર્વસંસ્કારોના પ્રભાવના કારણે શંકરાચાર્યજી તેને આઘે ખસવાનું કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ 114 - ત્યારે તે ચાંડાળ કહે છે - अन्नादनभवमथवा चैतन्यमेव चैतन्यत् / * હૂિકવર! સૂરતું ઘાસ, િદ જ છે જાતિ | " હે બ્રાહ્મણવર ! આપ કોને દૂર ખસવાનું કહે છે ! આ શરીરને કે ચેતન્યને ! જે શરીરને દૂર ખસવાનું કહે છે તે જેવું મારું આ શરીર પંચભૌતિક છે તેવું જ આપનું છે. એમાં કોઈ અંતર નથી તે એને ખસવાની જરૂર નથી. જે આત્માને દૂર ખસવાનું કહો છો તે આત્મા આપના અદૈતવાદ પ્રમાણે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તે તે આઘે ખસીને જશે કયાં ? આ સાંભળીને શંકરાચાર્યને આનંદ થાય છે કે મારે અદ્વૈતવાદ ચાંડાળ પણ સમજી શકે છે સાથે જ તેને આચરણમાં મૂકવાના સંસ્કાર પિતાનામાં પ્રગટ થયાં નથી એ જાણીને ખેદ થાય છે. તેઓ ભૂલ કબૂલ કરતાં કહે છે : “ભાઈ! આજ સુધી તે હું અદૈતવાદને વિચાર કરતે હતો પણ આચરણમાં મૂકવાને ખરે સમય આવ્યો ત્યારે હું સિદ્ધાંતથી ડો. મારી ભૂલ તે બતાવી એટલે તું મારા ગુરુ ! " એવી જ રીતે વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક રામાનુજાચાર્યને પણ દાખલો છે. તેઓ એકવાર પોતાના શિષ્યો સાથે ફરવા જતા હતા.' * સામેથી એક અત્યજ સ્ત્રી આવતી હતી. ( શિષ્યોએ મોટા સાદે તેને દૂર ખસી જવાનું કહ્યું. ત્યારે તે બાઈની આંખમાં ચમકારો આવ્યો અને તે બોલી : “આ આખી ભૂમિ ભગવાનના ચરણેથી મપાએલી છે. આ આખું વિશ્વ પ્રભુનું મંદિર છે. માટે હે વિદ્વાન પુરૂષ ! હું કયાં ને કેવી રીતે ખસી જાઉં ?" રામાનુજાચાર્યે તે સાંભળ્યું ને તેમને પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું : “બહેન ! હું તો સંન્યાસી છું. છતાં મારામાં છેટું અભિમાન ભરેલું છે. આ વૈષ્ણવ ચિહ્નો મારા શરીર કરતાં તારા શરીર ઉપર વધારે શોભા આપી શકે એવાં અને યોગ્ય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 115 : - કહેવાય છે કે તે દિવસથી રામાનુજાચાર્ય, પિતાના શિષ્યોને જાતિ, કુળ, વિદ્યા અને ધનનું અભિમાન છોડવાને ઉપદેશ અને આદેશ આપતા. એટલું જ નહી તેમણે એને અનુરૂપ પોતાનાં સંસ્કારને ફેરવ્યા. વૃદ્ધાવસ્થાએ નદીમાં સ્નાન કરવા જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યને ખભે હાથ મૂકીને જતા અને આવતી વખતે કોઈ શુદ્ધ શિષ્યને ખભે હાથ મૂકીને આવતા. લોકોમાં આ બન્ને આચાર્યોની ખૂબ જ ટીકા થએલી. લોકો નિંદા પણ કરવા લાગ્યા. પણ તેમણે એની પરવા ન કરી. વિચારને આચારમાં મૂકવાની આવી નિષ્ઠા જાગે તો જ વિચાર આચાર એકમેકમાં સંકળાઈ જાય અને તદનુરૂપ જીવન બની જાય. એક ભાઈ એ તો રામાનુજાચાર્યને પૂછયું પણ ખરું - “આ૫ આમ શા માટે કરે છે ?" ત્યારે તેમણે કહ્યું : “આપ લોકો જેને નીચ સમજે છે તે શુક્રનો સ્પર્શ હું એટલા માટે કરું છું અને જાતિ-અભિમાનને ગાળવાને - આજ ખરો માર્ગ જણાય છે. આ અભિમાન રૂપી મેલને હું બહારના સ્નાન કે શુદ્ધિથી જોઈ શકતો નથી.” આ દાખલાઓ રજૂ કરવાનું કારણ એ છે કે લોક અદ્વૈતવાદ કે બ્રહ્મવાદને વિચારમાં મૂકતી વખતે તો સંમત હતા પણ ખુદ જ્યારે તેમના આચાર્યો તેને અમલમાં મૂકવા લાગ્યા તે વખતે તેમણે વિરોધ કર્યો. કેટલીવાર લોક વિશ્વવાત્સલ્ય, બ્રહ્મ, આત્મા વગેરે અંગે મોટી મોટી વાતો કરે છે પણ તેમનું આચરણ તો તદ્દન વિરૂદ્ધ થતું જોવામાં આવે છે. - રાજા જનકને એક શંકા હતી. તેમણે એના સમાધાન માટે તે વખતના મોટા મેટા બ્રહ્મજ્ઞાની પંડિતોને બોલાવ્યા હતા. પણ, કોઈથી તેમની શંકાનું સમાધાન થયું નહીં. એટલે રાજાએ તેમને કહ્યું “જ્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 116 સુધી આપ મારૂં સમાધાન ન કરે ત્યાં સુધી હું આપને જવાની રજા નહીં આપું.” - આ પંડિતમાં અષ્ટાવક્રના નાના પણ હતા. એક દિવસ અષ્ટાવકે પિતાની મોટી બાને પૂછ્યું: “બા! નાના ક્યાં છે?” તેણે આંસુ સારતાં કહ્યું : “તેમને રાજાએ રાજસભામાં રોકી રાખ્યા છે. જયાંસુધી રાજાની શંકાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેમને છોડવાના નથી.” આ સાંભળી અષ્ટાવક્રે કહ્યું: “હું તેમને છોડાવી લાવું !" તેને આગ્રહ જોઈને નાનીએ જવાની રજા આપી. અષ્ટાવક્ર નામ પ્રમાણે આઠ અંગોથી વાંકા હતા. તેમનું શરીર બેડોળ અને કદરૂપું લાગતું હતું. તેઓ સીધા જનકરાજાની સભામાં પહોંચી ગયા. વિદ્વાન પંડિતો બેઠા હતા. અષ્ટાવક્રને જોઈને તેઓ હસી પડ્યા. અષ્ટાવક્ર પણ તેમને જોઈને હસવા લાગ્યા. આ જોઈને રાજા જનકને આશ્ચર્ય થયું. તેમણે પૂછયું: “વિપ્રવર ! આપ નાના હો, વળી આઠ અંગે વાંકા છે એટલે અમારા પંડિતે હસ્યા, તે તે હું જાણી શકો! પણ, આપ શા કારણે હસ્યા તે મને સમજાતું નથી!” મને તેનું રહસ્ય કહો !" અષ્ટ્રાવકે કહ્યું : “મને તો થતું હતું કે જનક રાજાની સભામાં બધા બ્રહ્મજ્ઞાનીઓ હશે પણ અહીં તો ચમારોની સભા હેય એવું લાગે છે!” - જનક રાજાએ કહ્યું “મહારાજ ! બ્રાહ્મણોને–પંડિતોને આપ ચમાર કઈ રીતે કહે છે ?" અષ્ટાવક્રે કહ્યું: “બ્રહ્મજ્ઞાનીઓ હતી તે મારા બ્રહ્મને જુવે પણ અહીં તો તેઓ શરીરમાં ચામડાં વગેરે ને જોઈ રહ્યાં છે અને હસે છે. એટલે મને હસવું આવ્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 127 કહેવાય છે કે જનકરાજાની શંકાનું સમાધાન અષ્ટાવક્રે કરાવ્યું અનેં નાનાને છોડાવીને આવ્યા. અહીં જોવાનું એ છે કે જેઓ વિશ્વ વાત્સલય બ્રહ્મદૈતના વિચારમાં પ્રવિણ હતા તેઓ વિધવાત્સલ્યની વાત છેડીને “શરીરાદૈત” વાદને આચારમાં મૂકવા લાગ્યા. એવી જ સ્થિતિ આજે ઘણાખરા ઉચ્ચ સાધકો અને વિદ્વાનોની છે. - લોકોને સમાજ બન્યો છે અને ત્યાં પણ એવું જોવામાં આવ્યું છે કે વિચાર માટે જેટલા ક્ષેભ હોતો નથી તેટલો ક્ષોભ કે તેના કરતાં પણ કયારેક વધારે ક્ષોભ આચાર માટે થઈ જાય છે. મુનિશ્રી સંતબાલજી મ. વિશ્વ વાત્સલ્યની વાતો કરતા હતા ત્યાં સુધી તો સમાજમાં તેમના માટે ક્ષોભ ઘણો ઓછો હતો. એને જ્યારે આચારમાં મૂકવાની વાત આવી તો તેમના ગુરુદેવે પણ એમજ કહ્યું કે તમે તેને વિચારમાં જ રાખો, અથવા તેને આચારમાં મૂકવાનું હોય તો નિવેદન બહાર પાડી તેની જાહેરાત ન કરે. પણ, તેમણે જ્યારે પોતાના વિચારો અમલમાં મૂકવા અંગે નિવેદન બહાર પાડ્યું કે લોકોમાં એકદમ ક્ષોભ ઊભો થયો. તેમના સંપ્રદાયવાળ ઉકળી ઊઠ્યા. તેમણે સારામાં સારે રોષ પણ પ્રગટ કર્યો. તેમણે વિચારભૂમિકાને પાકી કરી હતી અને તેને આચારમાં મૂકવાની નિષ્ઠા કેળવી અને આજે તેઓ વિશ્વ વાત્સલ્યના સાધક બની શક્યા છે. - એવી જ રીતે એક સુધારક જૈનપંડિતે આંતર્જાતીય વિવાહની વાત કરી ત્યારે ઘણુ પંડિતએ તેમાં સંમતિ આપી. પણ જ્યારે તેમણે જાતિભેદ તોડીને આંતર્જાતીય લગ્ન કર્યું ત્યારે એ જ પંડિતોએ ઉહાપોહ મચાવ્યો. પંડિતજીએ કહ્યું કે તમે જ મારા વિચારમાં સંમતિ આપી હતી ને ? ત્યારે તેમણે કહ્યું : “અમુક વિષય ઉપર સંમતિ આપવાને અર્થ એ નથી કે અમે તે કાર્યમાં શામેલ થઈ એ છીએ. સમાજમાં અશાંતિ કે વિક્ષેભ ઊભો કરવો એ બરાબર નથી.” . આમ વિચાર સુધી ઘણું સહમત હોય છે પણ આચારની વાત આવે છે ત્યારે ખસવા માંડે છે. એનું કારણ એ પણ છે કે વિચારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 118 જે વાત સામાન્ય લાગે અથવા સમાજ તેને સામાન્ય ગણે એ જ વાત આચારમાં મૂકતાં વિશેષ-વાતનું રૂપ ધારણ કરે છે. આ વાત વિશેષ રૂ૫ ધારણ કરતાં અસુંદર બની જતી નથી પણ લોકો એમ માનવા પ્રેરાય છે. જૈન ધમે ખરેખર વર્ણાશ્રમને તેડી ન નાખો પણ તેણે તે સહુવર્ણવાળાને સમાન સ્થાન આપી દીક્ષા તેમજ મુકિત અધિકાર પણ આપે છે. એટલે જ્યારે કોઈ જૈન વ્યાખ્યાનકાર કહે : “જૈનધર્મ તે વિશ્વધર્મ છે. તેણે માનવજાતિમાં “મનુષ્યનાતિસેવ રાતિ યોઃ મવા” " કહીને સર્વ મનુષ્યોને સમાન બતાવ્યા છે. ત્યારે શ્રોતાઓ ગદગદી જાય છે અને તેના ઉપર ગર્વ લે છે. પણ જે એજ વ્યાખ્યાનકાર સાધુ-સાધ્વી માનવ સાથેની એકતાને આચારમાં મૂકવા માટે હરિજનવાસમાં ઉતરે છે, તેમને વ્યાખ્યાન આપવા જાય છે, અગર નિર્માસાહારી હરિજનોને ત્યાં ભિક્ષા લેવા જાય છે ત્યારે એજ માનવ એકતા માટે ગર્વ લેનારા લોકો સુબ્ધ થઈ જાય છે. જાતિવાદ-વિરૂદ્ધ કર્મવાદનો જે વિચાર અને આચાર ભગવાન મહાવીરે આચરીને બતાવ્યું તે આજે જૈનોમાં નથી. “આત્માની એકતા” અને “વિશ્વ વાત્સલ્યની વાત કાં તો ગ્રંથોમાં પડી છે અથવા વ્યાખ્યાન પૂરતી મર્યાદિત બની છે. સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘમાં એ ક્યાં યે નજરે ચડતી નથી. જે કોઈ સાધુ ક્રાંતિ કરી એમ કરવા જાય તે તેની પ્રતિષ્ઠા તોડવાથી લઈને વિરોધ, નિંદા, અપશબ્દો અને ભિક્ષાબંધી સુધી પણ પહોંચી જાય છે. આનું કારણ એક જ છે કે વિચારને આચારમાં મૂકવાની પ્રામાણિક નિષ્ઠા સમાજ કેળવતો નથી. સ્વામી રામતીર્થ જ્યારે અમેરિકામાં અતવાદને પ્રચાર કરવા લાગ્યા ત્યારે અમેરિકાની પ્રજા તેમને બહુ પૂજવા લાગી. તેમને ઈશું ખ્રિસ્તના અવતાર તરીકે Love is God (પ્રેમ એ જ પ્રભુ છે) ને સંદેશ અતવાદના રૂપમાં આપનાર તરીકે માનવા લાગી. એક ધનિક બાઈ જેના ત્રણ પુત્ર ક્રમે ક્રમે મરી ગયા હતા. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ બહુ ખિન્ન અને દુઃખી હતી. તે એક દિવસ સ્વામી રામતીર્થ પાસે આવી. ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા પછી તેણે કહ્યું: “હું આપનું નામ સાંભળીને આવી છું. આપ ઈશુ ખ્રિસ્તની જેમ પરમાનંદ આપનારા છે. એક દુઃખિયારી બાઈ તરીકે હું આપની પાસે એ પરમાનંદનો મંત્ર લેવા આવી છું.” - સ્વામીજીએ તેની બધી વાત સાંભળીને કહ્યું: “હું તને પરમાનંદ આપીશ પણ તારે એનું મૂલ્ય ચૂકવવું પડશે !" તે બાઈ બોલીઃ “પ્રભુ ! આપને જોઈએ તેટલું ધન હું આપીશ પણ મને તે મંત્ર આપે !" સ્વામીજીએ કહ્યું : “મને જડદ્રવ્ય જોઈતું નથી. મને તે આત્માનું ધન (વિધવાત્સલ્ય ) જોઈએ છે. એ આપવા તૈયાર છે !" “શું એનાથી મને પુત્ર મળશે!” તે બાઈએ પૂછયું. ભળશે પણ તે ઔરસ (પિતાને) નહીં હોય ! એ જ તને પરમાનંદ આપનાર બની શકશે ! " સ્વામીજીએ કહ્યું. બાઈ બોલીઃ “આ૫ જે કહે તે હું કરવા તૈયાર છું.” સ્વામીજીએ આશ્રમમાંથી એક સ્વસ્થ અને સુંદર હન્શી બાળક લાવીને બાઈની આગળ મૂકતાં કહ્યું : "o ! આ બાળકને ઉછેરજે ! વાત્સલ્ય રેડજો ! એ તમને પરમાનંદ આપશે !" હચ્છી બાળકને જોઈને તે બાઈ મોઢું મચકોડવા લાગી. “પ્રેમ એ જ પ્રભુ છે!એવા ઈશુવચનને અદ્વૈતવાદના રૂપે તેણે સ્વામી રામતીર્થના મુખે સાંભળ્યું હતું અને તે આનંદી થઈ હતી, તેને ક્ષોભ થવા લાગ્યો. તેણે કહ્યું : “એ મારાથી નહીં બની શકે ! હું ઉચ્ચ જાતિની આ હથ્થી બાળકને કેવી રીતે ઉછેરી શકું !" - આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સુધી વિચારને આચારમાં મૂકવાની નિષ્ઠા ન કેળવવામાં આવે ત્યાં સુધી ઘણું બાધક તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ - 120 એને આડે આવે છે. એક વકતાએ કહ્યું : “આપણે બધાયે સંપ્રદાયોની પરવા ન કરવી જોઇએ. સત્યથી ઉપાસના કરવી જોઈએ !" ત્યારે તેના એક એક વાક્યો ઉપર તાળીઓ પડે છે; પણ જ્યારે એ સત્યને જીવનમાં આચરે છે તો ગાળો વરસે છે. તે માટે એકએકથી ચઢિયાતાં બહાનાં શોધાય છે. શું વિચારોની મધુરતા આચારમાં આવી કડવાશ રૂપે બદલાઈ શકે? ના, એવું તો નથી ! ખરેખર જૂની પરિપાટીઓ મૂકીને નવે ચીલે ન જવા માટેના રૂઢિગત સંસ્કારો જ એને એવું સ્વરૂપ આપી દે છે. સર્વ ધર્મ સમન્વય અંગે ઘણું કહેવાય છે અને વિચારાય છે. દરેક ધર્મો સારાં તોથી સભર છે. બધા યે માનવકલ્યાણ ઇ છે. બધાયને આદર કરવો જોઈએ !" એવી વાત સાંભળતાં શ્રોતાઓ પ્રશંસા કરે છે અને ઉદારતા પ્રગટ કરે છે કે “અહા ! કે સુંદર વિચાર છે. " પણ જ્યારે સર્વ ધર્મ સમન્વય અને સર્વધર્મ સંસ્થાપક સમાદરની વહેવારિક યોજના રજુ થઈ ત્યારે ઘણા કહેવા લાગ્યા કે આ તો બરાબર નથી. જૈનોએ કહ્યું કે પહેલાં જૈનેને તે એક કરે ! હિંદુઓએ કહ્યું કે હિંદુ જાતિ તો એક થાય ! બધાને ક્યાં ભેળવશે ! ઈસાઈ, મુસલમાનોને ભેગા કરવાં એ ગાંડપણ છે. આ રીતે આચારમાં મૂકવાની વાત; એ જ વિચારના પ્રશંસકોને કાં તેં ભગીરથ લાગે છે, કાં મર્યાદા બહાર જણાય છે અથવા કોઈ અવ્યકત ભયને નિહાળે છે. | વિચારોને આચારમાં મૂકનાર આચારનિષ્ઠા પ્રત્યે ઘણી વાર અશ્રદ્ધા અને ઘણું પણ પ્રગટ થાય છે. માણસ જેટલાં પુરૂષાર્થનાં ગીતોથી ખુશ થાય છે તેટલો કર્મઠતા(પુરૂષાર્થ)થી થતો નથી. તેને કલ્પનાની કળા જોઈએ છે; વિચારોની બૌદ્ધિક કસરત જેઈએ છે પણ તેને આચાર(કાર્ય) નીરસ લાગે છે. તેમાં પંડિતાઈ નથી, કે નથી કવિત્વ! પણ એ આચાર, વિચારોની જ આકૃતિ છે તેને એ જોઈશકવા સમર્થ બનતો નથી. આ માણસ જાતિનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. વિશ્વના ઈતિહાસમાં આવા દાખલાઓ ઠેર ઠેર માનવજીવનમાં જોવા મળે છે. એટલે જ ઊંડા ઊતરીને વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ બાધક કારણોને શોધીને હાંકી કાઢવાના ઉપાય શોધવા પડશે. ત્યારેજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા સ્થાપી શકાશે. - વિશ્વ વાત્સલ્યમાં જગતના બધા ધર્મો, વાદો, વિચારધારાઓ, જ્ઞાતિઓ રાષ્ટ્ર વિ.ને લેવામાં આવ્યા છે. દરેક સાધકને વિચાર સુધી તે ખૂબજ સરસ લાગશે પણ જેવો તે આચારમાં મૂકવા જશે તો તેનાં શરીરથી લઈને, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ધર્મપંથ, સંપ્રદાય, વાદ, રાષ્ટ્ર વગેરેના જુના સંસ્કારના આવરણો આવી તેને ઘેરી વળશે. પણ, જે તેણે એ બધા બાધક કારણોનો અગાઉથી વિચાર કર્યો હશે તો તેને દૂર કરી શકશે અને આચારનિષ્ઠાને સ્થાપી શકશે. હવે ક્યાં ક્યાં બાધક કારણો આચારનિષ્ઠામાં આવીને ઊભાં રહે છે તેને વિગતવાર જોઈએ - (1) સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતાઃ આચારનિષ્ઠામાં સૌથી પહેલું આ બાધક કારણ છે. વિશ્વ વાત્સલ્યના વિચારોને સાંભળીને સમાજમાં ઉહાપોહ તો થાય છે પણ જ્યાં સુધી એ વિચારો ઉપર અમલ ન થાય ત્યાં સુધી સમાજ દંડ આપવા તૈયાર થતો નથી. ઘણીવાર પ્રતિકૂળ વિચારોને કેવળ વિનોદ માટે સાંભળીએ છીએ. પણ, જ્યારે આચારમાં મૂકવામાં આવે છે ત્યારે જ સમાજની કોપદષ્ટિને સાક્ષાત્કાર થાય છે. ધર્મસંપ્રદાય, જ્ઞાતિ કે સમાજ બહિષ્કાર પણ કરે અને પ્રતિષ્ઠા પણ તોડે. ખોટા આક્ષેપ પણ આવે અને કનડગત થાય. એ આચારને સાધક મૂકી દે તેવી લાચારીભરી પરિસ્થિતિ પણ ઊભી કરવામાં આવે છે. સમાજની કોપદષ્ટિની તીવ્રતા ખાન-પાન બહિષ્કાર સુધી પણ પહોંચી શકે ! આ વખતે સાધકે સમાધાન વૃત્તિથી કામ લેવાનું હોય છે. વિશ્વ વાત્સલ્ય માટે નીકળેલો સાધક પિતાનાજ સમાજ પતિ ત્યારે સમાધાન રાખે. એણે તો રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે ગાંધીને આદર્શ સામે રાખવો જોઈએ. જે તે પિતાની આચારનિષ્ઠા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ 122 –અનુકૂળતા રૂપે બદલાઈ શકે અથવા તેની આચારનિષ્ઠાનું મૂલ્યાંકન બીજા લોકો કરવા લાગે એ પણ શક્ય છે. (2) પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા : આચારનિષ્ઠાને અમલમાં લાવવા માટેનું આ બીજું બાધક કારણ છે. ઘણીવાર સાધકને તેના કુટુંબવાળાઓ જ ન માને, જ્ઞાતિ કે સંપ્રદાયવાળા ન માને એવું પણ બને. કયારેક સાધકની આજીવિકા કે ભિક્ષાચરી એવા લોકોનાં હાથમાં હોય, જે તેની આચારનિષ્ઠાના વિરોધમાં તેને મુશ્કેલીમાં મૂકી દે. ઘણાખરા સાધુઓની પરિસ્થિતિ પણ સમાજ સાથે સંકળાયેલી હોય છે. તેઓ વિશ્વ વાત્સલ્યને આચારમાં મૂકવા જાય તે સમાજ તેમની ભિક્ષાચરી પણું બંધ કરી શકે–તેમને ઉતરવાનું સ્થાન ન આપે કે બિમારીમાં ચિકિત્સાને પ્રબંધ પણ અટકાવે. તેમના શિક્ષણ માટે પંડિતને ખર્ચ પણ બંધ કરાવે ! આ બધી ચિંતાઓ મોટાભાગના બધા ય સંપ્રદાયના સાધુઓને થયા કરે છે. એથી એક વાત તેઓ ભૂલી જાય છે કે તેમણે વિશ્વવત્સલ (છ કાયના મા-બા૫) બનવાની પવિત્ર જવાબદારી લીધી છે તે પૂર્ણ થતી નથી. એટલું જ નહીં તેમણે જાતે પેદા કરેલી આ માનસિક પ્રતિકુળતાના કારણે જેમની પાસે વિશ્વ વાત્સલ્યના વિચારોનું સ્પષ્ટ ચિત્ર છે તેમની પાસે જવામાં, સમજવામાં કે વિચાર વિમર્શ કરવામાં પણ સંપ્રદાયને ભય અનુભવે છે. જોવા જઈએ તે આ જાતે ઊભાં કરેલાં બધને છે. તેને સાધકે તોડવાં જોઈએ. (3) જૂના સંસ્કારે: જૂના સંસ્કારો એ પણ એક જમ્બર બાધક કારણ છે. “આ વિચારે બરાબર છે. તેનામાં વિશ્વહિત રહેલું છે!” ! એમ સમજવા છતાંય તેને આચારમાં મૂકવા અચકાવનાર જૂના સંસ્કારે હોય છે. જ્યારે સર્વધર્મ સમન્વયની વાત રજૂ થઈ ત્યારે કોઈએ તેનાથી ખાસ આંચકે ન અનુભવ્યો ! કેટલાક કહેવાતા સુધારકોએ ઉદાર દિલે પોતાના સંપ્રદાયના દોષ બતાવ્યા. પણ જ્યારે સર્વધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 123 - = = = = = સંસ્થાપકો પ્રતિ સમાદાર વ્યક્ત થયો; બધા ધર્મના સાધુ-સંન્યાસીઓ સાથે મળવાનું શરૂ થયું કે જૂના સંસ્કારોને તે ન રુચ્યું. કહેવાતા. સુધારકોએ પણ સ્વસંપ્રદાયના પ્રચ્છન્ન–મેહના કારણે ઘણા કરવી શરૂ કરી. માણસનું માનસ ધીમે ધીમે જે વાતોથી ટેવાયેલું થતું જાય છે તેને તે તરત છેડી શકતું નથી પણ તેણે જે વખતે પહેલીવાર જે વાતને પકડી હતી. તે નવી હતી એમ માની નવાને પામવાને વિચાર કેળવવાથી જૂના સંસ્કારને સાધક સરળતાથી છોડી શકશે. (4) પ્રતિષ્ઠા, ભય અને યશેમેહ : ઘણીવાર જામેલી પ્રતિષ્ઠા તૂટી પડવાને ભય તેમજ અત્યાર સુધી મેળવેલો યશોમોહ પણ વિધવાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. સમાજમાં જામેલી પ્રતિષ્ઠા તૂટી પડે છે. લોકો બદનામ કરે તો ! સમાજથી ફેંકાઈ જઈએ તો ! આ બધાં ભયો પ્રતિષ્ઠાના કારણે ઊભાં થાય છે. શિબિરના પ્રચાર માટે મુંબઈમાં ઠેર ઠેર સાધુ સાધ્વીઓ પાસે ગયા હતા. ત્યારે કેટલાક સાધુઓએ કહ્યું : “શિબિરને વિચાર સુંદર છે–યુગાનુકૂળ છે. પણ સમાજથી ફેકાઈ જઈએ અથવા આજે મળતું ભાન કાલે ન મળે તો અમારી શું દશા થાય !" મતલબ કે વિચારથી વસ્તુ સારી છે એમ સમજવા છતાં આચારમાં મૂકતી વખતે પ્રતિષ્ઠામહ બાધક બને છે. તેને દૂર કરવો જોઈએ. (5) આદત : આદત પણ એક મોટું બાધક કારણ છે. આદતને લઈને ઘણીવાર ખરી વસ્તુ સમજવા છતાં માણસ આચરી શકતો નથી. કેટલાક લોકો પિતાની આદત કેવળ કળાપ્રેમ તેમજ બૌદ્ધિક ખજ સુધી કેળવે છે. એવા માણસો વ્યાખ્યા કરી શકે છે, ઊંડામાં ઊંડુ રહસ્ય પ્રગટ કરી શકે છે પણ એ વરતુને આચરણમાં ઉતારતા નથી. કેટલાક સાધકોના પરિચયમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું : અમારે વિષય જ્ઞાનયોગ છે. સમાજ સુધારણા એ અમારી રૂચિનો વિષય. નથી " સર્વોદયી લોકો પણ રાજકારણની શુદ્ધિમાં રૂચિ દાખવતા નથી. એનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 124 કારણ એટલું જ કે તેમણે એ રીતની ટેવ કેળવી નથી અથવા - શરૂઆતથી તે એક લપ છે એમ માની સંધર્ષથી કંટાળીને ભગવાનની આદત એમણે પોતાનામાં નાખી છે. એવી આદતો અંગે માનસ બદલાવું જોઈએ તેમજ સાધકો જે ધર્મસંસ્થાપકોના જીવન ઉપર નજર કરશે તે જાણી શકશે કે સમાજમાં કેવળ બુદ્ધિની નહીં પણ સમસ્ત આચરણની તેમણે ક્રાંતિ કરી હતી. એ રીતે વિચારને અમલમાં મૂકવાનું મનોબળ મજબૂત થશે અને ટેવ પડશે. (6) માનસિક નબળાઈ : આદતને જે કોઈ પણ વસ્તુ ઉત્તેજન આપતી હોય તે તેમાં માનસિક નબળાઈ મહત્વનો ભાગ ભજવે છે. માનસિક નબળાઈ એ પણ મહત્વનું બાધક કારણ છે. ઘણીવાર ચર્ચામાં મોખરે રહેનારઆકરી ટીકા કરનાર સાધકો પણ આચરણને પ્રશ્ન આવતાં વહેવારિક બનવાની સલાહ આપતા જોવામાં આવે છે કે “સમય પ્રમાણે કામ કરવું જોઈએ ! આપણે જ શા માટે ભાર ઉપાડવો જોઈએ ! તેમજ ઉઠપહાણુ પગ ઉપર કોણ લે ! - શા માટે ક્ષોભ પેદા કરવો? થાય છે તે જ સારું છે !" આ એક પ્રકારની માનસિક નબળાઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. આવા લોકો બધું કાર્ય કરતા હશે પણ પરિવર્તન કે સંઘર્ષને પડખે ઊભા નહીં રહી શકે. (7) ઇર્ષા અને પ્રકપ: ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ બંધુ વિશ્વવાત્સલ્યને સમર્થક હોય છે પણ તેની સલાહ ભૂલથી ન લેવામાં આવે તો તે વિરોધી બની જાય છે. તે અગાઉ જેનું સમર્થન કરતો હતો તેને જ વિરોધ કરશે; ખાંચાખૂંચ કાઢશે. આ માનસિક અને આભારી છે. આ પ્રકોપનો બીજો પ્રકાર પણ જોવા મળે છે. એક સારો પ્રયોગ કોઈએ શરૂ કર્યો હોય અને કોઈ બીજા ઉચ્ચ ગણાતા સાધક પાસે જાય તો તે ઉચ્ચ સાધક એમ કહેશે કે “એમાં મારું શું કામ છે એ તો અમુક ભાઈ કહે જ છે ને ?" આની પાછળ જે ભાવના કામ કરે છે તે એ છે કે મને આ કાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ 125 શ્રેય મળતો નથી; માટે મારે શું કામ પડવું? વિશ્વ વાત્સલ્યને સાધક આવી કોઈ પણ પ્રકારની ગ્રંથિથી પીડાતો ન હોવો જોઈએ. (8) સમાજની ભડક: પ્રયોગ નવો નવો હોય ત્યારે નવાથી ભડકવાની સમાજમાં જે વૃત્તિ હોય છે તે પણ એક બાધક કારણ છે. નવું આવતાં જાણે કોઈ આગ લાગી હોય અને બધું નષ્ટ થઈ જવાનું હોય એ રીતે વર્તે છે. ઘણીવાર સંપ્રદાય બહાર કરવા કે જ્ઞાતિબહિષ્કાર સુધી પણ એ લોકોની હેરાનગતિ પહોંચે છે. નવી વાતને આકાર ન લેવા દેવા માટે તેઓ બધું કરી છૂટે છે. એટલે વિચારેલું બધું કાં તો વિરોધમાં વહી જાય છે અથવા વિચારમાં પડ્યું રહે છે અને આચારમાં કશું પણ મૂકાતું નથી. આવી ભડકને શમાવવા માટે નવા પ્રયોગ પછીનાં સ્પષ્ટ પરિણામો અંગે સાધકે મક્કમતા કેળવીને કાર્ય કરવાનું રહે છે. (8) સાચી સમજણ (દષ્ટિ)ને અભાવ : ક્યારેક આચારમાં ન મૂકી શકવાનું કારણ સાધક પાસે સાચી દષ્ટિ કે સ્પષ્ટ સમજણનો અભાવ હોય છે. તેને જે કરવાનું છે તે અંગે તેની સ્પષ્ટ દષ્ટિ હશે તે તે બીજાને પણ તે અંગે સમજાવી શકશે તેમજ પોતે પણ આચરણમાં મૂકી શકશે. આ બધાં કારણો એક ને એક સ્વરૂપે આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. ત્યારે વિશ્વ વાત્સલ્યના સાધકે આ બધાં બાધક કારણોને દુર કરીને સમાજમાં આચારનિષ્ઠા કરવી રહી. ભૂમિના ખેડાણ પહેલાં ખેડૂત જેમ ખેતરમાંથી કચરો, ડાંખરા કે ઝાડીઓને વીણ નાખે છે અને મેદાનને એકસરખું હળથી ખેડે છે તેવી જ રીતે વિશ્વવાત્સલ્યને સાધક ઉપરના બધાં બાધક કારણ કે અવરોધને દૂર કરે છે, એથી વિશ્વ વાત્સલ્યના વિચારરૂપી બીનું વાવેતર સમાજમાં થાય છે અને તે એની આચારનિષ્ઠા છે. જેનું પરિણામ વિશ્વ વાત્સલ્ય ભાવરૂપી પુષ્કળ પાક. આવે છે. વિચારોની સાર્થકતા તો તેની રચના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 126 કૃતિમાં રહેલી છે. વિચારનો દશમાંશ ભાગ પણ આચરણમાં આવે તે સમાજમાં પરિવર્તન આવી શકે અને તે ક્રાંતિ કરી શકે.' - સર્વાગી ક્રાંતિ માટે પ્રથમ વિચારક્રાંતિ થવી જરૂરી છે પણ તેના વડે પેદા થયેલાં આદેલને જ સંગઠનબળ વડે ન ધપાવાય તે પછી એ કેવળ બુદ્ધિને વિલાસ તે પડિતાનું મનોરંજન બનીને રહી જશે. વિચારક્રાંતિના બીજને સંગઠનરૂપી જળથી સીંચવું જરૂરી છે જેથી -સર્વાગી ક્રાંતિના સુંદર ફળે પેદા થઈ શકે. ઘણા લોકો ભેગા થાય, પરિષદે યોજાય, વિચારોની આપલે થાય પણ સંગઠન વગર એનું વિચારતત્વ નષ્ટ થઈ જશે. વિચારક્રાંતિ વડે જે ઉત્સાહ કે જુસ્સો આવે છે તેને સંગઠનના નિયમનમાં રાખવાથી તે સ્થિર, સંકળાયેલો અને ગ્ય માર્ગે વહેનારે બને છે. વિચારક્રાંતિને જે આચારમાં ન પરિણત કરવામાં આવે તો તેનાં ભયસ્થાન તરીકે જેમ વિચાર-વિલાસ કે શબ્દ-મનોરંજન રૂપે રહી જવાનો ભય રહે છે તેમ વિચારક્રાંતિ વડે જે જો પેદા થાય છે તે અનિયમિત કે ઉછૂખલ બનવાનો પણ ભય રહે છે. આ જુસ્સો આવેશમાં આવીને તાત્કાલિક કઈક કરી શકે પણ વ્યવસ્થિત સમાજક્રાંતિ કે આચારનિષ્ઠાને ન આણી શકે. ક્ષણિક આવેશમાં આવીને ઉછુંખલ જુસ્સો કોઈની હત્યા કરી શકે પણ સંઘર્ષ જીતવા માટેનું જમ ન બની શકે. પણ એજ જુસ્સાને સંગઠન રૂપી નિયમનમાં રાખવામાં આવે તો તે ધાર્યા પરિણામો લાવી શકે. વિચારક્રાંતિ સાથે એટલા માટેજ આચારવીરનું સંગઠન હોવું જોઈએ તોજ સર્વાગી ક્રાંતિ આચારવિચાર બન્નેની સંપૂર્ણ બને. * ઘણા લોકો પોતાને ક્રાંતિકારી માને છે; ક્રાંતિના દર્શનની ઉત્કંઠા સેવે છે પણ સંગઠન જોઈને ગભરાઈ જાય છે. તેમની કાર્યશીલતા કે અનમોદન (ટેકો) કેવળ વિચારક્રાંતિ સુધી જ હોય છે. આવા લોકો આચારને સમાજ વ્યાપી તે બનાવી શકતા નથી પણ ઘણીવાર આચારનિષ્ઠાનું અપમાન કરવાની ભૂલ પણ કરી બેસે છે. વિવેકયુક્ત કે અનુબંધપૂર્વક નૈિતિક સંગઠનનું નિયંત્રણ ન હોય તો વિચારક્રાંતિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ જુસ્સામાં અસંભવનાં સ્વજ નજરે ચડે છે અને એમ ધર્મ, દરદર્શિતા કે અધ્યવસાય પ્રગટ થતાં નથી. સમૂળી ક્રાંતિ માટે સંગઠન જરૂરી છે. “અમે તે એકલા ઊડશું, એકલાજ તરણું કે મરી ફીટશું” એમ કહેનારા પિતાના પ્રયત્નમાં સફળ થતા નથી તેમજ કયારેક અધટિત કૃત્યો પણ કરી બેસે છે. વિચારક્રાંતિ એ નદીની વિસ્તૃત જળરાશિ જેવી છે. તે ક્યાંક ધંધા બનીને નીચે પડે તો ત્યાંના પ્રદેશને તોડી ફોડી નાખે પણ જે એજ જળરાશિને બાંધી તેમાંથી નિયમિત રૂપે વિજળી પેદા કરવામાં આવે તે તે ઉપયોગી બની શકે. એટલે ક્રાંતિ માટે સંગઠન પણ વિચારક્રાંતિ જેટલું જ જરૂરી છે. - વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા સમાજમાં સ્થાપવા માટે કેવળ વિચારોજ કામ નહીં કરે પણ તેની સાથે, સમાજસેવકો કે સમાજનાં માર્ગદર્શક દ્વારા ઘડાયેલી સંસ્થાઓ કે સંગઠને વડે તેને આચારમાં મૂકવા પડશે; કારણ કે વ્યક્તિ ક્રાંતિની પ્રેરક બની શકે પણ તેનું વાહન તે સંસ્થાન છે. સંગઠિત પ્રયાસ થતાં વિચારના પરિવર્તતની સાથે ધેય, અધ્યવસાય અને દઢતા પૂર્વક પરિસ્થિતિમાં પરિવર્તન થશે. એજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનો મંત્ર છે. ચર્ચા-વિચારણું સાધકે અને આચારનિષ્ઠા શ્રી દેવજીભાઈએ વિશ્વવાત્સલ્યની આચારનિષા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - અમારા ગામમાં સ્થા. જૈન સંપ્રદાયના સાધુઓ આવ્યા હતા. ચીરઈ ગામે વિહાર કર્યો એટલે અમે 30-35 શ્રાવકો તેમને તેટલે દૂર મુકવા ગયા. રસ્તામાં અસ્પૃશ્યતા અંગે ચર્ચા ચાલી. મેં કહ્યું : “જેમ હું બીજા શાકહારીઓને ત્યાં જમું છું તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ ૧ર૮ - , પ્રસંગ પડે નાતજાતના, ધર્મ કે કોમના ભેદભાવ વગર મુસ્લિમો, હરિજન વ.ને ત્યાં પણ જમું છું.” તરત જ શ્રાવકો બોલ્યા : “તમારા જેવા માણસો ધર્મને રસાતળે લઈ જશે !" મેં કહ્યું: “જે ધર્મ ભેદભાવ માનતો નથી તેમ જ કર્મથી વર્ણ વ્યવસ્થાની વાત કરે છે. ત્યાં જન્મગત ભેદો કે રોટીબેટીને ભેદભાવ હોઈ શકે નહીં, જૈન ધર્મે તે એને તોડ્યા છે. " - તેમને મારી વાત ગળે ઊતરી નહીં. મેં કહ્યું: “ચાલો, મહારાજને પૂછીએ.” તેઓ સંમત થયા. મહારાજશ્રીએ વાત સાંભળીને કહ્યું : “વાત તે દેવજીભાઈની સાચી છે. પણ અમે જ નબળા છીએ કે તમારામાં જ્ઞાનનો ફેલાવે કરીએ છીએ પણ આ એકતા લાવી શકતા નથી. તેથી તમે પણ દેવજીભાઈ જેવા એકલ દોકલ સાચના આગ્રહીને પણ એકલવાયા પડાવી દો છો !" છે. તેમને તે ઉપરાંત પણ મહારાજશ્રીએ કહ્યું તે સાંભળ્યું. તે છતાં કહ્યું : “મહારાજ ભલે વાત કરે! પણ જો સાચું હોય તો શા માટે તેની વિરૂદ્ધ ન બોલે? માટે એ સાચું કેમ કહેવાય ?" સામાન્ય પ્રજા આચારને જ જુએ છે. વિચાર સાથે એને છે સંબંધ છે. તે તો વર્તનમાં આવે તેને જ સાચું માને છે. જે મોટા મોટા સાધકો વદે તે પ્રમાણે આચરે નહીં તો ઉદાત્ત વિચારો અદ્ધર જ રહી જાય. ક્રાંતિકારે તે શુરતાથી આગળ આવવાનું છે, આ દેશમાં પંડિત તો ઘણું થયા છે; પણ ભકતો સતો જો કે ઓછું ભણ્યા હતા; છતાં તેમણે લોક હૃદયમાં તે આદર મેળવ્યો છે.. કાલિદાસ ભવભૂતિ કે માધ કરતાં કબીર, તુલસી કે મીરાં લોકહૃદયમાં વધારે વિરાજે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ * 129 . - - છે. આજે લોકો કહે છે કે “આદર્શ, અને વહેવારને ન બને !" એ ખોટું છે. લોકબુદ્ધિને આંજી વાહ વાહ કરાવી શકતા ભાષણે જીવનમાં ઉપયોગી અને સક્રિય ન બને તે તે કામનાં નથી.. . . " ' જનતાને લોકો ભલે જડ ગણે પણ તે સાચા ક્રાંતિકાર અને વાતોડિયા ક્રાંતિકારને માપી લઈ પોતાના હૈયામાં સંઘરી લે છે. કોળી, હરિજન અને આદિવાસી કોમમાં સંતો પણ પાક્યા અને જનતાએ તેમને પિતાના હૃદયમાં બેસાડી દીધા. આ છે આચારનિષ્ઠાની વહેવારિતા." આદર્શ અને વહેવારના છેડા મળે તો સફળ ધર્મ . - + ' શ્રી નેમિ મુનિ કહે : “આદર્શ અને વહેવારના છેડા જુદી દિશામાં હોય તો ધર્મ નિષ્ફળ ગયે સમજવું જોઈએ, આદર્શ અને વહેવાર વચ્ચે અંતર ગતિનું હેઈ શકે પણ બન્નેના છેડાની દિશા તે એક જ હોવી જોઈએ. ' ' ' આજે ચારે તરફ અનિષ્ટો વચ્ચે વ્યક્તિ માત્ર કંઈ કરી શકતી નથી. (1) હૃદય પરિવર્તન (2) વિચાર–પરિવર્તન (3) અને પરિસ્થિતિ–પરિવર્તન આમ ત્રિવિધ પરિવર્તન સંસ્થાઓ અને સંગઠન વિના ન થઈ શકે. !; વિધવાત્સલ્ય પ્રયોગની સફળતાને સુંદર નમૂનો : - શ્રી પૂંજાભાઈએ ૧૯૪૮ના દુકાળ વખતે ભાલ નળકાંઠા પ્રયોગની કાર્યવાહીમાં વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાના ઘણાં નમૂનાઓ અને પરિણામો રજૂ કર્યા, ત્યારબાદ તેમણે બા. ન. ખેડૂતમંડળના ભૂ.. પ્રમુખ શ્રી ફૂલજીભાઈને દાખલો આપે. શ્રી ફૂલજીભાઈએ ભંગી કુટુંબનાં છાપરાં જઈને પ્રતિજ્ઞા લીધી હતી અને પછી ત્યાં જ થઈ ગયેલાં સાદાં છતાં સુંદર મકાનને ચિતાર -- -- - - -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ ( 130 '' નવલભાઈની વાત જણાવતા કહ્યું કે તેઓ એક હરિજન બાળકને લઈને ગૂંદીમાં અચલેશ્વર મહાદેવની ઓરડીમાં રહ્યો ત્યારે લોકે કહે: “તમે વિદ્વાન 1''તમારી વાત મીઠી પણ આ ભંગી બાળકને સાથે ન. રાખો ! નહીંતર તમારી પાસે કોઈ નહીં, આવે !" પણ નવલભાઈ મકકમ હતા. તેમણે વિશ્વ વાત્સલ્યના પ્રયોગમાં દટાયું હતું. તે તેઓ મક્કમ રહ્યા. છાત્રાલય શરૂ કરવું હતું ત્યારે સદગત કાળુ પટેલે પોતાનાં બાળકો મોકલ્યાં પછી તે પૂછવું જ શું ? . ક્રાંતિના માર્ગમાં મકકમતા, ધીરજ અને વિનયથી કામ લેતાં જવું અને આગળ વધવું એ નવલભાઈએ આચરી બતાવ્યું. એ છે વિશ્વવાસત્યના પ્રયોગવીરોની આચારનિષ્ઠા. તેમણે વધુમાં જણાવ્યું: “ધર્મશાળા, સદાવ્રતો, પરબો પણ તે યુગની વિચારક્રાંતિની આચારનિષ્ઠાને અનુરૂપ શરૂ થયાં હશે. પણ પછીથી વિકૃતિ આવી હશે. આજે વેરવિખેર તે ઘણું પડયું છે તે છતાંયે ભૌતિકતામાં પણ સંસ્કૃતિના દર્શન તો થાય જ છે. ( તેમણે પોતાને દાખલ ટાંકતાં કહ્યું : “એકવાર ધોળકાથી હું વટામણ જતા હતા. વૈશાખ મહીને હેવા છતાં માવઠું થયું અને મારે એક કોળીની ઝૂંપડીમાં રહેવું પડયું. તેણે પિતાની પાઘડી ઝૂંપડા ઉપર નાખી મને શરદી અને વરસાદથી બચાવ્યો.” , આવાં સંસ્કૃતિના બી છે એટલે પ્રયોગ સફળ થશે એમ માનવું જોઈએ. ' . ' માનવતા અને નિર્ભયતાની વાતે ' . . ( શ્રી બળવંતભાઇએ, સાધુઓએ માનવતા અને નિર્ભયતાની પિકળ વાત ન કરવી જોઈએ એમ જણાવતાં કહ્યું : “નિર્ભયતાથી વાતો બધા કરે છે. સાધુઓ પણ કરે છે. તે છતાં તેઓ શિબિરમાં કેમ ન આવ્યા ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ 131 . કેટલાંક કારણ જાણવા મળ્યા. એક મુનિ મહારાજે કહ્યું : “બીજા સન્યાસીઓ સાથે અમે કેમ બેસી શકીએ “આત્મવત સર્વભૂતેષુ” સિદ્ધાંતને આમાં કયાં મેળ ખાય, ઉત્સાહભેર પત્ર લખનાર એક મુનિશ્રીએ મોટા મહારાજની આજ્ઞા મંગાવવાની વાત કરી, ન તે એ આજ્ઞા આવી કે ન તે મુનિ ભેગા ભળ્યા. - એવા ઘણા દાખલાઓ આપી શકાય છે કે જ્યાં સંપ્રદાયવાદને કારણે સાધુઓને ધર્મસ્થાનકમાં જગા મળતી નથી અને તેમને સ્કુલો વ. માં ઉતરવું પડે છે. ક્યાંક લોકે ઉદાર થયા છે પણ હજુ સંકુચિતતા પણ એટલી જ જણાય છે. નાથદ્વારામાં બન્ને મુનિઓ સાથે હું ગયેલો, ત્યાં આવકાર તો ઉમળકાભેર મળ્યો. પણ બને મુનિઓએ કહ્યું કે અમારા પ્રવચનમાં હરિજન વ. પણ આવી શકે તેવી જગ્યાએ પ્રવચને ગોઠવશું. હરિજનવાસમાં જવાને કાર્યક્રમ આવતાં બને મુનિઓને કાઢયા. પણ મારાં કપડાં અંદર હતાં તે પણ ન આવ્યા. જ્યારે શુદ્ધિપ્રયોગ કરશું એવું જાહેર કર્યું ત્યારે કપડાં પાછાં મળ્યાં. જે જૈનધર્મ વિશ્વધર્મ હોય તે આટલો સંકુચિત બની જાય તો શું કામનું ? ત્યારે બીજા ધર્મો અંગે તે શું કહેવાય. જ્યાં સુધી આચાર નિષ્ઠા ન આવે ત્યાં સુધી કોરા વિચારો હાસ્યાસ્પદ લાગે છે. સાવાર પ્રથમ ધર્મ : * પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું: “આચાર : પ્રથમ ધર્મ ? " એને બ્રાહ્મણોએ ટુંકો જ અર્થ કરી નાખ્યો છે. પૂર્વ મીમાંસાના ભાષ્યમાં નીતિમય સમાજગત અને વ્યક્તિગત આચરણને ધર્મ કહ્યો છે, એમ મારા ખ્યાલ પ્રમાણે છે. વૈદિક ધર્મના આચાર્યોમાં શકરાચાર્યે સૌથી પ્રથમ મણિકર્ણિકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ ૧૩ર ઘાટ ઉપર હરિજન સ્પર્શ સ્વીકાર્યો જ છે. રામાનુજાચાર્યને શિષ્ય અહેવાલ અત્યજ હતો. સ્ત્રીને તજી પણ અહેવાહને તેમણે ન ત.. વલ્લભાચાર્યના શિષ્યોમાં રસખાન પઠાણ, મંગલ ચંડાળ પણ હતા. મીરાંબાઈનાં ગુરુ રૈદાસ ચમાર હતા, શિખ્યાને પૂજાય અને ગુરુને ન અડાય એ તો કઢંગપણની પરાકાષ્ઠા જ છે. આ ભૂલો આપણે સુધારતા નથી. કોઈ કાંતિપ્રિય સુધારે તે ગ૭ બહાર, સંઘાડા બહાર અને નાતબહાર કરીએ છીએ. 84 વૈષ્ણો અને ઉપર વૈષ્ણવોની વાર્તાઓમાં બધા વર્ષો સાથેના ધર્મસબધે આવે છે, એક કાશીનાં પંડિતે અત્ય જ-સ્પર્શ માટે એક જ શ્લોક છે એમ ગાંધીજીને લખ્યું. ગાંધીજીએ “ઊંટનું લાકડું” (ઊંટ ઉપરના લાકડાના ભારામાંથી એક લાકડું કાઢીને મારવું) એ ન્યાયે એજ લોક બસ છે એમ કહી પરાજ્ય કર્યો. થોક કદાચ આ પ્રમાણે પણ છે - - “દેવયાત્રા-વિવાહવુ, સગ્રામે દેશવિપ્લવે ઉત્સવ ચ સર્વેષ સ્પર્શ સ્પર્શ ન વિદ્યતે” ટુંકમાં દુર્ગુણ અસ્પૃશ્ય હોઈ શકે માણસ નહીં. અસ્પૃશ્ય નિવારણ અને સિદ્ધરાજ મહમ્મદ બેગડાની જેમ સિદ્ધરાજ પણ લોકપ્રિય રાજા ગણાય. ધોળકાના હલાવ તળાવ વખતે “મા” અત્યંજની વાત પ્રસિદ્ધ છે. તે જમાનામાં અત્યંજને કેડિયું મેં આગળ રખાવતા, પૂંઠે ઝેડિયું રખાવતા. ફાળકો અને ભૂંગળ વગેરે ઉપર કર હતો, તે બધું સિદ્ધરાજે કઢાવી નંખાવ્યું. એટલું જ નહીં એ અત્યંજના સમાજોની પ્રતિષ્ઠા પણ કરાવી. ખીજડાનું લાકડું માણેકથંભમાં નખાવ્યું, ભૂંગળના ત્રણ ટુકડા હોય તેને લગ્નનું વાજુ બનાવ્યું. ફાળકો વર કન્યાને અર્પિત થયો અને કોડિયું લગ્નમાં મંગળરૂપ ગણું રખાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ - 133 આમ કાળે કાળે માણસો પાછળ રહી જાય છે તેવાં માનવોને આગળ લાવવા પુરુષાર્થો પણ થાય છે એ પુરાણકાળથી પ્રચલિત છે. શુન: શેપનું નામ દેવવ્રત રાખી વિશ્વામિત્ર તેને માટે કરે છે. એટલું જ નહીં, જેણે એને ભાઈ તરીકે સ્વીકાર્યો નહીં તેને એવા હલકી ગતિમાં પંડયાની વાત પણ આવે છે. ' ટુંકમાં માનવ માત્ર એક છે. સદ્દગુણ અને દુર્ગુણના ભેદ થઈ શકે. કોળી જેવી હલકી કોમમાં પણ ભક્ત પાકી શકે છે. વિચારક્રાંતિનું મૂલ્યાંકન તેમ જ સંગઠનોની મહત્તા શ્રી માટલિયાએ જણાવ્યું : “પશ્ચિમના ક્રાંતિ શાસ્ત્રીઓએ કબૂલ્યું છે કે પ્રથમ વિચાર જેટલી વધુ સંખ્યામાં આગળ પહોંચે તેટલે અંશે ક્રાંતિ સામે દમન કરનારને જુસ્સો ઓછો થાય છે, નબળે પડે છે. એટલે જ પરિવર્તને સમાજમાં અમલી બનાવવા માટે વિચાર--પરિવર્તન અને હૃદય-પરિવર્તન જેટલાં જરૂરી છે તેટલું જ પરિસ્થિતિ પરિવર્તન પણ જરૂરી છે. ક્રાંસ, ઈંગ્લાંડ, રશિયા અને ચીનની ક્રાંતિઓ પણ પુરવાર કરે છે કે વિચાર-પરિવર્તન સાથે પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થાઓ જોઈએ જ અને સંસ્થાઓએ કાર્યક્રમો આપવાં જોઈએ; તે જ સમાજમાં રૂઢ થયેલા વિચારે ફેરવાઈ શકે. - ક્રાંતિકારી વિચારોને આચારમાં લાવવામાં ઘણું વિદને આડે આવે છે. તેથી તે વખતે સંયમ, નિગ્રહ અને તપ વિના ક્રાંતિમય વિચારોની આચારનિષ્ઠાનું ફળ આવે જ નહીં. ભાગવતમાં એક દાખલો છે. ઋષિ ફળ આપે છે પણ તેમની પત્ની ધૂધલી લેતી નથી. કારણ કે પુત્રરૂપી ફળ મેળવવા માટે, તેને 8-8 માસ ગર્ભમાં રાખવો પડે, પછી તે મોટો થાય ત્યાં લગી મહેનત કરવી પડે, સંયમ, નિગ્રહ અને તપ કરવાં પડે. તે માટે ધૂધલી બ્રાહ્મણ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ 14 માતા બનવા તૈયાર નથી થતી. તે ફળ લઈને ગાયને ખવડાવે છે. ગાય - ગર્ભ ધારણ કરે છે અને પ્રસૂતિના બંધાં કષ્ટો સહે છે. ધૂધલી પિતાની બહેનના પુત્રને દત્તક લે છે. અંતે પરિણામ એ આવે છે કે કષ્ટ વગરને પુત્ર મા–બાપને મારે છે અને અવગતિમાં નાખે છે. જ્યારે એ અવગતિયાંઓની ગતિ પેલી ગાયમાંથી જન્મેલો “ગેકર્ણ' કરે છે. "વિચારની આચાર પરિણતિ માટે સાત ગાંઠે તોડવી અવગતિયાંની ગતિ કરવા માટે શેરડીનો સાંઠો પ્રતીક તરીકે (ગાંઠોના કારણે) રખાય છે. એવી જ રીતે ક્રાંતિમય વિચારને આચારમાં પરિણત કરવા માટે પણ સાત ગાંઠે આવે છે. મારા નમ્ર મત પ્રમાણે સાત ગાંઠ છૂટયા વિના કોઈ પણ વિશ્વાત્સલ્યને ક્રાંતદષ્ટા ન બની શકે, તે આ પ્રમાણે છે:-- (1) હું પુરૂષ છું એટલે કે દેહાભિમાન એ પહેલી ગાંઠ. (2) “હું સ્ત્રી છું”, " હું પુરૂપ છું” એવો નરનારીને કે ભેદભાવ બીજી ગાંઠ છે, (3) કર્તવ્યને નામે કુટુંબમાંજ પરોવાઈ રહેવાય; વિશ્વને વિચાર જ ન થાય એ ત્રીજી ગાંઠ છે. (4) જ્ઞાતિ માટે છાત્રાલય, વાડી, જમણ બધું થાય પણ બીજા ' માટે નહીં એવી ગોત્રની કે જ્ઞાતિની ચોથી ગાંઠ છે. (5) ધર્મ તે વિશાળ છે છતાં સંપ્રદાયમાં ગુંચવાઈ જવું એ પાંચમી સંપ્રદાય–ગાંઠ છે. તે જ દષ્ટિએ વ્રત ઉપવાસ કે કે દાન થાય અથવા દેરાસર, હવેલી, મજિદ, ગિરજાઘર થાય. આવો ભાવ વિશ્વાત્સલ્યને આવવા દે નહીં. (6) રાષ્ટ્રાભિમાનને લીધે દેશ પૂરતી ભાવના કેળવાય તે છઠ્ઠી રાષ્ટ્ર-ગાંઠ છે. “હું હિંદી છું”, “હું જર્મન છું” “હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ 43 - . . બ્રિટિશ છું' આવું દેશવ્યાપી અહં લોકોને લડાવી મારે . છે તો તે દૂર થવું જોઈએ. , . . " (7) એ જ રીતે મારું છે. મારૂ ચાલવું જોઈએ એવી સાતમી માલિકીપણની ગાંઠ છે. આ ગાંઠના કારણે “હું જ આ સંસ્થાને કર્તા, આ મારી માલિકીનું ધન અથવા બધાએ મારું માનવું જોઈએ એ ભાવ પેદા થાય છે, * :- 'જે વિશ્વ વાત્સલ્યમાં બાધક છે. છેઆમ આ સાત ગ્રંથિઓનાં સાત કુંડાળ ભેદાય નહીં, ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠ, અધ્યાત્મનિષ્ઠ, કે વિશ્વ વાત્સલ્યનિષ્ઠ બનાવે નહીં. આચારનિષ્ઠામાં પણ મારે કહેવું જોઈએ કે માણસ એકલો ' 1 આચાર કરી શકે નહીં તેને બીજા ઉપર આધાર રાખવાને છે. છે એટલે જ આચારની એક વ્યાખ્યા છે કે “પરસ્પર કરેલો વહેવાર * છે તે આચાર !" આચારની જ્યાં વાત આવી કે તરત સંસ્થાઓ આવીને ઊભી રહે છે. ભેગા થઈને નકકી કર્યા સિવાય વિચારબીજ સુકાઈ જાય, ઊગે જ નહીં, માટે જ ધર્મને આચાર કરવા ઈચ્છનારા મહાપુરૂષોએ સંસ્થા અને સંસ્થાધારા પ્રયોગ કરવા ઉપર ભાર મૂકે છે. ? જેમ લીંબુ અને ચીકુ, બીજોરું અને મોસંબી એક જાતિનાં છે તે પ્રયોગ કલમ કરીને માળી કરે નહીં, ત્યાં લગી તે ક્રિયા લોકવ્યાપી બને નહીં. એવી જ રીતે સર્વાગી ક્રાંતિકારે બધા ક્ષેત્રમાં અને મુખ્યત્વે આર્થિક (2) સામાજિક (3) રાજકીય અને (4) સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિક સંસ્થાઓ ઊભી કરવી જોઈએ અને હેય તેને વ્યવસ્થિત કરીને . ટેકો આપવો જોઈએ. જે નો વિચાર મૂકાયો તેને આ સંસ્થાના સેવકો જાતે આચારમાં મૂકે અને સંસ્થાની આસપાસ નવા સમાજનું ઘડતર કરતા જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 136 * * . એકવાત યાદ રાખવાની છે કે તે એ કે શૂન્યાવકાશ ઊભો ન થવા દેવું જોઈએ. “આ નહીં પણ આ " એમ દરેક બાબતની અવેજી મૂકવી જોઈએ. મર્યાદિત નિષ્ઠાને આંચકો લાગે ત્યારે ખળભળાટ મચી જાય; પણ, મકકમ રહીને સત્યનું વ્યક્તિગત અને સામૂહિક આચારરૂપે સિદ્ધ કરવું પડે. આવું ક્રાંતિબીજ હોય; તે ભલે ક્રાંતિકાર જાતે “ચાલ્યો જાય, પણ એણે પ્રેરેલું બીજ તેના ગયા બાદ પણ ઊગી નીકળે. ' 800 થી 1200 સાધકો અને બીજા અનેકોનાં બલિદાન અપાયાં બાદ ઈશુ પછી 700 વર્ષે તેના વિચારે ફેલાયા. બુદ્ધના વિચારે અશોક . પછી હિંદ બહાર ફેલાયા. એમ વિશ્વ વાત્સલ્યને વિચાર ધીમો ફેલાયું, એ હકીકત છે પણ; એ ફેલાશે જ.” ટુંકમાં સહુએ કબુલ્યું હતું કે આચારનિષ્ઠા માટે, વિચારનિષ્ઠા કરતાં પાયાની અનેકગણ તાકાત જોઈએ છે. એટલા માટે જ આટલી વિશદ અને ઊંડાણથી ચર્ચા થાય છે. . ! - ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ * . . . વિજય ર C/o. શ્રી લ શાન લ ાન ભંડાર જી જૈન દેરાસર 2 . . વિજયવલ ચોક, આકાર = [7] વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા [ 28-8-61] –મુનિશ્રી નેમિચંદ્રજી. ભૂમિકા ચારિત્ર :.. . . : , વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. એકલી વિચારનષ્ઠાથી સામાજિક ક્રાંતિ થઈ શકતી નથી. એ ઉપર પણ વિચાર થઈ ગયું છે. વિચારનિષ્ઠા, જૈનદર્શન પ્રમાણે ચતુર્થ ગુણ , સ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં સમ્યકજ્ઞાન અને સમ્યકદર્શન સાધકને મળેલાં હોય છે, પણ સમચારિત્ર એટલે કે આચાર માટેની ભૂમિકા તો પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થાય છે. પાંચમાં ગુણસ્થાનકમાં ચારિત્ર-આંશિક રૂપે હોય છે ત્યારે છઠ્ઠાથી લઈને ચૌદમા સુધીમાં સંપૂર્ણ ચારિત્ર-ક્રમશ: વધતું જાય છે, પહેલાંના ત્રણ ગુણ સ્થાનકમાં તે વિચારનિષ્ઠા પણ આવતી નથી. પહેલાં ગુણસ્થાનકમાં તો મિથ્યાદર્શન એટલે ખોટી વિચારસરણી હોય છે. બીજામાં સમ્યકદર્શન-જ્ઞાનનો થોડોક સ્વાદ રહી જાય છે. જેમ કોઈએ ગળ્યું ખાધું. " હેય પછી એને સ્વાદ રહી જાય. તે પણ થોડીક ક્ષણ માટે એવું . આ ગુણસ્થાનકનું છે. ત્રીજામાં મિશ્ર–એટલે કે આ સાચું કે આ ખેટું એવું ઢચું-પચું મન રહે છે અને વિચાર-નિષ્ઠા કે સાચી શ્રધ્ધા પણ આવતી નથી. આ ત્રણ ગુણસ્થાનક સુધી તો જૈન દષ્ટિએ જૈન તરીકેનું ઘડતર પણ થતું નથી. ચોથા ગુણસ્થાનકમાં એ અંગેની શ્રદ્ધા-વિચારનિષ્ઠા જામે છે અને ત્યાર પછી પિતાને અને સમાજને વિકાસ સાંધી શકાય છે. , : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ 138 ઉભા રહે છે તેની તિક સંગઠને આય આમ દરેક સ્થળે સર્વપ્રથમ સમ્યક્ શ્રદ્ધા-વિચારનિષ્ઠા હોવી જરૂરી છે, પણ એની સાથે એને આચારમાં મૂકવી એની પણ એટલી જ જરૂર છે. વિશ્વવાત્સલ્યને વિચાર લગભગ દરેક ધર્મોએ-વિચારધારાએ સ્વીકારેલો છે પણ એને આચારમાં મૂકવા જતાં કેટલાં વિદને આવીને ઊભાં રહે છે તેને ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે. છતાંયે જુદા જુદા ધોરણે અલગ અલગ નૈતિક સંગઠન રચવામાં આવે અને સમાજનું ઘડતર કરવામાં આવે તો અઘરી લાગતી આચારનિષ્ઠા સરળ અને સહજ બની શકે છે. વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગો છે :-(1) નીતિનિષ્ઠા (2) ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા). આ બે અંગે પૂર્ણ થાય તે જ આચારનિષ્ઠા પૂર્ણ થઈ શકે, નહીંતર તે આંશિક આચારનિષ્ઠા કહેવાશે. અહીં ધર્મ એટલે અહિંસા, સત્ય, ન્યાય વગેરેવાળું વ્યાપક ધર્મતત્વ, એ અર્થ લેવાને છે, કઈ જૈન, બૌદ્ધ, વૈદિક, ઈસાઈ કે ઈસ્લામ એવા ' નામવાળો ધર્મ સમજવાને નથી." ઘણું લોકો એમ કહેશે કે વિશ્વ વાત્સલ્યમાં એકલી ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા) હોય તે શું આચારનિષ્ઠા ન આવે? વળી નીતિ–નિષ્ઠા ઉપર એટલો ભાર મૂકવાની શું જરૂર છે? નીતિનિષ્ઠા વગરની ધર્મનિષ્ઠા હોય તે વ્યકિત કે સમાજનું જે સર્વાગી ઘડતર થવું જોઈએ, તે થતુ નથી. નીતિ સ્પષ્ટ ન હોવાને કારણે સર્વાગી વિરૂધ્ધ એકાંગી કે અનેકાંગી આચારનિષ્ઠાને ટેકો કે સમર્થન અપાઈ જવાનો ભય ઊભો રહે છે. આચાર નિષ્ઠા માટે નીતિ પાયા રૂપે છે અને વ્રત એની ઉપરનું ચણતર રૂ૫ છે. પાયા વગરની આચારનિષ્ઠા ટકી શકે, એને સંભવ ઓછો છે. આજે નીતિનિષ્ઠાના અભાવે એવું જોવામાં આવે છે કે પારેવાંને . કણ નાખનારા લોકો કસાઈને પૈસે ધીરે છે અને કીડીની રક્ષા કરનાર લોકો રેશમને વેપાર કરે છે. જેમાં નીતિનિષ્ઠા તરફ જે ઉપેક્ષા સેવાય છે તેનું પરિણામ એ આવ્યું છે કે ઠેર ઠેર પૈસો અને પૈસાદાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ 139 બેની ખાટી પ્રતિષ્ઠા વધી ગઈ છે. કોળાંબજાર કે અનીતિ કરીને પૈસો. રળનાર એકાદ વ્રત ગ્રહણ કરે છે તેની પ્રતિષ્ઠા થાય છે. મૂળ તો પાંચ વ્રત–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તે | લીધાં વગર તેને પોષનાર વ્રતો લેવાને કઈ અર્થ નથી. પરિણામે ધર્મ જેટલો શોવો જોઈએ તેટલો શોભતો નથી. આજ નીતિનિષ્ઠાને અભાવે 'જેવામાં આવે છે કે રોજ પૂજા-પાઠ કરનારા પણ પૈસે મેળવવા અનિષ્ટ અને નિકૃષ્ટ પ્રકારને ધંધો કરતાં અચકાતા નથી. તેઓ વ્રત. અને નીતિને પરસ્પરને મેળ કરતા નથી. . નીતિનિષ્ઠા કાચી રહેવાથી કેવળ ધાર્મિક ક્ષેત્રે જ નહીં, ઓપતું બીજા ક્ષેત્રમાં પણ અસંગત લાગે તેવી વાતો આદરાતી જોઈ શકાય છે. મહાત્મા ગાંધીજીએ વ્રતનિષ્ઠા સાથે નીતિનિષ્ઠા જાતે આદરીનેઆચરી બતાવી હતી. તે તેમની વ્યક્તિગત હોઈને તે વખતની સંસ્થાએની નીતિનિષ્ઠા કાચી દેખાય છે. ગાંધીજી પછી મુખ્યત્વે બે સંસ્થાઓ તેમને માનનારી આવે છે એક સર્વોદય અને બીજી કોંગ્રેસ. નીતિનિષ્ઠાને પાયો મજબૂત ન હોવાથી આ બને. સંસ્થાના નેતાઓ ઘણીવાર. અસંગત અને અણઘડ વાતો કરતાં જણાય છે. એક સર્વોદયી કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણે, “પાકિસ્તાનને પાયાની લોકશાહી બતાવી અને ભારતે પણ એવી લોકશાહી આદરવી જોઈએ " એવું વિધાન કર્યું. એવી જ રીતે “કાશ્મીર અને ચીનને પ્રશ્ન લવાદીથી ઉકેલ " એવું વિધાન પણ કરવામાં આવ્યું. કોઈપણ સમજુ વ્યક્તિ આવાં વિધાન ન કરી શકે અને તે પણ સર્વોદયવાદી. તો નહીં જ! પાકિસ્તાનને લોકશાહી રાજ્ય માનવું એ તો જગજાહેર, - ભૂલ છે. તેવી જ રીતે લવાદ તો ત્યાં નીમી શકાય જ્યાં બે પક્ષ વચ્ચે મતભેદ હોય. પણ આક્રમણકારી કે અન્યાયીને નભતું આપવા માટે. લવાદ નીમવો એ યુક્તિ સંગત નથી. એવો જ દાખલો સર્વસેવાસંઘના મંત્રી શંકરરાવ દેવને છે. નીતિનિષ્ઠા ન હોવાના કારણે તેમણે સંયુકત મહારાષ્ટ્ર સંમિતિમાં ઝં૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 140 ભિનેત્રી છે. અને જમીનમાં દાટ તરીકે લાવ્યું પરિણામે હિંસક અને તેફાની તત્તને પ્રતિષ્ઠા અને ઉત્તેજન મળી ગયું. જો કે પાછળથી તેમણે પિતાની એ ભૂલ કબૂલી હતી. * નીતિનિષ્ઠા ન હોવાના કારણે વિવેક વિસારીને પોતાનાથી સર્વથા ભિન્ન આચાર પ્રવાહમાં તણાઈ જવાય છે, એના કેટલાયે દાખલાઓ મળી આવે છે. મહાગુજરાત જનતા પરિષદે વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા, તેમણે ભાંગફોડ કરી અને જનતાના જાનમાલની સુરક્ષા માટે સરકારને ગોળીબાર કરવો પડે. કેટલાક માર્યા ગયા અને તેમને અંજલિ આપવા કેટલાક સાધુઓ પણ ગયા અને તેમને શહીદ તરીકે ખપાવ્યા. આનું કારણ નીતિનિષ્ઠાને અભાવ છે. સાધુ કદી તોફાની તત્ત્વોને વડી ન શકે તો ઠીક, પણ તેને બિરદાવી તો ન જ શકે. એવી જ રીતે કોંગ્રેસને દાખલો લઈએ. નીતિનિષ્ઠાના અભાવે સમાજવાદી ઢબની સમાજ રચના કેમ કરવી? તે શું છે? તેને કોઈને સ્પષ્ટ ખ્યાલ નથી. એમાં ક્યાં ક્યાં સંગઠનને, ક્યાં ક્ષેત્રો સોંપવા એ નીતિ પણ નક્કી નથી. એના કારણે તે બધાં ક્ષેત્રોને પકડવા જાય છે અને પિતાની નીતિ બહારનાં ક્ષેત્રોમાં અસફળતા મળતાં તેની બીજા ક્ષેત્રોમાં પણ ટીકા થાય છે. આચાર નિષ્ઠાને પાયે નીતિનિષ્ઠા છે. એમાં કચાશ રહેતાં સમાજ કે સંસ્થાનું ઘડતર કાચું રહી જાય છે. કોંગ્રેસમાં આવી નીતિનિષ્ઠાની કચાશ છે. પરિણામે જોવામાં આવે છે કે વર્ષોના કેંગ્રેસી કાર્યકરો, સંસ્થામાંથી છુટાં થાય છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર-ગુજરાત વખતે ઘણા કે ગ્રેસીઓએ જઈને પિતા-નાથી ભિન્ન આદર્શવાળી સંસ્થાઓ સાથે હાથ મેળવ્યા હતા. કેરલમાં કોમવાદી સંસ્થાઓ સાથે કોંગ્રેસે હાથ મેળવ્યો હતો. મહાત્મા ગાંધીજીના રચનાત્મક ઘડતરના મુદ્દાઓમાં એક મુદ્દો હતા–“રાષ્ટ્રભાષા –માતૃભાષા પ્રચાર " તેમણે એના આધારે એકતાના સૂત્રને મજબૂત કર્યું હતું ત્યારે આજે થોડાક અંગ્રેજી ભણેલાઓએ લોકોની શેહમાં તણાઈ હિંદીનું મહત્વ ઘટાડયું છે અને પ્રાથમિક ધોરણોથી અંગ્રેજી ભાષાને દાખલ . 1 Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #157
--------------------------------------------------------------------------
________________ 141 કરવામાં આવી છે. એ કંઈ ઓછું હોય તેમ ઘણાયે પ્રાંતોમાં હિંદીની ઉપેક્ષા અને વિરોધ પણ કરવામાં આવેલ છે. આ બધી સંસ્થાન. ઈતિહાસની પરસ્પરની વિસંગતતાઓ છે, અને તેનું કારણ નીતિનિષ્ઠાની કચાશ છે. ઉપરના બધા દાખલાઓનું પૃથક્કરણ કરતાં આપણને ઘણું કારણો જોવા મળશે જે આચારનિષ્ઠાને બાધક હોય છે. તેમાં ઘણા પાયાના મુદ્દાઓ પણ છે. વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠાનો પાયો એટલા માટે જ નીતિનિષ્ઠાને માનવામાં આવ્યો છે, અને તેને અનુરૂપ વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠાના અગ્યાર સૂત્રો માનવામાં આવેલા છે. આ સ વગર વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા કદિ સક્રિય નહીં બની શકે. વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાના 11 સૂત્ર [1] ધર્મદષ્ટિએ સમાજ રચના : વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મદષ્ટિએ સમાજ રચના છે અને એને જ નીતિનિષ્ઠાનું પહેલું સૂત્ર માનવામાં આવે છે. અહીં ધમ એટલે કોઈ વિશેષ સંપ્રદાય સૂચક નહીં, પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ન્યાયનીતિ વગેરે ધર્મતનો સૂચક શબ્દ છે. - ધર્મદષ્ટિએ સમાજ રચનાના બદલે અહિંસક સમાજ રચના શા માટે નહીં ? એ ઘણા પ્રશ્ન કરશે. જે ઝીણવટથી જોવામાં આવે તો અહિંસામાં બાકીના ચાર વ્રતો આવી જાય છે. જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ એ વાતને સ્વીકાર કર્યો છે કે :- सव्वाओ दि नइओ कंमेण जह सायरंभि निवडंति। तह भगवई अहिंसि सव्वे धम्मा संमिलति / / __संबोध सत्तरी (જેમ બધી નદીઓ ક્રમશઃ સાગરમાં જઈને મળે છે તેમ અહિંસામાં બધા ધર્મો આવીને મળે છે.) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S
Page #158
--------------------------------------------------------------------------
________________ - ૧૪ર૬ અદિપાદ પંચમદ્યાજિ. દયાળ મત રાવૈસેઢિ 2 હરિકૃતિ, (અહિંસાના ગ્રહણથી પાંચ મહાવ્રતોનું ગ્રહણ થાય છે.) પણ સામાન્ય જનતા માટે આટલી ઝીણવટ અશક્ય છે. અને તે ઉધે રસ્તે દોરવનારી પણ નીવડી શકે છે, અહિંસામાં કેવળ અહિંસાને જ તેને બોધ થશે; જ્યારે ધર્મશબ્દમાં અહિંસાદિ પાંચેવતો, ઉપરાંત બીજા ઉપવતે જે બધા ધર્મોને માન્ય છે, તે આવી જાય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે તેમની પૂર્વે થયેલ ભ. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવર માંથી પંચમહાવ્રતની પ્રતિસ્થાપના કરી હતી. આજે અહિંસક સમાજ રચના કહેતાં માત્ર એવા સમાજની રચનાને બોધ થશે કે જે માંસાહાર ન કરતો હોય જીવવધ ન કરતો હોય કે લીલોતરી ન ખાતે હેય. અને તેની કલ્પના સામાન્ય રીતે જૈન સમાજ કે તેને માનનારે સમાજ કરશે. વૈષ્ણવ અહિંસાને અર્થે કરશે - “ગોહત્યા ન કરવી, પશુવધ ન કરવો અને શાકાહાર કરવો.” માનવાનું પરસ્પરનું શોષણ, અન્યાય, અત્યાચાર, અનીતિ, ભેદભાવ, ગુલામી વગેરે હિંસાના પ્રકારે છે એવી વાત કોઈને ગળે અહિંસા કહેતા નહીં ઉતરે. એટલે જ “ધર્મ' શબ્દને અહીં આગ્રહપૂર્વક લેવામાં આવ્યું છે અને ધર્મદષ્ટિએ સમાજ રચનામાં એ વાત સ્પષ્ટ થાય છે. કોઈપણ કાર્યનું મૂર્તરૂપ સ્પષ્ટ થાય તો જ એ કાર્ય વ્યાપક બની શકે છે. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ છે. એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને જે સંગઠને ઊભાં થયાં છે તેમાં ધર્મ– દૃષ્ટિ રહેવી જોઈએ. તેમાં અર્થ કે કામ દષ્ટિ ન હોવી જોઈએ. કદાચ અર્થ-કામદષ્ટિ આવી પણ જાય તો ત્યાં સાવધાની રાખીને તેને દૂર કરવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ આમ પહેલા સૂત્ર પ્રમાણે એમ કહી શકાય કે વિશ્વ વાત્સલ્યને અનુલક્ષીને થયેલાં સંગઠનમાં ધર્મદષ્ટિ મુખ્ય રહેશે અને અર્થ-કામદષ્ટિ ગૌણ રહેશે. અત્યાર સુધી એ જ દષ્ટિ વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને સંચાલિત સંગઠનોમાં રાખવામાં આવી છે. કદાચ પ્રારંભમાં થોડેક લેભ જતો કરે પડે, પણ અંતે તો નીતિના ધોરણે ચાલતી સંસ્થાઓ જ લોકમાનસને વિશ્વાસ મેળવી શકે છે અને તેમનામાં નીતિને પ્રચાર કરી શકે છે. ભાલ નળકાંઠા ખેડૂત મંડળને દાખલો આ વાતને સ્પષ્ટ કરશે. તે મંડળ હજ સ્થપાયું જ હતું. તે વખતે કંટ્રોલ ચાલતો હતો. ખેડૂતોને બાંધેલા ભાવે ફરજિયાત અનાજ વેચવું પડતું હતું. પણ તેમને જોઇતી ચીજો બહુ મુશ્કેલીથી લાવવી પડતી હતી. આમ ખેતી પરવડે તેમ ન હતી. કારણ કે અંકુશ એકતરફ હતો. એવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મુનિશ્રી સંતબાલજી પાસે વાત મૂકી: “કાં તો સરકારે અનાજના ભાવ વધારવા જોઈએ અથવા અંકુશો કાઢવા જોઈએ.” ગુજરાતના રચનાત્મક કાર્યકરે મુનીશ્રીની હાજરીમાં મળ્યા. ખાનાર અને ખેડનાર બન્નેને પોષાય તેવા ભાવો બંધાવા જોઈએ—એ જ વ્યાજબી છે. પણ તે થાય કેવી રીતે ? તે વખતે ગાંધીજીએ અંકુશો કાઢી નાખવા માટે દેશવ્યાપી પ્રશ્ન મૂકો. સરકારને ડર હતો કે અંકુશો જતાં ભાવમાં ઉછાળો આવી જશે. અંતે ૧૯૪૭ના ડિસેમ્બરમાં અંકુશો ગયા. - તે વખતે વેપારીઓ (બાવળા વ. કસ્બાના) ની એક સભા બોલાવવામાં આવી. પૂ. મહારાજશ્રીએ વેપારીઓ અને ખેડૂત સમક્ષ સ્વેચ્છાપૂર્વકનો અંકુશ રાખવાની વાત રજૂ કરી. સહુએ તેને સ્વીકાર કર્યો અને રૂા. 10) ને ભાવ નક્કી થયો. આમાંથી મોટા ભાગના વેપારીઓ વચન આપવા છતાં આ નૈતિક સંગઠનમાં ન ભળ્યા, વચન ઉપર ટકી ન શક્યા. તેમને અર્થ - ખાનાર અબી છે. પણ શવ્યાપી પ્રજી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 144, લોભ લાગ્યો. કારણ કે નીતિનિષ્ઠા ઉપર તેમને શ્રદ્ધા ન હતી. તેઓ નકકી કરેલા ભાવ કરતાં ઉંચા ભાવે લેવા અને વેચવા લાગ્યા. ખેડૂત મંડળના ખેડૂતો તો નક્કી કરેલા ભાવે અનાજ ખેડૂતમંડળને જ . આપતા પણ મંડળની બહારના ખેડૂતો ભાવ વધારે મળતાં બહાર વેચવા લાગ્યા. ત્યાં ભાવ તે ઊંચે મળતો પણ તોળવામાં ગોટાળો થતો એટલે તેમણે ત્યાં આપવું બંધ કર્યું અને ખેડૂતમંડળને આપવું શરૂ કર્યું. તેમને વિશ્વાસ બેસી ગયો કે ખેડૂતમંડળ નીતિ ઉપર છે અને ત્યાં અર્થને લોભ નથી. લગભગ 17 હજાર મણું અનાજને સંગ્રહ થઈ ગયો. ભાવ ધાર્યા કરતાં ઊંચા ન ગયા. એટલે ખેડૂતમંડળ સામે પ્રશ્ન આવ્યો કે તેને ખરીદશે કોણ? તે વખતે લક્ષ્મીદાસ આસરે કહ્યું કે “ગાંધી-હાટ” ખેડૂતમંડળનું બધું અનાજ ખરીદશે. એ વખતે ખેડૂતમંડળની સ્થિતિ એટલી સધર ન હતી કે અનાજ ખરીદીને સંઘરી શકે. જે તે વખતે ખેડૂતો અર્થ (પૈસા) પાછળ પડ્યા હોત તો કદાચ વધારે નફો મેળવી શકત પણ નીતિ ઉપર રહેવાની તેમની જે નિષ્ઠા પાકી થઈ તે કદાચ ન થાત. પરિણામે ખેડૂતમંડળ ભવિષ્યમાં જે કામ કરી શકયું તે ન કરી શકત. અહીં અર્ધદષ્ટિ ઉપર ધર્મદષ્ટિને અંકુશ આવી ગયે. - આમ અર્થ અને કામ-લક્ષીથી ઉપર ઊઠીને ખેડૂતમંડળ ધર્મલક્ષી બનીને નીતિનિષ્ઠા ઉપર ટકી રહ્યું, તે લાભ નાનોસૂને નથી. (2) સર્વસમન્વયમાં પાયે ધર્મતત્વો: વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું બીજુ સત્ર એ છે કે બધા ધર્મો, વિચારે, સંસ્કૃતિઓ, રાઇટ્રો, ક્ષેત્રે અને જ્ઞાતિઓને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરવો. કોઇ એમ કહેશે કે બધા ધર્મોને સમન્વય કરો છો તો બધા : રાજકીય પક્ષોનો સમન્વય વિધવાત્સલ્યમાં કેમ ન થઈ શકે? આ અંગે પૂ. સંતબાલજીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ “આપણે બધા ધર્મોને સમન્વય કરી શકીએ કારણ કે તેમને પાયો. ધર્મ ઉપર છે. ત્યારે બધા રાજકીય પક્ષોનું એવું નથી. કોંગ્રેસ સિવાય . કોઈ પણું પક્ષને પાયો ધર્મતત્ત્વ ઉપર નથી. એમનો પાયો “સત્તા ' પ્રાપ્તિ છે. સત્તાની કામના એ કામલક્ષી દષ્ટિમાં આવે છે. આપણે સમાજમાં ધર્મદષ્ટિ રાખી છે, એટલે એને મેળ ન બેસી શકે.” એવી જ રીતે જે પંથ કે સંપ્રદાય માત્ર હિંસા, અસત્ય, અંધવિશ્વાસ, પંચમકાર વગેરે ઉપર રચાયેલ છે તેમનો પણ સમન્વય ન, થઈ શકે. ઘણાનું એમ માનવું છે કે કોંગ્રેસ તો રાજકીય પક્ષ છે, તે. પણ સત્તા ટકાવવા મથે છે તો શા માટે તેના સમન્વયને આગ્રહ રાખવો જોઈએ? કેંગ્રેસને ઇતિહાસ જે લોકો ઊંડાણથી જોશે તેમને જણાશે કે કોંગ્રેસના પાયામાં સત્તાની વાત જ ન હતી. તેની સ્થાપના રાષ્ટ્રસેવા માટે કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસી કાર્યકરો આગળ 10 કાર્યક્રમો અને વ્રતો મૂકીને અલગ અલગ સંગઠને વડે તેમને ઘડ્યા હતા. એમના એ મુદ્દાઓ અને રચનાત્મક કાર્યક્રમોમાં ' વિશુદ્ધ માનવસેવા અને માનવસમાજના ઉત્કર્ષનું ધ્યેય હતું. દેશ માટે સારામાં સારે તન-મન અને ધનનો ભોગ તેના નેતાઓએ આપો અને કોંગ્રેસ એ રીતે તપ-ત્યાગ અને બલિદાન વડે ઘડાયેલી છે. આજે જે કે એમાં અનિષ્ટનાં જાળાં બાજ્યાં છે તો તે ક્રાંતિપ્રિય સાધુઓ અને રચનાત્મક કાર્યકરોની અસાવધાનીના કારણે તેને પણ જનસેવક સંગઠને અને લોકસંગઠન દ્વારા શુદ્ધિ પ્રયોગ વડે દૂર કરી શકાય છે. ધર્મ તત્ત્વ ઉપર રચાયેલ બધા સંગઠનોનો સમન્વય કરવાનું એટલા માટે જણાવવામાં આવ્યું છે કે કેવળ ધર્મ દૃષ્ટિ જ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થભાવના કે વિકારવાસનાને પોષણ મળતું, નથી. એટલે એના આધારે જે સંગઠન થયાં હોય તેઓ વિશ્વવાત્સલ્યને પ્રચાર કરવામાં મદદરૂપ થઈ શકે. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ 146 (3) માનવજીવનના સર્વક્ષેત્રે નીતિધર્મને પ્રવેશ: આ વિવવાત્સલ્યની નીતિનિષ્ઠાનું ત્રીજું સૂત્ર એ છે કે વિવવાત્સલ્યને સાધક માનવ જીવનના બધા પ્રકારનાં ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને તે ક્ષેત્રમાં નીતિધર્મ પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરશે. આ માનવજીવનનાં ક્ષેત્રમાં સામાજિક, આર્થિક, રાજકીય, સંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક કે શિક્ષણિક બધાય ક્ષેત્રોને સમાવેશ થઈ જાય છે. બધાં ક્ષેત્રને લઈએ ત્યારે વિશ્વનાથને સાધક રાજકીય ક્ષેત્રથી એકલ, અટુલા કે અતડે ન રહી શકે ! તેમ જ ત્યાંથી ભાગી પણ ન શકે. - મહાત્મા ગાંધીજી રાયકીય ક્ષેત્રની ગંદકી જોઈને ભાગ્યા નહીં; ડર્યા નહી તેમજ કટાળ્યા પણ નહીં. તેમણે તે એની સાથે અનુબંધ જેડ્યો અને ગંદકી કાઢી એમાં ધર્મપ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે આર્થિક ક્ષેત્રમાં ખાદી-ગ્રામઘેગોનાં સંગઠન રચાવી ત્યાં પણ ધર્મનીતિને પ્રવેશ કરાવ્યો. સામાજિક ક્ષેત્રમાં હરિજનો અને મજૂરોના પ્રશ્નો લઈ તેમના સંગઠન દ્વારા તેમાં ધર્મ અને નીતિ દાખલ કરાવી. સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રશ્નો પણ તેમણે આફ્રિકામાં લીધા હતા અને હિંદમાં પણ સ્ત્રી જાગૃતિ અને નારી-પ્રતિષ્ઠા; સંતતિનિયમન વગેરે પ્રશ્નો લીધા હતા. શિક્ષણના ક્ષેત્રમાં “નઈ તાલિમ” પ્રમાણે નવી શિક્ષણયોજના ઘડી, એ સંગઠન વડે શિક્ષણનું માળખું બદલાવ્યું હતું. ધાર્મિક ક્ષેત્રમાં પેસેલી વિસંવાદિતાઓ દૂર કરવા માટે સર્વધર્મ સમન્વય કરવા તેમણે તનતોડ મહેનત કરી. “ઈશ્વર અલ્લાહ તેરે નામ”ને ઘર ઘર ગાજતું કર્યું હતું. વ્રતનિષ્ઠામાં તેમણે નવું જીવન રેડયું હતું અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમણે અનુબંધ રાખ્યો હતો તેને અનુરૂપ તપ, ત્યાગ, બલિદાન, દાન, પ્રાર્થના ઉપવાસ વગેરે કાર્યક્રમો મૂક્યા હતા. આમ જોઈ શકાશે કે ગાંધીજી જેમ બીજા વિધવા સત્ય સાધકો પણું માન જીવનના કોઈ ક્ષેત્રને મૂકી શકશે નહીં. એટલે વિશ્વ વાત્સલ્યના સાધક માનવજીવનના સર્વ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈશે. ગાંધીજી પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ 147 - આજના સર્વોદયી વિચારકોમાં આર્થિક અને સામાજિક સિવાય બધા ક્ષેત્રેથી અલગ રહેવાની વૃત્તિ આવી છે તે ઉચિત નથી; તેમજ સંગઠનમાં ન માનવાથી નીતિનિષ્ઠાને પાયે કા રહી જાય છે. (4) ચારે પ્રકારનાં સંગઠનને અનુબંધ : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું ઉપરની વિચારસરણીને અનુરૂપ ચોથું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે આ માનવજીવનના બધા ક્ષેત્રોમાં કામ કરનાર ચારેય સંગઠને [ (1) ક્રાંતિપ્રિય સાધુ-સન્યાસીસાધ્વી (2) સર્વાગી દૃષ્ટિવાળા લોક સેવકે (3) નૈતિક જનસંગઠને (4) રાજ્ય સંસ્થા (કોગ્રેસ) ની સાથે અનુબંધ રાખશે અને અનુબંધ વિચારને મૂકીને એક પણ ડગલું આગળ ભરશે નહીં. આ સૂત્ર ઉપરથી નીચેના ચાર મુદાઓ ફલિત થાય છે - [1] જ્યાં અનુબંધ તૂટતો કે તૂટેલો હશે અથવા બગડો કે બગડેલો હશે ત્યાં વિશ્વ વાત્સલ્યનો સાધક તેને સાંધવા કે સુધારવા મથશે. [ ] અયોગ્ય તને (જેમકે કોમવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળ કે પક્ષો, અસ્પષ્ટ દષ્ટિવાળી કે એવા પક્ષોને ટેકો આપનારી સંસ્થાઓ) પ્રતિષ્ઠા આપવાથી કે ટેકો આપવાથી અનુબંધ બગડે છે એમ માની, કામ વધારે થવા માટે, જલદી થવા માટે, કે કાર્યમાં મદદ મેળવવા માટેના લાભમાં કે શેહમાં તણાઈને, અથવા નાહક સંઘર્ષ થશે એથી ડરી જઈને વિધવાત્સલ્યને સાધક તેને પ્રતિષ્ઠા કે ટેકો આપશે નહીં. એવી જ રીતે પૈસાદાર કે સત્તાધારીને માત્ર પૈસા , કે સત્તા ખાતર મેટું પદ કે પ્રતિષ્ઠા આપશે નહીં. [3] અનુબંધ રીતે જે ચાર સુસંસ્થાઓનો આ ક્રમ છે - (1) ક્રાંતિપ્રિય સાધુ, સન્યાસી સાથ્વી (2) સર્વાગી દૃષ્ટિવાળા લોકસેવકોનું સંગઠન (3) ને તક જન સંગઠન, અને (4) રાજ્ય સંસ્થા. એ ચારેયને, વિધવાત્સલ્યનો સાધક જેનું જ્યાં સ્થાન અને યોગ્ય ક્ષેત્ર Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #164
--------------------------------------------------------------------------
________________ 148 હશે તે સ્થાને અને તે ક્ષેત્રમાં તેને રહેવા દેશે. જે એ ચારમાંથી કોઈક અયોગ્ય રીતે આગળ આવી હશે કે કોઈકે વધારે ક્ષેત્રે આંચકી લીધાં હશે તે તે તેને યોગ્ય સ્થાને અને યોગ્ય ક્ષેત્રે ગઠવવા સતત પુરુષાર્થ કરશે. દા. ત. કોંગ્રેસને લઈએ. અનુબંધ પ્રમાણે તેને ક્રમ ચોથો આવે છે પણ એણે પહેલું સ્થાન લઈ લીધું છે એટલું જ નહીં; જોઈએ તેના કરતાં વધારે ક્ષેત્રો-સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક-તેણે . આંચકી લીધા છે, તે તે ક્ષેત્રોને યોગ્ય સંસ્થાઓને અપાવવાનો પ્રયત્ન ભાલ નળકાંઠો પ્રયોગમાં ચાલુ છે. કોંગ્રેસ માત્ર રાજકીય સંસ્થા તરીકે રાજકીય ક્ષેત્રમાં કામ કરે તો જ તે હળવી થઈને નીતિનિષ્ઠ બની શકશે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં સંસ્થાનવાદ મુક્તિ, પંચશીલ વિ. નાં કાર્યો સારી પેઠે કરી શકશે. . . . ! [4] જ્યાં અનુબંધ ચતુષ્ટયમાં કોઈ એક સંસ્થાને અનુબંધ ન હોય ત્યાં તેની અવેજી પૂરવી; કારણ કે જ્યાં અવકાશ રહેશે ત્યાં તરત પિલ જોઈ બીજું અનિષ્ટકારક બળ પસી જશે. અહીં જરા જેટલી ઉપેક્ષા સેવવાથી અનર્થ થવાનો સંભવ છે. . . " . " પારડીમાં ઘાસિયા મજૂરોને પ્રશ્ન ઘણો જે ગુંચવાએલો હતો. પૂ. મુનિશ્રી સંતબાલજી ત્યાં ગયા. એમણે પ્રશ્નને સારી પેઠે અભ્યાસ કર્યો, સુરત જિલ્લા પ્રાયગિક સંઘ” તે વખતે ઊગતો જ હતો. કોંગ્રેસનું ત્યાં ઠેકાણું નહતું અને પ્રજા સમાજવાદી પક્ષ સત્તા માટે કામ કરતાં હતા. મહારાજશ્રીએ એ બધું જોયું. તેમણે પારડીમાં એક જાહેર સભા બોલાવી અને તે પ્રશ્નને સચોટ ઉકેલ બતાવ્યો. લોકોને તે ગમે પણ તેમણે કહ્યું : આ પ્રશ્નમાં પ્રજાસમાજવાદી લોકો પ્રારંભથી મથતા આવ્યા છે માટે : તેમને બોલાવવા જોઈએ.” મહારાજશ્રીએ અનુબંધ દ્રષ્ટિ સામે રાખીને કહ્યું : “તેઓ સહેજ આવે તો તે જુદી વાત છે પણ આપણે તેમને બેલાવીને પ્રતિષ્ઠા આપી શકીએ નહીં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 148 * ત્યાં જન સંગઠન અને જનસેવક સંગઠન ગોઠવ્યો અને ત્યાંને ઉકેલ આણ્યો. આ સંસ્થાઓ અગાઉ નહતી. ' રાજસ્થાનમાં સર્વોદય કાર્યકરેએ કહ્યું “ગ્રેસની વાત છોડી દે! બાકી બધી પેજના બરાબર છે. કોંગ્રેસને ટેકો આપવાની વાત છોડે તો અમે તમને સહગ આપી શકીએ!” . . . : પણ, એ તો પાયાની વાત હતી. જે તેને છેડવામાં આવે તો આખો પાયો ડગમગી જાય. સંઘર્ષ થશે એટલે ડરીને ભાગવાથી શુદ્ધિ કેવી રીતે થાય? એટલે વિશ્વવાત્સલ્યને સાધકે ચારે સંસ્થાના અનુબંધને સર્વાગી ક્રાંતિ માટે મહત્વ આપવું જોઈએ અને તેમાં જરા પણ ગફલત ન રાખવી જોઈએ. , ભાલ નળ કાંઠા પ્રયોગમાં એક ખૂબી એ પણ છે કે ત્યાં ઘણી સંસ્થાઓ ચાલે છે. ત્યાં જે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે મદદ આપે છે તેની મદદ માનભેર સ્વીકારવામાં આવે છે પણ, તેની કોઈ જાહેરાત થતી નથી; છાપામાં નામ અપાતું નથી કે પાટિયાં લગાડવામાં આવતાં નથી. (5) ધર્મદષ્ટિએ સત સ્વાવલંબન : ; વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું પાચમું સૂત્ર છે કે ગામડાઓ કે શહેરમાં સપ્ત સ્વાવલંબનનું કાર્ય ધર્મદ્રષ્ટિએ ચાલશે, માત્ર અર્થદષ્ટિએ નહીં. એમાં આર્થિક દષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવાનું આવશે પણ તે ધર્મ કર્તવ્ય કે પ્રાયશ્ચિયતની ભાવનાએ જ. જે સ્વાવલંબનનું કાર્ય આર્થિક દૃષ્ટિએ ચાલે તો તેમાં સરકારી હપ્તાઓ કે મદદ લઈને ચલાવવાનું થાય. એથી કાર્યકરોની દૃષ્ટિ કેવળ પગાર પૂરતી જ રહે અથવા ગરીબોને રેજી મળે છે એ પૂરતી રહે. પણે અહીં તો ગામડાઓએ મળીને નૈતિક શક્તિ જાગૃત કરી સપ્ત સ્વાવલંબન સાધવાનું છે, ગામડાંઓએ કૌટુંબિક ભાવનાઓથી બંધાવાનું છે તે ધર્મદષ્ટિએજ શક્ય છે. એનો અર્થ એવો નથી કે સરકારી મદદ ન આર્થિક જિમ થી કાર્ય છે એ પૂરતી છે સપ્ત સ તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 150 લેવી. જે ડખલગીરી કર્યાવગર ચાલી-ચલાવીને સરકાર મદદ આપે તે તેને સ્વીકાર કરશે પણ, દબાણમાં આવીને સ્વીકારશે નહીં. (6) પુણ્ય કરતાં ધર્મની મુખ્યતા : ઉપરની વાતો અંગેથી જે છઠું સૂત્ર સામે આવે છે તે એ છે કે વિશ્વ વાત્સલ્યને સાધક પુણ્યના (રાહતના આર્થિક મદદના) કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિના એટલે સત્ય, અહિંસા, ન્યાય વ. યુક્ત ધર્મતત્વ)ના કાર્યને મુખ્ય ગણશે. આને અર્થ એવો નથી કે સંસ્થાઓ અનિવાર્ય પુણ્યનાં કામોને છોડી દેશે. સામાન્ય કાળમાં તે એ કામો ચાલતાં જ રહેશે; પણ વિશેષ પ્રસંગ આવે ત્યારે રાહતના કામોને ગૌણ ગણી ધર્મનાં કાર્યમાં સાધક ઝંપલાવશે. અન્યાય, અત્યાચારને અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે તપ-ત્યાગ-બલિદાનને - પ્રસંગ આવે કે કટોકટી અથવા તોફાનને પ્રસંગ આવે તો તેને મુખ્ય સ્થાન સાધકે આપવું જોઈશે. આનું કારણ એ છે કે માત્ર રાહતના કામથી જનતાની નૈતિક શકિત જાગૃત થતી નથી. ઘણીવાર રાહત આર્થિક મદદ વગેરેથી જનતા તેવી વૃત્તિવાળી અને પામર બની જાય છે.. કાર્યકરો પણ સંઘર્ષથી ડરીને અત્યાચાર, અન્યાય વ. અનિષ્ટ ચાલતાં હોય છતાં ન સેવે છે કે કંટાળીને ભાગી છૂટે છે. એથી દાંડ તોને છૂટો દોર મળે છે અને અન્યાયો અકબંધ ચાલ્યા કરે છે. માત્ર રાહત આપવાથી લોકોમાં લઘુ (હીન) ગ્રંથિ પ્રવેશે છે અને રાહત આપનારમાં ગુરુ (ગૌરવ) ગ્રંથિ પસી જાય છે. આવું ન થાય તે માટે સાધકે હંમેશાં ધર્મને પ્રધાનતા આપવી જોઈએ. એ માટે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને દાખલો જોઈ જવા જેવો છે. તેણે રાહતનાં કાર્યો ચાલુ રાખ્યાં છે. શિયાળામાં આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔષધાલય ચાલે છે. શિક્ષણ માટે ગૂદી અને સાણંદમાં સંસ્થાઓ ચાલે છે. ખાદી ગ્રામોદ્યોગ માટે ગૂંદીમાં સંસ્થા ચાલે છે. તેમજ ખેડૂત - ગોપાલકોનાં મંડળ ચાલે છે. પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 151 જ્યારે જ્યારે તપ-ત્યાગ - બલિદાનના કે શુદ્ધિ પ્રયોગના પ્રસંગે આવ્યા ત્યારે લોકો, લોકસેવકો અને કેટલાક પ્રસંગોમાં ક્રાંતિપ્રિય સાધુઓ પણ આવી ધર્મક્રાંતિના કામમાં મંડી પડયા. આમ ધર્મને તેમણે પહેલું સ્થાન આપ્યું. રાહત પુણ્ય વગેરેનું સ્થાન ત્યારબાદનું છે અને તે મુજબ સાધકે તેટલું જ તેને મહત્વ આપવું જોઈએ. ઉપર વિચાર કરવામાં આવ્યો છે કે રાહતના કાર્યોથી ઘણીવાર જે લાઘવ–ગૌરવ ગ્રંથિઓના શિકાર થવું પડે છે તેનાથી બચવાના ઉપાય રૂપે એમ સૂચવી શકાય કે જે રાહત અપાય તે લોકસેવકોની નૈતિક સંસ્થા દ્વારા અપાવી જોઈએ. ભાલમાં દુકાળ પડ્યો ત્યારે લોકોને રાહતની અનિવાર્ય જરૂર હતી. મહારાજશ્રી તે વખતે અમદાવાદ હતા. તેમણે ત્યાંના લોકોને ધર્મ સમજાવ્યો કે “ભાલના ખેડૂતો તમને અનાજ આપે છે અત્યારે તેમને જીવાડશો નહીં તે તેઓ ફરી ક્યાંથી અનાજ આપી શકશે? અત્યારે તમારું કર્તવ્ય છે કે તેમને દુષ્કાળના ભોગ થતા બચાવે !" * આ હાકલ સાંભળી, અમદાવાદ તેમજ મુંબઈની જનતાએ ખુલ્લાદિલે મદદ આપી હતી. તે વખતે એક સમિતિ નીમવામાં આવી હતી જેનું નામ “દુષ્કાળ રાહત સમિતિ” ન હતું પણ “દુષ્કાળ કર્તવ્ય સમિતિ” હતું. ખેડૂતોને પણ મહારાજશ્રીએ ધર્મ સમજાવ્યો કે તમે અત્યારે જે કંઈ મદદ રૂપે લો, તે તમે સદ્ધર થતાં પાછું વાળી દેજે !" આમાં ધર્મદષ્ટિ મુખ્ય હેવાથી રાહત આપનાર તેમ જ લેનાર બને કર્તવ્ય બંધનથી બધાઈ ગયા હતા. પરિણામે દેનારમાં અભિમાન કે ગૌરવગ્રંથિ ન હતાં તેમ જ લેનારમાં હીનવૃત્તિ, સંકોચ જણાતાં ન હતા. લોકસેવકોની નૈતિક સંસ્થાકારા રાહત આપવાનું એ પરિણામ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ : ૧૫ર . (7) સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનું સાતમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકનું દરેક કાર્યમાં સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય હોવું જોઈએ. આ ત્રિપુટીને લક્ષમાં રાખી સંસ્થા વડે લવાદથી ઝઘડા પતાવવા કે પ્રશ્નો ઉકેલવા જોઈએ. અન્યાય, અત્યાચાર સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર શુદ્ધિપ્રયોગ દ્વારા કર જોઇએ. એવી જ રીતે તોફાન કે હુલ્લડના સમયે ઘડાયેલા શાંતિ સેવકો વડે શાંતિ સ્થાપવી જોઈએ. એમ કરવા જતાં પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહ (સંપત્તિ) હેમવાં પડે તે તે માટે પણ તૈયાર રહેવું જોઈએ. . જે સત્ય, પ્રેમ અને ન્યાયને લક્ષમાં ન રાખવામાં આવે તો ઘણીવાર દાંડ તો સામે મચક મૂકાતાં વાર લાગતી નથી. કયારેક એવું પણ બને છે કે અન્યાય કર્તા કે તોફાની લોકો પણ પ્રાણ ત્યાગ કરે અને એનાં ટાંપણને પણ પ્રતિષ્ઠા મળે. આવે વખતે સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ વિવેકને કાયમ રાખવામાં મદદરૂપ થાય છે. તે ઉપરાંત કેઈપણ પ્રશ્નના ઉકેલમાં સામે ચાલીને, કોર્ટ, કાયદે કે પોલિસ-લશ્કરને આશ્રય માંગવો ન જોઈએ; એને સમાવેશ પણ આ સૂત્રમાં થઈ જાય છે, કારણ કે–સમાજમાં ન્યાયનાં સાચાં મૂલ્યો સ્થાપવા માટે મધ્યસ્થ–પ્રથા દ્વારા સાચો ન્યાય આપવાને પ્રયત્ન જન સંસ્થાઓ વડે થવો જોઈએ. એથી અહિંસક સાધનથી ઉકેલ આવશે. લોકોની નિષ્ઠા અહિંસા ઉપર વધશે. * (8) નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા : : : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું આઠમું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે વ્યક્તિગત કે સંસ્થાગત દરેક કાર્યમાં નિયમિતતા, વ્યવસ્થિતતા અને ઉપયોગિતા રાખવી. ! આને વિશેષ ખુલાસો એ છે કે સમયની કાળજી રાખવી જોઈએ, વ્યવસ્થાની કાળજી રાખવી જોઈએ અને કરકસર કરવી જોઈએ. તે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S..
Page #169
--------------------------------------------------------------------------
________________ 153 ઉપરાંત સંસ્થાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં વિવેક રાખવો જોઈએ કે કયું કામ પહેલું કરવું અને કયું બાદમાં ! તે ઉપરાંત દરેક કામ કઈ દષ્ટિથી કરવામાં આવ્યું છે કે તે કઈ દ્રષ્ટિથી થયું નથી તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઉપયોગિતા માટે બાર ભાવનાઓ (અનુપ્રેક્ષા) પણ ઉપયોગી છે. તેમજ પ્રતિક્રમણ (લતદોષ ભંગ કે પાપનો એકરાર, વિચાર અને પુનઃ ન થાય તે માટેની પ્રતિજ્ઞા) પણ જરૂરી છે. (8) શેષણ મુક્તિ : 1 વિશ્વવાત્સલ્યનો સાધક દરેક પ્રકારના શેષણમાંથી લોકોને દૂર કરવા પ્રયત્ન કરે કે કરાવે એ વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું નવમું સૂત્ર છે. * શોષણ મુક્તિ માટે સત્ય, પ્રેમ અને ન્યાયની દૃષ્ટિએ સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે પ્રવૃત્તિઓ ચાલે અને ન્યાય માટેની પંચાયતો (પંચ)માં નૈતિક પ્રતિનિધિત્વ જરૂર રાખવામાં આવે. એ જોવું જરૂરી છે. (10) સફાઇ, પ્રાર્થના અને રેંટિયે : આ દશમું સૂત્ર છે; અને તે બહુ જ મહત્વનું છે. વિશ્વાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થાઓએ આ પ્રમાણે વર્તવું જોઈએ જેથી ત્રણે વસ્તુઓ જ્ઞાન, ભક્તિ અને કર્મ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સાધી શકાય. લોકો અને લોકસેવકો, તેમજ રાજ્ય સંસ્થાના કાર્યકરો આ ત્રણેય બાબતોને એ જ રૂપે લેશે; અને યથાયોગ્ય જીવનમાં આચરશે. સફાઈ એટલે અંદર તેમજ બહારની દરેક પ્રકારની સ્વચ્છતા એટલે કે પવિત્રતા ઉપર ધ્યાન આપશે. પ્રાર્થના વડે તે ભક્તિભાવ-શ્રદ્ધા જગાડશે અને રેંટિયા વડે તેને પોતાના કર્તવ્ય-વિધવાત્સલ્યનું સતત ભાન રહેશે. " ત્યારે ઉચ્ચ કોટિના સાધકો-ક્રાંતિપ્રિય સાધવર્ગ બાહ્ય સફાઈ કરતાં આંતરિક સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપશે; અને સમાજશુદ્ધિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ 154 સતત ખ્યાલ રાખશે, જેથી બન્નેને લાભ સમાજને મળશે. અનુબંધનું કર્મચક્ર, સતત પાદવિહાર, ભિક્ષાચારી અને તેના કારણે થતા ઊંડા જનસંપર્ક વડે ચલું રહેશે. તે ઉપરાંત પ્રાર્થના પિતે કરશે અને તે ઉપરાંત સંધ્યા, પ્રતિક્રમણ કે આત્મનિરીક્ષણ પણ કરશે. (11) સત્યતા, વીરતા અને અગુપ્તતા : વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું છેલ્લું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યનો સાધક વીરતાપૂર્ણ સાચો અને ખુલ્લો વહેવાર કરશે. તે વહેવારની દરેક બાબતમાં સચ્ચાઈને આગ્રહ રાખશે. એટલું જ નહીં, તે કોઈ પણ પ્રકારની કાયરતાને જરા પણ સ્થાન નહીં આપે. તેમજ તે કોઈની શેહશરમમાં તણાઈને પણ કાયરતા લાવશે નહીં. તે પિતાના દેષો હશે તે વીરતાપૂર્વક ખુલ્લા કરશે અને સમાજના અનિષ્ટ તત્ત્વોને પણ ઉઘાડા પાડશે. તેનું જીવન સ્વચ્છ અને બધા માટે ખુલ્લું રહેશે એટલે કે તે પિતાની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની ગુપ્તતા રાખશે નહીં. આ સિદ્ધાંતનું આચરણ દરેક સંસ્થા પોતપોતાના ધોરણે યથાયોગ્ય કરશે. ઉપર મુજબ વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠાનાં અગિયાર સૂત્રે રજુ કરવામાં આવ્યા છે. આ અગિયાર સૂત્રો તો વિશ્વાત્સલ્યમાં માનનારી અથવા વિશ્વવત્સલ સાધકની પ્રેરણાથી ઊભી થનાર દરેક સંસ્થાઓ કે તેમાં કામ કરનારી વ્યક્તિઓમાં, નીતિના પાયાના ચણતર રૂપે તેવાં જોઈએ. આ નીતિનિષ્ઠા હશે તે વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા આચરવામાં સરળતા થશે. ચર્ચા-વિચારણું નીતિ અને અનીતિ શ્રી પૂજાભાઈએ વિશ્વાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ રૂપ નીતિ-નિષ્ઠાના મુદ્દા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - “નકકી કરેલા સમાજ બંધારણના નિયમોને અનુસરવું એ નીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ 155 અને તેને ભંગ કરે તે અનીતિ છે. રાવણ નીતિમાં ઢીલો પડ્યો કે તેનું પતન થયું. કૌરવોનું પણ એમ જ થયું. ઉધઈ જેવું નાનું પ્રાણી. આખી ઈમારતને ઢીલી બનાવીને પાડી દે છે. તેમ સમાજમાં અનીતિ પેસીને તેને પાડી દે છે. માટે શરૂઆતથી જ વિધવાત્સલ્યની નીતિ નિષ્ઠા કેળવવાની જરૂર છે. આપણે વિશ્વ વાત્સલ્યનું નાનું એકમ ઘર લીધું છે. એટલે આજે બે કુટુંબના અનુભવની વાત કરીશ. વિચાર જગાવવાની જરૂર પંચાવન વર્ષના એક બ્રાહ્મણ, ખાતાપીતા વેપારી હતા. પથ્થરની. લાટી હતી. શરીર ઠીક હતું. તેમને બે છોકરા હતા, પત્ની હતી, છતાં બીજી સ્ત્રી કરવાનું મન થયું. તેમને કન્યા આપવાવાળા મળી. ગયા. તેમણે શરત મૂકી કે તમારી જૂની બૈરી સાથે ન રહે તો કન્યા આપુ. બને દીકરા જવાન હતા. તેમનો વધે અને જૂની પત્નીને વાંધો પણ ખરો. વિકાર આવ્યો કે વિચાર ભાગ્યો. એજ ધૂનમાં તેમણે પત્નીને ઝેર પાયું અને મારી નાખી. બહારની દુનિયાને “આપઘાત. થયો છે” એમ જણાવ્યું. સોળહજાર રૂપિયા આપીને બીજા લગ્ન પણ કરી લીધાં. બે દીકરા અલગ થયા. સંબંધ તૂટી ગયા. છોકરાઓને સાથે. રહેવા બહુ સમજાવ્યા પણ માને ઝેર આપનાર બાપ સાથે કઈ રીતે રહી શકાય ! યુવાન દીકરાઓએ વિરોધ તો કરેલો પણ સંગઠિત રૂપે. અસરકારક ન બની શક્યો. આમ ઘરના એકમને વડે વગર વિચારે કરે તો બધું તૂટી પડે અને વહાલને બદલે ઝેર થાય. તેણે નીતિ ઉપર કાયમ રહેવું જોઈએ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ ૧પ૬ પશથી લીધેલ દાખલો . આ એક બીજા ઘરની વાત છે. : એક ભાઈ એ છોકરાંઓની દેખભાળ માટે ફરીથી લગ્ન કર્યું. બાઈએ આગલા ઘરનાં છોકરાંઓને પારકાં જાણ પજવ્યાં. ' . એકવાર એ બનાવ બન્યા કે બે કૂતરીઓ સાથે વીયાઈ. એક “મા” રોટલો લેવા દેડી ને સડક ઓળંગીને જતી હતી કે મોટર નીચે ચગદાઈ ગઈ પિોળનાં છોકરાંઓ વિચારમાં પડ્યાં કે “શું કરવું?” કોઈને સૂઝયું એટલે એ બચ્ચાંઓને બીજી કૂતરીનાં બીજાં બચ્ચાં સાથે સોડમાં મૂકી દીધાં; અને તે ઉછરવાં લાગ્યાં. આ દશ્ય પિલી બાઈએ જોયું. તેને પસ્તાવો થયો અને વિચાર જાગ્યો: “હું કેવી અભાગણી ! આ પશુ સમજે છે તેટલુયે માણસ થવા છતાં ન સમજી!” તેને વર્તાવ બદલાઈ ગયો અને આખું ઘર સભર બની ગયું. આમ નીતિની વાતથી જ સમાજ સભર રહી શકે નહીંતર સુકાઈ જાય. સંસ્થામાં નીતિવાન કાર્યકરે : .. શ્રી બળવંતભાઈ કહે -" સવારની વાતમાં . મુનિશ્રી નેમિચંદ્રજીએ સંસ્થાની નીતિનિષ્ઠા વિષે કહ્યું છે તે સાચું છે. સંસ્થામાં ‘દાખલ થનાર સભ્યો સાચા અને સંસ્થાની નીતિને વફાદાર ન રહે તે તેવા સભ્યોને લઈને સંસ્થા બગડે છે. સંસ્થાની કસોટી - નીતિનિષ્ઠા શ્રી દેવજીભાઈએ નીતિનિષ્ઠા ઉપર અડગ રહેવું એ સંસ્થાની કસોટી રૂપે છે તે અંગે દાખલો આપ્યો: અમારા ભચાઉ ખેડૂતમંડળ માટે એક કસોટી હમણાં થઈ મુંબઈમાં વસતા અને ધનવાન કહેવાતા એક ભાઈએ ત્યાં એક જમીનમાં વધુ જમીન અણહકની મેળવી લીધી. તેમણે ગામમાં દેરાસર કરાવ્યું Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #173
--------------------------------------------------------------------------
________________ 157 * રાઉયિ. છે. આ જમીન પ્રમાણે ગામના વીશ ફૂટ જાહેર રસ્તાની જગ્યા તેમ જ ચોક પણ ભેળવી લીધો. મંડળમાં દેરાવાસી ભાઈઓ પણ છે. લોકોને વિરોધ થયા. તેમણે ડેપ્યુટી કલેકટર સુધી દરેક અમલદારને ફેડેલા. હવે તેમણે મંડળના સભ્યોને ફોડવાનો પ્રયત્ન શરૂ કર્યો. પણ કોઈ ડગ્યું નહીં. છેવટે તેમણે પંચ સ્વીકાર્યું પણ તેમનો ફેંસલો માન્યકર્યો નહીં. અમારા મંડળના આગેવાન તેમના સગા થાય. તેમણે નમતું ન આપ્યું પણ તાદાઓ સાથે તટસ્થતાની વાતને લીધે તેમજ વ્યકિત કરતાં સંસ્થા મહાન છે, એ સિદ્ધાંત આગળ બધું ગૌણ માની. સંસ્થા ટકી શકી. સંસ્થાને ટકાવવી આ રીતે કઠણ હેય છે. સંસ્થાને ટકાવી રાખવા માટે સંસ્થાના નીતિ નિયમોમાં મક્કમતા, હેવી જોઈએ, સુકાની દૃઢ હો જોઈએ તે જ જુદા જુદા વલણવાળા સંસ્થાના સભ્યોને ટકાવીને રાખી શકાય. જે સંસ્થા આમ ટકે છે, તેને પ્રભાવ સમાજમાં પડે જ છે. દશ હજારની તખ્તી મારવાના તાજા પ્રલોભનને વશ ન થયાનું ખમીર વિશ્વવાસલ્ય પ્રાયોગિક સંઘ માટે નવું નથી. ' .. ધર્મ દીવાલ છે પણ તેનો પાયો નીતિ છે. ભલે સંસ્થા નાની હોય પણ ચેમેરના વિરેધ વચ્ચે જે ટકી શકે છે, તે જ મહાન કાર્ય કરી શકે છે. વ્યકિત કે સંસ્થાના વ્રતો ગમે તેટલાં હોય પણ જે નીતિ નિષ્ઠાની સાવધાની ન હોય તો વખત આવે તેને પડી ભાંગતાં વાર લાગતી નથી. . . . . આચરણ એજ નિષ્ઠાનું માપ , - શ્રી માટલીયાએ કહ્યું: “મારા નમ્ર મતે ગાંધી-વિચારધારાને આગળ લઈ જનારી શાખાઓ પૈકી વિશ્વ વાત્સલ્ય અને સર્વોદય એ બને શાખાઓ છે. આ બન્ને ગાંધી વિચારનું સંશોધન કરનારી પ્રક્રિયાઓ છે. ગાંધીજીએ કહ્યું: “સત્ય એજ ઈશ્વર છે. તેની ખોજમાંથી મને અહિંસા મળી છે.” અત્યારસુધી બ્રહ્માંડમાં રહેલા સત્યનું તત્ત્વજ્ઞાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ 158 વિચાર (ભાવના)ની શોધ ચાલી; દા. ત. હું, તું, તે વ. કોણ? પણ * ગાંધીજીએ સામાન્ય માણસ સમજી શકે તે રીતે સત્ય આપ્યું. વિચારનિષ્ઠાની માપણી તેમણે માત્ર વ્રતોથી ન કરી પણ, તેની સાથે કાર્યક્રમો મૂકયા. વ્યકિત હોય કે સંસ્થા અથવા સંઘ હોય, પણ આચરણ ઉપરથી નિષ્ઠા માપી શકાય. ગાંધીજીના વ્રતો પ્રમાણે કાર્યક્રમ પણ આ પ્રમાણે હતા - (1) જે પિતાને તેમજ બીજાને અભય કરે (જાત હેમીને). (2) બીજાના જીવનને દુભાય તેવું ન કરે; આમાંથી અસ્પૃશ્યતા નિષેધનો કાર્યક્રમ મળ્યો. એ જ રીતે સવધર્મ ઉપાસના કરે તે હિંદુમુસ્લિમ એકતા આચરે. (3) અસ્તેય વ્રત આચરનાર, શ્રમ કર્યા વગર ખાય નહીં. એમાંથી ખેતી, ગોપાલન અને ગ્રામોદ્યોગ મળ્યાં. તેમ સફાઈ, જાજરૂસફાઈ વગેરે મળ્યાં જેથી આપોઆ૫ ભંગી અને ડોકટરના ભેદ મટે. (4) બ્રહ્મચર્ય સાથે આશ્રમનું જીવન અને અસ્વાદ વ્રતને જોડ્યાં. સાથે સાથે સેવા-કૃષ્ઠ રોગીની સેવા સાધના પણ જોડી દીધી. પરચુરે શાસ્ત્રીની સેવા પિતે જ કરી. 0 (5) અપરિગ્રહ સાથે () સ્વદેશી તથા (4) સાદાઇભર્યું સંયમી જીવન જેડયું ટ્રસ્ટશીપની વાત મૂકી તે જ રીતે મજુરેનું મહાજન બનાવ્યું. ખેડૂતોનાં સગઠનની વાત કરી અને પિતાના વહીવટની તાલીમ લેતાં સહુને કર્યા. મહિલા સંગઠન અને નઈ તાલીમની વાત મૂકી. પણ, આપણે જોઈએ છીએ કે જેના સંગઠન બન્યાં. તે જ કામો ચાલુ રહ્યાં. બાકીનાં રાહત કામો જેવાં થઈ ગયાં. મજૂરોનું કામ જે રીત જગ્યું તે રીતે ખદી મેઘગનું કામ ન જાણ્યું. સરકાર આગળ કે શ્રીમંતો આગળ રૂનો બનાવનાર ખેડૂત, કાંતનાર વ. લાચાર બન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ 158 ક્રાંતિનું કામ તો એ કે ઈશારો કરે અને ચાલે; માર્ગદર્શકથી ચાલે. બાકી ભાર ઉપાડયા કરો તો તે રાહતનું કામ બને. હિંદુમુસ્લિમેન સંગઠન ન થયું એટલે નેતાઓ તેમને ખટે માર્ગે દોરી ગયા. વાલીઓ-વિધાર્થીઓનું સંયુક્ત સંગઠન નથી એટલે નઈ તાલીમનું કામ પગભર થતું નથી. ભલે આપણે લેબોરેટરીને ખ્યાલ રાખીએ પણ બીજી બાજુ જેથી બાળકોને અંગ્રેજી ભણાવવાનું જ કામ મા-બાપ કરે છે. - વિનોબાજીએ સંસ્થાઓ જામવા પહેલાં પોતે સન્યાસી મનવાળા હોઈ છેડવાની અને સંગઠનમાં હિંસાના જોખમની વાત મૂકી. તેથી મૂળિયાં ઢીલાં પડ્યાં અને પછી ભૂદાન વ. ને કાર્યક્રમ આપો તેથી જૂના કાર્યકરે નઠેર થયા કે “વિનોબાજી શું કરી શકવાના હતા ! " પરિણામે નવા કાર્યકરો ભૂદાનમાં દાખલ થયા. તેથી ધરતી કાચી રહી અને તેઓ જવાબદારી ઉપાડવા તૈયાર ન થયા. નવું લોહી થીજવા લાગ્યું. વિચારને આચારનું રૂપ આપવા સંઘ દ્વારા પ્રયત્ન થયો તે જ. વિશ્વ વાત્સલ્ય વિચાર–અનુબંધ વિચારનું તે જ બતાવે છે. ક્રેતદષ્ટા સાધુ સાધ્વીઓનું અનુસંધાન આ દૃષ્ટિએ આપણા માટે જરૂરી છે. તે મુજબ (1) ક્રાંતદષ્ટા સતના વિચારો પચવવા તૈયાર રહેવું (2) વ્રતબદ્ધ રહેવું (3) લોકોના સરળતા, સુખ અને વિકાસને એની સાથે જોડી, સદ્દવિચારને સત્યશ્રધ્ધા સાથે જોડી, ઘનબદ્ધતા સાથે સામુદાયિક કાર્યક્રમો તથા રોજના જીવનશકિત આપન રાં સંગઠનો રચવાં. આજ મારા મતે સર્વોદય અથવા વિશ્વ વાત્સલ્યની આચારનષ્ઠાની ભૂમિકા છે. ભારતની સંત પરંપરાના આ સનાતન વિચારોનું આધુનિકીકરણ છે. સંસ્થાઓમાં ખોટું વર્ચસ્વ શ્રી સુંદરલાલ શ્રોફે પિતાનો અનુભવ ટાંકતાં કહ્યું - નીતિનિષ્ઠાવાળાને આજની ઘણું ખરી સંસ્થાઓમાં ફાવતું નથી. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ કારણ કે સંસ્થાઓમાં અમુકનું વર્ચસ્વ હોય છે. સંસ્થાની નીતિ કરતાં તેવી વ્યક્તિઓની વાત જ મુખ્ય રહે છે. - એક ઠેકાણે હું દશ માસ રહ્યો. એમાં એક માણસનું મેં ધાર્યું; ન કર્યું. મને સોંપાયેલા મિસ્ત્રીને હું સોપું તે જ કામ તેણે કરવું જોઈએ એવે. આગ્રહ સેવ્યો. એટલે મારે સંસ્થા મૂકવી પડી. . - એવી જ રીતે વળી પાછો હું બીજી સંસ્થાના ઘર્ષણમાં આવ્યો અને મને સંસ્થા મૂકવી પડી; અને ભારે ઘડિયાળનું કામ પસંદ કરવું પડયું. મારું કામ સરકારને ગમે છે પણ સંસ્થાઓમાં હું ફીટ થઈ શક્તો નથી. એટલે વિનોબાજી સંસ્થા કે સંગઠનને વિરોધ કરતા હોય તે આ દૃષ્ટિએ કરતા હશે. અલબત જે સંસ્થામાં નીતિ મુખ્ય હોય, પૈસા ગૌણ હોય તેવાં સંગઠને અને સંસ્થાઓ નીતિમાં માનવાવાળાને અનુકુળ આવે ખરી. એ દષ્ટિએ આકર્ષાઈને હું અહીં શીખવા આવ્યો છું. સમાજ ઘડતર માટે સંગઠને શ્રી માટલિયાએ કહ્યું : “દેહ છે તે તેને ટકાવવા, વિકસાવવા માટે ખોરાકની જરૂર છે, તેમ સમાજ છે, તો તેને ઘડવા ટકાવવા વિકસાવવા માટે સંગઠને અનિવાર્ય છે. દેહમાં બગાડો થશે એ ભયે, ખોરાક કાયમ માટે ન તજી શકાય. સંસ્કરણ અને શુદ્ધિને પાયામાં રાખવાનું સૂચન છે; પણ સંસ્થા અને સંગઠનને છેદ કરવાની વાત યોગ્ય નહીં જ ગણાય. પિતાનું માની લીધેલું સત્ય શ્રી બલવંતભાઈએ કહ્યું : ઘણીવાર પોતે માની લીધેલું સત્ય ' કપી વ્યકિત આગ્રહી બને છે. તેવી વ્યક્તિ કોઈ પણ સંસ્થા સાથે બંધબેસતી થઈ શકતી નથી. તેને ઘણી જગ્યાએથી છુટા થવું પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ 161 તે માટે ઉદારતા અને વિવેકબુદ્ધિ વ્યક્તિએ રાખવી ઘટે; તો વધે નહીં આવે; એવું મને નમ્રપણે લાગે છે. સાધુ સાધ્વીનું માર્ગદર્શન | મુનિ શ્રી સંતબાલજી કહે –“વિશ્વાવાત્સલ્ય અને સર્વોદય એ બન્નેને સમન્વય માટલિયાએ સુંદર રીતે કર્યો છે, એમાં અનુબંધની વાત સર્વોદય વિચારમાં ઉમેરવાની છે. - એવી જ બીજી વાત ગાંધીજીના કાર્યક્રમોમાં સાધુ-સાધ્વીઓના માર્ગદર્શનની છે. તે અવ્યક્તપણે હતી; હવે વ્યકતરૂપે લેવાની છે. ગાંધીજી વખતે ભારતનું કાર્યક્ષેત્ર મુખ્ય પણે તેમને ફાળે હતું; હવે “વિશ્વવલ્ય : ધ્યેયને ફાળે જગતનું કાર્યક્ષેત્ર આવ્યું છે. ગાંધીજીને સાધુ-સાધ્વીઓ , વિના ચાલ્યું પણ આ યુગે આપણને એમના વગર નહીં ચાલે. એટલે જૈનધર્મના ભગવાન મહાવીર અને તે પહેલાંની જન પરંપરા સાથે ગાંધીજીના વિચાર અને કાર્યક્રમોની સાથે આપણે તાળો મેળવવાને ખાસ રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ [8] વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા [4-9-11] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગે પૈકી નીતિ-નિષ્ઠા ઉપર આ પહેલાં વિચાર કરી લેવામાં આવ્યો છે. આચારનિષ્ઠાની પૂર્વ ભૂમિકા નીતિનિષ્ઠા છે તો પશ્ચાદભૂમિકા ધર્મનિષ્ઠા છે કેવળ નીતિનિષ્ઠાથી આચાર સંપૂર્ણ બનતું નથી પણ એ નીતિને અનુરૂપ ધર્મ (વ્રત) નિષ્ઠા હતી પણ આવશ્યક છે. તે, વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા શું છે? અહીં ધર્મનિષ્ઠા એટલે પ્રચલિત કોઈ પણ એક ધર્મ, (જૈન, બૌદ્ધ, ઈસાઈ વૈદિક) પ્રત્યે જ નિષ્ઠા રાખવી એવો એનો અર્થ નથી. તેવીજ રીતે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન ઉપવાસ કે બાહ્ય ક્રિયા કડોમાં નિષ્ઠા રાખવી એ અર્થ પણ એનો નથી. એવી જ રીતે પુણ્યાદિ, દાન વગેરેનાં રાહતનાં કાર્યોની નિષ્ઠાને ભાવ પણ એકાંગી રૂપે આવતો નથી. સાથેજ સ પ્રદાયવાદને પ્રશ્ન તો આના અર્થમાં ભળતો જ નથી. વિશ્વ વાત્સલ્યની ધર્મ નિષ્ઠાનો અહીં જે સ્પષ્ટ અર્થ લેવાને છે તે એ કે વિશ્વ વાત્સલ્યને લક્ષ્યમાં રાખી, વિશ્વધર્મોની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન અને સદાચારને માધ્યમ રાખીને રચાયેલાં વ્રતો ઉપરની નિષ્ઠા. સમાજને નીચે પડતો બચાવવા ધારણ કરવા પિષણ અને રક્ષણ કરવા સવ સંશોધન કરવા માટે ધર્મ તરવની અનિવાર્ય જરૂર દરેક યુગમાં રહી છે. તે તે યુગમાં દેશ, કાળ, પરિસ્થિતિ, પાત્ર વ. ને જોઈને કોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ એક તો કોઈએ ત્રણ; કોઈએ ચાર તો કોઈએ પાંચ, કોઈએ મૂળ પાંચ વ્રત અને સાત શીલવત તો કોઈએ 12 વ્રત ગોઠવ્યાં છે. એ બધાનો આશય તો ઉપર કહ્યો તેજ હતો. આ બધા ધર્મોનું મંચન કરી બધા ધર્મોમાંથી સત્ય ખેંચીને સમન્વયાત્મક રીતે આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પૂ. મુનિશ્રી સંતબાલજીએ બાર વ્રત વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ-રૂપે ગોઠવ્યા છે. તેને નકશો આ પ્રમાણે છે. - વિધવાત્સલ્ય સત્યશ્રદ્ધા છે બ્રહ્મચર્ય | માલિકીહક મર્યાદા | 7 | 8 8 10 11 12 સર્વધર્મ ક્ષમાપના નિદા- વિભૂષા ખાન- રાત્રિનું વ્યસન વ્યવસાય વ્યાજ ઉપાસના સ્તુતિ ત્યાગ પાન ભજન ત્યાગ મર્યાદા ત્યાગ પરિહાર શયને ત્યાગ વિવેક આ વ્રત ક્યા કયા ધર્મમાંથી કેવી રીતે તારવ્યા છે, તેમજ તેમના વિવેચન અગે હવે પછી વિચાર થશે. આ બાર વ્રતોમાં સદાચાર અને તત્વજ્ઞાન બન્ને મળીને ધર્મનિષ્ઠા પરિપૂર્ણ થાય છે. જૈન દષ્ટિએ કહીએ તો ચારિત્ર ધર્મ અને મૃતધર્મ ( સ્વધર્મ) બન્ને મળીને ધર્મ નિષ્ઠા સંપૂર્ણ બને છે. જે માત્ર ક્રિયાકાંડેને જ આપણે ધર્મનિષ્ઠા માનીએ તો ભાવનિહિત સત્ય-અહિંસા વગેરે વ્રતોમાં કચાશ આવી જવાને પૂરો સંભવ છે. , તે ઉપર બતાવેલ બારવ્રત દરેક ધર્મને અનુકૂળ છે. કોઈપણ ધર્મને એમાં વાંધો આવી શકે તેમ નથી એટલે દરેક ધર્મવાળા પંતપતાના ધર્મોની સાથે જે ક્રિયાકાંડે—તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ 164 ઉપવાસ વ.સંકળાયેલા છે તેને ભલે અનુસરે પણ એ બાહ્ય ક્રિયા કાંડેનેજ, પૂર્ણ ધર્મનિષ્ઠા ન માની બેસે; તેમાં દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે તેણે. સંશોધન પરિવર્ધન કરવું જોઈએ અને આ વાતને અનુકૂળ થાય એવા. કાર્યક્રમો ગોઠવવા જોઈ.અ. . . . ; ; એવી જ રીતે માત્ર પુણ્ય દાન રોહતનાં કાર્યોને જ ધર્મનિષ્ઠા માનવામાં આવશે તે સમાજ શુદ્ધિ માટે તપ-ત્યાગ-બલિદાન વગેરે ક્રાંતિના કામો રહી જશે. આનો અર્થ એવો નથી કે માણસે દયાદાન પુણ્યનાં કાર્યો ન કરવાં પણ ઘણીવાર એનેજ સંપૂર્ણ ધમ માની લેતાં એવું બને છે કે દયા-દાન પુણ્ય કરનાર વ્યક્તિ અન્યાય–શેષણ, અનીતિ અસત્ય વનું આચરણ જીવનમાં કરતો હોય છે અને પિતાને ધર્માત્મા માનતો હોય છે. એટલું જ નહીં કેટલીકવાર સમાજ પણ એવી વ્યક્તિને ધર્માત્મા તરીકે નવાજે છે. એક સંસ્થાને દાખલો અહીં લઈએ. એને એક વ્યક્તિએ ઉદાર હાથે વિશહજારનું દાન આપ્યું. તે વ્યક્તિના દાનથી પ્રેરાઈને સંસ્થાના કાર્યકર્તાઓએ તેને માનપત્ર આપ્યું છે અને તેમાં એને ધર્મરત્નની ઉપાધિ આપી. હવે આ વ્યકિતનું ખાનગી જીવન બધા પ્રકારના વ્યસનોથી પરિપૂર્ણ હતું. તે અંગે પાછળથી સંસ્થાના કાર્યકરોની ટીકા પણ થઈ. પુણ્યાદિ બાહ્ય પ્રવૃત્તિ સાથે આંતરિક વ્રતનિષ્ઠા પણ એટલી જ શુદ્ધ હેવી જોઈએ. એમ ન થાય તો સત્ય-અહિંસા વગેરેના ક્રાંતિના કાર્યો અદ્ધરજ રહી જાય છે. ઘણ” કહેવાતા સાધકો અંગે પણ એવું જોવામાં આવ્યું છે કે તેઓ પરહ્યાણ અને પરોપકારના કાર્મોમાં પડી જાય છે અને આત્મકલ્યાણ - કે સ્વ-ઉપકારની વાત ચૂકી જાય છે. ખરેખર તો આત્મકલ્યાણ કે સ્વ ઉપકારની સાથે સાથે પરિકલ્યાણ અને પરોપકારની વાત આવે તો જ' સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને શુદ્ધિ જળવાઈ રહે છે. માત્ર પુણ્ય દાન રહતના કાર્યોથી સમાજ કે વ્યક્તિની અનિષ્ટ શુદ્ધિ થતી નથી. એક સાધક માટે ધર્મનિષ્ઠા કે ધર્મનિષ્ઠા તરફ જવાનો ઉદ્દેશ્ય મુખ્ય હોવો જોઈએ. તેની સાથે આપોઆપ પુણ્ય, દાન, દયાનાં કાર્યો આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ જશે. ધર્મનિષ્ઠાના એક અંગરૂપે તેનું ગ્ય સ્થાને જળવાઈ રહેશે. પણ સાધકનું નિશાન તે સંપૂર્ણ ધર્મનિષ્ઠા હેવું જોઈએ. , એક ખેડૂત ખેતર ખેડે છે અનાજ માટે; ઘાસ માટે નહી. ઘાસ તો અનાજની સાથે તેને આપમેળે મળી રહે છે. એટલે ખેડૂતનું મુખ્ય લક્ષ્ય અનાજ પેદા કરવાનું હોવું જોઈએ. પાસનું ગૌણ રહેવું જોઈએ. ! : એવી જ રીતે હિંદુ, ઈસ્લામ, ઈસાઈ, બૌદ્ધ કે જૈન ધર્મો પૈકી જ એક ધર્મ ઉપર નિષ્ઠા રાખવામાં ધર્મનિષ્ઠા માની લેવામાં આવે તો 0 પછી દરેક માણસને કેવળ વંશપરંપરાગત ધર્મજ મળે અને તેમાં પણ તેની ઉપરની છલી બાહ્ય રીતે જ. દા. ત. કોઈ જૈનને ત્યાં જો એટલે તેને વારસામાં જૈન ધર્મ મળે છે, જ્યારે ખરેખર તો તેનું જૈનત્વ સત્ય અહિંસાના વ્રતાચરણ વિ. પછીજ પ્રગટવું જોઈએ. પણ તેમ થતું નથી. દેવ-ગુરુ-ધર્મને પાઠ ભણાવી તેને સમક્તિ આપવામાં આવે છે ભલેને પછી તે બધી રીતે જૈનત્વ વિરૂદ્ધનું આચરણ કરતો “હેય છતાં તે જૈન થઈ જાય છે. ભૂલથી આને ધર્મનિષ્ઠાનું રૂપ આપી દેવામાં આવે તો તપ-ત્યાગ-બલિદાન કરવાની ભાંજગડ કે નિરતિચાર વ્રતાચરણની કડાકૂટ કોણ કરે! પણ આવી સસ્તી ધર્મનિષ્ઠાનું જે "ભયંકર પરિણામ આવે છે તે એ કે સાચો ધર્મ કદિ પ્રગટ થતો નથી અને લોભ કે ભય અથવા વેપારની રીતે ધર્મ–ભ્રમનું પ્રચલન થઈ જાય છે. આજના દરેક ધર્મોમાં આ ખોટું તત્ત્વ ઘણું ઉંડાણ સુધી પ્રવેશી ગયું છે એટલે ધર્મનિષ્ઠાને વ્યાપક રીતે અર્થ કરવાને છે. કોઈ એમ પણ કહી શકે કે મુનિશ્રી સંતબાલજીએ આ બાર વ્રતની ગોઠવણ કરી છે, તેઓ જૈનધર્મના સંસ્કારોથી ઉછરેલા અને ઘડાએલા છે માટે આ વ્રત જૈનધર્મના હશે. પણ, તેવું નથી. તેમને સર્વ ધર્મ સમન્વય કરવાથી આ વ્રતો લાધ્યાં છે. બધા ધર્મોની : સ્થાપના પાછળ તેમણે વિશ્વ વાત્સલ્ય રેસના પ્રવાહને વહેતો અનુભવ્યો છે અને સત્ય મેળવ્યું છે કે બધા ધર્મોને સાર વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ એ છે. તેઓ જૈનધર્મમાં દીક્ષિત થયા છે, તેના આચાર-વિચારને વફાદાર રહી; વિશ્વને વાત્સલ્ય રસથી તરબોળ કરવું છે; બધા ધર્મોને સમન્વય કરીને. એટલે તેમણે બધા ધર્મોના તત્વજ્ઞાન અને સદાચારને લઈને વિશ્વમાં ધર્મનિષ્ઠા ઊભી કરવા આ વ્રતની ગોઠવણ કરી છે. ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા), અને નીતિનિષ્ઠા બને મળતાં વિશ્વવાત્સલ્યની આ ચારનિષ્ઠા સંપૂર્ણ બને છે. માત્ર વ્રતનિષ્ઠા હોય અને નીતિનિષ્ઠા ન હોય તો આચારતિષ્ઠા કોને જડ, કાંતે ઝનૂની, કાં તો અનઘડ વિધાન કરનારી અગર તો ક્રિયાકાંડમાં જ રાચનારી, એકાંગી અને અપંગ બની જાય છે. નીતિનિષ્ઠા આચારનિષ્ઠાને પાયો છે તે વ્રતનિષ્ઠા એનું ચણતર છે. બન્ને મળતાં વિશ્વ વાત્સલ્યને મહેલ ઊભો થઈ શકે. નીતિનિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારે અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક વ્યકિત કે સંસ્થા (-ખેડૂતમંડળ” ગોપાલક મંડળ, ગ્રામોદ્યોગી મજુર મંડળ [ ગ્રામસંગઠન ], માતૃસમાજ, પ્રાયોગિકસંધ, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ, વિશ્વવલસંઘ, (કાંતિપ્રિય સાધુસન્યાસી-સાધ્વીઓ સંઘ - ભવિષ્યમાં રચાય તો) તેમજ રાજ્ય સંગઠન (કાંગ્રેસ)માં ઉપરની સંસ્થાઓને અનુલક્ષી કાર્યો કરતી હોય તેવી વ્યકિતઓમાં હેવી જરૂરી છે. સાધુ વર્ગમાં તો બન્ને નિકાઓ સર્વશપણે હોવી જરૂરી છે. જનસેવકોમાં નીતિનિષ્ઠા અને આંશિકરૂપે વ્રતનિષ્ઠા હેવી જરૂરી છે. તથા સંગઠનમાં અને રાજ્યસંગઠનમાં ગયેલા વિશ્વ વાત્સલ્યમાં માનતા લોકોમાં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. નીતિનિષ્ઠા પછી ધર્મનિષ્ઠા તે સહુમાં પિતપોતાના ધોરણ પ્રમાણે, કોઈમાં એકાંશ રૂપે, કોઈમાં અણુવ્રત રૂપે, કોઈમાં સર્વાશ રૂપે તે કોઈમાં મહાવત પ્રમાણે હશે. ' નીતિનિષ્ઠા વગરની વતનિષ્ઠાથી એવું બને છે કે વ્રતો જડ બની જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે એક વ્યકિત જાતે વ્રતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ પાળતા હશે. પણ સમાજમાં વ્રત વિરૂદ્ધ કામ થતું હશે ત્યારે ઘણીવાર કોઈ સમાજની કાર્યકારિણીને સભ્ય બની તેનું સમર્થન કરતો હશે. કટ્રિોલના વખતને એક દાખલો છે. ત્યારે અનાજ રેશનથી મળતું અને સીમેટ પતરાં વ. ઉપર પણ નિયમબંધી ખરી. તે વખતે એક શહેરમાં એક મોટા આચાર્યનું ચોમાસું થયું. ચોમાસામાં દર્શનાર્થીઓ આવે તેમના રહેવા સૂવા જમવા વિ.ની બધી વ્યવસ્થા સંઘને કરવી પડે. અનાજ તો રેશનથી પ્રમાણમાં જ મળતું હતું. એટલે સંઘના કાર્યકરો અને હોદ્દેદારે (જેમાંના કેટલાંકે વ્રત લીધેલાં હતાં)ની સામે સવાલ આવ્યો કે બ્લેકથી અનાજ, ખાંડ પતરાં વગેરે લાવવાં કે નહીં? તેમની નીતિનિષ્ઠા કાચી હતી એટલે તેમણે નિર્ણય કર્યો કે અહિંસાદિ વ્રતો તે અમારે વ્યકિતગત પાળવાનાં છે. આ તે સંધ (ધર્મ)નું . કામ છે. એમાં એવો વિચાર ન ચાલી શકે માટે બ્લેકથી તે તે વસ્તુઓ લાવવી જોઈએ. તે વખતે કાયદો હતો કે અમૂક સંખ્યાથી વધારે લોકોને જમાડવા નહી. પણ તેમણે ચાલાકીથી અને લાંચરૂશ્વત આપીને બેત્રણ સ્થળે રસોડું રાખીને; મર્યાદા-ઉપરાંતના લોકોને જમાડ્યા. એટલે માત્ર વ્રતનિષ્ઠા હોય પણ જે સમાજને ઉદ્દેશીને ધ્યેયલક્ષી નીતિ અને વિશ્વદષ્ટિ યુક્ત નીતિનિષ્ઠા ન હોય તે વ્રતમાં આ રીતે જડતા આવી જાય છે. અથવા ઝનુન આવે છે. એનું પરિણામ એ આવ્યું છે કે બધા ધર્મોમાં માત્ર ક્રિયાકાંડોને વળગી રહેવાનું જોવામાં આવે છે. ઘણી વખત ક્રિયાકાંડને તેઓ મુખ્ય સ્થાન આપી દે છે. પરિણામે ધર્મ કે સંપ્રદાયના નામે ઝઘડા, ખંડન, ઘર્ષણ, શેષણ, ભેદભાવ, મનદુ:ખ, મનમાલિન્ય વગેરેથી થતી હિંસા તરફ દુર્લક્ષ સેવાય છે અને અહિંસાવ્રતની નિષ્ઠા તેમના માટે ગૌણ બની જાય છે. સંપ્રદાય માટે ક્યારેક સત્ય પણ ગૌણ બની જતું હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કે ધર્મ-ક્રિયાઓમાં આડંબર કે પ્રદર્શન કરવામાં અચૌર્ય (નીતિ, ન્યાય, ઈમાનદારી, પ્રમાણિકતા) ગૌણ બની જાય છે. કદાગ્રહ-વધારે, જૂથ વધારે, શિષ્યવધારે, સંપ્રદાય–વધારે અથવા સંપ્રદાય દ્વારા ચાલતાં જુદા જુદા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 168 ખાતામાં દ્રવ્ય વધારે કરવામાં કે પૈસાદાર - મહાપરિગ્રહીને પ્રતિષ્ઠા આપવામાં અપરિગ્રહવ્રત ગૌણ બની જાય છે. એવી જ રીતે કુટુંબમાં ચ લતાં બ્રહ્મચર્યનાશક વાતાવરણ, સંતાનવૃદ્ધિ, ફેશન કે વિલાસ દ્વારા કામોત્તેજના વૃદ્ધિથી બ્રહ્મચર્ય અવ્રત ભલે સ્થૂળ દૃષ્ટિએ પળાતું હોય - પણ સુક્ષ્મદ્રષ્ટિએ તે ગૌણ બને છે. વતનિષ્ઠાનું સાચું હાર્દ નીતિનિષ્ઠાને છે ખરી રીતે સમજવામાં છે અને વ્રત પાલન સાથે સાથે જીવનમાં નીતિ, નિષ્ઠા પણું મજબૂત રહેવી જોઈએ. નહીંતર ઉપર જણાવવામાં આવેલ છે તે મુજબ નીતિ-નિષ્ઠા વગરની વ્રતનિષ્ઠામાં જડતા, રૂઢતા અને અજ્ઞાન પેસી જવાનો સંભવ છે. . . . : યુરોપમાં ખ્રિસ્તી ધર્મસંઘ જે શેમમાં ચાલતો હતો તેના પાદ- રીઓ-પપ પોતે વ્રતબદ્ધ હોવા છતાં, તેમનામાં ધર્મ સહિષ્ણુતા ન : હેવાને કારણે તેમજ તેઓ રાજ્યના આશ્રયે હેવાના કારણે, તેમણે સાચી ધર્મ-નિષ્ઠા ગુમાવી અને પરિણામે તેમણે સંત-ફાંસિસ અને એમના જેવા બીજા સાધુઓને નજીવા મતભેદના કારણે બાળી મૂક્યા; મરાવી નાખ્યા. એવી જ રીતે જેમને થડક મતભેદ હતો એવા ઘણાને , રીબાવીને મારી નંખાવવામાં આવ્યા. એવી જ રીતે ઘણું મુસ્લિમ શાસકોએ ઔરંગજેબ જેવા કદર અને ધર્મઝનૂની બાદશાહોએ પણ . હિંદુઓ ઉપર જુલ્મો કર્યા, તલવારના જોરે ધર્માતર કરાવ્યું અને જે , તાબે ન થયા તેમને મારી નખાવ્યા. આવા પ્રસંગો ધર્મના નામે થયા તેનાં કારણો જોતાં એમ લાગ્યા વગર નહીં રહે કે તે ધર્મવાળા લોકોમાં નીતિનિષ્ઠા ન હતી. * મહમદ પૈગંબરે આરબના લોકોને એક કરવા માટે સત્તા સ્વીકારી, છે છતાં નીતિનિષ્ઠ હોવાના કારણે બહુ જ સાદાઈથી રહેતા હતા. તેમણે રાજ્ય ઉપર ઈસ્લામ ધર્મનું વર્ચસ્વ રાખ્યું પણ પાછળના ખલીફાઓમાં એક-બે સિવાયના બધામાં નીતિ-નિષ્ઠા કાચી હોવાના કારણે, રાજસત્તા હાથમાં લઈને તેઓ સાદાઈથી ન રહી શક્યા અને ભોગવિલાસમાં પડ્યા રહ્યા. જન, બૌદ્ધ કે વૈદિક સાધુઓમાં કેટલાક એવા થઈ ગયા જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ નામાં નીતિનિષ્ઠા ન હોવાથી તેઓ વ્રતબદ્ધ હોવા છતાં રાજ્યાશ્રિત બની ગયા; એટલું જ નહીં ધર્મને પણ રાજ્યાશ્રિત બનાવી દીધું. મહાત્મા ગાંધીજીએ વ્રતનિષ્ઠા માટે આશ્રમમાં સાધકોને રાખીને તેમનું : ઘડતર કર્યું. કેટલાક દૂર રહીને વ્રતબદ્ધ થયા; એમાં જેમની નીતિ"નિષ્ઠા પાકી થઈ ગઈ તેઓ આજે પણ ઘનિષ્ઠામાં પાકા રહ્યા છે. 'તેઓ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નીતિનિષ્ઠાની દષ્ટિએ આપ્યું. શકે છે. આવા લોકો સત્તા, ધન કે પદના મેહમાં તણાતા નથી; સત્તાધારી કે પૈસાદાર કરતાં લોકસેવકોને ઉચ્ચ પ્રતિષ્ઠા આપે છે, તેમજ ભારતીય સંસ્કૃતિ વિરોધી તત્ત્વોને ટેકો આપતા નથી. પણ, એવા ઘણું હતા જેમની નીતિ-નિષ્ઠો કાચી હતી. ગાંધીજી તેમને વધુ સમય ન આપી શક્યાં હોય તે પણ બનવા જોગ છે; તેઓ વતનિષ્ઠ તે રહ્યા પણ તેમની નીતિનિષ્ઠા કાચી રહી ગઈ હોવાથી તેઓ ઘણીવાર અણઘડ વિધાને કરે છે; પિતાની સંસ્થાની નીતિની વિરૂધ્ધ હોય એવાં તો કે સંસ્થાઓને પક્ષાતીતતાના નામે ટેકો આપતા હોય છે. ગાંધીયુગના કેટલાક કોંગ્રેસી કાર્યકરો તેમજ રચનાત્મક કાર્યકરોમાં આ રીતે 'કચાશ આવી ગઈ છે અને પરિણામે ભારતીય સંસ્કૃતિ વિરોધી કાર્યો ચાલતાં હેય, અનિષ્ટ ફેલાતાં હેય તે છતાં ઉપેક્ષા, ઉદાસીનતા કે મૌન સેવીને આડકતરી રીતે તેમને ટેકો આપતા હોય છે, તેઓ છડેચોક દાંડતો કે અનિષ્ટોને વડી શકતા નથી. નીતિનિષ્ઠા ન હેવાને કારણે કેટલાક સર્વોદયી કાર્યકરે પણ માત્ર રાહતનાં કાર્યો કરી ચૂપ બેસી રહે છે; અને સર્વાગી સ્પષ્ટ દષ્ટ ન હોવાથી કયું કાર્ય મુખ્ય અને કયું કાર્ય ગૌણ તે સમજી શકતા નથી. કાય ચાલી ગઈ છેતેમજ રચન પંડિત જવાહરલાલ નેહરૂ જેવા કેટલાક કાર્યકરે ગાંધીજીના સંપર્કમાં હતા, તેમની નીતિનિષ્ઠા પાકી હતી. એના કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને લક્ષમાં રાખીને કાર્ય કરે છે. તેઓ કોઈ પણ પ્રકારના ઘર આંગણેના તેમજ વિદેશના ઘર્ષણ વિવાદના મામલામાં અહિંસાની દૃષ્ટિએ, પંચશીલ પ્રમાણે કામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 1170 કરે છે. તેમની પ્રખર નીતિનિષ્ઠાને કારણે તેઓ આડકતરી રીતે વ્રતનિષ્ઠા તરફ વળતા જાય છે. જેથી બીજા ઉપર પણ તેમને પ્રભાવ પડે છે. - એક વખત પંડિતજી એકલા જતા હતા. રસ્તામાં એક ગૂડે એક 'બાઈને રંજાડતો હતો. પડિતજીએ તે જોઈને પેલા નૂડાને હાથ ' પકડ્યો અને કહ્યું : “અરે ! આ શું કરે છે? તને શરમ નથી આવતી ?" પેલો ગૂડે શરમાઈને નાસી છૂટયો. એવો જ એક બીજો પ્રસંગ છે કે તેઓ મોટરમાં જતા હતા. ત્યારે લોકોએ ઉશ્કેરાઈને પત્થરને ભારે ચલાવ્યું. પંડિતજી શાંત રહ્યા અને મોટર અટકાવીને નીચે ઉતર્યા. તેમણે પેલા ઉશ્કેરાયેલા ટોળાને કહ્યું : “ભાઈ! તમે આ શું માંડયું છે. શા માટે આવું કરે છે ?" પેલા લોકો નીચું મેં કરીને ચાલ્યા ગયા. બ્રહ્મચર્યનું તેજ હમેશાં પંડિતજીના ચહેરા ઉપર જોઈ શકાય છે. તેમણે સ્વેચ્છાપૂર્વક પરિગ્રહ પણ ઓછો કરી નાખ્યો છે. આમ તેમની વ્રતનિષ્ઠા નીતિનિષ્ઠા સાથે વણાઈ ગઈ છે. એવી જ નીતિનિષ્ઠા ભાલ નળકાંઠો ખેડૂત-મંડળના ખાસ કાર્યકરોમાં પણ જોવા મળે છે. તેથી તેઓ સહજ વ્રતનિષ્ઠા તરફ વળેલા હોય છે. એક વાર ખંભાતની ત્રણ કન્યાઓને એક વાઘરી ફોસલાવીને દિલ્હી વેચવા લઈ જતો હતો. કન્યાના માતા પિતાઓએ તેમની ખૂબ શોધ કરી પણ કાંઈ પત્તો ન ખાધો. છેવટે છાપામાં જાહેરાત આપી. જવારજના ખેડૂતમંડળના માજી પ્રમુખ શ્રી ફૂલજીભાઈ છાપું વાંચતા હતા; તેમાં એમણે વાંચ્યું. સગવશ તે દિવસે જ સાંજે જવારજની એક ભરવાડણ બાઈ સીમમાં ભેંસો ચરાવવા જતી હતી. તે વખતે તેણે આ વાઘરી-વાઘરણ પાસે ત્રણ છોકરીઓ જોઈ. તેઓ ત્યાં રસોઈ કરતા હતા. એણે આવીને ફૂલજીભાઈને વાત કરી. છાપામાં વાંચ્યું હતું એટલે તાળો મળી ગયો. પણ શોધખોળ કરવા જાય ત્યાં તે વાઘરી કન્યાઓને લઈને જતો રહ્યો. આજુબાજુના ગામડામાં ચારે બાજુ લોકોને ઘોડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 171 ઉપર તપાસ કરવા માટે મોકલ્યા; પણ પત્તો ન લાગ્યો. ફૂલજીભાઈ બીજા સાથીઓને લઈ ટ્રેનમાં ઉપડયા અને દિલ્હી પહોંચ્યા. ત્યાં પેલા વાઘરી-વાઘરણને પત્તો મળ્યો. તેમણે હજુ કન્યાઓ વેચી ન હતી એટલે ત્રણે કન્યાને લઈ ખંભાત આવ્યા અને તેમના મા-બાપને પી. બધાં ખુશ થયા અને તેમને બહુ ઉપકાર માન્યો એટલું જ નહીં સમસ્ત જ્ઞાતિ તરફથી તેમનું સન્માન કર્યું અને માનપત્ર આપ્યું. શ્રી 'ફૂલજીભાઈએ કહ્યું : “આ તો અમારી માનવતાની ફરજ હતી. એમાં અમારા બધા સાથીઓને સહયોગ ન હોત તે અમે એકલા કંઈપણ કરી શકવાના ન હતા. અમને પૂ. સંતબાલજી મહારાજે આવી નીતિનિષ્ઠા બતાવી છે અને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા પણ તેમની પાસેથી જ અમને મળી છે. " . એ ઉપરાંત શ્રી ફૂલજીભાઈએ જવારજના હરિજનના પ્રશ્નો જે રીતે ઉકેલ્યા તે પણ પ્રશંસનીય છે. જવારજ ગામમાં ભંગી-હરિજનના ઘર કાચા માટીનાં અને ભાંગ્યાતૂટયાં હતાં. તેઓ ઘણી મુશીબતે સહીને રહેતા હતા. શ્રી ફૂલજીભાઈએ વિચાર્યું કે: “અમે સારા મકાનમાં રહીએ અને એ લોકોને ઝૂંપડાં પણ તૂટેલાં ! અમે એની મહેનતનુ ખાઈએ અને એમને એટલી પણ મદદ ન કરી શકીએ ?" એટલે ફૂલજીભાઈએ નક્કી કર્યું કે જ્યાં સુધી એમના મકાનો ન બંધાઈ જાય ત્યાંસુધી હું ખાંડ નહીં ખાઉં. તેમણે ગામના બીજા ભાઈઓને વાત કરી, તેમણે સાથ આપે, કંઈક સરકારે મદદ કરી અને અંતે હરિજને માટે સારાં મકાને બંધાઈ ગયાં. તેમનો એક બીજો આર્થિક પ્રશ્ન પણ હતો. તેઓ પારકા ખેતરમાં કામ કરે; પિતાનું ખેતર મળે નહીં. એમને લગ્ન જેવા પ્રસંગે રૂપિયાની જરૂર પડે તે ધીરનાર પાસેથી 200-250 મેળવે પણ પછી આખી જિંદગી તેની વેઠ કરવી પડે. આ ગુલામીના દુ:ખમાંથી. મુક્ત કરવા માટે ફૂલજીભાઈએ સહકારી મંડળીમાંથી પોતાની જવાબદારી પાછો નહીં આવે પણ એ શંકા ખોટી ઠરી. તેમણે પૈસા પાછા વળ્યા. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 172 એક ખેડૂતમાં વિધવા સલ્યની નીતિ-નિષ્ઠા પાકી હોવાના કારણે વ્રતનિષા સહેજે આવતી જાય છે. આવી જ રીતે બીજા ખેડૂતોમાં નીતિનિષ્ઠા * પાકી થતાં તેમની વ્રતનિષ્ઠા પણ મજબૂત બનતી જાય છે... '' * ઘણુંને એમ પણ મનમાં થશે કે જે નીતિનિષ્ઠાથી કામ ચાલતું હોય તો વતનિષ્કાની શી જરૂર છે? આ અગે એટલું જ સૂચવી શકાય , કે જેમ પાયા વગર ચણતર ન થાય અને ચણતર વગરના પાયાની શોભાં નહીં, એમ નીતિ નિષ્ઠા ના પાયા વગરની વતનિષ્ઠા ટકી ન ન શકે. ડગી જાય કે પછી પણ ભાંગે. વ્રત-નિષ્ઠા હોય અને નીત-નિકા ન હોય તો તે જડક્રિયા બની જાય. * તે ઉપરાંત નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠાની જરૂર વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને કામ કરતા લોકસેવકોને અનિવાર્ય છે. આવા નીતિનિષ્ઠ લોકસેવકો-રચનાત્મક કાર્યકરોમાં વતનિષ્ઠા ન હોય તે તેઓ પિતાનું ઘડતર ન કરી શકે અને સમાજનું ઘડતર પણ ન કરી શકે. લોકસેવકો જે વ્રતનિષ્ઠ નહી હોય તે જે લોકો પાસે તેમને કામ લેવાનું છે, તે -લે કોની આ સેવકો પ્રતિ શ્રદ્ધા રહેશે નહીં અને પરિણામે લોકસંગઠનનું સંચાલન પણ સારી પેઠે થઈ શકશે નહીં. એક દાખલો લઈએ. એક કાર્યકર્તા છે. તેમાં નીતિનિષ્ઠા હેવા છતાં, તે બ્રહ્મચર્યની મર્યાદા પાળ નથી. પ્રમાણિક રહેતું નથી; હિસાબ ચેક રાખતો નથી, વ્યવસાયની મર્યાદા કરતો નથી, વ્યાજને ખાનગી ધંધો ચલાવતો હોય છે, ભૂલ માટે ક્ષમા માગી શકતો નથી, ખાન-પાનને સંયમ રાખતો નથી કે વ્યસન ત્યાગ કરતો નથી; આવો માણસ લોકોનો વિશ્વાસ ન મેળવી શકે. એટલા માટે તેને વ્રતનિકાને અપનાવવી પડશે. ગાંધીજીએ જ્યારે લોક–સેવાની કલ્પના કરી ત્યારે તેમણે સપત્ની બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. તેથી સમાજને વિશ્વાસ કેળવાયો. તેમણે જુદાં જુદાં વ્રતોને સાધ્યા અને પછી બીજા કાર્યકરો માટે વતનિષ્ઠા આવશ્યક ગણી તેમનું ઘડતર કર્યું. તેમણે ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમો રજૂ કરીને તે વડે સમાજનું પણ ઘડતર એવા વ્રતનિષ્ઠ કાર્યકર્તાઓ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ 173 કરાવ્યું. લોકસેવકમાં વતનિષ્ઠા હશે તો જ તેઓ સમાજને વ્રતનિષ્ઠા તરફ દોરી શકશે. વળી ઉચ્ચ સાધકો સાધુ સાધ્વીઓ તેમજ સન્યાસીઓના : જીવનમાં પણ એ બધા વ્રતની પૂર્ણનિષ્ઠા હશે તો જ તેઓ સમાજનાં બધાં અંગોને માર્ગદર્શન, પ્રેરણ, ઉપદેશ કે આદેશ આપી શકશે.. . : ઘણું લોકો વ્રતનિષ્ઠા રાખે છે; વ્રત ગ્રહણ કરે છે પણ વ્રતબદ્ધ. - થતા નથી. એવા કેટલાક યુવાન લોકો કે કાર્યકરો દલીલ કરે છે કે " “અમે પિતાની મેળે જ વ્રતો પાળશું; પ્રતિજ્ઞામાં બંધાઇને શું કરવું છે? જે પ્રતિજ્ઞામાં બંધાઈ એ તો સંકટ ટાણે પ્રતિજ્ઞા તેડવી પડે, માટે : પ્રતિજ્ઞા ન લઈને ખુલ્લાં રહેવામાં શું વાંધો છે ! મહાત્મા ગાંધીજીએ રે એનો સખ્ત વિરોધ કર્યો હતો. જે સાધક કે સેવક વ્રત (પ્રતિજ્ઞા) બદ્ધ : થતો નથી. તે સમય આવે ઢચુપચુ થઈ જાય છે, અને સમાજ એવાને : કોઈપણ કાર્યની જવાબદારી ન જ સોંપી શકે ! તેના ઉપર કઈ રીતે વિશ્વાસ બેસે!” . . . " * એ અંગે ગાંધીજીએ એક દાખલો પણ આપે : એક માણસે દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી છે. બિમારીના પ્રસંગે ડોકટર દારૂ પીવાનું કહે છે. આ અપવાદ છે પણ પ્રશ્ન એ છે કે શું દારૂ પીવાથી તે બચી જશે ખરે!, અથવા કોઈ દેશી વનસ્પતિથી ઠીક ન થઈ શકે ! એની ગેરંટી છે?” એટલે જે વ્રતબદ્ધ થતો નથી તે છેવટે ઢીલો પડી જાય.' છે. આ રીતે પતન પામેલા અને સ્કૂલન થયેલાના ઘણા દાખલાઓ , સમાજમાં બને છે. પૂ. મુનિશ્રી સંતબાલજીના પ્રસંગમાં એક કાર્યકર્તા આવ્યા. તેઓ બહુ હોંશિયાર, પ્રામાણિક અને બુદ્ધિશાળી હતા; પણ બ્રહ્મચર્ય માટે વ્રતબદ્ધ ન થયા. પિતે પાળીશ એમ તેઓ કહેતા. પાછળથી તેઓ ડગી ગયા; તેમના પત્ની પણ વ્રતબંદ્ધ ન હોવાથી; તેમને સંતાન થયા. . મેવાડમાં અમારે એક ભાઈનો સંપર્ક થયો. ઉત્સાહી, સેવાભાવી અને બ્રહ્મચર્ય તરફ નિષ્ઠાવાળા દેખાતા હતા. તેમણે બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. લોકોએ તેમને મદદ પણ કરી. તેઓ પણ જાતે બ્રહ્મચર્ય વ્રત પાલન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ કરવાની વાત કરતા હતા; પણ વ્રતબદ્ધ ન હોવાથી તેઓ ચૂકયા અને તેમને બાળકો થયાં. તેમના પ્રત્યેની લોકોની શ્રદ્ધા ડગી ગઈ. રખે, કોઈ એમ માને કે બધા કાર્યકરે માટે બ્રહ્મચર્ય વ્રતબદ્ધ થવું ફરજિયાત છે; જે તે પાળી શકાય તે સારું છે પણ એક વખત સમાજ આગળ બ્રહ્મચર્ય—પાલનની વાત કર્યા બાદ તેને ન તડવી જોઈએ; સ્વનારી મર્યાદિત બ્રહ્મચર્ય હોય તે પણ તે વ્રતબદ્ધ હોવું જોઈએ. તેનાથી સમાજને તેના ઉપર વિશ્વાસ બેસશે. વ્રતબદ્ધ થયા વગર " જાને વ્રત પાલન કરી લેશું " એવી વાતો કરનારા મૂળમાં જ કાચા છે. પ્રતિજ્ઞાબદ્ધ થવાથી દઢતા આવે છે તેમજ મકિમ રહી શકાય છે અને વ્રતભંગ થવાને ટાળી શકાય છે. સાધના દ્વારા વિકાસ સાધી શકાય છે અને લોકશ્રદ્ધા પણ તેના ઉપર ટકે છે. - ચા પોતાની મેળે છોડશું એવી વાતું કરનારા ઢચુપચું રહે છે અને કોઈ માન-તાણ કરે તો તરત ત્યાં નમી પડે છે. પછી તેમને અલગ અલગ બહાનાં કરવાં પડે છે કે “ફલાણાભાઈ ન માન્યા !", “શરદી થઈ હતી” “ત્યાં આપણું કંઈ ન ચાલે!” અને એવી વાત કરી ચા પીવી પડી એનો સ્વીકાર લાચારીથી તેમને કરવો પડે છે.. ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે તેમની બાએ, બેચરજી નામના જૈન સાધુ પાસે તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ અપાવી હતીઃ "(1) દારૂ નહીં પીઉં (2) માંસાહાર નહીં કરું (3) પરસ્ત્રી ગમન નહીં કરું.” તેમની બાએ તેમને કહ્યું કે “તને જ્ઞાતિ બહાર કરે એનો મને ડર નથી પણ જે ભયના કારણે જ્ઞાતિ તને બહાર કરી શકે તેનાથી તું દૂર રહે! એટલે આ પ્રતિજ્ઞા લઈ તું જ્ઞાતિને વિશ્વાસ આપી દે તે જ્ઞાતિને જરૂર તારા ઉપર વિશ્વાસ બેસશે !" ગાંધીજીએ ત્રણ પ્રતિજ્ઞાઓ જરૂર સ્વીકારી. વિલાયત જતાં લોકોએ કહ્યું: “આતો ઠંડે મુલ્ક છે. અહીં તે માંસાહાર વગર ન ચાલી શકે !" 1. પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી ગાંધીજીએ શાકાહાર રાધીને લોકોને બતાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 175 = = = = = આપ્યું કે એ રીતે પણ જીવી શકાય છે. એટલું જ નહીં, જ્યારે “ઇડા , તો માંસમાં આવતા નથી” એવી દલીલ લોકોએ કરી તો તેમણે જવાબ આપે કે “મારી માતાજીએ પ્રતિજ્ઞા આપી છે અને તેમાં ઇંડાને માંસાહાર ગણવામાં આવ્યો છે. એટલે હું કંઈ લઈ શકતો નથી.” એવી જ રીતે પરસ્ત્રીગમન અંગે પણ તેમની કસોટી થઈ પિતે. પ્રતિજ્ઞાબદ્ધ હેવાથી તેમાંથી પણ પાર ઉતર્યા. એ અંગે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે: “પૂજ્ય માતાની અપાવેલ છે પ્રતિજ્ઞા રૂપી ઢાલ તે વખતે મારી પાસે હતી એટલે હું પ્રતિજ્ઞા અને પ્રભુકૃપાથી અનિષ્ટોમાંથી બચી શક્યો.” આવે છે પ્રતિજ્ઞાને ચમત્કાર. જેનોમાં તો વ્રતબદ્ધતાની બહુ જ કીંમત માનવામાં આવેલી છે. ' અમુક પ્રતિજ્ઞા લેતાં, અમુક અનિષ્ટથી બચી જવાયું. એવી વાત જણાવતા ઘણું કથાનકો જૈન કથાઓમાં મળી આવે છે. સુદર્શન શેઠ શીલની પ્રતિજ્ઞાના કારણે મોટા પ્રલોભનમાંથી બચી શક્યો એની મેટી વાર્તા છે. આજે જેમાં પ્રતિજ્ઞા અને પચ્છખાણે મોટા ભાગે રૂઢિગત થઈ ગયાં છે, તેની પાછળના ભાવ, સ્પષ્ટ રીતે સમજાવવામાં આવતું નથી; તે છતાયે એકંદરે પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લાભ જ થાય છે. * વૈદિક ધર્મગ્રંથોમાં પણ “સંકલ્પ” લેવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. સંક૯૫ કે પ્રતિજ્ઞા લીધા વગરનાં વતે સફળ થતાં નથી, નિષ્ફળ બને છે એ અનુભવ સિધ્ધ વાત છે. - ઘણાં લોકો એક બીજી દલીલ પણ આગળ મૂકે છે કે “અમે એકલા એકાંતમાં વ્રત–પ્રતિજ્ઞા લઈએ; સમાજ કે વડીલ અથવા ગુરુ વ.. સમક્ષ શા માટે લઈએ ?" આના પિતાનાં ભયસ્થાનો છે. ભારતીય ધર્મોમાં ખાસ કરીને જૈન ધર્મમાં વ્રત-ગ્રહણ-વિધિ જાહેરમાં, વડીલે, ગુરુ અને સમાજ સમક્ષ કરવામાં આવે છે. એને મેટો ફાયદો એ થાય છે કે કટોકટીના સમયે પણ વ્રત ઉપર ટકી શકાય છે; વ્રત-બંગ કરતાં સંકોચ પમાય છે. એટલું જ નહીં એ એક P.P. Ac. Gunratnasuri M.S. ". Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 176 ઢાલ રૂપે પણ બનીને રહે છે કે આટલા બધાની સામે પ્રતિજ્ઞા લીધી અને હવે તોડીશ તે મારું નામ રહેશે?' : ' જૈન સાધુઓને મોટી દીક્ષા આપતી વખતે ' વ્રતોચ્ચાર-વિધિ સમાજ સમક્ષ કરવામાં આવે છે. તેની પાછળનો એ હેતુ છે કે સમાજ એ વ્યક્તિને ઓળખી લે અને એના બદલે કોઈ બીજી વ્યક્તિ સાધુ– * વેશ લઈ પેસી ન જાય. એવી જ રીતે પ્રહસ્થો પણ વ્રત-ગ્રહણ કરવા માટે પ્રતિજ્ઞા સમાજ સમક્ષ લે છે જેથી સમાજ એને ઓળખીને એના ઉપર વિશ્વાસ મૂકી શકે. . . . . : : . આજે, જે કે બ્રહ્મચર્ય-વ્રત લેતી વખતે કે વ્રત-ઉપવાસના પચ્છખાણ લેતી વખતે ધર્મપ્રભાવનાની આડમાં, આડબર વધી. ગયો છે. ક્યાંક વડે કાઢવામાં આવે છે, કયાંક વતી તરફથી પ્રભાવના પરિગ્રહનું પ્રદર્શન કરીને વ્યકત કરવામાં આવે છે તે ક્યાંક મોટા પાયે, જમણવારે યોજાય છે. એમાં સુધારો કરી જે સાદાઈપૂર્વક ગુરુ પાસે, અને ગુરુ ન હોય તે વડીલ શ્રાવક પાસે સાધક વ્રત ગ્રહણ કરે તો તે વ્રતનિષ્ઠામાં સહાયક બનશે; નહીંતર વ્રતની ભાવના કરતાં પ્રદર્શનને વધારે મહત્વ અપાઈ જવાનો ભય રહેલો છે. ભારતીય લગ્નવિધિમાં વર-વધૂ, બન્નેનાં લગ્ન અગ્નિ, પાણી, વિ. પંચભૂતો અને પંચ સમક્ષ કરવામાં આવે છે તે પણ આજ દૃષ્ટિએ. સમાજ જાણી શકે કે પતિ-પત્નિ બને લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેઓ મર્યાદા ભંગ કરતા હોય તો રોકી શકે અથવા જવાબદારીથી છટકવા માંગતા હોય તો ટકી શકે. આ રીતે વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા, નીતિનિષ્ઠા પૂર્વક આચરવામાં આવે તો સમાજનું સુંદર ઘડતર થઈ શકે. * ચર્ચા -- વિચારણું ધર્મ એટલે સમાજને ટકાવી રાખનાર . શ્રી દુલેરાય માટલિયાએ વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા. અંગે ચર્ચા શરૂ કરતાં કહ્યું –જેના વિના ક્ષણભર પણ વિશ્વ અને સમાજ ન ટકી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 177 . શકે એનું નામ ધર્મ. અલબત્ત શ્વાસોશ્વાસ વિના આપણે ટકી શકતા નથી. પણ તે સહેજ હોય છે એટલે હવા હોય છે ત્યાં લગી ખબર - પડતી નથી. હવા ન હોય ત્યારેજ ગુગળામણ જણાઈ આવે છે. તેવુંજ સત્યનું છે. ' . . . . . . થોડાક અસત્યને પ્રભાવ * .. જેમકે, બાળકો એપ્રિલ ફૂલ તા. 1 લી કે 4 થી એપ્રિલના કરતા * હોઈ તે દિવસે સાચી વાતેય વિશ્વાસ થતો નથી. પરિણામે * હાસ્યમાંથી પણ કેટલીકવાર બુરું પરિણામ આવે છે. પ્રહસનનું ચિત્ર ગોઠવી અડધે કલાક જે ખોટું બોલવાનું ગોઠવાય, કે કોઈ મરી ગયું હોય * ત્યાં લગ્નની વાત થતાં મડદાં પર જાનડીઓ ગીત ગાતી આવે તો કેવું બેહુદું બની જાય ! આ સત્યનું મહામૂલ્ય છે. તેજ સમાજને ધારણ કરી રાખે છે. સૂર્ય ગમે ત્યારે ઉગે કે ગમે ત્યારે આથમે તો શું થાય ? મોસમી પવન ન થાય તો ખેડૂતોને વિશ્વાસ ન રહે. ટુંકમાં જડગણાતી સૃષ્ટિમાં પણ નિયમને ભંગ થતો નથી. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એ બધું નિયમિત ચાલે છે. એટલે નિયમની પણ એટલી જ જરૂર છે. : - સમાજમાં જરા જહું ચાલે છે, તે તેમાંથી દહેશત ઊભી થાય ' છે. દસ્તાવેજ, કાયદા, કાનૂન વ. કેટલું બધું વધી ગયું છે. વીશ કલાકના દિવસની ગણત્રી કરીએ તો થોડીવાર માટેના, છેડા લોકોના જૂઠાણને કારણે પણ કેટલું બધું અંધારું અને અવિશ્વાસ વ્યાપી જાય છે. એટલું પણ જે અસત્ય ન હોય તો જરાત, પ્રકાશમય સ્વર્ગમય અને અમૃતમય બની જાય છે. ' . સત્ય એ જ જગતનું અધિષ્ઠાન '' ' ' કિ. એથી જ કહ્યું છે –જેના વિના જગતું ન ટકી શકે તે જ સત્ય. ઉપર પ્રતિષ્ઠિત છે.' ': ' . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ * 178 અહિંસાની અનિવાર્યતા સતત ભયમાં જીવી શકાતું નથી. તે રીતે જોતાં બીજો પ્રશ્ન આવ્યો અહિંસાનો. માનવસમાજને (1) પ્રાણ, (2) સંપત્તિ (સ્વ પરિશ્રમનું ફળ), (3) શીલ, (4) વ્યવસ્થાની રક્ષા–એ ચારેય મળવા જોઈએ. , કલ્પના ખાતર વિચાર કરે કે એક કલાક માટે બધા માણસે હિંસક બની જાય તો ? અરે, અમૂક લત્ત બની જાય તો પણ લોહીની - નદીઓ વહેવા લાગે. એટલે જાતે નિર્ભય થઈ બીજાને નિર્ભય કરવાને પ્રયત્ન કરે તો સ્વર્ગનું સુખ દેખાય. એટલે જ અહિંસા ધર્મ બળે. કારણકે માનવસ્વભાવમાં અહિંસા છે. તે અલ્પ-અંશે હિંસા કરે, ડાંક એટમમ વાપરે તો આખે માનવસમાજ થરથર કાંપી ઊઠે. પાંચ પચ્ચીસ વર્ષે જગતમાં યુદ્ધથી હિંસા થાય છે તો યે આખા વિશ્વના રાજ્યોમાં આટલે થથરાટ વ્યાપ્ત થઈ જાય છે તો સાર્વત્રિક અહિંસા થાય તો શું થાય ? અસ્તેયની જરૂર એ જ રીતે સમાજની મહેનત જે લૂંટાઈ જાય તે કોણ મહેનત કરે? એક વર્ગ ચોરી કરે, લૂંટ કરે અને તેમનાથી જે સલામતિ ની મળે તે બીજો વર્ગ પણ એ માર્ગે જાય; અને સમાજ અસ્થિર બની ડ જાય. પણ જો હજારમાં નવસાનવાણું પ્રત્યે ચોરીની નિશ્ચિતતા છે માટે જ સમાજ પુરૂષાર્થી બને છે, નહીંતર પુરૂષાર્થ નહીં ટકે. આમ ઉત્પન્ન થતું અટકે તે અધર્મ અને એટલે જ તેય અધમ ગણા અને અસ્તેય ધમ ગણાય. શીલકુશીલ . . ' - પિતાની સ્ત્રીથી કોઈ રસલુબ્ધ કે રૂપલબ્ધ બને તો તે કેટલો બને? બળવાન લોકો સ્ત્રીઓને લઈ જતા હોય તે સમાજનું શું થાય? અત્યારે તો વિકૃતિના કારણે થોડે એ અંગે સંતાપ છે તો પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ 179 આવી દશા હેય તે સમાજની શું દશા થાય ? તેને બદલે સ્ત્રી અને પુરુષ જે શરીર–ભોગ વગર આનદ લૂટતા થાય તો ! તેથીજ શીલ-રક્ષા એ ધર્મ થશે અને કુશીલ અધમ કહેવાય. વ્યવસ્થા-રક્ષા અને પરિગ્રહ-મર્યાદા એવી જ રીતે સાધન અને સત્તા જેમના હાથમાં આવે તે સમાજની વ્યવસ્થા અને મર્યાદાનો ભંગ કરે તો! જ્યાં એવું થાય છે ન્ય સમાજમાં લડાઈ તોફાન અને બંધને પેદા થાય છે. વ્યવસ્થાની રક્ષા થાય તેને ભંગ ન થાય તે શાંતિ આવે. આથી વ્યવસ્થા રક્ષા અને પરિગ્રહ મર્યાદાએ ધર્મ બન્યો. જો એમ ન થાય તે લડાઈ થાય. હાયવોય થાય અને જે પૈસે સુખને માટે ભેગા કર્યો તેને લીધે જ આ બધે બળાપો થઈ જાય. મૂળવતે અને ઉપવતે આમ માનવસમાજ જેનાથી ટકે છે તે ધર્મનાં ચાર અથવા પાંચ * મૂળવતા થયાં (1) સત્ય (2), અહિંસા (3) અસ્તેય (4) બ્રહ્મચર્ય (5) અપરિગ્રહ. મૂળ તો આ બધા સત્યની આસપાસ ગૂંથાયેલાં છે અને જીવનની વિવિધ વસ્તુઓનું સત્ય રજૂ કરે છે. આ પાંચના ઉપવ્રત તરીકે ગાંધીજીને એક સૂઝે, સંતબાલજી બીજાં બતાવે, સ્વામીનારાયણવાળા ત્રીજાં બતાવે એ સંભવે છે. કારણ કે પાંચ વ્રતોની આસપાસ રહેલાં ઉપવ્રતો કાળ મુજબ બદલી શકાય છે અને બદલવાં જ જોઈએ. તેનું આંશિક પાલન થાય તો પણ સમાજમાં તેટલું સુખ વધે છે. મૂળે જીવનના સત્ય ઉપર શ્રદ્ધા રાખી જાતે અહિંસાદિ વ્રતનું પાલન કરે અને સાથીઓ પાસે પાલન કરાવે એ વિશ્વવાસલ્યની પાયાની ધર્મનિષ્ઠા છે અને ખરેખર તે સર્વત્ર સ્વીકૃત છે. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા ફરજ બજાવવામાં - શ્રી પુંજાભાઈ કહે: “માનવને ફરજનું ભાન હોય છે. કારણ કે તે માનવ છે. તેનામાં ઊંડી વિવેક બુદ્ધિ હોય છે. તે માયા, મેહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ 180 અને સ્વાર્થને વશ થઈ ફરજને ટાળવા મથે છે. તેને બદલે પિતાના અસલી ધર્મને સમજીને ફરજ બજાવવાની પ્રવૃત્તિ કરે તો જગતમાં આનંદ આનંદ થાય. વિશ્વ વાત્સલ્યની આજ ધર્મનિષ્ઠા ગણાય. ખેડૂત જે ખેતી, મજૂર, બળદ વ. બધાજ તરફ અને બધી જાતની ફરજ બજાવે તો સ્વાર્થ સાથે પણ પરમાર્થ થઈ શકે. બાકી બેદરકાર બને તો સ્વાર્થ અને પરમાર્થ બનેને હાનિ પહોંચાડે. એજ રીતે વેપારી બ્રાહ્મણ કે સાધુ વગેરે જ્યાં ફરજ ચૂકે ત્યાં ત્યાં અધર્મ વધે છે. - આજે તો માલની જ નહીં બાળકોની પણ ચોરી થાય છે. જે માણસાઈ દ્રષ્ટિએ માનવ એમ વિચારે કે “જે કોઈ માનાં બાળકો ઉપાડે . તે એ માને કેવું દુઃખ થાય. જેણે મહેનત મજુરી કરી થોડું બચાવ્યું છે તેનું શોષણ કરે કે ચોરી કરીને ઝૂંટવી લે તો તેને કેટલો ત્રાસ પડે ! આવા સમયે વિશ્વ વાત્સલ્યને જરા સરખો વિચાર આવવો જોઈએ કે આવું ભયંકર કૃત્ય કદાપિ થઈ શકે જ નહીંએજ એની ધર્મનિષ્ઠા છે. . , ' , વ્રત અને નીતિને મેળ મળવો જોઈએ શ્રી બળવંતભાઈ : “ધર્મનિષ્ઠાને જે વિશ્વ વાત્સલ્યનું મૂળ કપીએ તો નીતિનિષ્ઠા એનું થડ છે. બાકી વ્રત વગેરે તેની શાખા ડાળીઓ છે. આજે થડ તરફ ઓછું લક્ષ અપાઈ રહ્યું છે. એટલે જ ભગવાન મહાવીરને માનનારાએ જેને વર્જનીય ગણ્યાં છે, તે પંદર " કર્માદાનને આચરવામાં અનિષ્ટને જોતા નથી. અહિંસા અને અપરિગ્રહની વાત કરવા છતાં કાળાબજાર અને શોષણ કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસ, લીલોતરી, ત્યાગ, અસ્નાન વ. આચરવા છતાં ઉપલાં કર્મો હોંશથી કરી શકે છે. કારણ કે વ્રત અને નીતિને સુમેળ સધાયો નથી. વિશ્વવાત્સલ્ય અને “આત્મવત્સર્વભૂતેષુ ની મૂળભૂત જૈનધર્મની નીતિનિષ્ઠા તેમનામાં કાચી રહી ગઈ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 181 * . કૃષ્ણ, રામ અને શિવને માનનારા લોકે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ કે એકાદશીના વ્રત કરે છે પણ બીજીબાજુ ઉપવાસ હોવા છતાં જુગાર પણ રમવા બેસી જાય છે. એટલું જ નહીં નિર્જળઉપવાસમાં બીજું ખાવું-પીવું વધી ગયું છે. વૈદિક ધાર્મિક પર્વોમાં પણ ખાવા-પીવા અને પહેરવા ઓઢવાનું જાણે થઈ ગયું છે. આમ વ્રત અને નીતિનો સુમેળ ન થતાં તે હાસ્યાસ્પદ બને છે. ધર્મ કેને કહેવો? પૂ. દંડી સ્વામીએ લોકો પુણ્ય અને ધર્મને ભેદ સમજતા નથી તે અંગે જણાવતાં કહ્યું: “મનુસ્મૃતિમાં કહેલા પાંચ મહાયજ્ઞ –જે પાછળથી બૌદ્ધ ધર્મની અસરના કારણે પાંચ લઘુયો કહેવાયા. –તે બધાને લોકો ધર્મ કહે છે. પૂર્વમીમાંસામાં પણ જે કર્મો કહ્યાં છે તે બધાંને લોકો ધર્મ તરીકે ઓળખે છે. બૌદ્ધ ધર્મમાં (1) દાન, (2) અર્થ, (3). દિનચર્યા અને (4) સમભાવને–કર્મો કહ્યાં છે તેને પણ લોકો ધર્મ માને છે. આથી ધર્મ કર્યો અને પુણ્ય કયું? એ સમજવામાં મુશ્કેલી પડે છે, અને કેટલીકવાર પુણ્યને ધર્મમાં ગણવાને ગોટાળો થાય છે. એ વિષે અહીં ઠીક ઠીક જાણવા મળ્યું કે પુણ્ય અને ધર્મ બંને શું છે ? વ્રતોને આત્મા! શ્રી દેવજીભાઈ કહે : વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં નીતિનિષ્ઠા સોનારૂપ છે અને ધર્મનિષ્ઠા સોનામાં સુગંધ રૂપ છે. માત્ર સુગંધ હેય તો તે લાંબો કાળ ન ટકે એટલે કે તેમાં પ્રાણ જોઈએ. નીતિનિષ્ઠા હેય તે ધર્મનિષ્ઠ સહેજે વર્ણવાને સંભવ રહે છે; પણ નીતિનિષ્ઠા ન હોય અને વ્રત લેવાય તે કેટલીકવાર તે પ્રદર્શન રૂપ જ બની જાય છે, અને તેમાં આત્મા ભળતો નથી. નીતિનિષ્ઠાવાળા જાહેરમાં વ્રત લે તે બે કારણોસર સારું છે કે, P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ (1) તેના લીધે દઢતા રહેશે અને (2) સમાજની એકી રહેશે તેમજ સમાજમાં તેનું અનુકરણ થશે. નીતિનિષ્ઠાનું ઠેકાણું નહીં હોય ને વ્રતમાં આત્મા નહીં ભળે તે દંભ રૂપ ક્રિયા થવાનો સંભવ છેઅને તેને સમાજમાં પડી પડ્યા વગર રહેતો નથી. આજે જાહેરમાં વ્રત લેવાય છે તેમાં મોટાભાગે વ્રત લેનારનું સ્પષ્ટદર્શન હોતું નથી કે વ્રત પાછળની મૂળ નીતિ-નિષ્ઠા અંતરની હોતી નથી. આશ્ચર્ય છે કે વિવેકી કહેવાતા સાધુઓ પણ તેની વાહ વાહ કરે છે અને ઉપલક વાહ વાહથી સમાજમાં ઘણા લોકો વ્રત લેવા ખેંચાય છે. પણ આત્મા ન હોવાથી પરિણામ સારું આવતું નથી. આજે નીતિનિષ્ઠા ઉપર વધારે વજન આપવું પડશે. આ સંશોધનની ખાસ અગત્ય છે. નીતિનિષ્ઠા પછી વ્રતો લેવાશે, આચરાશે, તે ચોમેર એ આચરણને ભારે પ્રભાવ પડશે.” નીતિનિષ્ઠાને પ્રભાવ | શ્રી બ્રહ્મચારી : “વિશ્વ વાત્સલ્યની નીતિપૂર્વક ધર્મનિષ્ઠા જ મેર પ્રકાશ પાથરી શકે છે. રામાનંદાચાર્ય એક ગામમાં ગયા. ગામના લોકોએ ફરિયાદ કરી કે આ ગામમાં એક બહુ ખરાબ દશ્ય જોઈને અમે લાજી મરીએ છીએ. એક પહેલવાન એક વેશ્યાની પછવાડે નીકળે છે. તેને બાળકો વિગેરે જેવા દોડે છે, તેથી ગામમાં ખરાબ સંસ્કાર પડે છે. ઘણા લોકોને તો ધૂણું જ થાય છે. સ્વામીજીએ કહ્યું : “બંનેને અહીં આવવા કહેજો!” બંને સ્વામી પાસે ગયા. સ્વામીએ બંનેને પ્રેમથી આવકાર આવે. તેમણે પહેલવાનને કહ્યું : તમે જરૂર વેશ્યા પાછળ નીકળો અને એનું વદન જોયા કરે. પણ એ રૂ૫ તો ભગવાનનું આપેલું છે માટે તેમાં ભગવાનની વિભૂતિનાં દર્શન કરે !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 183 આમ તો વેશ્યા પણ કંગળી ગઈ હતી અને પહેલવાનને પણ રસ નહોતો રહ્યો. પણ સ્વામીજીના વચનોથી બન્નેમાં હૃદય-પલટો થવા લાગ્યો. પહેલવાનને પણ પિતાના કૃત્યથી પસ્તાવો થવા લાગ્યા. સ્વામીજીએ તેને કહ્યું: “પેલી બાઈથી ઘણા ન કરશો. તેને હદય પલટો આમ નકાની જેમ સાચા સાધુ પોતે તો તરતા હોય છે પણ અનેક ને તારે છે. એ તેમની નીતિ-નિષ્ઠાને પ્રભાવ છે. 5. જવાહરલાલ નેહરૂ પણ વિશ્વ વાત્સલ્યની નિષ્ઠાવાળા જણાય છે. એક નજરોનજર જોયાને પ્રસંગ છે. તેઓ ભિલાઈના કારખાનાનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. એક રીક્ષાવાળાએ વચમાં તેમની મેટર રકાવી અને છૂરો કાઢેલો પણ તે ઊભો જ રહી ગયો. તેનાથી કંઈજ ન થઈ શકયું. - પંડિતજીએ તેને પૂછ્યું: “ભાઈ! તું કોણ છે ! તને કોણે આવું શીખવ્યું !" બાપડે કશું બોલી ન શકયો. તેના ક્ષોભને પારાવાર ન રહ્યો. કોને ખબર દીવાનાપણામાં આમ કર્યું કે કોઈની ઉશ્કેરણીથી પણ તે પંડિતજી આગળ ભોઠે પડી ગયો. થોડીવાર રોકાઈને પંડિતજી વિદાય થયા. આ ગાંધીજીની અહિંસાની તેમના ઉપર પડેલી નીતિનિષ્ઠાને જ પ્રભાવ હોઈ શકે. નીતિનિધ્ધની આદત કેળવીએ ! " શ્રી દેવજીભાઈ “મારા પિતાના અનુભવો કહું. નીતિનિષ્ઠાની આદત કેળવતા જીવન કેટલું સુધરે છે? સં. 1882 થી 1986 સુધી હું મુંબઈમાં કાપડની દુકાનમાં નોકરી કરતો. લાગ આવે ત્યારે ગલ્લામાંથી કે ધર્માદા પેટીમાંથી - રૂપિયા-પૈસો કાઢી લેતા. બીજી બાજુ વાદેવાદે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ઉપવાસો કર્યા એટલે મારી પ્રતિષ્ઠા બહાર ખૂબ વધી. મારી સાથે એક રાજગાર પણ દુકાનમાં કામ કરતો. તેને ચોરીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ 184 આદતપરી એટલે મારી ચેરીને આરોપ પણ તેના ઉપર આવવા લાગ્યો. પણ મને તે વખતે આ ડંખતું નહીં. . . . . . ત્યારબાદ, કચ્છમાં જવાનું થયું. પિસા-પ્રતિક્રમણમાં રસતો જેને કુળમાં જન્મવાના કારણે ખરાજ. પછી ધર્મને અભ્યાસ જરા ધીરજ અને ઊંડાણથી કર્યો. બીજુ સાહિત્ય પણ વાંચવા લાગ્યા. ગાંધીજી અને સંતબાલજીનું સાહિત્ય પણ જોવામાં આવ્યું. ઊંડો વિચાર થવા લાગ્યા. “જીવનમાં નીતિ નિષ્ઠા ન હોય તે વતનિષ્ઠા પ્રાણવાન નથી બનતી !" આ વિચારોના લીધે પૂર્વની ભૂલો ડખવા લાગી. ચાર-પાંચ વર્ષો પહેલાં મુંબઈ આવ્યો. ત્યારે પૂર્વ જે રૂા. ૨૦૦-૨૫૦ની ચોરી મારા હાથે થયેલી તેને હાર્દિક એકરાર કર્યો. જના શેઠને પ્રેમ ઘટયો નહીં, પણ વળે. તેમણે કહ્યું : “અમે તે આવું ઘણું જાણી જોઈને કરીએ છીએ પણ અમને તમારી જેમ પસ્તાવો થતો નથી.” મારે કહેવું જોઈએ કે હજુ જીવનમાં પૂરેપૂર સત્ય આવ્યું નથી પણ ભૂલ થતાં ડંખ થાય છે. , ચારેક દિવસ પહેલાં માટુંગા આવતાં ઘાટકોપરથી પ્રથમ વર્ગમાં ચઢી ગયો. ચઢયા પછી જ ખબર પડી કે આ તે પ્રથમ વર્ગ છે. ત્રીજા વર્ગની ટિકીટ છતાં પહેલા વર્ગમાં ચઢાય કેમ? એ મનમાં ખવા લાગ્યું અને સીટ ઉપર ન બેઠો. માસ્તર આવ્યા અને વધારાને રૂપિયા માંગ્યો ત્યારે પહેલાં તો સહેજ ખચકામણ થઈ પણ ભૂલ કરી હતી, એટલે તે ભરી આપે અને પછી સમાધાન થતાં શાંતિ થઈ. કોઈકવાર પૈસાની તંગીના કારણે ભૂલ થઈ જાય; જેમકે કોઈ વાપરેલી ટિકીટ હોય તો તેને ફરી ઉપયોગ કરવાની લાલચ થાય પણ તેવી ભૂલ ડંખે છે ખરી. મને આનું કારણ તે નીતિનિષ્ઠાની આદત કેળવી એજ લાગે છે. ઘણા લોકો એને વેદિયાવેડા કહે છે પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 185 ભલે એ વેદિયા–વેડા કહેવાય, ખરેખર એજ સાચે સ્પષ્ટ માર્ગ જણાય છે.” નીતિનિષ્ઠાથી વિવેક બ્રહ્મચારીજી : “નીતિનિષ્ઠા હોય તો કર્મકાંડમાં વિવેક આવી જાય છે. કીડીઓને સથવા નાખનાર એક બહુ હૃદયવાન શેઠ હતા. એકવાર તેમને વિચાર આવ્યો : “આ કીડીઓ સહિત લોટ કૂતરૂ ચાટશે તો દયા કરતાં કુદયા થઈ જશે.” એટલે તેમણે કાંટાની ઝાડીઓ એ લોટ ઉપર મૂકી કીડીઓ તેથી બચી ગઈ કહેવાની મતલબ એ કે ધર્મ કે વ્રતમાં આ વિવેક નીતિનિષ્ઠાના કારણે જ આવે છે; એમ લાગે છે, બળવંતભાઈ : “નીતિનિષ્ઠા હેય તે આંધળું અનુકરણ પણ મટી જાય.” એક માણસે અમદાવાદમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ખોટું અનુકરણ કરી જુગારમાં પોતાની સ્ત્રીને મૂકી હતી. ખરેખર તો; આવા મહાપુરૂષો પણ આવા માગે ગયા, તો તેમણે ભૂલથાપ ખાધી તે બધ લઈ જુગારને છંદ મૂકવો જોઈએ. . માટલિયા : “ધર્મને લક્ષમાં રાખી સહિયારી નીતિ ઘડાય તે નીતિ ગણાય.” મુનિશ્રી સંતબાલજીઃ “અહીં નીતિનિષ્ઠાને અર્થ, દર્શનજ્ઞાનના રૂપમાં લેશે તો વધુ સ્પષ્ટ થશે. વિશ્વ વાત્સલ્યનું દર્શન સ્પષ્ટ થયા પછી જ આચાર વિશ્વ વાત્સલ્યને માર્ગે થશે.” ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ [9] વિશ્વવાત્સલ્યમાં વ્રત–વિચાર '[18-9-61] મુનિ નેમિચંદ્રજી આ અગાઉ વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા ઉપર વિચાર કરવામાં આવ્યો છે. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે આ બધાં વ્રતોનું વિવેકપૂર્ણ જ્ઞાન હોય તેમ જ યુગને અનુકૂળ ધર્મ પુષ્ટિની દષ્ટિએ તેને નવો વળાંક અપાય. વતાચરણની જરૂર તો વ્યક્તિ તેમ જે સમાજના ઘડતર માટે રહેલી જ છે એ અંગે લંબાણથી વિચાર થઈ ચૂકયા છે. અહીં વિશ્વ વાત્સલ્યનાં વ્રતો ક્યાં ? તે વ્રતોનું મૂળ શું? એની ગોઠવણીને ક્રમ શું ? એ અંગે વિચાર કરવાને છે. આ બધા વ્રતનું મૂળ વિશ્વ વાત્સલ્ય છે. મૂળ વત તરીકે પણ વિશ્વ વાત્સલ્યને સ્થાન આપવામાં આવેલ છે. એનું મુખ્ય કારણ તો એ છે કે બધા ધર્મો તેમ જ બધી વિચારધારાઓ વિશ્વવાત્સલ્યની વાતો કરવા છતાં જોવામાં આવે છે કે અપવાદને બાદ કરતાં; એ ધર્મ-સંપ્રદાયો કે પથમાં વિશ્વ વાત્સલ્ય વાતો રૂપે જરૂર રહે છે; પણ આચરણમાં તે આવતું નથી. જ્યાં સુધી એને વ્રત તરીકે સ્થાન આપવામાં ન આવે ત્યાં સુધી તે મુજબનું આચરણ શક્ય બનતું નથી. એટલે વિશ્વ વાત્સલ્યને જ મૂળ વ્રત તરીકે રાખવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 187 બીજું કારણ એ છે કે એ લગભગ બધા ધર્મોના પ્રતીક જેવું બનીને સમન્વય સાધતું ઊભું રહે છે. સાથે જ બધા પ્રકારના માનો અને સૃષ્ટિ વચ્ચે સુમેળ બાંધવા માટે દીવાસ્તંભ જેવું છે. તે ઉપરાંત તે બધાંને માન્ય છે. ખ્રિસ્તી ધર્મમાં તેને વિશ્વપ્રેમ રૂપે રજૂ કરવામાં આવેલ છે. એમાંથી માનવસેવા નીકળી છે. પ્રેમ શબ્દ આજે મેહ કે વિકારરૂપે વપરાય છે, તે યોગ્ય ભાવને પ્રગટ કરતા નથી. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહાર છે. એમાંથી મધ્યમ માર્ગના કારણે કરૂણ નીકળી છે પણ તેમાં પૂર્ણ અહિંસાને વિચાર સ્પષ્ટ થતો નથી. એવી જ રીતે હિંદુ ધર્મમાં “અદ્વૈત” હેવા છતાં વહેવારમાં માનવ-માનવ વચ્ચેના ભેદભાવો, ઘણું અને દ્વેષ જોવામાં આવે છે. જૈન ધર્મમાં વિશ્વમૈત્રી અને અહિંસા છે પણ તેને મોટો ભાગ નિષેધાત્મક રૂપે છે. આથી વિધેયાત્મક રૂપ તરફ (સેવા, સંવેદના અને માનવીય કરૂણા પ્રતિ) બરાબર ધ્યાન અપાયું નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીએ અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વગેરે વતો વિશ્વ વાત્સલ્યના પૂરક તરીકે મૂક્યા છે ખરા, પણ આ બધા વ્રતોને મૂળભૂત હેતુ જે વિશ્વવાત્સલ્ય છે તે પ્રગટ થતું નથી; કારણકે એને અનુલક્ષીને વ્રતોને વિચાર થયો નથી જે વિશ્વ વાત્સલ્યને મૂળવ્રત રૂપે લેવામાં આવે તો જ માનવ-માનવ વચ્ચેની ગમે તે પ્રકારની દીવાલો હશે તે તૂટશે. સંઘર્ષો ઓછાં થશે અને દરેકને શાતિ અને સુખથી જીવન જીવવાની તક મળશે.. વિશ્વવાત્સલ્ય ન કેવળ વ્યાપક છે, પણ તે બધા ધર્મો, જાતિઓ, મતો, વિચારપ્રવાહ વગેરેના સમન્વયનું ધર્મદષ્ટિએ પિષક પણ છે; અને એટલે જ તે અહિંસાનું વિધેયાત્મક રૂપે પોષક હોઈને, કરુણા, સેવા-મૈત્રી ભ્રાતૃભાવ, બંધુભાવ કે અદ્વૈતભાવ; દરેકને વહેવારિક રીતે આચરણમાં મૂકવા પ્રેરે છે. એટલે બધા ધર્મોના વ્રતોને (અહિંસા વ.નો) એમાં સમાવેશ. થઈ જાય છે, એવી તેની વ્રત ઉપવતની રચના છે. જ્યાં સુધી. વિશ્વવાત્સલ્યને એક મૂળવતે ન લેવામાં આવે ત્યાંસુધી વિશ્વપ્રેમ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ 188 અંધુત્વની અથવા “આત્મવત સર્વભૂતેષુ” ભાવના વહેવારમાં નહીં " આવે. એટલે મૂળ વ્રત છે–વિશ્વવાત્સલ્ય–જગતમાં બધા તરફ વાત્સલ્ય પ્રગટાવવું. આ વિશ્વ વાત્સલ્યના મુખ્ય ત્રણ મૂળવતો ઉપર હવે વિચાર કરીએ. એ ત્રણ વ્રતો આ પ્રમાણે છે:–(૧) બ્રહ્મચર્ય (2) સત્ય શ્રદ્ધા અને (3) માલિકી હક મર્યાદા. બ્રહ્મચર્ય :–એના લગભગ બધા જ ધર્મમાં ઉલ્લેખ છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં તો બ્રહ્મચર્યનો ઉલ્લેખ છે જ. હિંદુધર્મમાં ચારેય આશ્રમનો પાયો બ્રહ્મચર્ય ગણવામાં આવ્યો છે. ગૃહસ્થાશ્રમને મૂકીને બાકીના ત્રણેય આશ્રમમાં બ્રહ્મચર્યને અનિવાર્ય ગણવામાં આવ્યું છે. પછી તેને પાળવાની રીતિમાં ધોરણસર ફેરફાર હોય છે. ગૃહસ્થાશ્રમમાં પણ સ્વપત્ની મર્યાદા હોઈને તેનું લક્ષબિંદુ પણ બ્રહ્મચર્યજ છે. જૈન ધર્મમાં સાધુઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યને ઉલ્લેખ છે પણ ગૃહસ્થો માટે “મૈથુન વિરમણ વ્રત એવું નિષેધાત્મક રીતે તે મૂકવામાં આવેલ છે તેથી બ્રહ્મચર્ય વ્યક્તિગત રહી જવાનો સંભવ છે અથવા તો તેના પાલનમાં ક્યાંક દંભ કે અતડાપણું પેસી જવાનો ભય રહે છે. ખ્રિસ્તી ધર્મમાં અને ઈરલામ ધર્મમાં આડકતરી રીતે બ્રહ્મચર્યને ઉલ્લેખ * છે પણ એને મહત્વ અપાયું નથી એટલે એ સર્વ સમાજ વ્યાપી તે બની શક્યું નથી. પરિણામે ગૃહસ્થ વર્ગમાં સ્વચ્છેદાચાર ફેલાયો છે. લોકોની નિરકુશ વાસના ઉપર વૈચ્છિક અંકુશ ન આવે તો એમાં અનિષ્ટો ફેલાવાને ડર રહે છે. એટલે આજના યુગે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય છે અને તેને વિધેયાત્મક રીતે મૂકવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન સારી રીતે થાય તે માટે એના ત્રણ ઉપવતો મૂકવામાં આવ્યા છે:-(૧) વિભૂષા ત્યાગ (2) ખાનપાન શયન-વિવેક (3) રાત્રિભોજન ત્યાગ. (2) સત્ય શ્રદ્ધાઃ સત્યને બધા ધર્મોએ વ્રત રૂપે સ્વીકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 189 કર્યો છે. તેમાં પણ હિંદુધર્મ અને જૈન ધર્મમાં એના ઉપર ઉંડાણથી . વિચાર કરવામાં આવ્યો છે. એટલે સત્યને જે સામાજિક રૂપ આપવું હેય તે સત્યવ્રત “જુઠું ન બેલવું” એવું નિષેધાત્મક હોવાને બદલે વિધેયાત્મક હોવું ઘટે છે. તે કેવળ બોલવામાં નહીં પણ તત્ત્વજ્ઞાન. અને આચરણમાં પણ મૂકી શકાય; એ રીતે વિચારવું ઘટે છે. તત્ત્વ, - વિચાર, (ભાવ) વાણી, તેમજ બીજા સાધનો, અને મન, વચન, કાયા થકી થતી પ્રવૃત્તિઓમાં, સર્વભૂતહિત રૂપ સત્યને વિચાર કરવામાં આવે અને તે મુજબ આચરણ કરવામાં આવે તો જ તે સાધના પાકી અને સર્વાગી થઈ શકે. સત્ય બહુજ વ્યાપક અને અવ્યકત છે. એટલે તેને જલદી ગ્રહી શકાતું નથી અને તે વહેવારૂ બની શકતું નથી. તે માટે તેને વહેવારૂ બનાવવા માટે સત્યશ્રદ્ધા એટલે કે સત્ય ઉપરની દઢ નિષ્ઠા. એ નામ રાખવામાં આવ્યું છે. * * * * બુદ્ધિભ્રમ, સ્વાર્થ તેમજ બીજા આવરણોને લઈને સત્ય ન સમજાય, તો પણ, જે મહાપુરૂષાએ સત્યને શોધ્યું છે, આચર્યું છે તેમના ઉપર શ્રદ્ધા રાખી, તે સત્યને અનુસરવું જોઈએ. આજ સત્યશ્રદ્ધા વ્રતનું રહસ્ય છે. - સત્યને જુદા જુદા ક્ષેત્રોમાં રહેતા માણસો પોતપોતાની કક્ષા પ્રમાણે ગ્રહણ કરશે તે વખતે પણ કક્ષા પ્રમાણે આંશિક સત્યનું આચરણ અને પરમ સત્યની તરફની નિષ્ઠા રાખવી પડશે.. . આ વ્રતને સારી પેઠે આચરવા માટે ત્રણ ઉપવ્રતો ગોઠવવામાં આવ્યા છે - (1) સર્વ ધર્મ ઉપાસના એટલે કે બધા ધર્મોમાં રહેલાં સત્યોને તારવવાં, (2) નિંદાસ્તુતિ-પરિહારે એટલે કે બીજાની નિંદા તેમજ પિતાની લાધા કરવાની વૃત્તિને ત્યાગ (3) ક્ષમાપના, એટલે કે દરેક ક્ષેત્રમાં ભૂલ થાય, બીજાને અન્યાય થાય તેની શુદ્ધિ માટે ક્ષમાપના કરવી. . . . ; ; ; - આ ત્રણે ય વ્રતો સત્યશ્રદ્ધા વ્રતના પર્ષક અને રક્ષક છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ (3) માલિકીહક મર્યાદા: આ ત્રીજું મૂળવ્રત છે. એમાં અસ્તેય અને અપરિગ્રહ (અપરિગ્રહ-પરિમાણુ) એ બને તેને સમાવેશ થઈ જાય છે. જીવનની જરૂરિયાતો માટે જે કાંઈ વસ્તુ લેવી પડે તે નીતિ, ન્યાયથી ઉપાર્જિત કરી હકની લેવી એટલે કે પરિગ્રહ ની ન્યાયમુક્ત વિધિ અને સાથે અસ્તેય એટલે ચેર્યા વગરની લેવી, એ મળીને માલિકી હક બને છે. પણ આટલું જ બસ નથી. એની મર્યાદા પણ હેવી જરૂરી છે. જે તે ન હોય તે જાતે સંગ્રહવૃદ્ધિ કરી બીજાનું શોષણ કરવામાં, બીજાને દુઃખમાં નાખવામાં, બીજાને પૂરતી વસ્તુ ન મળવામાં, આગળ વધાય, એટલા માટે જ કેવળ માલિક હક નહીં; પણ તેની મર્યાદા-એચ્છિક કાપ હોવાં જોઈએ; તેની સીમા બાંધવી જોઈએ. ટુંકમાં ન્યાયમુક્ત સંપત્તિની પણ મર્યાદા હેવી જોઈએ. એ મર્યાદા એટલે પરિગ્રહ-પરિમાણ. પરિગ્રહ પરિમાણુ અને અસ્તેય બને તો ભેગા મળીને માલિકી હક મર્યાદાવ્રત થાય છે. આને અલગ એક મૂળવ્રત રૂપે લેવાની જરૂર એટલા માટે છે કે અગાઉ લોકો ન્યાય-નીતિની રૂએ ચાલતા અને તે કાળે એની આવશ્યકતા ન પણ જણાઈ હેય. પણ, આજે તેની જરૂર છે. બૌદ્ધ ધર્મ પરિગ્રહ પરિમાણને બદલે નશાવાળી કેરી વસ્તુઓનો ત્યાગ પાચમાશીલ રૂપે સૂચવ્યો છે. એટલે ત્યાં પરિગ્રહની મર્યાદા ન થઈ ઈસ્લામમાં માલિક હક મર્યાદા ઉપર ખુબ જોર આપવામાં આવ્યું છે. મૂસાની દશ આજ્ઞાઓમાં અદત્તાદાનને ઉલ્લેખ આવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ચેરી અને અણહકનું મેળવવું બનેને નિષેધ છે. હિંદુધર્મમાં પણ અસ્તેય અને અપરિગ્રહ, એ બન્ને યમે છે જ.. - માત્ર માલિકી હક વ્રત રાખ્યું હેત તે ત્યાગની ભાવના પેદા ન થાત. માલિકી હક સાથે મર્યાદા જોડીને, સરકારી કાનૂન વડે 5 જે માલિકી હક મળે છે એને છોડવા અને કેટલીક વખત બીજા માટે નિઃસ્વાર્થ ત્યાગ કરવાની પ્રેરણા મળે છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ . 191 માલિકી હક મર્યાદા વ્રત માટે ત્રણ ઉપવતો આ પ્રમાણે છે:– (1) વ્યવસાય મર્યાદા (2) વ્યાજત્યાગ (3) વ્યસન ત્યાગ. આ ત્રણે ઉપવ્રતો અસલતને પોષનારાં છે. એ સ્પષ્ટ જ છે. ' ઉપવાની યોજના:-હવે ઉપવ્રતોની યોજનામાં, કયાં કયાં અને કેટલો તફાવત બીજી વ્રતયોજનાઓ સાથે રહેલો હોય છે તે જોઈએ. બ્રહ્મચર્યવ્રતના ત્રણ ઉપવ્રત ખાન-પાન-શયન વિવેક, વિભૂષા ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગનો સમાવેશ જૈનધર્મના સાતમા ઉપભોગ-પરિબેગ-પરિમાણમાં વ્રતમાં તેમજ ગાંધીજીના વ્રતોમાં, અસ્વાદ બતમાં થઈ જાય છે. ખાન-પાન-શયન વિવેક, વિભૂષા-ત્યાગ અને રાત્રિભોજન ત્યાગ નહોય તો બ્રહ્મચર્યનું પાલન રૂડી રીતે થતું નથી. વૈદિક ધર્મમાં “યમોને પાળવા માટેના જે નિયમો બતાવ્યા છે તેમાં શૌચ (શુદ્ધિ) અને નીચને સમાવેશ થઈ જાય છે. એવી જ રીતે સત્ય શ્રદ્ધાના ત્રણ ઉપવતો સર્વધર્મ ઉપાસના ક્ષમાપના અને નિંદાસ્તુતિ-પરિહાર ગોઠવ્યાં છે, તે જૈન ધર્મમાં સામાયિકવ્રત, પિષધ-વ્રત તેમજ અનર્થદંડ-વિરમણું-વ્રતમાં આવી જાય છે. ગાંધીજીએ તે પ્રમાણે “સર્વધર્મ સમભાવ” “નમ્રતા અને અભય એ વ્રત ગોઠવ્યાં છે. - “માલિકીહક મર્યાદા” ના ત્રણ ઉપવ્રત, વ્યસન ત્યાગ, વ્યાજ ત્યાગ અને વ્યવસાય મર્યાદાને બદલે જેનધર્મમાં અનર્થદંડ, વિરમણું વ્રત, દિશાપરિમાણ વ્રત, દેશાવકાશિક વત, અતિથિ સંવિભાગવત તેમજ ઉપભોગ પરિભોગ વ્રતમાં કર્માદાન-ત્યાગ તરૂપે ગોઠવેલાં છે. એવી જ રીતે ગાંધીજીએ શરીર શ્રમ, સ્વદેશી વ્રતો ગોઠવ્યાં છે. : + આમ આ વ્રતની ગોઠવણ પાછળ એ દષ્ટિ રહેલી છે કે તેમાં બધા ધર્મોની દષ્ટિએ વધારે યુગપયોગી ખાસ-ખાસ વ્રત અને ઉપવ્રતને સમાવેશ કરી લે. જેમ ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવાનો નિષેધ છે અને તે ત્યાં વ્રત રૂપે છે. તેને અહીં ઉપવ્રત તરીકે ગોઠવવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ - 192 બૌદ્ધ ધર્મ તેમના માટે એક ગાઠવવામાં બૌદ્ધ ધર્મ તેમજ ઈસ્લામમાં નશાકારી વસ્તુઓ અને શરાબ વગેરેના સેવનનો ત્યાગ કરવા માટે એક જુદું વ્રત છે. તે તેને આવરી લેતું વ્યસન-ત્યાગ નામનું ઉપવ્રત અહીં ગોઠવવામાં આવ્યું છે. એવી જ રીતે જૈનધર્મમાં સામાયિક વ્રત છે. તેનો ઉપયોગ મોટા ભાગે કેવળ એક મુહૂર્તની સાધના પૂરતો જ કરવામાં આવે છે. પણ ત્યારબાદ જીવનમાં સમત્વ ઉતરતું નથી; તેમજ ટકતું નથી. એટલે સર્વધર્મ-સમુ પાસના અને વિશ્વ વાત્સલ્ય વ્રત દ્વારા માત્ર એક પિતાના સંપ્રદાયના ક્ષેત્રે જ નહીં; બધાં ક્ષેત્રમાં, દેશમાં અને બધા કાળ માટે સર્વધર્મજ્ઞાતિ, સંપ્રદાય, વિચારધારા ભાષા વ.માં સમત્વ (નિપક્ષપાતતા) સમ્યકત્વ (સત્યતા) રાખી કે તારવી શકવાનો પ્રયાસ કરવો પડે છે. ' નવા વ્રતનું પ્રયોજન ખરૂં! જૈનધર્મમાં બાર વતે છે. બીજા ધર્મોમાં ચાર, પાંચ, દશ, કે | . અગિઆર વ્રતો છે. મહાત્મા ગાંધીજીએ પણ અગ્યાર વ્રતે ગોઠવ્યાં છે. - પછી વિશ્વ વાત્સલ્યનાં આ નવાં બાર વ્રત શા માટે ગોઠવવામાં આવ્યાં છે ? એનું પ્રયોજન શું ? એ જરૂર પ્રશ્ન થશે પેલાં વ્રતોથી કામ ચાલતું હોય .તો આ નવાં વ્રત શા માટે ગોઠવવાં જોઈએ ? એને ઉત્તર તો એ જ છે કે યુગેયુગે જીવનનાં મૂલ્યો પલટાયાં કરે છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે તેમાં અનેક ફેરફાર થાય છે. , તે મુજબ મૂળ સિદ્ધાંતને સાચવીને જે ફેરફાર કે સુધારા વધારા ન . થાય તો ધર્મ તેમજ સમાજને વિકાસ રૂંધાઈ જાય. . . * * * જે લોકો અત્યાર અગાઉ એમ કહેતા હતા કે રાજકારણ અને અર્થકારણમાં ધર્મ ટકી જ ન શકે કે રહી જ ન શકે. તે લોકોને - મહાત્મા ગાંધીજીએ રાજકારણમાં સત્ય અને અહિંસા તેમજ અર્થકારણમાં સત્ય-ન્યાય–નીતિ જાતે આચરીને બતાવી આપ્યું કે ધર્મ, જીવનનાં દરેક ક્ષેત્રમાં રહી શકે છે અને રહેવો જોઈએ. નહીં તે, તે ધર્મની . સાધના એકાંગી, અધૂરી કે કાચી છે. એને સાધક પિતાની એ ખાત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ 193 ઢાંકવા માટે જવાબદારીથી ભાગવાનું, એકાંત સેવન કરવાનું, કેવળ આત્માર્થ (સ્વાર્થ) સાધવાનું, હઠયોગ સાધવાનું બહાનું લે ફરે છે. એટલુ જ નહીં, ઘણીવાર આવા સાધકોમાં દંભ પણ વધારે પડતો જેવામાં આવે છે; એટલે સમાજ જીવનનાં બધાં ક્ષેત્રમાં ધર્મની સાધના કરવી હોય અને ધર્મને સમાજ વ્યાપી બનાવવો હોય તે દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને વ્રતને નવો વળાંક આપવો જ પડશે. નવા યુગનો માનવી જે દષ્ટિએ વિચારે છે તે પ્રમાણે પાત્ર, સ્થાન તેમજ - વાતાવરણ જોઈને તેને નવી રીતે ઘટાવીને તેમની આગળ રજૂ કરવા પડશે. નહીં તો વ્રતોમાં જડતા આવી જવાની સંભાવના રહે છે. : * આ વસ્તુનું મહત્વ યુગે યુગે દરેક યુગ પુરૂષે સ્વીકાર્યું છે. ભગવાને મહાવીરે જોયું કે હવેના યુગના લોકો વક્રજડ એટલે કે ખોટા તક કરનાર તેમજ જડ થવાના છે એટલે તેમણે માત્ર ચાતુર્યાયથી નહીં ; ચાલે; બ્રહ્મચર્યની સાથે લોકો અપરિગ્રહને નહીં ગણે, એમ ભાની પાંચ મહાવ્રતો ગોઠવ્યાં. તેમણે બ્રહ્મચર્યને એક અલગ . વ્રત રૂપે સ્થાપ્યું. એવું મનાય છે કે તે પહેલાં ભગવાન પાર્શ્વનાથ સુધી ચાતુર્યામ ધર્મ હતો, તે અગાઉ ત્રણ વ્રતો જ હતાં-પ્રાણાતિપાતને વિરમણ, મૃષાવાદ વિરમણ અને અપરિગ્રહ. અસ્તેય અને બ્રહ્મચર્યને અપરિગ્રહમાં ગણી લેવામાં આવતાં હતાં. તે પહેલાં એક જ અહિંસા વ્રત હતું. જેમાં પાંચેય વ્રતનો સમાવેશ થઈ જાતો. તે કાળના લોકો સરળ અને બુદ્ધિમાન હતા એટલે તે બરાબર હતું પણ સમય સમય પ્રમાણે લોકસમુદાયની બદલાતી માનસ–પરિસ્થિતિ પ્રમાણે તીર્થકરોને વ્રત–આયોજન બદલવું પડેલું. ભગવાન મહાવીર પછીના આચાર્યોએ પણું એ વ્રતો રાંજાથી માંડીને સામાન્ય પ્રજા પાળી શકે એ રીતે ગોઠવ્યાં. મૂળ તો વ્રતોની ગોઠવણ કરવાને ઉદ્દેશ્ય છે, ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કેમ થાય ! જે ધર્મની વૃદ્ધિ એટલે કે વિશ્વના આત્માઓને વિકાસ થવાને બદલે ધર્મના કલેવરની (સંધ, સમાજ-તીર્થની) જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 194 વૃદ્ધિ-પુષ્ટિ થતી હોય, સાચે ધર્મ ઝંખવાતો હોય; સંખ્યા લોભમાં. પડીને સાચા સિદ્ધાંત એક કોરે મૂકાતા હોય તો વ્રતોમાં ફેરફાર કરવાની જરૂર છે; એમ સમજવું જોઈએ. - કેટલીકવાર એવું પણ બને છે કે વ્રતો સર્વગ્રાહ્ય ન થતાં, તેના નામે દંભ, ધણું, દ્વેષ વ. અનર્થો પોષાય છે. આ વાત ધર્મના વિકાસને રૂંધનારી છે. માટે યુગદષ્ટિએ તેમાં સુધારાવધારો થવો જોઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અને એક એકતાની દૃષ્ટિએ આખા દેશનું ઘડતર કરવા માટે અહિંસાદિ મૂળ પાંચતો સાથે, અભય, સ્વદેશી, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વધર્મ સમભાવ અને અસ્વાદ નામનાં ઉપવતો પણ ગોઠવીને રજૂ કર્યા હતાં. આજે તેમના અવસાન બાદ અને સ્વરાજ્ય આવવાથી ઘણી વસ્તુઓમાં ફેરફાર થયો છે, તેમજ ઝડપી વાહન વહેવારે વિશ્વને નાનું કરી મૂક્યું છે, એટલે આખા વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક અને એકાગ્ર કરવાનું છે. આ બદલાયેલી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આજે વ્રતો અને ઉપવ્રત વિચારવા પડશે. આ નવી વ્રત યાજના વખતે પૂર્વવ્રતોનું અનુસંધાન–મેળ તો રહેશે જ. રખે કોઈ માને કે પૂર્વ પુરૂષોએ ગોઠવેલાં વ્રતો આનાથી કાઢી નાખવામાં આવે છે અથવા પૂર્વવતોનું ખંડન થઈ જાય છે. એ પૂર્વત્રતાને સમાવેશ આજની નવી વ્રત આયોજનામાં થઈ જાય છે. વ્રતોની ગોઠવણી પાછળની ભૂમિકા : આજે વ્રતોને નવી ઢબે ગોઠવતી વખતે ત્રણ વસ્તુઓનો ખ્યાલ રાખવો પડશે. તે આ પ્રમાણે છે - (1) તે વ્રતો, આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવને અનુરૂપ, પલટાતા વિશ્વને દૃષ્ટિમાં રાખીને ગેઠવાવાં જોઈએ. (2) તે વ્રતો, સમગ્ર સમાજવ્યાપી એટલે કે સર્વગ્રાહ્ય બની શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ 195 એવાં હોવાં જોઈએ. અર્થાત તે વહેવારમાં આચરી શકાય તેવાં હોવાં જોઈએ. (3) તે વ્રતોમાં ધર્મનિષ્ઠા વિરૂદ્ધના તો–દંભ, ધૃણા, પ, ભેદભાવ વ. ન પ્રવેશવાં જોઈએ. એટલે કે તે વ્રતો વિકાસઘાતક, દંભવર્યા સિદ્ધાંતવિરુદ્ધ ન હોવાં જોઈએ. ધર્મવર્ધક કે પોષક હોવાં જોઈએ. આ ત્રણેય મુદ્દાઓને જરા વિગતવાર જોઈ જઈએ એ ઠીક રહેશે. મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારત પરતંત્ર છે. એનાં કારણોમાં સ્પૃશ્યાસ્પૃશ્ય (છૂતાછૂત)નો ભેદભાવ છે; લોકોમાં સાચા વીરની અહિંસક નિર્ભયતા નથી રહી, પોતાના દેશ અને ગામડામાં બનેલી વસ્તુઓને વપરાશ-વહેવાર ભૂલાયો છે; તેથી લોકો રોજી અને રેટીબન્નેના અભાવે ભૂખે મરે છે. ધર્મ અને સંપ્રદાયના નામે દેશના ટુકડા થઈ રહ્યા છે. યંત્રે આવતાં શરીરશ્રમ ઓછો થયો છે અને પરતંત્રતા વધી રહી છે, સ્વાદલોલુપતા (પાંચે ઈંદ્રની) વધતી જાય છે તેના કારણે પ્રજા માયકાંગલી બનીને વિલાસિતા તરફ ઘસડાઈ રહી છે. એટલે એમણે જે ઉપવ્રતો સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે આવાં તે બરાબર હતાં તે યુગદષ્ટિએ ગ્ય પણ હતાં. પણુ, આજે યુગ બદલાયો છે. નવા યુગની દૃષ્ટિએ આ જૂના મસાલાને લઈને નવો વળાંક નહીં આપીએ તો સમાજ અને વ્યક્તિ પછાત રહી જશે અને યુગબળ આગળ વધી જશે. યુગબળ એટલે વિશ્વના બધા પ્રવાહને વિચાર કરીને આજે વિશ્વ વાત્સલ્યનાં જે બાર વ્રતો મૂકાયાં છે તે બરાબર છે કે કેમ ? તેની વિશેષતા સાંસ્કૃતિક દૃષ્ટિએ છે કે નહીં? એની ચકાસણી કરી લેવામાં આવે એ ઠીક થશે. આ બધાં વ્ર મુનિશ્રી સંતબાલજીએ પોતાના 1 વર્ષના સમાન એકાંતવાસના મંચને બાદ મૂકયાં છે. કોઈ એમ ન માને કે તેના વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ 196 નવો પંથ કે વાડે ઊભે કરવાની તેમની ઈચ્છા છે. તેમણે તે ધર્મવિચારમાં, યુગદષ્ટિએ ચિંતન-સંશોધન કરીને તેને નવી રીતે-તેનાં મૂલ્યોને સમાજ સ્વીકારે અને તે વહેવારૂ બને એ માટે રજૂ કર્યા છે; એમ વિનમ્રપણે કહી શકાય. - ' વતનાં નવાં મૂલ્યો સૌથી પહેલાં બ્રહ્મચર્ય વ્રત છે. તે વિધેયાત્મક રીતે મૂકયું છે. તે એટલા માટે કે તેથી બ્રહ્મચર્યને સામાજિક રૂ૫ મળે છે. - વિશ્વ વાત્સલ્યમાં માનનારા દરેક સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે એ તેનું અંતિમ લક્ષ્ય છે જ, સાથેજ કક્ષા પ્રમાણે નીતિનિષ્ઠા પ્રમાણે તેમણે સંયમ રાખવાનું છે. જનસંગઠનના સભ્યો એ બ્રહ્મચર્ય વ્રતમાં, સ્વપત્ની સતોષ જેવી મર્યાદા રાખવાની છે. એટલું જ નહીં આવા લોકસેવકો જેઓ ગૃહસ્થાશ્રમમાં હશે તેમણે સંતાન મર્યાદા કરવાની છે અને તે પણ સંયમથી, એ અંગે તેમણે વિલાસ, વ્યસન, ટાપટીપ વગેરેથી દૂર રહેવાનું છે અને એ સાથેજ ખાન-પાન–શયનનો વિવેક રાખવાને છે. આ પ્રહસ્થો માટે તો બ્રહ્મચર્યની ચરમસાધના રૂપે સ્વપત્ની મર્યાદાથી માંડીને સ્વપત્ની બ્રહ્મચર્ય વ્રત છે તેમજ સાધુઓ માટે તો પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. આમ છતાં નિર્દોષ શરીર સ્પર્શથી પણ સાવધાન રહીને, વિવેક પૂર્ણ રીતે તેમણે બ્રહ્મચારિણી બહેનો અને સાધ્વીઓના ઘડતર માટે નવાં મૂલ્યોની દષ્ટિએ વિચારવાનું પણ રહે છે. આજના યુગ પ્રમાણે બ્રહ્મચારીએ પિતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે અને તેમણે સંપૂર્ણ તકેદારી રાખવાની છે. પણ, માતાઓ કે બહેનોથી અતડા કે બીતાં રહેવાની જરૂર નથી.' એવી જ રીતે સત્યશ્રદ્ધાને પણ સામાજિક સ્વરૂપ આપવાનું છે. તેથી સમાજમાં આજે ચોમેર જે છળછિદ્રો, દંભ, આશયમાં પરિવર્તન, - અન્યાય, અનીતિ વગેરે ચાલે છે તે બધી જ બદીઓને દૂર કરવા માટે લોકસંગઠને સ્થાપી તે તે લકસંગઠને એ ન્યાય અને નીતિ ઉપર મદાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ 17 બાંધવો પડશે. એ માટે સર્વપ્રથમ લોકસેવકોએ સત્યનું ખાસ-પાલન કરવું પડશે અને તેનું લક્ષ્ય પૂર્ણ સત્ય તફનું રાખવું પડશે. એના માટે સર્વધર્મ સમન્વય, નિંદા સ્તુતિ પરિવાર અને ક્ષમાપના એ ત્રણે ઉપવનોમાં તેમણે જાગૃતિ રાખવી પશે. જો એમ ન થાય તે જગતને વિશ્વાસ સાધુ સંસ્થા ઉપર નહીં બેસે. * હવે ત્રીજું મૂળ વ્રત માલિકી હક મર્યાદા છે-તે અંગે જરા ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે. અહીં માલિકી હક મર્યાદા મૂળ વ્રત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ત્યારે સંત વિનોબાજી માલિકી હક વિસર્જન કે માલિકી હક-ત્યાગની વાત કરે છે. દેખીતી રીતે એ બે વચ્ચે મોટો ફરક છે અને વિધાભાસ લાગે છે. તે અહીં જે વિચારવાનું છે તે કેવળ સાધુસંસ્થા કે એકલ દોકલ વ્યક્તિની દષ્ટિએ નહીં પણ જગતના બધા વર્ગના લોકો અને સંસ્થાઓની દષ્ટિએ વિચારવાનું છે. વિશ્વના બધા ધોરણના લોકોની દષ્ટિએ વિચાર કરતાં એમ જણાયા વગર રહેતું નથી કે સર્વથા માલિકી હક ત્યાગ કે સ્વામિત્વ-વિસર્જન, એ વહેવાર થતું નથી. " પ્રશ્ન એ છે કે માલિકી હકને સર્વથા કોણ ત્યાગી શકે? એવા જ લોકો કે જેમને સમાજ તરફથી નિશ્ચિતતા હોય. આવા વર્ગમાં તો : કેવળ સાધુ સન્યાસીઓ આવી શકે અથવા ઉચ્ચ કક્ષાના થોડાક લોકસેવકો આવી શકે. તેમને એવી નિશ્ચિતતા હોય છે કે ભલે મારી પાસે માલિકી હક ન હોય, પણ હું જ્યાં જઈશ ત્યાં મને ખાવા-પીવાનું તેમજ રહેવાનું અને પહેરવા-ઓઢવાનું મળી રહેશે. કેટલાક લોકો એક બીજી વાત રજૂ કરે છે કે સમાજને જીવતદાન આપી; સમાજ-સમર્પણ થઈને; 100-150 રૂ.નો પગાર નિર્વાહ અથે લેવો-માલિકીના ધોરણે લે; જીવતદાનના ત્યાગની સાથે એ બંધબેસતું નથી. એમાં તે જીવનદાની જીવનદાન અંગે સમાજ તરફથી પ્રતિષ્ઠા તે મેળવી જ લે છે અને નિર્વાહ-વ્યય લઈને બીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ માલિકી ઊભી કરે છે. એક તે એ અજુગતુ છે અને બીજું એમાં દંભ પેસવાની સંભાવના ઊભી થવાનો ભય હમેશાં રહે જ છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે અમુકભાઈ પોતાના પરિગ્રહની મર્યાદા એક લાખ રૂપિયાની કરે છે. જ્યારે મૂડી એક લાખથી વધે છે તો તે વધારાની મૂડી પોતાની સ્ત્રી, પુત્ર, પુત્રી વ.ના નામે કરતો જાય છે અને માલિકી-હક પણ રાખે છે. આમ દંભ ન પેસે અને વહેવારૂ પણ બને તે માટે માલિકી હક મર્યાદા વ્રત રાખવામાં આવ્યું છે. વિશ્વમાં આજે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વિ. ઘણા બધા વાદ છે અને રહેશે. આ દરેક વાદમાં ક્યાંક સમાજની, ક્યાંક વ્યક્તિની તો ક્યાંક રાજ્યની માલિકીની વાત થાય છે. જે માલિકી હક-વિસર્જનની વાત થાય તે પછી રાજ્ય કે સમાજનું સ્વામિત્વ પણ છોડાવવું પડશે. જો એમ ન થાય તો સ્વામિત્વ-વિસર્જન નહીં થાય અને તે સ્વામિત્વ સમાજ કે રાષ્ટ્રમાં કેંદ્રિત થઈ જશે. આમ થાય એ તો વધારે ભયંકર છે; અને તેના પરિણામ સ્વરૂપે એક રાજ્ય કે સંગઠન બીજાં રાજ્યો કે સંગઠનને શોધવાનું; કજે કરવાનું કારણ બની જવાનો સંભવ છે. ભૂદાનમાં પ્રારંભમાં માલિકી હક-મર્યાદાની વાત હતી એટલે પૂ. સંતબાલજી મહારાજશ્રીએ એમાં ખૂબ રસ લીધો હતો. જ્યારે ગ્રામદાન દ્વારા આખા ગ્રામની ભૂમિના સ્વામિત્વ--વિસર્જનની વાત આવી ત્યારે એમણે વિચાર્યું કે આમાં ખેડૂતોને નિશ્ચિંતતા રહેશે નહીં. તેમજ તેના ઘડતર કે વ્યવસ્થા માટે લોકસેવકો છેવટ સુધી રહેશે નહીં. ત્યારબાદ એક જ પરિણામ આવે કે ગ્રામદાનથી આવેલાં ગ્રામો બધા રાજ્યના હાથમાં સોંપવા પડશે. રાજ્ય ગ્રાંટ આપ્યા કરશે; રાહત વૃત્તિથી આખું કામ ચાલુ રહેશે. - આનાથી ગ્રામદાની ગ્રામોમાં નૈતિક શક્તિ જાગૃત નહીં થાય. એટલે એમને રસ ઓછો થયો. જ્યાં સુધી ગામડાં, મજુર-મધ્યમવર્ગ કે પછાતવર્ગને નિશ્ચિત ન કરી શકાય ત્યાંસુધી માલિકી હક-વિસર્જનની વાત હવામાં જ રહેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ 199 એટલા માટે ભાલ નળકાંઠા પ્રદેશમાં, તળાવ વ. દાવવાના કારણે સરકારે ખેડૂતોની જે જમીન લઈ લીધી હતી તેના બદલે રૂપિયા ન અપાવતાં ખેડૂતોને જમીન જ આપવામાં આવી. જેથી ખેડૂતોને નિશ્ચિંતતા રહે. આ રીતે તેમને નિશ્વિત કર્યા પછી જ, માલિકી હક મર્યાદાથી આગળ લઈ જઈ શકાય. શરીર શ્રમ તો ગામડાં, શહેરો, લોકસેવકો તેમજ સાધુઓ વ. બધા એક યા બીજી રીતે કરેજ છે. માત્ર સ્થળશ્રમ હોય તો ભૌતિક્તાની લાલસા વધે એટલે એની સાથે “વ્યવસાયમર્યાદા” પણ વ્રત રૂપે મૂકી છે. એથી તન-મન અને બુદ્ધિ વડે જે વેપાર લોકસેવક કે ખેડૂત કરશે તેમાં મર્યાદા આવશે. શરીરશ્રમ તેમજ બુદ્ધિનો શ્રમ બનેને સમન્વય કરે પડશે. રાષ્ટ્ર ઘાતક ધંધાઓથી લોકોને છોડાવવા પડશે. * અસ્વાદમાં સ્વાદને સર્વથા ત્યાગ સૂચવાય છે–પણ તે વહેવારૂ નથી માટે “ખાન-પાન- શયન વિવેક” અને “વ્યસન ત્યાગ” ને વ્રત રૂપે મૂકવામાં આવ્યાં છે. સાથેજ જીમ સિવાય બાકીની ઈદ્રિયોનો સ્વાદ પણ દૂર થાય એ માટે “નિંદાસ્તુતિ પરિહાર” છે. આ રીતે બાર વ્રતોનો વિચાર કરવામાં આવ્યો છે તેમાં યુગની દષ્ટિ રહેલી છે અને તેથી ધર્મની વિશેષ પૃષ્ટિ થશે અને વિશ્વાત્સલ્યની ધર્મનિષ્ઠા સારી રીતે ખીલશે. ચર્ચા-વિચારણું સજને વસે તે સ્વર્ગ આજની ચર્ચા પ્રારંભ કરતાં પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું : “વ્યકિતગત અને સમાજગત જીવન વ્યવસ્થાને ટકાવનાર સદ્દધર્મને . ભારતીય સંસ્કૃતિએ ઠીક ઠીક સાચવ્યું છે. સંતો, દિવ્યે, મહાજનો, ક્ષત્રિયો એમ અનેક સજજોએ પ્રાણને હેમીને પણ ધર્મરક્ષા કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ 20e. ' ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયેલા એવી વાત મહાભારતના સ્વર્ગારોહણ–પર્વમાં આવે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને સામે લેવા માટે આવે છે. બન્ને જણા ચાલ્યા જાય છે. માયાથી જે સ્વર્ગ હતું તે નરક દેખાય છે. અને નરક છે તે સ્વર્ગ દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે: “બેલ ક્યાં જવું છે ?" જવાબ મળ્યો: “જ્યાં મારા માજણ્યા ભાઈઓ છે ત્યાં! કારણ કે, એમણે જે કર્મો કર્યા છે તેમાં મુખ્ય પણે હું જવાબદાર છું. એ નરકમાં હોય તે મારે નરકમાં જવું છે–સ્વર્ગમાં નથી જવું !" :. મતલબ કે જે સજજને નરમાં હોય તે યુધિષ્ઠરને મન તે સ્વર્ગ છે અને દુને જે સ્વર્ગમાં હોય તે તે સ્વર્ગ પણ તેને મન નરક છે.” - આ છે વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા, જે નરકને સ્વર્ગ બનાવે છે. જ્યાં વિશ્વાત્સલ્ય હશે ત્યાં ધર્મ હશે. અને જ્યાં ખરેખર ધર્મ હશે ત્યાં વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા હશે જ ! ધર્મનિષ્ઠાનું ઉત્તમ પ્રતિક “મા” : - શ્રી માટલિયાજીએ કહ્યું : “મુનિશ્રી સંતબાલજીએ આપણને કહ્યું જ છે કે વિશ્વનાં પ્રાણીમાત્રને પિતાં રૂપ જોવાં અને “મા”ની જેમ વાત્સલ્યથી નવડાવવાં. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા માટે “મા” ઉત્તમ ઉદાહરણ અને પ્રતિક રૂપ છે. તે બાળકો માટે ત્યાગ અને સેવા કરીને કેવો અજોડ આનંદ માણી શકે છે? એવી જ રીતે સૌ પોતપોતાના ધર્મમાં રહ્યા છતાં વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા રાખી શકે છે. અસત્યથી વિશ્વવહેવાર ચૂંથાઈ જાય છે અને સત્યથી તે વ્યવસ્થિત જળવાય રહે છે. એ માટે સત્ય મુખ્યત્વે (કેન્દ્રમાં) આવે ! જીવમાત્રને અભય આપવાની વાત આચારમાં અહિંસા આવ્યા વિના ન રહે. આમ સત્ય અને અહિંસા એ બેની આસપાસ જેમ કેટલાક તીર્થકરોએ ચાર; તો કેટલાકે પાંચ વ્રત ગૂંથ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ 201 પાર્શ્વપ્રભુએ ચાર આપ્યાં. મહાવીર પ્રભુએ પાંચ અને રાત્રિભોજનને ત્યાગ એમ છ વ્રત કર્યા. તેમાં પણ ગૃહસ્થોના પાલન માટે અલગ મર્યાદા બાંધી એ પાંચ વ્રતને લધુ કર્યા, અને તેમના વિકાસ માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષણ–વત ઉમેર્યા, આમ બાર વ્રતો થયાં. મહાત્મા ગાંધીજીએ યુગની માંગને ધ્યાનમાં રાખીને ધર્મને રાષ્ટ્રીય રૂ૫ આપીને અગિયાર વ્રત પિતાની ઢબે રજુ કર્યા. આપણે જગતની માંગને દષ્ટિએ થેડે ફેરફાર કરીને અગિયાર કે બાર વ્રતો કરીએ છીએ. પણ આ બધામાં મુખ્ય વાત એ છે -(1) સત્ય-જગતના વહેવારને સરળ બનાવનાર તત્વ, અને (2) અહિંસા પ્રાણીમાત્રને અભય (સુરક્ષા) આપે તે જીવન ભાવના. આ રીતે જૈનધર્મ વિશ્વધર્મ બનવાની ગુ જાઈશ ધરાવી શકે છે. ગાંધીજી હિંદુધર્મને તેજ દ્રષ્ટિએ જોતા. આપણે એ મૂળતત્ત્વના આગ્રહી રહીએ એટલે બધા લોકોને એ વાત પોતીકી લાગશે. જ્યાં દર્શન સારું થયું કે બધાં વ્રતો કેંદ્રીય (મુખ્ય) તત્વની આસપાસ બરાબર ક્રમેક્રમે ગોઠવાઈ જશે. અહિંસાની ઉપગિતા દુનિયાની માનવજાત સામે પ્રથમ સવાલ છે: “રશિયન અને અમેરિકન જૂથને. તે બન્નેની સામસામે છાવણીઓ પડી છે. તેઓ એક બાજુ હથિયાર તેજીલાં બનાવી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ બન્નેને પિતાના ખુદના અને પ્રજાના નાશને ડર છે. છતાં માર્ગ મળતો કેમ નથી? કારણ કે પરસ્પરનો અવિશ્વાસ છે. અવિશ્વાસ એટલા માટે કે કદાચ કહી દઈએ અને હુમલો સામેથી કરે તો શુ? એટલે વાતો છુપાવે છે. અહીં અહિંસાજ કામ લાગશે. બાપુને સત્યની શોધમાંથી અહિંસા મળી હતી. આમ સત્ય-અહિંસાને આખું જગત ઝખે છે. આપણે એમાં પણ બ્રહ્મચર્ય (સંયમ) ઉપર વિશેષ ભાર આપશું. જ્યારે પશ્ચિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ 202 એ ઉપર ઓછા ભાર આપશે. પણ ગમે તે રીતે તત્વ જળવાઈ રહેવું જોઈએ. ધર્મનિષ્ઠા, વ્રતોને આચારમાં મૂકવા માટે છે. વિશ્વવાત્સલ્યનું દર્શન જેનું સ્પષ્ટ હશે તે આપણું વ્રતોને આચારમાં મૂક્યા વિના રહી શકશે નહીં. ગ્રામ સંગઠનની જરૂરત : જ સવારના નેમિમુનિએ ગ્રામદાનના સંદર્ભમાં જે કહ્યું તે આમ તો સાચું છે. પણ થોડો વધારે ખુલાસા કરી દઉં. ઓરીસ્સામાં કોરાપુર જિલ્લામાં જ્યારે ગ્રામદાને થયેલાં ત્યારે હું ત્યાં ગયેલો. ભૂમિ સૌને સમાન ન હતી. ચાર પાંચ ગણું અંતરવાળી હતી. દા. ત. એક કુટુંબને એક એકર હોય તો બીજાને ચાર-પાંચ એકર હોય. પણ આ મર્યાદા ગ્રામસમાજે નકકી કરવી જોઈએ. વ્યક્તિમાં સ્વાર્થ અને મમતા વધુ હેવાને સંભવ છે એટલે સમાજ નકકી કરે એ વાત ઠીક છે. પણ ગ્રામસમાજ કયો? સંસ્થા કે સંગઠન સિવાય ગ્રામ-સમાજ ઘડાય નહીં અને ઘડાએલ સમાજ ન બને ત્યાં લગી કાર્યક્રમ સફળ ન થાય; અથવા પછી તેવાં ગ્રામ રાજ્યોને સોંપવા પડે. આથી ત્યાં કોઈ નૈતિક બળ વાળી સંસ્થા હોવી જોઈએ. આ વાત વિનોબાજી સ્વીકારે ત્યારેજ , વહેવાર સરળ થઈ શકે. એટલે ટ્રસ્ટીશિપ કે માલિકી હક મર્યાદાની એ વાત વિનોબાજી સ્વીકારે છે, તેમ ગ્રામ-સંગઠનની વાત પણ સ્વીકારે, તો બનેને તાળો મળી જશે. જીવનદાની માટે તો તેઓ અપરિગ્રહની જ વાતો કરે છે. બાકી ગ્રામસમાજ માટે તો તેઓ માલિકી હક મર્યાદાની જ વાત કરે છે. એવો મારે નમ્ર અભિપ્રાય છે. ધર્મનિષ્ઠાને પ્રભાવ : શ્રી પૂંજાભાઈએ કહ્યું : એક વખત ઇશુ મહાત્મા અને એમના અનુયાયીઓ એક સ્થળે ગયા. તેમના માટે સરઘસ કાઢયું. તેઓ જતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 203 હતા કે એક જણે ગજવામાં બે સોનામહોર નાખી. આ દશ્ય એક અનુયાયીએ જોયું. એટલામાં એક બીજા જણે તે બને સોનામહોરોને કાઢી લીધી. આટલા બધા માણસો વચ્ચે કાઢી લીધી છતાં લેવા દીધી.. અનુયાયી બોલવા જતો હતો પણ ઈશુએ તેમને ચૂપ કર્યા. સત્સંગ કરી બધા વિખેરાયા ત્યારે પેલા અનુયાયીએ તેમ કરવાનું કારણ પૂછ્યું: “આપે આમ કેમ કર્યું ?" ઈશુએ કહ્યું : “માણસની પ્રતિષ્ઠા કરતાં બે સેનામોનું મૂલ્ય વધારે નહતું. એટલા બધા માણસોમાં જે એ વાતની ખબર. પડત તો એ બાપડાનું શું થાત?” ખરેખર તો એ ગૂડો અને ચેર હતો. તે જ દિવસે તેણે ક્યાંક ચોરી કરેલી. એટલે એક મોટું માણસોનું ટોળું તેની પછવાડે આવતું હતું. તે નાસીને ઈશુને ઉતારે હતો ત્યાં જ પેઠો. ઈશુ મહાત્મા દીવાના ઉજાસમાં વાંચી રહ્યા હતા. આ વખતે તેમણે દીવો ઠારી નાખ્યો. ટોળું બીજે રસ્તે ભાગી ગયું. આટલા ઉપકાર છતાંયે તે ચરે ઈશુ પાસે મૂકેલી એક ચાંદીની દીવડી ચેરી લેવા માંડી. ત્યારે તેને બીજી ચાંદીની દીવડી આપતાં ઈશુએ કહ્યું: આ પણ લઈ જા ! પણ આ ધ સારે નથી !" આ પછીથી પેલા ચેરને વિચાર આવ્યોઃ “મેં સોનામહોર એટલા બધા માણસોની વચ્ચેથી લઈ લીધી. મને ચાર જાણવા છતાં જેમને ચહેરો બદલાયો નહીં. મારી પાછળનાં ટોળાંમાંથી હું બચવા અહીં આવ્યો તો યે મને આશરો આપ્યો. મેં દીવીની ચોરી કરવા માંડી તો બીજી પણ આપવા માંડી, ખરેખર આ દેવી પુરૂષ છે.” તે એમના ચરણોમાં ઢળી પડયો. તેણે ક્ષમા માંગી અને તે સંત થઈ ગયો. ઈશુના ચારિત્ર્યની તેના ઉપર અસર થઈ વિશ્વ વાત્સલ્યની જે ધર્મનિષ્ઠા ન હોત તો આવા ચેર અને ડાકૂ ઉપર પ્રેમ આવી શકત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ 204 નહીં. કેવળ માનવ જ નહીં, પશુપતિ પણ અબ્રાહમ લિંકને આત્મીયતા દેખાડી હતી. તેથી જ તેમણે કીચડમાં પડેલાં ભૂંડને કપડાની દરકાર કર્યા વગર કાઢયું. તેમના કપડાં ઉપર છાંટા ઉડયા પણ તેમણે એવી ખોટી ઈજજતની દરકાર ન કરી અને તેઓ સમયસર અદાલતમાં પહોંચ્યા. દાદુ ભગતને દાખલ - ખેડા જિલ્લામાં દાદુરામ ભગત થયા છે. તેમણે દરિયા કાંઠાના ધુવારણ ગામે જતાં, એક સાંઢને ભાંભરતા સાંભળ્યા અને તેની આસપાસ સમડીગીધનાં ટોળાં જોયાં. ભજનના બદલે ત્યાં જ સેવા કરવા મંડી પડ્યા. મોટું વજનદાર જનાવર ! ચાર દિવસ ખાધા-પીધા વગર તેની સેવા કરવામાં લાગી ગયા. ચાર દિવસે તેને માલિક દેખાયો. જે વિશ્વ વાત્સલ્યની નિષ્ઠા ન હોત તો તેઓ આવે વખતે આટલું ન કરી શકત. આપણે તે આવી વ્યક્તિગત સાધના ઉપરાંત, સમુદાયગત અને સંસ્થાગત અનુબંધવાળી સર્વાગીક્રાંતિની વાત કરી રહ્યા છીએ, એટલે એ તો આનાથીયે આગળની વાત છે. પરિગ્રહ-પ્રાણ અને અભિમાનનો ત્યાગ | શ્રી સુંદરલાલભાઈ કહેઃ “આપણે પરિગ્રહ, પ્રાણ અને અભિમાનને સંપૂર્ણ ત્યાગ નહીં કરતા શીખીએ તે સર્વાગી ક્રાંતિ આવી શકશે નહીં. આજે તો બધું ત્યાગ કરનાર ભકતો, સંતો પણ અજ્ઞાનતા અથવા અભિમાનથી પિતાનું સ્થાન ગુમાવે છે. નારદજીને અભિમાન થયું એટલે એક નાના ભકતે કરી બતાવ્યું. તે તેમનાથી થઈ શક્યું નહીં. P.P.'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ વ્રતનિષ્ઠાનો પ્રભાવ : " - શ્રી સવિતાબહેને કહ્યું : “એક બહેનની વાત આ પર્યું પણ પર્વ અંગે કહું છું. તે બહેને પૂછ્યું: “તમે તપ કરે છે એ જાણી મને નવાઈ લાગે છે. ચૌવિહાર, સામાયિક, પ્રતિક્રમણ બધું યે કરે છે. કેટલાંક તો આગળ વધીને આ બધાંને તરછોડે છે, જ્યારે તમે તે સર્વધર્મ સમવયમાં માનવા છતાં ભગવાન મહાવીર અને અહિંસા વગેરેમાં ઘણું માને છે. સમજણ તેમ જ જ્ઞાનમય ત્યાગથી બધી ક્રિયાઓ પણ કરો છો, આ જ ખરેખર સત્યદ્રષ્ટિ છે. તમને આવા સતપુરૂષના સત્સંગને લાભ મળે છે, અમને કયારે મળશે ?" * તે પછી તેમણે પૂછ્યું: “સંતબાલજી મુનિ મુહપત્તિ પણે રાખે છે ?" . ' ' ' કહ્યું: “મન વખતે ન રાખવી અને બોલતી વખતે કે જરૂર વખતે રાખવી, આમ તેઓ કહે છે.” - આ બધું જોઈ ખુલાસો સાંભળી તે ખુશી થયાં. આવા તો કેટલાયે પ્રસગો શિબિર દરમ્યાન જોવા મળે છે, શ્રી બ્રહ્મચારીજીએ દયારામ ભગતે શેરસિંહને સુધાર્યો તેની વાત જણાવી હતી. એવી જ રીતે એક સંતે વેશ્યાને સુધારી તેને દાખલો આપ્યો હતો. સર્વિક્ષેત્રની ધર્મકાંતિ શા માટે? શ્રા દેવજીભાઈ કહેઃ “જૈન પરંપરામાં કુંદકુંદાચાર્ય જેવા તત્ત્વ સુધારક થયા. હેમચંદ્રાચાર્ય જેવા સંસ્કૃતિના ક્રાંતિકાર થયા અને લોકશાહ જેવા ધર્મક્રાંતિકાર થયા. છતાં તેમણે સર્વ ક્ષેત્રે ધર્મક્રાંતિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ 206 વાત ન કરી અને આ યુગે આપને સર્વ ક્ષેત્રની ધર્મક્રાંતિ માટે મૂળ વ્રતને સાચવી આવડા મોટા ફેરફારોની વાત કેમ સૂઝી ?" " તેને જવાબ આપતાં મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું: “સવારે નેમિમુનિએ કહ્યું તે મુજબ પ્રથમ સત્ય, પછીથી ત્રણ પાર્થપ્રભુ વખતે ચાતુર્યામ અને ભગવાન મહાવીર વખતે પાંચ મહાવ્રતો તેમજ ગૃહસ્થ માટે બાર અણુવ્રતોની વાત કરી હતી, તે અને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓ વગેરે ઉપરથી જૈનધમે વ્યાપક વાત કરી જ છે. આચાર્યોએ યુગાનુસાર ફેરફાર પણ કર્યા છે. હવે જમાનો બદલાયો છે. સમાજ, સમુદાય અને સંગઠનની વાત આગળ આવે છે. ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગો કર્યા; સંસ્થાઓ ઊભી કરી અને તેને શુદ્ધ સંગીન બનાવી હતી. ધર્મક્રાંતિકારેએ પણ સેંકડો વર્ષોથી દેશ-પરદેશમાં કામ કર્યું જ છે. આ બધાને સંદર્ભે લઈને જૈનધર્મનાં અનેકાંતવાદ, તેમજ વ્યાપક અને છતાં ઝીણામાં ઝીણી અહિંસાની વાતના કારણે આ ફેરફારો આવ્યા છે. એટલે આ વાત સાવ નવી નથી. જૂનાનું જ સંશાધન છે. જા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ [10] વિશ્વ વાત્સલ્યમાં બ્રાચર્ય વિચાર [25-9-61]. –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યના બાર વ્રતોના પરિચય રૂપે આ અગાઉ વિચાર થઈ ચૂકી છે. તેમાં વિશ્વ વાત્સલ્યનાં જે ત્રણ મૂળવતો છે:-(૧) બ્રહ્મચર્ય (2) સત્યશ્રદ્ધા (3) માલિકી હક મર્યાદા. તેના ઉપર અલગ અલગ જરા વિસ્તારથી વિચાર કરી લે લેગ્ય ગણાશે. આ મૂળવતે અને તેમનાં ઉપવનોની યોજના યોગાનુરૂપ નવી દષ્ટિએ કરવામાં આવી છે, એટલે મૂળ અંગે જેટલું સ્પષ્ટ અને સવિસ્તાર વિવેચન થાય તેટલું જ તે વિષયને સમજવામાં અને તે મુજબ આચરણ કરવામાં સરળતા રહે છે. આજે બ્રહ્મચર્યવ્રત ઉપર નવી દ્રષ્ટિએ વિચાર કરવાને છે. વિશ્વવાત્સલ્ય અને બ્રહ્મચર્યને હમેશાં અતિ નિકટનો સંબંધ છે. વિશ્વવાત્સલ્ય માટે જેમ બ્રહ્મચર્ય અનિવાર્ય છે તેમ બ્રહ્મચર્યની સંપૂર્ણતા પણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં પરિણમે છે. એ દષ્ટિએ બ્રહ્મચર્યને કેવળ “મૈથુન સેવવું નહીં” એટલોજ નિષેધાત્મક ટુંક અર્થ લેવાનું નથી. બ્રહ્મચર્ય અંગે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ સાંભળવા મળે છે. એક તો ઉપર કહેવામાં આવી તે પ્રકારની નિષેધાત્મક વ્યાખ્યા છે. પણ તે એક તરફી છે, સંપૂર્ણ નથી. મહાત્મા ગાંધીજીએ પાંચે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ 208 ઈદ્રિયોના સંયમને બ્રહ્મચર્ય કહ્યું છે. ભારતના પ્રાચીન ગ્રંથો–વેદોમાં બ્રહ્મચર્યને અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે –“બ્રહ્મ એટલે વિશ્વના આત્માઓ અને ચર્ય એટલે જેની સાથે વિચરણ કરવું.” એટલે કે વિશ્વના બધા આત્માઓ સાથે વિચરણ કરવું, એ બ્રહ્મચર્ય છે. આમ - બ્રહ્મચર્યને બધા આત્માઓ સાથે વિચરણ કરવા માટેનું સાધન માનવામાં આવ્યું છે. એજ કાર્ય વિધવાત્સલ્ય કરવાનું છે. બધાયે આત્માઓની સાથે વિચરણ કરવા માટે વાત્સલ્ય જરૂરી છે. અને વાત્સલ્ય જ્યારે જરૂરી બને છે ત્યારે બ્રહ્મચર્યને માત્ર નિષેધાત્મક અર્થ કરી; નારી જાતિથી અતડા, અળગા કે ડરતા રહેવું; સ્ત્રીનું મોટું પણ ન જેવું, એવો ભાવ તાર ખોટો છે. એ તો બ્રહ્મચર્યની કેવળ એકાંગી, વ્યકિતગત, સ્વાથ અને અધૂરી કાચી સાધના ગણાશે. “કેવળ શારીરિક વિકારથી બચતા રહેવું” એટલો જ અર્થ બ્રહ્મચર્યને થતો નથી, ત્યાં તો બધા આત્માઓમાં આત્મભાવ સાથે વિચરણ કરવું એવી સ્પષ્ટ વ્યાખ્યા છે. - વાત્સલ્ય અને વિકાર બન્નેનાં મૂળ એક નથી. વાત્સલ્યનું મૂળ ચૈતન્ય-આત્મા છે; જ્યારે વિકારનું મૂળ જડતા-શરીર છે. વાત્સલ્ય એ આત્માને ભાવ છે, જ્યારે વિકાર વિભાવ છે. ઘણા લોકો વાત્સલ્યને પણ વિકાર અને વિકારને વાત્સલ્ય ગણું, બન્નેની એકતાનો ભ્રમ ઊભો કરે છે. પરિણામે વિકારના જોખમે તેઓ વાત્સલ્યને પણ પડતું મૂકે છે. આમ થવાથી સમાજની પ્રગતિ રૂંધાય છે; અટકે છે કે એકતરફી બને છે. એટલે વિશ્વ વાત્સલ્યની નિષ્ઠાપૂર્વકની સાધના માટે વિધેયાત્મક બ્રહ્મચર્યની જરૂર રહે છે; અને વિધેયાત્મક બ્રહ્મચર્ય માટે સ્ત્રી અને પુરૂષ બન્નેની સહચારિતા અનિવાર્ય છે. અહીં સહચારિતા એટલે સાથે રહેવું-અતડા બનીને ન ફરવું એ અર્થમાં છે, નહીં કે શારિરિક સંબંધ. * !! જાતીય અને વિજ્ઞાનના પ્રવર્તક ફોઈડે મૈથુનને–સ્ત્રી પુરૂષનાસાહચર્યને અનિવાર્ય માન્યું છે. પણ એનો જે અર્થ શારિરિક-સંબંધજન્ય સ્થળ વિષય ભેગ રૂપે ઘટાવવામાં આવે છે એ બરાબર નથી. સ્ત્રી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ 200 પુરૂષ સાથે રહેવા છતાં બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર પૂરક બને એવું આપણું ઋષિ-મુનિઓએ આચરીને બતાવ્યું છે. એટલે વિશ્વવાત્સલ્યને માનનારા સાધક-સાધિકાઓ માટે યુગાનુરૂપ વિશાળદષ્ટિએ બ્રહ્મચર્યનો વિચાર કરવાનું છે. એકલા કે અતડા રહીને બ્રહ્મચર્ય પાળવા જતાં તે કાચું એકાંગી બને છે અને તેમાં દંભ પસી જવાનો ભય છે. માનવ-નર અને માનવ-નારી એ બને જ્યાં સુધી આત્મિક તાદામ્ય નહીં અનૂભવે ત્યાં સુધી બન્નેને એકબીજાના સાચા ગુણનાં દર્શન થઈ શકતાં નથી. આત્મીયતા અનુભવાયા વગર બને શારિરિક આકર્ષણ અને વાસનાથી પ્રેરાઈને શરીર સંબંધ બાંધવા તરફ ઘસડાય છે અને પરિણામે બ્રહ્મચર્યને હાસ નેતરી બેસે છે. જે મર્યાદા કે તટસ્થતા બન્ને વચ્ચે કેળવાવી જોઈએ તે આ કારણસર કેળવાતી નથી અને પરસ્પરની આસક્તિ જાગે છે. તેના બદલે જે બન્નેને ગુણવૃદ્ધિની દૃષ્ટિએ પરસ્પર તાદામ્ય થાય તો બંને એકબીજાનો પરસ્પરમાં અંગત વિકાસ સાધી શકે; અને સાથે સાથે સમાજનો વિકાસ પણ કરી શકે. - નારીમાં ઘણું ગુણો છે. જેમકે ક્ષમા, કોમળતા, સેવાસુશ્રુષા, વાત્સલ્ય, ધતિ, વાણી વગેરે. એવી જ રીતે પુરૂષમાં સાહસ; સત્ય, પૌરૂષ, હિંમત ઉત્સાહ, નિર્ભયતા વગેરે વિશિષ્ટ ગુણો છે. જે નર અને નારીનું તાદામ્ય થાય તો નારીના ગુણોની પૂતિ પુરૂષોમાં થઈ શકે અને પુરૂષના ગુણોની પૂતિ’ સ્ત્રીઓમાં થઈ શકે એટલું જ નહિ પુરુષોની ખામીઓ સ્ત્રીઓ વડે દૂર થઈ શકે અને સ્ત્રીઓની ખામીઓ પુરૂષો વડે દૂર થઈ શકે. આમ આમીય–સાહચર્ય કે તટસ્થતાપૂર્વકના તાદામ્યથી પરસ્પરનું પૂરકપણું વધે અને બ્રહ્મચર્યની સાધના સમાજવ્યાપી બને. અને આમ તે બ્રહ્મચર્ય સમાજ-વિકાસનું કારણ બને. આમાં એક બાજુએ બ્રહ્મચર્ય માટે જાતે કડકમાં કડક રહેવાનું છે અને બીજી બાજુ ગૃહસ્થ સાધક-સાધિકાઓ કે સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ 210 સાધીઓ અંગત વિકાસ અને સામાજિક વિકાસ માટે પરસ્પર પૂરક બનીને તાદામ્ય સાધે છે તેવી બ્રહ્મચર્યસાધના સર્વાગી બની શકે. (તાદામ્ય સાંધના જ એકબીજોને પરસ્પર પ્રેરક બનાવી શકે છે; જોખમ વખતે ચેતવી શકે છે અને બ્રહ્મચર્યથી પડતી(ડગતી) વખતે જાગૃત કરી શકે છે. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સતીઓ દ્વારા પુરૂષોને પ્રેરણું મળ્યાના તેમ જ પુરૂષો વડે સ્ત્રીઓને પ્રેરણા મળ્યાના અનેક ઉદાહરણ મળી આવે છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથમાંથી એક-બે દાખલાઓ લઈને તે અંગે વિચાર કરીએ. યમ અને યેમી:ઋગ્રેદમાં યમ અને યમીનું એક સુંદર “આખ્યાન મળે છે. “યમ અને યમી બને ભાઈબહેન હોય છે ‘યમી પિતાના ભાઈ યમને કામવાસના પિષવા માટે અને પોતાને પરણવા માટે કહે છે. યમ તે માર્ગે જવાની ના પાડે છે. તે કહે છે: “જે ‘વાત્સલ્ય, સ્ત્રી અને પુરૂષ બને પરણતાં વિકૃત થઈ કામવિકાર બની જાય છે તે યોગ્ય નથી. તેના બદલે આપણે ભાઈ અને બહેન તરીકે રહીને ‘બ્રહ્મચર્ય પાળીને વાત્સલ્યની વૃદ્ધિ કરીએ એ યોગ્ય છે.” યમી તેને ઘણી રીતે લલચાવે છે. પણ ભાઈ યમ પોતાનું મન મકકમ રાખે છે અને બહેનને પણ ચારિત્ર્ય માટે પ્રેરે છે. જેથી તેને પણ સાચા વાત્સલ્યને આનંદ મળી શકે છે. આ આખ્યાનમાં એક દઢ નિશ્ચયી પુરૂષ વડે નારીને અંગત વિકારે ઉપર સાયરની સુંદર પ્રેરણા મળી છે. સુંદરી દ્વારા ભરતને પ્રેરણા : - એવી જ રીતે ભગવાન ષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પિતાની ઓરમાન બહેન સુંદરીને પત્ની બનાવવા ઇચ્છે છે. એ યુગમાં ભાઈબહેનનાં લગ્ન પ્રચલિત હતાં. એ સહજ વસ્તુ હતી એટલે તેની નિદા કે તિરસ્કાર ન થતાં. ભારતને ઘણી ઈચ્છા હતી પણ સુંદરીને આત્મા જાગૃત હતા. તે ચક્રવતના વિભવ કે મહત્તામાં અંજાઈ જઈ તેને "પતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ 211 તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. એટલે જે બાહ્ય સંદર્ય ઉપર ભાઈની નજર હતી તેને ક્ષીણ કરવા માટે બહેને રસસ્વાદ ત્યાગ કરીને, તપ કરીને શરીરને એવું કૃશ બનાવી દીધું કે ભારતની લગ્ન કરવાની ઈચ્છા શમી ગઈ. જો કે સુંદરીનું શરીર કૃશ થઈ ગયું, પણ તેને આત્મા વધારે સુંદર બની ગયો અને બ્રહ્મચર્ય અંગેની પ્રેરણા તે ભારતને પણ આપી શકી. અમાં સુદરી વડે ભરતને જે પ્રેરણા મળે છે તેથી તેને અંગત વિકાસ થવા સાથે, તે સમાજવિકાસ માટે પણ લાભદાયી બને છે. રાજીમતી વડે રથનેમિનું ઉત્થાન એવું જ બીજું ઉદાહરણ જૈન સત્રમાં રામતીનું મળે છે. તેનું રૂપ જોઈને મુનિ રથનેમિનું મન ચલાયમાન થઈને વાસના વેગે ચઢી જાય છે. તે રામતીની સચોટ વાત સાંભળી પાછું બ્રહ્મચર્યમાં સ્થિર ન થઈ જાય છે. જે રાજીમતી તે વખતે જાતે લપસી જાત. અગર તેને પ્રેરણું ન આપત તે એક સાધકને બ્રહ્મચર્યની જે પ્રેરણા મળી, અને તે સમાજ માટે આદર્શ બની. તે ન થાત. એવી તેજસ્વી સતી સાધ્વીઓ વડે સાધકોને અંગત વિકાસ માટે ખરેખરી પ્રેરણા મળી શકે છે. પણ એ માટે બ્રહ્મચર્યલક્ષી સાધકસાધિકાઓ અને સાધુ-સાધ્વીઓ પરસ્પરના નિકટ પરિચયમાં આવે તો જ એવાં જોખમોથી જાતે બચી અને બીજાને બચાવી શકે છે. જેઓ સ્ત્રીઓથી તદન અતડા રહીને અથવા એકાંતમાં અલગ રહીને એમ માને છે કે અમારી બ્રહ્મચર્ય–સાધના પાકી છે તો તેઓ એક ખોટા ભ્રમમાં છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - વથામઢા સુઈ રાશિ 4 अच्छदा जे न भुजंति न से चाइत्ति वुच्चई // : जे य हंते पिये भाए लध्ध, विपिठी हुव्वइ / રસાદી રવ 3, ટુ યાત્તિ વુa I .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ .: –અર્થાત્ વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન જેને સ્વાધીન નથી અથવા જેની પાસે નથી અને તેથી તે તેને ભોગવતો નથી તે ત્યાગી કહેવડાવી શકતો નથી. જે પ્રિય કાંત ભોગે મળવા છતાં પોતાની પીઠ ફેરવે છે, પોતાને હસ્તક મળતા ભોગોને ત્યાગી દે છે તે જ સાચો ત્યાગી કહેવાય છે. : ભગવાન મહાવીરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચારેયને મળીને ચતુવિધ શ્રીસંઘ સ્થાપો. તે એટલા માટે કે આ ચારેયનું 'તાદામ્ય (અનુબંધ) હેવું જોઈએ. તેઓ પરસ્પરના આત્મવિકાસ અને તેથી કરીને સમાજના વિકાસમાં સહાયક અને પૂરક બને. જે તેઓ બ્રહ્મચર્યલક્ષી ગ્રહો અને બ્રહ્મચારી સાધુ-સાધ્વીઓ માટે અલગતા ઈચ્છત, તે બધાયના અલગ અલગ સંઘ રચત.' : ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેની પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપ્યું છે. એની પાછળ એ જ તત્ત્વ છે કે વિશ્વની સર્વાગી સાધના નર અને નારી બન્નેના સોગથી જ થઈ શકે છે. બ્રહ્મચર્યને અર્થ એવો નથી કે પુરુષ સાધક, સ્ત્રી સાધિકાથી અતડો થઈને ફરતો રહે. ભગવાન ઋષભદેવે, બાહુબલિમુનિને પ્રેરણા આપવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને મોકલી. જે અતડા થઈને રહેવાનું વિધાન હોય તો પછી તેઓ કોઈ પુરુષ સાધકને મોકલત. આમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચારી સાધક-સાધિકાઓ, ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ, તેમના માટે અજ્ઞાન અને નિર્દોષભાવે પણ અતડા રહેવું, એક બીજાના પૂરક ન બનવું. એ વિશ્વ અને સમાજના વિકાસની સર્વાગી-સાધનામાં કચાશ રાખવા જેવું છે. જો કે સદ્ભાગ્યે સ્ત્રી–સાધિકા તે પુરુષ સાધકોની હુંફ અને પ્રેરણા ઈચ્છે છે. મીરાંબાઈએ પતિ સાથે દેહસંબંધ તોડ્યો હતો પણ આત્મભાવે ત્યાગ નહોતો કર્યો. અનેક ટીકાઓ થવા છતાં તેમણે પુરુ ની પૂરકતાનો સ્વીકાર હરહંમેશ કર્યો જ હતો.. એ જ કારણસર તે જમાનાના શ્રેષ્ઠ સાધુ છવાગાસાંઈનું સ્ત્રીઓથી અતડાપણું હતું તેમણે પણ તેણુએ ટકયો હતા. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ છે " એક વિચારવાની વસ્તુ એ છે કે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં દામ્ય સાધવા માટે સ્ત્રી અને પુરૂષ બંનેનો શરીરસ્પર્શ શા માટે વજનીય ગણવામાં આવ્યો છે ? જ્યારે કે સ્ત્રી અને પુરુષનો ભેદ આકૃતિથી ઓળખાય છે અને બંનેને આત્મા તો એક છે તો . પછી " શરીર સ્પર્શમાં શું થઈ જવાનું હતું ? આનો ઉત્તર એક જ છે કે બંધા સાધકો એટલી ઉચ્ચ કક્ષાએ પહેંચ્યા. હોતા નથી; તેમજ તેમણે સમાજ વચ્ચે રહીને સાધના કરવાની હોય છે. એટલે કે સમાજ કલ્યાણ સાથે; આત્મકલ્યાણ સાધવાનું હોય છે. આવા સાધકો માટે સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીના શરીર-સ્પર્શ ત્યાગની મર્યાદા હેય, એ જ બરાબર છે. અમુક સાધકે જે એવી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હોય છે, જેમને શરીર ભેદ રહેતો જ નથી તેમના માટે શરીરસ્પર્શને વાધ નથી. જિનકલ્પી મુનિઓ કે જેમને સમાજ સાથે પ્રત્યક્ષ સંપર્ક થતો નથી; એવી રીતે પરમહંસ સાધુઓ કે દિગબર સાધુઓ જેમના માટે સ્ત્રી-પુરુષને ભેદ હેતો નથી. તેઓ આ કક્ષામાં આવે છે. એમાં પણ એક એવી કક્ષાએ પહોંચવું જરૂરી છે કે કોઈ પણ શરીરનાં બાહ્યદર્શન વિકારને ન જગાડે. શરીરસ્પર્શની મર્યાદા થઈ એટલે અતડા થઈને રહેવું એ ગ્ય નથી. તેમણે ખુલ્લા દિલે પરસ્પર મળવાનું છે. આત્મભાવ જગાડવાનો છે. નહીંતર પરસ્પરની પ્રેરણા , વગર સામાજિક ક્રાંતિ કે વિકાસની સંભાવના નથી. જેને અહિંસા વડે ક્રાંતિ કરવી છે. જેને સ્ત્રીઓના વિવિધ પ્રશ્નો લઈને તેનું નિરાકરણ ધર્મ દૃષ્ટિએ કરવું છે કે જેને ધર્મ દૃષ્ટિએ સમાજનું ઘડતર કરવાનું છે, તેને એ વિચારવું પડશે કે અહિંસાની પ્રેમ-વાત્સલ્યની શક્તિ કોનામાં વધારે છે? એ માટે પરસ્પરને: ખુલ્લા હૃદયને પરિચય આવશ્યક છે. કેવળ બુદ્ધિથી ત્યાં કાર્ય પાર પડતું નથી. અહિંસાની શકિત ત્યાંજ, વધારે પેદા થઈ શકે જ્યાં બુદ્ધિ કરતાં હૃદય વધારે વિકસેલું હોય ! સામાન્ય રીતે પુરુષોમાં હૃદય કરતાં બુદ્ધિ વધારે વિકસેલી હોય છે. જ્યારે સ્ત્રીઓમાં બુદ્ધિ કરતાં હૃદય સંભાવનાત્ર તેનું નિરાકરણ કે તેને એ વિચારવું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #230
--------------------------------------------------------------------------
________________ વધારે વિકસેલું હોય છે. એટલા માટે સમાજની વચ્ચે રહીને સાધના કરનાર સાધક (જૈનની પરિભાષા પ્રમાણે સ્થવિર કલ્પી), ને સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને શરીર સ્પર્શ નહીં પણ હૃદય સ્પર્શ કરવો વધારે જરૂરી છે. એવી જ રીતે નારી શરીર ધારી ભાધિકાને પણ અંગત વિકાસ માટે પુરુષની બુદ્ધિને સ્પર્શવાની અગત્ય રહેશેજ. સાચી અને સંપૂર્ણ પૂરકતા તો હૃદયના સ્પર્શથી જ આવી શકે છે. સામાન્ય માનવી વિકારને વશ થઈને સ્ત્રીના રથૂળ શરીર-સ્પર્શમાં આનંદ માને છે, તેમાં સુખની કલ્પના કરે છે જ્યારે ઉચ્ચ કોટિના સાધકો હૃદય-અંતર અને આત્મભાવના મિલનમાં સાચું સુખ માને છે. અનુભવની એરણે એ વાત સિદ્ધ થયેલી છે. તત્વાર્થ સૂત્રોમાં વર્ણવામાં આવેલ ઉચ્ચ કોટિના દેવોના જીવનથી આ વસ્તુ સિદ્ધ થાય છે. નીચેનાં સૂવે જરા ધ્યાન આપવા જેવાં છે - काय प्रवीचारा आ ऐशानात् // अ. 4 सू. 8 // વા: -હા-રાદર-મનપ્રવીચાર થયો : | મ. 4 . I swવીરા : . 4 , 20 || આ ત્રણે સોને ભાવાર્થ આ પ્રમાણે છે:–વિમાનિક દેવામાં પહેલા અને બીજા સે ધર્મ અને ઇશાન દેવલોકમાં, દેવો મનુષ્યની જેમ મૈથુન સેવનથી ભોગ-તૃપ્તિ અનુભવે છે. ત્યારબાદના બબ્બે દેવલોકોમાં ક્રમશઃ સ્પર્શમાત્રથી, રૂપદર્શનથી, શબ્દ-શ્રવણથી અને પછી કેવળ મનની કલ્પનાથી ભોગની તૃપ્તિ થાય છે. ત્યારપછી એટલે કે. દશમા દેવલોક બાદ, ઉપરના દેવલોક, નવ ગ્રંથક વિમાનના દેવો અને પાંચ અનુત્તરવિમાનના દેવાની ભોગ પ્તિ કેવળ આત્મ-સ્પર્શ કે હૃદથ-સ્પર્શથી થાય છે. એમાં દેવો અને દેવી પરસ્પરના અપરિમિત ગુણો પ્રતિ પ્રીતિ રાખીને વાત્સલ્યસના પરમ આનંદની અનુભૂતિ મેળવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ [, રપ એજ વસ્તુનું વિવેચન કરતાં તત્વાર્થસૂત્રના ભાગ્યકાર કહે છે : “વિઘ કવીરાજarf છત (વાત્સ) विशेषायपरिमित गुणप्रीति पुरुर्षाः परमसुख तृप्ता भवन्ति !" એ ઉચ્ચ કક્ષાના દેવોને પાંચ પ્રકારની વિષયેચ્છાને ઉદય હોતો નથી; એવું નથી પણ, તેઓમાં પ્રેમ (વાત્સલ્ય) ભાવ વધારે હોવાથી, અપરિમિત ગુગે પ્રત્યે અત્યંત પ્રીતિ હેવાથી પરમ આનંદથી તૃપ્ત થઈ જાય છે. વૈદિક પરિભાષા પ્રમાણે આને ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય કોષને અંતે બ્રહ્મમાં વિચરણ કરવાની આનંદમય કોષની ભૂમિકા માનવામાં આવી છે. આનંદમય કોષમાં વિચરણ કરતો બ્રહ્મચારી સ્ત્રીના શરીરસ્પર્શમાં નહીં પણ તેના અતરસ્પર્શમાં વાત્સલ્ય - રસનો સાચે આનંદ મેળવે છે. એવી ઉચ્ચ કક્ષાના સાધક સ્ત્રોમાં વાસનાને બદલે વાત્સલ્યને નિહાળે છે. વિશ્વ વાત્સલ્ય ગુણની વધારેમાં વધારે પ્રાપ્ત નારી-હૃદય (અંતર)થી મળી શકવાની હેઈ તે માતૃજાતિની પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપે છે. તે એ વાત્સલ્યાનંદ, અનંત જગતની સાથે તાદાપૂર્વકની તટસ્થતા અનુભવીને મળે છે અને તેને અનુભવ જાતે કરે છે અને બીજાને કરાવે છે. સ્થૂલિભદ્ર વડે કેશાને હૃદય સ્પર્શ નગરનારી કશામાં અશક્ત થયેલા શૂળભદ્રને ગૃહસ્થાશ્રમમાં, પિતાના પિતાના મરણના સમાચાર મળે છે, તે એક આંચકો અનુભવે છે અને કોશા વેશ્યાને છોડીને, વૈરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં તેઓ વાત્સલ્ય રસમાં તરબોળ બની જાય છે. વર્ષો બાદ એકવાર મુનિ સ્થૂલભદ્ર ચિંતનમાં લીન થઈને વિચારે છેઃ “મેં ગૃહસ્થાશ્રમમાં રહી વર્ષો સુધી કોશા સાથે શારીરિક વિષય સુખ ભોગવ્યા; પણ જે આનંદ અંતરના સ્પર્શમાં છે; આત્માની સાથે ઓતપ્રોત થવામાં છે, તે રસ વિષય સુખમાં નથી. હું આજે એકલે જ આ આત્માનંદ–વાત્સલ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ ર૧૬ * આનંદ માણી રહ્યો છું. મારી સાથે પૂર્વાશ્રમમાં શારિરિક સુખમાં રચનાર કોશાને પણ આ વાત્સલ્ય રસને આનંદ પમાડું તો કેટલું સારૂં? કારણ કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં વાત્સલ્ય પ્રવાહ વધુ હોય છે ! " - આ વાત તેઓ પિતાના આચાર્ય સંભૂતિ-વિજ્ય પાસે પ્રગટ કરે છે. તેમની સાથેના બીજા સાધુઓ, ચાતુર્માસ ગાળવા ભયંકર સ્થળે જવાની રજા માંગે છે ત્યારે સ્થૂળભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. ગુરુદેવ ચારેય શિષ્યોને પિતપોતાની ઈચ્છા પ્રમાણેના સ્થળે ચાતુર્માસ ગાળવા જવાની રજા આપે છે. સ્થૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કોશાના આવાસે આવે છે અને ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. કેશા તેમને સહર્ષ રજા આપે છે. કોશાના મનમાં હતું કે આ સૂનું હદય ભરાઈ જશે અને સ્થૂલિભદ્ર મારા પ્રેમમાં રંગાઈ જશે !" - કેશાને સ્થૂલિભદ્ર ઉપર અનન્ય પ્રેમ હતો. પોતાને વિખૂટ પ્રેમી વર્ષો બાદ આવ્યા છે એટલે તેણુએ એના ઉપર પોતાને રંગ જમાવાનો પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પોશાકો સજી સજીને સ્થૂલિભદ્રની સામે આવવા લાગી. નૃત્યો કરવા લાગી અને ગીતો ગાવા લાગી. પણ સ્થૂલિભદ્ર તો બીજા જ આનંદને માણી રહ્યા હતા. એટલે તેમણે કોશાનાં આ વિષય-વાસનાના આનંદને નવો વળાંક આપવાનું નકકી કર્યું. તેમણે એના રૂપ-રંગ નૃત્યગીત તેમજ ભજન-પકવાન તરફ ધ્યાન જ ન આપ્યું. * એ જઈ કોશાથી ન રહેવાયું. તેણે કહ્યું : શું તમને મારાથી પ્રેમ નથી ? શું જે કોશાને તમે એક ક્ષણ પણ અળગી કરી શકતા ન હતા એ કોશા નથી ગમતી?” - સ્થૂલિભદ્ર કંઈ પણ જવાબ ન આપ્યો. કોશાએ જ કહ્યું : “ના ! એવું નથી. હું જાણું છું કે તમને મારા તરફ પ્રેમ છે એટલે જ તમે મુનિ વેશે પણ અહીં આવ્યા છે. પણ અહીંની દરેક વસ્તુ તરફ, અરે! મારા તરફ અભાવ શા માટે દાખવો છો? તે સમજાતું નથી?” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ * સ્થૂલિભદ્રે કહ્યું: “કોશા ! તને પહેલાં ચાહતો હતો અને હજુ પણ તને ચાહું છું. પણ તે ચાહના અને અત્યારની ચાહનામાં અંતર છે. સંયમ લીધા પછી મને જે આત્માનંદ–વાત્સલ્યને આનંદ મળ્યો છે, તે એટલો બધો અપૂર્વ છે—અખૂટ છે અને શાશ્વત છે કે . તેની આગળ વિષય-વાસનાને આનંદ કંઈજ નથી. આ નૃત્ય-ગીત રૂપ-શૃંગાર ક્યાં સુધી ચાલશે ? શરીર ક્યાં સુધી ટકશે? કેટલાકને રીઝવી શકશે ? અરે! એ તો બીજાને રીઝવવા માટે જ છે ને ! તે જ્યારે તને આનંદ આપી શકતાં નથી તો બીજાને ક્યાંથી આપી શકે ? " કેશા બેલીઃ “મને તો તમારી આ વાતો સમજતી નથી.” સ્થૂલિભદ્રે કહ્યું : “એ સમજાશે ! એ સમજાવવા માટે જ તે હું આવ્યો છું. તારે તારે આ પ્રેમ જે વાસનાને પેદા કરાવે છે તેના બદલે વાત્સલ્ય તરફ વહેવડાવવાનો છે. આ શરીર કે વાસનાથી કોઈને અનંત કાળ સુધી રીઝવી શકાતું નથી. ખરો પ્રેમ તો આત્મભાવ વડે પ્રગટાવવાને છે. દરેક જીવો ઉપર વાત્સલ્યભાવ પ્રગટાવવામાં જે આનંદ છે તે કયાંયે નથી. તું તારા શરીરને અર્પણ કરવા બદલ હવે હૃદયને અર્પણ કરતાં શીખ! એ માટે સંયમ જરૂરી છે. અંગારત્યાગ જરૂરી છે; વ્રત-તપ કરવાં જરૂરી છે–આજે તારી પાસે જેઓ વાસનાની દષ્ટિએ આવે છે તે પછી તારી પાસે વાત્સલ્ય પામવા આવશે અને તું ભૂલાં ભટકયાને માર્ગદર્શન આપનારી બનીશ !" સ્થૂલિભદ્રથી પ્રેરણું પામી કોશાએ વાત્સલ્યનો માર્ગ લીધે. હવે નૃત્ય, સંગીત બંધ થયાં. એના બદલે વ્રત-તપ અને જ્ઞાનચર્ચાઓ થવા લાગી. ચાતુર્માસ પૂરૂં થયાં સુધી કેશા એક પાકી સાધિકા બની ગઈ સ્થૂલિભદ્રમુનિને પ્રયત્ન સફળ થયે. . : બ્રહ્મચર્ય સાધનામાં એક વેશ્યાને ત્યાં સાવધાનીપૂર્વક સ્ત્રી અને પુરૂષ રહેવા છતાં શરીરસ્પર્શના બદલે અંતર-(હૃદય) સ્પર્શ દ્વારા સાચા આનંદને પામવાનું આ એક આદર્શ ઉદાહરણ છે. સ્ત્રીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ અપર્ણતાની મૂતિઓ તો હેય છે; એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા એ ત્રિવેણી સંગમ રહેલો છે. જે એ ત્રિવેણીને સારા માર્ગે વળાંક આપવામાં આવે તો તેમાંથી એ પ્રેરણા મૂર્તિ જાગે તો તે અનેકને માર્ગદર્શન આપનારી બને, એ નિઃશંક છે. એજ કોશા જે હૃદયનીઅંતરની દીક્ષા ન પામત તો, સ્થૂલિભદ્રના ગુરુભાઈ મુનિ, જે પાછળથી કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા અને પતનમાં પડવા જતા હતા; તેમને પતનમાં પડતા કોશા અટકાવી ન શકત. તેઓ બીજે કયાં ય જાત તો તેમનું પતન પણ થાત. એટલે નારીના દેહને બદલે, તેનું હૃદય, તેનું અંતર કે તેના આત્માના સ્પર્શ વડે બ્રહ્મચર્યનું લક્ષ્ય સારી પેઠે સાધી શકાય છે; એટલું જ નહીં એ માગે તે જોખમો વખતે પ્રેરણું પણ મળી શકે છે. બ્રહ્મચર્યને સમાજ વ્યાપ્ત બનાવવા માટે સર્વપ્રથમ તો એની સર્વાગી સાધના જરૂરી છે. જેમને એને સમાજવ્યાપી બનાવવું છે તેમણે, નારીના અંગત ઘડતર દ્વારા તેમજ નારી સાધિકાના આદર્શ વડે, સમાજને વ્યાપક પ્રેરણા આપીને બ્રહ્મચર્યને સમાજવ્યાપી કર્યું છે. એ દષ્ટિએ તેમણે સંસ્થા વડે બ્રહ્મચર્યને સમાજ વ્યાપી બનાવ્યું છે. ' ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરતાં પહેલાં એક -પછાત પડી ગયેલી નારી-ચંદનબાળા જેવીના હાથે ગોચરી લેવાને અભિગ્રહ-(સંક૯૫) કર્યો. એની પાછળ શું રહસ્ય હતું ! તે એ જ કે પાર્શ્વનાથ પ્રભુથી ચાલતી આવતી ચાતુર્યામ પરંપરામાં તેમને બ્રહ્મચર્ય વ્રતનો ઉમેરો કરવો હતો અને તેને સમાજવ્યાપી બનાવવાનું હતું. તેમ કરવા માટે અને બ્રહ્મચર્યની સર્વાગી સાધના કરવા માટે ચંદનબાળા જેવી તરછોડાયેલી છતાં વાત્સલ્યમૂર્તિ નારીને તેમણે સાધ્વી-સઘની શિર-છત્રા બનાવી. તેમણે, ચંદનબાળાના સહકારથી નવ સમાજની સર્વાગી રચના સફળ રીતે કરી અને સાધ્વીઓના માધ્યમ વડે તેમણે બ્રહ્મચર્યને વિધેયાત્મક રીતે સમાજવ્યાપી વિકાસ સાધવામાં સફળતા સિદ્ધ કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ 21 ભગવાન મહાવીર્યની પ્રતિ લીધે ભારતીય ધર્મોમાં તે જૈનધર્મે સ્ત્રીઓને પણ દીક્ષા આપવાની પહેલ કરી છે અને ભગવાન મહાવીરે તે એવા વિરોધી વાતાવરણમાં એ વસ્તુને કરી બતાવી છે. જ્યારે વિરોધી વાતાવરણ હતું; તે વખતે સ્ત્રીઓને પગની મોજડી, પુરૂષની દાસી, ભોગવિલાસની પૂતળી, પશુની જેમ ગુલામરૂપે ખરીદવાની કે ભેટ આપવાની વસ્તુ ગણવામાં આવતી. આવા વિધી સમયમાં ભગવાન મહાવીરે ન કેવળ સ્ત્રીઓને સંઘમાં સમાન સ્થાન આપ્યું પણ તે વડે તેમણે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાપના કરી. જે તેમણે ચંદનબાળા જેવી સાધ્વીને સહયોગ સંઘ રચનામાં ન લીધો હોત તો તેમણે જયંતી, રેવતી, શિવાનંદા, અગ્નિમિત્રા જેવાં અનેક નારી રત્નોને મેળવીને સમાજની જે સર્વાગી ક્રાંતિ કરી હતી, તે ન કરી શક્ત. સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ભગવાન મહાવીરને સાથ ન મળ્યો હોત તો ચંદનબાળા જેવી કેટલીયે સાધિકાઓએ જે આત્મ વિકાસ સાધ્યો, તે ન સાધી શકત. આ બધી વાત ઉપરથી એક વાત અત્યંત સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રત નવું ઉમેર્યું પણ તેમણે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં સ્ત્રી અને પુરૂષને સાધક અને સાધિકાને અતડાં રહેવાનું સૂચવ્યું નથી. કેવળ સાધુ નહીં, સાધ્વી પણ; કેવળ શ્રાવક નહીં, શ્રાવિકા પણ; એમ તેમણે સ્ત્રી-પુરૂષને હાર્દિક સહયોગજ નહીં, પરસ્પરની પૂરકતાને પણ આવશ્યક ગણી. એટલે જ ચતુર્વિધ સંઘમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને એકબીજાના પૂરક અને પ્રેરક ગણ્યા અને એ રીતે નારીને સંપૂર્ણ પ્રતિષ્ઠા આપીને જ બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનાવ્યું. બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં, સંધને હાસ થશે એવો ભય રાખતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે, તેમજ સ્ત્રીઓના પ્રશ્નોના ઉકેલ માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા વગર છૂટકોજ ન હતો. પાછળથી બુદ્ધ ભગવાનને વારાંગના નિમિત્તે આ સત્ય સમજાયું અને તેમણે ઉપાસક-ઉપાસિકા અને ભિક્ષ-એ ત્રણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ 22 -અંગો સાથે ભિક્ષુણીનું આ ચોથું અંગ દાખલ કર્યું; તેમણે સ્ત્રીઓને પણ પ્રવર્જિત કરી. ' ઈશુખ્રિસ્તને દાખલો લઈએ તે તેઓ બ્રહ્મચારી રહ્યા હતા છતાં પણ તેઓ વાત્સલ્ય મૂર્તિ નારીથી અતડા રહેતા હતા. પોતાના જીવનકાળમાં તેમણે અનેક દુઃખો, દલિત અને પતિત નારીઓના દુઃખ દૂર કર્યા હતા અને તેવી સ્ત્રીઓને પ્રતિષ્ઠા પણ આપી હતી. તેમની એ ભાવના રૂપે આજે ખ્રિસ્તી સંપ્રદાયમાં પાદરીઓ અને સાધ્વીઓ (Nuns) બને છે. ખ્રિસ્તી ધર્મો નારી–જાતિને બ્રહ્મચર્ય સાધનાનો, અધિકાર આપ્યો છે અને તેમ કરીને તેમને સર્વાગી વિકાસ સાધવાની તક આપી છે. જે ઈશુખ્રિસ્ત નારીને અતડી કે ઘણા પાત્રજ રાખત તે ઈસાઈ સંઘમાં સાધ્વીઓની તેજસ્વિતા જોવા ન મળત અને સમાજોપયોગી રીતે શિક્ષણ, સંસ્કાર, તેમજ સેવા-સુશ્રુષા વડે પિતાના વાત્સલ્યને સમસ્ત માને પ્રતિ ઈસાઈ સાધ્વીઓ વહેવડાવે છે તે જોવા ને મળત. બ્રહ્મચર્યની સહજ સાધના વડે જે પવિત્રતા તે સાધ્વીઓ (Nuns)માં જોવા મળે છે તે ખરેખર અનુકરણીય છે. જેમણે—જેમણે સર્વાગી સાધના કરી છે અથવા, કરવા માગે છે તેમણે સ્ત્રીથી અતડાપણું રાખ્યું નથી કે કદિ તેને સ્ત્રી નાગણી છે. કરડી જશે; “નરકની ખાણ છે પતનના ખાડામાં લઈ જશે” એવી ભયંભરેલી ભાવના કે ઘણા સેવી નથી. ઉલટું તેમણે જોખમ જોયાં ત્યાં જાતે સાવધાની રાખી છે. * રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવી; મહાત્મા ગાંધીજી અને અને કસ્તુરબા, અશ્વિનીકુમાર દત્ત અને તેમનાં પત્ની; આ બધા ગૃહસ્થ-દપતિઓએ સાથે રહીને બ્રહ્મચર્યની સાધના કરી હતી, એટલું જ નહીં અનેક ગૃહસ્થ દંપતિઓને બ્રહ્મચર્યને માર્ગે જવા માટે પ્રેર્યા હતા. : પણ, આવી બ્રહ્મચર્યની સાધના જે સેવા કે સમાજપાગી કાર્યો સાથે ન હોય તો તે પણ એકાકી અને એકાંગી બની જવાને Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #237
--------------------------------------------------------------------------
________________ 221 ભય રહે છે. જેઓ દાંપત્ય જીવનમાં યુવાવસ્થામાં બ્રહ્મચર્ય સ્વીકારે છે, તેમણે સમાજસેવા, સુશ્રુષા કે શિક્ષણ એવી કોઈને કોઈ લોકોપયોગી પ્રવૃત્તિમાં પડવું જોઈએ. ઘણી વિધવા બહેનોને ફરજ્યિાત બ્રહ્મચર્ય પાળવું પડે છે પણ એવી બહેનોની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા થતી નથી. અને સાથે જ બ્રહ્મચર્યને પણ પ્રતિષ્ઠા મળતી નથી. એટલે બ્રહ્મચર્યની સમાજવ્યાપી પ્રતિષ્ઠા કરવી હોય તો એવી બ્રહ્મચારિણી બહેનનું ઘડતર સારી પેઠે થવું જોઈએ. તેમનું એ ઘડતર સર્વાગી દષ્ટિવાળી ક્રાંતિપ્રિય સાધ્વીઓ વડે થાય તો તેના સુંદર પરિણામો અવશ્ય આવશે. અનીતિને ધધો કરતી અને અનીતિને માર્ગે જતી વેશ્યા બહેનોને પ્રશ્ન; અનાથ, મધ્યમવર્ગી અને ગરીબ બહેનો જ્વલંત પ્રશ્ન ધર્મદષ્ટિએ ઉકેલવામાં આવે તો આ રીતે સાધુ-સાધ્વીઓની. સાધના સર્વાગી બની શકે. એક મોટું ભયસ્થાન બ્રહ્મચર્યની સાધનામાં આજના યુગને પાશ્ચાત્ય પ્રવાહ છે, જે ભોગને પ્રધાન સ્થાન આપે છે. તેના લીધે આજે બ્રહ્મચર્યનાં મૂલ્યો ખોવાઈ રહ્યાં છે. ફેશન આવવાથી સાદાઈચાલી ગઈ છે અને વેશભૂષાની સાદગી અને મર્યાદાના અભાવે આજનો યુવાન વર્ગ અસંયમના માર્ગે ઘસડાઈ રહ્યો છે. તેમ જ કૃત્રિમ સંતતિ-નિયમનના . સાધને વડે આજના દંપતિઓમાં સંયમનો હાસ દિવસે દિવસે વધત. જઈ રહ્યો છે. તેને અટકાવવા માટે આવી બ્રહ્મચારિણી, કુમારિકા બહેને વડે પ્રયત્ન થાય; બ્રહ્મચારી દંપતિઓ વડે સંયમનું વાતાવરણ પેદા કરવામાં આવે તો બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનતાં વાર નહીં લાગે. આવા બ્રહ્મચારી દંપતિઓ જે સમાજસેવા, સંસ્કારસિંચન કે શિક્ષણના કાર્યો કરતાં થાય તો તેમના વાત્સલ્યને લાભ સમસ્ત સમાજને મળે અને સાથે જ બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા સરળતાપૂર્વક થઈ શકે. ) ( ' આ માટે સાધ્વી સમાજનું ઘડતર પણ યોગ્ય, પુખ્ત અને શાસ્ત્રીય ભાષામાં ગીતાર્થ સાધુઓ વડે થવું જોઈએ. આજે ગીતાર્થ સાધુઓ તે જ કહેવાશે જેમને સમાજને સર્વાગી અનુભવ-જ્ઞાન હશે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ 22 યુગના પ્રવાહોની જાણકારી હશે; તેમ જ સર્વધર્મ સમન્વયની વૃત્તિ સાથે વ્યાપક સર્વાગી દૃષ્ટિ હશે તથા જનસંગઠન, જનસેવકસંગઠન, રાજ્યસંગઠન (કોંગ્રેસ છે અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ, એ ચારે ય સુસંસ્થાઓની સાથે જેને અનુબંધ હશે. આવા સાધુઓના નિર્દોષ સંપર્ક અને સાહચર્ય દ્વારા સાધ્વીઓ ઘડતર પામે - જેને જૈન, બૌદ્ધ અને ઈસાઈ ધર્મે માન્ય કરેલ છે - તો તેમના વડે બહેનનાં અનેક પ્રશ્નો ઉકેલાઈ શકે અને સમાજનું સાચું ઘડતર કરવામાં તેમના માધ્યમને પણ ઉપયોગ કરી શકાય. બ્રહ્મચર્યની આ યુગદ્રષ્ટિ છે. વિશ્વવાત્સલ્યના સાધકોને જે આ સમજાય તો બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો સ્થપાતાં વાર નહીં લાગે એ રોકકસ છે. ચર્ચા-વિચારણું શું બ્રહ્મચર્યની ચર્ચા અસ્વાભાવિક છે : શ્રી માટલિયાએ બ્રહ્મચર્ય વ્રત ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું - આજે આપણે જે બ્રહ્મચર્ય વિષે વાત કહીએ છીએ, તેમાં ઘણાંને જુનવાણી માનસ અને અસ્વાભાવિક બોલાતું લાગે છે. એના કારણોમાં આજના જાતીય મનોવિજ્ઞાને એક વાત મૂકી છે કે જે પ્રવૃતિ થાય છે તેનો પાયો સેક્સ અને લિબિડે છે; એટલે કે જાતિયકૃતિ મળીને જ પ્રવૃતિ થાય છે. આવી આજની માન્યતા છે. એનું કારણ આ પ્રમાણે છે. સન ૧૯૨૧માં યુદ્ધમાં ગાંડા અને વિકૃત માનસવાળાની જે ભચિકિત્સા થઈ તેમાં નિદાન એ આવ્યું કે મનમાં કામવાસનાના વેગને ર તેમજ શક્તિવાળાઓને સમાજે ગનિ ન આપી; આ બે કારણોસર તેમનું મગજ વિકૃત તેમજ ગાડું થયું. જો કે એવું તારણ નીકળ્યું પણ આ બધા વિકૃતિવાળાં હતાં; તે ઉપરથી સહજ નિયમ તારવે એમૂળભૂત દેષ કે ભૂલ છે. એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ 223 ગીમાં કફ વાયુની પ્રધાનતાને કારણે રેગ થશે એટલે રોગ સહજ છે એવું તારણ કાઢી ન શકાય. માતૃત્વ સ્વાભાવિક - ખરી રીતે, જગતભરમાં માતૃત્વ સ્વાભાવિક છે. તેના દાખલા તરીકે પૃથરીના છ એકંદ્રિય હોવા છતાં ફળને પોષણ આપે છે. વાયુ (વાયનસ) માતા રૂપે પોતાનાં અંગને ફેલાવી શકે છે. કીડી પિતાનાં બચ્ચાં માટે કણ ભેગાં કરે છે. મધમાખી સ્કૂલોમાં રસ લાવી પિતાનાં ઈંડા પાસે મૂકે છે. વાછરડું જોતાં જ “ગા” પારસો મૂકે છે. આમ "હોય તો જીવમાત્ર માટે ત્યાગ ભરી વહાલ સ્વાભાવિક્ર છે. હિંદુ ધર્મ એનું નામ પ્રેમ આપ્યું. આમ એક પિતાનાં સંતાનમાં બધુ એક સરખું હેય એ સ્વાભાવિક છે. પણ, એ સ્વભાવના બે ભાગ પડે છે. (1) સેવાળ જેવી વનસ્પતિ સ્ત્રીકેશર કે પુંકેશના યુગ વિના વધે છે, તેમ જટાધારી એટલે કે માનસિક-ભાવનામય જગત છે. (2) બીજે સ્વભાવ, સ્થૂળ જગતને ‘સંતોષ લેનારૂં માતૃત્વ. બીજાની ઈચ્છા લગ્નની હેય છતાં સંયોગથી મનને દબાવવું પડે તે કામવાસનાના વેગે સતાવે અને તેવું માનસ છટકીને ગાંડું થાય. જેમ પિશાબની હાજતમાં માણસ સૂવે તો સ્વપ્નમાં પણ તે આવે એ રીતે વૈધવ્ય, વિધુરતા કે દીક્ષા આચ્છાથી ન હેઈન બળાત્કારે આવે છે તેમાં વિકૃતિ થવાનો સંભવ ખરે એટલે કે માનસજગતમાં ભાવના ઉત્પન્ન થતાં દીક્ષા લેવાય તે સ્વાભાવિક છે પણ બીજાને ગૃહસ્થાશ્રમ સ્વાભાવિક ગણાય. એક છું; ને બહુ થાઉં !" એ વૃત્તિ સહજ છે પણ સ્થૂળબીજ કરતાં વિચાર બીજ વધે તેમ ઈચ્છે તે સાધુ અને ધૂળ સંતાન વધે તેવું ઇચ્છે તે ગૃહસ્થ. વાત્સલ્ય ભાવનાને વિકાસ થાય સાધુઓના કારણે; કારણ કે તેઓ ઊંચે જાય એટલે જગત-વ્યાપક બને. પરમ દેખતાં મારસ વધતો જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ 224 ઉત્તમ નિર્દોષ પ્રવૃતિઓ વડે વિકાર શમન : ઘણું અનુભવે મને એમ લાગ્યું છે કે (નાની ઉમ્મરથી 6 થી 10 વર્ષની) બાલિકાઓને સંપર્ક રાખી વાત્સલ્યભાવ પીવા–પીવાનું ભાઇઓ કરે અને તેજ ઉમ્મરનાં બાળકો માટે બહેને તેવું કરે તો મિથુન-ઇચ્છા વધશે નહીં. એવી જ રીતે પાણી ધૂળ વગેરે સાથે રમવાનું અને ચામડીના સ્પર્શને આનંદ લેવાનું એ મુજબ બધી ઈદ્રિયને બાહ્ય નિર્દોષ અને ઉત્તમ પ્રવૃત્તિઓ અપાય તો વાત્સલ્ય રસના કારણે વિકાર સતાવશે નહીં. આ બહેને માટે તે આવી પ્રવૃત્તિઓ બ્રહ્મચર્ય સાધક બને જ છે. . એમ છતાં ભાઈ-બહેન ગૃહસ્થાશ્રમી થવા ઈચ્છે તો તેમણે મર્યાદિત સંતાનોને યોગ રાખવો જોઈએ. એવી જ રીતે સાધુ સાધ્વીઓ થાય તો મર્યાદિત શિષ્ય-શિષ્યાઓને યોગ થવો જોઈએ. આમ વિચારાય તો બ્રહ્મચર્ય સરળ બને નહીંતર, વંધ્યત્વ, કૃત્રિમ સંતતિ નિરોધ વગેરે દુર્ગણે સમાજમાં વધવાના છે. માતૃસમાજે આટલું કરે - મારા નમ્ર મત પ્રમાણે માતૃસમાજે -(1) જમણ (2) હાલ કરવી (3) બાગ અથવા ભંડાર ચલાવવા અને સેવા કરવી એ કામ ' બહેનોને આપે; બાળ-ઉછેર બહેનો સ્વાભાવિક છે. તે સાથે કોઢિયા કે વૃદ્ધોની સેવા પણ તેમને અપાય; નેધારાં બાળકોને પ્રેમપૂર્વક સાચવવા અપાય તે બહેનો જગતમાં અજોડ કામ કરી શકે. છે એવી જ રીતે પુરૂષો, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો તથા જ્ઞાન વિજ્ઞાનનાં સંશોધનમાં પોતાની શકિત આપે, તો બ્રહ્મચર્ય સમાજમાં , આજ યુગધર્મ બ્રહ્મચર્ય - શ્રી પૂજાભાઈ કહેઃ “એક જમાને એ હતો કે માનવસંખ્યા ઓછી હતી જેથી ખળો મોટો, તેની ઈજજત વધારે. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ ઘણું સંતાન થજે !" એવા આશીર્વાદ આપતા હતા. આજે બ્રહ્મચર્ય ધર્મ બન્યો છે. અને ઘણા અનૂભવથી જણાય છે કે બ્રહ્મચર્ય જે અનંત આનંદ ક્યાં ય નથી. પણ દુઃખની વાત એ છે કે ગામડાં અને શહેરે અને સ્થળે મા-બાપની મનોદશા એવી છે કે “જલદી સંતાનોને પરણાવી દો. રખે રખડી જશે !" એવી બીકથી અથવા ખોટી વાહ વાહથી–જલદી લગનનો લહાવો લેવા દેડે છે. આથી નાનાં નાનાં બાળકો સમાનયજ્ઞની લગ્નની બલિવેદી ઉપર હોમાઈ જાય છે. ક્ષય આદિ ભયંકર રોગોના ભોગ બને છે. એ માટે વડીલોને બ્રહ્મચર્ય અંગે પાયાની ઊંડી સમજણ આપવી જોઈએ. ખેરી દોરવણું અને ઉલ્ટાં મૂલ્ય . (1) વિશ્વામિત્ર અને મેનકા (2) પરાશર અને મત્સ્યગંધા (3) શકુંતલા અને દુષ્યતના દષ્ટાંત આપીને બાળકોને ભડકાવવામાં આવે છે કે બ્રહ્મચર્ય સરળ નથી. તેથી બાળકોને ઉંચે ચઢતાં અટકાવવામાં આવે છે. આ બ્રહ્મચર્યની વાત કઠણ છે એ જ રીતે સરળ પણ છે. પણ, છેલ્લાં દેઢસો વર્ષથી બ્રિટિશ શાસન દરમિયાન કેવળ ભાષાને જ પલટો થયો નથી પણ વિદેશગમનથી જે વાતાવરણ આવ્યું તેને લઇને ઘણો પલટો થઈ ગયો છે. ચઢવું મુશ્કેલ થયું છે અને પડવું સહેલ. દુઃખની વાત તો એ છે કે ઉલટાં મૂલ્યો સ્થપાયાં છે. સ્વચ્છદીપણાને સંસ્કારીપણું મનાયું અને સંસ્કારીપણને જડતા કે રૂઢિચુસ્તતા મનાઈ. બીજુ દુર્ભાગ્ય એ થયું કે દેશની સંસ્કૃતિરક્ષાધર્મરક્ષા માટે જે સાધુસંસ્થા હતી; અને ચાર સંતાનોમાંના લગભગ એક સંતાન એ માર્ગે જતું તે માર્ગ બંધ જેવો જ થઈ ગયો. તેથી સાધુસંસ્થા ક્ષીણ થતી ગઈ રાજા રક્ષણને બદલે ભક્ષણ–અપહરણ કરવા લાગ્યો. નાના રાજ્યોમાં તો કોઈ કુટુંબ ઈજજતભેર રહી શકે જ નહીં. એટલે બ્રહ્મચર્યની વાતકરવાવાળા ઓછા થઈ ગયા. છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 226 બ્રહ્મચર્યના; વિચાર ઉપર મક્કમતા વધે, માનવ સતત સંપર્કમાં આવે, અને મનને શુભ પ્રવૃત્તિઓમાં જોડવાની તક આપવામાં આવે તો બ્રહ્મચર્ય ટકાવવું સરળ થઈ પડે. બ્રહ્મચર્ય સાથે સતત શુભ પ્રવૃત્તિને મેળ બાંધ જ રહ્યો. એક આદર્શ બ્રહ્મચારી પંચાવન વર્ષના પ્રેફેસર ડે. સેલેટીને મેં જોયેલા. કોઈએ તેમને પુછયું : “લગ્ન કેમ કરતા નથી?”'. તેમણે જવાબ આપ્યો : “હજુ મને એ વિષે વિચાર કરવાને અવકાશ મળ્યો જ નથી !" વિજ્ઞાનનો તેમને વિષય અને દિવસો સુધી પ્રયોગોમાં પડયા રહે. આજે તે શું શહેર કે શું ગામડાં, બધેય વિચિત્ર વાતાવરણ છે. સંયમની વાતનું કોઈ ને લક્ષ જ નથી. એટલે એની ઊંડી સમજ વ્યાપક કરવી પડશે. ' ઘર્મ, બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓ - શ્રી બળવંતભાઈ કહે: “વૈદિક ધર્મ કે જૈન ધર્મ, દરેક ધર્મમાં બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. ભારતમાં તો ચારિત્ર્ય અને બ્રહ્મચર્ય એ બને વસ્તુઓ ઉપર તો યુગયુગથી જોર આપવામાં આવ્યું છે. ગાંધીજીએ તે ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યને પાઠ શીખડાવ્યો. ઋષિ દયાનંદજીમાં શરીરબળ, બુદ્ધિબળ અને જમ્બર હિંમત બ્રહ્મચર્યને લીધે જ હતાં. ભારતની નાડમાં આ વાત પડી છે. તે છતાં છેલ્લાં દોઢસો વર્ષમાં પરિસ્થિતિએ પલટો ખાધે છે. . ગામડાના અનૂભવે મેં જોયું કે પાંચ વર્ષના બાળકો ખરાબ રવાડે, ખોટી આદતમાં ફસાતાં, નજરે પડે છે. ગામને ચરો જુઓ, ધર્મસ્થળો જુઓ કે કારખાનાં જુઓ લોકો બિભત્સ વાતો કરતાં હોય છે. હું જ્યારે એમને ટોકતો ત્યારે તેઓ મને હાંસીમાં ઉડાવતા. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 227 દેશમાં સારું વાતાવરણ ને ઊભું કરવું જ પડશે. સિનેમા– નાટક તજાવવાં પડશે. બ્રહ્મચર્ય પિપક સારૂં સાહિત્ય પ્રજાને આપવું પડશે. ગુરૂકુળમાં પચ્ચીસ વર્ષ લગી વિકૃતિમય વાતાવરણથી દૂર રાખી નવી પેઢીને તાલીમ આપવી પડશે. ટુંકમાં આ કાર્ય ભગીરથ અને અત્યાવશ્યક છે. . . . , , , - શ્રી દંડી સ્વામીએ કહ્યું : “બ્રહ્મચર્ય સાથે વિશ્વ વાત્સલ્યને ઘણે સંબંધ છે. પણ એ બ્રહ્મચર્ય તેજવાળું જોઈએ. ભીષ્મ અને હનુમાન બ્રહ્મચારી જરૂર પૂરા ગણાય; પણ વ્યાપક તેજ તો કૃષ્ણ અને રામનું જ ગણાયું. રામ પત્નીવ્રતધારી છતાં બ્રહ્મચારી રહ્યા. અને તેમણે બ્રહ્મચર્ય ફેલાવ્યું. કૃષ્ણે નરકાપુર પાસેથી હજારો બહેનને છોડાવી. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક છતાં તેમણે બ્રહ્મચર્યને સ્થાન આપ્યું. એટલે મને લાગે છે કે માટલિયાએ કહ્યું તેમ સમાજ અને વાતાવરણની વચ્ચે રહીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પળાવવું પડશે.' બ્રહ્મચર્ય પાલનના સારાં સાધનામાં મને ત્રણ સાધન સૂઝે છે. જેને આશરે દરેક લઈ શકે: (1) વેગ સાધના (2) હરડે સેવન (3) સાદી રહન-સન., . - સાદો દાખલો આપું તો બે અંગૂઠા વચ્ચે લાકડું હોય તો તેથી પણું નસ સંબંધે બ્રહ્મચર્ય—પાલનને ટેકે મળે છે. ઘુંટીની ઉપરની રગ દબાય તે વિકારે ઓછા પડે એટલા માટે ઘૂંટી પર ચાંદીના અથવા બીજી ધાતુનાં કડલાં બહેને રાખતાં, પુરુષો પણ સાંકળા રાખતાં, આપણું શરીર પંચ મહાભૂતનું બન્યું છે. તેને વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને આકાશનો શક્ય તેટલે સંબંધ વધુ રહે તો આપણું આરોગ્ય સારું રહેઅને આરોગ્ય સારું રહે તો બ્રહ્મચર્ય પાલનમાં ઠીક ઠીક ટેકો મળી રહે. બહેનોને આ શ્રમ અને વાતાવરણ ગ્રામ જીવનમાં સહેજે મળી જાય છે. પણ આજે ત્યાં વાતાવરણું બદલાઈ ગયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ 228 સેવા એ નારી માટે બ્રહ્મચર્યને તપાવવાનું સાધન . શ્રી સવિતા બહેન કહે: “હું એક બહેનનો પ્રસંગ કહું. તેમાંથી નારી સંગ છતાં બ્રહ્મચર્યને અને હિંદુ મુસ્લિમ સંપર્ક વગેરેને ખ્યાલ આવશે. - - અમે મારી પુત્રીના પિતાજીની બીમારીની સારવાર માટે મદ્રાસ ગયેલા ત્યારે અમને એ બહેન મળેલા. જાતના મુસલમાન હતાં. નાનઆપણુથી વિધવા થયેલાં અને કામ કરી છૂટનારાં હતા. સાઠ વર્ષનાં થવા આવ્યાં હશે. પણ કરકસર ભારે અને મન તો એથી પણ વધારે કઢ. ' લોકો કહેતા : “એ વઢગાડ કરનારી છે. એને ન રાખશે !" પણ, અમે તેમને રાખ્યાં અને જોયું કે સ્વભાવ આકરે ખરે પણ ભારે હૃદયવાન હતા. સેવા ચાકરી ખંતથી કરે. એક વખતે બેબીના બાપુજીને તાવ આવ્યો, તો રાતભર તે બહેન ન ઊંધ્યાં. સેવા બરાબર કરતાં રહ્યાં. મારી સાથે બરાબર જાગતાં રહ્યાં. પછી એકાએક પાએક કલાક આંખ મીંચીને બેસી ગયા. મેં પૂછ્યું : “આ શું કરો છો !" તેમણે કહ્યું : “પ્રભુને પ્રાર્થના કરું છું કે સાજો થઈ જાય !" જ્યારે તેઓ સાજા થઈ ગયા અને ડોકટરે તેમને હરવા-ફરવાની છૂટ આપી ત્યારે તેઓ રાજી-રાજી થઈ ગયા. ત્યાં અમે ઘણાં દર્દીઓની સેવા કરી શક્યા. એ તો સાજા થઈને કાયવશ બહાર ગયા. મારે એક બીજાં સગાની સેવા ખાતર એ ઈસ્પિતાલના કંપાઉંડના બ્લોકમાં (જ્યાં અમે હતાં ત્યાં) રહેવાનું થયું. પણ પછી એ બાઈ રહ્યાં નહીં. “ખુદા, તમારું ભલું કરે !" એમ આશિષ આપી ચાલ્યાં ગયાં. એ હજુ યાદ આવે છે. જગતમાં સામાન્ય ગણાતા માણસો પણ આવાં હોઈ શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ [૧૧]વિશ્વવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધા વ્રત 2-10-61 મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતામાં પહેલું બ્રહ્મચર્યવ્રત છે. તેના 'ઉપર અગાઉ વિચાર થઈ ગયો છે. હવે તેના બીજા મૂળવંત “સત્યશ્રદ્ધા” ઉપર વિચાર કરવાનું છે. આમ તે સત્ય અગે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. પણ, આજે એક નવાજ દૃષ્ટિકોણથી એ ઉપર વિચાર કરવાનું છે. ' ' , ' ' , વિશ્વ વાત્સલ્યનો સત્યશ્રદ્ધા સાથે બહુ જ નિકટ સંબંધ છે. બ્રહ્મચર્ય જેમ વિશ્વ વાત્સલ્યનું એક મૂળવત છે. મૂળભૂત અંગ છે તેમ સત્યશ્રદ્ધા પણ એક મૂળભૂત અંગ છે. . '' - એક માતા બાળક ઉપર ખૂબ વાત્સલ્ય રાખે છે, પણ જ્યારે ન્યાયને કે સત્યનો પ્રશ્ન આવે ત્યાં નિષ્ફર પણ થાય છે. કારણકે જે તે વખતે તે કડક કે નિધુર ને બને તો બાળકના જીવનને સાચો વિકાસ અટકી જાય. એવી જ રીતે સત્યનો સાધક, વિશ્વપ્રત્યે વાસલ્ય રાખશે. પણ જ્યાં ન્યાય પ્રશ્ન આવશે. સત્યનો સવાલ આવશે ત્યાં મક્કમતા રાખશે, બહારથી જોનારને કદાચ એ નિકુરતાયે લાગે પણ, ખરું જોતાં તે વખતે તે સત્યને આગ્રહ ન રાખે તો વ્યક્તિગત અને સામાજિક વિકાસ ન થઈ શકે. '' - વિશ્વ વાત્સલ્યમાં સમન્વય કરવાની અને એયને લક્ષ્યમાં રાખી બધાયને તે રીતે જોડવાની વસલ્ય દૃષ્ટિ રાખવામાં આવી છે. તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ 230 સત્ય શ્રદ્ધામાં બહારથી નિધુરતાને લીધે તોડવાની વૃત્તિ દેખાય એ બની શકે, પણ ખરું જોતાં સામી વ્યકિતના અંતરને જોડવાની દષ્ટિ એમાં પડેલી હોય છે. સત્યશ્રદ્ધામાં પોતે મક્કમતા દાખવીને બીજાને પણ તેજ તરફ આણવાની વૃત્તિ હોય છે અને આત્મીયભાવ પિતાપણાને ભાવ ન હોય તે તે નજ બની શકે. ઘણા વિચારો-સાધકો એમ સમજી જાય છે કે સત્યશામાં જે પિતાનાથી માન્યતામાં જરાક જુદો પડ્યો, એની સાથે સંબંધ તોડવાની કે એની સાથે અલગતા સેવવાની વાત છે. ખરું જોતાં એવું છે જ નહીં જ્યારે સત્ય માટે કોઈ પણ આગ્રહ સેવે છે ત્યારે તેના દિલમાં સતત બીજાના ભલાનું ભાન હોય છે. એને લાગે છે કે પેલી વ્યક્તિ જૂઠું બોલે છે. એ એના તથા સમાજના હિતમાં ખરાબ છે માટે મારે એને સત્ય બતાવવું જોઈએ ! આવી આત્મહિતની લાગણી ત્યાં સતત પિતાપણું સાંધતી હોય છે. " ખરૂં જેવા જતાં સત્યના અલગ અલગ પાસાંઓ છે. આપણે સમજીએ અને માનીએ તેટલું જ સત્ય છે, તે સિવાયનું બધું જ મિથ્યા એમ માનવું વધારે પડતું છે. એટલા માટે જન ધમેં સત્યને ઓળખવા અનેકાંતની વાત કરી છે. અનેકાંતવાદને અર્થ એજ છે, કે બીજાના દષ્ટિકોણ પણ જુઓ અને તેને સમજીને તે સત્યને પણ આદર આપે. બીજાના વિચારે પિતાનાથી વિરૂદ્ધ છે માટે ખરાબ છે એમ કહીને તેને ફેંકી ન દેવાય તેની સાથે સહાનુભૂતિ રાખી ઊંડાણથી વિચારવામાં આવે અને પછી તે સત્ય-સર્વહિતકારી ન લાગતું હોય તો તેને મૂકી શકાય છે. પૂર્ણસત્ય દરેક માણસની પકડમાં આવતું નથી. સત્યના એક કે અનેક અંશને પકડીને તે બીજા અંશને તરછોડી દેતા હોય છે. એ બરાબર નથી, ત્યાં જ તે મિથ્યા-ષ્ટિ બની જાય છે. ' અનેકાંતવાદમાં સાત આંધળાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એક વખત સાત આંધળા એક હાથીને તપાસવા લાગ્યા કે હાથી કેવો છે ? એ કેવો હોય તેની એમને ખબર નહતી. એકે કહ્યું “હાથી તે કોઠી જેવડી છે. : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ 231 બીજાએ કહ્યું : “તું ખોટું કહે છે. હાથી તે થાંભલા જેવો છે.” " ત્રીજાએ કહ્યું : “હાથી તો સૂપડા જેવો છે! " : : ' ચોથાએ કહ્યું: “નથી સૂપડો કે નથી થાંભલો, એ તે રાંઢવા જેવો છે.” આ પાચમાએ કહ્યું : “વાહ ભાઈ વાહ તમે તે ઠીક હાંકયું ! અરે હાથી તે ત્રિશૂળ જે છે.” ત્યારે છઠ્ઠીએ કહ્યું: “ભાઈ મને તો એ દંડા જેવો લાગે છે.” . . સાતમાએ કહ્યું: “દડે શું વાત કહે છે? એ તો દડા જે લાગે છે દડા જેવો !આમ સાતે જણા પોતપોતાની માન્યતાને સાચી ઠરાવવા માટે બીજાના મતને છેટે ઠરાવવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા. એવામાં એક સૂઝવાળો અને સમજુ માણસ ત્યાં આવ્યો. તેણે કહ્યું : “તમે બધા એક એક અંશે સાચા છે પણ સર્વાંશે સાચા નથી. તમે તમારા એક અંશને મુખ્યરૂપે અને બાકીના અંશને ગૌણરૂપે પ્રતિપાદન કરશો તે તમે સત્યને પામી શકશે.” એમ કહી તેણે દરેકને તેમની પોતાની માન્યતા અંગે સમજાવ્યા. એટલે બધાએ કબૂલ કર્યું કે અમે જે અંગને પકડ્યું હતું તેને જ સાચું માનીને હાથી અંગે પ્રતિપાદન કરતા હતા. પણ ખરેખર બધાયે અંગે મળીને વિચાર કરીએ તોજ સર્વાશે સત્યને પકડી શકીએ. " 'આ સત્ય શું છે? તે અંગે મૂળવંતોની વિચારણા કરતાં કરવામાં આવી છે કે તત્ત્વ, વિચાર, વાણી તેમજ બીજા સાધનો અને મન, વચન, કાયા દ્વારા થતી પ્રવૃત્તિઓમાં સર્વભૂત હિતરૂપ વિચાર અને આચાર એ સત્ય છે. વિશ્વ વાત્સલ્યનું સત્ય તો સર્વે જગતના છના હિત માટે વાત્સલ્ય રસને વહેવાડવો એટલે કે તેમનું કલ્યાણ થાય એ રીતે મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી એ છે. આ પ્રવૃત્તિઓને સત્ય. નામ આપવા સાથે વ્રત આયોજનમાં શ્રદ્ધાને પણ સાથે જોડવામાં આવી છે. એને અર્થ એ છે કે સર્વભૂત હિતરૂપ પોતાના સત્યને જેમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ 232 દરેક આદર આપે છે તેમ બીજાના સર્વભૂત હિતરૂપ સત્ય ઉપર શ્રદ્ધા રાખી તેને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો વિચાર ન થતાં એકાંત સ્વપક્ષી વિચાર કરવાના દોષભાગી થવાય. અને સર્વભૂત હિતરૂપ સત્યના જુદા જુદા કાળે થયેલા પાસાંઓને ન્યાય ન આપી શકાય. બનારસના એક રાજાને ચાર પુત્રો હતા. એકવાર ચારે રાજકુમારોએ સારથીને કહ્યું: “અમારે કેશુડાનું ઝાડ જેવું છે. " તેણે કહ્યું: “ભલે લઈ જઈશ !" પછી એક દિવસ તે મોટા રાજકુમારને વનમાં લઈ ગયો અને તેણે કેશુડાનું ઝાડ બતાવ્યું. તે વખતે પાનખર ઋતુ હતી. એટલે બધાં પાંદડાં અને ફૂલો ખરી ગયા હતાં. ઝાડ જાણે કે સૂકું હું જેવું હતું. તે જોઈને રાજકુમારે મનમાં ધારણ કર્યું કે કેશુડાનું ઝાડ હંઠા જેવું હોય છે. - કેટલાક દિવસો પછી સારથી બીજા રાજકુમારને જંગલમાં લઈ ગયો. તે વખતે પાંદડાં આવી ગયાં હતાં. એટલે લીલાં પાંદડાં વાળું કેશુડાનું ઝાડ હોય છે એમ તે રાજકુમારના મનમાં સજજડ રીતે બેસી ગયું. થોડા દિવસો બાદ તે ત્રીજા રાજકુમારને ઝાડ જોવા લઈ ગયો. તે વખતે ફૂલ આવતાં હતાં. એટલે તેણે એ રીતે કેશુડાની કલ્પના કરી. ત્યારબાદ તે ચોથા રાજકુમારને ઝાડ જોવા માટે લઈ ગયો. આ વખતે ફૂલ લાલ અને પાંદડાં લાલ હતા. એટલે તેણે માન્યું કે લાલ રંગનાં ફૂલ અને પાંદડા વાળું ઝાડ તે કેશુડાનું હોય છે. ચારે જણાયે જુદા જુદા કાળમાં કેશુડાનું ઝાડ જોયું હેઈને દરેકે તે રીતે કલ્પના કરી હતી. એક વાર ચારે રાજકુમારમાં કેશુડાનાં ઝાડ વિષે વાત થઈ અને દરેકે પોતે જે જોયું હતું તે મુજબ કેચૂડાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ 233. ઝાડને બતાવવું શરૂ કર્યું. દરેક પિતે સાચે અને બીજો ખોટો એમ કહી લડવા લાગ્યા. તેઓ રાજા પાસે ગયા. રાજાએ સારથીને બોલાવીને બધી વાત જાણી લીધી હતી. એટલે તેણે ચારેય રાજકુમારોને કહ્યું : “તમે ચારે બરાબર કહે છે ! પણ બીજાના દૃષ્ટિકોણને સમજવાને પ્રયત્ન કરતા નથી. એટલે તમારૂં કથન એકાંશે સત્ય હોવા છતાં, તે સર્વાશે સત્ય નથી. બીજાના મત ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ.” " એમ કહી રાજાએ દરેકે શા માટે મત બાંધ્યો હતો તે સમજાવ્યું. રાજકુમારોને ઘેડ બેસી ગઈ કે દરેક બીજે કહે છે તે પણ તેની દૃષ્ટિએ સાચું છે અને સર્વાશે કેશુડાનું ઝાડ અમુક પ્રકારનું છે. એવી જ રીતે જ્યારે બીનના મત પ્રત્યે શ્રદ્ધા રાખીને વિચારવા ભથાય તો ઘેડ બેસી શકે છે. પણ બુદ્ધિના દ્વાર બંધ કરીને બેસાય તો સર્વાશ સત્યથી વંચિત ન રહેવાય. એટલે સત્યશ્રદ્ધામાં એ વસ્તુ છે કે જ્યાં-જ્યાં સત્ય દેખાય ત્યાં ત્યાંથી તારવવું. બધા ધર્મોમાં રહેલ સત્યને તારવવાની કોશિષ કરવી. એટલા માટે જ સત્યશ્રદ્ધાનું ઉપવ્રત ‘સર્વધર્મોપાસના” છે. એક માણસને પિતાના ધર્મમાં છે એ જ સત્ય અને બાકીનું બધું મિથ્યા છે એમ કહીને હઠ ન પકડવી જોઈએ. તેણે નિરંતર જેટલાં સત્યાંશ છે તેની તપાસ તો કરતા રહેવી જોઈએ; તો જ તે સંપૂર્ણ સત્ય તરફ અગ્રેસર થઈ શકશે. - પ. બેચરદાસજીએ “જૈન, બૌદ્ધ અને આય” એ ત્રણ ધર્મોના સમેન્વય ઉપર એક ચોપડી લખી છે. તેની ભૂમિકામાં એમણે એક સરસ દષ્ટાંત આપ્યું છે :- એક વખતે એક મોટા કુટુંબના ત્રણ મુખ્ય પુરુષે જુદી જુદી દિશામાં વેપાર કરવા ગયા. ત્યાં જઈને તેઓ વસી ગયા. થોડો વખત સુધી તેમને પરસ્પરને પરિચય થોડા જ કામકાજને લીધે ટકી રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ ર૩૪ પણ ધીમે ધીમે કામ વધવા લાગ્યું. સંતાને પણ વધવા લાગ્યાં અને એક બીજાના સમાચાર પણ આવતા બંધ થઈ ગયા. ધીમે ધીમે તેમની વચ્ચે બધે વહેવાર બંધ થઈ ગયો. . . . એકવાર એવું બન્યું કે વર્ષો પછી જુદા જુદા દેશમાં વસેલા એ ત્રણે કુટુંબના મુખ્ય માણસો પ્રવાસમાં એચિતા મળી ગયા. વાતો ચાલી. પાસે બેઠા અને સૌએ સાથે જમી પણ લીધું. તે છતાંયે તેઓ એક બીજાને ઓળખી શક્યા નહીં. કારણ કે ત્રણે કુટુંબની ભાષા, રહેણીકરણી, પોશાક વગેરેમાં ફરક પડી ગયો હતો. છતાં પણ તેઓ પરસ્પરને પ્રેમ અનુભવતા હતા. પ્રવાસ લાંબો હતો અને હજુ છૂટા પડવાની વાર હતી, એ પૂછપરછ થતાં પત્તો લાગ્યું કે ત્રણે કુટુંબને એક જ સ્થળે જવું છે. એથી આપસમાં સવાલ-જવાબ થયા અને ખબર પડી કે ત્રણે એક જ કુટુંબના છે, કાળબળથી તેમના પૂર્વ વિભિન્ન દેશોમાં જઈ વેપાર માટે વસી ગયા હતા. આ જાણ થતાં આ ત્રણે પૈકીના દરેકના મનમાં બહુ આનંદ થયો, ત્રણે કુટુંબો પિતાના મૂળ પૂર્વજોના ગામે પહોંચી ગયા. - એવી જ રીતે ભારતમાં કે વિદેશમાં પેદા થયેલા બધા ધર્મોની . સ્થિતિ છે. હિંદુ-બૌદ્ધ અને જૈન એ ત્રણ ભારતીય ધર્મો અને ઈસ્લામ તેમજ ખ્રિસ્તી ધર્મના મળ અને ઉદ્દેશ તો એક જ છે. આર્ય જાતિની એક શાખા ઈરાન (આયપિન) ગઈ, એક આરબ (આર્ય૫) ગઈ અને એક ભારત (આર્યાવર્ત) આવી, આ બધા લોકોની વિચાર પદ્ધતિ એક જ પ્રકારની હતી. તેઓ જે જે દેશમાં ગયા. તે તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની પ્રજાકીય પરિસ્થિતિ તેમજ વહેણ પ્રમાણે અને સમયની જરૂર પ્રમાણે દરેક ધર્મસંસ્થાપકે ધર્મને પ્રરૂપો, જેઓ સર્વધર્મ સમન્વયમાં માને છે તેઓ જાણે છે કે જેમણે આ બધા ઘર્મો સ્થાપ્યા તેની પાછળ તેમની માનવહિતની ભાવના અને મૂળભૂત ઉદ્દેશ એક જ હતા. તે છતાં આજે તેમની વચ્ચે આટલો બધો તફાવત હેવાનું શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ 235 કારણ છે, એ જરૂર વિચારણીય પ્રશ્ન છે. એટલું જ નહીં આજે આ બધા ધર્મના અનુયાયીઓ ખાસ-પડોશમાં રહેવા છતાં, તેઓમાં એક-- બીજાની સાથે સ્નેહભાવ, એકબીજાના ધર્મ પ્રતિ જિજ્ઞાસા કે આદરભાવ દેખાતા નથી. ઊલટું, ખંડન–મંડન, દેવ-ઘણાની ભાવના એ લોકોમાં એકબીજા પ્રત્યે હોય છે. આથી સત્યમાં–(સર્વ ભૂત હિત તવમાં ) પણ અસત્યને પ્રવેશ થાય છે. એમાં બીજા ધર્મોના તને જાણ્યા વગર, વિચાર્યા વગર, માત્ર ઉપલક ક્રિયાકાંડ જોઈને નિર્ણય બાંધવામાં આવે છે કે અમારા ધર્મ સિવાય બીજા બધા ધર્મો ખોટા છે; કાંઈપણ. સત્ય કે તથ્ય તેમાં નથી. આ સત્યના આગ્રહીની રીત નથી; એ તો સત્ય વ્રતમાં દોષ છે. એટલે આ બધો કે ખંડન અથવા મમત્વ કે મંડન દૂર કરવા માટે એક જ ઉપાય છે કે દરેક ધર્મને તેની સ્થાપનાના કાળ, લોકપરિસ્થિતિ તેમજ લોકમાનસને નજર આગળ રાખીને જોવા જોઈએ. જગતના બધા ધર્મો માનવસમાજની ભલાઈ માટે આવ્યા છે. લોકોના દુઃખને દૂર કરવાની ચિકિત્સા જેવું જ તેમનું નિદાન છે. એટલે ગમે તે પદ્ધતિથી–ધર્મવિચારણા અને વિધિથી દુઃખ દૂર કરવાની ચિકિત્સા થઈને રોગ મટવે જોઈએ અને દેષ નાબૂદ થવા જોઈએ. - જે કોઇ ડોકટર એવો દાવો કરે કે કેવળ મારી દવાથી જ રોગ. મટશે, અથવા દર્દી એમ માની બેસે કે અમુક ડોકટરની દવાથી રોગ, ભટશે અને બીજા ડેકટરની દવાથી નહીં મટે; તો એ વસ્તુ બરાબર નથી. એક ગામમાં એક માણસ બહુ જ માંદે રહેતો હતો. ત્યાં એક ડોકટરને તેડવામાં આવ્યું પણ તેના ઇલાજથી દદ સારો ન થયો. એટલે એક પ્રાકૃતિક ચિકિત્સક વૈદ્યને, એક એલોપથિક ડોકટરને, એક હોમિયોપેથિક ડોકટરને એક બાયોકેમિક ડોકટરને, એક યુનાની હકીમને: --આમ દવાના પ્રખ્યાત નિષ્ણાતોને તેડાવવામાં આવ્યા. ' - તે બધા આવ્યા. રોગીને તપાસ્યા પછી સહુ પિત પિતાની. ચિકિત્સા પદ્ધતિની પ્રશંસા કરવા લાગ્યા; અને એક બીજાની નિંદા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ 236 : - તેમજ ખંડન કરવા લાગ્યા. દરેક એમ જ કહેવા લાગ્યો કે મારી દવાથી જ - આ રોગ મટશે. તેમને વાક-કલેશ એટલો બધો વધી ગયો કે તેઓ કઈ - એક નિર્ણય ઉપર જ ન આવી શક્યા કે રોગીને કઈ પદ્ધતિએ ઈલાજ કરવો જોઈએ ? રોગી મરણાસન હતો પણ કોઈને એની ફિકર ન હતી. બધાને પિતાની ચિકિત્સા - પદ્ધતિની પ્રશંસા કરવાની જ પડી હતી. છેવટે એક સમજુ અને બુદ્ધિમાન માણસ આવ્યો અને કહેવા - લાગ્યો : “તમને કંઈ પણ ભાન છે કે નથી કે તમે પિત પિતાની પદ્ધતિની પ્રશંસા કર્યા કરે છે પણ કેઇને, રેગીને સાજો કરવાની ચિંતા નથી. તમે બધા નિષ્કર, હૃદયહીન, અને સ્વાથી લોકો છે !" અને અયોગ્ય ચિકિત્સકો છે. આ સાંભળી બધા શરમાઈ ગયા અને - નીચું મેટું કરીને ચાલતા થયા. આવી જ હાલત આજે ધર્મોની થઈ છે. દુનિયા અનિષ્ટ રેગથી પીડાઈ રહી છે; હિંસા, અન્યાય, અનીતિ, દાંડાઈ અસત્ય વગેરે પાપતાપથી આ વિશ્વ પીડાય છે. બધા ધર્મો ભેગા થયા છે પણ તેમને અનિષ્ટ-નિવારણ કરવા અંગે કંઈ પણ પડી નથી. તેઓ પોતપોતાની પ્રતિષ્ઠા વધારવા માટે લડી રહ્યા છે કે કેવળ પોતાના ધર્માનુયાયી-ઓનો વધારો કરવામાં બેઠા છે. અનિષ્ટોથી પીડાતી આ દુનિયાને તેમના અનુયાયીઓને પણ તેઓ દુઃખ નિવારણ ઔષધ રૂપ સત્ય• અહિંસા વગેરેના યુગાનુરૂપ કાર્યક્રમો આપવા તૈયાર થતા નથી. આજને માનવસમાજ માંદે છે. નિતિક મૂલ્યો પરવારી ચૂક્યાં છે તે છતાં પોતાના ધર્મની પ્રશંસા અને બીજાની નિંદા, એનાથી ઉપર આવી તેને ઠીક કરવાની ચિંતા બહુ જ થોડા લોકોને છે. સંકુચિતતાના નાના અને બંધિયાર ક્ષેત્રમાં ધર્મ જેવા વ્યાપક તત્વને બંધ કરી લોકોને સત્યશ્રદ્ધા રૂ૫ ધર્મના પાલન કરવાને દાવો કરે; એ ખોટો છે. આ માટે જરૂરી છે કે બીજાના ધર્મને દૃષ્ટિકોણને તેની અંદર રહેલા સત્યાંશને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ અને તેમાં સત્યાંશ લાગતું હોય તે તેને સ્વીકૃતિ આપવાની તત્પરતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ 237 પણું રહેવી જોઇએ. એટલા માટે જ સત્યશ્રદ્ધા વ્રતનું એક ઉપવ્રત સર્વ ધર્મ ઉપાસના રાખવામાં આવ્યું છે. કઈ વસ્તુ ક્યા કારણસર, ક્યા સ્થળેથી અને કેવા સમયમાં કહેવામાં આવી છે અને પૂર્વાપરનો સંબંધ વિચાર્યા વગર, સંદર્ભ મેળવ્યા વગર કોઈને ખોટું કહેવું કે નિંદા કરવી. એમાં અસત્યનો અંશ આવ્યા વગર રહેતો નથી. * એક વખતે એક પોગી જે પહાડની ટોચે રહેતા હતા, તેમણે પિતાની આંખે અનુભવ કરીને એક ભોજપત્ર ઉપર લખ્યું : “ઘોડે કુતરા જેવડ દેખાય છે.” આ ભોજપત્ર એક વાર વંટોળ આવ્યો અને ઊડી ગયું. તે. ઊડતું ઊડતું એક ભાઈના હાથે લાગ્યું. એણે લખેલું વાંચ્યું અને પિતાના મિત્રને બતાવીને કહ્યું : “આ ખોટું છે.” મિત્રે પણ ટાપસી પૂરી કે “આ લખનાર ભૂખ લાગે છે.” ' ફરતા ફરતા તેઓ પેલા પહાડની ટોચે પહોંચ્યા. તેમણે પેલા યોગીને જોયા અને ભોજપત્રનું લખાણ સાચું છે કે કેમ તે વિષે પૂછ્યું. તે યોગીએ કહ્યું: “આ તો મેં લખ્યું છે. આંખ અને અનુભવની દૃષ્ટિએ તે સાચું છે પણ સામાન્ય સમજણ પ્રમાણે કોઈને ખોટું લાગી શકે ! " , " એમ કેમ?” " ત્યારે પેલા યોગીએ પહાડની તળેટીમાં એક ઘેડ જતો હતો તે બતાવ્યો અને કહ્યું : “જુઓ અહીંથી! આ કુતરા જેવા લાગે છે કે નહીં ? તેમણે સ્વીકાર્યું કે અમે આ દૃષ્ટિએ વિચાર્યું નથી અને એ દષ્ટિએ લખેલું તે વાક્ય બરાબર છે. એવી જ રીતે બધા ધર્મોનું છે. સ્થળ, કારણ, કાળ અને લોક માનસને ખ્યાલ કર્યા વગર જ ઘણા લોકો બીજાના ધર્મને બેટો બનાવી દે છે, એટલું જ નહીં એક જ ધર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ 238 જુદા જુદા સંપ્રદાય પણ એકબીજાને ઉતારી પાડતા હોય છે. એ બરાબર નથી. એથી સત્યશ્રદ્ધાવ્રતમાં દોષ આવે છે. દરરોજની વિધવાત્સલ્યની પ્રાર્થનામાં કહેવામાં આવે છે - “દેશના શિષ્ટાચાર વિકાસ માટે નહિ નડતા.” દેશના કે વેશના કોઈ પણ શિષ્ટાચાર વિકાસને બાધક ન બની - શકે; એમાં જે સત્ય છે તેના ઉપર શ્રદ્ધા રાખવી. પણ તે તદન ખોટી છે એમ વગર વિચારે કહી દેવું એ ખોટું છે. એમાથી જે સિદ્ધાંતમાં બાધક હોય તે અંગે વાંધો હોઈ શકે, પણ સિદ્ધાંતમાં બાધક ન હોય અને કેવળ પૂર્વગ્રહથી પ્રેરાઈને એ આચાર-વિચારને ખોટા કહેવા એ સત્યશ્રધ્ધામાં બાધક છે. જે એ આચાર-વિચાર સર્વ ‘હિતકારી-સત્યમય ન હોય, સામાજિક વિકાસમાં અવરોધક હોય, ઘાતક હોય, દંભવર્ધક હોય કે અનિષ્ટકારક હોય તો તેમાં જરૂર - સુધારે-વધારે સૂચવી શકાય, કહી શકાય કે તેને સમૂળું બદલાવી શકાય. * સત્ય-શ્રદ્ધામાંથી બીજી એક વસ્તુ એ સૂચિત થાય છે કે ઉપરના ખોખાને ન જોવું. પણ અંતરનું તત્ત્વ જે સત્ય હોય તેને જેવું. ઘણી વાર એવું બને છે કે અમૂક ધર્મો, દેશ અને વેશોના ઉપરનો ખોખાને જોઇને તેના તરફ લોકો ધણા કરવા માંડે છે અને તેને ખોટું બતાવવા લાગી જાય છે. એના હાર્દ–અંતરમાં રહેલ સત્ય કે તત્વ જોતાં નથી. એક હિંદુ માતામાં જે વાત્સલ્ય છે, તે જ વાત્સલ્ય ભાવ મુસ્લિમ, હરિજન, કે ઈસાઈ માતામાં પણ હોય છે. પણ મુસ્લિમ કે હરિજન માતાને જોઈને તિરસ્કાર કરે છે કે એની સાથે સંપર્ક રાખવામાં નાનમ સમજે છે. આ સત્યશ્રદ્ધામાં કચાશ છે. . શું સત્ય, અહિંસા, વાત્સલ્ય. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર કોઈ એકની છાપ કે મહેર લાગેલી છે ? આ હિંદુનું સત્ય કે આ મુસલમાનનું ? આ જૈનેની અહિંસા કે આ બૌદ્ધોની ? એવું નથી.
Page #255
--------------------------------------------------------------------------
________________ 239 લોકમાનસમાં રહેલી ટૂંકી દૃષ્ટિ જ આવા ભેદભાવ ઊભા કરે છે. પછી પિતાના મનથી બીજે જરાક વિરૂદ્ધ જ હોય તો તેની નિંદા અને વગેવણી શરૂ થાય છે. આનાથી જે બીજે દોષ પ્રવેશે છે તે દોષદષ્ટિ અને નિંદાશોખીને ધીમે ધીમે તે વિકસીને અતિશયોક્તિ સુધી પહોંચે છે અને પછી તે સીમા-ઉલ્લંધન દરેક સ્થળે કરે છે. આના કારણે સત્યશ્રદ્ધા વ્રતમાં દેશ અતિચાર પ્રવેશે છે. ગાળ, નિંદા, ધૃણા, દ્વેષ એ બધાં અસત્યનાં ઉદ્દભવ સ્થાને છે. એવી જ રીતે આત્મપ્રશંસા, શેખી અતિશયોક્તિ એ પણ અસત્પાદક છે. એટલા માટે જ નિદા-પ્રશંસા પરિહાર નામનું ઉપવ્રત સત્ય-શ્રદ્ધાવત સાથે રાખવામાં આવ્યું છે. પિતાની સાથે કોઈને મત ન મળતું હોય તો તેને સમજવાને પ્રયત્ન કરવો જોઈએ. એ મતનો આશય સારો છે કે ખરાબ એ પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને આશય જેવો લાગતો હોય તેનું નમ્ર પ્રતિપાદન કરવું જોઈએ. આમ છતાં પણ જે કોઈ આપણું ધ્યાન તેના મૂળભૂત સત્ય તરફ દોરે અને એની અનુભૂતિ થાય તો તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. આમ ન થાય તો મતમતાંતરમાંથી મોટા ઝઘડા ઊભા થતા જોવામાં આવે છે. એક દાખલો લઈએ. એક વખતે એક દેશના રાજાને ખબર મળ્યા કે બીજા દેશને રાજા તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. રાજાને આ ખબર મળતાં જ તેણે શું કરવું જોઈએ તે અંગે એક સભા લાવી અને સભાસદોની રાય માંગી: શત્રુથી રાજય રક્ષા કરવા માટે આપણે શું કરવું જોઈએ, તે કહે ! . . ; , આ સાંભળી એક એજિનીયરે આગળ આવીને કહ્યું. “નગરની ચોમેર ફરતી એક ખાઈ ખદાવી અને તેના કિનારે એક સળંગ જાડી ભીત ચણાવી દેવી જોઈએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ 240 તેના ઉપર મત આપતાં સુથારે કહ્યું: “ભત અને ખાઈબરાબર છે પણ ભીંત લાકડાની બને તે સારું છે.” લુહારે પ્રતિવાદ કરતાં કહ્યું: “લાકડાની ભીંત શું ટકશે ? લોઢાની ભત હોય તો સારી વાત છે. ગળી પણ અંદર ન જઈ શકે !" રાજ્યના વકીલે ઊભા થઈને કહ્યું: “આમાંથી એકેય વાત કરવાની જરૂર નથી. શત્રુ પક્ષને યુક્તિ-પ્રયુક્તિથી સમજાવી દેવો જોઈએ કે આ રીતે બળજબરીથી કોઇની સંપત્તિ ખૂટવી લેવાને કોઈને અધિકાર નથી. આ કાર્ય સંપૂર્ણ રીતે અન્યાયપૂર્વકનું અને કાયદા બહારનું છે. " પુરોહિતથી ન રહેવાયું અને તેણે ઊભા થઈને કહ્યું: “એ બધું કરે કાંઈ પણ નહીં વળે. પહેલા દેવતાઓને રાજી કરે ને યજ્ઞ કરે, હોમ કરે હવન કરો, દાન કરો, બ્રાહ્મણને જમાડો ! આશીર્વાદ એવા વરસશે કે શત્રુ પ્રજામાંથી કોઈને પણ હાથ લગાડી શકશે નહીં!” કોઈકે કહ્યું: “ગાંડ થયો કે ?" બસ પછી જે વાકયુદ્ધ ચાલ્યું અને પોતાના મતને સાચો કરાવવાની જે હેડ થઈ કે રાજાએ બધાને બેસાડી દીધા અને કહ્યું: “તમે બધા કકકો ખરો કરવા માટે પ્રયાસ કરે છે એટલે રાજ્ય રક્ષણ માટે અયોગ્ય છે !" . જે એ લોકો બીજાનો આશય સમજીને નમ્રપણે પિતાને મત રજુ કરત તો કદાચ તેમની વાતને સ્વીકાર પણ કરવામાં આવ્યો હોત. પણ મતાગ્રહી લોકો એ રીતે વિચારતા નથી. પિતાનું સાચું અને બીજાનું ખોટું છે, એમ જ માનતા ફરે છે અને યેન કેન પ્રકારેણ તેને સિદ્ધ કરવા યુકિતઓને એ તરફ દોરી જાય છે. . આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે - . आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा / निष्पक्षपातस्य तु युकि, यत्र तत्र तस्य मतिरेति निवेशम् // –ોગબિંદુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ 241 –મતાગ્રહી જ્યાં મતિને અભિનિવેશ–હઠાગ્રહ હોય છે તે તરફ યુકિતને ખેંચે છે. જ્યારે મતાગ્રહ રહિત નિપક્ષપાતી જ્યાં યુકિત છે તે તરફ મતિને લઈ જાય છે.” એટલે પિતાના મતને સાચે ઠરાવવાને બદલે જે સાચું છે તે મારું છે. એવો દષ્ટિકોણ કેળવી બીજાના દૃષ્ટિકોણને સમજવો જોઈએ. દરેક માણસ જે સંસ્કારમાં ઉછરેલો હોય છે તે જ દષ્ટિએ તે દરેક વસ્તુને જોતા હોય છે, પણ સમ્યદષ્ટિ કે જ્ઞાની પુરુષે તો ભાવ, ભાષા, કાળ અને સ્થિતિને ખ્યાલ કરી દરેક વસ્તુને ગ્રહણ કરવી જોઈએ; અને તેમાંથી તત્ત્વ તારવી લેવું જોઈએ.' એક વખત રાજપૂતાનાના એક ગામમાં એક પ્રભુભકતને વિચાર આવ્યો કે આજે સવારે જે પાંચ જણ અહીંથી પસાર થાય તેમને પૂછું કે “તમારે પ્રભુ કે છે?” સૌથી પહેલાં એક હરિજન પસાર થશે. તેને પૂછયું કે “ભાઈ તમારે પ્રભુ કે છે ? " " . " તેણે કહ્યું: “ભારે પ્રભુ તો શ્રેષ્ઠ હરિજન છે.” પછી બેબી આવ્યો. તેને પણ એ જ પૂછ્યું અને જવાબ મળ્યો : “ભારે પ્રભુ તે બેબી છે. બધાના મેલ ધૂવે છે.” ત્રીજો વણકર નીકળ્યો. તેણે જવાબ આપે : “એ તે મોટે વણકર લેવો જોઈએ. આ આકાશને જુઓને, કેવું વણીને તાણું દીધું છે કે તે પડતું નથી.” - ચોથે, ત્રાજવા કાંટા લઈને નીકળ્યો. તેણે જવાબ આપ્યો : “મારે પ્રભુ બધું બરાબર તોળે છે એટલે જ તો જગતના ત્રાજવાં બરાબર રહે છે !" પાંચમે તંબૂ વગાડનાર હતા. તેણે કહ્યું: “મારો પ્રભુ તે હમેશ તંબૂરે વગાડ્યા કરતો હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ ૨૪ર " ' આમ તેણે પાંચ પ્રકારના પ્રભુની કલ્પના સાંભળી. તેનું કારણ એ જ કે સહુ પિતપોતાના ઉછેર, સંસ્કાર અને ભાવના પ્રમાણે કાર્ય કરતા હોય છે. હજારો વર્ષ પહેલાં પ્રભુને ન્યાયાધીશ સાથે સરખાવવામાં આવતો. પછી પ્રભુને રાજા સાથે સરખાવવામાં આવતો. : : ઈરાનને એક ભક્ત પ્રભુને મિત્ર ગણતો અને એક ભક્ત તેને ભોળ ગણતા. રવીન્દ્રનાથ ઠાકુરના મનમાં પ્રભુ કવિવરૂપ હતા. જર્મનીને એક ગણિતશાસ્ત્રી પ્રભુને ગણિતજ્ઞ કહેતા. કોઈ તેને “કળા', તો કોઈ તેને કળાકાર ગણાવે છે.” આ પ્રમાણે દરેક માણસ પોતાની કલ્પના પ્રમાણે ગોઠવણ કરે છે. પણ, જ્ઞાની પુરૂષોએ દરેકનો આશય સમજી તે પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ. God, ઈશ્વર, પ્રભુ, કરતાર, સિદ્ધ કે અલ્લાહના ભાષાભેદને લઈને ઝઘડે ન કરવો જોઈએ; કારણકે તેની અંદર રહેલું તત્ત્વ એક જ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે - ‘जकी रही भावना जैसी, प्रभुमूरत देखी तिन तैसी' હિંદુધર્મ, અદ્વૈતવાદને માનવા છતાં, બીજા ધર્મના મહાપુરુષે પ્રતિ ઉદારતા રાખે છે તેમ જ જાતે ઉદાર છે, તેવું આજે હિંદુ કહેવાતા લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે. . . " एकं सत् विप्रा बहुधा वदन्ति " સત્ય એક હોવા છતાં વિદ્વાની તેને જુદા જુદા રૂપે કહે છે. ' ' આ સૂત્ર સત્યશ્રદ્ધા માટે ખૂબ જ અનુકૂળ છે. ખરું જોતાં તે જેવી દષ્ટિ હેય તેવીજ સૃષ્ટિ હોય છે. જે માણસની સમ્યક્રષ્ટિ હશે તેને તેની નજરમાં ગમે તે શાસ્ત્ર કે વ્યક્તિ હોય તેમાંથી ગુણ લેવાની કે સારા ભાવ તારવવાની તેની વૃત્તિ કે દષ્ટિ હશે. એટલા માટે નંદી સૂત્રકારે કહ્યું છે કે સમ્યકષ્ટિ માટે બધાયે વિપરીત સૂત્રે પણ સાચા સૂત્ર બની જાય છે. કહ્યું છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ 243 - "एआई चेव संम्म दि हिस्स सम्यतपरिग्गहत्तण सम्मसुयं, " *** * મિરજાદર બિછાં : * મિથ્યા એટલે કે વિપરીતે કહેવાતા એ શાસ્ત્રો પણ સમ્યકેષ્ટિ માટે સમ્યક્ શ્રત છે, કારણ કે તેની દૃષ્ટિ સમ્યક્ ભાવ ગ્રહણ કરવાની હોય છે. અને મિથ્યા દષ્ટિ માટે સમ્ય કહેવાતાં શાસ્ત્રો પણ મિથ્યાં શ્રત છે, કારણ કે તેને તે દરેકમાંથી દેજ જોવાની કે તારવવાની દષ્ટિ હોય છે. . - છે શ્રીકૃષ્ણ ભગવાનના રાજદરબારમાં એક વખત ચર્ચા ચાલી કે દષ્ટિ તેવી સૃષ્ટિ હોય કે સૃષ્ટિ તેવી દષ્ટિ હેય? ત્યારે બહુમત દષ્ટિ તેવી સૃષ્ટિના પક્ષમાં હતો. એ વાતની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ દુર્યોધનને એક નોંધપોથી આપીને કહ્યું : “આ નગરીમાં જેટલા સજજને હોય " તેને ધી આવે! " : , , '; ; ; ; ; ' તે ગયો પણ તેને કોઈ સજજન લાગ્યું નહિ, એટલે તે ખાલી નોંધપોથી લઈને પાછો ફર્યો. તેવી જ રીતે યુધિષ્ઠિરને પણ એક નેંધપોથી આપીને કહ્યું : “આ નગરમાં જેટલા દુર્જને હેય તેને નેધી આવો.” યુધિષ્ઠિર પણ કરી ધથી સાથે પાછા ફર્યા કારણ કે તેમને કઈ દુર્જન લાગ્યો નહીં. આખી નગરીમાં સજજન કે દુર્જન હતા જે નહી એવી વાત ન હતી; પણ એકને એક ગુણ જોવાની દૃષ્ટિ હતી એટલે તેને કોઈ દુર્જન ન લાગ્યો અને બીજાને દોષ જોવાની દૃષ્ટિ હતી એટલે કોઈ સજજન મળે નહીં. આમ શ્રીકૃષ્ણ બધા સભાસદોને દ્રષ્ટિ અને સૃષ્ટિને ન્યાય પ્રમાણિત કરી આપ્યો. ' સત્યશ્રદ્ધા વાળાની દૃષ્ટિ, ખરાબમાં ખરાબ વસ્તુમાંથી સાર કે તત્ત્વ તારવાની હશે તે દુર્ગુણો કે દુર્વાકયોમાંથી પણ સવળે અર્થ લેશે કૈકેયીએ રાજા દશરથ પાસે બે વચન માગ્યા હતા. તે વખતે શ્રીરામે કૈકેયી પાસે ગયા. તેમને રાજ્યાભિષેક થવાનો હતો અને દશરથે મૂર્શિત થઈને પડ્યા હતા. એ વખતે કેકેયીએ વરદાનની વાત કરતા કહ્યું કે શું હું બે વરદાન માંગું છું, તે છે હું કરું છું ? , , " આ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #260
--------------------------------------------------------------------------
________________ - શ્રીરામ કહે છે: “ભાતા ! તમે બહુજ સારું કર્યું છે. હું જે ઈચ્છતો હતો એજ તમે માંગ્યું છે. હું પોતે વિચારતો હતો કે ભારતને રાજગાદી શા માટે ન મળવી જોઈએ ? રઘુવંશમાં મોટા દીકરાને રાજગાદી મળે એ બરાબર નથી. તે એ વિષે તમે ઠીક કર્યું છે. વનવાસની વાત પણ મારા હિતની કહી છે. વનમાં રહીને હું કુદરતને આનંદ મેળવી શકીશ. ષિ, મુનિ તેમજ આરણ્યકોને મળીશ એ પણ મોટો લાભ થશે!” શ્રીરામે કૈકેયીના વચનમાંથી આમ સારે ભાવજ તારવ્યો. માતા કૌશલ્યા પાસે જઈને, રામે નમીને આ વાત કરી. ત્યારે તેમણે પણ એજ કહ્યું : “જે માતાપિતાની એવી આજ્ઞા હોય તે તારે તેનું પાલન કરવું જ જોઈએ. તું એમજ કર !" કૌશલ્યાએ એમ ન કહ્યું કે તે ખોટું છે અથવા તારે માટે વનવાશ શા માટે ? ' . . " આ વસ્તુ ખૂબજ સમજવા જેવી છે. જે અવળી વાતમાંથી સારા ભાવ તારવવામાં આવે તો સત્યશ્રદ્ધાની પુષ્ટિ થઈ શકે. કદાચ સત્યાર્થી સાધકને કેટલીકવાર પિતાને ન સમજાય અને તે મિથ્યા વરતુને પણ સત્ય માની બેસે; પણ જ્ઞાની પુરૂષો કહે છે કે જે તે અનાગ્રહી હોય તે તેના માટે તે સમ્યક જ છે. i' આચારાંગ સૂત્રમાં કહ્યું છે - આ ... 'समयंत्ति मन्नमाणस्स समिया वा असमिया वा समिया ત્તિ કઢાઇ’ . . - એટલે કે એક સત્યાર્થી સાધક જે વસ્તુને સમ્યક (સત્ય) સમજી રહ્યો છે તે કદાચ જ્ઞાની પુરૂષોની દષ્ટિમાં મિથ્યા હોય તે છતાં, જે સત્યાર્થી અનાગ્રહ હોય તો તેને કોઈ સાચી વસ્તુ સમજાવે અને તેના ગળે ઊતરી જાય અને તે ખોટી વસ્તુને છોડવા તૈયાર હોય તેવો સાધકે સમ્યષ્ટિવાળે છે. તેની તે વસ્તુ સમ્યક છે કારણ કે તેને તે સરળ ભાવું ગ્રહણ કરે છે. ભાવે ગ્રહણ 31 : 6 6 : , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ 245 “હજરત મહમ્મદ સાહેબ જ એકલા પયગંબર નથી. બીજા પણ પયગંબરે જુદા જુદા મુલ્કોમાં ખુદાએ મોકલ્યા છે. ઇસ્લામ ધર્મની આ વાત પણ એકાંત હઠાગ્રહને છોડવા માટે જ છે. એવી જ રીતે જૈન દર્શને પંદર ભેદે સિદ્ધોમાં સ્વલિંગ સાથે અન્યલિગ સિદ્ધીને સ્થાન આપ્યું છે. એટલું જ નહીં ભરત ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ન થઈ શકાય તે બહારના ક્ષેત્રમાં તીર્થકર થઈ શકે છે એ વિધાન કર્યું. આની પાછળ, પણ એકાંત હઠાગ્રહને મૂકવાની જ વાત છે. આ 1 : - એટલે સત્ય શ્રદ્ધા માટે આ બધી વસ્તુઓ ઉપર ઊંડાણથી જે વિચાર કરી જોઈએ અને જ્યાં ભૂલ થતી હોય, બીજને અન્યાય હોય, પિતાના મતમાં પૂર્વગ્રહના કારણે બીજાને ખોટું કહેવામાં આવતું હોય; ત્યાં પિતાની ભૂલ સુધારી, સામી વ્યક્તિ પાસે ક્ષમા ભાગવી જોઈએ. ક્ષમાપનાને એટલા માટે સત્યશ્રદ્ધાના ઉપવત તરીકે રાખવામાં આવી છે. આમ દરેક ધર્મ, શાસ્ત્ર વ્યકિત કે વિચારધારામાંથી સત્ય કે તત્વ તારવવાની દ્રષ્ટિ અને વૃત્તિ રેખાય તો સત્યશ્રદ્ધા વ્રતનાં બધાં પાસાંઓ સચવાશે. . . . . . . : - '' ચર્ચા - વિરાણુ '' ' . '* !. . . . ચવ્યા - વિવારણ , , સત્યશ્રદ્ધાની કટી ' ', " ; શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું કે “જેમ બ્રહ્મચર્ય નિષ્ઠાની કસોટી સ્વાદ-જ્ય અને જનનેન્દ્રિયને સંયમ છે, તેમ સત્યશ્રદ્ધાની કસોટી છે -(1) કુટુંબ (2) સંપત્તિ (3) સત્તા પરની મર્યાદા અને વિજય. જેમ ગૃહસ્થાશ્રમીએ પણ સંતાન હેતુ માટે સ્ત્રીયોગ તથા સ્ત્રી પુરૂષ વચ્ચે, ઈતર સ્ત્રી પુરૂષોની મર્યાદા જાળવવી અનિવાર્ય બને છે તેમ, સ્વાદક્ત માટે માંસાહારી, માંસ છેડે, ઈડ છેડે અને શાકાહારી કંદમૂળ છેડે, મેવા મિઠાઈ છેડેમેસેલાવાળા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #262
--------------------------------------------------------------------------
________________ અને ફરસાણ યુકત ભેજન છેડે અને સ્ત્રી વિષે પણ સંપૂર્ણ સંયમ ક્રમે-કમે કેળવતે જાય; તે રીતે સત્યની દિશામાં પણ સાધના ક્રમે ક્રમે મારે અનુભવ નમ્રભાવે કહી દઉં : “પિતાજીની ઈચ્છા કાંત હું ડેકટર થાઉં અને કાંતો વેપારી બનું, એ જાતની હતી. પણ, -વાય-સંપન્ન આજીવિકા વેપારમાં અશક્ય હેઈ, તે મારા માટે બંધબેસતું નહોતું. બીજો વિકલ્પ ડેકટર બનવાનો હતો. હું જ્યારે ભણવા ગયો ત્યારે પિતાજીએ વાત્સલ્યભર્યા આગ્રહે રૂપિયા પચાસ મને આપેલા. તે મેં પ્રતીકરૂપે લીધા અને વાપર્યો નહીં. , , ' ઈન્ટરમાં ભણતો હતો તે વખતે એક બનાવ બન્યો. એક વિધાથ બી. એ.ના છેલ્લા વર્ષમાં હતો. ટર્મ ભરવાનાં નાણાં તેની પાસે નહીં. જો એ ઊઠી જાય તો ! સરકારી નોકરીમાં મેટ્રીક પાસ સુધીની જગ્યતા ગણાય. મહાવીર વિદ્યાલયની મને મળેલી લોન તેને આપી દીધી. હું કપડાં જોયેલાં પહેરું એટલે બીજા વિધાર્થીઓ હું સાધન સંપન્ન છું એમ કદાચ માની લેતા હશે. મેં લોન બીજા વિદ્યાર્થીને આપી દીધાની વાત મહાવીર વિદ્યાલયના તે વખતના મંત્રી શ્રી મોતીચંદ કાપડિયાને લખી જણાવી. તેમને ઠપકો મળ્યો કે “આમ તમારાથી ન અપાય !" પણ મને તે જ્યારે જરૂર પડી ત્યારે લોન એક યા બીજી, સંસ્થા તરફથી મળી ગઈ અને કામ ચાલ્યું. : તે વખતે છાત્રાલયને ખર્ચ માસિક દશ-પંદર રૂપિયા આવે. હું ત્રણ વર્ષ રહ્યો. તાળું મારતો નહીં છતાં પણ એક પાઇ ચોરાઈ નહીં. બી. એ. ભણે ત્યાં સુધી આમ ચાલ્યું. એક છોકરે પૂના જતાં બેગ લઈ ગયો એટલે ધાબળામાં કપડાં વીંટીને હું નીકળી પડ્યો. જે કુટુંબમાં હું જતો ત્યાં પણ મને મળે તેટલું આપી દેવાની વૃત્તિ હતી. એ કુટુંબને પણ અમારાથી રાહત હતી. મારી પાસે એક રૂપિયા હતો. તે લઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ - 247. . અખા બાદીમાં રેટિયા એ મળ્યું. એટલે એજ અરસામાં નીકળી પડ્યો. ધોળા લગીની ટિકીટમાંજ તે વપરાયે. ત્યાં એક મિત્રે અનાયાસે પાંચ રૂપિયા આપ્યા. હું ચલાળા ગયો. ધાબળામાં કપડાં વાટેલાં એટલે ત્યાંના રાજકીય કાર્યકર વગેરે સર્વેએ મને હરિજન માની લીધો અને ધડ ન કર્યો. “હું હરિજન નથી !" એ કહેવાની જરૂર જ કેમ હોય ? ઉલટું હરિજનોની દશાને આ રીતે અનુભવ થતાં આનંદ મળે. . . . . ; ત્યારે મારી સત્તાવીસ વર્ષની વય હશે. હું ખાદી કાર્યાલયમાં જોડાયો. ત્યારે રેંટિયો અને પુણું માંડ લઈ શકો. એ જ અરસામાં રૂા. દશનું મ. એ. પેલા મિત્ર તરફથી મળ્યું. એટલે જરાક રાહત રહી.. આમ પણે ખાદીમાં રેંટિયા પરથી થોડું વધ્યું હતું. તેવામાં પૃથ્વીસિંહજીએ અખાડ-કેપ ઘોઘામાં ખેલ્યો હતો. તેમાં હું દાખલ થયા. ત્યારબાદ મુનિશ્રી સંતબાલજી મેરબીમાં આવ્યા. હું પણ ત્યાં ગયો. કુટુંબને સમાધાન મળ્યું. તે વખતે અમે અમદાવાદ આવ્યા. હું વૈદક શીખતે અને મારા પત્ની બાલમંદિરમાં જતાં; પણ ઘણીવાર બસમાં બેસવાના નાણાં ન રહેતાં. આની ખબર પરિચિત મુનિઓને થતાં તેમણે એક શેઠિયાને ઘેર જૈન શિક્ષણના પંડિત તરીકે મને મૂકશે.. મને એક દિવસ જ રાખી તેમણે રૂખસદ આપી. કારણ કે મેં પ્રથમ વ્રતનાં અતિચારોને ધરાવતા ગુમાસ્તાઓ ઉપર ત્રાસન ગુજારવાની વાત કરી હતી. એક બ્રહ્મક્ષત્રિયને ત્યાં બાળકને શિક્ષણ આપવાનું થયું ત્યાં તેમણે કહ્યું: “છોકરો રમતિયાળ છે એટલે શાળામાં એમના વતી સિફારણ કરજે.” . . - મેં કહ્યું : “એ બરાબર નથી.” તે ટળ્યુશન બંધ થયું. ત્યાં ચાર ઓસડના સંશોધન માટે કોઈએ આવીને કામ સોંપ્યું. પણ જેને ઘર રહે તે મને રાંક (ગરીબ) જ માને; કારણ કે હું માટીના જ વાસણને જ આગ્રહ રાખું. તેવામાં વીરચંદ પાનાચંદ શેઠ પૂછતાં પૂછતા આવ્યા; અને જમ્યા પછી તેમણે કહ્યું " મકાન તમારું જ ગણો અને ભણો !" અને મકાન મળી ગયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ 248 | ત્યાં ભણ્યા બાદ સૌરાષ્ટ્રમાં આવ્યા. કોંગ્રેસે આગ્રહ કર્યો. ત્યાં કહ્યું : “રચનાત્મક કામ ગમે છે.” મુરબ્બી નાનાભાઈએ કહ્યું, ત્યારે મેં વિનવ્યા કે “હું અન્યાયને પ્રતિકાર કર્યા વિના ન રહી શકું.” તેમણે કહ્યું: “તે એકલા શિક્ષણનું સાતત્ય ન રહે!” ‘એવામાં મુનિશ્રી સંતબાલાજીને પ્રયોગ અપનાવ્યું. એટલે સૌરાષ્ટ્રની રચનાત્મક સમિતિએ કહ્યું : “સેવક અમારા અને કહ્યું કરે મુનિશ્રી સંતબાલજીનું !" તમારું આવું અનુકરણ બધા કરવા માંડે તો ?" ' કહ્યું : “વેતન નહીં લઉં.” :: . પાંચ વર્ષ વેતન ન લીધું પણ ક્યારેય ખાસ મુશ્કેલી પડી નથી. આપણે માનીએ કે જમીન ઉપર પડ્યા, પણ ત્યાં પથારી પાથરેલી જ હોય, એટલે પડ્યા છતાં માર લાગે નહીં. બાકી સામાન્ય મુશ્કેલીઓ તે આવે જ. ત્રણેક માસ માત્ર છાસ–રોટલા ઉપર ચાલ્યું હશેઃ બાકી તે દરેક સ્થળે પ્રતિકૂળતામાં અનુકૂળતા જ મળતી ગઈ. અઢારથી બેતાલીસ વર્ષની ઉમ્મરના આ ગાળામાં સત્યશ્રદ્ધાના પ્રતાપે જ બધું થયેલું હું માનું છું. અમારી દાદીમાએ બે બંગડી અને ચેઈન બહુ આગ્રહથી મારી પત્નીને આપ્યા. તો ટ્રસ્ટી તરીકે એ પાંચ તોલા સોનું, કુટુંબ- . સ્નેહના પ્રતિક તરીકે સાચવી રાખ્યું છે. રાજ્યાશ્રિત થવાનો પણ મેં ત્યાગ કર્યો છે. પણ બધી સંસ્થાઓ સાથે સાતત્ય સાચવી રાખ્યું છે. કારણ કે માત્ર એકાકી રહેવાથી તે સ્વેચ્છાચારી થઈ જવાય છે. લોકાશ્રયી (જનાધારિત) રહેવા માટે એક વર્ષ મારા પરિચિત સ્થળોની આંટીઓ-(સૂતર)થી કામ ચલાવ્યું. દલીલ કરનારા મુરબ્બીઓએ દલીલો ખૂબ કરી; “આંટી આપી દો અને વેતન પૂરૂં લો !" . . મેં કહ્યું : " જનાધારિત રહેવાની વાત હોય તો એ જ રીતે ચલાવી લેવું રહ્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ 249 * છેવટે વિનોબાજી પાસે વાત ગઈ. તેમણે કહ્યું : “શાંતિ સૈનિક અને સર્વોદયને પ્રયોગ કરે !" કહ્યું : " સંતબાલજીને શાંતિ સૈનિક થઈ ચૂક્યો છું. એ રીતે સન 1956 માં શાંતિ સૈનિકોની કાર્યવાહીમાં ગયો પણ છું.” વિનેબાજીએ કહ્યું : તો તમે શાંતિ સૈનિક નહીં ગણાઓ પણ મિત્ર ગણશો ! ભૂદાન કાર્યક્રમના સંદર્ભની આ શાંતિ સેનાની વાત છે.” ' મેં કહ્યું : “તે મિત્ર તરીકે ઉત્તેજન આપીશ. અંગ નહીં . બની શકે . જો કે એવા પણ પ્રયોગો કર્યા કે ખેડૂતો એક મણ અનાજ આપે અને મારે ચલાવી લેવું. આ બધી વાતોને સાર એ જ છે કે “કુદરત પર એટલે કે નિસર્ગનિષ્ઠા પર જીવન છેડો” તે છતાં મારી કોમળતાને આંચ આવી નથી. કાર્લ માકર્સની પરિભાષામાં કહું તો “તેજસ્વિતા વધે છે...ઘટતી નથી.” આ અનુભવયુક્ત છે સત્ય શ્રદ્ધાની વાત ! " શ્રદ્ધા ઉપર અડગ રહો :- * . . . . શ્રી પૂજાભાઈ કહે: “ભાટલિયાજીએ પ્રેરણું પદ જાત અનુભવે કહ્યા. એવા જ થોડા કે વધુ અનુભવો સેવક કોટિના દરેક માણસને થતા હશે. અવ્યક્ત જગતમાંથી કુદરત રક્ષણ અને પોષણ આપે જ છે. પણ શ્રદ્ધાની આકરી કસોટી થતાં ટકાતું નથી. - એક ઘોડાને પરાણે ઘી-ગોળ મળતા હતા, ત્યારે એની સેવા કરનાર માણસને મળતા ન હતા. પણ તેણે જ્યારે સાવ નિસર્ગ ઉપર શ્રદ્ધા રાખી જીવન છોડી દીધું અને પ્રાણ - પરિગ્રહની પ્રતિષ્ઠાની પણ દરકાર કર્યા વગર જંગલમાં ગયો તે મેંમાં પરાણે લાવીને મૂકનાર રાજવી અને એના માણસો મળી ગયા.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ 250 . . સાચે સંકલ્પ કદિ અફળ જતો નથી. પ્રહલાદ અને સુધન્વાની કસોટી થઈ પણ અંતે જીતી ગયા. શિવરી કુંભારણના નિંભાડામાંથી બિલાડીનાં બચ્ચાં આબાદ જીવતાં નીકળ્યાં. એ કુદરતને પ્રભાવ. મને એક વાર બાર કલાક ખાવાનું ન મળ્યું. સ્ટેશન ઉપર ગાડીને વાર હતી એટલે એક ઝાડની નીચે બેઠે. પાસે બળિયાદેવનું સ્થાન હતું. થોડી જ વારમાં એક કુટુંબ આવ્યું અને કહ્યું: “લ્યો ! આ સુખડી, બળિયાદેવની પ્રસાદી છે.” અને એકના બદલે બે ટંકનું મળી ગયું. ઉપર બ્રણ નય ત્યાં પાછા યારે એજ વારણ રામણાના વજા પટેલને દાખલો છે. બિચારા ખેતમજૂરગરીબ અને તળપદા પટેલ જાતના હતા. પૂરતું ખાવાનું પણ ન પામે. એટલામાં પત્ની ગુજરી જતાં, પિતાની દીકરીને છેડી દેવાનું મન થયું. તેમણે ઝાડીમાં જઈને નાખી દીધી. જંગલ ભયાનક. શિયાળ વગેરે પ્રાણી. રાત વધે તેમ થયું કે ઠીક નથી થયું ! કદાચ બાળકી મરી ગઈ હશે તે ! તેમણે જઈને તપાસ કરી તો બાળકી જીવતી મળી. તેમને જાત ઉપર ઘણું વછૂટી અને ગમે તે ભોગે બાળકીને મોટી કરવાનો નિર્ણય કર્યો. મજૂરીએ જાય ત્યાં પાછળ બાંધી જાય. મોટી થતાં પરણાવી. ઘડપણમાં પટેલને અંધાપો આવ્યો. ત્યારે એજ દીકરીએ તેમની સેવા ચાકરી કરી. આમ સત્ય ઉપર શ્રદ્ધાને અડગ રાખવી જોઈએ ! સત્ય શ્રદ્ધાનું અજબ બળ : શ્રી દેવજીભાઈએ સત્ય શ્રદ્ધાની કસોટી રૂ૫ દાખલો ટાંક. એક વાર જંગલમાં એક ભરવાડ લાકડી લઈ અમારી સામે થયો. સાથેના બે જણ ભાગી ગયા. પણ હું, ભગવાનનું નામ લઈ ઊભો રહ્યો અને પેલા ભાઈની લાકડી અદ્ધર રહી ગઈ. પ્રારંભમાં તો પ્રાણ અને પ્રતિષ્ઠા બન્ને જોખમમાં હતા પણ પાછળથી એણે સમાજ સમક્ષ ગુને કબૂલ કર્યો. ટૂંકમાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હેમવામાં આવે ત્યારે સત્યશ્રદ્ધાનું બળ જ અજબ કામ કરે છે. . ' G Aaradhak Trust * P.P. Ac. Gunratnasuri M.S.
Page #267
--------------------------------------------------------------------------
________________ ર૫૧ સત્ય સર્વત્ર વ્યાપે - શ્રી બળવંતભાઈએ કહ્યું : આજે સામાન્ય લોકમાં અપક્ષપાત. કે તટસ્થતા ઓછાં જેવાં મળે છે. ત્યારે સત્ય શ્રદ્ધા કેવળ સાધુઓને જ આચાર ગણાય છે. અને ધન, સત્તા તેમજ લાગવગ વધારે, તે વધારે ડાહ્યા ગણાય છે. સત્યને ખ્યાલ તે હતો અને નાનપણથી “હરામનું ન લેવું” એને જીવનમાં ઉતાર્યું પણ હતું; છતાં આજે અહીં જે રીતે સત્ય જાણવા મળ્યું છે તે પૂર્ણ અને સર્વાગી દૃષ્ટિનું છે. મને લાગે છે કે સત્યને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ. એ માટે અપરિગ્રહી બનવું પણ જરૂરી છે. એ - શ્રી નેમિ મુનિ : " સાથે અપલાયન વૃત્તિ પણું જોઈએ. નહીંતર અપરિગ્રહી કાર્યકરે પણ એકાંગી બની જાય છે. સંસ્થાની સાથે સંકલન રાખે છે જે વિશ્વવાત્સલ્ય વાળી સત્ય શ્રદ્ધા ટકી શકે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ [12] વિશ્વવાત્સલ્યમાં માલિકી હકમર્યાદા [ 9-10-61] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં મૂળ બે વ્રતો ઉપર આ અગાઉ સારી પેઠે છણાવટ થઈ ગઈ છે. હવે ત્રીજા મૂળવત-માલિકી હકમર્યાદા " ઉપર વિચાર કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠશે કે માલિકીહક મર્યાદા શા માટે ? માણસ કઈ પણ વસ્તુ ઉપર માલિકી ન રાખે; છૂટથી ઉપાર્જન કરે અને છૂટથી તેને વાપરે એમાં શું ખોટું છે? જેમ યુગલિયા કાળમાં કે આદિમાનવ સંસ્કૃતિના કાળમાં હતું; તેમ ભગવાન ઋષભદેવના વખતે માલિકીને પ્રશ્ન જ નહોતો. એટલે હક ભોગવવાની વાત પણ ન હતી. તે વખતે કોઈ પણ માણસ કોઈ વરતુ ઉપર માલિકી રાખતો નહીં. પ્રકૃતિના ખોળામાં રહી તેની અસીમ વસ્તુઓ મુક્તપણે જેને જેમ ફાવે તેમ આ લોકો (યુગલિયા) વાપરતા. તેઓ સંધરતા નહીં. ઘણાને એમ થાય છે કે શું તેમ આજે ન થઈ શકે ? એના ઉત્તરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ઋષભદેવે સમાજરચના કરી; સમાજની બધી વ્યવસ્થા ગોઠવી અને તરત માલિકીને પ્રશ્ન ઊડ્યો. એટલે જ્યાં સમાજ આવ્યો ત્યાં તરત જ મર્યાદાઓ આવવાની. અમુક વસ્તુ ઉપર કોને હક એ પણ પ્રશ્ન P.P. Ac. Gunratnasuri M.S.
Page #269
--------------------------------------------------------------------------
________________ 253 આવ્યું. ભગવાન ઋષભદેવે લોકોને માલિકી અને હકની મર્યાદા: સમજવી અને બેટી મર્યાદાને મૂકાવી. એ જ રીતે આજે પણ. માલિકી હકમર્યાદા હોવી જોઈએ. જે એમ ન થાય અને માનવસમાજને બે ખૂલી છૂટ આપવામાં આવે તે ભારે મુશ્કેલીઓ ઊભી થાય, અરાજકતા ફેલાય અને માણસ માણસ વચ્ચે સંઘર્ષો વધે. આમ પણ આજના જીવનમાં ડગલે અને પગલે જોવામાં આવે છે કે એક માણસ પોતાની જરૂર કરતાં વધારે સંધરે છે ત્યારે બીજાને અછતનું દુઃખ વેઠવું પડે છે. પછી પેલો માણસ પોતાની માલિકી ઉપર પહેરે ગોઠવે છે અને જેની પાસે વસ્તુ, નથી, તે પોતાની જરૂર પૂરતી વસ્તુના અભાવે ભૂખ-દુઃખ વગેરેથી ટળવળે છે. પરિણામે સમાજમાં અનિષ્ટો પ્રસરે છે. એ માટે માલિકી હક-મર્યાદા હોવી જરૂરી છે. . આજના સંઘર્ષોના અંત માટે માલિકીહક મર્યાદા કેવળ વ્યકિતગત જ જરૂરી નથી, પણ તે રાષ્ટ્ર વ્યાપી અને છેવટે વિશ્વવ્યાપી થાય, એ અનિવાર્ય છે. એમ જોવામાં આવે છે કે જ્યારે અમેરિકા , જેવા રાષ્ટ્ર પાસે વિપુલ અનાજ-સામગ્રી પડેલી હોય છે, અને ક્યારે ક ભાવ-નિયમન કરવા માટે અનાજને બાળી નાખવામાં પણ આવે છે ત્યારે એશિયાના ઘણા યે દેશોમાં અનાજ મળતું નથી. લોકો ભૂખે મરતા હોય છે, એટલું જ નહીં અનાજના પ્રશ્ન પાછળ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો પણ ઉકેલાયા વગર રહી જાય છે. જો આવી માલિકી-- હક મર્યાદા રાષ્ટ્રવ્યાપી બને તો જરૂર તે રાષ્ટ્રને બીજા રાષ્ટ્રને મદદ કરવાની ભાવના જાગી શકે. માલિકી હક મર્યાદા સાથે બીજે જે એક શબ્દ પ્રચલિત છે. તે છે માલિકી હક વિસર્જન. એ બંનેમાં શું ફરક છે ? મર્યાદા જ હોવી જોઈએ અને વિસર્જન નહીં. તે અંગે અગાઉ બારવાને વિચાર કરતાં, વિશદ છણાવટ થઈ ગઈ છે. જેમ નધણિયાતા ખેતરની દશા થાય છે તેમ માલિકી હક વિસર્જન થતાં સમાજની દશા થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ 254 એટલે મર્યાદા વધારે વહેવારૂ અને વિશ્વવ્યાપી બની શકે, એ ચર્ચાઈ ગયું છે. એ સાથે માલિકી હક વિસર્જન બધા ન કરી શકે અને એ વાત અવહેવારૂ તેમજ અદ્ધર રહે. વિશ્વ વાત્સલ્ય સાથે માલિકી હક મર્યાદાનો સંબંધ :- - વિશ્વ વાત્સલ્ય સાથે વળી માલિકી હક-મર્યાદાને શું સંબંધ હોઈ શકે? એવો એક પ્રશ્ન ઊભો થઈ શકે છે. તે અંગે ઊંડાણથી વિચાર કરતાં જણાઈ આવશે જ્યાં વિશ્વના સમસ્ત છે પ્રતિ વાત્સલ્યની દષ્ટિ હોય -ત્યાં કોઈ પણ પ્રવૃત્તિથી વિશ્વને દુઃખમાં પડવું પડે કે વિશ્વની પ્રજાને કષ્ટ પડે એવું ન થવું જોઈએ; એનો ખ્યાલ રાખવોજ પડે. અમર્યાદિત પરિગ્રહ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે બન્ને રીતે દુઃખ લાવનારૂં છે એ અગાઉ ચર્ચાઈ ગયું છે. કારણ કે જ્યાં વધારો છે ત્યાં સંરક્ષણ, ચોરી વગેરે પ્રશ્નો છે અને જ્યાં અભાવ છે ત્યાં ભૂખ, દુઃખ અને તત્વજનિત બધાં પ્રકારનાં અનિષ્ટ છે. એટલે વિશ્વ વાત્સલ્યના સાધકના જીવનમાં પરિગ્રહ ઉપર મર્યાદા કે અંકુશ રહેવો જોઈએ. તેના વધારાના સંગ્રહથી બીજાને એ વસ્તુ ન મળવાથી દુઃખમાં સપડાવું જ પડશે. ' ' . . . . ' - આ માટે એક માતાને દાખલો લઈએ. જેમ માતા થોડાં સાધનોથી કરકસર કરીને પણ પિતાનું ચલાવી લે છે; પિતાના આત્મીયોને વધારે મળે અથવા તો પૂરેપૂરું પોષણ મળે એમાં રાજી થાય છે. તેવી જ રીતે વિશ્વવત્સલ સાધકે જાતે ભૂખે રહીને, ઓછું મળવાથી, ઓછાં સાધને પામીને અને કરકસર કરીને ચલાવી લેવાની ટેવ પાડવી જોઈશે. અને સાથે જ જગતને પૂરતું પોષણ મળે એ દૃષ્ટિ પણ તેણે રાખવી પડશે. આમ થતાં જગતને પૂરું મળે છે તેનો આનંદ પામવાની પિતાની વૃત્તિ કેળવવી પડશે. એની એ દષ્ટિ વ્યાપક બનશે અને તેણે એ પણ જેવું પડશે કે જગતમાં અમુક રાષ્ટ્ર પાસે વધારે સંઘરે છે અને બીજાને ત્યાં અછત છે; તો એવા અછતવાળા અભાવથી પીડિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ રાષ્ટ્રને તેમાંથી જરૂરનું અપાવવાનું અને તેને પગભર કરવા માટે તેને ચિંતન કરવું જોઈશે. વિશ્વ વાત્સલ્યની દૃષ્ટિએ તેવા કરકસરથી રહેશે અને અભાવથી જે પ્રાંતો પીડાતા હશે તે પ્રાંતિને મદદ પહોંચાડવા માટે પ્રેરાશે અને શક્ય તેવા પ્રયત્ન તે કરી છૂટશે. ઈગ્લાંડનો દાખલો લઈએ. તે લોકો લડાઈના જમાનામાં, રાષ્ટ્રવત્સલથી પ્રેરાઈને, રેશનથી જેટલું અનાજ મળતું; કંટ્રલથી જેટલું કપડું મળતું તેનાથી ચલાવતા અને થીગડાં મારીને પણ કપડાં ચલાવતાં. એમાં ઘણા એવા પણ હતા જે કાળાંબજારમાંથી કે વધારે પૈસા આપીને ખરીદી શકે એવી સ્થિતિમાં હતા. તે છતાં એ લોકો એવું નહોતા કરતા. કઈ ભારતવાસીએ એક ગ્લાંડવાસીને પૂછ્યું કે તમે બ્લેક દુઃખ વેઠી રહ્યા છે ? ત્યારે તેમણે જવાબ આપે : “તથી અમારા રાષ્ટ્રને મોટું નુકશાન પહોંચે છે. આવી મર્યાદાથી અમારા રાષ્ટ્રની મર્યાદા જળવાય છે. જે અમે એ મર્યાદા તોડી દઈએ તો અમારા બીજા દેશવાસી ભાઈઓને સામગ્રી પૂરતી ન મળવાથી કષ્ટ વેઠવું પડશે. એટલે રાષ્ટ્રભકિતની દષ્ટિએ પણ અમારે આ મર્યાદા મૂકવી નહીં જોઈએ.” આ ઉપરથી સમજી શકાય છેરાષ્ટ્રવત્સલ લોકે સરકાર દ્વારા લાગુ કરેલ મર્યાદાનુ કાળજી પૂર્વક પાલન કરે છે તે આપણા દેશવાસીઓએ તે સ્વેચ્છાએ તેવી મર્યાદા લાગુ કરી તેને પાળવી જોઈએ. તેજ રાષ્ટ્રવાત્સલ્ય સાધી શકાય. જેને સમાજ વાત્સલ્ય સાધવું હોય તેણે પોતાની સંપત્તિ સમાજની ગણવી જોઈએ. (સમાજ–વાત્સલ્ય એટલે સાધમ વાત્સલ્ય એવી તારવણી અગાઉ થઈ ચૂકી છે.) પિોતે મેળવેલી સંપત્તિ, સમાજ દ્વારાજ ઉપાર્જિત કરેલ છે અને પોતે એ સંપત્તિને ટ્રસ્ટી છે એમ તેણે માનવું જોઈએ. એટલે જયારે જયારે સમાજને જરૂર પડે ત્યારે ત્યારે પોતે કષ્ટો વેઠીને, કરકસર કરીને પણ તેણે સમાજને આપવી જોઈએ. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ 256 ત્યારે જ થઈ શકે જ્યારે પિતાને સંપત્તિને માલિક નહીં, પણ ટ્રસ્ટી ગણે. તો તેને સંપત્તિને મોહ નહીં રહે; મમત્વ બુદ્ધિએ સંગ્રહ કરવાનું મન નહીં થાય; અન્યાય તેમજ અનીતિથી સંપત્તિ કમાવાની ધૂન નહીં લાગે અને જે કમાશે તેમાં સમાજને ભાગ છે, એમ સમજીને જ્યારે પણ ગામમાં, નગરમાં કે સમાજમાં કોઈ ભાઈને દુખી જશે, ખરાબ હાલતમાં જોશે, બેકાર જેશે, તે તેને મદદ કરવાની ભાવના આપોઆપ તેનામાં જાગશે. ભૂખ્યો કે દુ:ખી માણસ અનીતિને રસ્તે ન ચડે, તે ચોરી ન કરે તેની તે તકેદારી રાખશે. તેમજ તેવા માણસને અનીતિને રસ્તે ચડવું પડે તો તેમાં પિતાની જાતને તે જવાબદાર ગણશે; અને તેને ન્યાય-નીતિના રસ્તે લાવવા બધું કરી છૂટવા પ્રેરાશે. જૂના વખતમાં પૈસાદાર માણસો, પૈસાને સમાજની મૂડી સમજતા અને જ્યારે-જ્યારે દુષ્કાળ કે અમુક કપરા પ્રસંગે આવ્યા ત્યારે–ત્યારે તેમણે અનાજ તથા ધનના ભંડારો ખુલ્લા મૂકી દીધેલાં. ખીમો દેદરાણી અને ભામાશા, વસ્તુપાળ-તેજપાળ કે જગડુશાહના જીવન પ્રસંગમાં એ વાતો મળે છે. એટલું જ નહીં, જેમણે એ વખતે ભૂલ કરી સમાજ વાત્સલ્યથી જેઓ ચૂક્યા તેમણે પાછળથી પસ્તાવો કર્યો અને વળતર આપ્યું. આને એક દાખલો નીચે મુજબ અત્યંત ઉચ્ચ આદર્શથી પ્રેરાયેલો છે. ધારાનગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતા હતા. ધનવાન હતા પણ લોભી વૃત્તિ ખરી. એટલે કોઈ ગરીબ કે દુઃખી ભાઈને જોઈને તરત મદદ કરવાનું સૂઝે નહીં. તેજ નગરમાં જિનપાળ નામને એક ગરીબ શ્રાવક પણ રહેતો હતો. તેના બાપની જાહોજલાલી હતી અને જિનદાસ શેઠ સાથે બનતું પણ સારૂં. બાપના મરણ બાદ જિનપાળની હાલત બગડતી ગઈ અને અંતે એટલે હદ સુધી કથળી ગઈ કે તેમના ઘરે ત્રણે દિવસના લાંઘા થયા. પતિ પત્ની વિચારમાં પડ્યા કે શું કરવું? તેમને જિનદાસ શેઠ. યાદ આવ્યા. તેઓ મદદ કરે તો ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Taust
Page #273
--------------------------------------------------------------------------
________________ રિપ૭ પતિએ વિચાર કર્યો કે જિનદાસ શેઠ સામાયિક કરવા જાય ત્યારે તેમનો સોનામહોરને હાર ચોરી લઉં તો ? હાલઘડીએ એના રૂપિયા પિદા કરી ધધો કરૂં અને મૂડી થતાં વ્યાજ સાથે પાડે આપી દઈશ તે એમાં જિનદાસ શેઠને કઈ પણ નુકશાન નહીં થાય; મારૂં પણ કામ બની જશે. સરોવરમાંથી એક ટીપું ઓછું થયું તે શું ? કોને ખબર પડશે ? ઈચ્છા ન હોવા છતાં પરિસ્થિતિના કારણે લાચાર બનીને જિનપાળ ન કરવાનું કરવા માટે પ્રેરાયો ને ઉપાશ્રયે ગયો. તેણે જિનદાસ શેઠને ઉપાશ્રયમાં જતા, ડગલો ઉતારતા અને સે નામહોરને હાર મૂકતા જોયા. શેઠ સામાયિક કરવા માટે ગયા. જિનપાળનું હૃદય ધડકવા લાગ્યું. તે અચકાતા મને, ડગલાં ભરતો ભરતો ડગલો હતો તે જગ્યાએ ગયા. આસપાસ જોયું તો કોઈ ન હતું. ડગલામાં હાથ નાખ્યો અને હાર કાઢીને પિતાના કપડામાં છુપાવીને જિનપાળ ઘરે આવ્યો. પત્નીને હાર કાઢીને દેખાડ્યો. પત્નીને તેથી દુઃખ થાય છે પણ તે જિનદાસને ત્યાં હાર ગિરો રાખવાની તેને સલાહ આપે છે. જિનપાળનું હૃદય માનતું ન હતું. તે છતાં તે જે થાય તે ખરૂ. એવા વિચાર કરીને જિનદાસ શેઠને ત્યાં જવા માટે ઉપડે. - જિનદાસ શેઠ સામાયિક પૂરું થતાં કપડાં પહેરે છે. હાર માટે ખિસ્સામાં હાથ નાખે છે તો તે ન મળે! બહુ જ તપાસ કરી કે કયાંક આડા-અવળો મૂકાયો હોય તો મળી જાય, પણ હોય તો મળેને? ઘરે આવીને પૂછપરછ કરી પણ હારને પત્તો ન લાગ્યો. હાર કયાં ગયો હશે એવા વિચારમાં શેઠજી બેઠા હતા કે જિન પાળ ત્યાં આવ્યો અને હાર ગિરો મૂકવાની તેણે વાત કરી. હાર જોતાં જ શેઠને થયું કે “આ હાર તો મારો! તે છતાં તેમણે ઊંડો વિચાર કર્યો કે “આને ચોરનાર અને ફરી મારે જ ત્યાં આવીને ગિરો મૂકવા આવનારે ગરીબીના કારણે ભલે અકૃત્ય કર્યું હોય પણ તેની નિષ્ઠા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ 258 સાચી લાગે છે.” તેમણે લાવનાર તરફ જોયું અને ઓળખી કાવ્યો કે તે એમના મિત્રને દીકરે છે. તેની આવી હાલત જોઈને શેઠને થાય છે કે આ બીચારાની આવી પડતી દશા થઈ છતાં મેં તેનાં તરફ ધ્યાન ન આપ્યું અને અને આ પરિણામ આવ્યું એટલે હવે ભારે બાજી સુધારી લેવી જોઈએ ! . * તેમણે જિનપાળને કહ્યું: “તમે હાર ગિરે રાખ્યા વગર પણ આ દશ હજાર રૂપિયા લઈ જાવ !' " પણ જિનપાળે કહ્યું કે “ના મારે હાર ગિરે રાખો જ છે !" એટલે શેઠે હાર રાખીને દશહજાર રૂપિયા આપ્યા; તેમણે એક શબ્દ 'પણ ન કહ્યો. તેના ગયા બાદ પિતે ધ્યાન ન રાખ્યું તે અંગે તેમને પસ્તાવો થ જિનપાળે તે દશહજારમાંથી ધંધો શરૂ કર્યો. આ વખતે તેને સારી પેઠે કમાણી થઈ. એટલે તેણે રૂપિયા પાછા કરવાનું નક્કી કર્યું. તે એક દિવસ વ્યાજ અને મૂડી લઈને શેઠની દુકાને ગયો અને રકમ ચૂકતે કરી દઉં છું” એમ કહ્યું. શેઠે વ્યાજના પૈસા ન લીધા અને તેમણે ગિરે રાખેલ હાર પાછે આપવા માંડ્યો. '' '. ત્યારે જિનપાળે કહ્યું : “શેઠજી ! આ હાર તે આપને છે, મેં લાચારીથી આ હાર ચોર્યો હતો. આપે તે જોઈને પણ મારા પ્રતિ અવિશ્વાસ ન પ્રગટ કર્યો. એનું જ આ પરિણામ છે, કે હું આજે પગભર થઈ શક્યો છું. મારી પાસે મૂડી પણ થઈ ગઈ છે, એટલે આપે વ્યાજ તે લેવું જ જોઈશે !" : શેઠ કહે: “આ હાર મારો ર નથી. મારે એક ભાઈ લાચારીએ આવું કૃત્ય કરવા પ્રેરાય, એમાં મારે જ મુખ્ય વાંક છે. એના પ્રાયશ્ચિત રૂપે આ હાર હું તમને આપું છું. આ તમારે જ છે એમ માનજે. બંધુઓ પાસે વ્યાજ લેવાય નહીં !" . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ : છેવટે બને તરફને આગ્રહ વંધતો જતો હતો એટલે, તે હારની રકમ ધર્માદામાં આપવાનું નકકી થયું. આ પછી જિનદાસ શેઠ જિનપાળ અને તેની પત્ની બધાય મુનિરાજ પાસે જઈ પિત પિતાની ભૂલોને પ્રશ્ચાતાપ કરે છે અને પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થાય છે. * આવા અનેક બીજા દાખલાઓ મળી આવશે. જ્યાં શેઠો છાની મદદ કરતા, ગરીબોને ધંધે લગાડતા એટલું જ નહીં પરદેશ જતા હોય ત્યારે ઘણાને સાથે પણ લઈ જતા; એ રીતે તેમને પગભર કરતા. કદાચ કોઈ માગી ન શકે તો તેની ચોક્કસાઈ કરી, છાની કે આડકતરી રીતે મદદ કરવાનું તેઓ ચૂકતા નહીં. : - સૌરાષ્ટ્રમાં શામળશા શેઠ થઈ ગયા, એક વખત એમને ત્યાં પુત્રવધુના સીમંતનો પ્રસંગ હતો. ગામની બહેને મંગળગીત ગાવા તેમને ઘેર ભેગી થઈ. બીજી તરફ ઘેર લાડવા મૂકવા માટે વળાતા હતા. શેઠે પિતાના પુત્રને કહ્યું : “દીકરા મોટા મોટા ઘરમાં તો રેજ મિઠાઈઓ ખવાતી હોય છે એટલે એમાંથી કોઈને ભૂલી જવાય તો ચાલશે. પણ, ગરીબ અને મધ્યમવર્ગના લોકોમાંથી એકને પણ ભૂલ્યો તો મને આ લાડવા ગળ્યા લાગશે નહીં. સાથે જ પેલી યાદી તો લઈ આવ-જેમાં ગરીબ, મધ્યમ વર્ગનાં નામ લખેલાં છે. એમને ત્યાં લાડવા મોકલવા કરવાનું ધ્યાન હું રાખીશ !" થઇ આવી હતી ગરીબ ભાઈઓ અને બહેને તરફ ધનવાનોની આત્મીયતાની દૃષ્ટિ ! જેના લીધે તેમની પાસેનું ધન ગરીબોને ખૂચતું નહીં. તેઓ એમ જ માનતા કે પૈસાદારે તે અમારી રિઝર્વ બેંક છે. જ્યારે અમને જોઈશે ત્યારે અમે તેમની પાસેથી જ લઈ શકીશું. અમારે ધનને સંગ્રહ કરવાની જરૂર શું છે! . . . - શામળશા શેઠનો દીક ગરીબ અને મધ્યમ વર્ગની યાદી ઉપાડી લાવ્યો. શેઠે તે યાદી પ્રમાણે દરેક માટે સહેજ મોટા ચાર ચાર લાડવા બનાવતી વખતે દરેકમાં બબ્બે સોના મહોર મૂકી. અને તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ સારી પેઠે પાછો વળાવી લીધા. પેલી યાદી પ્રમાણે તેમણે દરેક ઘરે આ લાડવા પહોંચાડ્યા. | એક ઘરમાં માયાળુ માએ વિચાર્યું કે મારો દીકરો આવશે ત્યારે જ હું ખાઈશ-એકલી કેમ ખાઈ શકું? એમ વિચારી આવેલા લાડવા રાખી મૂક્યા. સાંજે તેને દીકરી નિશાળેથી પાછા આવ્યો. તેની માએ કહ્યું: “દીકરાઆ લાડવા તારા માટે આવ્યા છે, તું ખાઈ લે !" જેને મહીનાઓ સુધી ગોળ નહોતે મળ્યો તેને મન લાડવાની કેટલી કીંમત હશે ? છોકરે તો ગેલમાં આવી ગયો. તેણે ખૂબ આનંદમાં આવી લાડવાને એક ટુકડે તો . અંદર કોઈક પીળી વસ્તુને સ્પર્શ થયે. તેણે તરત માને કહ્યું. “બા ! આ પીળું પીળું શું છે? લાડવામાંથી નીકળ્યું છે.” માને સમજતાં વાર ન લાગી. તેણે કહ્યું : “લાડવા ખાઈ લે ! અને બીજું છે એને તું જોઈને બાજુએ મૂકી દે !" | દીકરો અને માએ મળીને લાડવા પૂરા કર્યા. ચાર સોના મહોરે નીકળી હતી તેને પડીકામાં બાંધી, માએ દીકરાને કહ્યું : “તેં શામળશા શેઠનું ઘર જોયું છે ને! પેલું ઊંચું ઊંચું છે તે !" હા, મા! પણ તેનું શું કામ છે ?" દીકરાએ પૂછયું. દીકરા ! તેમને ત્યાં જઈને આ ચાર સોના મહોર પાછી આપી આવ ! કદાચ લાડવા વાળતી વખતે અંદર પડી ગઈ હશે. “માએ કહ્યું, આ છોકરે તો તૈયાર થઈને શેઠને ત્યાં પહોંચ્યો. ચાર સોના મહારની પડીકી શેઠને આપતાં કહ્યું : “બાપા ! આ પડીકી મારી માએ મોકલી છે. શેઠ પડીકી ખેલીને ચકિત થઈ ગયા. ગરીબ છતાં મહેનત કરી કમાનાર અને છોકરાને ભણાવનાર તેમજ ઘર ખર્ચ ચલાવનાર વિધવા બહેનમાં આટલી પ્રમાણિકતા! તેમણે છોકરાને ખોળામાં બેસાડી દીધો અને P.P.Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ 261 કહ્યું : “દીકરા ! ધન્ય છે તારી જનેતાને! જેણે ગરીબી છતાં પ્રમાણિકતા ગુમાવી નથી.” તેમણે પિતાની પાસેથી બીજી ચાર સોના મહેર કાઢીને પડીકીમાં નાખતા કહ્યું : “જા આને પાછી લઈ જા! તારી બાને કહે છે કે શેઠ પાછું લેતા નથી. કહ્યું છે કે છોકરાના ભણતરમાં એને સદુપયોગ કરજો !" છોકરે પોતાની મા પાસે આવ્યા. તે સમજી ગઈ કે શેઠે જાણી જોઈને ગરીબને સ્વમાનભેર મદદ કરવાની દૃષ્ટિએ એવું કહ્યું છે એટલે તે લેવામાં કોઈ વાંધો નથી, આવી રીતે જુના વખતમાં લોકોને પૈસાદાર વર્ગ ઉદાર હતો. માલિકી ઉપર સહજભાવે અંકુશ રાખતે અને વધારાની સંપત્તિ અને સામગ્રી સમાજની ગણતો. એટલે જ તે વખતે મોટા સંઘર્ષો ન હતા. ગરીબોને અમીરની સંપત્તિ જોઈને અદેખાઈ ન આવતી. જરૂર કરતાં કાંઈ પણ વધારે ન રાખવું એ આદર્શ ગણાતો. લોકજીવનમાં પચાસ વર્ષ પછી નિવૃત્તિ લેવી આદરનો વિષય હતો. - ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. સંગે બદલાતા ગયા. માણસ કરતાં પૈસાની વધારે કીંમત અંકાવા લાગી. પૈસાદારે સ્વાર્થી બનવા લાગ્યા અને પૈસો તેમના ગર્વનું કારણ બન્યો. ગરીબ ભૂખે મરવા લાગ્યા. મહેનત કરવા છતાં પેટનો ખાડો પૂરે ન થવા લાગ્યો. આજે પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર અને વિષમ છે કે ગરીબ તો ભૂખે મરે છે પણ ધનવાન વર્ગ પૈસા મેળવવા માટે એટલા બધા અધમ ઉપાય કરે છે કે તે સમાજની શરમ બનીને ઊભે છે. એક વખત એક શેઠની મોટર સડક ઉપરથી પસાર થઈ રહી હતી. તે વખતે સડકની પગથી ( ફૂટપાથ) ઉપર એક ભૂખ્યો અને ગરીબ માણસ પડ્યો હતે. તે ભૂખથી પીડાતો હતો. શેઠનું તેના તરફ ધ્યાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ ન ગયું, મોટર આગળ નીકળી ગઈ પણ શેઠે કંઈક જોયું અને મોટરને અટકાવી પાછી વાળી. પિલા ગરીબને થયું કે આવડા મોટા શેઠના હૃદયમાં કેટલી દયા છે કે કારને પાછી વાળી મને દાન દેવા આવ્યા છે. પણ તેને ભ્રમ ભાંગી ગયો. તેનાથી થોડે દૂર એક રૂપિયે પડ્યો હતો. શેઠનું તે તરફ ધ્યાન ગયેલું. તેમણે એ રૂપિયા ઉપાડ્યો અને ગજવામાં નાખીને ચાલતી પકડી. તે જોઈને એક લેખકે પ્રસંગને વર્ણવતાં અને લખ્યું છે –“માણસ કરતાં સિક્કાનું મહત્વ પૈસાદારને વધારે છે.” ધને ઉપર ધર્મ અને મર્યાદાનો અંકુશ : જ્યારથી ધન, ધર્મ અને મર્યાદાના અંકુશમાં નથી રહ્યું; ત્યારથી, લોક સમાજમાં વિષમતા પ્રસરવા લાગી છે. એટલા માટે જૈન શાસ્ત્રકારોએ પરિગ્રહ પરિમાણ વ્રતના સંપૂર્ણ પાલન માટે, છ દિશાની મર્યાદાનું વ્રત ઉપભેગ–પરિભોગ અને આજીવિકા મર્યાદા વ્રત અને માનવને ને શોભે તેવા વેપાર-કર્મો ન કરવાનું ફરમાન યથાસંભાગવત અને અનર્થદંડ વિરમણ વ્રત પણ થાય છે. આનું એક જ ધ્યેય છે કે કોઈ પણ પ્રકારે માનવી પિતાના માલિકી હક ઉપર અંકુશ રાખે-મર્યાદા કરે. એટલા માટે ગાંધીજીએ પણ સ્વદેશીવ્રત, શરીરશ્રમ વગેરે વ્રતો બતાવ્યાં છે. એજ પરિપાટીએ વિશ્વ વાત્સલ્ય માલિકી હક મર્યાદાવ્રત કહ્યું છે અને તેના ત્રણ ઉપદ્રત થયાં છે -(1) વ્યવસાય મર્યાદા (2) વ્યાજનો ધંધો કે તેની વૃત્તિને ત્યાગ અને (3) વ્યસન ત્યાગ. આજે જે કંઈ કહેવું છે તે ગૂઢાર્થ કહેવાથી લોકો પોતપોતાના અર્થો લે છે અને પોતાની શિથિલતા દૂર કરવા માટે તેને પોતાની રીતે ઘટાવે છે. એટલા માટે જ સ્પષ્ટ પણે શબ્દો પ્રમાણે ભાવ નીકળે તેને અનુરૂપ “માલિકી હક-મર્યાદ” કરવાનું કહેવામાં આવ્યું છે. ' મહાપરિગ્રહને તદંતર નિષેધ:1 માણસે પિતાની તેમજ સમાજની ભલાઈ માટે પોતાના પરિગ્રહ ઉપર અંકુશ મૂકવો જોઈએ. એવું જગતના વિશાળ હિત માટે આવશ્યક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ છે તેની વિચારણા થઈ ગઈ છે. પરિગ્રહને, ન તો ધર્મ સંમતિ આપે છે ન સમાજવાદ કે વિચારધારાએ સંમતિ આપે છે કે ન તો રાજ્ય તેને પ્રતિષ્ઠા આપે છે. આ એક નિતાંત સત્ય છે. તે ઉપરાંત બધાએ સ્વીકારે છે કે ધન મેળવવામાં, સાચવવામાં અને વાપરવામાં દુઃખો જ મળે છે; અને તે આ જીવન પછી તે સાથે રહેતું નથી છતાં લોકમાનસમાં એને જે બેટું મહત્વ અપાઈ ગયું છે તે દૂર કરવું જ રહ્યું. - સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ પોતાના પરિગ્રહ ઉપર અંકુશ ન મૂકે અને મોટાં મોટાં આરંભ અને હિંસક ધંધાઓ કરે તે સાચા ધર્મને પામી શકતો નથી. એટલું જ નહીં તે સાચા ધર્મનું શ્રવણ પણ કરી શકતો નથી. ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે - - "दोहि ढाणेहि जीवो केवलिघण्णत्तं धम्मं न लमेज 1. सवणयाए तंजहा महारंभेण चेव महापरिग्गहेण चेव"' –એટલે કે બે કારણોથી છવ કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને પામી શકતો નથી; મહારંભ અને મહા પરિગ્રહ દ્વારા. એક વસ્તુ તો ચોક્કસ છે કે મહારંભ અને મહાપરિગ્રહમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પહેલાં તો એટલો સમય જ મળતો નથી કે તેઓ ધર્મશ્રવણ કરી શકે. કદાચ શ્રવણ કરે છે કે તેના ઉપર રૂચિ ચવી મુશ્કેલ છે; અને રૂચિ થઈ તો પણ તેને અમલ તે કરી શકતો નથી. મહાપરિગ્રહી કે મહારંભી હોય તે આત્માની વાતો કરી શકશે નહીં. દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરી શકશે નહીં અને જે તે આત્માજ્ઞાની કે સમ્યકત્વી હોવાની વાત કરે તો તે પિતાની છેતરપીંડી સાથે - બીજાની સાથે પણ બનાવટ છે. '' જ્યાં નીતિ નથી, મર્યાદા નથી, જરૂર ઉપરાંતની સંપત્તિ અને સામગ્રી છે તેના ઉપર મર્યાદા કે ટ્રસ્ટીપણાને જરાપણ વિચાર નથી ત્યાં અધ્યાત્મ કે ધર્મ ક્યાંથી હોઈ શકે ? સરકારી કાયદા પ્રમાણે ભલે કોઈને માલિકી હક મળી જતો હોય તો પણ ધર્મના કાયદા એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ 264 ઉપર અંકુશ મૂકાવે છે. ધર્મે મહારંભી-મહાપરિગ્રહીને નરકગતિને અધિકારી માન્યો છે. આ - હવે મહાપરિગ્રહીને સમાજની વિચારધારા પ્રમાણે વિરોધ છે તે. જોઈએ. પશ્ચિમની બે વિચારસરણીઓ પ્રજાશાહી સમાજવાદ કે સામ્યવાદ છે. સામ્યવાદમાં તે સરખે ભાગે અર્થની વહેચણી છે એટલે પરિગ્રહને પ્રશ્ન ઊભો થતો જ નથી. પ્રજાતંત્ર કે રાજતંત્રની લોકશાહીમાં વધુ ધનોપાર્જનની છૂટ હોવા છતાં અંતે તો તેને બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરવામાં વ્યકિત અને રાજ્ય બને માને છે અને રાષ્ટ્રહિતની જે પ્રબળ ભાવના ત્યાં જોવામાં આવે છે તે પરિગ્રહની સમાજમાં ઉપયોગિતા કરવાનું સૂચવે છે. અમેરિકામાં ફેડ, રોક ફેલા વગેરેએ કરોડો રૂપિયા સમાજ અર્થે આપ્યા છે; અને તેને અનુકરણીય ગણવામાં આવેલ છે. ભારતની સાંસ્કૃતિમાં તે કદિ પણ ધનને મહત્વ આપવામાં આવ્યું નથી. એટલે કોઈ પણ વિચારધારા કે સમાજવાદે તેને સ્વીકાર કર્યો નથી. મહાપરિગ્રહ સાથે રાજ્યનો સંબંધ છે ત્યાંસુધી ભલે તેને ખુલ્લે નિષેધ નથી પણ બીજી રીતે ઘણી મર્યાદાઓ અને બંધને તેના ઉપર મૂકવામાં આવ્યા છે, કાયદા દ્વારા, ઈન્કમટેક્ષ, લેંડટેક્ષ, સુપરટેક્ષ, ગીફટટેક્ષ, સેલ્સટેક્ષ, ડેથટેક્ષ (મૃત્યુવેરે) વગેરે કરવેરા રૂપે રાજ્ય ઘણીખરી પૂજીને ખેંચી લેવાને પ્રયત્ન કરે જ છે; અને આમ પરાણે મર્યાદા મૂકાવે છે. જો કે એમાં અનેક પ્રકારના ગોટાળાઓ પણ ચાલે છે. ઘણું લાંચરૂશ્વત આપી બચી જાય છે. કેટલાક કરવેરો બચાવે છે તે કેટલાક તેને કાળાંબજારમાં ફેરવે છે. નિષેધ શા માટે : ઊંડો વિચાર કરતાં જોવામાં આવશે તે કોઈ પણ માનવ પિતાનો જ ભાઈ દુઃખી હોય એમ નહીં જોવા ઈછે. પરસ્પરની સહાય એ માનવગુણ છે એટલે જ કાયદા તળે કે ધર્મના નામે પરિગ્રહને વહેંચી દેવાનું– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrus
Page #281
--------------------------------------------------------------------------
________________ દ્રુપ "ii બીજાના ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે. ખરું જોવા જઈએ તો મહાપરિગ્રહી લોકો સમાજમાં વિષમતા ફેલાવે છે. સમાજવ્યવસ્થાને ચૂંથી નાખે છે. અને નરકમાં જવાના અધિકારી બને તે પહેલાં આ જગતને નરક જેવું બનાવી દે છે. બીજી બાજુ સામ્યવાદી લોકો આવા પૈસાદારને મારી મેથીને, હિંસા દ્વારા આર્થિક વિષમતા દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ તે સ્થાયી ઉકેલ નથી. એટલા માટે જ વિધવાત્સલ્યમાં અહિંસા દ્વારા વેચ્છાથી અને એક વ્યક્તિ સ્વેચ્છાથી ન સ્વીકારે તે સામુદાયિક રીતે માલિકી હક મર્યાદા ની વાત કરવામાં આવી છે. કોઈ ગરીબ કે કોઈ તવંગર કદિ એમ નથી ઈચ્છતા કે સમાજ વ્યવસ્થા બગડે, વિષમતાના કારણે હિંસા ફાટી નીકળે, અસંતોષ અને સંઘર્ષ ચાલે ! ધનિક જે પોતે ગરીબાઈમાં મૂકાઈ જાય તો તેને ખ્યાલ આવી શકે કે ગરીબના દુઃખ શું છે ? માનસિક અશાંતિ શું છે? ગરીબની લાચારી અને તેના કારણે અનીતિ તરફ જવાનું ખરૂં કારણ શું છે ! કોઈ પણ ધનવાનને પૂછશે તો તે પણ હૃદયથી એમ જ કહેશે કે “આ અનિષ્ટો ચાલવા નહીં જોઈએ. સમાજમાં સુખ અને શાંતિ જોઈએ.” તે આ વાતને સારી રીતે જાણતો અને માનતા હોવા છતાં સમાજમાં અશાંતિ, વિષમતા અને દુઃખના મૂળ કારણ માલિકી (પરિગ્રહ)ની વૃદ્ધિને દૂર કરી શકતો નથી; તેને સ્વેચ્છાએ છેડી શકતો નથી. સરકારી કાનૂન કે સામ્યવાદ દ્વારા પરાણે છોડવામાં હિંસા અને અનીતિના દોષો ઉદ્દભવે છે, એટલે જ સ્વેચ્છાએ ત્યાગ કરવાને ધર્મ, સમાજ અને રાજ્ય ત્રણે ઉત્તમ ગણે છે, જે સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે ધર્મ ગણાય છે. તેથી તેના મનમાં પ્રસન્નતા અને શાંતિને અનુભવ થાય છે અને સાથે જ સમાજમાં અનીતિ અને હિંસાના દેષો દૂર થાય છે, પેદા થતાં નથી. માલિકી હક મર્યાદાનું બીજું પાસું : શાંતિ જોઈએ.” તે આ રમતા અને દુઃખના છોડી શકતે લઈએ. કેટલીવાર એવું બને છે કે એક વ્યક્તિ જાતે માલિકી કહા P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ 266 મર્યાદા કરે છે પણ તેના કુટુંબીઓ તેને સાથ આપતા હતા નથી ક્યારેક કુટુંબીઓ વ્યવસાય મર્યાદા ન સ્વીકારવા ઈચ્છે કે સંપત્તિને ટ્રસ્ટી તરીકે ઉપયોગ ન કરવા ઈચ્છે એવું પણ બને છે. પત્ની પણ વિરોધ કરે કે સાથ ન આપે અને સંતાનની મર્યાદા ન કરે તે સતા નના પાલણ–પિષણમાં વાંધો આવે. પત્નીને સંતાનના લગ્નમાં જતી પ્રણાલિકા પ્રમાણે ખેટ ખર્ચ અને કરિયાવર કરવાની ઈચ્છા પણ થઈ શકે. સમાજમાં ધન કે ધનવાનનું મૂલ્ય વધુ આંકવામાં આવે અને સાદાઈ, ત્યાગ અને સંયમની પ્રતિષ્ઠા ઓછી થાય અને માલિકી હક મર્યાદાને પ્રતિષ્ઠા જ ન મળે. આવાં ઘણાં વિરોધી કારણે ઊભા થતાં એક વ્યક્તિ મન હોવા છતાં વ્રત લેતાં અચકાય તે સ્વાભાવિક છે. તે એના માટે શું થવું જોઈએ ? ' * : તેના માટે એક જ ઉપાય છે કે જેમ વ્યક્તિ માટે માલિકી હક મર્યાદા છે તેમ સમાજ માટે પણ માલિકી હક મર્યાદાનો વિચાર પણ પહેલો કરે પડશે. સમાજની આજની રૂઢ દષ્ટિ અને પરિસ્થિતિ બનેમાં પરિવર્તનને પ્રયત્ન કરવો જોઈશે, દષ્ટિ પરિવર્તન માટે વિચારપ્રચાર કરવો પડશે અને પરિસ્થિતિ પરિવર્તન માટે નૈતિક સંગઠનો અને સહકારી ઢબે, માલિકીને સહિયારી બનાવવાની પ્રથા ઊભી કરવી પડશે. ' , , : " જો કે આજે પૈસાના કારણે પૈસાદારને જે પ્રતિષ્ઠા અપાતી હતી તે ઘટતી જાય છે અને સમાજ તેમને ઓછા આદરની સાથે જેવા લાગ્યો છે. છતાં, હજુ ભદ્ર સમાજમાં તેમની ઔપચારિક પ્રતિષ્ઠા ચાલુ છે. સંસ્થાઓની સભામાં, ધર્મસ્થાનકો વગેરે અમૂક સ્થળોમાં તેમને અગ્રસ્થાન કે ઉચ્ચ સ્થાન અપાય છે, એની પાછળ ભલે તેમની પાસે પૈસા કઢાવવાની દષ્ટિ હોય પણ, એ રીત ખોટી છે. હજુ પણ જોવામાં આવે છે કે મંદિરની પ્રતિષ્ઠાઓ અને ઉત્સવો વગેરેમાં પૈસા અને પૈસાદારને મહત્વ અપાય છે, ત્યાગ સાદગી કે ત્યાગીઓને મહત્વ અપાતું નથી એનાં કારણોમાં એ છે કે એ પ્રતિષ્ઠા કેવળ વધારે પૈસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ 267 ખર્ચવા પૂરતી જ છે. અંધવિશ્વાસ અને ચમત્કારોથી પ્રેરાઈને ખોટા ખર્ચ શાય છે તેમાં ધનિકોને પ્રતિષ્ઠા મળી જાય છે. આવા. લેકેને સેવા અને સદાચાર, નીતિ અને ન્યાયને પ્રચાર કરનારી સંસ્થાઓમાં પ્રતિષ્ઠા. આપવામાં આવતી નથી એટલે તેઓ ત્યાં કવચિત્તજ જોવામાં આવે છે. * આ સંપત્તિ મારી નથી; હું એને ટ્રસ્ટી છું એવું માનવાના બદલે હું એને માલિક છું તે મને પ્રતિષ્ઠા કેમ મળે? એ વિચાર આવતે નથી. આ વિચાર સમાજમાં ત્યારે જ વ્યાપક બને જ્યારે પ્રામાણિક પણે જીવનાર અને કમમાં કમ સંપત્તિ રાખનારની પ્રતિષ્ઠા થાય તેમ જ ધનના ટ્રસ્ટી તરીકે પિતાને સમજનારની પ્રતિષ્ઠા થાય. * પૂણિયા શ્રાવક પૈસાદાર નહતા, છતાં તેમની પ્રતિષ્ઠા ઓછી. ન હતી. ખુદ ભગધ નરેશ શ્રેણિક તેને ત્યાં ચાલી ચલાવીને ગયેલા. એવી જ રીતે જમનાલાલ બજાજ પિતાને સંપત્તિના ટ્રસ્ટી સમજતા હતા અને મહાત્મા ગાંધીજીની સલાહથી સેવાનાં કાર્યોમાં ખુલ્લા દિલથી. પૈસા ખર્ચતા હતા. તેમની પ્રતિષ્ઠા ગાંધીજીના કારણે થઈ સાથે જ તેમના પ્રામાણિક જીવન વહેવારથી પણ થઈ. ' - આ રીતે સમાજમાં માલિકી હકકની મર્યાદાને પ્રતિષ્ઠા મળી શકે. અને ત્યારબાદ વ્યકિતને માલિકી હક્ક મર્યાદા લેવામાં અકળામણ નહીં થાય. માલિકી હક મર્યાદા સાથે વ્યવસાય મર્યાદા, વ્યાજ ત્યાગ અને વ્યસન મર્યાદા : ; . ! સમાજમાં માલિકી હક મર્યાદા માટે વ્યવસાયોની મર્યાદા કરવી જોઈએ. પ્રાચીનકાળમાં તે કર્મના હિસાબે યારે વર્ણોના ધંધાનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું હતું. પણ, આજે તો એની રીત બદલાઈ છે. આજે તો, ગમે તે વર્ણને માણસ ગમે તે. વ્યવસાય કરે છે. એટલે વ્યવસાય મર્યાદા તરીકે એક માણસ એક જ ધંધો કરે અથવા આવક- . માટે એક જ વ્યવસાયનું સાધન રાખે એવી વિચારણા સમાજમાં પ્રચલિત થવી જોઈએ. તે એક વ્યક્તિ પાસે મૂડી ભેગી ન થઈ શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ 268 અને તેથી કરીને, તેનાથી ઉત્પન્ન થતાં અનિષ્ટો સમાજમાંથી ઓછાં થઈ શકે. વ્યવસાય મર્યાદામાં, લાંચરૂશ્વતને ત્યાગ, અનીતિ ત્યાગ, પ્રામા ણિક વ્યવસાય, રાષ્ટ્ર કે સમાજને ઘાતક - માદક વસ્તુઓ, સટ્ટો, વ્યાજ વ્યભિચાર અને જુગારના અડ્ડા વગેરે - ધંધાઓનો ત્યાગ આવી જાય છે. આજે કમંદાનના ધંધાઓને નવેસરથી વિચાર કરવાનું છે. તેમાં રાષ્ટ્ર, સમાજ અને પંચેન્દ્રિયને ઘાતક બધા ધંધા છોડવાનો વિચાર આવી જાય છે. વ્યાજ - ત્યાગ ઉપવ્રતમાં વ્યાજકૃતિ કે વ્યાજના ધંધાને ત્યાગ સમજવો જોઈએ. આ વ્યાજનો ધંધે એટલે મૂડીના સ્વીકૃત પુરસ્કાર . વિનિમય કરતાં શેષણની દૃષ્ટિએ વધારે અને ચક્રવર્તી વ્યાજ લેવાય છે તે તરફ નિર્દેશ છે. આજે સુરક્ષાની દૃષ્ટિએ બેંકમાં કે શાહુકાર પાસે નાણાં મૂકતાં કે લેતાં જે સ્વીકૃત અને માન્ય વ્યાજ આપવું પડે છે તેને આમાં સંબંધ નથી. પણ બીજાની ગરજ કે લાચારીના ગે રૂપિયાના બમણ કે એથી વધારે વ્યાજ વડે કરવા–એને આમાં સમાવેશ થાય છે. વ્યસન - ત્યાગ ઉપવ્રત પણ માલિકી હકક મર્યાદાને પિષનારૂં છે. ઘણીવાર નકામી મૂડીનો હેતુ વ્યસન જ હોય છે. એવું પાલન પણ સામાજિક દષ્ટિએ થાય તો સમાજમાં વ્યસન ઓછાં થાય અને ખોટા ખર્ચાઓ પણ ઘટે. એનાથી સાદાઈ અને સંયમ આવે અને એના પગલે માલિકી હક્કની મર્યાદા આવે. માલિકી હક મર્યાદાનું લંબાતું ક્ષેત્ર: જેમ વ્યક્તિ અને સમાજ માટે માલિકી હક્ક મર્યાદાને વિચાર કરવામાં આવે છે તેમ સંસ્થાઓ માટે પણ આનો વિચાર કરવો જોઈએ. કેટલીકવાર સારી એવી ગણાતી રચનાત્મક કે ધાર્મિક સંસ્થાઓમાં જરૂર કરતાં વધારે મૂડી ભેગી થઈ જાય છે. તેમાં પછી ગેટાળા ચાલે છે. જેને રકમની જરૂર હોય તેને મળતી નથી અને ઉંચા વ્યાજે મૂડી મૂકીને વ્યાજ લેવામાં આવે છે. આમ સંસ્થાઓ ધંધાદારી બનીને P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ બીજાનું શોષણ કરનારી બની જાય છે. ઘણીવાર બેટી રીતે અંધવિશ્વાસ.. કરૂઢિઓ કે જમણવામાં આવી સંસ્થાઓના હિસાબ વગરના પૈસા વેડફાય છે. પણ ખાટાં મૂલ્યો નિવારી સાચાં મૂલ્યો સ્થાપવામાં, ગરીબ 2 મધ્યમવર્ગના ભાઈઓને સ્વમાનભેર રોટી-રોજી મળે, એવા સત્કાર્યોમાં કે ક્રાંતિના સારા કાર્યોમાં પૈસા ખર્ચાતા નથી. ઘણીવાર એવું બને છે કે સંસ્થા માટે કેટલી રકમ રાખવી એની મર્યાદા અંગે કશો વિચાર કરવામાં આવતું નથી અને મૂડી વધવા લાગે છે. ' એટલે સંસ્થાના કાર્યકરોને પણ લાભ થતો જાય છે. એટલા માટે સંસ્થાની પણ માલિકી હક મર્યાદા હોવી જોઈએ. વ્યકિત સંસ્થા અને સમાજથી વધીને પ્રાંત અને રાષ્ટ્રની પણ માલિકી હકમર્યાદે હેવી જોઈએ. રશિયા જેવા સામ્યવાદી દેશોમાં મકાન, મિલ્કત, ધ એ બધાં ખાનગી માલિકીનાં હોતાં નથી, તેના ઉપર રાષ્ટ્રની માલિકી ગણાય છે. આવાં રાષ્ટ્ર માં બીજા રાષ્ટ્ર ઉપર પ્રભુત્વ જમાવવાનું વિશેષ જોવામાં આવે છે અને તે માટે માનવહિત માટે ઉપયોગી નહીં એવાં; અનેક માર્ગોમાં–અણુબમ,. મેગાટનબમ, લડાયક શસ્ત્રો-સાધનો-સૈનિકે પાછળ અનાપ–સના પૈસા ખર્ચાય છે. આ અંગે પ્રજાને ભય તેમજ બીજા સુરક્ષાનાં કારણે બતાવીને, દબાવેલી રખાય છે. તેમનું વિચાર સ્વાતંત્ર્ય અને વાણી. સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવામાં આવે છે અને સરકાર ખોટે ભાગે જતી હોય તો પણ, પ્રજા તેને ચેતવી શકતી પણ નથી. જેમ હિંદુ કુટુંબમાં પત્ની પાસે આર્થિક અધિકાર ન હોઈને, તે પતિની વિરૂદ્ધ કંઈ પણ બોલી શકતી નથી, સ્વતંત્ર રીતે કંઈપણ કરી. રાકતી નથી; એવીજ રીતે લોકશાહી પદ્ધતિથી ચાલતા ઘણું દેશમાં સરકાર બધાય ક્ષેત્રોથી સત્તા પોતાના હાથમાં રાખે છે અને એમાં ક્ષેત્ર. મર્યાદા કરતી નથી; તે રાષ્ટ્ર વિકાસ અને વ્યવસ્થાની નજરે ઘાતક છે. કારણ કે એવા રાષ્ટ્રોને ભારે કરવેરા પ્રજા ઉપર નાખવા પડે છે, શરાબ, તંબાકુ, ચા, માંસ, મત્સ્ય ઉદ્યોગ જેવા હિંસક અને ઘાતક ધંધાને ... ઉત્તેજન આપવું પડે છે અને એટલું જ નહીં તે ક્યાંયે ચોકસાઈ રાખી શકતી નથી. પરિણામે રાષ્ટ્રીય યોજનાઓની પાછળ ખર્ચાતા કરોડ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ ર૭૦. રૂપિયા વેડફાય છે અને લાંચરૂશ્વતમાં બર્બાદ થાય છે. આ બદી એટલી બધી રાષ્ટ્ર વ્યાપી બની છે કે પુલ, બંધ કે ડેમ બાંધવામાં મોટા મોટા ઇજારદારે ઓછો માલ વાપરી અડધા રૂપિયા પિતે હમ કરી જાય છે અને રાષ્ટ્રને તેથી મોટો ફટકો પડે છે. આમાં દેશને કેટલું મોટું નુકશાન થાય છે એ તેઓ વિચારતા નથી. ' . * એટલે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક શૈક્ષણિક વગેરે ક્ષેત્રની અલગ અલગ સંગઠનોમાં વહેચણી કરી દેવી જોઈએ. જેથી રાજ્ય સંસ્થા કેવળ રાજકીય ક્ષેત્રમાં સારી પેઠે કામ કરી શકે અને તંત્રને સંભાળી શકે. આ રીતે સત્તા અને સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે; તેજ અનિષ્ટો ઊભા થતાં અટકશે. * આ વ્રતના પાલન માટે સામાન્ય પ્રજા તેમજ ખાસ કરીને લોકસેવકોમાં સંતાન મર્યાદા હોવી જરૂરી છે, તે જ તેઓ ન્યાય અને નીતિપૂર્વક પ્રગતિ કરી શકશે. એવી જ રીતે ઘરબાર છોડીને નીકળેલા સાધુ-સાધ્વીઓએ પણ પુસ્તક, વસ્ત્રો, ઉપાશ્રયે, શિષ્ય અને અનુયાયીઓ અંગે મર્યાદા બાંધવી પડશે કારણકે આ બધી વાતો અંગેની મમતા એટલી બધી વધેલી જોવામાં આવે છે કે તે બીજા અનિષ્ટોની દુનિયા સઈ શકે છે. જો તેઓ આ અંગે મર્યાદા નહીં કરે તો તેમને માલિકી હક મર્યાદાને ઉપદેશ લોકો ઉપર અસર કરી શકશે નહીં. આમ માલિકી હક મર્યાદાને વિશ્વવ્યાપી બનવવાને પુરૂષાર્થ આ યુગે થે જોઈએ. ચર્ચા-વિચારણા : બ્રહ્મચર્ય અને પરિગ્રહ : શ્રી માટલિયાએ માલિકી હક મર્યાદા એ વિષય ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું - સ્ત્રી અને પુરૂષ પરિણીત હોય અને રામકૃષ્ણ કે બાપુની જેમ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંપૂર્ણ સંયમી ન હોય તે શ્રી નાનાભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ 27ii ભટ્ટે કહ્યું છે તેમ, તેણે પિતાની મર્યાદા સમજી લઈને સંસારમાં પડવું પડશે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે --“મોટે ભાગે તે બ્રહ્મચર્ય સહજ રીતે જે પાળી શકે તે જ સંસારી ગૃહસ્થાશ્રમી બની શકે છે. સંસાર પિતે જ પરિગ્રહ છે. બ્રહ્મચર્યની સાથે જેમ અપરિગ્રહ સહજે આવશે તેમ અબ્રહ્મચર્ય સાથે પરિગ્રહ સહેજે આવશે.” : '. '' બાળક આવ્યું કે તરત ચૂસણિયું, સીસી, બેસણિયું, ચાલણગાડી, વગેરે જોઈશે. બાળક અમૂક ઉમ્મરને ન થાય ત્યાં સુધી એને પોષણ પણ જોઈશે. અસંયમ કે બ્રહ્મચર્ય માતા-પિતાનું અને સહેવાનું બાળકને તેમાં ન્યાય નથી. એ જ રીતે સંતાન ગર્ભમાં આવ્યાથી લઈને તે દૂધ પીતું રહે ત્યાં સુધી ગાળો ફરજિયાત રીતે સંયમને રાખવો ઘટે. આ બધું ગૃહસ્થાશ્રમી સેવકોએ સમજવું જોઈએ. ' રૂપિયા પચાસમાં ચલાવી લેવાનું એકવાર વિચારેલું. પણ મુ. નાનાભાઈના તેમજ બીજાના અનુભવો અને કથન ઉપરથી લાગ્યું કે પરિણીત સેવક એક વ્યકિત નથી. એ બેયે–પતિ-પત્નીએ મળીને વિચાર કરવો જોઈએ. નહીંતર વિપરીત પરિણામ આવવાને સંભવ રહે છે. માણસને પુખ્ત થતાં વાર લાગે છે માટે કંઈક પણ પરિગ્રહ. જરૂરી બનીને રહે છે, જેથી કુટુંબ-જીવનમાં ચિત્ત-કલેશ ન થવા પામે, પત્ની કંટાળીને હમેશા વિરેધ કરનાર માનસ તરફ ન ફંટાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. સાથે પતિની ધૂનોને માત્ર આંધળી રીતે વળગી જ રહે એટલે કે પતિના પૌરૂષ આગળ તે પામર પણ ન બનવી જોઈએ. વળી જે સમાજની આસપાસ આવે છે; જે રીતે તેને ઉછેર અને અત્યાર લગીનો વિકાસ થયો છે તે તમામ બાબતો સેવક જેવી જોઈએ. આ રીતે વિચારીને મેં શિક્ષક તરીકેના જીવનની પસંદગી કરી લીધી અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકેની. તે વખતે પ્રાથમિક શિક્ષણના શિક્ષકને પિસ્તાલીશ રૂપિયાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ 272 વેતન મળતું; તે લીધું. પછી સીનિયર શિક્ષક થયો. આમાં એક વાત જણાવી દઉં કે જે સમાજમાં હું કામ કરવા ગયા તે સમાજે મને. ઠીક ઠીક અનુકુળતાઓ આપી. પછી શિક્ષકોના પગાર 70 થી 40 થયા. પણ હજુ સુધી શરીર અને મન બન્ને મજુર જેટલાં તૈયાર ન હતા. આમાં મારા અભ્યાસ કે યોગ્યતાની રીતની વાત હું નથી કરતા પણ પ્રાથમિક શાળાના શિક્ષક મધ્યમવર્ગીય છતાં મહેનત અને કરકસરથી જે રીતે જીવે છે તે આદત નહતી પાડી એટલે હવે તે જાતનું સ્વાભાવિક જીવન જીવવા માંડ્યું. - તે સમય દરમ્યાન સંતબાલ વિચારધારાને સક્રિય પ્રયોગ મારી ત્યાંની પરિસ્થિમિમાં શરુ કરવાનું મન થયું. એક બે કાર્યકરોના મનમાં વિચાર આવ્યો : “રચનાત્મક સમિતિએ આ માલપરાની સંસ્થા માટે કાય કર્યું છે. સંસ્થાએ લાખ જેટલો ખર્ચ કર્યો છે અને માટલિયાના મનમાં કંઈક બીજુ આવે અને તે સંસ્થાને ફેરવી નાખે તે કેમ ચાલે?” મને લાગ્યું કે વાત બરાબર છે. મેં સંસ્થાના ટ્રસ્ટીઓ નીમી દીધા. સંસ્થાનું વેતન બંધ કર્યું અને મારાં પત્નીને સીનિયર શિક્ષિકા બનાવવાનો પ્રયાસ કર્યો. અઢી વર્ષે તેઓ સીનિયર થયાં અને તે વખતનાં સો રૂપિયાના વેતનથી ચલાવ્યું. છોકરાઓ મોટા થયાં ને ખર્ચ વળે એટલે સંતબાલ વિચારસરણીને પ્રયોગ કરતાં બન્નેનું વેતન લઈ (શિક્ષક-શિક્ષિકા) ખર્ચ ચલાવ્યા. એ અરસામાં એકવાર માંદો પડયો. બીજાઓ પૂછવા લાગ્યા કે કંઈ ભેગુ કર્યું છે? વીમો લીધું છે ? - મહાત્મા ગાંધીજીનું વાંચ્યા પછી વીમો લીધેલો તે જતો કર્યો હતો. પછી કાર્યકરોએ સલાહ આપી : “સન્યાસી અને વાનપ્રસ્થાશ્રમી ન હોય તેણે પિતાની-પત્નીની અને બાળકોની, બધાને સહસાધના તરીકે વિચાર કરવો જોઈએ.” એ વાત સાચી હતી. માતા ઇચ્છે કે P.P. Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ 273 ન ઈચ્છે પણ દિકરીને પરણાવવાની હેય તે એને કંઈને કંઈ આપવાને વિચાર સહેજે આવે. એવી જ રીતે બાળકો માટે ઘરને વિચાર આવે. ત્યાં ખેડૂતોએ દશ વીઘાની વાડી આપી. મેં કહ્યું: “હું ખેડૂત રૂપે ધંધાદારી બની શકે નહીં. એટલે એ સંસ્થાની રહેશે. મકાન પણ બાળકોને રહેવા માટે, વેચવા માટે નહીં.” ટુંકમાં મકાન વેચવાની કે ભાડે આપવાની પ્રક્રિયા નહીં. વ્યાજ વટાવને ધંધે નહીં. કમાવા માટે ફાંફાં મારવાના નહી; આમ જે કુદરત નિર્ભરતાને મુખ્ય રાખવા છતાં પોતાની કક્ષા પ્રમાણે ઓછું લેવું અને વધુ આપવું એ રીતે પ્રમાણિક ધંધામાંથી આજીવિકા મેળવે અથવા એ જ પ્રામાણિક સેવા-વ્યવસાય પસંદ કરી, પિતાની જાતને આ રીતે જોડે તો કશા પણ વ્રત-પચ્છખાણ કે ત્યાગના નિયમના ભાર વિના માલિકી હક મર્યાદા આવી રહે છે. - આ મારો જાત અનુભવ મેં કહ્યો છે. એવી જ રીતે સૌ પિતપિતાની મર્યાદા વિચારી લે એટલું જ વિનમ્ર સૂચન છે. પરિગ્રહી વૃત્તિને ઇતિહાસ: શ્રી પૂજાભાઈ એ સંઘર-પરિગ્રહ કેમ થયો તેને ઈતિહાસ રજૂ કરતાં કહ્યું - એવું લાગે છે કે પ્રથમ માનવી કુદરત પર જ જીવતો હશે. પણ, કુદરતમાં ખાડા - ટેકરા આવ્યા, દુકાળ વગેરે આવ્યા અને શ્રદ્ધા ઢીલી પડી ગઈ. બીજી બાજુ સાથની તે સ્ત્રી - પુરૂષને જરૂર હતી, છે અને રહેવાની પણ, કાયમ સાથે રહી સાધના કરતાં વિકાર વાસના સામે નરનારીએ ઘણાં કંદો ખેડતાં, બન્નેમાંથી એક કે બન્ને હાર્યા હોવા જોઈએ. તેમાંથી લગ્ન સંરથ ને જન્મ અને વિકાસ થયો.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ 274 વિશ્વવાત્સલ્યને વહેવડાવવું હોય તો સંતાનોને કેમ છોડાય ? એ જવાબદારી ઉપાડી અને થોડો સંગ્રહ કરતા, દેખાદેખીએ વધુ સંગ્રહ થયે. કે અગાઉ સાર્વજનિક કાર્યોમાં સંગ્રહ, કાંઈ પણ કામ પ્રસંગે તરત વપરાઈ જતો પણ ધીમે ધીમે તે વધુ થવા લાગ્યો. આમાં પણ સારાં કપડાં, દાગીના, મકાન, સામાજિક ખર્ચ વગેરેમાં હરિફાઈઓ થવા લાગી. પરદેશને બહુ ચેપ ન હતો ત્યાં લગી મર્યાદા કાંઈ કેય રહેતી, પણ પછી તો પરિગ્રહ વધ્યો. એક ઠેકાણે ટેકરો થાય તે બીજે ઠેકાણે ખાડો પડે જ! જેમ જેમ ખાડો વધવા લાગ્યો કે નીતિના બંધ ઢીલા પડવા લાગ્યા. ચોરીનાં પણ સાધને મેળવવાં અને ભેગવવાં એવી વૃત્તિ જાગી. બુદ્ધિવાળા દિન દહાડે અને ઓછી બુદ્ધિ વાળાં દાંડ તો રાત્રે લૂંટવા લાગ્યા. જ્યાં પરિગ્રહ ન હોય ત્યાં કોણ સંધરે અને કોણ ચોરે? બાકી આજે તો પરિગ્રહની લાલસાએ માઝાજ મૂકી દીધી છે. ખુદ એક અપરિગ્રહી સાધુ જે ધર્મના ધુરંધર ગણાતા, અને જેઓ ધર્મ નિસર્ગ, નિર્ભરતા અને અપરિગ્રહની અવધિરૂપ ગણતા, તેઓ વીસ હજાર રૂપિયા આડકતરી રીતે. પિતીકારૂપે ફેરવતા હતા, આ સાંભળીને આપણે દિંગ થઈ જઈએ છીએ અને દુઃખ પણ ખૂબ થાય છે. આ દાખલો આપવાનું કારણ એટલું જ કે સમાજમાં પરિગ્રહને સડો કેટલો ઊંડો ગયો છે. આથી જ વિશ્વાત્સલ્યના પ્રચારક સાધક - સાધિકાએ ઝીણી ઝીણી વાતોને પરિગ્રહ છોડીને માલિકી હક મર્યાદાને વિચાર કરવો પડશે. શ્રી દેવજીભાઇએ ત્યાર બાદ પિતાની નજીકમાં રહેતા એક કુંભારકુટુંબને દાખલો આપ્યો હતો. ગરીબી કે તંગીમાં દેખાદેખીથી કેવી રીતે દૂષણ પેસે છે તેનું બયાન રજૂ કર્યું હતું. અને તેમાં થોડીક છત થતાં; ચહેરા કેવા ખીલી ઊઠે છે તેને પણ અનુભવ રજૂ કર્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ ૨૭પ માલિકી હક મર્યાદાને ઊંડે વિચાર થવો જોઈએ : શ્રી બળવંતભાઈએ કહ્યું : " ગાંધીજીએ આપણને ટ્રસ્ટશીપને શબ્દ આપ્યો છે. વિનોબાજીએ માલિકી હક વિસર્જન રજૂ કર્યું છે અને પૂ. મહારાજશ્રી સંતબાલજીએ માલિકી હક મર્યાદા શબ્દ આપ્યો છે. 1 . મારા નમ્ર મત પ્રમાણે માલિકી હક મર્યાદાના મુદ્દે ખૂબ ઉંડાણથી વિચારવા જેવો છે અને તે સાવ વહેવારૂ હોવાની સાથે યુગાનુરૂપ પણ છે. ચલાબાં ખાદી વિધાલયમાં મને આનો અનુભવ થયો છે. સંસ્થાઓ તરીકે ભાલનળકાંઠાની સંસ્થાઓ તરફ નજર ઠરે છે. મને તો ખરેખર અનુબંધ વિચારધારાને જ માર્ગ ગમે છે. મને એ પણ નવાઈ લાગે છે કે તેલંગાને બનાવ તાજે છતાં શ્રીમંત કેમ ચેતતા નથી. ગરીબો ગરીબ છે–એ તેમનાં કર્મે છે એવું શ્રીમંત માને છે પણ, પિતાને દોષ જોતા નથી. એવી જ રીતે સાધુઓ પણ દાનને પ્રતિષ્ઠા આપે છે પણ, એ નાણું ક્યાંથી આવે છે તેનો વિચાર કરતા નથી. તો ભવિષ્યમાં શું થશે? આજના આર્થિક પ્રશ્નોને ઉકેલ મારા મતે તો માલિકી હક મર્યાદા જ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ [13] વિશ્વવાત્સલ્યના કાર્યક્રમો [16-10-61] શ્રી દુલેરાયભાઈ માટલિયા - વિશ્વ વાત્સલ્ય, તેની ભાવના, તેની નિષ્ઠા તેમ જ વ્રત અંગે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ એને અમલમાં મૂકવા માટે કાર્યક્રમ પણ હેવો જરૂરી છે. અહીં તે ઉપર વિચાર કરવાનો છે. દરરોજ ( વિશ્વવત્સલ સંઘની) પ્રાર્થનાને અંતે - સર્વથા સૌ સુખી થાઓ, આ સમને સા સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.” –એ ચાર સૂત્રો બોલવામાં આવે છે. એમાં વિશ્વવાત્સલ્યને આ કાર્યક્રમ આવી જાય છે. તે કેવી રીતે તેને વિચાર કરીએ. કાર્યક્રમ પ્રથમ– બધા પ્રકારે બધા સુખી થાઓ " આ પહેલા કાર્યક્રમ છે. દાઢની અંદર તિરૂં હોય ત્યાં લગી જીભ અડયા કરે અને તેના ઉપર ફર્યા કરે તેમ જ તે નીકળે ત્યારે જ સંતોષ થાય; ચેન પડે. આંખમાં કણું પડયું હોય ત્યાં સુધી સંતોષ થતો નથી, તે નીકળેથી જ સંતોષ અને સુખ થાય છે. એવી જ રીતે જ્યાં સુધી દેહધારીને દેહનું દુ ખ હેય ત્યાં સુધી, એને ભગવાનનું નામ પણ સારું ન લાગે અને ભજન પણ વસમું લાગે. આ અંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ 277 ભગવાન બુદ્ધે આનંદને એક ભિખારીને જ્ઞાન આપવા મેકલ્યો તેને દાખલો ઘણે જે જાણીતું છે. ભિખારી ભૂખ્યો હતો એટલે આનંદની ધર્મશિક્ષા ઉપર તેનું ધ્યાન ન ચુંટયું. પણ બીજે દિવસે બુદ્ધ ગયા અને તેમણે તેના ભૂખનું નિવારણ પ્રથમ કર્યું અને તેને ધર્મોપદેશ પમાડયો. દેહદુઃખ નિવારણ કાર્યક્રમ એટલે દેહનાં દુઃખ દૂર કરવા એ પહેલો કાર્યક્રમ છે. એના ત્રણ ભાગ કરી શકાય. તે નીચે મુજબ છે -(1) પાણીનું દુઃખ, (2) ખેરાકનું દુઃખ (3) અન્ન અને વસ્ત્ર તેમ જ નિવાસનું દુઃખ. ભાલમાં પાણીનું દુઃખ હતું. એવો જ ત્રાસ રાજસ્થાનમાં પણ છે. આજે તો જે કે ભાલમાં પાઈપ લાઈન આવી છે. પણ તે વખતે પાણીને જે ત્રાસ હતો તેને દૂર કરવા માટે " જલ સહાયક સમિતિ " રચવામાં આવી હતી અને તેના વડે તળાવ વગેરે ખોદાવવાનાં કાર્યો શરૂ થયાં પછી વિશેષ પ્રયત્નના અંતે મુંબઈ સરકારે પાઈપ લાઈન સ્વીકારી. બીજુ દુઃખ છે અન્નનું. પઢાર લોકો અને અભાવે ટળવળે અને થેગ (એક જાતનું ખડધાન્ય) વીણીવીણીને લાવે છતાં ય અનાજ પૂરતું ન મળે. બીજાને ત્યાં વધારે ખાવાની સામગ્રી જોઈને મન અન્ન ઉપર રહ્યા કરે. અનશન (સંથારો ) કરનારને બાદ કરતાં બધા ય લોકો અન્નની ચિંતા એક યા બીજી રીતે કરતા જ હોય છે. એ દુ:ખ દૂર કરવા માટેનાં કાર્યક્રમો ભાલમાં પાયલટ યોજના વગેરે દ્વારા થઇ રહ્યા છે. અને દુષ્કાળ વખતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ ભાલના લોકોને ભૂખનું દુઃખ નિવારવાને ખેડૂત મડળ દ્વારા પુરુષાર્થ કર્યો. - પાણી અને અન્ન પછીનું ત્રીજું દુઃખ છે રહેઠાણ તેમ જ વસ્ત્રનું. માણસને રહેઠાણ ન મળે તો તે શરદી, ગરમી, વરસાદ વગેરેથી રક્ષણ કેવી રીતે કરે? વસ્ત્ર ન મળે તો સમાજમાં જીવે શી રીતે ? ટાઢ, તાપ કે વરસાદથી પિતાનું રક્ષણ કેવી રીતે કરી શકે? એટલે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ 278 ન થયા કરે તેમજ દુઃખોને (નિવાસ અને વસ્ત્રનાં) દૂર કરીને શરીરનું રક્ષણ કરવાને કાર્યક્રમ હોવો જોઈએ. સદ્દભાગ્યે એક નાનકડા પ્રતીક તરીકે પણ ભાલમાં જવારજમાં હરિજન માટે મકાન બંધાયા અને વસ્ત્રોદ્યોગ માટે સહકારી જીન પ્રેસ તથા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ચાલે છે. રક્ષણને કાર્યક્રમ . ઘણી વાર એવું બને છે કે અન્ન, પાણી, વસ્ત્ર, મકાન વગેરેની સુખસગવડ હોવા છતાં રક્ષા માટે નિરાંત હેતી નથી. કોઈ બહારવટીયાને ડર હોય છે; ગામનો હેવા છતાં કોઈ ગૂંડાને ભય રહ્યા કરે છે. આવા માણસો પિતાને પ્રાણ લેશે એવું દુઃખ માણસના મનમાં રહ્યા કરે છે. પ્રાણ હેય છતાં તેની રક્ષા બરાબર ન થતી હોય કે ન થઈ શકતી હોય તે તેનું દુઃખ થયા કરે છે. ગામના કે બહારના આક્રમકોને ફડકો ન રહે, તેનાથી રક્ષણ કઈ રીતે કરવું તેની ચિંતા થયા કરે તેમજ પ્રાણ ન ટકે તેનું દુ:ખ ખટક્યા કરે છે આવું બધું હોય તો જીવન વિકાસમાં પ્રગતિ ન કરી શકાય. ચોરી થવાની વકી હોય ત્યારે ખેતી સુધારવામાં મન ચુંટશે નહીં. “હું વીરડે તૈયાર કરીશ પણ બીજા પાણું ચેરાવી | જશે. ઝૂંટવી લેશે.” તો વીરડા ગાળવાનું મન થતું નથી. એટલે કેવળ પાણી, અન્ન, વસ્ત્ર અને વસાહતના દુ:ખોના નિવારણના કાર્યક્રમ સાથે એ બધાના રક્ષણનો કાર્યક્રમ હેવો જોઈએ. રક્ષણની વ્યવસ્થા ન હોય તે આગળ વિકાસ ન થઈ શકે. આ તનના સુખને કાર્યક્રમ થ. મનદુ:ખ નિવારણનો કાર્યક્રમ : ' . પણ શરીરનું સુખ હોય, પૈસા પણ પુષ્કળ હોય તે છોંચે કેટલીક વખત વધુ મેળવવાની તૃષ્ણાને લીધે, બીજાની પાસે વધુ સામગ્રી જોઈ મનમાં અસંતોષ, અદેખાઈ અને ઈર્ષ્યા થયા કરે છે. કેટલીક વાર પિતાની બિન-આવડતને લઈને દુઃખ થયા કરે છે. એમાં વસ્તુ હોવા છતાં માણસ મનના કે અજ્ઞાનના કારણે દુઃખ ભોગવ્યા કરે છે. એ દુઃખ કેવી રીતે ન ભોગવવું તેનો ખ્યાલ શિક્ષણ-સંસ્કારથી આવે છે. છે જે આવું ' કરી શકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ 270 માટે શિક્ષણ સંસ્કારને કાર્યક્રમ ગોઠવવું જોઈએ. એનાથી મન શિક્ષિત થતાં “મને જે મળ્યું છે તેને હું સારી પેઠે ભેગવું' એવી સમાધાન વૃત્તિ કેળવાય છે. આના સિવાય, ખાવા-પીવાનું સુખ હોવા છતાં અન્યાય થયો હોય, કોકે કડવા વેણ કહ્યાં હોય, અપમાન કર્યું હોય તે તેને સુખ મળતું નથી. ગમે તેટલા પૈસા ખરચ થાય, પણ હું આ અન્યાય સહન નહીં કરી શકુ આમ મનમાં થતું રહે છે. અન્યાયને ડંખ દૂર થાય, દેષને બદલો વાળવાથી જ મન શાંત થતું હેઈ ને અન્યાયના દુઃખને દૂર કરવા માટે ન્યાય મેળવવાનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ. સદ્દભાગ્યે ભાલ નળકાંઠામાં લવાદી પદ્ધતિ દ્વારા ઝઘડા પતાવવાનાં તથા શુદ્ધિ-પ્રયોગો દ્વારા ન્યાય મેળવવાના કાર્યક્રમો અને શિક્ષણ સંસ્કાર સમિતિ દ્વારા શિક્ષણ સંસ્કાર આપવાના કાર્યક્રમ ચાલે છે. ' - આમ બધા મળીને સાત સ્વાવલંબનનો કાર્યક્રમ બને છે. શિક્ષણ, રક્ષણ અને ન્યાય એ મનદુઃખ-નિવારણ માટેના અને અન્ન, વસ્ત્ર, વસાહત અને આરોગ્ય એ ચાર શરીર દુઃખ-નિવારણ માટેના કાર્યક્રમો છે. આમ સપ્ત સ્વાવલંબનમાં 3 આધિ (મનદુઃખ-શિક્ષણ, રક્ષણ અને ન્યાય) નિવારણના, 1 વ્યાધિ (આરોગ્ય) નિવારણ અને 3 ઉપાધિ (શરીર દુઃખ-જળ. અન્ન, વસાહત-વસ્ત્ર) નિવારણના કાર્યક્રમો થયા. સપ્ત સ્વાવલંબનની પાછળ આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપથી (દુઃખથી) મુકત થવાની વાત છે. એટલે પ્રાથમિક જરૂરિયાત–આજીવિકાની ચિંતા, તનની ચિંતા અને મનની ચિંતા દૂર કરવાના ઉપાયો સપ્ત સ્વાવલંબન દ્વારા કેવી રીતે થાય તે આપણે જોઈએ. જીવ માત્રમાં દુઃખ દુર કરવાના ઉપાયને પહોંચી શકાતું નથી એટલે માણસ માત્ર સુધીની વાતમાં મર્યાદા લીધી. આખો માનવ સમુદાય પહોંચી ન વળાય એટલે એક ઠેકાણે આ પ્રયોગ કરવામાં આવ્યો. ભાલપ્રદેશ દુઃખી હતો ત્યાં વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમોની ચતુષ્પદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #296
--------------------------------------------------------------------------
________________ પૈકી પહેલાં ચરણને કાર્યક્રમ શરૂ થશે. પ્રતીક તરીકે ત્યાંજ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા. દા. ત. પાણીના દુઃખને દૂર કરવા માટે ભાલમાં તળાવડીઓ ખોદવામાં આવી. કાર્યકરોએ ખેડૂતોને આ વસ્તુની પ્રેરણા આપી. અને માટે ગૂંટીના આશ્રમમાં ત્યાં થોડીક જમીન ઉપર ખેતીના નવા પ્રાગે, પ્રતીક રૂપે કર્યા. અન્નભંડાર પણ પ્રતીક રૂપે રાખેલ. વસ્ત્ર અને બીજી જરૂરિયાતો માટે ખાદી ગ્રામોદ્યોગોને પ્રોગ પ્રતીક તરીકે ચાલે છે. વસાહત માટે પ્રતીક તરીકે જવારજમાં ભગી જેવા પછાત ગણાતા વર્ગ માટે મકાનો બંધાવી તે કાર્યક્રમ શરૂ કર્યો. શિક્ષણ માટે સર્વોદય યોજના વડે જીવનશાળાઓ, પછી બુનિયાદી શાળાઓ (પૂર્વ બુનિયાદી અને ઉત્તર બુનિયાદી) અને અધ્યાપન મંદિર (નવા શિક્ષક તૈયાર કરવા માટે)ને પ્રયોગ ચાલે છે. આરોગ્યના કાર્યક્રમના પ્રતીક રૂપે શિયાળ અને સાણંદમાં દવાખાનાંઓ ઊભા કરવામાં આવ્યાં. રક્ષણ અને ન્યાય માટે લવાદીપ્રથા દ્વારા ઝગડા પતાવવા, અન્યાય નિવારણ કરવા શુદ્ધિપ્રગ તેમજ શાંતિ સ્થાપવા માટે શાંતિસેના પ્રયોગ દ્વારા કાર્યક્રમો ગોઠવાયા. આ બધા કાર્યક્રમો તે પ્રતીક રૂપે નાનકડા પ્રદેશમાં ગોઠવાયા છે, છતાં સાંસ્કૃતિક છે. એમાંથી શકિત જન્મવાનો સંભવ છે એટલું જ નહીં તે એક આદર્શ રૂપે રજૂ થઈ શકે છે. વિશ્વની માનવજાતિ સુધી તો નહીં પણ આખા ભારતમાં આ કાર્યક્રમ ફેલાઈ જાય તો પછી વિશ્વ સુધી પહોંચી શકે એવી શક્યતા આ કાર્યક્રમોમાં પડી છે. આ પ્રયત્નો સાચી દિશામાં છે એટલે વિશ્વ સુધી પહોંચતા વાંધો નહીં આવે. એ જ કાર્યક્રમોને જેમ જેમ વ્યાપક બનાવવામાં આવશે તેમ તેમ આગળ વધશે અને એમ કરતાં તે આખા વિશ્વને આવરી શકશે. માનવજાતમાં સહેજે મદદ કરવાની તેમજ પિતાને તથા બીજાને સુખી જોવાની ખેવના હોય છે. એટલે એને અનુરૂપ અને વિશ્વ વાત્સલ્યના પ્રથમ ચરણ રૂ૫ “સર્વથા સૌ સુખી થાઓ ને આ કાર્યક્રમ લોકપ્રિય બનશે. P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ 281 કાર્યક્રમ દ્વિતીય-સમતા સૌ સમાચરે: કાર્યક્રમનું બીજું ચરણ છે: “સમતા સૌ સમાચરો !" વિષમતા હોય ત્યાં ઉપલા કાર્યક્રમો શી રીતે ચાલી શકે? એ માટે સમતાનું આચરણ સૌ કરે એ જરૂરી છે. દા. ત. ગ્રામ–અર્થકારણ અને નગર–અર્થકારણમાં વિષમતાને લીધે ઘર્ષણો ઊભા થતાં હોય, એક સાધનહીન હેય અને બીજે સાધન-સંપન્ન હોય તો અર્થનીતિની વિષમતાને લઈને સપ્ત સ્વાવલંબન ટકી જ ન શકે. આ વિષમતા સ્વાવલંબનના પ્રયોગને ખાઈ જશે. વિષમતા કયાં યે હોય તો ત્યાં શાંતિથી કામ ન ચાલી શકે. મજૂર -માલિકેમાં વિષમતા હોય તે પણ કાર્ય સરળતાથી ન થાય. આર્થિક વિષમતા કદાચ દૂર થાય પણ સામાજિક વિષમતા હોય તો સમાજમાં શાંતિ ન રહી શકે. ખેડૂત મંડળ, ગોપાલક મંડળ અને ગ્રામોદ્યોગી–મજૂર–મંડળમાં કાયદાના કારણે ઘર્ષણ ઊભા થયાં કરે, ઊંચ નીચ અને અસ્પૃશ્યતાના ભેદો કે સમાજમાં સૌને વિકસવાની સમાન તક આપવાની દૃષ્ટિ ન હેય તે સમાજમાં વિષમતા પેદા થાય અને સમાજ તરફડ્યા કરે. જેમ પાણી સૂકાતાં માછલાં તરફડે એવી જ રીતે સમાજમાં, સામાજિકતા અને સદગુણ રૂપી પાણી સૂકાવા માંડે છે તેવી જ રીતે સમાજ પણ તરફડે. એટલે આ ઉપલા ત્રણે મંડળો દ્વારા ઘડાતા સમાજમાં, સામાજિક્તા રૂપી પાણી પૂરવાની અને ત્રણે મંડળમાં મેળ અને સમન્વય રાખવાની અનિવાર્ય જરૂરિયાત રહે છે. તેનાથી જીવનની આર્થિક અને સામાજિક વિષમતા દૂર થઈ શકશે. આ વિષમતા દૂર થયા વગર સમતા આવી શકે નહીં. - હવે આ કાર્યક્રમ ઉપાડે કોણ? એના જવાબમાં જણાવવાનું કે જેમણે આજીવિકા અને પરિગ્રહની મર્યાદા કરી છે, સમાજસેવાનું વ્રત લીધું છે, પોતાના નિર્વાહની ચિંતા સમાજને સોંપી છે, જીવનમાં જાતે ફક. . . : -- -- --- ---- -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ 282 વ્રત–બદ્ધ થઈ આગળ વિકાસ સાધવાનું મળ્યું છે, જીવનમાં આવતી સામાજિક-આર્થિક વિષમતાને જેમણે આધ્યાત્મિક સમતાના વિચારોથી સમાવી દીધી છે; એવા નવા બ્રાહ્મણો એટલે લોકસેવકોએ આ કાર્યક્રમને ઉપાડવાનો છે. તેમણે રચનાત્મક કાર્યકરોને સંધ,પ્રાયોગિક સંધ તેમજ જુદાં જુદાં સંગઠનો અને કાર્યવાહક-સહાયક સંગઠનો ઊભા કરવાનાં છે. સાથે જ એ સંગઠનમાં તેમણે પારસ્પરિક સમન્વય અને મેળ બેસાડવાને છે અને તેમની આજીવિકાની ચિંતા દૂર કરવાની છે. આ ત્યારે જ બની શકે જ્યારે પોષણ પૂરતી આજીવિકા મળી શકે તેવા કાર્યક્રમો તેઓ યોજે, જનાઓ ઘડે, જનતા સમક્ષ મૂકે અને જનતા દ્વારા રાજ્ય સુધી તે યોજનાને પહોંચાડે. તેમણે સહકારી પ્રવૃતિઓમાં ફરજિયાત બચતથી આર્થિક આધાર ઊભો કરવાને છે અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા તેમણે આર્થિક વિષમતા મટાડવાની છે; એટલું જ નહીં દશ ટકા જેટલી બચત કરતાં શીખવે જે આફત વખતે વીમાની ગરજ સારી શકે. તેમણે બેટા ખરચા ઓછામાં ઓછા થાય તે જેવું પણ જરૂરી છે. કદાચ પાકને વ્યાજબી ભાવ તેમને ન મળે તે પણ તેમણે એક આશ્વાસન તે રાખવાનું છે કે અમે એકલા કે ધારા નથી, નૈતિક સંગઠનો અમારી પડખે ઊભાં છે અને વિશ્વના ખેડૂત-મજૂર સંગઠને પણ અમારી પડખે બેઠાં છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય મજૂર સંઘ (ઈન્દુક) સાથે અમારા સંગઠનને અનુબંધ છે અને તેના વડે અમારે અવાજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડવામાં આવશે અને એક દિવસ અમને જરૂર ન્યાય મળશે. આમ અન્યાયની સામે પણ આ નૈતિક જન સંગઠનોને અહિંસક રીતે લડતાં શીખવવાનું છે અને અહિંસક ઢબે ન્યાય મેળવવાની તાલીમ આપવાની છે. ગાંધીજીએ માલિકોના અન્યાય સામે મજુરોને જેમ. અહિંસક રીતે પદ્ધતિસર લડવાનું શીખવ્યું હતું તે ગાંધી માર્ગ દ્વારા ખેડૂતો, ગોપાલકો અને આમ મજુરે (શ્રમિક) પણ અહિંસક ઢબે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ 283 * લડી શકે એ રીતે તેમને શીખવવાનું છે. પુનરચના મંડળની યોજના દ્વારા પ્રાયોગિક સંઘે આ બધું કરવાનું છે. જેમ સામ્યવાદ વિશ્વની આર્થિક. વિષમતા દૂર કરવા માટે અશુદ્ધ સાધને લઈને લડે છે તેમ વિનોબાજીએ શુદ્ધ સાધનોથી માલિકી હકક-વિસર્જનને નાદ દુનિયાભરમાં ગુંજાવ્યું. છે. એટલે આ બધા નૈતિક સંગઠનને એવી ખાતરી મળવી જોઈએ કે અમે એજ્યાં નથી પણ વિશ્વના પ્રવાહે અમારી તરફેણમાં છે; એ રીતે શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે. આ થયો આર્થિક વિષમતા દૂર. કરવા માટે પ્રાયોગિક સંઘને કાર્યક્રમ પણ સામાજિક વિષમતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે તે એક જ વર્ષમાં એક બીજાને ઉંચા-નીચા માનવામાં આવે છે. આ વાઘરી છે એટલે નીચા છે; ભરવાડ ગમાર અને અણઘડ છે, ગ્રંથિઓ લોકોમાં પેસી ગઈ છે. ભંગી લોકો ધાબીને નીચા ગણે છે તેમ બી પઢારને નીચા માને છે; કારણ એ બતાવે છે કે એ લોકો ઉંદર ખાય છે અમે ખાતા નથી. એવી જ રીતે વાણિયાની જાતિઓમાં વીશા પિતાને ઉંચા માને, દશા નીચા, પાંચા અને અઢીયાને તો એથી પણ નીચા ગણે ક્યાંક કારડિયા ઊંચા તો નાડોદા નીચા છે. આ પ્રકારની જે ગાંઠે સમાજમાં પડી છે તેના કારણે મેળ નથી પડતો અને આ વિચિત્ર પ્રકારની જ્ઞાતિ-વ્યવસ્થાના કારણે સમાજ વ્યવસ્થામાં વિષમતાના સંસ્કારે ભયંકર રીતે ઊંડા ઊતરી ગયેલાં છે. આર્થિક સમાનતા હોવા છતાં આવી સામાજિક-વિષમતાના સંસ્કારો જનતામાં હોય તો તેને તોડવાના કાર્યક્રમ ગોઠવવા જોઈએ. આ સમતા આચરવા અને અચરાવવાનો. કાર્યક્રમ પ્રાયોગિક સંઘને છે. ત્રી કાર્યક્રમ-સર્વત્ર દિવ્યતા વ્યાપે : વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમનું ત્રીજું પગથિયું છે :-“સર્વત્ર દિવ્યતા. વ્યાપો !" સમાજમાંથી તનનાં અને મનનાં દુઃખો દૂર થાય, વિષમતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ દૂર કરવા માટે કાર્યક્રમ ચાલવા છતાં યે જ્યાં સુધી સમાજમાં 'દિવ્યગુણોના સંસ્કાર ન પ્રગટે ત્યાં સુધી સુખ કે સમતા ચિરકાળ સુધી ટકવાનાં નથી. એ જોવામાં આવે છે કે જ્યાં અભાવ - નથી, વિષમતાનું દુઃખ નથી, એવા ઘણાયે પ્રતિષ્ઠિત લોકો અને સામાન્ય પ્રજામાં સુખ લાંબા ગાળા સુધી ટકતું નથી કે એ સુખ એમનામાં દિવ્યતા પ્રગટાવી શકતું નથી. ગીતામાં, અભય, સત્વ સંશુદ્ધિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, જ્ઞાનયોગ, વગેરે 16 દિવ્યગુણો બતાવેલ છે. તેને દૈવી સંપત્તિ કહેવામાં આવી છે. માનવસમાજમાં આ દિવ્ય ગુણો કેમ પ્રગટે ? તેને પ્રગટાવવાનું કામ કોણ કરે? એ અંગે વિચાર કરીએ. જેણે પોતાનું જીવન દિવ્ય-ગુણની સાધનામાં અર્પણ કર્યું છે. સામાન્ય જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની સાધના માટે જે સતત મથતું રહે છે, મનુષ્યનું પૂર્ણ સ્વરૂ૫ દિવ્ય અવસ્થા છે, તેને ક્રમે ક્રમે મેળવવા જે પુરૂષાર્થ કરે છે તેવો સાધુવર્ગ સમાજમાં દિવ્ય ગુણે પ્રગટાવવાનું કામ કરી શકે. આ સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુઓ આવી જાય છે. તેઓ જુદા જુદા દેશોમાં હેઈને જુદા જુદા દિવ્યગુણે ઉપર ક્રમે ક્રમે ભાર મૂક્તા જશે. ક્યા દિવ્યગુણ ઉપર વધારે ભાર મૂકવો અને કયા દિવ્યગુણ ઉપર ઓછો ભાર મૂકે એ તો તે-તે દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને સાધુવર્ગ પોતે નક્કી કરશે. પણ, સાધુસંસ્થાને મુખ્ય કાર્યક્રમ સમાજમાં દિવ્યગુણો પ્રગટાવવા, વિક્સાવવા અને વધારવાનું છે. તેઓ ગામડાં અને શહેરનાં અલગ અલગ જનસંગઠનથી લઈને જનસેવક સંગઠનો અને ધર્મસંગઠને સુધીમાં નિરીક્ષણ કરશે કે ક્યા ક્યા દિવ્યગુણની જરૂર છે અને તે માટેના કાર્યક્રમ મૂકશે. આજકાલ સામાન્ય રીતે લોકોને-મજૂરોને પૈસા વધારે મળે છે. તેમાં પણ શહેરમાં એથી યે વધારે મળે છે. એટલે તે પ્રમાણમાં સંપત્તિ -વધી છે પણ દિવ્યગુણો ન હોવાને કારણે તે સંપત્તિ ટકતી નથી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ તેમ તેમની નિશ્ચિંતતાનું સાધન બનતી નથી. પૈસો જેમ જેમ વધે છે તેમ દિવ્યગુણોના અભાવે લોકો, સિનેમા, વ્યસને, દારૂ, તાડી, નિરર્થકસાહિત્ય કે વિષયવાસનાના પ્રકારોમાં વધારે ને વધારે સંપત્તિ વેડફતા જય છે. તેમને જે આનંદ મળે છે, જે બેફિકરી છે તે ધૂનનો આનંદ અને બેફિકરી છે. તે ક્ષણિક છે અને તેમાંથી સ્થાયી સુખ મળવાનું નથી. તેમને દિવ્યગુણો વડે સારો આનંદ મેળવવાની વાત કોણ શીખવી શકશે કે સ્થાયી સુખ અને નિર્દોષ આનંદ તે દિવ્યગુણોમાં રહેલાં છે. . એ કામ સાધુસંસ્થાનું છે. તેમણે દિવ્યગુણો વડે આનંદ મેળવ્યો છે. અને તેઓ જ સમાજને એ વાત શીખવી શકશે કે એમાં જે આનંદ છે તે સંપતિ વેડફી નાખી ક્ષણિક વાસનાને સંતોષતા સાધનમાં નથી. તેમણે ઉત્સાહ આપી, પ્રેરણા આપી તેમનામાં દિવ્યગુણ પ્રગટાવવાની કળા શીખવવી પડશે અને એથી કરીને લોકોની શક્તિને સારી દિશામાં લગાડવી પડશે. આ દિવ્યગુણ વિકાસની અંદર, જનતા, જનસેવક, રાજ્ય અને સાધુ વર્ગ એ ચારેય સંસ્થાઓને અનુબંધ આવી જાય છે. સાધુ સંસ્થા આગળ ગુણ વિકાસનું આ મોટું કામ પડેલું છે. તેમણે મનુષ્યોમાં પૂર્ણ ગુણોને વિકાસ કેમ થાય તેવા પ્રયોગો કરવાના છે, તેવું ચિંતન કરવાનું છે, અન્ન નિરીક્ષણ કરવાનું છે અને તદનુરૂપ અનુબંધ જોડવાના છે. જ્યાં જ્યાં સંસ્થાઓ કે સંસ્થાની કડી તૂટતી હેય, અનુબંધ બગડતો. હોય અને પરિણામે વિષમતા ફેલાતી હેય, આજીવિકાની નિશ્ચિંતતા ન મળતી હોય, ત્યાં બરાબર નૈતિક ધામિક માર્ગદર્શન આપી તેમજ ન્યાય અને હંફ અપાવીને દિવ્યગુણ વધે તે રીતના પ્રયત્ન કરવા જોઈએ. આની સાથે એ જરૂરી છે કે સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા વધે અને અવગુણોની પ્રતિષ્ઠા તૂટે એ પ્રયત્ન અનિવાર્ય કરવું જોઈએ.. જે એમ નહીં થાય તો અવગુણોની પ્રતિષ્ઠા વધી જશે. પરિણામે દિવ્યગુણોની વાત, સાધુ વર્ગ વ્યાખ્યાનમાં કહેશે તો પણ, કાંઈ વળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ 286 -નહીં આવું વાતાવરણ બંધાઈ જાય અને દિવ્યગુણોની વાતો ફક્ત કહેવા સાંભળવા સુધી જ અટકી જાય. એટલે સાધુ સંસ્થાએ અવગુણ સાથે મારે શું એમ વિચારીને અલગ રહેવાનું નથી પણ આખા વિશ્વને પિતાનું ગણું અભેદ અનુભવ કરવો જોઈએ. જ્યાં જ્યાં કે અવગુણ છે તે મારાજ છે, હું દૂર ન કરી શકું તે મારી સાધનામાં ખામી છે. એ દેષ ભારી વિશ્વાત્મભાવની આત્મવત સર્વભૂતેષુની–સાધનામાં નડશે, સાધનામાં અંતરાયો ઊભા કરશે. એટલે મારી સાધનામાં આવતા આ જાળાઝાંખરાં રૂ૫ દેશોની નિંદામણ કરી ભારે ક્ષેત્ર વિશુદ્ધ કરીને દિવ્યગુણોને વાવવાં જોઈએ.” એવો પોતાની જાતને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ મળે તે સાચે આનંદ મેળવી શકે. મા જેમ પિતાના બાળકની સાથે અભેદતાને અનુભવ કરે છે તેમ, આ સાધુ સંસ્થાએ વિશ્વની સાથે અભેદતાને અનુભવ કરવાનો છે. આ કામ પરંપરાગતથી આવતી સાધુ-સંસ્થા ન કરી શકે એવું ઘણાને લાગ્યા કરે છે. તે એટલા માટે કે સંસ્થા હોય ત્યાં જુદી જુદી પ્રકૃતિ, ટેવો અને સંસ્કારવાળા માણસો એમાં હોય છે. એ માટે બંધારણ ઘડવું પડે છે અને તેમાં ઉત્સર્ગ–અપવાદ વગેરે રાખવા પડે છે. તે ન રાખવામાં આવે તે સંસ્થા જુદી જુદી પ્રકૃતિ અને અમુક સંયોગવાળા સાધકોને સિદ્ધાંત-બાધ કે અપવાદ સિવાય સાચવી અને ઘડી ન શકે. પણ આ ભિન્નતા તે સર્વત્ર અમૂક અંશે રહેશે એટલે એ સંસ્થા કામ ન કરી શકે એવું નથી. જરૂર એના સભ્યો પિતાપિતાની શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે જે દિશા નક્કી થયેલી છે તેમાં કામ કરશે. - માણસમાત્રની પ્રકૃતિમાં એક વસ્તુ પડેલી છે કે જ્યાં સુધી પૂર્ણ દિવ્યતા ન પ્રગટે ત્યાં સુધી એમાં અદેખાઈ ઇર્ષા, દ્વેષ, ધણું, આસક્તિ વગેરે નબળાઇઓ સૂક્ષ્મ અંશે પણ રહેવાની જ. ક્યારેક સાધુસંસ્થામાં જુના અનુભવી અને દિવ્યગુણવાળા રાહબર સાધુઓ બે–ચારજ હોય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #303
--------------------------------------------------------------------------
________________ 287 અને નવો વર્ગ વધારે હોય ત્યારે સાધુ સંસ્થાના બધા સભ્યોના ગુણના સરવાળા કરતાં નબળાઈને સરવાળે વધી પણ જાય, તે છતાંયે દિવ્યગુણોને સમાજમાં વિકાસ તે સાધુ સંસ્થા જ કરશે. એવું પણ જોવામાં આવે છે કે શિષ્ય-શિષ્યાના મોહના કારણે આહારની વહેંચણી વખતે સાધુઓમાં ખટરાગ ઊભો થયા કરે છે. એવું ન થવા પામે તે માટે સાધુસંસ્થાને શિસ્તનાં બંધને પણ છે. શિસ્તભંગ કરે કે અમૂક દેશે કરે એને પ્રાયશ્ચિત પણ આપવામાં આવે છે. પ્રાયશ્ચિત ન સ્વીકારે તો સમાજનું નિતિક દબાણ પણ એના ઉપર લાવવામાં આવે છે અને ફરીથી દેષ કરતા અટકાવવા પડે છે. આ તેની ઉજળી બાજુ થઈ પણ તેની બીજી બાજુએ એવું પણ જોવામાં આવે છે કે એમાંથી (પ્રાયશ્ચિત) બચવા માટે કેટલાક સાધુઓ દંભને આશ્રય લે છે. દંભની સાથે અજ્ઞાન અને અહંકાર પણ હોય છે. એટલે સાધુ સંસ્થામાં રહેલા સાધુઓ “અહ” ન ઓગળે ત્યાં સુધી સર્વથા નિલેપ રહી શકતા નથી. પણ, બીજા ભાન કરતા સાધુતા સ્વીકારી દિવ્યભાગે જવા માટે અમુક દિવ્ય ગુણવાળા સાધુ પાસે રહીને વિકાસ સાધવાનો છે અને એ માટે જ સાધુ સંસ્થા રચાયેલી હોય તેણેજ દિવ્યગુણો સમાજમાં વિકસાવવાનો કાર્યક્રમ પાર પાડવાને છે. એના માટે દિવ્ય ગુણોનો વિકાસ સાધનાર સાધુઓએ સાધુસંસ્થામાં રહી, દિવ્ય ગુણોને સમાજવ્યાપી બનાવવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઇશે; તેમ જ ચારે ય અનુબંધોને ગોઠવવાની તૈયારી કરવી પડશે. તે જ આ સંગઠનો દ્વારા ગુણવિકાસ સાધી શકાશે. સાધુસંસ્થાની કોઈ પરંપરા ગુણવિકાસ ઘાતક હશે તો તેમાં તેઓ સંશોધન કરશે. આવા ક્રાંતિદ્રષ્ટા સાધુઓ પિતાની સાધના દઢપણે કરતા કરતા પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરી શકશે. અરવિંદે કહે છે તેમ H “ઉર્ધ્વગામી ચેતના થઈ ગઈ હોય તો દિવ્યગુણો તેમાં પ્રગટે છે અને તેનાથી બીજા, ચેતનાવાળા પ્રેરણા લે છે.” તો આ પ્રમાણે દિવ્યગુણ વિકાસી ક્રાંતદ્રષ્ટા સાધુ, સમાજની અવ્યવસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ 288 જોઈને એમાં સુવ્યવસ્થા કેવી રીતે સ્થાપવી, તેનો ઉપાય સૂચવી શકે છે; તે પરિવર્તનને જોઈ શકે છે અને કાર્ય-કારણના અનુબધે ભવિષ્યમાં શું થશે તે જોઈ શકે છે. આથી અનુબંધમૂલક ત્રણે સંગઠનોના ક્ષેત્રોમાં જ્યાં જ્યાં અશાંતિનાં મૂળ પડયાં હોય ત્યાં શાંતિનાં કારણે શોધી શકે અને બતાવી શકે છે. જ્યાં જન્મ છે ત્યાં મરણ છે, એને ભય પડેલો છે. તેના કારણે સામાન્ય વ્યક્તિમાં એ ભયને લીધે અશાંતિ ઉપજે એ સહજ છે. એટલું જ સહજ દિવ્યદ્રષ્ટા સાધુઓ માટે એ અશાંતિને નિવારી, શાંતિ કરવાનું કામ છે. જેમ ખેડૂત શેરડીને જોઈને રસનો ખ્યાલ કરી શકે છે, વૈજ્ઞાનિકો અણુનું ભવિષ્ય જોઈ શકે છે. તેમ દિવ્ય દ્રષ્ટા સાધુસમાજની અવસ્થા જોઈ એનું ભવિષ્ય જોઈ શકે છે. એ શાંતિચિંતક બીજા કરતા વહેલો સમજી શકે છે માટે જ એ નવી વ્યવસ્થા ગોઠવી શકે છે. જ્યાં શાંતિની સમતુલા બગડી ગઈ હોય ત્યાં તેને સાંધી શકે છે. કાર્યક્રમ ચા-સર્વત્ર શાંતિ વિસ્તરે : એટલે વિશ્વવાત્સલ્યનું ચોથું ચરણ સર્વત્ર શાંતિ વિસ્તરે છે અને તેની રૂએ સૌ સ્થળે શાંતિ વિસ્તારવાની છે. આ કાર્યક્રમ અગાઉ વિચારી ગયા તે પ્રમાણે ક્રાંતદષ્ટ સાધુઓ માટે જ છે. - સર્વત્ર શાંતિ એટલે માત્ર એક વર્તુળ, એક પ્રાંત, એક સંસ્થા, એક દેશની નથી પણ આખા વિશ્વની માનવજાતિમાં અને પ્રાણી માત્રમાં શાંતિ કેમ વિસ્તરે, એવો વિચાર નવેસરથી કરવાનું છે. એનું કારણ એ છે કે વિશ્વના રાષ્ટ્રો વચ્ચે જે અશાંતિની ધારા પડી છે તેને ખાળવા માટે આજની કોઈ એકલી સાધુ સંસ્થા કામ નહીં આપી શકે. વિશ્વશાંતિને પ્રશ્ન એટલે બધે જટિલ બની ગયો છે કે સાધુ સંસ્થા ધર્મની ભાષા બોલશે કે માત્ર ઉપદેશ આપશે તો એનાથી કોઈ પણ વળશે નહીં. - ભાલમાં આ કાર્યક્રમો દ્વારા ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે અને તેથી આગળ વધીને આખા ભારતમાં એક રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ 289 કે ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન ગમે તેટલા પ્રયત્ન કરે તો તેનું : ધાર્યું પરિણામ નહીં આવે. આજે વિશ્વશાંતિની કડી રાજકારણ સાથે ." જોડાયેલી છે. એટલે વિશ્વના રાજકારણની રીતે જ્યાં સુધી ન વિચારય અને આવી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો ન ગોઠવાય, ત્યાં લગી આપણું , ભારતના કાર્યક્રમો અધૂરા રહેવાના. . વિશ્વના રાષ્ટ્રને વિચાર ધૂનમાં થાય છે. વિશ્વના રાજકારણની : સંસ્થા યૂને છે. તેમાં અલગ અલગ રાષ્ટ્રના પ્રતિનિધિઓ બેસે છે. આજે વિશ્વને ઘડનારૂં બળ રાજ્ય-રાજકારણ છે. આ બધા રાષ્ટ્ર વિશ્વને રાજકારણની રીતે જ ઘડવા માગે છે. વિશ્વને વિચાર કરવામાં ધૂનેને નવો વળાંક આપ હોય તે, તે ભારતરાષ્ટ્ર દ્વારા જ આપી શકાય. કારણ કે ભારત પણ યૂને સંસ્થાને એક પ્રતિનિધિ દેશ છે. ભારતરાષ્ટ્ર દ્વારા જે ન વળાંક આપવાનું છે, તે અહિંસક ક્રાંતિની દૃષ્ટિ એ જ હશે. ભારતમાં આજે ઘણા વિચાર પ્રવાહો છે. તેમાં કેટલાક આ . અહિંસક દષ્ટિને અનુકૂળ છે તો કેટલાક પ્રતિકૂળ છે. તે બધાને તાળો : કેવી રીતે મળે એ જોવાનું રહે છે. બીજી બાજુ રાષ્ટ્રની પ્રતિનિધિ : રાજ્ય સંસ્થા કોંગ્રેસને પણ આ વસ્તુ ગળે ન ઉતરે કે “સામાજિક, ; આર્થિક, સાંસ્કૃતિક, અને શૈક્ષણિક ક્ષેત્રો પ્રેરક-પૂરક બળનાં હાથમાં : હોવાં જોઈએ.” આ વાત બીજા ઘણાઓને ગળે ઉતરતી નથી. અહીં એક વાત સાફ કહી દઈએ કે આ બધા કાર્યક્રમ પાછળનો હેતુ એટલો જ છે કે જો આ બધી જવાબદારીઓ કોંગ્રેસ ઉપરથી હળવી થાય તે તે ઘરઆંગણે રાજકારણમાં સંપૂર્ણ અહિંસક દષ્ટિએ કાર્ય ' કરવાની સાથે યૂમાં પણ અહિંસક દષ્ટિએ વિશ્વને વળાંક આપવાની કે શક્તિ ધરાવતી સંસ્થા બની શકે. . * * વિચારવાની વાત એ છે કે જે ઉપરોકત વાત કોંગ્રેસ કે બીજાઓને ગળે ન ઉતરે તો વિશ્વસંસ્થા–ચૂનોમાં, રાજ્ય સંસ્થા કોંગ્રેસ દ્વારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ 290 તે વાતને કેવી રીતે મૂકી શકાય? જે આ રાજ સંસ્થા–કોંગ્રેસ અનુકૂળ ન થાય તો શિક્ષણ અને સંસ્કૃતિના કાર્યકમો કેવી રીતે મૂકી શકાય? કોંગ્રેસ પંચવર્ષીય યોજના પંચાયત દ્વારા ચલાવવાનું તેમજ શિક્ષણ સંસ્કૃતિનાં કાર્યો પ્રાયોગિક સંઘ દ્વારા ચલાવવાની વાત સ્વીકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અનુકૂળ થઈ શકે. અને તેના વડે વિશ્વમાં અહિંસક દૃષ્ટિના વળાંકની વાત રજૂ કરી શકાય. વિશ્વમાં અહિંસક દષ્ટિએ ન વળાંક આપવા માટે એક બીજે ઉપાય એ પણ છે કે વિશ્વના બધા ધર્મોની પરિષદ યોજાય અને તેમાં સર્વમાન્ય કાર્યક્રમની ચર્ચા થાય. અહિંસા, સત્ય, ન્યાય, અપરિગ્રહ તેમજ ભવાદી, નિઃશસ્ત્રીકરણ, અણુઅસ્ત્ર પ્રતિબંધ વગેરેની વિચારણા થાય અને વિશ્વની આચાર સંહિતા ગોઠવાય. આ રીતે સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિશ્વસંસ્થા તરીકે યૂનેસ્કો છે; તે દ્વારા જે એ કાર્યક્રમ આગળ ધપાવાય તો વિશ્વશાંતિનો માર્ગ સહેલો બને. આજે “યુનેસ્કો”, “યૂનો ના સંચાલન હેઠળ છે ત્યારે ખરેખર તો તે યૂનાની પ્રેરક-પૂરક સંસ્થા હોવી જોઈએ પણ તેમ નથી. આમ છતાંયે તેનું બંધારણ સ્વતંત્ર છે. “યૂને રાજકારણમાં અને યૂનેસ્ક સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરે તે જરૂર વિશ્વશાંતિ સ્થાપવામાં ઘણું નકકર કાર્ય થઈ શકે. આપણે ત્યાં સંસ્થાઓને જે ક્રમ યોજે છે. તે પ્રમાણે સર્વ પ્રથમ (1) ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ પછી (2) રચનાત્મક કાર્યકરનું (જનલોકોનું) સંગઠન, (3) વિવિધી જન સંગઠનો અને (4) રાજ્ય સંસ્થા (કોંગ્રેસ)નો નંબર હતો અને હવે જોઈએ એવી માન્યતા છે. યૂનો ( વિશ્વરાજ્ય સંસ્થા)થી એ (કોંગ્રેસ) આગળને નંબર ત્યારે જ લઈ શકે જ્યારે એ આન્તરરાષ્ટ્રિય બને. આજે વિશ્વભરના સાધુઓનું સંગઠન નથી તેમજ વિશ્વના રચનાત્મક કાર્યકરોનું સંગઠન પણ ગાઠવાયું નથી. આ બંને સંગઠને વગર એકલાં પ્રજાકીય (જન) સંગઠને–જેમકે આન્તરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન (જેમાં ખેડૂતો અને મહિલાઓ તે છે જ નહીં.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ 291 ચૂનો ઉપર પ્રભાવ પાડવામાં ટાંચા પડે એવાં છે. યુનેસ્કો આજે યુનોના સંચાલનની નીચે છે; એટલે અને પૂર્વોક્ત પરિસ્થિતિને જોતાં આજે જે સ્થિતિમાં યૂન” છે તે દ્વારા વિશ્વનો અનુબંધ ગોઠવાય તે માટે કેગ્રેસને વિશ્વનું વાહન બનાવવા મથવું જોઈએ. કોંગ્રેસને જ મહત્ત્વ આપવાનું કારણ એટલું જ કે દેશમાં એ એક જ સંસ્થા એવી છે જેની ભવ્ય કારકીદીનો ભૂતકાળને ઈતિહાસ છે. બાપુ દ્વારા સત્ય અને અહિંસાની દિશામાં ઘડતર અને દોરવણી જેને મળેલ છે; પંડિત નેહરૂ દ્વારા, એની મારફત આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં શાંતિ અને પંચશીલની વાત અમલમાં મૂકાવવાની વાત થાય છે. આ બધું જોતા વિશ્વ-એકતાનું વાહન તે બની શકે એમ છે. કોગ્રેસમાં વાસ્તવિકતા છે. નક્કર કાર્યક્રમ પણ એની પાસે છે, માત્ર એની શુદ્ધિપુષ્ટિ કરવાની જરૂર છે; જનસંગઠનો અને જનસેવક સંગઠન દ્વારા થાય એ જ બરાબર છે. વળી પાછું એકવાર યાદ અપાવી દેવું ઠીક થશે કે “વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે કઈ કઈ સંસ્થાઓ કેટલું કામ કરી શકે? અને તેવી સંસ્થાઓની પસંદગી શા કારણે કરી શકાય ? તેના સંદર્ભમાં આ વિચારણું થઈ છે. આ બધાં સંગઠનો-સંસ્થાઓ પાસે વિશ્વશાંતિ તરફ ગતિ કરવાની શક્તિ છે એનો વિચાર થઈ ચૂક્યો છે. વિધવાત્સલ્ય શું કરી શકશે: વિશ્વ વાત્સલ્યના આ કાર્યક્રમો આખી દુનિયાને તરત બદલી શકશે એમ કહેવું વધારે પડતું થશે. તે કેંગ્રેસને પણ બદલી શકશે કે કેમ એ પણ ચક્કસપણે ન કહી શકાય. પણ, એનાં પગલાં સાચી દિશામાં છે એટલે આ ચાર કાર્યક્રમો આશાસ્પદ છે. આ કાર્યક્રમો દ્વારા સત્ય અને અહિંસા પ્રગટ થઈ શકશે. આની સાથે એ પણ ન ભૂલાવું જોઈએ કે જ્યાં સુધી વિશ્વની દષ્ટિએ ધર્મની (અહિંસા, સત્ય ન્યાયની) એ દરેક પ્રશ્નને ન સ્પર્શવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ ૨૮ર આવે ત્યાં સુધી વિશ્વશાંતિના પ્રશ્નમાં કશું નક્કર કાર્ય ન થઈ શકે. કેવળ : અહિંસાદિ ધર્મને ઉપદેશ સાધુઓ આપીને બેસી રહે તે ધર્મની " રચનાત્મક સંપૂર્ણતા ન આવે. એવી જ રીતે રચનાત્મક કાર્યકરો કેવળ એમ વિચારે કે સમાજમાં રાહતનાં કાર્યો કરશું અથવા કેવળ હિંદના " અમૂક ગામડાંઓમાં સપ્ત સ્વાવલંબનમાં અમૂક કાર્યો કરશું, તે વિશ્વવાત્સલ્ય કાર્યક્રમ પૂરો થયો. તો એનાથી વિશ્વના પ્રશ્નો ઉકેલાશે નહીં અને વિશ્વશાંતિ દૂરગામી થશે. એના માટે વિશ્વને નજર સમક્ષ રાખીને જ દરેક કાર્યક્રમને સ્પર્શ પડશે. તે સહેજે પ્રશ્ન એ થાય છે કે શું આ આખો કાર્યક્રમ પાર પાડવાની વિધવાત્સલ્યમાં શક્તિ છે? અગાઉ જણાવવામાં આવ્યું તે પ્રમાણે એ દિશા તરફનાં તેના પગલાં સાચાં છે પણ આજની વિષમ પરિસ્થિતિમાં ક્યારે એ ધ્યેયને પહોંચી શકાશે એ કહી શકાય નહીં. સાધુઓને જ લઈએ. એમાંથી કોઈ પણ એક સાધુ આપદ્ ધર્મ તરીકે વિશ્વની દિશામાં ઉપરોક્ત કાર્યક્રમ લે એ બની શકે, પણ વિશ્વના સાધુઓને ધર્મ પરિષદના કાર્યક્રમ હેઠળ એક કરવાનું કાર્ય તો ગજા ઉપરાંતનું લાગે છે. એવી જ રીતે વિશ્વના તમામ રચનાત્મક કાર્ય કરે મળી જાય એ પણ આજે કલ્પનાની વાત લાગે છે. અત્યારે કોંગ્રેસને મહત્ત્વ આપવાનું છે, પણ જે સાધુઓ અને રચનાત્મક કાર્યકરો ભળી જાય તો કાંગ્રેસ કરતાં વિશ્વધર્મની શુદ્ધિ-પુષ્ટિનો વિચાર ત્યારે થશે. * ઉપરની વાતો ઉપરથી કદાચ કોઈ એમ પણ તર્ક કરે કે જે એમ . ન થાય. તો શું કાર્યક્રમ મૂકી દે ? કલ્પનાનું નવું મકાન ન બંધાય એટલે હમણાંનું મકાન પણ મૂકીને નીકળી જવું; એના જેવી એ વાત થશે. જે હાથમાં છે તેને સાથે કરીને–તેને અનુબંધ આપણું કાર્યક્રમ સાથે બેસાડીને આગળ ચાલવાનું છે. ભવિષ્યમાં કદી આ પરલોકમાં થશે , એમ માનીને પરલોક માટે આ લોકને બગાડવાનો નથી કે તેનો અફસોસ કરીને બેસી રહેવાનું નથી. . . એ નથી બન્યું પણ બનવું જોઈએ. તે માટે જ વિચાર થાય
Page #309
--------------------------------------------------------------------------
________________ : 297 છે કે વિશ્વના ધર્મગુરૂઓનું સક્રિય બળ ઊભું થાય તો ગ્રેસ આપોઆપ ગૌણ બની જશે. પણ તેમ ન બને તો સામે જે બળ પડયું છે તેના વડે પ્રયત્ન કરવો જ પડશે–ચાલુ રાખવું પડશે. હલેસાં છેડ્યા વગર કોંગ્રેસ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ પુરૂષાર્થ હાલ તે સાધવાનો છે. આ વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમો, ધર્મ, સર્વોદય તેમજ કલ્યાણરાજના વિચાર સાથે કેટલા બંધબેસતા છે અને ક્યાં મુશ્કેલીઓ છે, તેનો વિચાર હવે પછી થશે. * ચર્ચા વિચારણું વિધવાત્સલ્યનું મૂર્ત રૂપ ધર્મમય સમાજ રચના: શ્રી નેમિમુનિએ પિતાનું વક્તવ્ય એક અનેરાં પાસાંથી રજૂ કરતાં, ચર્ચા સમયે પ્રારંભમાં જણાવ્યું કે સવારના શ્રી માટલિયાએ વિશ્વવાત્સલ્યના કાર્યક્રમોને પિતાની લાક્ષણિક શૈલીએ વ્યવસ્થિત અને પદ્ધતિસર જણાવ્યા હતા. તેમણે આગળ ઉપર જણાવ્યું - - વિધવાત્સલ્યનું મારા નમ્ર મતે મૂર્ત સ્વરૂપ ધર્મમય સમાજ રચના છે. કાર્યક્રમ એટલે કાર્યને આગળ વધારવાનાં પગલાં માંડવાં તે. વિશ્વવાત્સલ્ય ધ્યેય, ધર્યમય સમાજ રચનાના કાર્યને આગળ ધપાવવાનાં પગલાં માંડવાં તે છે વિશ્વવલ્ય કાર્યક્રમનો હેતુ. આપણે વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા અને વતનિષ્ઠા અંગે અગાઉ વિચારી ગયા છીએ. તે ત્યારે જે ટકી શકે જ્યારે કાર્યક્રમો આગળ ધશે. નહીંતર પ્રજામાં તેની ધારણું ન બેસે અને વિશ્વ વાત્સલ્ય ભાવનાને વ્યાપક વિકાસ થઈ શકે નહીં. “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એ સૂત્ર જેમ વ્યકત વિકાસ માટે હતું તેમ આજે સમાજમાં ધર્મ લાવવા માટે “ત્યાગ ન ટકે રે કાર્યક્રમ વિના” એ સૂત્ર ઠેર ઠેર અને ઘેર ઘેર ગૂંજતું કરવું પડશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ યોગશાસ્ત્રમાં ધારણ” શબ્દ આવે છે, એને અર્થ છે જે વિચાર કે વાત હોય તેને ધારણ કરવી. જે વિચારો આપણે કર્યા, તેની ધારણા નહીં થાય તો તેમાં કચાશ રહી જશે. પછી તે વિચાર કાંતે વિચારકો અથવા વ્યક્તિ વિશેષ સુધીનો જ બનીને રહી જશે. તે સમાજ વ્યાપી નહીં બની શકે. આપણા શરીરમાં દરેક અંગોમાં (પગ, જઠર, સ્નાયુ) બધી શક્તિઓ ધારણ શકિતથી પ્રગટ થઈ ક્રિયાશીલ બને છે. તેમાં જન્માંતરની ધારણું ઉપરાંત આ જન્મને પ્રયત્ન અને બીજાઓનો પણ સહકાર હોય છે. જેમ માતા બાળકની આંગળી પકડે છે અને બાળક ભાની મદદ મેળવી ચાલે છે; તેમ કાંતિકાર પોતાની ક્રાંતિ સમાજવ્યાપી બનાવવા માટે સમાજ આગળ કાર્યક્રમો મૂકે છે, જેથી તનિષ્ઠા વ્યાપકરૂપ ધારણ કરે છે; ઘડાય છે અને નીતિનિષ્ઠા મજબૂત થાય છે. એ માટે ગાંધીજીએ તેર અને વિસ્તારથી ઓગણીશ કાર્યક્રમો દેશની પ્રજા, પ્રજાસેવકો અને કોંગ્રેસ આગળ મૂક્યા. અસ્પૃશ્યતા નિવારણ, સફાઈકામ વગેરે કાર્યક્રમો પ્રારંભમાં લોકોને બહુ આંચકાવાળા લાગ્યા. પણ ધીમે ધીમે લોકો એનાથી ટેવાઈ ગયા. આમ ધારણ શક્તિ પ્રજામાં આવી ગયા પછી જ ધીરે ધીરે ક્રાંતિમય કાર્યક્રમો પચે છે. જેમ શરૂઆતમાં કોઈ માંડ પાંચ શેર વજન ઉપાડી શકે, તે ધારણા–બંધાતા ધીરે ધીરે એક મણ બોજો પણ ઉપાડી શકે છે. તેમ સમાજમાં ઘર ઘાલી બેઠેલાં ખોટા મૂલ્યો દૂર કરવામાં શ્રમ અને સમય અપરંપાર લાગવાને સંભવ છે. એટલે ક્રાંતિકાર જેની સામે ચિત્ર સ્પષ્ટ છે તેને કેટલીક વખત એકલા જ દોડવું પડશે. પ્રારંભમાં તો સાથી ભાઈ-બહેને પણ દલીલ કરશે અને કેવળ શ્રદ્ધાપ્રધાન સાથીઓ જ સાથે ચાલશે, ખેંચાશે અને ધીમે ધીમે સમાજ પણ પાછળ ચાલવા માંડશે. નવા વર્ણો : આજે ચારેય વણ લુપ્તપ્રાય બન્યા છે. તેના બદલે નવા વર્ષે કે વર્ગોની નવી રીતની વિચારસરણી વિચારીએ, એ ઠીક થશે. બ્રાહ્મણ એટલે રચનાત્મક કાર્યકરે, ક્ષત્રિય એટલે કેસરૂપી સંસ્થા, વૈશ્યો એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ - ર૯૫ ખેડૂત ગોપાલક અને વ્યાપારીઓ અને શુદ્ર એટલે એમના સહાયકો- શ્રમજીવીઓ. આ વાત કોઈને ગળે તરત નહીં ઉતરે. ક્ષત્રિયો અન્યાયને પ્રતિષ્ઠા ન આપે એટલે તેમણે પૈસે તથા સત્તાને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. તો એ કોગ્રેસને ગળે નહીં ઊતરે. શ્રમજીવી વૈો અને શુદ્રોએ–બનેએ મુખ્યત્વે ગામડાં લેવાં જોઈએ, તો એ વાત પણ કોઈને તરત ગળે નહીં ઊતરે. પણ આજના યુગ પ્રમાણે વર્ણ વ્યવસ્થામાં ફેર બદલી કરવી પડશે અને તેના નવાં મૂલ્યો બાંધવા કાર્યક્રમો રજુ કરવા જ પડશે. આ બધામાં વર્ગ, જાતિ કે સંપ્રદાયને લક્ષમાં નહીં રખાય પણ વિશ્વને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમો અપાશે અને ઘડાશે. માનવી પોતે મર્યાદિત હોઈ અને પ્રારંભમાં સર્વાગી કાર્યકરે પણ ઓછા મળવાના હાઈ ક્ષેત્ર (કાર્યક્ષેત્ર) પણ મર્યાદિત અને ટુંકું લેવું પડશે. વળી આજના સાધુ સન્યાસીઓની કક્ષા મુજબ લોકો તેને ઝીલશે. કાર્યક્રમો પણ કક્ષા પ્રમાણે આપવા પડશે. કાર્યક્રમોની ષ્ટિ: ક્રાંતિ અને ક્રમ એ બન્ને શબ્દો ક્રમ ધાતુ પરથી બનેલા હેઈ, એકાળું માનીએ તે; કાર્યક્રમનો અર્થ સમાજકાર્યમાં ક્રાંતિ અગર તે સમાજકાર્ય દ્વારા ક્રાંતિ, એમ થાય છે. એ દૃષ્ટિએ કાર્યક્રમ સમાજમાં નવાં મૂલ્યોની સ્થાપના કરનાર, મલ્ય પરિવર્તન કરનાર નીવડે, એ દષ્ટિ કાર્યક્રમ ગોઠવનારની હોવી જોઈએ. દા. ત. શિયાળનું દવાખાનું લઈએ. આમ તો તે સર્જનાત્મક કાર્યક્રમ છે. પણ, જ્યારે, શુદ્ધિ પ્રયોગ ચાલતો હશે અથવા લવાદીથી ઝઘડા પતાવવાને વ્યાપક કાર્યક્રમ ચાલતો હશે ત્યારે દવાખાનાના ભાઈબહેને માટે દવાખાનું ગૌણ બની જશે; અને પ્રતિકારાત્મક કાર્યક્રમ અથવા મૂલ્ય પરિવર્તનાત્મક કાર્યક્રમ | મુખ્ય બની જશે. મતલબ એ છે કે આમ તે સમાજના બધા કાર્યક્રમો સમાજના નવસર્જન માટે છે છતાં, એમના મુખ્ય ત્રણ ભેદ રહેશે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ કે ભાવ 296 (1) સર્જનાત્મક, (2) પ્રતિકારાત્મક અને (3) મૂલ્ય પરિવર્તનાત્મક - સપ્તસ્વાવલંબનના કાર્યક્રમો સર્જનાત્મક પણ છે અને મૂલ્ય પરિવર્તન * 'નાત્મક પણ. ભાલમાં પાણીનું મહાદુઃખ હતું. પાણી જેવી માનવ તથા - પશુની પ્રાથમિક જરૂરિયાતમાં મહાકષ્ટ હોય ત્યારે ધર્મ કે નીતિ શું હોય ? એના ઉપદેશ કરતાં એ કષ્ટ નિવારવું એ જ પ્રથમ ફરજ બને. એટલે ત્યાં જલ–સહાયક સમિતિ બની. કાર્ય તો સંસ્થા દ્વારા વ્યવસ્થિત રીતે શરૂ થયું. પ્રશ્ન એ થયો કે દાતા કોણ? તરત ધનને પ્રતિષ્ઠા આપવી ન હતી એટલે અપીલ થઈ - “ઉપકાર કરવા માટે નહીં, પણ ગામડાના આ ભાંડુઓને અત્યાર લગી આપણે ભોગવી તેવી તો ઠીક પણ સામાન્ય જરૂરિયાતની સગવડ પણ ન અપાઈ તેના પાયશ્ચિત રૂપે કે કર્તવ્ય રૂપે ફાળો આપે !" આથી પૈસાદારની “અમે ઉપકાર કરીએ છીએ” એ ગ્રંથિ તૂટી. ટુંકમાં સહાયતા આવી પણ મૂલ્ય પરિવર્તન સાથે આવી. એ માટે કેટલાક પુણ્ય અને ઉપકારને માનવાવાળા મૂડીદારોનો વિરોધ સહેવો પડ્યો. એવી જ રીતે દુકાળ માટે અમાદાવાદ, મુંબઈ તેમજ સ્થાનિક ભાલનળકાંઠા પ્રદેશના વાસીઓએ જે ફાળો આપ્યો તેમાં મુખ્ય કર્તવ્ય ભાવના રખાઈ, એ સમિતિનું નામ પણ દુષ્કાળ રાહત કમિટિ નહીં પણ દુષ્કાળ કર્તવ્ય સમિતિ રખાયું. વળી જે દુષ્કાળ મટીને સુકાળ થયો એટલે ફરી તે જ પ્રદેશ પાસેથી વળતર રૂપે પ્રતિક ફાળો લેવાયો એને લોકોએ ખુશીથી તે આપો. આમ લેવાની તેવું જ દેવાની સતત કાર્યવાહી આખા સમાજનો અને પરિસ્થિતિનો પલટો કરી નાખે છે. 'સમાજ તાલીમબધ્ધ ઘડાય છે. સહકારી પ્રવૃત્તિ, કેન્દ્રોમાં હોવાથી, પરસ્પરને સહયોગ વધે છે. એવી જ રીતે શુદ્ધિપ્રયોગ અને શાંતિ સેનાના કાર્યક્રમો મુખ્યત્વે પ્રતિકારાત્મક હોવા છતાં, મૂલ્યપરિવર્તનાત્મક પણ છે. આમ સર્જનાત્મક કાર્યક્રમો પ્રતિકારાત્મક બની જાય છે. એ એ જ રીતે મૂલ્યપરિવર્તનાત્મક કાર્યક્રમો પણ સર્જનાત્મક કે પ્રતિકારાત્મક બની જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ ર૯૭. ' કાર્યક્રમને અનુબંધ : - - - . એવી જ રીતે આ બધા જ કાર્યક્રમ ચાર અનુબંધે પૈકી એકને આ પણ છોડીને નહીં ચાલે. તેમાં પણ સંસ્થાનું મહત્વ વ્યકિત કે : - વ્યકિતઓ કરતાં પણ વિશેષપણે તે ક્ષેત્ર માટે સ્વીકારાશે. કયારેક એવું પણ બને કે સંસ્થા મુળભૂતક્રાંતિમાં અવરોધક બનશે ત્યારે ' ક્રાંતદ્રષ્ટા વ્યકિત કે વ્યકિતઓ એ સંસ્થાને છોડશે નહીં. પણ - સંસ્થાના સંશોધન માટે, સંસ્થામાં રહીને પણ મળ્યા કરશે. ' * એવું પણ બનવાને વધુ સંભવ છે કે એવાં ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ, ગૃહસ્થ-દંપતિઓ, સન્યાસીઓ કે બ્રહ્મચારી ભાઈબહેનને આ કાર્યક્રમમાં ભળવા માટે આવે ત્યારે તેમની જૂની સંપ્રદાયધર્મસંસ્થા તરછોડી મૂકશે કે સંસ્થા-બહાર કરવાની ઘોષણા કરશે. તે છતાં તેઓ પોતાની સંસ્થાના મહત્વને ગમે તેવા આક્ષેપ અને વિરોધ વચ્ચે પણ નહીં છોડે. આના પરિણામે, તેવા સભ્યો અનુબંધ વિચારધારાના ભાલનળકાંઠા પ્રયોગના અન્વયે દેશભરમાં અલગ અલગ વિભાગોમાં નવી સંસ્થાઓ ઊભી કરશે અને જુની સુસંસ્થાઓ સાથે, તથા દેશ અને દુનિયાની વર્તમાન યુગની વિરલવિભૂતિઓ સાથે વ્યકિતગત સંપર્કમાં * પણ રહેશે. જેથી વિધવાત્સલ્યના આ કાર્યક્રમો વિશ્વરૂપ પકડી શકે. . સવારે શ્રી માટલિયાએ કહ્યું તેમ જનસેવકો (ગાંધીયુગના) હશે તેમણે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને ન્યાયના કાર્યક્રમમાં જાતે સીધો ભાગ લેવો પડશે; તેમજ સહકારી પ્રવૃત્તિ, લવાદી વગેરે કાર્યક્રમ નૈતિક જનસંગઠનો દ્વારા ચલાવશે. એટલું જ નહીં, તે જનસંગઠનેનું પ્રતિનિધિત્વ કોંગ્રેસમાં ઊભું કરવામાં તથા મૂલ્ય પરિવર્તન કરાવવાની પ્રક્રિયાઓમાં અને શુદ્ધિપ્રયોગો વગેરેમાં જાતે પણ ભળશે અને સંસ્થાગત રીતે પણ રેવણી આપશે. 1 ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ આ બધામાં પ્રત્યક્ષ ભાગ ન લેવા P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ 298 છતાં ઊંડાણથી અધ્યાત્મલક્ષી નીતિની દષ્ટિએ આ બધાની મૂલવણી કરશે અને રચનાત્મક રીતે વારંવાર સૂચનો આપીને અખંડ સાતત્ય (કંફ) આપશે. તેઓ જ્યાં જ્યાં કડીઓ ખૂટશે કે તૂટશે ત્યાં સાંધશે. પૂતિ કરવા મથશે અને આ સંગઠનને પ્રભાવશાળી, પ્રતિષ્ઠા સંપન્ન બનાવવામાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા હોમી દેશે. રાજ્ય સંસ્થામાં ખાસ કરીને કોંગ્રેસમાં અને રાજ્યતંત્રમાં (લોકસભા-ધારાસભા વગેરે) જનસંગઠનો અને જનસેવક સંગઠનોના અમુક લોકો અમુક હદ સુધી જશે. તે પ્રાયોગિક સંઘ કે નૈતિક ગ્રામ સંગઠનો રાજકીય પ્રશ્નોમાં, કેગ્રેસ સંગઠન અને કોંગ્રેસ પાર્લામેંટરી બોર્ડના ક્ષેત્રમાં શિસ્ત બરાબર જાળવશે. પ્રાયોગિક સંઘ પણ સંસ્થા તરીકે પોલિસને આશ્રય નહીં લે, તેમજ નૈતિક સંગઠનો પણ નહીં લે. તે છતાં જે સરકારી તંત્ર કે રાજ્ય સરકાર પરિસ્થિતિને કારણે, સહાય કરવા આવશે તે તેને ઈન્કાર કરશે નહીં. અલબત્ત એમનું લક્ષ તો લવાદી, શુદ્ધિ પ્રયોગ અને શાંતિસેનાના અહિંસક કાર્યક્રમ ભણી જ હશે. પ્રાયોગિક સંઘની દેરવણી એ નૈતિક જન સંગઠન (ગ્રામસંગઠન, માતૃસમાજ વગેરે) ચાલશે; છેલ્લું માર્ગદર્શન એમનું જ સ્વીકારશે અને એમને આર્થિક સહાય કરશે. આ પ્રાયોગિક સમાં ગ્રામ પ્રાયોગિક સંધ, નગર પ્રાયોગિક સંઘ (વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ) બને સંઘોને સમાવેશ થાય છે. કોંગ્રેસને શુદ્ધ કરવાનું દેશવ્યાપી કામ આ પ્રાયોગિક સંઘની દેખરેખ તેમજ દૂફ નીચે નૈતિક જનસંઘઠન કરશે. આથી જ આ દેશમાં ગામડાં, પછાતવર્ગો, અને માતસમાજોને પૂ. મહારાજ શ્રી સંતબાલજી ઘણો ટેકો આપે છે. આમ ગામડાં અને વિશ્વને અનુબંધ પરસ્પરમાં સંગઠનોની સાંકળીઓ જોડીને સંધાશે. આ આખું કામ ભગીરથ છે. જ્યાં લગી જનસંગઠને, જનસેવક સંગઠને, અને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ દેશભરમાં સંકલના બદ્ધ વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમને ન ઉપાડી લે ત્યાં લગી ભાલનળકાંઠા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ પ્રાયોગિક સંઘના અન્વયે ગુજરાતમાં અને મુંબઈમાં થયેલાં શહેર સંગઠને ઉપર બહુ બેજો પડશે. વર્ષોથી પાછળ પડી ગયેલાં સાંસ્કૃતિક તને ઉંચા લાવી, યુનોને ટેકો આપી યુનેને મજબુત કરવું પડશે. કારણ કે તે જ રાજકીય ક્ષેત્રે. આજે વિશ્વશાંતિની આધારશિલા સમી વિશ્વસંસ્થા છે. તેના વડે આપણે વિશ્વને સામે રાખી અહિંસક કાર્યક્રમો બનાવી પાર પાડવાં પડશે. આ કાર્યક્રમ દા. ત. આવા પ્રકારના હશે :-(1) અણુબ ઉપર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરવું (2) સમગ્ર રીતે યુદ્ધ માત્ર ઉપર પ્રતિબંધનું સૂચન કરવું. (3) પંચશીલને વ્યાપક બનાવવા માટેનું સૂચન (4) સંસ્થાનવાદની નાબુદીનું સૂચન. આ બધા કાર્યક્રમો પાર પાડવામાં સામ્યવાદી સંસ્થાઓનાં સાધનશુદ્ધિમાં ન માનતાં ત ઘુસી ન જાય, અથવા થોડી રાહતના ટુકડા ફેંકી; સંસ્થાનવાદીઓ વિશ્વને ન બનાવી જાય તે માટે સક્રિય તટસ્થતા જાગૃતિપૂવર્ક ભારત ટકાવી રાખે એ જોવું પડશે. આ બધું વિશ્વ વાત્સલ્યના વ્યાપક અને ભગીરથ. કાર્યક્રમમાં આવી જાય છે. પ્રતીતિ થઈ છે: શ્રી પૂજાભાઇ કહેઃ “કલ્પનાથી તે હવે બધું સ્પષ્ટ દેખાય છે અને આ કલ્પના શરૂઆતમાં મૂકનાર મહારાજ શ્રી સંતબાલજીને તો બે અને બે ચાર જેવું પ્રત્યક્ષ દેખાતું હશે. પણ અમારી કક્ષા અને ગજું નાનાં છે. છતાં એ પણ કહી દઉં કે આ કોઈ ઉડતી કલ્પના માત્ર નથી; પણ એ તે વિશ્વભરમાં વહેવારૂ બની શકે તે સીધો. ચોખ્ખો માર્ગ છે; તે પ્રતીતિ હવે પૂરેપૂરી થઈ ગઈ છે. દેશમાં તો હવે આ વિચારે પહોંચી જવાની સીડી તૈયાર થઈ ગઈ. વિશ્વગી. પહોંચવા માટે દુનિયાભરના મુખ્ય મુખ્ય તત્વ ચિંતકો, સેવકો, કિંવા શક્ય હોય તે ધર્મ ગુરુઓ ભેગા થાય અને વિચાર વિનિમય કરે તે. જરૂરી લાગે છે. વિશેષ તો મહારાજશ્રી અને મુનિશ્રી (નેમિમુની). વિચારીને કહી શકે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ અમલી બનાવામાં વાર લાગશે: શ્રી બળવંતભાઈ મેં અગાઉ ઈશારે કર્યો હતો તેમ (1). નારી અવહેલના (2) અશિક્ષિત બાળક (3) બેકાર માનવી. - આ ત્રણ ભારતની મોટી સમસ્યાઓ છે. નાની તો ઘણી છે. દા. ત. સાચો ન્યાય અમલી બની શકતો નથી, સલામતી નથી, રોગીઓની પૂરી. સારવાર થતી નથી, તે ઉપરાંત ઠંડા ગરમ યુદ્ધો, ભાષાવાદ, રાજ્યનો ભરડો, દાંડ તો, માનવ વચ્ચેની અસમાનતાઓ, ગોવા-કાશ્મીરની સમસ્યા. [ આમાં ગોવાનો ઉકેલ આવી ગયો છે] ધર્મના નામે અંધશ્રદ્ધા, મજૂરોના તન-મનનો ઘસારે. આવા તે દેશમાં અનેક સવાલ છે. વિશ્વમાં એથી પણ વધુ સવાલે પડેલા છે. અલબત ઘેર ઘેરથી વાત્સલ્યની જત પ્રગટે અને એ બધી - જ્યોતનો વિશ્વભર સાથે અનુબંધ હોય, તો જરાયે આ કાર્ય અશક્ય કે વસમું નથી, પણ તે દિવસ કયારે ? મને એક પાંચ-છ વર્ષની મૃત બાળકીને કિસ્સો યાદ આવે છે . કે જ્ઞાતિનાં દબાણથી કઈ તેને મસાણે લઈ જવા તૈયાર ન થયું. અંતે ચલાલા ખાટી કાર્યાલયની મદદે આ કાર્ય પાર પડ્યું.. એવો જ એક બીજો કિસ્સે છે જેમાં બળતી બાઈ ઉપર પતિએ ઠંડુ પાણી ભૂલથી નાખતાં ફેલા પડ્યા. તેમને દરબારે મદદ કરી, પિયરિયાએ પૈસે વહેવડાવ્યો પણ ઇસ્પિતાલોના ફેરામાં રાજકોટ પહોંચતા તે બાઈને પ્રાણ છોડે પડ્યો. આમ આવા વિરોધી વાતાવરણમાં જ્યારે મૂલ્ય પરિવર્તનને ક્રાંતિકારી પ્રશ્ન લઈએ કે વિરોધનો વંટોળ ઊઠે છે. એટલે આખા જગતમાં આ સંદેશાને અમલી બનતાં વાર લાગવાને પૂરો સંભવ છે. પણ તેથી નાસીપાસ થવાનું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ 301 વિધવાત્સલ્ય પ્રયોગને સુખદ અનુભવ: શ્રી દેવજીભાઈઃ “મારે અનુભવ બળવંતભાઈ કરતાં જુદે અને પ્રોત્સાહક છે. મને તેલી, હરિજન તથા ગામના લોકોથી જે સાથ. સહયોગ મળ્યા છે તેને આનંદ રસના કુંડા જેવો છે, અમારી બાળાઓ. પણ રૂડા સંદેશાઓ જગાવતી હોય છે. ઘણાં ભાઈબહેને તો તેમને કેટલું બધું માન આપે ? કેટલીકવાર મજૂરીનું મૂલ્ય પણ ન લે ત્યારે પરાણે આપવું પડે અને રાજી રાજી થઈ જાય. . મને લાગે છે કે સંગઠનનું પીઠબળ ન હોય અને એકલદેલ. નિરાશ થાય તે જુદી વાત છે. કેટલીક વાર એકલદોકલના સ્વભાવ દોષના કારણે પણ નિરાશ થવાનો સંભવ છે. બાકી ક્રૂર, દાંડ અને. સ્થાપિત હિતનાં તત્તે પણ થોડી વાર હૂંફાડા મારી, સાચાં સંગ આગળ નમ્ર બની હેત વરસાવે છે. એટલે આવેશને વશ ન થતાં કે ખોટા આત્મ સંતોષને વશ ન થતાં પણ એટલું તે ઉઘાડી રીતે જોઈ શકાય છે કે વિશ્વાત્સલ્યનો કાર્યક્રમ અજોડ છે. ઓછી સમજ કે પ્રકૃતિદોષ વ. , કારણે હતાશ થઈએ કે ઓછી આશા તરફ ઢળીએ તો જુદી વાત છે. - શ્રી બળવંતભાઈ: ભાલ નળકાંઠા પ્રયોગે, સર્વાગ ભાવે અનુબંધ વિચારધારાનો અમલ કરી પછી જ વિશ્વચોગાનમાં આ રજૂ થયેલ છે. એટલે વહેલું મોડું તે આખા જગતમાં ફેલાશે જ એની મને શ્રદ્ધા છે. પણ, અડચણે પગે પગે ઘણી આવે છે. - પૂ. દંડી સ્વામી : એ અંગે આપણું નેતા આ કાર્યક્રમ અંગે. શ્રી સંતબાલજી છે. તેમણે દરેકની શકિત અને શ્રદ્ધા પ્રમાણે કાર્યક્રમ આપવો જોઈએ અને આપણે તર્કશુદ્ધ શ્રધ્ધાનિષ્ઠાથી તેને અમલમાં મૂકીએ તો અડચણ દૂર થઈ શકશે. ભાગલા પાડતાં તો દૂર કરવા પડશે: : * શ્રી પૂંજાભાઈ : વિશ્વવાત્સલ્યમાં ભાગલાં પડાવનારાં તને આપણે હઠાવવાં પડશે. કોમવાદ, ભાષાવાદ, અંગત સ્વાર્થ; અજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ 302 -વગેરેને કાઢવાં પડશે. બાકી સંગઠન થતાં શકિત કેવી ખીલે છે તેને એક નમૂને મજૂર મહાજન સંધ છે. આજે મિલ માલિકો અને મજૂર * ખભેખભા મેળવીને કામ કરે છે. 1949 માં નિરાશ્રિતો આવ્યા અને છાવણીમાં વીશ ઈચ વરસાદને લીધે પાણી ભરાયું. ત્યારે અડખે પડખેનાં ગામોન સાદ પાડી કહેવડાવતાં પૂરી, રોટલા, શાક વગેરે એટલું બધું આવી ગયેલું કે આશ્ચર્યરૂપે સંગઠિત શકિતને ખ્યાલ આવ્યો. સુરતની તાપી રેલ વખતે, લાખો રૂપિયા, અનાજ, કાપડ વગેરે ગયું જ હતું. આમ આજે પણ વેરવિખેર પડેલી શક્તિ નિમિત્ત મળતાં પર બતાવે જ છે. દૈવી શકિત જાગતાં, આસુરી શકિત આપમેળે ઠંડી પડી જશે. બાપુજીએ-ગાંધીજીએ એ જ કાર્ય કર્યું હતું ને ! શ્રી શ્રોફ : વિશ્વવાત્સલ્યના કાર્યક્રમમાં, , સમજણ પડતાં મને -હવે પૂરી શ્રધ્ધા બેસી ગઈ છે. કોડીએ-કોડીયું સંધાતા જગતભરમાં એ દીપી ઊઠશે ! સવારનું પ્રવચન પદ્ધતિસરનું યોગ્ય હતું : પૂ. શ્રી સંતબાલજીએ ત્યારબાદ બેલતાં કહ્યું: “સવારે ભાટલિયાએ “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વત્ર શાંતિ વિસ્તરે,” એ મંત્રનો કાર્યક્રમ, સપ્તસ્વાવલંબન, જગતની વિષમતાઓનું નિવારણ, ગુણવૃદ્ધિ અને વિશ્વશાંતિ માટે યુનો અને કોંગ્રેસનું રક્ષણ એ બાબતો ઉપર કહીને મારો અભિપ્રાય માંગ્યો હતો. મારો અભિપ્રાય એ છે કે “એમણે જે પોતાની આગવી શૈલીથી પ્રતિપાદન કર્યું છે તે ઘણું જ યોગ્ય છે.” પરદેશની બાબતેના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ કરાવવી પડશે : પરદેશ સાથેના સવાલોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ આપણે તેમને આપવી પડશે :-(1) હિંસા દ્વારા તાત્કાલિક પ્રશ્નો પતતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ 303 લાગે છે. પણ ખરેખર પતતા નથી. એક પતીને બે ઉભા થાય એવી સ્થિતિ થાય છે. એટલે ગાંધીજીની હયાતીમાં અહિંસાને જે ચમત્કાર બતાવેલો, તેનાં કરતાં અનેક ગણો અનેક ક્ષેત્રે બતાવવું પડશે. (2) સ્ત્રી અને પુરૂષોને કાયમી અને વધુ પડતો સંપર્ક છતાંય, બને જણ સંયમની મર્યાદા સાચવીને રહી શકે અને એકમેકના પૂરક તરીકે કામ કરી શકશે. પરણેલાં સ્ત્રી-પુરૂષ, ગૃહસ્થાશ્રમીએ. સંતાનની જરૂર પડે. શરીરભોગ કરવાની છુટ લેવા ઇચ્છશે તે પણ તે વાસના વધારવા માટે નહીં, સંયમના લક્ષે જ છૂટ લેશે. ભારતીય સંસ્કૃતિ માટે આ અશક્ય નથી. નવા યુગનાં સાધુસાધ્વીઓએ હૃદય-સ્પર્શથી અને નવાયુગના બ્રાહ્મણે (રચનાત્મક કાર્યકર)એ વાત્સલ્ય લક્ષી સ્પર્શથી આ સિધ્ધ કરી આપવું પડશે. આ બને સમાજના વૈધ-વર્ગ રહેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ [14] સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ [ 23-10-61] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્યના વિવિધ પાસાઓ ઉપર આ અગાઉ છણાવટ થઈ ગઈ છે. જગતમાં ક્રાંતિ આણવા માટે અને માનવસમાજના સુખ શાંતિ માટે પ્રયાસ કરી રહેલ વિચારધારાઓમાં “સર્વોદયવાદ ' પણ છે. એના ઉપર પણ છણાવટ કરવાની જરૂર છે. જ્યાં સુધી સર્વોદયનો વિચાર નહીં થાય ત્યાં સુધી વિધવાત્સલ્યની નીતિ નિષ્ઠા અને વતનિષ્ઠા પણ સારી રીતે ટકી શકશે નહીં. કારણ કે વિશ્વવાત્સલ્યની જે વિચારદષ્ટિ છે તે કેટલાક અંશે સર્વોદયને મળતી આવે છે અને કયાં ક બન્નેને એકબીજાના અંગ તરીકે પણ ગણી લેવા માટે લોકો ભૂલ કરી બેસે. પણ તેના કયા કયા પાસાંઓ છે અને સર્વોદયનું આજસુધીનું શું સ્વરૂપ રહ્યું છે એનો વિચાર કરવામાં આવતા બધી વસ્તુઓ સ્પષ્ટપણે સમજી શકાશે. પાશ્ચાત્ય દેશોમાં સામાન્ય એમ માનવામાં આવે છે કે વધારેમાં વધારે લેકોનું વધારેમાં વધારે સુખ થવું જોઈએ. (Greates good of the greatest member) એટલે કે વધારેમાં વધારે લોકોનું (Majority) વધારેમાં વધારે સુખ વધારવાની નીતિ ત્યાં પ્રચલિત થઈ છે. ત્યાં સુખ એટલે શારીરિક-પિસો ટકા કે મકાન મિલકતનું સુખ એમ ગણવામાં આવે છે. એવું સુખ મેળવવા માટે નીતિનિયમોને ભંગ થાય તો એની વિશેષ દરકાર કરવામાં આવતી ન હતી. તેમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ 305 વધારે માણસનું સુખ જાળવવું એ હેતું રાખવામાં આવ્યો તેથી ડાને-અલ્પ સંખ્યક દુઃખ દઈને પણ તે સુખ અપાય તો હરકત નથી, એમ માનતા થયા. તેનું પરિણામ એ આવ્યું કે ગુલામો અને ગરીબોની સ્થિતિ પશ્ચિમના દેશોમાં છેવટ સુધી ખરાબ જ રહી. પણ, આની વિરૂદ્ધ કેટલાક ડાહ્યા વિચારકોએ અવાજ ઉઠાવ્યો. વધારે માણસને પૈસા ટકાનું સુખ હોય, જોઈએ તે કરતાં પણ વધારેએ ખુદાઈ કાયદાથી વિરૂદ્ધ છે. એવી જ રીતે પોતાના મોજશોખ માટે, ભૌતિક સુખ માટે થોડા લોકોને રંજાડીને, તેમની પાસેથી પરાણે કામ લેવું એ પણ નીતિ-નિયમ અને ઈશ્વરીય કાનૂનની વિરૂદ્ધ છે એમ એ ડાહ્યા માણસોએ કહ્યું. - જોન રસ્કિન એ ડાહ્યા માણસોમાંને એક હતા. તેણે ઘણું વિષયો (હુન્નર, ચિત્રકળા, કળા વગેરે) ઉપર પુસ્તકો લખ્યાં. પણ તેણે તે વખતના લોકોને જે નીતિ વિષયક પુસ્તકો આપ્યાં તેનું મૂલ્યાંકન કંઈક વધારે છે. તેણે એક નાનકડું પુસ્તક લખ્યું છે - Unto this Last (અંટુ ધીસ લાસ્ટ). આ પુસ્તકે યુરોપના લોકો ઉપર જમ્બર વિચાર પરિવર્તનની છાપ પાડી હતી; અને સમજુ માણસો તેને વાંચવા અને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલું જ નહીં એ પુસ્તકે યુરોપના કેટલાક દેશોમાં લોકક્રાંતિના બીજનું આરોપણ કર્યું હતું. એકવાર મહાત્મા ગાંધીજી ટ્રાંસજેર્ડન જઈ રહ્યા હતા. તે વખતે તેમના મિત્ર મિ. પિલિકે તેમને આ પુસ્તક વાંચવા આપ્યું. મહાત્મા ગાંધીજીએ આ પુસ્તક વાંચ્યું. તેથી તેમના વિચારોમાં ઉથલ-પાથલ મચી. તેમણે એ વિચારે પ્રમાણે પિતાનું જીવન ગાળવાનો સંકલ્પ કર્યો. ફિનિકસમાં તેમણે ટોલ્સરોય-આશ્રમ” ખેલીને ત્યાં કેટલાક કુટુંબ સાથે રહેવું શરૂ કર્યું. તેમણે ખેતી અને ગ્રામોદ્યોગ શરૂ કર્યા અને તેઓ જાતે શ્રમનિષ્ઠ બનીને રહેવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ - 306 - દક્ષિણ આફ્રિકાની સ્થિતિ તે વખતે બહુ જ દયનીય હતી. જે માણસે પૈસા માટે દેશાવર ખેડે છે તેઓ એની ધૂનમાં નીતિ અને ભગવાનને ભૂલે છે, સ્વાર્થમાં મુંઝાય છે અને તેથી ગેરલાભો પેદા થાય છે. સર્વધર્મના અને નીતિ તે રહેલી જ છે. નીતિ અને ન્યાય જાળવવા જરૂરી છે. ગાંધીજીએ તે વખતની આફ્રિકાની પરિસ્થિતિ સુધારવા માટે ‘એ પુસ્તકના આધારે પ્રયોગો શરૂ કર્યા અને લોકોને જાગૃત કર્યા. - આ પુસ્તક જેનો અનુવાદ ગાંધીજીએ “સર્વોદય”ના નામે કર્યો તેને મૂળ આધાર રશ્કિને બાઈબલની એક કથામાંથી લીધેલ. દરેક ધર્મ માં નીતિ ન્યાય જાળવવાની વાત આવે છે અને આ કથામાં પણ એ તત્ત્વ છે. એ કથાનું નામ છે: “આ છેલાને પણ...!” ' આ કથા આ પ્રમાણેની છે:–એક માણસને પિતાના કામ માટે રેજના મજૂર (દહાડીયા) જોઈતા હતા. વહેલી સવારે કેટલાક દહાડીયા આવ્યા. તેમને મજૂરીનો દર આઠ આના કહીને રાખ્યા. કેટલાક બપોરે આવ્યા તેમને પણ એ જ દરે રાખ્યા. કેટલાક એટલે સાંજ પડવા ટાણે આવ્યા. તેઓ ઘણા દુઃખી હતા. તેમને પણ એ જ મજૂરીના દરે રાખ્યા. મજૂરી ચૂકવતી વખતે વહેલી સવારે આવેલા મજૂરોએ વાંધે લીધે: “અમે વહેલાં આવ્યા તેમને પણ આઠ આના અને મેડા આવ્યા તેમને પણ આઠ આના!” * . ત્યારે પેલા માણસે કહ્યું : “ભાઈ ! મેં તો તમને કહ્યું તે . પ્રમાણે આપ્યા છે. એમને પણ એટલી જરૂર હતી તે પૂરી કરવી જોઈએ ને. એટલે એ છેલ્લાને પણ એ જ દરે મજુરી ચૂકવું છું તે વ્યાજબી છે.” . . પેલા લોકોને તેથી સંતોષ થયો. બાઇબલની આ કથાના આધારે રસ્કિને “દલિતને નસો” અદલ ઈસાફ”; “સાચનાં મૂળ” અને “ખરું છે એ બાબતમાં જુદાં જુદાં કાર્યો વિષે સૂચન કરતાં કહ્યું છે કે –“પાદરીનો ધંધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ 307 સાચું શિક્ષણ આપવાનો છે અને સત્ય કહેતાં કહેતાં પ્રાણુ હેમી દેવાનું છે. સિપાઈનો ધંધે પિતાના પ્રાણ સાટે પ્રજાનું રક્ષણ કરવાનો છે. વૈદને ધંધે પ્રજાની તંદુરસ્તી જાળવી રાખવા, પિતાની સુખસગવડ મૂકવાનો છે. વકીલને ધધ પ્રજામાં અદલ ઈન્સાફ ફેલાવવાનો છે; તેમ કરતાં કરતાં જો સહેવું પડે તે સહેવું જોઈએ. વેપારીનો ધધે પ્રજાને જોઈતો માલ પૂરો પાડવાને છે; તેમ કરતાં જ સહેવું પડે તે સહેવું ઘટે.” આ વિચારધારાની ઊંડી અસર ગાંધીજી ઉપર થઈ અને તેમનામાં " અંત્યોદયની”ની ભાવના જાગી. હિંદમાં આવ્યા ત્યારે તેમણે જાહેર કર્યું કે “હું આપણા દેશની પછાતમાં પછાત ગણાતી કોમની બાઈને રાખવા માગું છું.” તેમણે હરિજન આશ્રમમાં લક્ષ્મીબાઈ નામની એક કન્યાને રાખી. હરિજન કુટુંબને તેમણે આશ્રમમાં વસાવ્યાં. હરિજનોદ્ધાર માટે તેમણે હરિજન–સેવકમાં ઘણું લખ્યું. એક વખત તેમણે હરિજનો માટે આમરણ ઉપવાસ-અનશન પણ કર્યું. પહેલાં તેઓ આદર્શ લગ્ન વખતે આશીર્વાદ આપતા. પછી વરકન્યા પૈકી એક હરિજન હોય તો આશીર્વાદ આપવાનો નિયમ કર્યો. હરિજનોની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે ફંડફાળા પણ કર્યા તે વખતના ધર્મધુરંધરે અને પંડિતેને બેલાવી તેમણે હિંદુધર્મના શાસ્ત્રો ધાવી પ્રમાણ મેળવ્યા. પંડિત મદનમોહન માલવીય અને આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોએ હિંદુ ધર્મશાસ્ત્રમાં માનવ માનવ પ્રત્યે ધણું અને ભેદભાવ છે જ નહીં એ સિદ્ધ કરી બતાવ્યું. જે કંઈ ધર્મના નામે ચાલે છે તે માનવતા વિહેણું કૃત્ય સ્વાથી લેકો ચલાવે છે એમ સાબિત કરી, “અસ્પૃશ્યતા હિંદુધર્મ માટે કલંક છે” એ વાત ઉપર પંડિતો અને વિદ્વાનોની મહોર લગાવી. એટલું જ નહીં તેમણે અસ્પૃશ્યતા નિવારણનો ખરડે પણ રાજ્ય મારફત બનાવ્યો. આમ પછાતમાં પછાત કોમને તેમણે ઉદ્ધાર કર્યો. ત્યારબાદ બીજા જે પછાત વર્ગો હતા તેમના ઉદ્ધારનું કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ 308 : તેમણે હાથ લીધું. તેમના ઉત્થાનના કાર્યક્રમો તેમણે જ્યા. એમાં ગામડ; નારીજાતિ અને શહેરી મજૂરોને લીધા. તેમણે ગામડાઓના - ઉત્થાન માટે જુદા જુદા રચનાત્મક કાર્યક્રમ મૂક્યા. નારીજાતિનીમાતાઓની નૈતિકશકિત જાગૃત કરી તેમને અહિંસક પ્રતિકારના કાર્યોમાં લગાવ્યા. શહેરી મજૂરોનું સંગઠન કર્યું. મજૂરો અને મહાજનનું સંયુક્ત સંગઠન કર્યું અને નીતિના તો પૂર્યા. ગરીબ ભારતનું શોષણ મટાડવા માટે તેમણે વિદેશી માલનો બહિષ્કાર કરાવ્યો અને સ્વદેશીવ્રત અપાવ્યું. આ રીતે ગાંધીજીએ અંત્યોદય”માંથી સર્વોદયનું કામ ખીલવ્યું. કોઈને પ્રશ્ન થશે કે “અંત્યોદય માંથી ગાંધીજીએ સર્વોદય કેવી આ રીતે પ્રગટાવ્યો? એનો જવાબ ગાંધીજીએ ‘હિંદ-સ્વરાજ્યમાં આજ છે. તે છતાં જે વિચારવામાં આવે તો તેમની દરેક પ્રવૃત્તિ સંગઠને વડે. સર્વોદય સાધવાની હતી એમ લાગશે. - પ્રાર્થના સત્યાગ્રહ, અનશન, ને આખલી હુલ્લડમાં શાંતિ સ્થાપના વગેરે પ્રવૃત્તિઓ; બીજી તરફ રચનાત્મક કાર્યકર અને કોગ્રેસી લોકોનું ઘડતર, ત્રીજી તરફ હિંદુ-મુસિલમ એકતાનું ઘડતર; ચોથી તરફ ગ્રામ અને નગરની પછાતપ્રજાના ઘડતરનું કામ; આ બધાં કામો તેઓ એકી સાથે કરાવી લેતા હતા. એટલે અત્યંજે-હરિજનો અને પછાતવર્ગોને ઉદયની સાથે સાથે તેમનું શોષણ કરનારા, રંજાડનારા અને તેમને પછાત રાખનારાઓનું શોષણ પણ મટી જઈ નીતિ અને ધર્મનાં તો આવવાથી ઉદય જ થતો. આમાં એક તરફ શેષણ ન થવાથી પછાતવર્ગોને ઉદય થશે અને બીજી તરફ શેષણ કરતાં અટકતા હોવાથી શોષક વર્ગને પણ ઉદય થયો. એવી જ રીતે અંગ્રેજો સાથે ડંખ રાખ્યારખાવ્યા વગર અહિંસક લડાઈ ચાલી તેમાં એક તરફ ભારતીય પ્રજાને અને બીજી તરફ અનિષ્ટોથી હટવા માટે અંગ્રેજોનો પણ ઉદય જ થયેપરિણામે હિંદ સ્વરાજય આપવાની તરફેણ કરનારા ઘણા માણસે 'પાક્યા અને આગળ આવ્યા. ભારત પ્રતિ તેમને આદર રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ 309 એ ઉપરાંત ગાંધીજી સર્વોદયને અર્થ એટલે બધાય ક્ષેત્રનો ઉદય એમ માનતા હતા. એટલે તેમણે રાજકારણ, અર્થકારણ, સમાજકારણ વગેરે દરેક ક્ષેત્રનો ઉદય કેવી રીતે થાય તેની કાળજી રાખી હતી. રાજનીતિ જેવા અટપટા ક્ષેત્રમાં પણ જે અનિષ્ટો જામી ગયા હતાં; તેમને શુદ્ધ કરવા માટે પોતે અખંડ પ્રયત્નો કરતા રહ્યા. બધાય ક્ષેત્રોમાં પેસેલાં અનિષ્ટો ને દૂર કરવાથી “સર્વોદય” સર્વ ક્ષેત્રોદય થઈ શકે. તેમણે કોઈપણ એક ક્ષેત્ર છેડ્યું ન હતું. કોંગ્રેસના તેઓ પ્રારંભથી ટેકેદાર હતા. તેમણે બધાય ક્ષેત્રમાં નૈતિક-સંગઠને ઊભાં કર્યા હતાં. જે બાકી રહ્યાં ત્યાં સંગઠનો ઊભાં કરવાનાં હતાં. એટલે કે સંગઠને વડે જ તેમણે સર્વોદયને નવું રૂપ આપ્યું હતું. સામાજિક ક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ, પૃથ્યાસ્પૃશ્યના ભેદ, હજૂર-મજૂરના વર્ગો દૂર કરી હરિજન સેવક સંઘ વડે તે કામ ઉપાડ્યું હતું. લગ્ન-પ્રથા, મહિલા ઉન્નતિ વ.ના કાર્યોને તેમણે નવું રૂપ આપ્યું. આર્થિક ક્ષેત્રમાં તો ગ્રામસ્વરાજ્ય દ્વારા તેમજ ગ્રામદ્યોગની પ્રક્રિયા તેમણે લીધી જ હતી. શિક્ષણના ક્ષેત્રમાં નઈ-તાલિમ, ભાષા પ્રશ્ન વ. ઉકેલવા માટે નઈતાલિમ સંઘતારા ઉદયનું કાર્ય કર્યું હતું. સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતના તત્વે સુરક્ષિત રાખવાને તેમનો પ્રયાસ રહ્યો હતો. ધાર્મિક ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓ પ્રતિ તેમને ખૂબજ આદરભાવ હતો. તેઓ હંમેશાં સાધુવંગને કહેતાઃ “તમે પિતાના સ્થાને અને મર્યાદામાં રહીને બધા ક્ષેત્રોમાં નીતિ-ધર્મ પ્રવેશ કરાવવાનું ઘણું કામ કરી શકે છે.” આમ ગાંધીજીની હૈયાની સુધી સર્વોદયની દષ્ટિએ સર્વક્ષેત્રે કામ થયાં. “સર્વોદય” માસિક પણ પ્રગટ થતું હતું અને તેમની હયાતીમાં પણ સર્વોદય સંમેલને ભરાયાં હતાં. હિંદુસ્તાનના બધા ધર્મોમાં ‘સર્વોદય’નાં બીજ તે હતાં જ. એ વિચારબીજોને ઝાડનું સ્વરૂપ આપવામાં એટલે કે સર્વોદય કરવામાં મોટો ફાળો મહાત્મા ગાંધીજીને છે: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ 310 વૈદિક ધર્મમાં સ્વસ્તિ મંત્ર તેમજ બીજા આશીર્વચનમાં સર્વોદયની ભાવના છે પણ આ લોકમાં તે તેના ઉચ્ચત્તમ રવરૂપે છે: ' - सर्वेभवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः . सर्वेभद्राणि पश्यन्तु, मा कश्चिद दुःखमाप्नुयात् / બધા સુખી થાઓ ! બધાય નિગી થાઓ ! બધાય બધાનું કલ્યાણ જુઓ! કઈ દુઃખી ન થાઓ ! જૈન ધર્મના મહાન આચાર્ય સમંત ભકે તીર્થકર સ્તુતિ કરતાં કહ્યું છે - "सर्वापदामन्त कर निरन्तं सर्वोदयं तीर्थमिदं तवैव / " આપનું તીર્થ (સંધ) શાશ્વત અને બધીય વિપદાને અંત કરનાર છે. અર્થાત કે દુઃખને હરનારૂં છે; સર્વોદય કરનાર આપનું તીર્થ છે. - અત્યારસુધી સર્વોદય વ્યક્તિગત વિચારની વસ્તુ હતી તેને ગાંધીજીએ સામુદાયિક વિચાર અને સંગઠન દ્વારા સક્રિયરૂપ આપીને આચારની વસ્તુ બનાવી. આ તે સર્વોદયનું સ્વરૂપ ગાંધીજીની હયાતી સુધી હતું. સર્વોદયનું નવું સ્વરૂપ:– મહાત્મા ગાંધીજીના અવસાન બાદ, સન 1851 થી સર્વોદયે”, નવું સ્વરૂપ લીધું અને નવી ધૂરી પકડી. સંત વિનોબાજીએ સર્વોદય મંચ ઉપરથી, પોચમપલ્લીના ગ્રામથી ભૂદાન ગંગા પ્રગટાવી. તેમણે ભૂદાન વગેરે જે જે કાર્યક્રમો આપ્યા તેને હવે પછીના પ્રવચનમાં વિચાર કરવામાં આવશે પણ વિનોબાજીના વ્યકિતત્વ ઘડતરની શી અસર સર્વોદય ઉપર પડી? તે અહીં જોઈ જઈએ. વિનોબાજીની પિતાની પ્રકૃત્તિમાં વેદાંતના સંસ્કાર છે; તેમણે P.P. Ac..Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ 311. વ્યક્તિગત એકાંત સાધનામાં વર્ષો ગાળ્યાં છે. આથી તેમણે સર્વોદયની ધૂરી હાથમાં આવતા કોઈ પણ કાર્યમાં સંગઠનની વાત. કરી નથી. સંગઠનમાં તે કડક શિસ્ત, નિયમના બંધન અને જવાબદારી હોઈને, તેઓ જાતે કઈ સંગઠનમાં જોડાયા નથી તેમણે જવાબદારી લીધી નથી એટલું જ નહીં સંગઠન તરફ ઉપેક્ષાવૃત્તિ ધારણ કરી છે. ' એટલે ગાંધીજી જે સંગઠન દ્વારા સર્વોદયમાં માનતા હતા અને સંગઠનના કડક નિયમ, શિસ્ત અને જવાબદારીમાં માનતા હતા તે ભાવના ઓસરતી ગઈ અને એક નવી ભાવનાએ આકાર લીધે કે વ્યકિતદ્વારા જ ક્રાંતિ થઈ શકે અને લોકો પણ એમ માનવા લાગ્યા, કેવળ વિનોબાજી નહીં; 1851 પછી જેટલા નવા નવા સર્વોદય કાર્યકરો આવ્યા તેમની પાસે પણ ગાંધીજીની સર્વાગી-સર્વોદય દષ્ટિ ન હોવાના કારણે તેઓ પણ સંગઠન વગર વ્યકિતગત ' રીતે ભૂદાન કાર્ય કરતા રહ્યા. જો કે કેટલાક ભૂદાન મંડળો ઊભાં થયાં પણ તેમાં બંધારણ કે નિયમપનિયમની શિસ્ત ન રહી. સહુ વિનોબાજીનું અનુકરણ કરવા લાગ્યા. સર્વોદય કાર્ય માટે ગાંધી સ્મારક નિધિના ભંડાર ખુલા હતા. એટલે નવા સર્વોદયી કાર્યકરોની ભીડ જામવા લાગી અને એમાં કેટલાક ગોટાળા પણ થવા લાગ્યા. એટલે લોક શ્રદ્ધા ઓસરતી ગઈ. ભૂદાનના કારણે જે એક વિચારક્રાંતિનું મોજું દેશવ્યાપી પ્રસર્યું હતું તેને પ્રભાવ ઓ થવા લાગ્યો. ભૂદાન કાર્યકરે અને ભૂ-વિતરણ પાછળના અનહદ ખર્ચને જે લોકોમાં જમીન આપવાનો રસ ઓછો થયો. પણ સહુથી મોટી ફેરબદલી એ થઈ કે જે સર્વોદય, સર્વ ક્ષેત્રને સ્પર્શતે હતો અને જેને ગાંધીજીએ જુદાં જુદાં સંગઠન અને કાર્યક્રમો દ્વારા વ્યાપક બનાવ્યો હતું તે સીમિત બનીને “ભૂદાન'ની એકાંગી પ્રવૃત્તિ તરફ આવીને તેને જ સ્પર્શતે રહી ગયે. જુદાં જુદાં સંગઠનનું એકીકરણ જરૂર કરવામાં આવ્યું અને તેને સર્વ - સેવા સંઘ નામ આપવામાં આવ્યું. આમ સર્વોદયને પાયે તે નીકળી ગયો અને તેને બદલે સર્વ - સેવા આવી. . : : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ 312 - સર્વોદયમાં પછાતમાં પછાતને ઉદય - વિકાસ થતો અને સાથેસાથે તેને વિરોધપક્ષ પણ હળ બનીને વિકસિત થત; જેમકે શાષિત વર્ગ શોષણ ઓછું થવાથી; અને શોષક વર્ગ શોષણ ઓછું કરવાથી. તેના બદલે “ભૂદાન” નિમિત્તે સર્વ-સેવા આવતાં લોકમાનસમાં ઉદય” થવાને બદલે ગ્રંથિઓ પેસવી શરૂ થઈ ભૂદાન દ્વારા જમીન આપવાથી, બીજાં સાધનો દ્વારા મૂડી કે ખેતીના સાધનો આપવાથી લોકોને રાહત આપવા–અપાવવાનું કાર્ય જરૂર થયું પણ સર્વોદય ન થયે; કારણકે દાનના કારણે દેનારમાં ગૌરવગ્રંથિ અને લેનારમાં લાઘવ ગ્રંથિ થેડીક આવી ગઈ. દેનારે બહુ જ ઓછીવાર આ ભાવના સાથે આપ્યું કે “મેં સમાજ પાસેથી આ વધારે મેળવ્યું છે. તેને સમાજને આપવું એ મારું કર્તવ્ય છે અથવા મને આ શેષણ દ્વારા મળ્યું છે તે તેના પ્રાયશ્ચિત રૂપે હું આવું છું.” મોટા ભાગે તે ઉપકાર કરતા હોય એ રીતે જ આવ્યું. આમ સર્વોદયના નવા સ્વરૂપમાં એક જ સંગઠન રહી ગયું તે સર્વ-સેવા-સંધ. નવા નૈતિક જન સંગઠને ન તે રચાયાં કે ન એવાં સંગઠનેને સ્વીકૃતિ આપવામાં આવી. એટલે સમાજમાં અન્યાય, અત્યાચાર, અનીતિ જેવાં અનિષ્ટો હઠાવવાની શકિત વ્યકિતગત રહી પણું તેની પ્રતિષ્ઠા સમાજમાં ન તૂટી. સંગઠનો દ્વારા એ તૂટવી જોઈતી હતી પણ એમ ન થયું. પરિણામે જેમ અંધારાને હઠાવ્યા વગર ઉદય ન થઈ શકે તેમ અનિષ્ટોનાં અંધારાને હઠાવ્યા વગર સર્વોદય કયાંથી થઈ શકે ? ' આવાં અનિષ્ટ કેવળ સામાજિક ક્ષેત્રમાં જ નથી પણ એ આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને શિક્ષણ વગેરે બધાયે ક્ષેત્રમાં છે. આ બધામાં “દાન લેવું અને દેવું” એ પ્રવૃત્તિને અનુરૂપ આજને સર્વોદય કેવળ આર્થિક ક્ષેત્રને અધ્યાત્મનો. પુટ આપીને સ્પર્શે છે. એનાથી રાહતનું કામ જરૂર થાય છે પણ અનિષ્ટો હઠતાં નથી; તે એકબંધ રહ્યા કરે છે. કયારેક એવું પણ જોવામાં આવ્યું છે, ગઈ કાલ સુધી જેણે બધા પ્રકારના અત્યાચારો –અનિષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ 313 કર્યો હોય તે ભૂમિ-દાન આપીને પ્રતિષ્ઠા પામી જાય છે અને સાધના વગરની આંતરિક શુદ્ધિના અભાવે તે બીજા અનિષ્ટોને ત્યાગ કરી શકતો નથી. આમ આજનો સર્વોદય ધાર્યું પરિણામ “બધાનો ઉદય” લાવી શકતું નથી. આજનો સર્વોદય રાજકીય ક્ષેત્રને તે અડવા માગતો જ નથી; તેનું કારણ એ છે કે સર્વોદયનું સિદ્ધાંત વાક્ય છેઃ “શાસનમુક્ત અથવા શાસન-નિરપેક્ષ સમાજરચના !" આનું પરિણામ એ આવ્યું છે કે જે ગાંધીજી શાસનને સ્પર્શતા અને કોંગ્રેસને ટેકો આપતા તેને જ (શાસન) આજનો સર્વોદય અડવામાં માનતો નથી એટલું જ નહીં ગાંધીજી દ્વારા સત્ય અહિંસાની દિશામાં આગળ વધેલી, ઘડતર પામેલી, લોકશાહીમાં માનનારી અને જૂની; તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પંચશીલને અમલમાં મૂકનારી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને ટેકો આપવામાં પણ માનતો નથી. તે કેવળ સત્તામાં રહેલ કેગ્રેસ પક્ષની ટીકા કરીને રહી જાય છે. શાસન ન જોઈએ કે નિરપેક્ષ શાસન રહેવું જોઈએ એવી વાત તો થાય છે પણ બીજી તરફ શાસન સામાજિક કે આર્થિક ક્ષેત્રમાં જે ડખલગીરી કરે છે, ગમે તેવા કાયદા પસાર કરે છે તે અંગે સર્વોદય કાંઈ બોલતા નથી કે નૈતિક અથવા લોક સંગઠને દ્વારા શાસન ઉપર અંકુશ રાખવામાં કે તેની શુદ્ધિ કરવામાં માનતો નથી પરિણામે નિરંકુશ શાસન વધતું જાય છે. સાંસ્કૃતિક ક્ષેત્રમાં, કૃત્રિમ સંતતિ નિયમન, અંગ્રેજી ભાષાનું માધ્યમ, પ્રાથમિક ધોરણોમાં અગ્રેજીને પ્રવેશ, સહશિક્ષણ વગેરેના પ્રશ્નોમાં વ્યક્તિગત રીતે કરાય વિનોબાજી કે કોઈ સર્વોદય નેતા કંઈ પણ કહી દેતા હશે પણ નૈતિક જનસંગઠન અને જનસેવક સંગ દ્વારા તેના અહિંસક પ્રતિકારમાં આજનો સર્વોદય માનતો નથી. એવી જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ શિક્ષણ પદ્ધતિ બદલવાની વાત વર્ષોથી વ્યક્તિગત રૂપે થયા કરે છે પણ સર્વ સેવાસંધ દ્વારા લોકસંગઠનોને સાથે લઈને સરકાર ઉપર નૈતિક દબાણ લાવવાનું કાર્ય આજના સર્વોદય દ્વારા થતું નથી. એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, માંસાહાર–પ્રચાર, ગેધ કે દારૂ પ્રચારના વિરોધમાં આજના સર્વોદય દ્વારા સંગઠિત અહિંસક પ્રતિકાર થતો નથી. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #330
--------------------------------------------------------------------------
________________ 314. રાજયમાં જે ભ્રષ્ટાચાર છે તેની વિરૂદ્ધ કેવળ વિચાર પ્રગટ કરવાથી, કામ થતું નથી. ચારેય સંસ્થાઓના અનુબંધ દ્વારા ગ્ય રીતે, કાનૂન ભંગ કર્યા સિવાય, નૈતિક પ્રતિકાર કરવામાં આવે તેજ એ કામ થઈ શકે. * * ચારેય સંસ્થાઓ-લોકસંગઠન, લોકસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા' અને ક્રાંતિપ્રિય સાધુઓના અનુબંધની વાત આજના સર્વોદયમાં નથી. તેને પાયે વ્યક્તિવાદ ઉપર મંડાય છે. એટલે ધાર્મિક ક્ષેત્રે વિચારક અને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓ, વાનપ્રસ્થાશ્રમીઓ કે સાધકો સાથે અનુબંધ ન હોઈને ધર્મક્ષેત્રમાં જે અનિષ્ટો છે, વિષમતા છે તેની શુદ્ધિ અદ્યતન સર્વોદય કરી શકતો નથી. સામાજિક ક્ષેત્રમાં પણ વ્યક્તિગત રીતે વિનોબાજી કેટલા પ્રશ્નો ચર્ચે છે પણ તે. દિશામાં સંસ્થા કે સંગઠન વડે એ પ્રશ્નોનો ઉકેલ લાવતા નથી. એટલે. સમાજનું ઘડતર સર્વોદય કરી શકતો નથી; એની સાથે નવાં મૂલ્યોની સમાજમાં સ્થાપના પણ કરી શકતો નથી. બધા ક્ષેત્રો અને એજ રીતે, વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આર્થિક ક્ષેત્રને અધતન સર્વોદય. કેવળ આધ્યાત્મિક પુટ આપવાનું એક માત્ર કાર્ય કરે છે. તે સિવાયના ધાર્મિક, સામાજિક, રાજનૈતિક શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધી દરેક ક્ષેત્રનાં અનિષ્ટો રૂપી અંધારા ઉલેચવાનું કાર્ય ન થાય તે સર્વોદય (સર્વક્ષેત્ર-ઉદય) કયાંથી થઈ શકે ? આ છે આજના અદ્યતન સર્વોદયને વ્યક્તિવાદ ઉપરનો પાયો અને તેનાં પરિણામો. મહાત્મા ગાંધીજીએ બધાય ક્ષેત્રનાં અનિષ્ટ-અંધકાર ને મટાડવા માટે અનુબંધ યુક્ત સત્યાગ્રહની અહિંસક પ્રક્રિયા ઊભી કરી હતી પણ અધતન સર્વોદયમાં એ વાત સ્વીકારવામાં આવી નથી. એથી આજના, સર્વોદયમાં સમાજની વાતો થાય છે; વિચાર–પ્રચાર પણ થાય છે પણ તે વ્યક્તિ દ્વારા ક્રાંતિની વાતો થાય છે તેની સંગઠિત વ્યાપક પ્રક્રિયા કે સમાજ ઘડતરની પ્રક્રિયા ઉભી કરાતી નથી. એટલે વ્યક્તિ દ્વારા ક્રાંતિ થવાની વાત આકાશ-કુસુમ જેવી બનીને રહી જાય છે.વ્યક્તિ ક્રાંતિની પ્રેરક હોઈ શકે પણ એ પ્રેરણું પામનાર કોઈ સંગઠિત. સમાજ કે સંઘ ન હોય તે તે વ્યક્તિની સાથે જ વિરમે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ 315 રાજનીતિ ન જોઈએ પણ લોકનીતિ જોઈએ એવી વાત આજે સર્વોદયમાં થાય છે. એ તેજ બની શકે કે કાંતે સર્વોદયશાહી ઊભી થાય, અગર તો એ પહેલાં જે શાસન છે તેને શુદ્ધ કરાય, બદલાય કે હઠાવાય. કેવળ તેની ઉપેક્ષા કરવાથી તે હઠી જવાનું નથી; અને તેથી લોકનીતિ પણ નહીં આવે. સર્વોદય સંસ્થા સત્તા ન લે કે હોદા ન લે પણ રાજનીતિની ઉપેક્ષા અને હિંદની આજે સારામાં સારી ગણાતી સંસ્થા કોંગ્રેસને સમર્થન ન કરવાની નીતિથી; રાજનીતિમાં વધારે ને વધારે સડે પેસતો જાય છે. જેમ ગૂમડું પગમાં થયું હોય પણ તેની વેદના આખા શરીરને ભોગવવી પડે તે જ રીતે આ સડે વધતાં તે સર્વોદય ને પણ ભારીજ પડશે. - લોકનીતિ કંઈક એકાદ વ્યકિતના ઉત્સર્ગથી નથી આવવાની. એના માટે તો પ્રજાને રાજકારણથી અતડી રાખ્યા વગર લોક સંગઠનો ઊભાં કરી; બધા ક્ષેત્રના રોજબરોજનાં પ્રશ્નો ઉકેલવા પડશે અને લોકોનું ઘડતર કરવું પડશે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે બધાયે ક્ષેત્ર રાજ્ય તાબે કર્યા છે તે તેની પાસેથી લોક સંગઠને અને લોકસેવક સંગઠનોના નૈતિક દબાણથી પાછાં લેવાં પડશે તે જ લોકનીતિ પ્રગટી શકશે અને ટકી શકશે. શાસન નિરપેક્ષ સમાજ અંગે સંત વિનોબાજીએ રાજ્યની જરૂરત ઉપર બોલતાં કહ્યું છે કે; જેમ ખતરો આવતા રેટમાં : સાંકળની જરૂર પડે એમ ખતરે આવે ત્યારે જ રાજ્યની જરૂર છે. પણ એને માટે પ્રજાનું પિતાનું નૈતિક સંગઠન થવું જોઈએ અને પ્રજાસેવક સંગઠન તૈયાર થવું જોઈએ. રાજ્યને અને જનસંગઠનોને પ્રજાસેવક સંગઠનની પ્રેરણા બરાબર મળતી રહેવી જોઈએ તેમજ સમાજ, અર્થ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રે રાજય પાસેથી દૂર થઈ આ જનસંગઠન કે નૈતિક જનસેવક સંગઠને પાસે જવાં જોઈએ. નહીંતર ડગલે અને પગલે રાજ્ય દરેક કાર્યમાં ડખલગીરી કર્યા જ કરશે ત્યારે કેવી રીતે નિરપેક્ષતા રહી શકશે ? [ આ અગે મધ્યપ્રદેશમાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ 316 ડાઓના આત્મસમપર્ણના સંત વિનોબાજીના કાર્યને અંતે રાજ્યસત્તાઓ અને પિલિસોએ કઈ રીતે બિરદાવ્યુ એ તરફ અંગુલિનિર્દેશ કરો બસ થશે. સં. ]. સંત વિનોબાજી મ્ય-સત્યાગ્રહની વાત કરે છે પણ તેની કોઈ - વ્યાપક પ્રક્રિયા કોઈ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી નથી માત્ર પાદયાત્રાને જ સૌમ્ય સત્યાગ્રહની પ્રક્રિયામાં ન ખપાવી શકાય. ગાંધીજીએ તો સંગઠિત રીતે અન્યાયના પ્રતિકાર માટે સત્યાગ્રહ કર્યા– કરાવ્યા હતા. એટલે આખો દેશ જાગ્યા હતા અને સર્વોદય તરફ વળ્યા હતે. અધતન સર્વોદયવાદમાં આવી પ્રક્રિયાઓ ઊભી ન થતાં અનિષ્ટોનાં અંધારા દૂર થતાં નથી અને સમસ્યાઓ ઉલટી વધુ ને વધુ ગુચવાતી જાય છે. અદ્યતન સર્વોદયનાં સિદ્ધાંતને સૂત્ર : સર્વોદયનું સૌથી પહેલું સુત્ર છે. “શેષણ વિહીન સમાજ રચનાઝ શેષણવિહીન સમાજ ત્યારે જ થઈ શકે જ્યારે શોષણના જે તે છે તેને અટકાવવામાં આવે. શોષણના ત્રણ સ્ત્રોત છે :(1) બુદ્ધિ દ્વારા (2) સંપત્તિ દ્વારા અને (3) રાજ્ય દ્વારા. - બુદ્ધિ દ્વારા શોષણને પ્રકાર આ પ્રમાણે છે કે ગામડામાંથી કાચે માલ વેપારી કે દલાલો ઓછા ભાવે લઈ જાય છે અને શહેરો પીઠોમાં ઉંચા ભાવે વેચે છે એટલું જ નહીં, માલ લઈ જવાની દલાલી, આડત કે કમીશન પણ ગામ પાસે જ વસુલ કરે છે. એના બદલે જનસંગઠને ' દ્વારા સંચાલિત સામુદાયિક પ્રવૃત્તિ તરીકે ગામની સહકારી મંડળીઓ જ સીધે સંપર્ક શહેરની પીઠે સાથે રાખે છે, જાતે ભાવ નક્કી કરે અને વેચે તે ભાવ પણ સરખે આવે અને વચમાંની દલાલી, કમીશન, આડત વિગેરે બચતાં, ગામડાનું શોષણ અટકી શકે. એવી જ રીતે કાચા ભાલને પાકા માલમાં ફેરવવા અંગે ગામડાંમાં જ સહકારી ધોરણે જીન કે પ્રેસ વગેરે નંખાય તો યે ગામડાનું શોષણ અટકે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ 317 સંપત્તિ દ્વારા શેષણ એટલે વ્યાજ, વટાવ, અને કારખાનામાં અમ કરનાર ઉત્પાદક તરીકે ગામડિયા મજૂરોને રાખવાથી જે શેષણ થાય તે છે. આ કયારે અટકે? જ્યારે ગામડામાં એવી સહકારી મંડળીઓ ઊભી થાય જે ધીરાણ કરે તેમ જ ગામડામાં જ મજૂરી ચૂકવે. જ્યાં રાજ્ય સંચાલિત આવી મંડળીઓ હોય તેમાં ગ્રામ્ય. જનસંગઠનનું નૈતિક પ્રતિનિધિત્વ પણ રહેવું જોઈએ. તે જ સંપત્તિ દ્વારા શોષણ અટકી શકે. રાજ્ય દ્વારા શેષણ તરીકે, રાજ્ય નાખેલા કરવેરા, મહેસૂલી તેમ જ ઉત્પાદકો ઉપર ઉંચા ટેકસ નાખવા વગેરે દ્વારા, રાજ્ય શેષણ કરે છે. એને દૂર કરવા માટે ક્રાંતિપ્રિય સાધુઓ અને સાધકો કે નૈતિક જનસેવક સંગઠનો દ્વારા ન્યાય માટે શુદ્ધિ પ્રયોગ થવા જોઈએ જેથી શેષણ વિરૂદ્ધ અવાજ જાગે અને તેને પડ લોક હદયમાં પડે. આ રીતે અહિંસક પ્રતિકાર સક્રિય બને; કાયદા કાનૂનમાં સંશોધન કરાવવામાં આવે અને ઝઘડા માટે કોર્ટ કચેરીએ ન્યાય માટે શહેરમાં જવામાં ગામડાઓનું જે શેષણ થાય છે તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી અટકાવવામાં આવે તો રાજ્યદ્વારા શોષણ થતું અટકી શકે. આમ જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી શેષણ સામે સંગઠિત નૈતિક બળ ન પેદા થાય ત્યાંસુધી વાતો કરવાથી તે અટકતું નથી. એ માટે સંગઠિત બળાની પ્રક્રિયા પેદા કરવી જરૂરી છે. તે અદ્યતન સર્વોદયમાં નથી. એટલે માત્ર શોષણ વિહીન સમાજનું ઉચ્ચારણ કરવાથી તે સિદ્ધ થઈ શકતું નથી. | સર્વોદયનું બીજું સૂત્ર છે “શાસન નિરપેક્ષ સમાજ રચના આને અગાઉ શાસન મુક્ત સમાજ રચના તરીકે ઓળખાવવામાં આવતું હતું. આ બને અને અગાઉ ઘણું કહેવાઈ ગયું છે કે કોઈપણ પ્રકારની શિસ્ત, સંગઠન કે વ્યવસ્થા વગરના સુખી સમાજની કલ્પના દિવા સ્વપ્ન જેવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ 318 એની સાથે દંડમુક્ત સમાજ અગે એકવાર સંત વિનોબાજીએ કહ્યું હતું. પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે એ અંગે પરિસ્થિતિ પિદા કરવામાં આવે કે લોકો પોતે જ સ્વમર્યાદા કે કાયદા કાનૂનને પાલન કરે, એક બીજા સાથે પ્રેમભર્યો અહિંસક વર્તાવ કરે. આવા . યુગલિયા કાળ જેવા માટે પણ જનતાનું ઘડતર સુસંસ્થાઓ દ્વારા થવું જોઈએ, પણ આ કોઈ કાર્યક્રમ સર્વોદયની પાસે આજે નથી. સર્વોદયનું ત્રીજું સૂત્ર છેઃ “વર્ગ વિહીન સમાજ રચના” , એ ત્યારેજ થઈ શકે કે વર્ગ પાડનાર અલગ ધંધાઓનું વિલીનીકરણ કરી નાખવામાં આવે જે આજે તે શક્ય નથી. અલગ અલગ ધંધાઓ કરનારનાં હિતે અલગ અલગ હોઈ બધાના વર્ગો પડવાના જ અને સાધનાની દષ્ટિએ તેમનામાં ધોરણ-ભેદ પણ રહેવાનો. જે શક્ય વસ્તુ છે તે એકે પરસ્પર એ વર્ગો કે કક્ષાઓનો સમન્વય, પરસ્પરના અવલંબનનની પ્રક્રિયા દ્વારા થઈ શકે. એ ત્યારેજ થાય જ્યારે અનુબંધ વિચાર ધારા પ્રમાણે કાર્ય થાય. એ વાત કે વિચાર આજે સર્વોદયમાં નથી. સર્વોદયનું ચોથું સૂત્ર છેઃ “ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ” એવી ક્રાંતિ માત્ર વ્યક્તિઓના સરવાળાથી ન થઈ શકે. તે તે નૈતિક સંગઠન દ્વારા જ સંભવે છે. પ્રજાનું ટોળું મળે અને વિચારને આવકારે પણ આચારમાં ઉતારવા માટે કોઈ કાર્યક્રમ ન હોય તે પ્રજાનું ઘડતર ન થાય. અહિંસક ક્રાંતિની દિશામાં પ્રજાનું ઘડતર કરવા માટે તેવા નૈતિક સંગઠન દ્વારા અન્યાયનો અહિંસક પ્રતિકાર કરે જરૂરી છે. આ વાત સર્વોદયમાં નથી. આ બધી વસ્તુઓ ઉપરથી આજના સર્વોદયમાં શું શું ન ખૂટ છે તેને ખ્યાલ આવી શકે છે. તેમની પૂર્તિ કરવાથીજ સર્વોદય સાચા ' અર્થમાં ગાંધીજીનો નિર્દષ્ટ સર્વોદય થઈ શકશે. એ સર્વોદય વિશ્વવાત્સલ્યની નજીક હશે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ 319 દંડશક્તિએ ખરેખર છેલ્લું સ્થાન મેળવવું જોઈએ. પણ, તેના બદલે તેણે પહેલું સ્થાન લઈ લીધું છે. તેને ખસેડવા માટે ઘડતર પામેલા શુદ્ધિપ્રયોગકારો અને શાંતિનિકે એ જનસંગઠનો સાથ મેળવવું જોઈએ. આ અંગે અધતન સર્વોદયે ઉંડાણથી વિચારી, સર્વાગી અને સર્વ ક્ષેત્રદયી વ્યાપક સર્વોદયનું સ્વરૂપ બનાવવું જોઈએ. ચર્ચા-વિચારણું . સર્વોદયે સ્વરૂપ બદલવું રહ્યું: શ્રી પૂજાભાઈએ “સર્વોદયનું આજસુધીનું સ્વરૂપ” એ મુદા ઉપર ચર્ચાને ઉધાડી, તેમણે કહ્યું - “આમ જોવા જઈએ તો સર્વોદયને વિકાસ પણ ધીમે ધીમે થયો છે. રાજાઓ પ્રજા પાસે કર ઉઘરાવી કે બીજી તરફ શ્રીમંત ઉપર દબાણ લાવી બીજા ખાતર ઘસાવાની વાત શીખવતા. તેમજ 18, સાધનસંપન્ન માણસે આપમેળે બીજા માટે ત્યાગ કરતા, અને માનતા કે આ સાધનસંપન્નતામાં ભલે અમારો સીધો પ્રયત્ન છે પણ સમાજ અને સમષ્ટિનો આડકતરે પ્રયત્ન તે છે જ! અમારે વિકાસમાં મા-બાપ ઉપરાંત સમાજે અને સવિશેષે કુદરતે પાણ, પ્રકાશ, હવા વગેરેએ આવી કેટલી મોટી મદદ કરી છે. આમ માનીને પર પકારના રસ્તે સહેજે ખેંચાતા. રામ અને કૃષ્ણ સર્વાગી ક્રાંતિની રીતે સર્વોદય વિકસાવ્યો પણ તે ઈશ્વરીય વિભૂતિઓ હતી; તેના કારણે તેમનાથી એ શક્ય થયું. જેમકે શ્રી રામે આદિવાસી-વનવાસી અને વાનરો સાથે રહીને પણ જે રીતે કામ કર્યું; શ્રી કૃષ્ણ વ્રજમાં ગોવાળિયાઓ સાથે ઓતપ્રેત બની જે કાર્ય કર્યું. તેને પાયાને સર્વોદય કહી શકાય. તેવા પુરૂષોએ તો કિષ્કધા અને લંકામાં જે કાર્યવાહી યુદ્ધની બજાવી તે પણ દેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ 320 અને દુનિયાની જ નહીં. માર્યા ગયેલા વાલી અને રાવણના સર્વેમાં બજાવી ગણાય. સમષ્ટિ સુધીના સર્વોદયમાં તે સાધુ સંતને જ પહેલો નંબર લાગ જોઈએ; કારણ કે તેમણે તે જાતે અહિંસા આચરી અને આચરાવી છે. છતાં ગાંધી યુગ પછી સર્વોદયનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે અનોખે છે. એ દ્રષ્ટિએ જોતાં એ વિકાસથી આગળ જતાં. સહકારી પવૃત્તિ અને સંગઠનનું જે ધ્યેય વિશ્વ વાત્સલ્યનું છે; તે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. ખાસ કરીને ભાલનળકાંઠા પ્રયોગ ક્ષેત્રથી આરંભાએલી વિવેવાત્સલ્યની જે પ્રવૃત્તિઓ થઈ છે તેનો ઉલ્લેખ કરૂં છું.' એટલે જ લાગે છે કે “કલ્યાણરાયે” આજના સર્વોદયના વિકાસને મોખરે રાખ પડશે; સર્વોદયે રાજ્યને વિસારે નહીં ચાલે અને આગળનો માર્ગ “વિશ્વ વાત્સલ્ય ને છે તેની સાથે સર્વોદયે અનુસંધાન મેળવવું પડશે, સર્વોદય સ્વરૂપ બદલવું પડશે, તે જ પેટ, પહેરણ, પથારી તેમ જ સમષ્ટિ અંગેને માનવ જાતિના જે બીજ પ્રશ્નો છે તે ઉકેલાશે. નહીંતર ગાંધીજીએ પેટ, પહેરણ પથારીને પ્રશ્ન ઉકેલવાને જે અહિંસક રો દોર્યો છે તે પણ અધુર રહેશે. મદોન્મત્ત માંધાતાઓના હાથમાં જે આનેયા અને વિશાળ સત્તાઓ છે તે દ્વારા જગતમાં ભયંકર આંધી મચી જશે. એટલે સર્વનાશથી બચવા માટે સૌએ વિચારવાનું છે. કાર્યક્રમના અભાવવાળું સર્વોદય શ્રી દેવજીભાઈએ પિતાનો અનુભવ કહી સંભળાવ્યો કે - " શ્રી સંત વિનોબાજી કચ્છમાં આવેલા ત્યારે તેમની સાથે નારાયણભાઈ દેસાઈ ભચાઉ આવેલા. તે વખતે એક જંગી સભા મળી હતી. તેમાં ડોકટરે કેવા હશે? વકીલ કેવા હશે ? તે અંગે સમાજનું એક સુંદર મનોહર રેખાચિત્ર દોરેલું. પણ લોકોએ પૂછ્યું કે વર્તમાન પરિસ્થિતિમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ 321 * એ સ્થિતિ એ પહોંચવા માટે ક્રમબદ્ધ શું કાર્યક્રમ છે? રાત્રે તેમની તબિયત સારી ન હોઈ ચર્ચા ન થઈ શકી; અને વહેલી સવારે જ તેઓ અંજાર તરફ રવાના થઈ ગયા હતા. - ' આ તરફ ભચાઉ ખેડૂત મંડળે ભાલનળકાંઠા પ્રયોગના અનુસંધાનમાં જેમ જેમ કાર્યક્રમો કરવા માંડ્યા તેમ તેમ લોકોમાં ધડ બેસવા લાગી. કાર્યક્રમો કે સફળ ઉકેલો વગરના એકાંગી કે કાલ્પનિક વાતેથી લોકશ્રદ્ધા ધીમે ધીમે ડગી જાય છે. તે લાંબો સમય સુધી ટકતી નથી. અમલદારી ત્રાસ, ગૂંડાઓ કે દાંડ તત્ત્વોને જુલ્મ, 'પરસ્પરની નાની-મોટી તકરારો, સામાજિક પ્રશ્નો અને રાજકીય તો ઉકેલાતા ગયા તેમ તેમ લોકશ્રદ્ધા દિવસે દિવસે વધતી ગઈ છે. એ તો છે રચનાત્મક સંગઠિત કાર્યક્રમની સફળતા. તે નક્કર છે જ્યારે કલ્પનાનું સુખ ક્ષણિક અને અસ્થાયી રહે છે. નમ્રભાવે અહીં એકજ દાખલો આપું કે સર્વે મળીને જ્યાં સંકલ્પ કરે તો કેવું આકર્ષક કાર્ય થઈ જાય છે! જવા આવવાની સીમાના તેમજ ગામ તરફ આવવા જવાના રસ્તા ટુંકા થઈ ગયા. સૌએ જમીન દબાવેલી, પણ જ્યાં સૌએ મળીને નિશ્ચય કર્યો ત્યાં જ આઠ હજારથી ન બને તે કાર્ય શ્રમયજ્ઞથી સૌના આનંદ વચ્ચે પૂરું થયું. ' આમ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ " એમ કહેવાય છે તેની સાથે સાથે એ પણ જોડી શકીએ કે “જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.” એટલે કે અનુભવ જન્ય પ્રયોગ કરીને જ લોકશ્રદ્ધાની જમાવટ કરવી જોઈએ અને તે પ્રયોગોને આગળ ધપાવવા જોઈએ. અહિંસક પ્રતિકાર કયાં સુધી? શ્રી શ્રોફે કહ્યું :–“એક જમાનો છે અને જીવાડે હતો. એની પહેલાં તો મારીને જીવવાનો હતો. પણ ક્રમે ક્રમે છવાડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ ૩રર જીવવાને જમાને આવ્યો અને હવે તો મરીને જીવાડોને મંત્ર વિશ્વવાત્સલ્ય માર્ગે જતાં સર્વોદયના વિકાસમાં આવ્યો છે. એટલે પ્રાણ. પ્રતિષ્ઠા અને પરિગ્રહ––ત્યાગની વાત આવી છે. મારા નમ્ર મતે તે દુનિયામાં એકેએક માણસ સુખથી અને ન્યાય પૂર્વક ભાનભેર રીતે જીવે તેવી સૌને સમાનાધિકારની જોગવાઈ થાય તો કદાચ અહિંસક પ્રતિકાર પણ ઓછા કરવા પડશે. અલબત્ત એ સ્થિતિએ પહોંચતા પહેલાં જેટલા જરૂરી લાગે તે બધાયે અહિંસક પ્રતિકાર કરવા જ રહ્યા. પણ એ અલગ અને આવશ્યક વાત છે. આ દ્રષ્ટિએ યંત્રો કરતાં જાતમહેનત અને સાદાઈ ઉપર જેટલો ભાર અપાય તેટલો જરૂરી છે અને મૂડી તથા રાજ્ય કરતાં સેવા અને નીતિ ઉપર જોર અપાય તે જરૂરી છે. દા. ત. ખેડૂત અને ગોવાળ જેવા શ્રમજીવીઓને બહુ ઓછું જુઠ કે પ્રપંચ કરવાની જરૂર ઊભી થાય. પણ જમીનદાર કે સત્તાલોલુપી કે મૂડીવાદી વગેરેને સત્ય, નીતિ અને ન્યાય સાચવવાં કઠિન થઈ પડવાનાં. ત્યાંસુધી એમનું શોષણ ચાલુ રહેશે અને અહિંસક પ્રતિકાર કરવો પડશે. વિશ્વહિત માટે સર્વસ્વ ત્યાગની જરૂર - શ્રી બળવંતભાઈ કહેઃ “મારા નમ્ર મતે આજે કુટુંબનું, ગ્રામનું, દેશનું અને કદાચ આખાયે જગતનું અહિત થતું હોય તોયે તેવું કુકન્ય કરવા ઘણા લોકો તૈયાર થઈ જશે. ખરી રીતે તો વિશ્વહિત માટે સર્વસ્વ તજવાની વાત હોવી જોઈએ. વિનોબાજીના ભૂદાન વ. પ્રયત્નો જે અર્થમાં કામયાબ નીવડવા જોઈએ તેટલા નીવડ્યા નહીં. અસમાનતા દૂર કરવાની વાતો કરવાથી કંઈ ન થઈ શકે તે તો શ્રમ, સાચી કેળવણી અને એક્તાના પ્રયાસોથી જ થાય. સરકારની માત્ર ટીકા કરવી તે પણ બરાબર નથી. સરકારની એક મર્યાદા જરૂર છે પણ તે પોતાની મર્યાદામાં તો શકય તેટલો સાથ આપવા તૈયાર રહેશે. અલબત્ત રાજ્ય ઉપર પ્રજનું અને પ્રજા ઉપર નીતિ ન્યાયનું પ્રભુત્વ હોવું જોઈએ. ધર્માધતા, વહેમ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ ૩ર૩ વિટાવ, વ્યાજ વગેરે અનિષ્ટો છૂટે તોજ રાજ્ય સર્વોદયના માર્ગે અને સર્વોદય વિશ્વ વાત્સલ્યના માર્ગે જઈ શકે. ટુંકમાં રાજ્ય, પ્રજા, પ્રજાસેવક તથા ક્રાંતિપ્રિય સાધ્વીઓના અનુબંધથી ભાલ નળકાંઠા પ્રયોગની જેમ અનુબંધપૂર્વક એગ્ય દિશામાં કામ થાય તો જરૂર વિશ્વમાં મૂળ પલટો કરી શકાય. રામરાજ્ય કે સર્વોદય કંઈ ઉપરથી આવવાના નથી. દરેકે સાથે મળીને પ્રયત્ન કરવા પડશે. મારા નમ્ર મતે બીજાના દુઃખે દ્વવે તે દેવ અને બીજાના દુઃખે હસે તે રાક્ષસ છે. અસમાનતાનું મૂળ : શ્રી પૂંજાભાઈ કહે : “મને તો અસમાનતાનું મુખ્ય કારણ ચારેબાજુથી કમાતો માનવી લાગે છે. એક ધધો અને બાંધી આવક હોય તો પાયાનો ફેરબંધ થઈ જાય. વધુ પડતો સંગ્રહ એજ ઝેર છે. ઝાડ સુદર ત્યાં લગી રહે જ્યાં સુધી અંદરનાં મૂળિયાં પ્રેમપૂર્વક રસ અંધારામાં રહીને પણ ખેંચ્યા કરે, પણ ઉધઈ લાગે તે ? એમ કિસાન, શ્રમજીવીઓ, માતાઓ વગેરેના સતોષ ઉપર સમાજ હર્યોભર્યો છે. એટલે અસંતોષ વધે તે પહેલાં જ શ્રીમંતો અને સત્તા લક્ષીઓએ સ્વયં ચેતવું જોઈએ. કલ્યાણરાજના અમલદારો કે શ્રીમતી વગેરે આ સમજે તો સર્વોદય અને ક્રમથી વિશ્વ વાત્સલ્ય તરફ તેમણે આવવું જોઈએ. શ્રી બલવંતભાઈ: “દાદા ધર્માધિકારીઓના કંઈક આવાજ શબ્દ છે કે “નાગરિકોમાં–લોકોમાં પરસ્પર પ્રીતિ અને વિશ્વાસ હોય તે રાજ્યની જરૂર બહુ ઓછી રહે,” અને લોકોમાં એ જગાડવાનું સાધન નૈતિક જનસંગઠન છે; જેના હાથમાં રાજ્ય આર્થિક-સામાજિક પ્રશ્નો છેડી દેવા જોઈએ. વિશ્વ વાત્સલ્ય એટલે પ્રાણી માત્રને સર્વોદય : પૂ. શ્રી દંડી સ્વામી કહે : વિશ્વ વાત્સલ્ય પ્રાણી માત્રને સર્વોદય છે છેપણ પ્રથમ આપણે માનવસમાજ લેવો પડશે. બૌદ્ધ ધર્મમાં અહત. પ્રત્યેક બુદ્ધ અને બોધિસત્વ એ ત્રણ દશા ગણવામાં આવી છે. તેમાં બોધિસત્વ એ છે કે જે બીજા બધાને મોક્ષમાં એકલી ગાડ” રૂપે સૌથી પાછળ જાય છે, ત્યાં સુધી મેલમાં જવાની ના પાડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ - ૩ર૪ . ભાગવતમાં રંતિદેવને લોક આવે છે તેના કરતાં પણ નીચે, શ્લોક વધુ અસરકારક છે; જે મારા મત મુજબ શિબિ રાજાને છે - . “ન હું કામયે રાજ્ય, ન સુખ, ના પુનર્ભવ, " '' કામયે દુઃખ તપ્તાનામ્ પાણિનામાતિ નાશનમ.” " મારે નથી રાજ્ય જોઈતું, નથી સુખ કે નથી પુનર્ભવ; માત્ર જોઈએ છે દુઃખી કાણુઓના દુઃખનું નિવારણ. આ સંદર્ભમાં જ આપણે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધીજી વગેરેને લેવા જોઈએ. જે કે ગાંધીજીને એક અર્થમાં, આ યુગમાં ભગીરથ પ્રયાસ ગણાય. પણ એ અધૂરાને આગળ લઈ જવા 5. જવાહરલાલ, વિનોબા તેમજ આપણે એમ અનેક બળે સંકલિત થઈ પ્રયાસ કરશું તે જ કાર્ય 'દીપી ઊઠશે. સર્વોડ્ય અને કલ્યાણરાજ જુદી વસ્તુઓ " શ્રી ચંચળબહેન : અહલ્યાબાઈ હોલ્કરને ત્રણ વર્ષનું બાળક હતું. અને તેના નામે તેણે ગાડી ચલાવવી શરૂ કરી. તે વખતે મરાઠાએમાં હેલ્કર, ભેસલે, ગાયકવાડ અને સિંધિયા એમ ચાર શાખાઓ હતી. * એકવાર ભેંસલે ચઢાઈ કરશે’ એમ સમાચાર મળતાં તે વીસ 'નારીએ તેને સંદેશો મોકલ્યો : “મારા સ્વામી હમણાં જ ગયા છે એટલે કાયર બનીને હું આ વાત કહેવડાવતી નથી. પણ તમે મને જિતશો તો પણ જિતીને તમારૂં શૌર્ય દીપવાનું નથી અને હારશો તો અપયશ પામશો. ખરી વાત એ છે કે આપણે સૌ એક છીએ : અંદરો અંદર લડીને ખતમ થઈશું તો દેશ ઉપર અંગ્રેજો ચઢી બેસશે. આજે એકતા દાખવી આગળ વધવાનું છે.” આમ આ સંદેશાની જાદુઈ અસર ભેંસલે ઉપર થઈ અને એનાથી હજારેની કતલ થતા અટકી. { આમ સર્વોદયની દિશામાં રાજાઓ, રાણીઓ, બ્રાહ્મણો અને એ બધા પાછળ સંતોએ કામ કર્યું છે, ત્યારે તેની વિકાસગતિ ચાલુ રહી શકી છે.” . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ 325 શ્રી નેમિમુનિએ વિષય બહાર ચર્ચા થતી જોઈને કહ્યું : “મહાનુભાવો ! આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વિષયાંતર ન થવાની કાળજી રાખવાની છે. રાજાઓ, રાણીઓએ ભલાઈનાં કાર્યો ર્યા. તે કાર્યોને આપણે કલ્યાણ રાજ્યમાં કદાચ લેખાવીએ પણ તેને સર્વોદયમાં સમાવેશ ન થઈ શકે. સર્વોદય રાજ્યથી પણ ન થઈ શકે તેમ શ્રીમંતોના દાનથી પણ ન થઈ શકે. કર્તવ્ય કે પ્રાયશ્ચિત માનીને આપે તો જ તે દાન કોઈ પણ પ્રકારની ગ્રંથિનું કારણ ન બને. એટલે રાજ્ય અને મૂડી બને ઉપર લોકસંગઠન દ્વારા લોકનીતિને પ્રભાવ પાડવામાં આવે તો જ સર્વોદય સાર્થક થઈ શકે. વિશ્વ વાત્સલ્યની નજીક સર્વોદય . કે - કે એ માટે જનસંગઠને, જનસેવક સંગઠને અને એ બન્નેને સતત માર્ગદર્શન આપનાર ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જોઈશે. વળી જ્યાં સમાજ આવ્યો ત્યાં પ્રશ્નો, સંઘર્ષ વગેરે અનિવાર્યપણે રહેવાનાં. રોટલો, એટલે કે પહેરવેશ મળી જાય, એથી પ્રશ્નો નથી ઊઠવાના એમ માનવું એ પાયાની ભૂલ છે.' ' એટલે જ આજ સુધી સર્વોદયનું જે સ્વરૂપ વિકસ્યું છે તેમાં સામુદાયિક અહિંસાના પ્રયોગ, સર્વધર્મોપાસના, નૈતિક સંગઠને તેમ જ રાજ્યને ગૌણ બનાવવા માટેના સક્રિય પ્રયતને અને તેમનું અનુસંધાન વગેરે વાતો ઉમેરવી પડશે. આવતા અઠવાર્થેિ સર્વોદયના કાર્યક્રમો અંગે વિચાર કરશું ત્યારે વધુ કહેવાશે, પણ હમણું આટલું તે કહેવું જ પડશે કે વિશ્વ વાત્સલ્યની વાતોથી સૌથી નજીક સર્વોદય છે. અને દેશની અંદર કોંગ્રેસ અને 5. જવાહરલાલ છે. પણ એ બન્નેને વિશ્વવાત્સલ્ય સાથે સાંકળવા ઘણો પ્રયાસ કરે પડશે. માર્ગદર્શન અને પ્રભો, સંબઈ થી પ્રભો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ [15] સર્વોદયના કાર્યક્રમો અને ખૂટતાં તત્વે –મુનિશ્રી નેમિચંદ્રજી અને શ્રી દુલેરાય માટલિયા [ 30-10-61] મુનિ શ્રી નેમિચંદ્રજી પણ કાચી દષ્ટિ થી કાર્યકાર્યક્રમમાં સર્વોદયના આજ સુધીના સ્વરૂપ વિષે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. હવે સર્વોદયના ક્યા ક્યા કાર્યક્રમ છે? તેની વિશેષતા શું છે? અને તેમાં ક્યા કયા તો ખૂટે છે તે અંગે વિચાર કરી જોઈએ. કોઈ પણ કાર્યક્રમ નકકી થાય તે ચાર તો તેને તપાસ જોઈએ :-(1) સર્વાગી દૃષ્ટિ (2) વ્યવસ્થા (3) સુસંગઠને સાથે અનુબંધ અને (4) સાતત્ય. જેથી કાર્યકરે અને જનસંગઠને ઉપર બરાબર નિયંત્રણ રહી શકે. આ ચાર વાતો જે કાર્યક્રમમાં નહીં હોય તે ગમે તેવો વ્યાપક હશે તો પણ તેમાં લોકશ્રદ્ધા લાંબા વખત સુધી ટકી શકશે નહીં; અને તેમાં દઢતા કે ઊંડાણ નહીં આવે. બૌદ્ધ ધર્મના કાર્યક્રમોમાં એવું જ થયું છે કે તે વ્યાપક ખૂબ બન્યો; એક વખત લોકો તેના તરફ ખૂબ આકર્ષાયા; પણ ત્યાં ઊંડાણ ન આવ્યું તેથી શ્રમણ અને શ્રમણીઓમાં સ્વચ્છંદતા વધી, વિલાસિતા ફેલાઈ, કોઈ અંકુશ ન રહ્યો કે કોઈ પ્રેરક બળ ન રહ્યું. જે સર્વાગી દૃષ્ટિ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #343
--------------------------------------------------------------------------
________________ 327 ભગવાન બુધે આપી હતી તેજ ન રહી; સુસંગઠનો સાથે અનુબંધ ન રહ્યો; ગૃહસ્થ સાધક-સાધિકા સાથે અનુબંધ પણ તૂટી ગયો અને વ્યવસ્થા બગડી. એટલું જ નહીં ભિક્ષુણીઓને સંઘમાં સ્થાન આપ્યા બાદ આગળ જતાં સંધમાં એકબીજાને અનુબંધ ન રહેવાને કારણે બૌદ્ધ ધર્મ પતન પામે. એટલે કાર્યક્રમોમાં ચારેયને દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ. આજના સર્વોદયમાં સંત વિનોબાજીએ સહુથી મહત્વને જે કાર્યક્રમ ઉપાડો તે ભૂદાનને. આખા દેશમાં એની સારી એવી ચળવળ ચાલી; વિદેશોમાં પણ ભૂદાનની હવા ફેલાઈ વિદેશથી લોકો એ જોવા માટે આવ્યા કે “ભારતમાં લોકો પ્રેમથી જમીન કઈ રીતે આપી દેવા તૈયાર થાય છે!” એમને આ કાર્યક્રમ જોઈ ખૂબ જ પ્રસન્નતા થઈ આશ્ચર્ય થયું; પણ સર્વોદયના ભૂદાનાદિ કાર્યક્રમમાં કેટલાંક તો ખૂટતાં હતાં. તે પૂરાવાં જોઈતાં હતાં પણ તે ન પૂરાયાં. કાર્યક્રમોની સાથે જે રચનાત્મક કાર્યકરો જોડાયા તે ઘડાયેલા ન હતા. એટલે સર્વાગી દૃષ્ટિ આવે જ કયાંથી ? ભૂદાનનું કાર્ય એક રાહતનું કાર્ય સમજાવા લાગ્યું. કાર્યકરોનું કોઈ શિસ્તબદ્ધ સંગઠન કે સંધ ન થયાં. તેઓ વ્યક્તિગત રીતે ભૂમિહીને અને ભૂમિદાતાઓના સંપર્કમાં આવ્યા. તે જે જનતાના સંપર્કમાં કાર્યકરે આવ્યા તે જનતાનું કોઈ નેતિક સંગઠન ન થયું; તેથી ઘડતર થવાને સંભવ ન રહ્યો. ભૂદાનાદિ થયા પછી તેની વ્યવસ્થા અપૂર્ણ રહી તેથી ગોટાળાઓ થવા લાગ્યા.કાર્ય કરે, સર્વ સેવા સંઘને નામે ભેગા થયા ખરા, પણ ત્યાં બંધારણ કે શિસ્તની વાત ઢીલી હોવાથી આર્થિક ગોટાળા પણ થયા. ભૂદાન કાર્યના આદ્ય પ્રણેતા સંત વિનોબાજની પ્રકૃતિમાં સંગઠન અને સંગઠનના નિયંત્રણો ઉપર ઉદાસીનતા છે. એટલે તેમણે એ તરફ કદિ ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર ફેલાવવાનું કાર્ય મોટે ભાગે રાખવું. પરિણામે વિનોબાજી જે ગામમાં જાય ત્યારે ત્યાં હવા ફેલાય પણ તેમના ગયા બાદ ત્યાં વિચારને અનુરૂપ કોઈ કાર્ય કે વ્યવસ્થા ન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ (328 એટલે સાતત્ય અને નિયંત્રણ ન થઈ શક્યાં. કાર્યકરો પણ ભૂદાન અંગે વિનોબાજીની રીતે જ કાર્ય કરતા ગયા. જે ભૂમિ દાનમાં મળી તેની મેં તે રહી પણ તેની વ્યવસ્થા ન થઈ. મૂળ તો તેમણે કોઈ જન- * સંગઠન સાથે ભૂદાનનો અનુબંધ ન જોડ્યો. બીજી તરફ આ કાર્યક્રમ માટે તેમ જ કાર્યકરોના નિર્વાહ માટે ગાંધી સ્મારક નિધિની મદદ મળતાં; જેમણે કદિ દેશસેવામાં ભોગ નહોતો આપો તેવા ઘણાખરા અણઘડ લોકો કાર્ય કરવા માટે નહીં, પણ રેજીનું સાધન સમજીને જોડાયા. તેઓ મરજીમાં આવે તેમ ખર્ચ કરવા લાગ્યા કારણકે કોઈ નિયંત્રણ ન હતું. આ અનિષ્ટનું નિરાકરણ કરવા માટે કોઈ ઉપાય કે વ્યવસ્થા વિચારવાના બદલે વિનોબાજીએ નિધિ મુકિતનું આંદોલન ચલાવ્યું, એટલે કાર્યકર ઓછા થતા ગયા અને ભૂદાન આંદોલનની નોંધ પણ ઓછી થવા લાગી. ભૂદાન કાર્યક્રમના અન્વયે તેમણે જીવનદાન આંદોલન ચલાવ્યું. એમાં ઉચ્ચ કક્ષાવાળા સાધકને બદલે અથવા તો વાનપ્રસ્થ જીવનવાળા લોકોને બદલે પ્રાયઃ બાળબચ્ચાંવાળા અયોગ્ય માણસો દાખલ થયા. જેમના ખર્ચ માટે બસો-અઢીસેના પગાર ગાંધી સ્મારકનિધિ મારફત અપાવ્યા અને કયાંક સંપત્તિદાનથી અપાવ્યા. આવા પેટ માટેના સેવકોમાં સેવાની ભાવના ન હોવાથી જીવન-દાનને કાર્યક્રમ પણ અસફળ જેવો જ રહ્યો. 'ગાંધીજીના સમયમાં રચનાત્મક કાર્યકરો સંસ્થા સાથે અનુબંધ - રાખીને કાર્ય કરતા હતા. તેમને ભૂદાન કાર્યમાં જોડાવા અને તે સંસ્થાનું કામ છોડવા વિનોબાજીએ તંત્ર-મુકિતનો કાર્યક્રમ મૂક્યો. પરિણામે ભૂદાન સમિતિઓ તો વિસર્જિત થઈ એટલું જ નહીં, એની સાથે ઘણું અનુભવી કાર્યકરો છૂટા થતાં, સંસ્થાનું કામ ખરંભે ચઢયું. પરિણામે ગાંધીજીની જે સર્વાગી અને સર્વક્ષેત્રસ્પર્શી દ્રષ્ટિ હતી તે ન રહી અને જે સર્વાગી રચનાત્મક કાર્ય થવું જોઈતું હતું તે અટકી પડયું. અનિષ્ટમાં સંસ્થાની વિરૂદ્ધ વ્યક્તિવાદ જાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ 329, - સંત વિનેબાજી અગાઉ કહેતા : " ગાંધીજીની કાંધે બેસવાથી નવું અને જૂનું બને જોઈ શકું છું.” પણ જ્યારે તેમણે તંત્ર-મુક્તિને. કાર્યક્રમ મૂક્યો ત્યારે તેમને કહેવું પડયું : “ગાંધીજી સંસ્થાઓ સ્થાપતા અને વિસર્જન પણ કરતા. એ સંસ્થાઓ વચ્ચે રહીને તેઓ તેમની તકેદારી બરાબર રાખી શકતા પણ મારામાં એ શક્તિ નથી.” આમ કહેવાનું કારણ તેમના વૈદિક સવિશેષે વેદાંતના સંસ્કારો છે. એટલા માટે જ જ્યારે જ્યારે તેમની સંસ્થાઓમાં કાંઈ અનિષ્ટો થાય કે ગોટાળા થાય ત્યારે ત્યારે તેમાં ઊંડા ઊતરી, કારણ તપાસીને દૂર કરવાનું , , તેમનાથી થતું નથી. ઊલટું તેઓ કંટાળીને કે એ અનિષ્ટોને ચેપ અમને લાગી જશે એ બીકે સંસ્થાથી છેટા રહે છે. એ સંસ્થાઓની શુદ્ધિ કરવા અને નિલેપ રહીને એમાં પેસેલાં અનિષ્ટોને નિવારવા પ્રયત્ન કરતા નથી. સંસ્થામાં દોષપ્રવેશને જ ઉલ્લેખ કર્યા કરે છે, અને નવી સંસ્થાઓની સ્થાપના કરવી પસંદ કરતા નથી. એની વિરૂદ્ધમાં તેમણે તંત્ર-મુક્તિને (સંસ્થા ઉત્થાપનનો) કાર્યક્રમ મૂક છે. આનું પરિણામ એ આવ્યું છે કે જૂની રચનાત્મક સંસ્થાઓ તૂટી જાય છે; નવી ઘડાતી નથી તેમ જ જુના રચનાત્મક કાર્યકરોને પણ નવા તકવાદી કાર્યકરોના કાર્યોથી બદનામ થવું પડયું છે. અને ભૂદાન કાર્યક્રમ જે સરળ અને સફળ લાગતો હતો તે પાર પડવાના બદલે ગૂંચવાતો જાય છે. એની વિરુદ્ધમાં વિશ્વ વાત્સલ્યના પ્રયોગો અંગે પણ ચકાસણી કરી જોઈએ. વિશ્વવાસલ્ય સુસંસ્થામાં માને છે. સારા સંગઠનમાં તેને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે સંસ્થા છે ત્યાં ધનસંગ્રહ અને જનસંગ્રહ જશે એમ માને છે. એ સાથે વહીવટ અને જનઘડતરની આવશ્યકતા સ્વીકારે છે કારણકે તેના અભાવે કાર્યકરે અને જનતાનું ઘડતર ન થઈ શકે; તેમજ વ્રતોને આચરણમાં ન મૂકી શકાય. આટલું બધુ કરતાં યે અટપટા પ્રશ્નો આવે ત્યારે વિશ્વ વાત્સલ્યને પ્રયોગકાર કંટાળતો નથી. તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે; એથી પ્રજાનું અને પ્રજાસેવકોનું ઘડતર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ 330 એ ઉપરાંત ગાંધીજીના સમયે કાર્યક્રમો બનતા; તેને અમલ થતા અને તેની પ્રક્રિયાઓ અને પરિણામે ઉપરથી બીજે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવતો. ત્યારે આજના સર્વોદયના સંત વિનોબાજી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. તેમણે એક પછી એક કાર્યક્રમો આપવા શરૂ કર્યા. પણ દરેક કાર્યક્રમ પાછળ ઉપર જણાવેલ ચાર બાબતને અભાવ હોય, તો તે લાંબે ગાળે પણ અસફળતાને આરે જઈને ઊભો રહે. નિધિ-મુક્તિને કાર્યક્રમ પણ અસફળ ગયો કારણ કે તેમણે તરત જ જે શાંતિ સૈનિકોનો કાર્યક્રમ મૂકયો તેમાં વગર ઘડાએલા માણસો શાંતિ સૈનિકો તરીકે દાખલા થવા લાગ્યા. તેમના નિર્વાહને પ્રશ્ન આવ્યો એટલે તેમનાં નિર્વાહ માટે સર્વોદય-પાત્રનો કાર્યક્રમ મૂક્યો. આમ કાર્યક્રમો ઉપર કાર્યક્રમો આવ્યા; પણ સર્વોદયની સાથે જે જનસંપર્કની અને નિતિક જન સંગઠનની અપેક્ષા રહે છે તે અહીં આવશ્યક ગણાતી નથી. શાંતિ–સૈનિકોનું જ લઈએ. એ શા માટે છે ? એનાથી દેશના હિતની કઈ વાત થવાની છે ? દેશમાં શાંતિ સ્થાપવા નિમિત્તે સર્વોદય પ્રયોજિત આ શાંતિ સેનાએ અત્યાર સુધી શું કર્યું? કાશ્મીર, ગોવા, કેરલ, જબલપુર, આસામ, પંજાબી સુબા અને અલીગઢના પ્રશ્નોમાં; હુલ્લડે થયાં. અશાંતિ પ્રર્વતી ત્યારે શાંતિ–સેના કશુંયે ન કરી શકી ? એટલું જ નહીં અમદાવાદમાં બંડખોર અને દાંડ તત્ત્વોએ દ્વિભાષીને તોડવા અને મહાગુજરાતની અલગ સ્થાપના અંગે તોફાનો કર્યા, ત્યાં શાંતિ સૈનિકો ફરક્યા પણ નહીં. આ બધાનો સંતોષકારક ખુલાસો લોકોને ન મળે તો પછી એ સર્વોદય પાત્રમાં અનાજ નાખવા માટે ઉત્સાહી કેમ બને ? એટલે સર્વોદય-પાત્ર યોજના પણ અસફળ જેવી જ રહી છે. હવે પાછા કાર્યકરોના નિર્વાહને પ્રશ્ન ઊભો થયે; ત્યારે સર્વ– સેવાસંઘે નિધિ મુક્તિના બદલે, નિધિ-સંગ્રહને કાર્યક્રમ મૂક્યો. આમ આ કાર્યક્રમ અગાઉના તેમના જ કાર્યક્રમની વિરૂદ્ધમાં છે. એટલે લેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ 331 વિશ્વાસ આવે કયાંથી ? એવી જ રીતે પક્ષ મુકિતને કાર્યક્રમ મૂકો. પણ લોકશાહીને માનનારા પક્ષને ટેકો આપવાની વાત કહી. ' પ્રશ્ન એ થાય છે કે જે કાર્યક્રમ સર્વોદય ન પાર પાડી શકે તે શા માટે ઉપાડો જોઈએગ્રામદાનને જ કાર્યક્રમ લઈએ; એ સવાલમાં બધાય પક્ષોને ગ્રામદાનની પરિષદમાં લાવ્યા હતા. પણ બે-ત્રણ પક્ષો સિવાયના ન આવ્યા. અને સરકારે ગ્રામદાનને ટેકો આપવો જોઈએ એવી વાત રજૂ કરવામાં આવી. એને સીધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે કાર્યકરે ગ્રામદાનમાં મળેલા ગામોનું ઘડતર કરી શકવાના નથી અને વ્યવસ્થા તથા ઘડતરનું કામ સરકાર કરેજે કાર્ય કાર્યકરે ન કરી શકે અને સરકારને માથે મૂકવાના હોય તો સરકારને તે મુજબ માત્ર સૂચના સલાહ આપવાનો જ કાર્યક્રમ ઘડવો વધારે ઠીક ગણાય. કેરાપુટ (ઓડિસા)માં પહેલાં તો કેટલાક કાર્યકરોએ ગ્રામદાની. ગામોમાં જઈને કાર્ય આરંભ્ય. પણ પછી ઝઘડા ઊભા થયા. એટલે રાજકીય-પ્રશ્ન આવતાં અને ત્યાંનું કામ સરકારને સોંપાયું. પક્ષ. મુક્તિના બદલે કોંગ્રેસને પક્ષાશ્રય લેવો પડ્યો. આમ સર્વાગી દ્રષ્ટિના અભાવે કાંતો કાર્યક્રમો અધૂરાં રહ્યા, અવ્યવસ્થિત થયા અને કયાંક તે તેની વિરુદ્ધ જ કાર્યક્રમ આપવાની નોબત આવી. આજના સર્વોદયના ચાલક સંત વિનેબાજી રાજકારણથી અતડા રહેવાને અને પ્રજાને પણ અતડી રાખવાની વાત કરે છે અને સુસંગઠિતને ઘડાયેલી કોંગ્રેસને પણ ટેકો આપવાની ના પાડે છે. પણ મતદારોને ઘડવાની વાત ગત સર્વોદય સંમેલનમાં મૂકવામાં આવી છે. રાજકારણથી. અતડા રહીને આ કાર્યક્રમ કઈ રીતે પાર પડાશે તે જોવું રહ્યું. - કાશીમાં સ્વચ્છ ભારત-આદિલને અને ઈદોરમાં “અશ્લીલ પિોસ્ટર હઠાઓ આંદોલન” શરૂ કરવામાં આવ્યાં. પણ વિનેબાજી ત્યાં રહ્યા ત્યાં સુધી થોડોક જુસ્સો રહ્યો પાછળથી એ ઓસરી ગયો. આજે સર્વોદયે દેશવ્યાપી કાર્ય કરવું હશે તો ગાંધીજીએ જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ ટેકો આપે અને જેની શુદ્ધિ-પુષ્ટિ કરી હતી અને જેણે દેશભરમાં રચનાત્મક કાર્યક્રમ આપ્યો અને લોકોને જગાડ્યા અને અંતે આઝાદી અપાવી તેવી ઘડાયેલી સંસ્થા કેંગ્રેસને ટેકો આપવો રહ્યો. એટલું જ નહીં; ક્રાંતિપ્રિય સાધુ વર્ગ દ્વારા પ્રેરિત જનસેવકોનાં વ્યવસ્થિત સંગઠને તેના હસ્તક ચાલતાં જનસંગઠન સાથે પણ અનુબંધ રાખવો જોઈએ. નહીંતર આજ એવું લાગે છે કે દેશનાં બે મોટાં બળ–સર્વોદય અને કોંગ્રેસ એકબીજાની વિરુદ્ધમાં જઈને પોતાની શક્તિ વેડફી રહ્યાં છે. સામાન્ય પ્રજામાં પણ સર્વોદયની આજની રીતિનીતિને કારણે બુદ્ધિભ્રમ થાય છે. " એટલે સર્વોદયના નવા કાર્યક્રમમાં ઉપર જઈ ગયા તે પ્રમાણે જે તો ખૂટે છે તે આ પ્રમાણે છે -(1), કોંગ્રેસ સાથે અનુબંધ અને કોંગ્રેસની શુદ્ધિ અને પુષ્ટિ (2) નૈતિક જનસંગઠન ઊભાં કરી તેની સાથે ભૂદાન વગેરે કાર્યક્રમો જોડવા. (3) લોકસંગઠન, લોકસેવક -સંગઠન એ બન્ને સંગઠનેનાં માર્ગદર્શન અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી લેવી (4) એક કાર્યક્રમ પૂરી રીતે પાર પાડ્યા વગર બીજે કાર્યક્રમ ઊભો ન કરે. ભાલ નળકાંઠામાં પ્રયોગો કર્યા પછી અનુભવો ઉપરથી જે વાત લાગે છે તે જણાવવામાં આવી છે. એટલે આધુનિક સર્વોદયે આ ખૂટતાં તો ઉપર વિચાર કરી તેની પૂતિ કરવી પડશે તોજ તેની શક્તિને લાભ સમાજને વધારે ઉપયોગી નીવડશે. ભાલ નળકાંઠામાં ચાલતા રચનાત્મક (કાર્યકરની સંસ્થાની) પ્રાયોગિક સંઘની વધુ નજીક જે સંસ્થાઓ છે તેમાં સર્વોદય કે સર્વ સેવાસંઘનો ક્રમ પહેલો આવે છે. પણ તે સંસ્થાઓએ સિદ્ધાંતની સાથે વહેવારનો મેળ બેસાડવો જોઈએ અને કાર્યક્રમો ઘડવા જોઈએ. તે દેશના ઉત્થાન માટે, વિશ્વના કલ્યાણ માટે, જે શક્તિઓ કામ કરે છે તેને લાભ સમાજને વધારે પહોંચશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ 333 શ્રી દુલેરાય માટલિયા કોઈપણ જીવનકાર્યને સમજવા માટે જૈનદર્શનમાં ત્રણ તત્ત્વ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે - (1) નિશ્ચય : એનું તાત્ત્વિક સ્વરૂપ અગર તો તત્ત્વજ્ઞાન સર્વાગી. અને સર્વક્ષેત્રીય દષ્ટિએ વિચારેલું છે કે નહીં ? (2) વહેવાર : એને આચારમાં મૂકવા માટેની વ્યવસ્થા કેવી: રીતે ગોઠવાઈ છે. અમલમાં આ વસ્તુ કેટલી મૂકાય છે ? (3) સંઘજીવન : સંધ અને સમાજ સાથે એને અનુબંધ છે કે નહીં ! - નિશ્ચયને મુખ્યત્વે નજર આગળ રાખી જીવનને ઘડનાર છે તે સાધુ કહેવાય છે. વહેવારને મુખ્યતા આપીને જે પિતાનું જીવન ઘડે છે તે શ્રાવક કે સાધક કહેવાય છે; અને બહુજન સમાજ જે નીતિને નજરમાં રાખીને પિતાનું જીવન ઘડે છે તે માર્ગાનુસારી કહેવાય છે. આ ત્રણે આમજનતા, સાધકવર્ગ અને ક્રાંતિપ્રિય સાધુના સંદર્ભમાં કાર્યક્રમોને વિચાર કરાય તો તે જીવન માટે ખૂબ ઉપયોગી નીવડે. | સર્વોદયના સંદર્ભને પણ એજ રીતે જોઈશું. આ રીતે કોઈ પણ વસ્તુ જેવાથી સાચી દષ્ટિ લાધે છે. ગાંધીજીએ પણ અને તેમના જેવાઓએ આ ત્રણેને જોયા. ગાંધીજીને જ્યારથી સાચી સમજણ આવી ત્યારથી નક્કી કર્યું કે “સત્ય એજ મારું જીવન છે; સત્યને ખોળે હું મારું જીવન સમર્પણ કરું છું. સત્ય પરમાત્મા મને જ્યાં દેરી જશે ત્યાં હું જઈશ! કોઈપણ રાજકીય પક્ષ, સંસ્થા, કુટુંબ કે જ્ઞાતિ જે સત્યને છોડીને ચાલશે તો તેને આશ્રય છેડી દઈશ. સત્યના પ્રયોગ કરનાર માટે સંપત્તિ, કુટુંબ કે પંથ કશુંયે નથી!આ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ 334 પહેલો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં બાપુના જીવન પથને અનુસરનાર અને સ્વીકારનાર સર્વોદય વિચારના સાધુ કહેવાયા. શ્રી રવિશંકર મહારાજ આ માર્ગે આવ્યા, ત્યારે તેમની પત્ની કહેવા લાગી : “આ ખેતી અને બાળબચ્ચાનું શું થશે ?" પણ તેઓ પ્રભુ ભરોસે છોડીને ચાલી નીકળ્યા. સ્વામી આનંદ હિમાલયમાં રહેતા હતા, પણ બાપુની સ્વરાજ્યની હાકલ સાંભળીને તે ત્યાંથી આશ્રમમાં આવી ગયા. કેદારનાથજી હિમાલયમાં યોગ સાધના કરતા હતા; તે બાપુના કાર્યયોગમાં જોડાવા ગૃહસ્થનાં કપડાં પહેરીને આવી ગયા. કિશોરલાલ મશરૂવાળા અને ગોમતી બહેન પરણેલા હોવા છતાં અપરિગ્રહ વ્રત લઈને બાપુના કાર્યમાં પરોવાયા. વિનોબાજી બ્રહ્મચારી રહ્યા અને અપરિગ્રહી થઈ બાપુ પાસે રહ્યા. બાપુએ નવાયુગના સાધુઓની આ એક ફાળ ઊભી કરી. પિતાનું સર્વસ્વ મૂકીને બાપુના સત્યના વિચારને સમજવા માટે બાપુ પાસે જુદા જુદા માણસે આવ્યા. મામા સાહેબ ફડકેએ આદિવાસી જીવનના ઉત્થાન માટે પિતાનું જીવન ગાળ્યું. ઠક્કરબાપાએ પણ હરિજન અને પછાતવર્ગ માટે જીવનનું ઉત્સર્પણ કરી નાખ્યું. રવિશંકર મહારાજ જેવા આજે નજરે પડતા એ પૈકીના એક સંતપુરૂષ છે. આમ ભારતમાં ઘણુ નવયુગના સાધુચરિત પુરૂષે ગાંધીજીના નિમિત્તે પાક્યા છે. ' બીજે કાર્યક્રમ : મહાત્મા ગાંધીજીએ સાધકો માટે બીજે કાર્યક્રમ મૂક્યો તે સાધકો માટે વ્રતમય જીવન ગાળવા આશ્રમો અને શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી. અહિંસાથી માંડીને નમ્રતા સુધીના 11 વ્રતો સહિયારાં જીવનથી જ આવી શકે. એક દિવસમાં કે માત્ર બોલી જવાથી આ ગુણે આવી જતા નથી. બાપુએ આશ્રમ સ્થાપ્યો તેથી તેમણે પોતાનું અને વ્રતબદ્ધ જીવન ગાળનારા સાધકોનું જીવન - ઘડતર કર્યું. જુગતરામભાઈએ શિક્ષણ સંસ્થા રૂપ આશ્રમ સ્થાપ્યો અને સમજણપૂર્વકનું વ્રતમય જીવન - ઘડતર કર્યું. આ સંસ્થાઓ દ્રતોને 'પોષક બની. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ . 335 ત્રી કાર્યક્રમ : સમગ્ર સમાજને ઘડવા માટે બાપુએ સંસ્થાઓ અને સંગઠને ઊભાં કર્યા. સમાજને આર્થિક વહેવાર તે કરે પડે પણ એ આર્થિક વહેવાર શુદ્ધ કેમ બને? એ માટે તેમણે ચરખા સંઘ ઊભો કર્યો, જેમાં કાંતનાર, વણનાર, લોઢનાર, પીંજનાર, ધનાર, રંગનાર બધાને યોગ્ય રોજી મળે અને સમાજમાં એ રીતે યોગ્ય વિશુદ્ધ નૈતિક વહેવાર ચાલે. તે યુગમાં વિશ્યવૃત્તિના લોકોને બાપુએ કહ્યું : “તમે આવો અને આ ચરખા સંઘને ચલાવો.” હરિજનેના સમગ્ર વિકાસ માટે-સહુથી પછાત ગણાતી કોમ માટે, તેમણે “હસ્જિન - સેવક સંઘ” સ્થાપો. ગ્રામોદ્યોગ માટે ગ્રામોદ્યોગ મંડળ તથા ગેસેવા સંઘ સ્થાપ્યો. ખેડૂતોમાં નૈતિક જાગૃતિ આણવા માટે, તેમણે બારડોલીમાં સત્યાગ્રહ કર્યો. મજૂરોમાં નૈતિક શક્તિ આણવા માટે, ચંપારણ, અમદાવાદમાં અનશન કર્યું અને હડતાલ પડાવી. અમદાવાદમાં મજૂર મહાજન નામની સંસ્થા સ્થાપી. મહિલાઓ માટે મહિલા - સંસ્થા સ્થાપી. નાના બાળકોને સંસ્કાર કેમ મળે તે લક્ષમાં રાખી “નઈ તાલીમ સંધ” ઊભો કર્યો. આ સંઘે અને સંસ્થાઓએ ગાંધીજીના વિવિધ રચનાત્મક કાર્યક્રમોની પ્રવૃત્તિ ઉપાડી. ગાંધીજીએ સર્વોદય માટે આ ત્રણ મુખ્ય કાર્યક્રમ મૂક્યા હતા. જે સંત છે તે આત્યંતિક સ્વરૂપના પ્રયોગ કરે છે અને તેને મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ સાધુ કઈ સંસ્થા, સંધ, કોંગ્રેસ, પંથ કે સંપ્રદાયનાં બંધનમાં ન હોય. પણ તે, જનસેવકોની સંસ્થા, જનસંગઠનો અને કોંગ્રેસને તટસ્થ રીતે પ્રેરક હોઈ શકે; સભ્ય કે પદાધિકારી ન હોઈ શકે.” એ રીતે નિર્મળ સાધુચરિત્ર પુરૂષોને સંસ્થા, સંપ્રદાય, પંથ કે પક્ષનું બંધન ન હોય, પણ તે સુસંસ્થાઓને ટેકો આપે, માર્ગદર્શન આપે, એની નૈતિક ચકી રાખે, ઘડતર કરે; આ સંસ્થાઓના વિચાર કે જ્ઞાન ઉપર આવરણ આવે ત્યાં દૂર કરે અને જૂનાં ખોટાં મૂલ્યો બદલાવે. ગાંધીજીએ એટલા માટે જ આ બધી સંસ્થાઓ નિર્માણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ 336 કરી હતી. અને તેમના જેવા સાધુસ્વરૂપે લોકોએ સર્વોદય આણવા સંસ્થાઓનું નિર્માણ પણ કર્યું. આજે સર્વોદયના કાર્યક્રમોને આપણે એ રીતે વિચારીશું તે લાગશે કે ઉપર બતાવેલ ત્રણ તો પૈકી નિશ્ચય નયના તત્વને પકડી, વિનોબાજીના કાર્યક્રમો ચાલે છે. તત્ત્વજ્ઞાનનું ઉચ્ચ સ્વરૂપ નિશ્ચય નય છે. જો આટલું સમજી લેવામાં આવે તો આજે સર્વોદયના કાર્યક્રમમાં-વહેવારમાં જે ક્ષતિ દેખાય છે, તે ક્ષતિ એના ચાલકો કે કાર્યક્રમ પ્રેરકોની નથી એ જાણી સમજી શકાશે. આટલું સમજી લીધા પછી સર્વોદયના સંચાલક પ્રત્યે વ્યકિતગત પૂર્વગ્રહ નહીં બંધાય. સર્વોદય વિધવાસલ્યના નજીકની સાધના છે. જે એ સાધનાને મૂલવવામાં ભૂલે ચૂકે પણ શરતચૂક થાય તે અનુબંધ-વિચારધારા તૂટી પડવાનો સંભવ છે. ગંગા અને જમના જેમ બે નદીઓ છે તેમ આ બે સાધનાની ધારાઓ છે. ગંગા શાંત છે, જમના વેગીલી છે. તેમ એક સાધના જ્ઞાનપ્રધાન છે, બીજી ભક્તિપ્રધાન છે. જેમ ગંગા અને જમનાનો સંગમ ત્રિવેણી સંગમ થઈ જાય છે તેમ આ બે વિચારધારાને અનુરૂપ ચાલતી સાધનાનો સંગમ જ્ઞાન, ભક્તિ અને યોગના ત્રિવેણી સંગમરૂપે બનાવે છે એ માટે બનેને સમન્વય કરવો જરૂરી છે. તે જે દ્રષ્ટિએ વિનોબાજીના વિચાર હું સમજ્યો છું; તેને રજૂ કરૂં છું - ગાંધીજીએ કહ્યું હતું: “એક દિવસ એવો લાવવો છે જ્યારે માત્ર સિગલ બતાવવાની જરૂર પડે, તેથી લોકો સમજી જાય અને પોલિસ વગર પિતે રસ્તે ચાલવાની અને વાહન વહેવારની શિસ્ત પાળે. પોલિસની જરૂર ન પડે. પિલીસને કતાર (યૂ) રચવાની જરૂર પડે તે સમજવું કે લોકો અથડાઈ જાય છે અને જાતે નિયમ પાળી શકતા નથી. મુંબઈ જેવા શહેરોમાં તે પોલિસ હોવા છતાં પણ અથડામણ અને અકસ્માતો થયા જ કરે છે. એ બીજી રીતે જીવનમાં અથડામણ આવવાનું કારણ જ્ઞાનનો અભાવ છે. જીવનનું ભાન ન હોવાના કારણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ 337 અસંગતિઓ અને ઘર્ષણ ઊભાં થાય છે. જેમ પોલિસ વિના-શિસ્તની સજાગ ભાવનાએ રાજ્ય ચાલી શકે, એમ જીવનને વહેવાર પણ અથડામણ વગર જ્ઞાન વડે ચાલશે. આ વાત સમજાવવા ગાંધીજીએ ટોસરૉય આશ્રમમાં એને પ્રયોગ કર્યો. કોપાકિન અને ટોલ્સરોયના વિચારોના આ બી ગાંધીજીને મળ્યાં હતાં. વિનોબાજી આ વિચારના પુરસ્કર્તા છે. તેઓ કહે છે કે જે 20-25 સમજ કાર્યકરે આ વાતને નહીં સમજે અને શાસન વગર ન ચલાવી શકે તે શાસનમુક્ત સમાજરચનાની વાત હવામાં રહેવાની છે. જો આ વિચારને માનનારા લોકો ઉપર દેખરેખ રહે, છુપી પિલિસ રહે, પ્રાયશ્ચિત કરવું પડે અને શુદ્ધિ કરવી પડે તો એ વિચાર અધૂરે છે. એટલે જીવનદાનીની વાત આવતાં વિનોબાજીએ કહ્યું કે, જેને તંત્ર ન હય, નિધિ ન હોય, પક્ષ ન હોય, કે કોઈ બંધન ન હોય તે જીવનદાની છે. તે પોતાની સર્વસ્વ શક્તિ ઈશ્વરને સમપે છે. આ રીતે સર્વસ્વ અર્પણ કરનારો માત્ર ઈશ્વરના આધારે રહે. તે મુઠ્ઠી અન્ન ભેગું કરી આત્મનિર્વાહ કરે, તેમ જ પોતાના નિર્મળ જ્ઞાન, ત્યાગ, તપશ્ચર્યા વ. ઉપર અવલંબિત રહે. આ નવા યુગને સાધુધર્મ છે અને તેના પ્રતીક રૂપે રવિશંકર મહારાજ છે. જેમણે પોતાની સર્વસ્વ શક્તિને આ રીતે સમર્પી છે, એવો જીવનદાની જે હશે તે સર્વસ્વ–ત્યાગી બની લોકોના આધારે રહેશે. પણ, વિનોબાજીના આ કાર્યક્રમનું રહસ્ય સમજ્યા વગર, ગમે તેવા ગૃહસ્થ-કુટુંબ બાળબચ્ચાંવાળા–ની પણ, જીવનદાની તરીકે ભરતી થવા લાગી ત્યારે ગોટાળે થયો. સાધુધર્મને લાગુ પાડવાના નિયમો ગૃહસ્થો ઉપર લાગુ કરવામાં આવ્યા. જે લોકે કુટુંબવાળા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ * 338 બાળકોને પત્નીવાળા છે તેમને બસો અઢીસોથી ઓછામાં પૂરું ન પડે એટલે તેમને જીવનદાનીમાં ગણવા કે લેવા જોઈતા ન હતા. જીવનદાન નવયુગને દીક્ષા સંસ્કાર છે. પરિત્રજ્યા લઈને જીવનદાની પરિવ્રાજકરૂપે ફરશે. જીવનદાનમાં આ યુગની સાધુસંસ્થા નિર્માણ કરવાનાં બી પડયો છે. જીવનદાન આપનારા સાધુપુરૂષો ગાંઠે પૈસા બાંધશે નહીં કે સંગ્રહ કરીને ફરશે નહીં. સાધુ તો કઈપણ સંસ્થા, પક્ષ, પંથના બંધન વગર અપ્રતિબદ્ધ રીતે વિહાર કરે છે, તેવી જ રીતે નવયુગને આ પરિપ્રાવક પણ સર્વ-સંગ કે આશકિતથી મુક્ત રહેશે; તો જ તેનું ચિંતન પૂર્વગ્રહ પરિહારી અને શિસ્તના ભયથી મુકત હશે. આવા સાધુચરિત પુરુષ, લોકે દ્વારા આપેલ સર્વોદય - પાત્રાધારિત હશે. પરમહંસની જેમ એ સાધક મસ્ત હશે. મૂલ્ય પરિવર્તન માટે નવા યુગને એ સાધક શું કરે? તેના જીવન નમાં કોઈપણ પ્રકારને પૂર્વગ્રહ, રાગદ્વેષ કે મોહમમતા નહીં હોય. આ મારી સંસ્થા છે, એવો પણ મમત્વભાવ એનામાં નહીં હોય. આ પૂર્વગ્રહમુકત, સંસ્થામુક્ત અને પક્ષમુક્ત સાધક જ વિચાર–પરિવર્તન કરી શકશે. એટલે એવા સાધુ પુરૂષે સંઘ, સંસ્થા, નિધિ કે પક્ષ ઉપર નિર્ભર રહેવાનું ન હોય, તેને આજીવિકાનું કામ પણ શું? તેને તે સર્વોદય પાત્ર ઉપર નભવાનું છે અને લોકોના વિચારનું ઘડતર કરવાનું છે. એ માટે તેને સતત ફરવાનું છે. તેનું કામ હશે અધ્યયન કરવાનું અને સત્યના વિચારને અતાગ્રહપૂર્વક કોઈને ઉપર લાદયા વગર મૂકતા રહેવાનું છે. એટલે વિનોબાજી આ કાર્યક્રમ દ્વારા નવા યુગની સન્યાસીસંસ્થાને બેઠી કરી રહ્યા છે, એમ માનીએ તો એ કાર્યક્રમને ન્યાય આપી શકીએ. *. એ નિશ્ચયનયના તત્વજ્ઞાનની દષ્ટિએ વિનોબાજીએ બીજો કાર્યક્રમ એ મૂકો કે “કાર્યકરોને ઘડે કોણ?” તેઓ એમ વિચારે છે કે હું ઘડનાર કોણ? ઈશ્વરે સહુને બનાવ્યા છે અને તેજ ઘડશે. મારે વચમાં ન પડવું જોઈએ. આ વાત ઉચ્ચ કોટિએ પહોંચેલા વિનોબાજી જેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ સાધકો માટે બરાબર છે અને એ તેમની નિઃસ્પૃહા જાહેર કરે છે. પણ કાર્યકરને ઘડવા તો પડશે જ એટલે તે કામ કોઈ સંસ્થાએ કરવું જોઈએ. એટલે વિનોબાજીએ ગાંધીજીના સમયની બધી રચનાત્મક સંસ્થાઓનું એકીકરણ કરાવ્યું, અને સર્વ–સેવાસંઘ નામની એક સંસ્થા બનાવવાની પ્રેરણા આપી. આ સર્વ સેવાસંઘ કાર્યકરોનું ઘડતર કરે એમ તેઓ માનતા હોય એવું લાગે છે. પણ ગાંધીજી જેમ સંસ્થાની સ્થાપના કરી તેની વચ્ચે રહીને ઘડતર કરતા તેમ કરવાનું વિનોબાજીની પ્રકૃતિમાં નથી. તેઓ માને છે કે મારું કામ તો માત્ર વિચાર આપવાનું છે. તેઓ કહે છે: “હું તો પ્રજા સૂર્ય યજ્ઞને ઘડે છું. હું તો મુકત ફર્યા કરવાનો. હું વહીવટમાં પાં; સંસ્થા કે કાર્યકરના ઘડતરમાં પડું તો રાગદ્વેષ ચૅટી જાય !" એ દૃષ્ટિથી તેઓ માત્ર વિચાર પ્રચારમાં મગ્ન રહે છે અને સંસ્થા કે કાર્યકરના ઘડતરથી દૂર રહે છે. આ જ વિનોબાજીની મુશ્કેલી છે. તે ગાંધી બાપુ સંસ્થા અને કાર્યકર્તા આ બધાનું ઘડતર કરતા. તેઓ આવતા પ્રશ્નોને હાથ ઉપર લેતા, તેને ઉકેલતા, એ માટે જોખમ ખેડતા અને તેનાથી કદિ પણ અકળાતા નહીં; તેમ જ રાગદ્વેષથી નિર્લેપ રહેતા. આ સ્થિતિ વિનોબાજીની નથી. એટલે કાર્યકરે તેમને આશય સમજ્યા વગર તેમજ તેમના જેટલી ઉચ્ચ સાધકની ભૂમિકાએ પહોંચ્યા વગર અકાળે સત્યસ્ત ધર્મની વાત પકડવા લાગ્યા. વિનોબાજીની જેમ તેઓ ફરવા લાગ્યા અને સંસ્થાના વહીવટ, હિસાબી ચોકખાઈ અને ઘડતર ઉપર ઓછું ધ્યાન આપવા લાગ્યા; એટલું જ નહીં સાધકની ઉચ્ચ કક્ષાના અભાવે, વગર સમજે સંધ, સંગઠન અને સંસ્થાઓથી અતડા રહેવા લાગ્યા. આજના એવા વગર ઘડાયેલા, દષ્ટિ વગરના કાર્યકરોમાં વહેવારું જ્ઞાન નથી અને સંધ શ્રદ્ધા પણ નથી. આવા અણઘડ કાર્યકરે જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકોને તેમના ઉપર શ્રદ્ધા બેસતી નથી. રવિશંકર મહારાજ કે બબલભાઈ જેવા પીઢ, વ્રતબદ્ધ અને દષ્ટિ સંપન્ન સેવકો ભલે ફરે પણ બાકીનાઓને સંસ્થા કે આશ્રમમાં રહી, ઘડતર કરી દષ્ટિ મેળવવી જોઈએ. વ્રતબદ્ધ થયેલા સાધકો વિચારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ 340 તે જ આ કાર્યક્રમો પાર પડી શકે ! આ વાત પરંપરાગત મોટા કાર્યકરોએ નાના કાર્યકરોને સમજાવવી જોઈએ પણ તેમ થતું નથી. કદાચ પિતે પણ ન સમજતા હોય એવું પણ બની શકે. હવે તંત્ર (સંસ્થા) મુક્તિ અને પક્ષ મુક્તિના એમના કાર્યક્રમની પાછળ શું રહસ્ય છે? તે વિચારી લઈએ. રચનાત્મક કાર્ય કરનારી, ખાદી ગ્રામોદ્યોગની ઉત્પાદક સંસ્થાઓની પહેલાં નેમ એ હતી કે જે રાજ્ય કે શ્રીમતે વગર હસ્તક્ષેપ કર્યો મદદ આપે તો લેવી; પણ મૂળ તત્વ સચવાનું જોઈએ. વિનોબાજીએ જોયું કે સંસ્થાઓ પોતે રાજ્ય કે બોર્ડને આધીન. બનતી જાય છે અને સંસ્થાઓ ઉપર રાજ્યપક્ષની પકડ વધતી જાય છે. સંસ્થાના કાર્યકરે પણ પોતાના સ્વાર્થ માટે એ સંસ્થાઓને પકડીને બેઠા છે અને છોડી શકતા નથી. આમાં સર્વોદય સંબંધી મૂળભૂત મુદ્દો દબાઈ જવા લાગે એટલે વિનોબાજીની અકળામણ વધવા લાગી. તેમણે કહ્યું કે “આ સંસ્થાઓ દ્વારા પ્રયોગાત્મક રૂ૫ કાંઈ પકડાતું નથી. તે માત્ર રાજ્ય, બોર્ડ કે કાર્યકરોના હાથારૂપ બની ગઈ છે " એટલે કે સંસ્થાઓ છોડો એ જાતની તંત્ર મુક્તિ અને પક્ષોની પકડ સંસ્થાઓ ઉપર દૂર કરાવવા તેમણે પક્ષ મુક્તિનો કાર્યક્રમ મૂકો. હેતુપૂર્વક સ્થપાતી કોઈ સંસ્થાને તેઓ નિષેધ કરતા નથી. તેમની પ્રેરણાથી વર્ધામાં “બ્રહ્મ વિદ્યા વિહાર”, બધ ગયામાં સમન્વય આશ્રમ” અને બેંગ્લોરમાં વિશ્વ નીડમ " વગેરે સંસ્થાઓ, જ્ઞાન-ભક્તિ અને કર્મના સમન્વરૂપે, કે સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ સ્થપાઈ છે. માત્ર તેઓ ત્યાં પોતે રહીને ઘડતર કરી શકતા નથી અગર તો પોતે તે સંસ્થાઓના મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવામાં ઓછો રસ લે છે. ત્યારે ગાંધી યુગના અને તે સમયના ઘડાયેલા, પીઢ, દષ્ટિવાળા અને વ્રતબદ્ધ કાર્યકરોએ–જેમાં નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવે વગેરે મુખ્ય છે આશ્રમ સંસ્થાઓનું નિર્માણ કરી, તેના દ્વારા અનેક કાર્યકરોનું અને લોકોનું ઘડતર કર્યું. નવયુગને કાયા પલટો એવી સંસ્થાઓએ કર્યો. એમણે જોયું કે સર્વોદયના પાયાના કાર્ય તરીકે સંસ્થાઓના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ 341 ઘડતરનું કાર્ય છે. એટલે હોમાઈ જવાની કે ફેંકાઈ જવાની પરવા કયો વગર એવા ગાંધી યુગના મરજીવા લોકસેવકો કૂદી પડ્યા. “હળપતિ મુક્તિ ને કાર્યક્રમ પહેલવહેલાં શ્રી જુગતરામભાઈ દવેએ ઉપાડ્યો ત્યારે એમના માટે સ્થાપિત હિતોએ એટલે સુધી પ્રચાર કર્યો કે એમનું ભાષણ કોઈ પણ સ્કૂલમાં ન થવા દેવું. “આશ્રમ બાળી મૂકશે !" એવી અફવાઓ પણ આવી અને એકવાર તો એમ લાગતું હતું કે આશ્રમ તૂટી પડશે. પણ તેમણે તે નક્કી કરેલું કે “ભલે આશ્રમ બાળે કે ભાષણ ન થવા દે, પણ સ્વરાજ્યની હાકલ છે એટલે મારે આ કાર્યક્રમ પાર પાડવો જોઈશે " આજે પંદર પંદર વર્ષના ગાળા પછી પણ કેટલીક સંસ્થાઓ અને કાર્યકરોમાં કાર્યક્રમ માટે કે સામુદાયિક અહિંસક પ્રયોગ માટે હોમાઈ જવાની ભાવના આવી નથી. એટલે જે સંસ્થાઓ, જનસેવકોના ચારિત્ર્ય ઘડતર અને લોકોના નૈતિક ઘડતર માટે જરૂરી છે તે ભલે રહે પણ બાકીની રાહત-રોજી આપનારી અને રાજ્યના પૈસા ઉપર ટકી રહેનારી સંસ્થાઓએ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પોતાનું રૂપ બદલી નાખવું જોઇએ અને સેવા, સંસ્થારૂપે મટી જવું જોઈએ. તેમજ કાર્યકરોએ એનાથી દૂર રહેવું જોઈએ; આ હતી સંસ્થા મુક્તિ કાર્યક્રમ પાછળની ભાવના. પણ કાર્યકરે અને લોકોના ઘડતર માટે વિનોબાજીની સંસ્થાઓ નિષ્ફળ નીવડી કારણ કે ચક્કસાઈ પ્રશ્ન ઉકેલ અને માર્ગદર્શનના અભાવે કોઈ સંસ્થા પિતાના નિશ્ચિત ધ્યેયને ન પહોંચી શકી. હવે રહી લોક સંગઠનની વાત. આ સંસ્થાઓએ સાધક કોટિના કાર્યકરો તૈયાર કરવાના હોય છે. સામાન્ય લોકોમાં જ્ઞાન અને સમજણ ઓછાં હોય છે. જ્યાં ગરીબી છે ત્યાં પહેલું કામ એને દૂર કરવાનું હોય છે. આખું ગામ ગરીબીમાં એકતાન-એક પરિવાર કઈ રીતે બને! ગરીબી દૂર કરવા માટે કાર્યક્રમો હોવા જોઈએ. માત્ર જમીનથી આ પ્રશ્ન નહીં પડે. એના માટે ગામેગામ ગ્રામ સગઠન હોવાં જોઈએ. જે નૈતિક જ્ઞાન ઉપરાંત ગંદકી શાથી થાય છે; ગંદકીથી શું શું રેગો થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ 342 છે? બાળકોને કઈ જાતનું શિક્ષણ આપવું જોઈએ ? ગરીબી શી રીતે દૂર થાય? આ તમામ બાબતોનું જ્ઞાન સત્ય-અહિંસાની દૃષ્ટિએ આપનારૂં એક સંગઠન હોવું જોઈએ. આ સંગઠન પક્ષાપક્ષથી મુક્ત હેવું જોઇએ. તે પંચાયત અને સહકારી મંડળી વગેરેને દોરવણ આપે જેને લઈને સાર્વજનિક ચારિત્ર્યનું ઘડતર થાય. આ કાર્ય વિનોબાજીના કાર્યક્રમમાં ખૂટતું તત્ત્વ છે. આ વિનોબાજી સાધુચરિત્રતા ઉપર પહોંચ્યા છે. તેઓ નિશ્ચયતાની દષ્ટિએ વિચારે છે એમાં એમને વિચાર ન કહી શકાય. એ પણ ખરૂં છે કે વિનોબાજીના વિચારોના વાહન બનવામાં સર્વ સેવાસંધ સંસ્થા નિષ્ફળ નીવડી છે અને તે વધારે બંધબેસતું છે. એક પ્રેરક કોઈ શુદ્ધ વિચાર મૂકે કે તદનુરૂપ કાર્યક્રમ મૂકે પણ તેને અનુસરવા માટે તેની સંસ્થા અચકાતી હેય, અગર તો તેમાં નબળાઈ હોય, તે દોષ સંસ્થાને છે–વિચાર મૂકનાર નથી. ગાંધીજીમાં એ ખૂબી હતી કે તેઓ એવી જ રીતે વિચારે મૂકતા અને જુદી જુદી કક્ષાવાળી સંસ્થાઓ માટે, જુદા જુદા કાર્યક્રમો મૂકતા કે જે અમલમાં ઊતરી શકે એટલું જ નહીં ચારે સંગઠને સાથે અનુબંધ પણ રાખતા; સંગઠનો ઊભા કરતા, અને તેમાં પેસેલા અનિષ્ટોને તપ-ત્યાગ, શુદ્ધિ પ્રયોગ વડે શુધ્ધ કરતા. વિનોબાજી કેવળ સાધુચરિત સંસ્થા સુધી પહોંચ્યા છે; જનસંગઠન નિર્માણ કે જનસેવક સંગઠનના ઘડતર સુધી પહોંચ્યા નથી. આ જનસંગઠન અને સંસ્થા નિર્માણનું કામ અધુરૂં રહ્યું છે, તે ઉપાડવું જોઈએ. રાજ્ય ઉપર પ્રભાવ પાડી શકે એ રીતે રચનાત્મક કાર્યકર સંગઠનને ઘડવું જોઈએ. બે સર્વોદય સંમેલને. આરસી અને કર્ણાટકમાં હું હતો. ત્યાં " કાર્યકરો ભેગા થયા. રાજકીય પક્ષવાળાઓમાં એક બાજુ વિચિત્ર -નારાયણની પકડ અને બીજી બાજુ કૃપલાણીજીની પકડ ચાલતી હતી. તેઓ તાણા-તાણું છોડી શકયા નહીં. સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈ રાજકીય કાર્યકરોના પ્રભાવમાં આવી ગયા તેથી અમે એક નિર્ણય ઉપર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ 343 આવી શક્યા. બધા યે પ્રાંતમાં કાર્યકરોની લગભગ આ સ્થિતિ છે. એટલે આજે સર્વોદયના કાર્યક્રમોમાં વિચારનાં તો બરાબર છે પણ લોકસંગઠને દ્વારા પ્રયોગ, ઘડતર અને સંગઠને સાથે અનુબંધના તો ખૂટે છે. વિશ્વ વાત્સલ્ય-પ્રયોગ અને સર્વોદય પ્રયોગ એ બે ઘડાઓ છે. ફેર એટલો જ છે કે એક ઘોડો આચારમાં ખૂટતાં બીજા તોને પૂરે છે; બીજો પૂરતો નથી. જે સર્વોદયના કાર્યકરે તૈયાર હોત તો લોકશકિત ઊભી કરી શકાત અને સંગઠન દ્વારા ઘડતર કરી શકાત. બાકી આધુનિક સર્વોદયના પુરસ્કર્તા સંત વિનોબાજીના કાર્યક્રમોની આંતરરાષ્ટ્રિયક્ષેત્ર ઉપર અસર થઈ છે એ એના પ્રબળ નિશ્ચય, વિચારતત્ત્વને દર્શાવી જાય છે. ભૂમિદાન, શાંતિસેના, એકતા પરિષદ, અવિકસિત દેશોને મદદ એ ચાર કાર્યક્રમો, વિશ્વના મોરચે એક યા બીજી રીતે સ્વીકારાયાં છે. એવી જ રીતે વિશ્વના સાધુઓને એક થવાની, શાંતિસેનાની આવશ્યકતા, પક્ષમુકત સેવાદળની, ગ્રામસ્વરાજ્યની (વિકેન્દ્રીકરણ દ્વારા) ટોચ મર્યાદા. આ વાતાએ ઘાટ પકડ્યો છે. હવે તો વિનોબાજીના વિચારોની છણાવટ કરી, આચારમાં ક્યાં ખામી રહે છે, એ આપણે બધાએ મળીને દૂર કરવાની છે. આમ કરીશું તો સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટતાં તો આપણે પૂરી શકીશું. ચર્ચા-વિચારણું સર્વોદયનો વ્યાપક કાર્યક્રમ પણ જાગૃતિપૂર્વક આગળ ધપવું રહ્યું શ્રી પૂજાભાઈએ સર્વોદયના કાર્યક્રમ અને ખૂટતાં તો ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું : “ભૂદાન કાર્યક્રમમાં કેટલાક સમજપૂર્વક, કેટલાક દેખાદેખીથી, કેટલાક સ્થાન પ્રતિષ્ઠા અને કેટલાક અંદરથી લાભ મેળવવાની લાલચથી ખેંચાયાં. ઘણાને એ જેમ પેદા કરનારે સુંદર કાર્યક્રમ લાગ્યો અને કેટલાકને દેશના ઉદ્ધારને સર્વોત્કૃષ્ટ કાર્યક્રમ જણાયો. રાજકીય કાર્યક્રમોમાં બાપુજીના કારણે જે જાગૃતિ રખાઈ હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ 344 તે આમાં ન રખાઈ. એટલું જ નહીં ઘણા તકવાદીઓ આમાં ઘૂસી તો ગયો પણ તેમણે “ભૂદાન ”ના નામે આડુંઅવળું ઘણું બાફવું શરૂ કર્યું: - એક નાનો પ્રસંગ ટાંકુ. ધંધુકામાં કોંગ્રેસ કાર્યકરોની મીટિંગ હતી. શ્રી ઠાકોરભાઈ દેસાઈ તેમાં આવેલા. તેમને ચિઠ્ઠી મોકલી એક ભૂદાન કાર્યકરે બોલવાની રજા માગી. થોડી મિનીટો ઉદારતાથી અપાઈ પણ તેઓ જે બોલ્યા તેમાં માત્ર વ્યકિતગત બડાઈ અને કોંગ્રેસની નિંદા સિવાય કાંઈ ન નીકળ્યું. એ ભાઈ પહેલાં હાઈસ્કૂલમાં હશે. એમને કેંગ્રેસી કાર્યકર તરફથી કે કોંગ્રેસી કાર્યકરોને એમના તરફથી દુઃખ થયું હોય એ બનવાજોગ છે. પણ, તે અંગત પૂર્વગ્રહને આવા ઠેકાણે ભૂદાન કાર્યકરના નામે દુરૂપયોગ કરવો તે કેટલું વિચિત્ર ! આમ જેને કોંગ્રેસ કે કોંગ્રેસીઓ સાથે ન ફાવ્યું અને કેટલીક વાર તો પ્રત્યાઘાતી વલણવાળાઓને એક વ્યાસપીઠ રૂ૫" એ કાર્યક્રમ (ભૂદાન) બની જવા લાગ્યો. આચાર કરતાં પ્રચાર વધારે થવા લાગ્યો. આવેશમાં અને ઉત્સાહમાં ઘણાં જીવનદાની બની ગયા, પણ ખરેખર જીવન શું? જીવનદાન શું ? એવું ભાગ્યે જ સમજાયું અને ઝૂકાવી દીધું. ન સંગઠન, ન સંસ્થા, ન વહીવટી કુશળતા. પરિણામે કેટલાક ભૂદાન-યાત્રાના બહાને સમાજમાં રખડતા થઈ ગયા; કેટલાક ખરી ગયા ! આખા કુટુંબને સર્વોદય પાત્ર ઉપર જીવવું ક્યાં સહેલું છે ? એટલે ભૂદાનમાંથી ઘણા નીકળી ગયા અને તેઓ ભૂદાનની નિંદા કરતા થઈ ગયા. બીજા એવા પણ નીકળ્યા, જેઓ ભૂદાનમાં ગયા પછી ચારિત્ર્ય સાચવવામાં કાચા નીકળ્યા. આથી સમાજમાં એકંદરે છાપ સારી ન પડી. ભૂદાનમાં સમજણપૂર્વક પડનારા બહુ ઓછા હતા. - મેં જોયું કે સારા ગણાતા માણસોએ “માગે છે માટે આપવી પડશે” એમ જાણીને બિનઉપયોગી જમીન આપી. દાનનાં પત્રકો ભરાયાં પણ તેની વ્યવસ્થા-ગોઠવણ થઈ શકી નહીં. સંગઠનો ન ઊભાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ 345 કર્યા, ન સંસ્થાઓમાં માન્યું. એટલે ભૂદાનને કાર્યક્રમ સર્વોત્તમ હવા છતાં, તેનું વ્યવસ્થિત રૂપ બંધાય તે પહેલાં કાર્યક્રમ જુવાળબદ્ધ આવ્યો એવો જ ઝપાટાબંધ જુવાળ ઓસરી ગયો. ચિત્ર વિંખાઈ ગયું. સંસ્થા થાય તે ડખાડખી થાય. નાણુની ગોલમાલ થાય, એવા એવા–ભયે સંત વિનોબા ડરી ગયા.પણ, જે વ્યાપક પ્રવૃત્તિ લીધી, તો પછી જોખમ કરીને પણ આગળ વધવું જોઈતું હતું. જો એ પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક આગળ વધી હોત તો આવો એનો કરૂણ ફેજ ન થાત. સંત વિનોબાજીની વિદ્વતા, સમજ અને કાર્યક્રમમાં દીર્ધદષ્ટિ જેવું દેખાયું; પણ કાર્યક્રમની દેખરેખ કે નૈતિક આધ્યાત્મિક રીતે પિતાનું નિમંત્રણ નહીં, એટલે આ સ્થિતિ થઈ. પણ તેને સુધારી અનુબંધ વિચારધારીએ તો કાર્યક્રમનું ધરમૂળથી સંશોધન કરી આગળ વધવું જોઈએ. વ્યાપકતા જેટલું ઉંડાણ પણ જોઈએ શ્રી દેવજીભાઈ : “સર્વોદય કાર્યક્રમમાં પ્રથમથી જ વ્યાપકતા ઉપર જેટલું ધ્યાન અપાયું તેટલું ઊંડાણ ઉપર ન અપાયું. તેથી કાર્યક્રમો મોટા પણ તેનાં ધાર્યા પરિણામ ન આવ્યાં. એક ખેડૂત પાસે પાંચસો એકર જમીન હોય. સાધન, ખેડૂત, મજૂરી વ. બધું હોય એટલે વાવવા જાય ત્યારે “બી” ઘણું હોય દેખાવ મોટો લાગે, પણ આવડત ન હોય તે બી જેમ તેમ ફેંકી આવે, તે નિંદામણ ન કરે તે લીલોતરી તો વધુ લાગે પણ ખડામાં પાક ઓછો આવે ત્યારે વ્યવસ્થિત રીતે પચ્ચીશ એકરમાં બી સરખી રીતે વાવનાર વધારે પાકને લણે. બાપુ વખતની મૂડી ઉપર કાર્યક્રમ મોટા મોટા મૂકાઈ ગયા, વિશાળપણ ખરા અને લોકોનું આકર્ષણ પણ જામ્યું. પાછળથી જે સ્થિતિ થઈ તે ભારે દુઃખદ થઈ. સ્વરાજ્ય પહેલાં જે ભરતી થયેલી એના કરતાં પણ વધારે ભરતી થઈ એ પ્રવાહમાં મોટા મોટા લોકો તણાઈ આવ્યા પછી સાધારણ લોકનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ 346 કહેવું જ શું? એનું એક બીજું કારણ એ પણ હતું કે સ્વરાજ્ય આવ્યા બાદ રાજ્યને ભરડો જનતા ઉપર વધતો જતો હતો. તેમાં આ આશાજનક કાર્યક્રમ આબે, એટલે લોકોએ રાહતને દમ અનુભવો. પણ એમાં વ્યવસ્થા, ઊંડાણ કે ધપાવવાને કાર્યક્રમ ન હોવાથી એવી પરિસ્થિતિ થઈ છે કે લોકો અન્યાય સામેના બીજા ભવ્ય કાર્યક્રમમાં પણ જનતા અને જનસેવકો ભળતા અચકાશે. સર્વોદય કાર્યક્રમ વ્યાપક છે તે પ્રમાણે તેમાં ઊંડાણ આવે તે જ તે કંઈક સાધી શકશે. પાયાની ભૂલ શ્રી બળવંતભાઈ : આર્થિક વિષમતના કારણે, એકના બદલે દશ માણસો મળી રહેતા. શ્રીમત લોકો ગરીબોને ચૂસતા હતા અને બીજી તરફ સામ્યવાદી હિંસક કૃત્યો આચરી રહ્યા હતા. એવા સમયે વિનોબાજીએ તેલંગણના પ્રસંગ ઉપરથી ભૂદાનને કાર્યક્રમ મૂકો. એટલે શોષણખોર સામેને તે કાર્યક્રમ છે એમ માની લોકો રાજી થયા. પણ એકલા વિચાર-પ્રવાહથી શું વળે? શ્રી માટલિયાએ કહ્યું છે તેમ વિનોબાજી નિમિત્ત આ કાર્યક્રમને ગાંધીયુગના રચનાત્મક કાર્યકરો અને સંસ્થાઓ પણ ન ઝીલી શકી. સસ્થાઓની મમતા, રાજ્યાશ્ચિતપણું કે ઊંડા લોકસંપર્કને અભાવ ગમે તે કારણે વિચાર ઉદ્દામ હોવા છતાં, પરિસ્થિતિ વિચારવા જેવી બની ગઈ. સર્વોદયમાં જયપ્રકાશજી જેવા પણ ગયા જેઓ રાજકારણથી નિર્લિપ્ત છતાં નિર્લિપ્ત ન રહી શક્યા. મારા નમ્ર મતે શાસનમુક્તિ, સંસ્થા મુક્તિ અને નિધિમુક્તિ એ ત્રણેય વાતો મૂળમાં ભૂલવાળી હતી એટલે આજે ફરી શાસન નિરપેક્ષ અને કોઈને કોઈ પ્રકારે સંસ્થા ઊભી થવાની વાત ચાલુ થઈ છે. નિધિ–મુક્તિના બદલે નિધિ-સંગ્રહની ટહેલ સર્વોદય સંઘે કરેલી છે. હવે આ અંગે અગાઉથી જ જે ઊંડો વિચાર કર્યો હોત તો? મોડું ન થાય તે પહેલાં સર્વોદય જ્યાં અટકે છે ત્યાંથી ભાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ 347 નળ કાંઠઃ પ્રગ-વિધવા સત્ય સાથે જોડાઈ જાય અને ભાલનળ કાંઠા પ્રયોગે પણ સર્વોદયની સાથે તેના સુકાર્યો છે તેની સાથે અનુબંધ જેડી. લેવો જોઈએ. તો આ બને મળી આખા વિશ્વમાં અહિંસાને નાદ ગજવી શકશે. સર્વોદયી કાર્યકરો જોશે તો તેમનાં ખૂટતાં તો વિશ્વવાત્સલ્યના ભાલ નળ કાંઠા પ્રયોગમાં તેમને જરૂર મળી આવશે. સુંદર છે પણ સર્વાગી નથી: શ્રી દંડી સ્વામી બોલ્યા : “વાત સાચી છે કે વિનોબાજી વિકતામાં સુંદર છે પણ સર્વાગીપણામાં કાચા છે. ત્યારે ગાંધીજી પાસે સર્વાગી દ્રષ્ટિ હતી. ગાંધીજી બધા ક્ષેત્રની આરપાર નીકળતા. તેઓ મુત્સદ્દી પણ હતા અને મહાત્મા પણ હતા. મુસદ્દી એટલે ખેલાડી. ગણાય, તેમાં પણ સત્યનું બિંદુ બરાબર નજર આગળ હોય અને સાધનોની શુદ્ધિ જળવાય તો બન્નેનું કલ્યાણ સાધી શકાય, આમ ગાંધીજી, સર્વાગી, સર્વોદયી અને આધ્યાત્મિક એમ ત્રિમૂતિરૂપ હતા. તેમના કાર્યમાં લોકસંગઠન, લોકસેવક સંગઠન વગેરે સંગઠિતરૂપે સહાયક બનેલા. ત્યારે વિનોબાજી નિમિત્તના કાર્યક્રમોમાં સંગઠિત બળના જોડાણની. કચાશ પ્રથમથી રહી ગઈ છે. આમ છતાં એમના નિમિત્તના વિચારોએ અમૂક અંશે રૂ૫ લીધું અને રચનાત્મક કાર્યકરે એક સ્થળે ભેગા થયા. એ સારું થયું છે. પણ જાગૃતિ અને સતત ક્રિયાશીલતા ન રહી તે ખામી થઈ છે. હવે તે પુરાવી જોઈએ.” એક દ્વિધા શ્રી દેવજીભાઈ : “સંત વિનોબા એક વ્યક્તિ તરીકે આપણે. પૂરે આદર મેળવે છે પણ જેઓ તેમને ગાંધીજીના આધ્યાત્મિકવારસદાર લેખાવે છે અને એમણે જાતે પણ જે વિશ્વક્રાંતિના દાવા સાથે કામ ઉપાડ્યું અને પછી આ સ્થિતિ થઈ તેથી બહુ મોટું નુકશાન પણ થયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ 348 હું એક સાદો દાખલો આપું. શ્રી રવિશંકર મહારાજ, શ્રી બબલભાઈ જેવા પાયાના ગુજરાતના કાર્યકરોના મનમાં સંત વિનોબાજીના કાર્યક્રમોમાં ભળ્યા પછી ભાલ નળકાંઠો પ્રયોગ પ્રત્યે કંઈક દિધા પેદા થયેલી જણાયેલી. એના કારણે ભાલનળકાંઠા પ્રયોગના કાર્યક્રમને રચનાત્મક કાર્યકર પાસે જે આશા હતી (અને સાથ સહકારને અધિકાર સ્વાભાવિક છે) તે પૂરતી ન મળી. આના પરિણામે ગુજરાતને અને સરવાળે દેશને તેમજ દુનિયાને એ પ્રયોગોનો લાભ મળવામાં વિલંબ થવાની પરિસ્થિતિ ઊભી થઈ. એટલું જ નહીં કોંગ્રેસને પણ શુદ્ધિ અને સંગીનતામાં જે ધક્કો લાગ્યો તેનું નુકશાન પણ * નાનુંસુનું નથી. સાવધાની અને સર્વાગીપણું: શ્રી પુંજાભાઈ કહે : “રવિશંકર મહારાજના જે આશીર્વાદ મળતા હતા તે તો મળે જ છે. તંત્ર-મુકિતની વાત ઉપરથી તેમણે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘનું પદ છોડ્યું. પણ સંબંધ તો મીઠોને મીઠે જ રહ્યો છે. સાણંદ પ્રકરણમાં જરૂર કેટલાક કોંગ્રેસી કાર્યકરેના પ્રવાહમાં તેઓ તણાયા હતા. પણ અંતે તે સત્ય જનતા આગળ આવ્યું અસત્યની પ્રતિષ્ઠા થઈ. શ્રી રવિશંકર મહારાજ સક્રિય રીતે પ્રાયોગિક સંઘ અને નૈતિક ગ્રામસંગઠને સાથે જોડાયેલ રહે એમાં જગતની વધુ સેવા છે, ગુજરાતની શાન છે અને એ સ્થિતિ દૂર નથી. આ સાધુસાધ્વી શિબિરનું ઉદ્દઘાટન તેમના હસ્તક થયું એ શુભ નિશાની છે. વિનોબાજી પાસે ભૂદાન કાર્યક્રમ સહેજ આવી પડ્યો. જે લોકો લાંઘા કરતા હતા તેવા ભૂમિહીન - સાધનહીન લોકોને પારણા જેવું કંઈક મળ્યું. વિનોબાજીએ માનવ હૃદય ઉપર શ્રદ્ધા મૂકી કે ક્રૂર અને શોષણખોર માણસ અંતે તો માણસ છે ને? અને એને એકંદરે તે ફાયદે જ થયું છે. સર્વાગી દૃષ્ટિ અને વ્યવસ્થાના અભાવે જે - હાનિ થઈ તે તો થઈ જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ 349 ગ્રામદાન વિષે કહું તો કેટલાક કાર્યકરોએ વિશેષ અતિશયોકિત કરીને મેળવ્યાં. કેટલાકે વિનોબાજીની આડે, રાજ્ય અને સમાજ પાસેથી કંઈક મળશે એમ ધારીને ગ્રામદાન કર્યા. કેટલાકે ગ્રામદાન કરશું તો સરકારી કરજ વગેરેમાંથી રાહત મળશે એવા લોભે કર્યા. બાકી ભૂમિદાનમાં, ભાલ નળ - કાંઠાને તેમ જ આદરોડાને વગેરે પ્રસંગ બન્યા તેમાં તો પ્રત્યક્ષ સફળતા નજરે ચડી. ટુંકમાં જ્યાં સંગઠન અને નૈતિક દેખરેખ બરાબર રહી, ત્યાં વાંધો ન આવ્યો. છતાં દીર્ધદષ્ટિને અભાવ અને ખાસ લોકોએ ભૂદાન પ્રણેતાનું જાગૃતિપૂર્વકની ક્રિયાશીલતા બાબતમાં જે ધ્યાન દોરવું જોઈએ તે ન દોર્યું, પરિણામે વ્યવસ્થા, સાવધાની કે સર્વાગીપણું ન રહ્યાં. બાકી પાટણમાં એ જમાનામાં પૂ. શ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં જે કાર્ય થયું તેમાં ઈશ્વરીય પ્રેરણા હતી એવું લાગ્યું. પણ ગાંધીજી જેમ સાવધાન રહેતા તેમ, આ સર્વોદયી. કાર્યક્રમોમાં કાર્યકરોએ સાવધાનીપણું અને સર્વાગીપણું બને ન રાખ્યાં. તેના વગર સફળતાને કરૂણ ફેજ આવ્યો. ગતિ સાથે દિશા સૂચન શ્રી સુંદરલાલ : ગતિની સાથે દિશા સૂચન હંમેશા રહેવું જોઈએ. સર્વોદયમાં ગતિ વર્ધકતા તે રહી પણ દિશા સૂચન ખસી ગયું... વિનોબાજી પ્રતિ મને પૂરો ભાવ છે. પણ કાર્યક્રમો પરત્વે તે કહેવું જોઈએ ! “દળાતું ગયું અને કુતરાઓ ચાટતા ગયા” એના જેવું થયું. સત્ય સાથે અહિંસા તેજાબનું કામ કરે છે. પણ યોગ્ય સ્થાનનું ભાન હોવું જોઈએ. હું ભૂદાન કાર્યકરો સાથે ફરતો પણ તેમાં ઊંડા ઊતરતાં સર્વાગીપણું અને ચેકસ દિશા ન દેખાઈ આપણે પણ રેજી, રોટી સલામતિ અને શાંતિના કાર્યક્રમો આજે ચાલે છે તેને દિવસે દિવસે વધારશું તો જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રમાણે કામ ચાલશે, નહીંતર આપણા પવિત્ર અને વિશાળ કાર્યક્રમના પણ એજ હાલ થશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ ' , 350 -ભૂદાન કાર્યકરોની મદશા * શ્રી બળવંતભાઈ: વ્યાપક કામ કરતાં હમેશાં દોષ આવે એમ વિનોબાજીને કસૂર કેમ ગણાય ? હમણાં જ માણવદરનો એક પત્ર છે. તેમાં ભૂદાનમાં પડેલા એક કાર્યકરની પૂરી હતાશાનાં દર્શન થાય છે. બીજા ભાઈ વેપારી ક્ષેત્રમાં જવાના વિચારો કરતા જણાય છે. ભાલનળ કાંઠા ોગમાં તે પૂ. સંતબાલજીને અખંડ જનસંપર્ક અને જનસેવક સંપર્ક ઉપરાંત અખંડ માર્ગદર્શન તેમજ નાના મોટા બધાની સાથેનું અનુસંધાન એ મોટું બળ છે. તેથી જ તે ગમે તેવા વિરોધના પવનને વચ્ચે તે જવંલત દીપમાળા અખંડપણે ઝબકી રહેલી દેખાય છે. એક વાત કહી દઉં કે ભૂદાન કાર્યક્રમથી ક્ષતિના બદલે ઉન્નતિ વધું થઈ હશે. શ્રી શ્રોફ : “હું માત્ર ટીકા નથી કરતો પણ, સંશોધન તો થવું જોઈએ. શ્રી દેવજીભાઈ: “મારા નમ્ર મતે સંશોધન અંગે સેના કરતાં સેનાપતિ જ વધારે જવાબદાર લેખાય.” . ખૂટતાં તો પૂરીએ શ્રી બ્રહ્મચારીજીએ મધ્યભારતને ખ્યાલ આપતાં કહ્યું : “સંત વિનોબાજીના ગાંધીજીએ આપેલી પ્રતિષ્ઠા તથા સ્થાનના કારણે આ કાર્યક્રમ અંગે તરત વ્યાપકતા મળી ગઈ. આવા મોટા અને વ્યાપક કાર્યક્રમ માટે ઘડાયેલા અને સુયોગ્ય કાર્યકરો ન મળ્યા. તેમજ સંત વિનોબા પોતે એક સર્વાગી ક્રાંતિના સંદર્ભમાં એક નેતાને અનુરૂપ પિતાને પ્રભાવ ન બતાવી શક્યા. છતાં આપણે ત્યાં જે થયું તેમાંથી શુભ તારવી, સંશોધન કરી, કાર્યકરોને સર્વાગી દષ્ટિ આવી, ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીના માર્ગદર્શન તળે ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ 351 ગત ભૂલો સુધારી, ગત લાભને સંદર્ભ જાળવી, નૈતિક જનસંગઠને મારફત, આગળ વધવું રહ્યું. આમ ખૂટતાં તો પૂરી સર્વોદયની શક્તિને સાચા સંદર્ભમાં વહેવડાવીએ તે ધાર્યું પરિણામ આવી જશે. - શ્રી બળવંતભાઈ : “ભગવાન મહાવીરે કાર્ય કયાં ઓછું કર્યું છે ! ત્યાં સાધક હોવા છતાં, જનસંગઠનોને પ્રભાવ રાજ્ય ઉપર પડવાના કારણે આજે ભગવાન મહાવીરના અનુયાયી લેખાતા ભાઈ-બહેને પણ અહિંસાને વ્યકિતગત કે સામુદાયિક રીતે આચરી શકતાં નથી. આથી અનુબંધ વિચારધારાની વાત સર્વોદયમાં ઉમેરવાની વાત પ્રશસ્ત લાગે છે. ' કાર્યકરે જોઈએ– શ્રી સુંદરલાલ : સંગઠનો માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાનું બલિદાન આપનારા કાર્યકરો પાયામાં જોઈશે. - શ્રી નેમિમુનિ: “પ્રારંભમાં થોડા હશે પણ પછી તો સંગઠનોમાંથી સુંદર ઘડાયેલા કાર્યકરોને નવો ફાલ પાકશે, એટલું જ નહીં, જૂના કાર્યકરોમાં કચાશ હશે તે સંગઠને પોતે એમને સાવધાન કરી કચાશ પૂરાવશે અથવા ફેંકી દેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ [16] સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ [6-11-11] મુનિશ્રી નેમિચંદ્રજી અને શ્રી દુલેરાય માટલિયા (1) મુનિશ્રી નેમિચંદ્રજી સર્વોદયના વિચારનું ખેડાણ મહાત્મા ગાંધીજીએ જુદા જુદા પ્રયોગ વડે કર્યું. અને તેમના અવસાન પછી વિનોબાજીની પ્રેરણા અને સ્કૂરણથી સર્વોદયમાં નવો વળાંક આવ્યો અને ભૂદાન વગેરે કાર્યક્રમો ચાલ્યા. આ કાર્યક્રમમાં વિનોબાજીની વિચારશકિતનો પ્રશ્ન છે; તે બહુ વ્યાપક છે એ જોવામાં આવ્યું. પણ, જે એ વિચારોની પ્રયોગશકિત ઊભી ન થાય, અગર તો એ વિચારે પ્રયોગમાં લોક ઘડતરની સાથે મૂકવામાં ન આવે, ત્યાં સુધી એ વિચારે બહુ જ ઊંચા હોવા છતાં; પ્રયોગ વગર વિચાર માત્ર રહી જાય છે. એટલે આજના સર્વોદયમાં પ્રયોગો ન થયા; તેને સંગઠિત રૂપે આપવામાં આવ્યું નહીં. એટલે સર્વોદયમાં જે મોટું ખૂટતું તત્વ હતું તે છે “આચારનિષ્ઠા.” આ અંગે આ અગાઉ ચર્ચાઈ ગયું છે. અહીં સર્વોદયની રાજનૈતિક દૃષ્ટિ અંગે જરા વિચાર કરવાનું છે. સર્વોદયમાં રાજનીતિ અંગે વિનોબાજીનાં વિચારો પણ બહુ જ વ્યાપક છે. પણ તે ભૂમિકાએ પહોંચવા માટે વ્યવસ્થિત કાર્યક્રમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ 353 અને પ્રયોગોના અભાવે તે મનની કલ્પના માત્ર બનીને રહી જાય છે, એ અંગે એક દાખલો જોઈએ. સર્વોદયમાં “શાસનમુક્તિ” અને " શાસન નિરપેક્ષતા અને નિર્દેશ કરવામાં આવ્યા પણ કાર્યકરે એમાં ઊંડા ઊતરીને વિચારતા નથી તેથી જનતા આગળ શાસનમુક્તિને વિચાર મૂકે છે. સત્તાસીન સરકાર (શાસન)ને વેટ આપવા જનતાને ના પાડે છે; શાસનથી અલગ રહેવાની વાત કરે છે પણ કોઈ નિશ્ચિત પ્રયોગ કે કાર્યક્રમની વ્યવસ્થા વગર જનતા રેજ-બ-રોજના જીવનમાં આવી પડેલા રાજકારણના પ્રશ્નોથી ઘડાતી નથી. એટલે ઘણી વાર બને છે એમ કે છેવટે રાજ્ય કે રાજનીતિ દાંડ તેના હાથમાં રમી જાય છે. અહીં વિચારવાનું એ છે કે સર્વોદયનો રાજનૈતિક દ્રષ્ટિકોણ, વિશ્વ વાત્સલ્ય કે કલ્યાણરાજ્યની સાથે ક્યાં ક્યાં બંધ બેસે છે? ક્યાં કેટલો સમન્વય થઈ શકે ? કોણ કયાં કેવી રીતે કેટલી પૂર્તિ કરે ? આ બધું ઊંડાણથી વિચારવાનું છે.. સર્વોદયના રાજનૈતિક વિચારનું મુખ્ય સૂત્ર છે : “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ !" આપણું દેશમાં તો શરૂઆતથી રાજા : રાજ્ય કરતા હતા અગર તે ગણતંત્ર ચાલતું હતું કે સમવાયી તંત્ર ચાલતું હતું. ત્યારથી જ લોકોની નીતિ પ્રમાણે રાજ્ય ચાલતું હતું. રાજા રાજ્યને અધિકારી રહેતો પણ, એ અધિકાર એને પ્રજા અને પ્રજાસેવકો (બ્રાહ્મણ)ની સમ્મતિથી અને ઋષિમુનિઓના અભિપ્રાયથી મળતું હતો. એટલે રાજા નિરંકુશ અત્યાચારી કે આપખુદ બની જતો ત્યારે પ્રજા એના ઉપર દબાણ લાવી અંકુશ મૂકતી કે તેને પદભ્રષ્ટ કરતી.. રામને દેબીના એકવચનના કારણે સીતાને વનવાસ આપવાની ફરજ પડી. એ લોકનીતિનું દબાણ હતું. બેબીને આશય એ હતો કે પ્રજાની સ્ત્રીઓ પણ “સીતાને રાવણને ત્યાં ભલે પરાણે રહેવું પડ્યું;” પણ એવા બહાના તળે રવછંદ ન બને. એટલે રામ પોતાના જીવન ઉપર. 23. ; P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ ૩પ૪ . . * આ સહેજ અપવાદ પણ રાખવા માગતા ન હતા. કેટલી ઝીણવટથી લોકો રાજ્યકર્તા, પિતાના અને કુટુંબના જીવનને તપાસતા એ અહીં જાણવા મળે છે. - - પશ્ચિમમાં એની વિરૂદ્ધ હમેશાં રાજ્ય પ્રબળ રહ્યું છે. ત્યાં રાજનીતિ ઉપર, લોકસેવકો (પુરોહિતો) કે લોકોનું નિયંત્રણ રહ્યું નથી. એટલે ત્યાંની પરિસ્થિતિ માટે કહી શકાય કે રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ. તે છતાં અહીંની પરિસ્થિતિમાં પણ એ સૂત્ર બોલાય છે એનું કારણ બોલનારા પોતે જ છે. ભારતના ઈતિહાસમાં મધ્યયુગમાં જોઈશું તો જણાશે કે રાજ્ય ઉપર લોકોનું અને લોકસેવકો (બ્રાહ્મણો)નું નિયંત્રણ ન રહ્યું. તેથી રાજ્ય સર્વોપરિ બની બેઠું. ગાંધીજીએ એ પરિસ્થિતિ સુધારી હતી અને રાજ્ય ઉપર લોકોનું (આશ્રમ દ્વારા લોકો અને જનસેવકોનું) ઘડતર કર્યું હતું. એથી તેઓ બ્રિટીશ-રાજ્ય શાસન ઉપર દબાણ લાવી, તેને શાસનત્યાગની ફરજ પાડી સ્વરાજ્ય અપાવી શક્યા હતા. પણ આધુનિક સર્વોદય બાપુજીની આ રીત ન સ્વીકારી, લોકનીતિની વાત તો થઈ પણ લોકઘડતરની પ્રક્રિયા ન સ્વીકારી; ત્યાં સુધી ઊલટે અને ખોટો અર્થ કરી નાખ્યો કે “રાજનીતિથી તદ્દન અલગ રહેવું, રાજનીતિને અડવું જ નહીં, એને ઘડવાની વાત જ ન કરવી. રાજ્યશાસનને ઉખેડવું એટલે કે શાસનમુકિત એમાં જ લોકનીતિ આવી જશે ! મધ્યયુગની વાત તો બરાબર છે કે લોકો અને લોકસેવકોનું નિયંત્રણ છૂટતાં રાજ્ય સર્વોપરી બન્યું. પણ હાલઘડીએ એમ કહેવામાં આવે કે રાજનીતિ ન જોઈએ તો હવે એને ટાળવી કઈ રીતે ? એની કોઈ પ્રક્રિયા ઊભી કરાતી નથી ! આ એક ભૂલ તો થઈ છે પણ બીજી ભૂલ એ થાય છે કે જ્યારે રાજ્ય લોકશાહી રૂપમાં આવ્યું છે ત્યારે તેની શુદ્ધિ, પ્રેરણા કે નૈતિક ચોકીથી અતડા રહેવામાં અને પ્રજાને રાખવામાં આવે છે. લોકનીતિ જબરદસ્ત વસ્તુ છે. લોકો જ સ્વેચ્છાએ અનુશાસનમાં આવી જાય, સ્વેચ્છાએ નિયમ પાળે એ તો અત્યંત ઉચ્ચ ભૂમિકાની અને સારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ 355 વાત છે. પણ કશા પણ ઘડતર વગર તે કયાંથી થઈ શકે? એટલે આજે તે શાસનની જરૂર છે. ત્યાં સુધી શાસનની શુદ્ધિ અને ચોકીને બદલે શાસનથી અતડા રહેવાથી શાસનમુકિતની વાત હવામાં જ રહેવાની. “શાસન ન જોઈએ, સરકાર ન જોઈએ. અને નકારાત્મક વિચાર વિનોબાજીને કયાંથી સૂઝ એને વિચાર કર્યા વગર એમને અન્યાય થવાનો સંભવ છે. સ્વરાજ્ય પછી દેશમાં જુદા જુદા પક્ષે ઊભા થયા અને સત્તાની પડાપડી થવા લાગી. બધા સત્તા માટે ઝંખવા લાગ્યા. સત્તા દ્વારા જ સેવા થઈ શકશે એવી વાતો કરવા લાગ્યા ! આથી સેવાને બહાને સત્તા હાથે કરવા માટે જે રાજનૈતિક ચાલબાજીઓ થઈ. તેનાથી વિનોબાજીને આ વિચાર આવ્યો હોય એમ લાગે છે. પણ આજે જ્યાં સત્તા માટે દેટ હોય, ત્યાં શાસનમુકત કે સત્તા છોડવાની વાત બહેરા કાને પડવા જેવી થાય છે. આજે સ્વાર્થ, આકાંક્ષા અને પદલાલસાની આંધળી દોટમાં સેવા, ધર્મ અને નીતિ ગૌણ બન્યાં છે. એટલે વિનેબાજીએ સેવા દ્વારા સત્તાની સમાપ્તિ કરવાની વાત કાર્યકરોને સુચવી. પરિણામ એ આવ્યું કે સેવાના નામે સર્વોદયી લોકોએ રાજનીતિથી ઉદાસ અને નિર્લેપ રહેવું શરૂ કર્યું. તેથી રાજકારણમાં માથાભારે, તકવાદી અને દાંડલોકો ઘૂસી ગયા. સર્વોદયી લોકો કેવળ વિચારો આપતા ગયા અને રાહતના કાર્યો કરતા ગયા. કોઈએ પૂછ્યું કે સત્તા છોડવાની વ્યવસ્થા શી રીતે થાય ? ત્યારે એમણે સત્તાનું વિકેન્દ્રીકરણ સૂચવ્યું. એના ઉપાય રૂપે સર્વોદય સમાજ રચનામાં બે સિદ્ધાંતે મૂકવામાં આવ્યા : (1) ગામડે ગામડે ગ્રામપંચાયત ઊભી થાય. પ્રાંત માટે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર ગ્રામપંચાયતોનો રહે અને સરકારને ન રહે. આમ આખી સત્તા ગ્રામપંચાયતોના હાથમાં હેવી જોઈએ. (2) એ રીતે ઉપરની સરકારના હાથમાં નામ માત્રની સત્તા રહે. રેલવે, રસ્તા, વિદેશો સાથે વહેવાર, વિ. ઉપરનું નિયંત્રણ કેન્દ્રિય સરકારના હાથમાં રહે. આ સત્તાનું વિકેદ્રીકરણ કરવા માટે ગ્રામપંચાયતની વાત કરવામાં આવી. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ ૩પ૬ જ્યાં સુધી સત્તાના વિકેન્દ્રીકરણની વ્યવસ્થિત યોજના અને સંગઠને દ્વારા લોકઘડતર ન થાય ત્યાં લગી આ વાત વિચારે આપવાથી આવવાની નથી. લકનીતિની નિષ્ઠા માટે સર્વોદયમાં ત્રણ વાતો બતાવવામાં આવી? (1) અહિંસા, સત્ય, અસ્તેય (2) નિષ્કામ સેવા, સકામવૃત્તિ સહન (3) અને દંડ નિરપેક્ષ લોકશક્તિ. આ ત્રણે વાતો વિચારમાં સારી લાગે છે પણ તેના આચરણ માટે શું? એ માટે એક ઠેકાણે વિનોબાજીએ લોકનીતિનાં ચાર કર્તવ્યો નીચે પ્રમાણે બતાવ્યાં છે - (1) આ નિશ્ચય કરે કે સરકાર અગર તે લોકો દ્વારા હિંસા ન થાય. (2) પોતાના પ્રશ્નો આપણે સરકાર નિરપેક્ષ જનશકિતથી ઉકેલીએ. (3) દેશમાં શિક્ષણ સ્વતંત્રતા આવે. (4) આજની ચૂંટણી પદ્ધતિ બદલવામાં આવે. એ સિવાય (ઉપરની બાબતે) કાનૂની મદદ ન લેવાય, સેન અને શસ્ત્રોનો ઘટાડો આ બધા વિધાનની પાછળ કોઈ વહેવારૂ અનુભવ થયો હોય કે પ્રયોગ કર્યો હોય એમ લાગતું નથી. અનુભવ, વહેવાર કે પ્રયોગના અભાવે આજના સર્વોદયના પ્રણેતા વિનોબાજીના રાજનૈતિક વિચારો અસ્પષ્ટ, પરસ્પર વિરૂદ્ધ અને કયાંક તો અસંગત લાગે છે. એક વખત વિનોબાજી સ્વરાજ્ય પછી સુરાજ્ય કે સુશાસનની વાત કરે છે અને એવા સુશાસન માટે “સત્તા નિરપેક્ષ નિષ્પક્ષ સમાજ નું સ્વરૂપ મૂકે છે ત્યારે બીજી તરફ શાસનમુક્તિની વાત પણ કરે છે. - વિનોબાજીના શબ્દોમાં જ કહીએ તે દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં ત્રણ પક્ષે રહેશે. એક અધિકારી પક્ષ રહેશે, જે બહુસંખ્યાન આધારે રાજ્ય ચલાવવાની જવાબદારી ઉપાડશે. બીજો એક વિધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ ૩પ૭ પક્ષ રહેશે, જે તેમના કાર્યમાં સહાય કરશે. જ્યાં સહકારની જરૂર હશે, ત્યાં સહકાર અને જ્યાં વિરોધની જરૂર હશે ત્યાં વિરોધ કરશે. આ બને પક્ષે રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરશે. એ ઉપરાંત એક ત્રીજો પક્ષ નિષ્પક્ષ સમાજને હવે જોઈએ જે આ અધિકારી કે વિરોધી દળને નહીં હોય પણ તે જુદી જમાત હશે. આ જમાત સેવાના કામમાં તથા રાજતંત્ર–લોકતંત્ર બન્નેને મર્યાદામાં રાખનારી હશે. એના માટે એક દેશવ્યાપી મેટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમોના નીચેના પાંચ મુદ્દા હશે - (1) સ્વ–પરની જીવનશુદ્ધિ. (2) નિત્ય નિરંતર અધ્યયનશીલતા. (3) સમાજસેવાના ઉપેક્ષિત ક્ષેત્રે પ્રત્યે ધ્યાન આપવું. . (4) સમાજજીવન અને સરકારી કામોમાં જ્યાં ભૂલ જુએ, અનિષ્ટ છે જુએ ત્યાં જાહેરાત અને નિર્દેશ કરે; પણ રાગદ્વેષ રહિત થઈને. અને જરૂર પડે ત્યાં સક્રિય પ્રતિકાર-સત્યાગ્રહ પણ કરે. (5) સમાજ જીવનના ગૂંચવતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે. આ બધી વાતે સુશાસનની તરફેણમાં જાય છે. એટલે શાસનમુકિત ”નું પ્રયોજન આ વાતને ગૂચવે છે. ઉપરાંત એકવાર તેમણે એમ પણ કહ્યું કે સુશાસન પણ ન જોઈએ. તાત્કાલિક કારણોસર કે રાજ્યસરકારની ભૂલો તરફ તેઓ ઘણીવાર ઉકળીને જે વિધાને કરે છે તેને કોઈ મેળ બેસતો નથી. તેમણે એકવાર કહ્યું : " સરકાર કોઈ ભૂલભરેલું કામ કરતી હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર નથી, પણ સરકાર કોઈ સારું કામ કરતી હોય ત્યારે જ જોરદાર અવાજ ઉઠાવવા માટે અમારી જરૂર છે. દુઃશાસનના વિરોધમાં તે મહાભારતમાં વ્યાસે અવાજ ઉઠાવ્યો જ છે. ખરાબ શાસન ચાલે છે તે લોકો જ ટીકા કર્યા કરે છે એમાં અમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ 358 જરૂર નથી.” આ રીતે પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણમાં ગુંચવાડે ઊભો થાય છે. શાસનમુક્તિ સાથે શાસન ઉપર ઋષિઓની નૈતિક સત્તાની વાત સરકારી ન હોવી જોઈએની સાથે સરકારનું સ્વરૂપ જનતા ઉપર નિર્ભર છે–ની વાત; આમજનતા અને કાર્યકરે બન્નેને ગુંચવાડામાં નાખનારી વાત છે. આનું એકજ કારણ છે કે વિધાને પાછળ પ્રયોગયુક્ત અનુભવ થયો નથી. એની પાછળ વિનેબાજ ઉપર વેદાંતની અસર જણાઈ આવે છે; એટલે તેઓ વિચાર ઉચ્ચ હોવા છતાં આચાર પાછળ ઝાઝું ધ્યાન આપતા નથી. ત્યારે, વિશ્વવાત્સલ્યના પ્રયોગોમાં, વિનોબાજી જે વાત સર્વોદય વિચાર રૂપે રજૂ કરે, તેનો અમલ થાય છે. ભારતના ઈતિહાસમાં એવું છે કે અહીં રાજનીતિ-લોકનીતિને અનુકૂળ રહી છે, કારણ કે અહીં રાજ્યને સમાજનું એક અંગ વર્ણવ્યવસ્થા પ્રમાણે ગણવામાં આવ્યું છે. એનાથી તદ્દન ઊલટું પશ્ચિમના ઈતિહાસમાં છે કે ત્યાં રાજ્ય એજ સર્વોપરિ ગણાતું. આ પાયાની વાત સમજયા વગર લોકનીતિ કે રાજ્યનીતિને તફાવત નહીં જાણી શકાય. એટલે ભારત માટે ઐતિહાસિક પરંપરા પ્રમાણે જે અનુકૂળ વાત છે તે લોકશાહીની છે. ભારતીય લોકશાહીમાં રાજ્યનું ઘડતર લોકે દ્વારા થવું જોઈએ; લોકોનું ઘડતર લોક સંસ્થાઓ દ્વારા થવું જોઈએ; લોકો અને રાજ્યનું ઘડતર લોકસેવકો દ્વારા સંગઠનના માધ્યમ વડે થવું જોઈએ અને સર્વ ઘડતર ક્રાંતિપ્રિય સાધુઓ દ્વારા થવું જોઈએ. ઉપરોક્ત દષ્ટિએ વિશ્વ વાત્સલ્યમાં ભાલ નળકાંઠા ક્ષેત્રમાં પ્રાયોગિક સંઘ દ્વારા અને ગ્રામ સંગઠન કે જનસંગઠન દ્વારા રાજ્યનું ઘડતર અને શુદ્ધિ થાય એવો પ્રયોગ વર્ષોથી ચાલી રહ્યો છે. આમ તો રાજ્યમાં પણ લોકશાહી શાસન હેઈને લોકોજ છે; લોકોના પ્રતિનિધિ છે. એટલે લોક અને રાજ્ય બને જુદાં રહેતા નથી પણ બનેની મર્યાદા અલગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ ૩પ૦ અલગ છે. રાજ્ય-મર્યાદા અને લોકમર્યાદા બનેમાં ફરક હોઈને રાજનીતિ અને લોકનીતિ એમ બે ભેદ કરીએ તે પણ બન્ને સાપેક્ષ છે. જ્યાં સુધી રાજ્યની જરૂર છે ત્યાં સુધી તેને સુરાજ્ય બનાવવા લોકોનું રાજનૈતિક - દૃષ્ટિએ ઘડતર થવું જોઈએ; અને તે ઘડતર નૈતિક ગ્રામ-સંગઠને ધારાજ થઈ શકે. લોકનીતિની રાજનીતિ ઉપર અસર થવા માટે રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિ બને કામ પણ સાથે સાથે થવા જરૂરી છે. એ જરૂરી નથી કે એના માટે સત્તા કે હેદ્દા લેવા જોઈએ. શુદ્ધિ માટે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (રચનાત્મક કાર્યકરની સંસ્થા) પ્રેરણું આપે છે. અને જ્યાં રાજ્ય કોઈ લોકહિત વિરોધી કાયદા બનાવતું હોય ત્યાં પ્રેમપૂર્વક વિરોધ અને શુદ્ધિ પ્રયોગ કરે છે. એટલું જ નહીં રાજકીય ક્ષેત્રમાં–આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આ રાજ્ય સંગઠન (કોંગ્રેસ) સારી રીતે કામ કરી શકે, સંસ્થાવાદને દૂર કરવા માટે પ્રયત્ન કરી શકે તે હેતુથી મતદાન દ્વારા કેંગ્રેસ (રાજ્ય સંગઠન) ને નિશ્ચિત બનાવી પૃષ્ટિ કરે છે. જ્યારે જ્યારે આવી સંસ્થા ઉપર આફત આવે ત્યારે પૂરેપૂરી મદદ કરે છે. આનેજ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં પ્રેરક-પૂરક બળ કહેવામાં આવે છે. પ્રેરકબળ છે - પ્રાગિક સંઘ અને પૂરકબળ છે ગ્રામસંગઠન. લોકોને ઘડવાની કે રાજયને લોકો અને લોકસેવકો દ્વારા ઘડવાની જવાબદારી જ્યાં સુધી સર્વોદયના આજના પ્રેરક ઉપાડતા નથી, ત્યાં સુધી સર્વોદયની બધી વાતો ક૯૫ના જેવી લાગ્યા કરશે. ત્યારે વિશ્વ વાત્સલ્યના પ્રેરક એ વસ્તુને પોતાની જવાબદારી માને છે. રાજનીતિને ઘડ્યા જતાં તેના અનિષ્ટો ચુંટશે એમ માની સર્વોદય સંત અને કાર્યકરે દૂર ભાગે છે. આવી પલાયનવાદી વૃત્તિ વિશ્વ વાત્સલ્ય પ્રયોગમાં નથી. સરકાર ન જોઈએ એમ કહેવાથી સરકાર ખસવાની નથી. ઉલ્ટે શુદ્ધિ અને ઘડતર પ્રત્યેની ઉપેક્ષાથી અનિચ્છનીય તો પેસી જવાના, તે સર્વોદય માટેજ ભારી પડવાના . એવી જ વાત ગ્રામપંચાયતોની થઈ છે. સત્તાનાં વિકેન્દ્રીકરણ માટે ગ્રામ પંચાયતની વાત સારી હતી પણ ગ્રામનું નૈતિક ઘડતર ગ્રામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ - 360 સંગઠન દ્વારા નહીં કરવાને લીધે, ગ્રામ પંચાયતોમાં માથા ભારે કે દાંડ તો કે તકવાદી લોકો પેસી જવાને ભય છે અને રહેશે. રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને પંચાયત ઊભી કરવામાં આવી, પણ ત્યાં અનિચ્છનીય તોએ પગપેસારો કરી લીધે. બીજી તરફ પંચાયતનું નિયંત્રણ તે સરકારના હાથમાં જ રહ્યું એટલે લોકનીતિ કયાં રહી ? લોકોનું ઘડતર ન હોય અને સત્તા, ગ્રામ પંચાયતના હાથમાં સેંપવામાં આવે તે દાંડ તો ઘૂસી જતાં લોકનીતિના નામે દાંડ-નીતિ ચાલ્યા કરે. એટલે જ વિધવાત્સલ્ય પ્રયોગમાં પ્રજાનું ઘડતર જન–સંગઠન (એટલે ગામોમાં ગ્રામસંગઠન શહેરમાં મધ્યમવર્ગી તથા માતુસમાજ સંગઠન) કરે અને એવાઓનું પ્રતિનિધિત્વ ગ્રામ પંચાયતોમાં તથા સહકારી મંડળીઓમાં રાખવામાં આવ્યું છે, તેમજ શુદ્ધિ દ્વારા લોકઘડતરની પ્રક્રિયાને ચલાવવાને ભાર પ્રાયોગિક સંધ ઉપર મૂકવામાં આવેલ છે. . . સર્વોદયને જે બીજો વિચાર અગાઉ મૂકાયો હતો તે છેઃ કેન્દ્રીય (રાજ્ય) સરકાર પાસે ઓછામાં ઓછી સત્તા રહે.” ઘણી રીતે એ વાત બરાબર લાગે છે કે રાજ્ય સરકાર ગજા બહારનાં ક્ષેત્રે ઉપાડે તો કાતો એ તૂટી પડે અથવા દરેક ક્ષેત્રોમાં તે કાર્યક્ષમ ન બની શકે. પણ એ સત્તા ઓછી કરાવવા માટે કે જ્યાંથી એની સત્તા ઓછી કરાવામાં આવે એ ક્ષેત્રે કોણે હાથમાં લેવાં ? એના અંગે ન તો કોઈ કાર્યક્રમ ઘડાયો છે કે નથી તેની આછી રૂપરેખા પણ આપવામાં આવી. તો પછી સત્તા કઈ રીતે ઓછી થઈ શકે? આના સંબંધમાં વિશ્વાત્સલ્ય-પ્રયોગ માને છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે લોકસંગઠને પાસે, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રે જનસેવક સંગઠને પાસે તેમજ માત્ર રાજકીય ક્ષેત્ર સરકાર પાસે રહેવાં જોઈએ. જનસંગઠનોએ કોંગ્રેસનું–રાજ્ય સંગઠનનું મહત્વ સ્વીકારવું જોઈએ. આના સંદર્ભમાં વિશ્વ વાત્સલ્ય અહિંસક પ્રગો ભાલ નળકાંઠા પ્રદેશમાં કર્યા છે અને ઉપર કહેલાં ચાર અન્ય ક્ષેત્રે-સમાજ, અર્થ, સંસ્કૃતિ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ 361 અને શિક્ષણ –-લોકસંગઠન અને લોકસેવક સંગઠનને મળે તે માટે સતત પ્રયાસ ચાલુ રાખ્યો છે. વિશ્વ વાત્સલ્ય પ્રયોગના પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ પણ એથી વધારે વખત ઉપવાસ કર્યા છે. મુંબઈ રાજ્ય પસાર કરેલો નવો ગણોતધારે જેમાં ખેડૂત તરફ અન્યાય થતો હેઈને સરકારની સામે પ્રેમપૂર્વક કાનૂનભંગ કર્યા સિવાય 8 મહિના શુદ્ધિ પ્રયોગ ચાલ્યો હતો. આમ સત્તા ઓછી કરવા માટે સર્વોદયે પણ નક્કર કાર્યક્રમો ગોઠવી દેશને આપવા જોઈએ.' એ ઉપરાંત સર્વોદયે સત્તાના વિદ્રીકરણની વાત રજૂ કરી પણ તે અંગે જના આપી નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય-પ્રયાગ પાસે સત્તાના વિકેન્દ્રીકરણ માટે સમૂહ (ગૃપ) ગ્રામ પંચાયતવાળી ગ્રામ સંગઠનની યોજના ઘડેલી છે. 1956 માં પંડિત જવાહરલાલ નેહરૂ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેને રજૂ કરવામાં આવી હતી અને તેમણે એ એ યોજના પસંદ કરી હતી. એ યોજના પ્રમાણે 7 ગામ અથવા ૫૦૦૦ની જનસંખ્યામાં 1 પંચાયત હેવી જોઈએ. આનાથી ચૂંટણીના અનિષ્ટ દૂર થાય. ચૂંટણીમાં કોમવાદ, જાતિવાદ કે ભાઈ-ભત્રીજાવાદ પ્રવેશે છે તેને આમાં પ્રવેશ સંભવ નથી. આવી 20 ગ્રામ પંચાયત મળીને એક તાલુકા પંચાયત (35 ગામ કે 1 લાખની વસતી પાછળ ) બને. 5 તાલુકા પંચાયત (5 લાખની પાછળ) એક પ્રાદેશિક પંચાયત બને. અને 10 પ્રાદેશિક પંચાયતો ઉપર એક કમિશ્નર રહે જેને સીધો સંબંધ કેદ્રીય સરકાર સાથે રહે. કેંદ્રીય સરકારના હાથમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર તથા મોટાં નગરો તથા રાષ્ટ્રરચનાના કેટલાક મહત્વના પ્રશ્નો રહે. આ રીતે સત્તાના વિકેન્દ્રીકરણની યોજના અમલમાં આવે તે નીચેથી સત્તા ઉપર સુધી ચાલે, લોકઘડતર પણ થાય અને ચૂંટણીનાં અનિષ્ટો અને મોટા ખર્ચાઓ પણ ટળી જાય. આને પ્રયોગાત્મક બનાવવાની વાત સર્વોદયમાં નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય પ્રયોગ પાસે છે. તે ઉપરાંત લોકનીતિની નિષ્ઠા માટે ત્રણ વાત સર્વોદયે રજૂ કરી છે. જેમાં (1) અહિંસા, સત્ય, અસ્તેય (2) નિષ્કામ સેવા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ 62 સકામ વૃત્તિ સહન–આ બાબતો તે સુસંગઠન દ્વારા પ્રયોગમાં મૂક્યા પછી જ થઈ શકે. એનું આચરણ તે સુસંસ્થાઓ દ્વારા ઘડતર વ થઈ શકે એ તો સ્પષ્ટ હકીકત છે. લોકનીતિની ત્રીજી નિષ્ઠા માટે " નિરપેક્ષ લોકશક્તિ”ની જે છેલ્લી વાત કરવામાં આવી છે તે અંગે કોઈ પણ પ્રયોગ કે યોજના કર્યા વગર તે લોકોના ગળે ઊતરે એ જરા વધારે પડતું છે. એના માટે તે જ્યાં જ્યાં હિંસા, અન્યાય અને અત્યાચાર થાય ત્યાં હિંસાના બદલે અહિંસાના પ્રયોગ કરીને બતાવવા જોઈએ. એમ ન થાય તે બીજા અનિટ અને અરાજકતા પ્રસરવાનો મોટો ડર રહે છે. રાજ્યના હાથમાં વ્યવસ્થા કરવાનો અધિકાર લોકોએ આપ્યો છે. હવે કોઈ પણ પ્રકારને દંડ ન રહે એવું વિધાન કરનારાઓએ જોવું જોઈએ કે કોઈ પણ સ્થળે હિંસા ફાટી ન નીકળે તેના ઉપાયો કાર્યકરોએ કરવા જોઈએ અને જે તોફાનો ફાટી નીકળે તો ત્યાં હોમાવા માટે જવું જોઈએ; અને તપત્યાગ વડે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જેથી રાજ્યને (સરકાર). કાયદે, કાનૂન, કોર્ટ, પોલિસ, લશ્કર, શસ્ત્રાસ્ત્રો વ. દંડશક્તિને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે એવી ભૂમિકા જનતામાં ઊભી કરવી જોઈએ. લવાદી પ્રયોગ દ્વારા ઝઘડાઓ પતાવવા જોઈએ, શુદ્ધિપ્રયોગ દ્વારા અહિંસક પ્રતિકાર, અન્યાય નિવારણ માટે કરવો જોઈએ તેમજ ઘડાએલી શાંતિસેના દ્વારા હુલ્લડે વખતે શાંતિ સ્થાપિત કરાવવી જોઈએ. આ બધા કાર્યક્રમો વડે લોકોની હિંસાના બદલે અહિંસા ઉપર નિષ્ઠા !! વધારવી જોઇએ. - આ બધા ઉપર બતાવેલા પ્રયોગ વિધવાત્સલ્યના પ્રયોગકારોએ નાનકડા પ્રદેશમાં સુસંગઠન દ્વારા કર્યા છે–અને દંડનિરપેક્ષ લોકશકિત ઊભી કરી છે. વિશ્વ વાત્સલ્યના એ પ્રયોગકારોને શ્રદ્ધા છે કે જે એવા જ પ્રયોગ સર્વોદયી કાર્યકરે પણ કરે તે જ દંડનિરપેક્ષ લોકશકિત ઊભી કરી શકે. વિનોબાજીએ જે નિષ્પક્ષ સમાજની કલ્પના કરી છે તેને પ્રયોગ ભા. ન. કાઠા પ્રાયોગિક સંઘે સત્તાથી પર થઈને સિદ્ધ કરી બતાવ્યો છે. તેમજ વિરોધી પક્ષ અને નિષ્પક્ષ સમાજની જે ક૯પના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ 363 વિનોબાજીએ મૂકી છે તેને પૂરક–પ્રેરક બળ માનીને પ્રાયોગિક સંઘ કામ કરવા માટે પ્રેરાય છે. રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિનું બમણું કામ .એ કરે જ છે. સાર એ છે કે જે વિચાર સર્વોદયના આધુનિક પ્રેરકોએ, રાજનીતિ. વિષે મૂક્યા છે, તેને વિશ્વ વાત્સલ્યના પ્રેરકો અમલમાં લાવી સક્રિય રૂ૫ આપે છે. એટલે સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં વિચારમાં ઝાઝો ફેર રહેતો : નથી. કયાંક ફેર રહે છે તેને સર્વોદય એક યા બીજી રીતે, સાચું લાગ્યા. પછી સ્વીકાર કરે છે અને કરશે. મૂળ ફરક રહે છે આચારને. સર્વોદયના પ્રેરકે આ દૃષ્ટિકોણ સમજી જે કંઈ તત્વ ખૂટે છે તેની પૂર્તિ, વિધવાત્સલ્યની રીતે કરી, કામ કરશે તે સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય એક વ્યાસપીઠે રહીને કાર્ય કરી શકશે, અને એથી દેશ અને દુનિયાને મોટો લાભ થશે. સત્તા માટે તે બને નિરપેક્ષ છે. સર્વોદય, સત્તાસીને કોગ્રેસ. પક્ષના સિદ્ધાંતોને અંજલિ આપવા છતાં તેને મતદાન માટે નિશ્ચિત બનાવી શકતો નથી. જ્યારે વિશ્વ વાત્સલ્ય તેને નિશ્ચિત કરવાની. પ્રક્રિયા વર્ષોથી આદરી છે. અને જ્યાં રાજ્ય શાસન પક્ષ (કોંગ્રેસ) સિદ્ધાંત ભંગ કરતા દેખાય છે ત્યાં પ્રેમપૂર્વક વિરોધ, સમજૂતી અને અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા તેને અટકાતવા અને સિદ્ધાંત ઉપર સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે. સર્વોદય નિષ્પક્ષ કે પક્ષાતીતતાના નામે બધાય પક્ષોને ગોળ અને બળની જેમ એક સરખા ગણી. શંભુમેળો ઊભો કરવાને પ્રયાસ કરે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓને પાયે પ્રેરક બળ અને ઉછેરના મૂળભૂત ફરકને ઊંડાણથી સમજીને કોંગ્રેસ પક્ષમાં જનતા અને જનસેવકોના સંગઠનરૂપે પૂરક પ્રેરક બની તેની શુદ્ધિ–પૃષ્ટિ કરી, ઉપરોકત રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ સક્રિય લાવવા. મથે છે. આ છે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ 14 [2] શ્રી દલુરાય માટલિયા સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણ વિષે અત્યાર સુધી જે વાત થઈ તેના અનુસંધાનમાં જણાવવાનું કે સર્વોદયને ઘડનાર ગાંધીજી હતા. એટલે ગાંધીજીને દૃષ્ટિકોણ શું હતો તે જાણવું જરૂરી થશે. ગાંધીજી જ્યારે આફ્રિકામાંથી એક પ્રયોગ કરીને ભારતમાં આવ્યા ત્યારે; અહીં ઘણું અલગ અલગ વર્ગો હતા. એક હિંસાધારા ક્રાંતિમાં માનનારે વર્ગ હતો. બીજી હિંદુ મહાસભા હતી. ત્રીજી મુસ્લિમ લીગ. ચોથો વિનીત વર્ગ. પાંચમે તિલક ગોખલે વ. નો સ્વરાજ્યવાદી દ્રષ્ટિકોણવાળા વર્ગ. આમ જુદા જુદા વર્ગો હતા. સમાજવાદી પણ કામ કરતા હતા. એમણે એમ ન વિચાર્યું કે એ બધા વર્ગો સરખા છે. જો કે તેઓ બધા સાથે હળતા, મળતા અને સ્નેહ રાખતા. કોંગ્રેસમાં પણ ક્રાંતિ-વાદી, વિનીત અને મવાલ વગેરે વિચારતા લોકો હતા. એમની પાસે ગાંધીજીએ માંગણી કરી કે “મને પ્રયોગ કરવાની તક આપે ! " પણ બધાય વિચારના લોકોને ગાંધીજી ઉપર વિશ્વાસ શી રીતે બેસે? વિશ્વાસ બેસાડવા માટે વિનય અને સેવા જોઈએ. સાથે સાથે બહુમતિ પણ જોઈએ. તે સમયની કેંગ્રેસમાં, મોતીલાલ નેહરૂ જેવા વિદ્વાન હતા, તિલક જેવા “સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે” એમ કહેનારા પણ હતા. ઝીણું સાહેબ જેવા વિનંતિ કરીને ચાલનારા પણ હતા. આ બધાને સમજાવવા કઈ રીતે? ગાંધીજીએ વિનય અને સેવાના સૂત્રે ચાલુ કર્યા. તેમણે પિતાના સ્થાન કે ભાનની પરવાહ કર્યા વગર; સહુથી પહેલાં તે વખતના પ્રમુખશ્રીને ફાઈલો કાઢી આપવી, બટન લગાડી દેવા અને ઓફિસ-રેક વગેરે વ્યવસ્થિત કરી દેવી, તેમનાં વ્યાખ્યાન લખી આપવા અને નેધ પણ કરી આપવી, આ બધી સેવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. આમ તેમણે - મુરબ્બીઓનાં મન જીતી લીધાં. પછી તેમણે જોયું કે રસ્તાઓ અને P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ 365 શેરીઓ ગંદા છે, એટલે જાતે સફાઈ શરૂ કરી. એથી ઘણા લોકો ખુશ. થયા. ત્યારબાદ ગાંધીજી કેંગ્રેસમાં દાખલ થઈ શકયા. ગાંધીજીને વિનય નમ્રતાના અર્થમાં આવ્યો પણ એના કારણે સિદ્ધાંતના પાયાના સવાલમાં નમતું મૂકવું એ તેમણે કદિ ન સ્વીકાર્યું. એમણે સેવા-વિનય અને સત્ય એ ત્રણથી કદિયે વેગળા ન રહેવાને નિશ્ચિય કર્યો. આ પછી પણ તેમણે પોતાના વિચારે કોંગ્રેસમાં દાખલ કરાવવા માટે જરા પણ ઉતાવળ ન કરી, તેમણે એના પ્રયોગો કર્યા. તેઓ આખું હિંદ ફર્યા. તે વખતે ચંપારણમાં ગળીના કારખાનાના મજૂરોની લડતા ચલાવી, સાથોસાથ બિહારના ખેડૂતોનો ત્રાસ મટાડ્યો. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરી મજુર અને મિલ–માલિકના ઝઘડા દૂર. કર્યા. નમક-કર માટે લડત ચલાવી દાંડીની ઐતિહાસિક કૂચ કરી. તેમાં ખેડૂતોને પણ લીધા. આથી તેઓ લોકોના અને કોંગ્રેસના વિશ્વાસપાત્ર બની ગયા. ત્યાર પછી ગાંધીજીએ કોંગ્રેસને ઢંઢોળી અને જણાવ્યું : “જે મારે કેંગ્રેસને વાહન બનાવવી હોય તો, એને શકિતશાળી. બનાવવી જોઈએ અને એમાં જે તત્ત્વ ખૂટે છે તે ઉમેરવા માટે. પુરૂષાર્થ કરવો જોઈએ. એટલે વિરોધી વલણ ધરાવતા લોકોને પણ ગાંધીજીએ એક સૂત્રતામાં બાંધ્યા. લોકસંપર્ક વધારવા માટે તેમણે કેંગ્રેસી-કાર્યકરોને કાર્યક્રમો આપ્યા. આમ કોંગ્રેસને શકિતશાળી બનાવવાનો તેમને પ્રયાસ સફળ થયો. પણ તેમને હજુ નિષ્ઠાનો તાગ મેળવો - હતો. એટલે તેમણે રજૂ કર્યું કે “કાંતે તે પહેરે ! આ આજની રાષ્ટ્રિય એકતા માટેની મૂળભૂત વસ્તુ છે. એને ન માને તે નીકળી. જાય.” કેટલાક તે વખતે કોંગ્રેસમાંથી ખસી પણ ગયા. આ પછી કોંગ્રેસમાં ઘણું ઉતાર-ચઢાવ આવ્યા. તપ, ત્યાગના ઘણા કાર્યક્રમો. : આપી બાપુએ એ સંસ્થાને ઘડી; અને તેને સત્ય-અહિંસાની દિશામાં ગતિશીલતા આપી. આ પછી ગાંધીજી એક ડગલું આઘળ વધ્યા. તેમણે પૂનાના કોંગ્રેસ અધિવેશન વખતે કોંગ્રેસના બંધારણમાં “સત્ય-અહિંસા' શબ્દ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ લાવવાનું સૂચન કર્યું. પણ તે વખતના સંયોગોમાં ગાંધીજી પતિ આદર હોવા છતાં, તેમના દ્વારા પ્રસ્તુત “સત્ય-અહિંસા ”ની ભાવનાને જાળવવાની ઈચ્છા હોવા છતાં; એ શબ્દો બંધારણમાં તેઓ લાવી ન શક્યા. ગાંધીજી કોંગ્રેસથી છૂટા થયા પછી પણ ઘણું આંચકા આવ્યા, અલગ રહ્યા, છતાં છેવટ સુધી તેને સમર્થન આપતા ગયા. વિનોબાજીએ એનાથી જુદો માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસે શાંતિમય બંધારણની રીતે આગળ વધવાની દિશા સ્વીકારી છે. સામ્યવાદી લોકો ગુપ્તતા અને હિંસાને છડેચોક માને છે અને કોંગ્રેસ પણ એ બનેનો આશ્રય લેશે તો આગળ નહીં વધી શકે. તે માટે અગુપ્તતા અને અહિંસાનો આશ્રય લેવો જોઈએ. આ બે વસ્તુઓ અને આર્થિક વિષમતા મટાડવા માટે જમીન ઉપરની માલિકી ઘટાડવા માટે ભૂદાન વગેરેના કાર્યક્રમો એમણે ઉપાડ્યા. બ્રહ્મપુરીમાં કોગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ આગળ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા. કોંગ્રેસે હવે સત્યઅહિંસાને પ્રગટ કરી વિષમતા તોડવી જોઈએ. ઢેબરભાઈએ તે માટે પ્રયત્નો કર્યા, 5. જવાહરલાલજીની સંભાવના રહી, છતાં પણ કોંગ્રેસ એ વસ્તુને ન સ્વીકારી શકી. કેંગ્રેસ એક પક્ષ રૂપે નહીં પણ રાષ્ટ્રના ધન રૂપે છે તે છતાં વિનોબાજીએ બીજા પક્ષોને તેની હરોળમાં મૂકવા કહ્યું કે “કૃપલાણી, અશોક મહેતા, લોહિયા વગેરે વિરોધ પક્ષમાં હોવા જોઈએ, એમની સેવા વિરોધ પક્ષમાં જરૂરી છે વિરોધ પક્ષમાં રહે તે છતાં તેમની સેવા દેશ માટે જરૂરી છે. તેઓ પણ દેશના રત્ન છે.” વિનોબાજીએ આમ કોંગ્રેસને બધા પક્ષોની બરાબરીમાં મૂકી તે બરાબર ન થયું અને પં. જવાહરલાલ નેહરૂને પણ તે વાત ન ગમી. ત્યાર બાદ બધા કોંગ્રેસ વતી સત્તા લેવા માટે ઝંખવા લાગ્યા. એટલે વિનોબાજીએ સત્તા નિરપેક્ષ રહેવાની વાત કરી. વિનોબાજીએ આ ભૂમિકાએ કોંગ્રેસને એકપક્ષ કહી, સર્વ સેવા સંધ પક્ષાતીત રહે એ માટે વિનોબાજીએ લોકનીતિની વાત કરી. લોકનીતિ લોક ઘડતર વગર ન થઈ શકે. વિનોબાજીની મુશ્કેલી ત્યાં છે ! લોકોને ઘડવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ . 367 સંગઠને નથી, પોતે ઊભાં કરતાં નથી અને ઘડવાની પણ જવાબદારી લેતા નથી. એનું કારણ એમની વેદાંત સંતવૃત્તિ છે. તેમણે સત્યઅહિંસાની અને વિષમતા દૂર કરવાની વાત કરી, કાર્યકરોને પણ સત્તાલક્ષી બનવા કરતા સેવાલક્ષી બનવાની વાત કરી. પણ, એથી રાજ્ય સંગઠન (સત્તા)ની શુદ્ધિ કે ઘડતર કરવાના બદલે સર્વેદથી કાર્યકરો કોંગ્રેસની ટીકા કરવા મંડી પડ્યા. એથી બીજા પક્ષો નજીક , આવ્યા પણ એકંદરે સર્વોદયી કાર્યકરોને તેમનો કડવો અનુભવ થયો અને બધાને ભેળવતાં સર્વ પક્ષોનો ખીચડો કરી નાખ્યો અને લોકોની કોંગ્રેસ પ્રતિ શ્રદ્ધાને ડહેળાવી નાખી. પરિણામે કેટલાક સારા કોંગ્રેસ કાર્યકરો પણ કોંગ્રેસમાંથી ખસી ગયા. આ નીતિથી સંસ્થા ઘડાતી નથી કે કાર્યકરે પણ ઘડાતા નથી. સર્વોદયી કાર્યકરોએ ગમે તે કારણે એમ માની લીધું છે કે વિનોબાજી જાતે સંસ્થામાં માનતા નથી. પણ ખરેખર એવી વાત નથી. વિનોબાજી સંસ્થામાં માને છે, પણ સંસ્થાને ઘડવામાં માનતા નથી. આના સંદર્ભમાં તેમણે પરિસ્થિતિ-પરિવર્તનના કાર્ય પ્રસંગે કહ્યું હતું કે “ગુણવાન સંસ્થાઓને રાખવી, દોષ મુક્ત સંસ્થાઓને છોડવી અને જેમાં ગુણ વધારે અને દોષ ઓછા હોય તેવી સંસ્થાઓને પણ રાખવી અને ઘડવી.” પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થા જરૂરી છે, પશુ, સંસ્થાને ઘડવાનું કામ સમાજનું છે, એમ તેઓ માને છે. જ્યારે વિશ્વ વાત્સલ્ય પરિસ્થિતિ–પરિવર્તન માટે સંસ્થાઓ સ્થાપવાની અને ઘડવાની જવાબદારી પ્રાયોગિક સંઘ અને ક્રાંતિ પ્રિય સાધુઓની માને છે. તે મતલબ એ કે આજના સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય વચ્ચે સૈદ્ધાંતિક ફરકે બહુજ ઓછો છે. ફરક છે એના પ્રયોગની પ્રક્રિયામાં. એના લીધે ભૂમિદાન કાર્યક્રમમાં ગૂંચવાડા ઊભા થાય છે અને પ્રાયોગિક સંધવાળા પણ દૂર રહે છે. બન્ને નજીક આવે એની ભૂમિકા તૈયાર થવી જોઈએ. * * * * . . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #384
--------------------------------------------------------------------------
________________ ચર્ચા-વિચારણું ગાંધીજી બાદ સર્વોદય વિચાર પ્રવાહ શ્રી માટલિયાજીએ સર્વોદયના રાજકીય દૃષ્ટિકોણ ઉપર આજની ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીએ કોંગ્રેસમાં રાજકીયનેતાઓ અને નવલોહિયા યુવાનો બંનેને વિનય અને સેવાથી આકર્ષાને 'કેગ્રેસનું રૂપાંતર કરી તેને વાહન શી રીતે બનાવી તે વિષે આપણે સવારે વિચારી ગયા હતા. ના ગાંધીજી પછી સર્વોદયના વિચારને વેગ અને ગતિ આપનાર વ્યક્તિઓમાં મોખરે બે પુરૂષો આવે છે: (1) 5. જવાહરલાલ નેહરૂ, (2) વિનેબા. 5. જવાહરલાલે ૧૯૩૩માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાવીરૂપ દેશના ઉદ્યોગેનું રાષ્ટ્રીયકરણ, દેશના વૈજ્ઞાનિક યંત્રનું ઉધોગીકરણ, અને સમાજવાદની આસપાસમાં રાજ્યની નીતિ ગોઠવવા અંગે વિચાર્યું. પણ ત્યારે ખૂબ ઉહાપોહ થયા. મહાત્માજીએ પણ પંડિતજીની સાથે પત્રવહેવાર કર્યો. તે વખતે વકીલો, વિદ્વાને, મૂડીવાદીઓ વગેરે બધા જ કોંગ્રેસની સાથે હતા. તેમને સ્થાપિત હિતવાળા ગણીને કોંગ્રેસની શક્તિ ન તડવી એમ બાપુ વગેરેની સલાહ હતી. પંડિતજીએ . તે વખતે ધીરજ રાખી. પણ પાછી સન ૧૯૫૦માં તેમણે એ વાત ફરીથી મૂકી. ત્યારે બાપુ ન હતા. પણ, ચતુરબુદ્ધિ સરદારે સલાહરૂપે કહ્યું : “લોકો ચમકી જશે. પરદેશમાં પણ વિરોધ થશે. એ લોકોને કહેવાનું થશે કે આ તો સામ્યવાદ તરફ જઈ રહ્યા છે. એટલે મૂળ સ્વરૂપ એજ રહે પણ એની એજ વાત બીજા શબ્દોમાં કહેવી જોઈએ ! એટલે તે વખતે “સહકારી કલ્યાણકારી રાજ્ય " એ મતલબના શબ્દ મૂકાયા. “આવડી અધિવેશન” વખતે “સમાજવાદી ઢબ” અને પછી ક્રમે ક્રમે " સમાજવાદી સમાજ રચના” શબ્દો મૂકાયા. અને છેવટે “લોકશાહી સમાજવાદી રચના” શબ્દ આવી પહોંચ્યો. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ 369, પં. જવાહરલાલ નેહરૂએ 1833 થી 1861, આમ અઠ્ઠાવીસ વરસે કોંગ્રેસ પાસે આ વાત કબૂલ કરાવી. આ રીતે કોંગ્રેસને તેમણે પિતાનું વાહન સિદ્ધ કરી આપ્યું. શ્રી ઢેબર કોંગ્રેસ પ્રમુખ તરીકે આવ્યા. ત્યારે તેમને લાગ્યું કે સ્થાપિત હિતોની પકડ છે જ. નગરના લોકો કોગ્રેસમાં વધારે આવે છે એમ પણ તેમણે જોયું. આથી કેંગ્રેસ નગરપ્રધાન બની છે. હવે જે ગ્રામપ્રધાન બને તે સારૂં. એ માટે એમણે ગામડાંમાંથી પ્રાથમિક સમિતિ અને લગભગ વીશ હજારની વસતિમાંથી એક મંડળ સમિતિ બને તેમ વિચાર્યું. શહેરમાં પણ એ જ રીતે મંડળ સમિતિઓ આવી. જો કે જે લોકો કેંગ્રેસમાં અડ્ડો જમાવીને બેઠા છે તેવા લોકોએ કોંગ્રેસ બંધારણમાં આવેલા આ પાયાના નવા સુધારાઓ અમલમાં ન આવે તે માટે ભરચક પ્રયત્નો કરી તેને પૂરી સફળતા મળવા દીધી નથી; તે છતાં યે કોંગ્રેસને અને દેશને મળેલી આ એક અભૂતપૂર્વ ભેટ છે. કોંગ્રેસમાં આ રીતે જોતાં પરિવર્તનશીલતાનું ખમીર રહેલું છે. માત્ર એને પૂરેપૂરા દૂરદેશી અને દીર્ઘદર્શી નેતાઓ મળવા જોઈએ. પંડિત જવાહરલાલ નેહરૂ પંચવર્ષીય યોજના આપી દેશને પોતાની રીતે ઘડી રહ્યા છે. સત્તાના વિકેદ્રીકરણ તરફ લઈ જવા પંચાયતી–રાજ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અલબત્ત, જ્યાં લગી ગામડાંમાંથી નીચેથી ઘડાઈને જનશક્તિ ઉપર નહીં આવે ત્યાં લગી ઉપરથી આવેલું પંચાયતી રાજ કાં તો સત્તાની મૂળ ચાવી પિતાના ગજવામાં રાખીને એટલે કે–રાજ્યના આશ્રિત રહીને–આવશે. એનાથી સાચે અર્થ સરશે નહીં. અથવા, ગામડાંને કુલ સત્તા આપવામાં આવે તો પણ, તેમાં દાંડ, માથાભારે કે અનિચ્છનીય તો જ ઉપર આવી જશે. એટલે કે ધરમૂળથી નવી અને શુદ્ધ નેતાગીરી ઊભી કરવાની નીચેથી જ જરૂરી છે એ વાત દબાઈ જશે. - હવે સંત વિનોબા તરફ આવીએ. સંત વિનોબાજીને હું પતિ જ છે. નાની છે. અલબત્ત, ત્યાં લગ 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ સમજું છું ત્યાં સુધી તેઓ કેંગ્રેસને માને છે અને તેને અંજલિ આપે છે. (1) બ્રહ્મપુરી-ઓરિસ્સા, (2) અસિંકરી મૈસૂર (3) ગૂજરાત. આમ ત્રણ વખતે તેમણે કોંગ્રેસનું ગાંધી પરિવારનું મહત્વનું અંગ ગણીને મહત્વભરી અંજલિ આપી છે-નમ્રતાથી આપી છે. પણ તેઓ મૂળે એ જાતની “એકાંત સન્યાસ”ની વૃત્તિવાળા છે કે તેઓ આંચકા આપીને પલટો કરાવી ન શકે. સર્વાગી કાંતિકારે તે વિશ્વભરમાં અનેક સ્થળે ચકાઓ મારવા પડશે. તો જ તે લોકક્રાંતિ કરાવી શકશે. આપણે જોયું કે કોંગ્રેસમાં, ગાંધીજીના મહાપ્રભાવે કોમવાદી માનસવાળા સાવરકર વગેરે, વિનીત સ્વભાવવાળા શ્રીનિવાસન, સષ, જ્યકર વગેરે, રશિયા તરફ ઊંડે ઊંડે કુણું વલણ રાખનારા ભગતસિંહ વગેરે એની મેળે ખસી ગયા. આજે કોંગ્રેસને બાપુજીના ગયા બાદ દુઃખ વિનોબાનું છે તેવું જ દુઃખ પં. નેહરૂનું છે. તેઓ જુથ રચવાની વૃત્તિવાળા નથી. આનું પરિણામ એ આવ્યું કે સાચું જુથ બળવાન ન હોવાના કારણે, કોંગ્રેસ સાંકડીવૃત્તિવાળાં જુથોનો અખાડે તો જાણે લાગે છે, પણ તે જ રીતે ગુણ વિકાસની ગતિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથેનું સામુદાયિક બળ રહેવું જોઈતું હોય, તે સ્વરૂ૫ દિવસે દિવસે સરી જતું હોય તેમ લાગે છે. અહિંસા, વિશ્વવાત્સલ્ય કે સર્વોદયને અનુરૂપ તે * સંસ્થા રહી નથી. એને ઘાટ આ દિશામાં બદલવો જોઈએ, એમ જરૂર ગાંધીજીના સાચા ઉતરાધિકારીઓને લાગવું જોઈએ અને વિનેબાજીને પણ લાગ્યું છે. તેમણે એ અંગે વાત કરી પણ તેમ ન થતાં આવેશમાં આવી તેમણે ગુસ્સામાં એમ પણ કહી નાખ્યું : “ોંગ્રેસ ખતમ થવી જોઈએ!” પણ પાછળથી એમાં સંશોધન કર્યું કે કોંગ્રેસનું સત્તાલક્ષી સ્વરૂ૫ ખતમ થવું જોઈએ. એ મારા કહેવાનું તાત્પર્ય હતું. આમ થવાનું કારણ શું હતું તે તપાસીએ. પૂરીમાં ભૂમિહીને ગણોતિયાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ 371 નામ પહાણી પત્રકમાં ન હોય અને ભૂમિ સંપન્ન (જમીનદાર) કજા છેડાવે તો તેમણે નહીં છોડવા, અવું કાનૂનભંગને પ્રેરનારૂં વલણ લીધેલું. જો કે ભાલનળકાંઠા પ્રાગના અનુભવે મહારાજ શ્રી પૂ. સંતબાલજીએ સર્વ સેવાસંઘના મંત્રીનું ધ્યાન ખેંચ્યા પછી, એ વાતમાં તરત ફેરફાર થઈ ગયે. પણ આ વલણ સામ્યવાદીઓને અનુકૂળ થયું. વિનોબાજીની 3 ભાગ જમીનને અને છેવટે જ ભાગ દરેક કોંગ્રેસી પોતાની જમીનમાંથી આપે તે વાત પણ કેંગ્રેસનેએ સ્વીકારી નહીં. ભૂમિહીનેના અન્યાય સામે થનારા, કાર્યકરોને કાનૂન ભંગના કારણે કે તેવી પ્રવૃત્તિની ગંધના કારણે પકડી લીધા. આ બધાથી પણ વિનોબાજીનું મન આળું બની ગયું અને કોંગ્રેસને પણ તેઓ બીજા પક્ષની જેમ સત્તાલક્ષી પક્ષ માનવા લાગ્યા. ખરી રીતે, તેમણે આ કાર્યમાં વિવેક રાખવો જોઈતો હતો. તેઓ એમ તો કહેજ છે કે કેંગ્રેસ બીજા પક્ષો કરતાં ઘણી સારી છે. પણ કોંગ્રેસ સાથે રચનાત્મક કાર્યકરોને સંબંધ રહે, એમાં તેમને ભીતિ લાગે છે કે કોંગ્રેસની સત્તા લાલચમાં, આપણી પાસેના થોડા ઘણું પણ જે નિસ્પૃહી કાર્યકરો છે તે પણ તણાઈ જશે. વિનોબાજી સૌરાષ્ટ્રમાં આવેલા ત્યારે મેં પૂછેલું. તેના જવાબમાં તેમણે સાફ કહેલું : સંતબાલજીને તે બાપુજીને સ્પર્શ થયો છે તેમને ગુજરાત કેંગ્રેસ જેવી અખિલ ભારતીય કોંગ્રેસ લાગે છે. તેથી તેમણે કોંગ્રેસનું પૂછડું અનુબંધ વિચારધારામાં લગાડયું છે. સતબાલજીની વાત, પ્રયોગ અને કાર્ય શુદ્ધ સર્વોદયના છે. પણ, મને લાગે છે કે કોંગ્રેસને ઘડવાનું વિચારીશું તો આપણું મોટાભાગની બધી શકિત તે કામમાં ખર્ચાઈ જશે, (અને ધાર્યું પરિણામ નહીં આવે.) એટલે જે કંઈ શક્તિ છે તે માત્ર લોકશકિતને ઘડવામાં વપરાવી જોઈએ.” પણ, આમાં વિનોબાજીના ધ્યાન બહાર જે વાત રહી જાય છે તે એ છે કે લોકશક્તિના ઘડતર સાથે જે રાજ્યશક્તિને પ્રજાના અંકુશમાં લાવવાની અને રાજ્યને શુદ્ધ કરવાની વાત નહીં જોડવામાં આવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ ૩૭ર તથા નૈતિક અશુદ્ધ પી. તો તે છે પૂરું પ્રજા–ઘડતર થશે નહીં; તેમજ અશુદ્ધ પડી રહેલી કે બની જતી રાજ્યશકિત પ્રજાની તથા નૈતિકતાની શક્તિ ઉપર ચડી બેસશે. આમ થશે તો થોડી વિભૂતિઓ ચાહે ગમે તેટલી મહાન હેય, તે યે આજના જગતપ્રવાહમાં તેમનાથી કોઈ અસરકારક કે નકકર કામ બની શકશે નહીં. આ વાત ધીરે ધીરે વિનોબાજીને સમજાતી જતી હોય અથવા કુદરતના દબાણને લીધે થતું હોય તેમ લાગે છે. વિશ્વ વાત્સલ્યની અનુબંધ વિચારધારા જે મૂળ વાત કહે છે તે ભાગે સર્વોદયી કાર્યકરોને આવવું પડતું હોય અને તેનું સ્વરૂપ બદલાતું જતું હોય તેમ લાગે છે. વિનોબાજીને વેલવાલમાં મળેલી દેશની સર્વપક્ષીય પરિષદ ઉપરથી કંઈક આશા બંધાયેલી કે નક્કર પરિણામ આશે. એમણે રાષ્ટ્રિય એકતા માટે રાષ્ટ્રીય એકતા પરિષદનું નામ સૂચવ્યું હતું. રાષ્ટ્રવિકાસનાં કાર્યો, સમગ્ર દેશમાં છે, માટે એવી બાબતોમાં જુદાઈ ન હોવી જોઈએ. તે અંગે પ્રાંત, ભાષા, કેમ વગેરેના ઝઘડા ન હોવા જોઈએ. મતભેદો ભલે હોય પણ મન ભેદ ન હોવા જોઈએ. આ માટે તેમણે શ્રી ઢેબર અને શ્રી જયપ્રકાશને નીમ્યા. ત્યારે શ્રી મોરારજીભાઈ જેવા અગ્રણી નેતાઓને આ વિચાર સ્વીકાર કરવામાં થોભ થત હતો; કારણ કે મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્રની લડતમાં સર્વોદયી કાર્યકરે જે રીતે વર્યા હતા; ગોળીબારને જે એ તેમણે વિરોધ કર્યો હતો અને સર્વોદયી કાર્યક્રમોમાં પક્ષોના શંભુ મેળાને જે રીતે મેદાન મળ્યું હતું તે બધું જોઈને લાગી આવે એ સ્વાભાવિક હતું. ગુજરાતમાં વિનોબાજી આવ્યા ત્યારે શ્રી નારાયણ દેસાઈ વગેરેએ જે વહેવાર કર્યો અને ઢેબર, જશુ મહેતા વગેરે બધાને બીજા પક્ષના માણસો જેવા ગણીને તેમણે જે રીતે વર્તન ચલાવ્યું તે ઉપરથી લાગ્યું કે આ છોકરડાં છે અને સંત વિનેબાજી આવી છોકરબાજી ચલાવી લે છે. એટલે શ્રી ઢેબરને પણ મુશ્કેલી લાગી કારણ કે આવા અપરિપકવ બળ સાથે પાનાં પાડવાં બરાબર નથી. ટૂંકમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ 373 વિનોબાજીએ મૂકેલો વિચાર સારો હતો પણ તે વખતનાં તેમના સાથીઓ અને અમુક વિરોધી વલણનાં કારણે સ્વીકારી ન શકાય. પણ પછી, તેનું મૂલ્યાંકન થયું અને એટલા માટે જ તે વિચાર આજે રાષ્ટ્રીય એકીકરણ સમિતિના રૂપમાં હરતીમાં આવી રહ્યો છે. વિચારો સુધી તે કંઈ જ વિચારવાનું નથી પણ સવાલ વિનોબાજીના સ્વભાવને આવે છે અને તેમને મળેલા સાથીઓને પણ આવે છે. કેરળમાં તેઓ નબુદ્રિપાદને અહિંસા તરફ વાળશે એમ માની કેલપાનના ઉપવાસ અંગે એક શબ્દ પણું ઉચ્ચારી શક્યા નહીં. દ્વિભાષી વિષે તેમને અભિપ્રાય પહેલાં તરફદારીને આવ્યો પણ વિરોધ થતાં એમાં પણ ફેરફાર થવા લાગ્યો. “મહાગુજરાતવાદીઓના તોફાન વખતે સરકારની ગોળી કરતાં તોફાનીઓની પથરાબાજી વધારે હિંસાવાળી હતી, એટલે કે પ્રજાને ઉશ્કેરીને થયેલી પથરાબાજી કરતાં, પ્રજાની ચુંટાયેલ સરકારને ગેળીબાર અહિંસાની વધુ નજીક હતા.” એવો તેમનો અભિપ્રાય ઘણે મોડે પડ્યો અને તે તાત્ત્વિક જ રહ્યો. બીજી બાજુ સર્વોદય મંડળ એવો કોઈ પ્રભાવ ન બતાવી શક્યું. ઉપરાંત પિતાનું ગજું નાનું અને એકતાને નામે બધા પક્ષોને ભેગા કરાયા તેથી આછકલાપણું વધારે જણાયું. આ તરફ કોંગ્રેસમાં સ્થાપિત હિતોનો અડ્ડો, જૂથબાજી, અધિકારીઓનાં લાંચ રૂશ્વત તેમજ ભ્રષ્ટાચાર વગેરેના દાખલા આવતા ગયા તેમ તેમ શ્રી ઢેબર બહુ વ્યથિત થયા પણ તપાસ કરવાની વાત કોંગ્રેસ સ્વીકારી ન શકી. આમ વિચાર અથડામણ થઈ. બીજી બાજુ ભૂમિહીને ભૂમિ કંઈક મળે, ખેતી સાથે સામાન્ય યત્રોની સમતુલા થાય; આવા વિચારે ઉટાકામમાં વિચાર પરિષદ યોજી, પણ તેમણે જોયું કે કેંગ્રેસના પ્રવાહ એ વળાંકે વળે તેમ નથી. એટલે ઉપરાઉપરી બે વાર પિતે (શ્રી ઢેબર) પ્રમુખ બન્યા બાદ એ કામ ઈન્દિરા ગાંધીને સેંપી, પ્રમુખપદેથી તેઓ છૂટા થયા. કોંગ્રેસના આવા રૂપાંતરમાં કોંગ્રેસ પ્રમુખની ખુદની તાકાત પણ ઓછી પડી. એવી જ રીતે P.P.AC. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ 374 વિનેબાજીની પણ કોંગ્રેસના રૂપાંતરની ઈચ્છા પાર પડી નથી. આ બધું બહુ બહુ સૂચક છે. , . . . . વિનેબાજી પરિવર્તનની ચાર પ્રક્રિયાઓ બતાવે છે : (1) હૃદય પરિવર્તન (2) વિચાર પરિવર્તન (3) નૈતિક પરિવર્તન અને (4) પરિસ્થિતિ પરિવર્તન. વળી આગળ ઉપર તેઓ કહે છે કે - (1) કેટલીક સંસ્થા ગુણયુક્ત હોય છે. (2) કેટલીક સંસ્થા દેષયુકત હોય છે. (3) કેટલીક સંસ્થા ગુણદોષયુકત હોય છે. જે સંસ્થાઓમાં ગુણુ વધારે અને દોષ ઓછા હોય છે તેવી સંસ્થાને નડી ન શકાય. ગુણને ટેકો અપાય અને દોષને દુર કરાય. માત્ર દેષયુકત સંસ્થાને જ તોડાય. . હવે એ દષ્ટિએ વિશ્વવાત્સલ્યને શું કાર્યક્રમ છે, તે. જોઈએ. અનુબંધ વિચારધારા પ્રમાણે કોંગ્રેસને બીજા પક્ષો કરતાં વધારે ગુણયુક્ત માનીને તેના દોષો દુર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એના અનુસંધાને, તે નિષ્પક્ષ લોકશાહીમાં કોંગ્રેસ સિવાયના પક્ષોની પ્રતિષ્ઠા તોડી, ગ્રામસંગઠનને આર્થિક-સામાજીક ક્ષેત્રો સોંપવામાં આવે અને લોકસેવક સંગઠનોને શિક્ષણ-સંસ્કૃતિનાં ક્ષેત્ર સોંપવામાં માને છે એટલું જ નહીં, તે રાજકીય ક્ષેત્રને પણ ઘડવામાં માને છે. અલબત દવાદારૂ કે અનાજ પાણી આપવામાં એટલે કે રાહતના કામોમાં પક્ષભેદ કરવામાં માનતું નથી. પણ જયાં પ્રતિષ્ઠા આપવાને સવાલ છે ત્યાં તે કેંગ્રેસને જ ટેકો આપશે અને તેના દોષો દૂર કરવા માટે બધી પ્રક્રિયાઓ કરશે. દા. ત. ગણોતધારાને પ્રશ્ન, નગર પંચાયતના અને મડળ સમિતિઓના ઠરાવને કેંગ્રેસે ન ગણકાર્યા અથવા તે કેંગ્રેસ; સરકારને સાચે માર્ગે દોરવા શકિતમાન ન રહી ત્યારે બાપુએ કહ્યું તેમ તેણે ઉપવાસની પ્રક્રિયા કરી. | બાપુ કહે છે: ઉપવાસની શકિત (1) પ્રેમીને કામ કરતા કરે છે અને (2) વિધીને કામને જગાડે છે. અનુબંધ વિચારધારા આજના યુગ સંદર્ભને જોઈ ઉપવાસની શકિતને વ્યકિતગત નહીં પણ સમાજગત P.P. Ac. Gunratriasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ ૩૭પ વાપરે છે; સુષુપ્ત લોકમતને જગાડે છે. કાનન સંશોધન માટે પણ તે શક્તિને વાપરે છે. જ્યાં વ્યકિતગત જરૂર પડે ત્યાં ક્રાંતિપ્રિય સાધુઓ પિતાની શકિતને વાપરે છે. કેરલની કોમવાદી સંસ્થા સાથેની બાંધ છોડમાં તથા, દ્વિભાષી તોડવાની કોંગ્રેસની ઢચુપચુ નીતિમાં મુનિ શ્રી સંતબાલજીના સત્તર ઉપવાસ થયા. તેમાં એ બે બાબતો પણ અવાંતર જ હતી. એજ રીતે સાંસ્કૃતિક બાબતમાં ભાષા પ્રશ્નમાં કેંગ્રેસ ઢીલી પડી ત્યારે ગુજરાતના પ્રાયોગિક સંઘે શુદ્ધિ પ્રવેગ કર્યો હતો. એકવાર કોગ્રેસની સામાન્ય ચૂંટણી ચાલતી હતી. ગ્રામ સંગઠનને તરછોડવા અને અવગણવામાં એક કોંગ્રેસી આગેવાન અને તેની આસપાસનાં માણસો કામ કરતાં દેખાયાં. તે વખતે એક તરફ ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંઘ વગેરે કેડ બાંધીને કોગ્રેસને મદદ કરી રહ્યાં હતાં, ત્યારે પણ શ્રી સંતબાલજીએ ચૌદ ઉપવાસ કર્યા હતા. ટુકમાં કેટલીકવાર એવું લાગે છે કે વિનોબાજી સૂત્રરૂપે બેલે છે તે તેનું ભાષ્ય કે આચાર સંહિતા, રાષ્ટ્ર અને વિશ્વના મોરચે શ્રી સંતબાલજીનો ભાલ નળકાંઠો પ્રયોગ આચરી રહ્યો છે. એટલે વિધવાત્સલ્ય વિચારધારાની વધુ નજીકનું બળ સર્વોદય લાગે છે. અપરિગ્રહ, ચિંતન અને સેવાલક્ષીપણુ એ ત્રણે ગુણોની દૃષ્ટિએ પણ નજીક છે. પૂ. મહારાજ શ્રી અને નેમિમુનિ તો એજ કહે છે કે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ પછી અનુબંધ વિચારધારા પ્રમાણે એને જ-રચનાત્મક કાર્યકરોની સંસ્થાનો નંબર આવે છે. આ બધું હોવા છતાં ખરી અગત્ય તે પરસ્પર નજીક આવીને આખી વાત સમજવામાં છે. ઉપવાસોમાં જોખમ તો છે જ; જેમ હમણાં માતર તારાસિંગના ઉપવાસે ખોટાં મૂલ્યોની દિશા લીધી હતી. તે છતાયે, કાનૂનભંગ, દંગલ, અસંતોષ વગેરે કરતાં શુદ્ધ નૈતિક સામાજિક દબાણને માર્ગ ઊંચો જ છે. સમાજને અહિંસાની દિશામાં લઈ જનારો છે. એટલે સંતબાલજી વહેવારૂ નીતિ ઉપર ભાર મૂકે છે. વિનોબાજી જેમ ભકિત ઉપર ભાર આપે છે તેમ સંતબાલજી કર્મયોગ ઉપર ભાર મૂકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ 376 ગાંધીજીના સંદર્ભમાં જૈન પરંપરાને તેઓ યોગ્ય ભાર મૂકે છે એટલે તે વિચાર સ્વીકારાતો જાય છે.” પરિવ્રાજકેની દોરવણું અને લેકનીતિનું પ્રત્યક્ષ ઘડતર શ્રી ફૂલજીભાઇને ત્યારબાદ વિનંતિ કરવામાં આવી કે તેઓ પણ કંઈક બેલે. શ્રી ફૂલજીભાઈ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘના સભાસદ છે. અને ભાલનળકાંઠો ખેડૂતમંડળના માજી પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે :| મારા નમ્ર મતે સંતબાલજી સમાજની શક્તિને સાત્વિક રીતે એકાગ્ર કરીને તેને સાચી દિશા આપવાનું કાર્ય કરે છે. અમારા ગુંદીકેંદ્રમાં પૂ. વિનોબા પધારે તે પહેલાં હું હળવદમાં ભળેલો અને ત્યારબાદ ગુંદી આવતાં પહેલાં બળેલમાં અમે બધા ફરી મળેલા અને પ્રવાસમાં હું તેમની સાથે જ હતો. મને એમના વિચારો અને સંતબાલજીના વિચારે વચ્ચે મેળ બેસે તેવું તે વખતે ન લાગ્યું. કારણ કે વિનેબાજી તો “દેશ અને દુનિયામાં રાજ્ય ન જોઈએ તેવી વાતો કરે છે. ત્યારે સંતબાલજી રાજ્ય ન જોઈએ એમ કહેતા જ નથી. રાજ્યનો નંબર પ્રજા પછી જોઈએ અને પ્રજાને નંબર સાધુઓ, પ્રજાસેવકો પછી જોઈએ. ટુંકમાં રાજ્ય ગૌણ બને તેમ કહે છે પણ જોઈતું નથી, એમ કહેતા નથી. મેં વિનાજીને પૂછ્યું; “અમૂક સ્થળે લાગલગટ એકસે અઢાર ગામમાં ગ્રામદાન થયું એમ કહેવાય છે. માની લઈએ કે 118 ગામો પિતાને બધો વહીવટ કરે છે. તેમને વહીવટ કરવા એક મુખ્ય પ્રતિનિધિ તે જોઈશેને ? માને કે તેમને વિનેબાજી અને રવિશંકર મહારાજ બન્ને પસંદ છે, તે આને નિર્ણય સર્વાનુમતે ન થયો તો ત્યાં શું કરવું?” - વિનોબાજીએ કહ્યું : " ત્યાં પરિવારજકો દરવણી આપશે !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ وفو મને થયું કે પરિવ્રાજકો ઉપર લોક-શ્રદ્ધા કેટલી? આજના પરિવ્રાજકો જે ભેગા બેસી શક્તા નથી; જેમને દ્રષ્ટિકોણ, આત્મા સાથે વિશ્વસેવાના સમન્વયનો પણ નથી, ત્યાં આ બધું માત્ર એની મેળે વિચારથી જ થઈ જશે એમ માનવું એને નરી ક૯૫ના સિવાય શું કહી શકાય ? એટલે મેં સાફ કહ્યું : “રામાયણ યુગથી જે નથી બન્યું, તે હકીક્ત આપણે નકારી નહીં શકીએ. તો પછી એ માર્ગે સમાજઘડતરની વાત સ્વીકાર્યા સિવાય રાજ્ય ન જોઈએ એને શું અર્થ?” અલબત વિનોબાજીમાં જ્ઞાન છે, તક છે, ત્યાગ છે, બાપુજીને સત્સંગની અસર છે, પણ મારા નમ્ર મતે સમગ્ર દૃષ્ટિ અને એ મુજબને વહેવાર જે રીતે બાપુ ગોઠવતા તે અનુભવ હજુ બાકી છે. ગુંદીનાં કાર્યો અને કાર્યકરો તેમજ જનતાને જોઈને તેઓ પ્રભાવિત થયેલા જણાયા. એટલે આપણે આશા રાખીએ કે સર્વોદય જ્યારે વહેવારૂ રૂપ પકડશે ત્યારે ભાલનળકાંઠા પ્રયોગનું કાર્ય તેના માટે માર્ગદર્શક બની રહેશે. * મારા નમ્ર મતે આજે લોકનીતિની વાત કરવા કરતાં લોકનીતિનું પ્રત્યક્ષ ઘડતર કરવું સર્વ પ્રથમ જરૂરી છે. એ લોકનીતિ એવી ઘડાવી જોઈએ જેની છાપ અને પ્રભાવ લોકો ઉપર પડે. આ કામ જોઈએ તો વિનોબાજી કરે કે જોઈએ તો સંતબાલજી કરે. અમારે એ અગે કશો વાંધો કે વિરોધ નથી. નામ ગમે તે હોય પણ કામ જોઈએ. કામ વિનાની વાતો અંતરની શ્રદ્ધા જમાવી શકશે નહીં. સંતબાલજીએ પ્રત્યક્ષ વહેવારમાં અમને અમારા દ્વારા કરી બતાવ્યું છે એટલે અમને તેમના પ્રતિ શ્રદ્ધા પામી છે. અમને રાજનીતિમાં નબળાઈએ સ્પષ્ટ * દેખાય છે. દા. ત. કેરલમાં જોડાણ થયું; દ્વિભાષી પ્રયોગ તોડી નંખાયો, જેની પાસે ત્રીસ વર્ષ પહેલાં કંઈ ન હતું. તેની પાસે વ્યાસી (83) લાખ રૂપિયા નીકળ્યા. આ બધી બાબતો અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ * 378 અકળાવે છે ખરી, પણ હતાશ બનાવતી નથી. કારણકે કેસને અમે સમાજનું અનિવાર્ય અંગ માનીને, જનસંગઠનનું રાજકીય માતૃત્વ આપીને અમે ચાલીએ છીએ. તેથી શુદ્ધ ગ્રામસંગઠનેનાં માણસે. તેમાં મોકલી એકબાજુથી એને સંગીન-મજબૂત કરીએ છીએ તે બીજી બાજુ પ્રાયોગિક સંધ અને ક્રાંતિપ્રિય સાધવર્ગ દ્વારા આંચકા આપી તેને શુદ્ધ બનાવી આગળ ધકેલીએ છીએ. કારણકે એકલી રાજ્ય સંસ્થા પાસે દંડશક્તિ અને કાનૂન સિવાય ખાસ કશે દમ ન હોય તે સ્વાભાવિક છે. સદ્ભાગ્યે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોંગ્રેસે આ દેશની સક્રિય તટસ્થ નીતિની સુદર છાપ પડી છે. હવે પંડિતજીના બદલે આખોયે કેંગ્રેસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી થાય તે માટે ભાલ નળકાંઠો પ્રયોગ કોગ્રેસ પાસેથી આર્થિક, સામાજિક, શિક્ષણવિષયક અને સાંસ્કૃતિક કાર્યક્રમને બોજો જનતા અને જનસેવકો ઉપર નાખવા માગે છે. જે આ રીતે રાજ્ય–શુદ્ધિના સંદર્ભમાં સંસ્થાઓ દ્વારા લોકનીતિ ઘડાશે તો જ સુંદર કાર્ય થશે. એટલે હવેનું કામ વ્યકિતનું નથી, સંસ્થાઓનું છે અને તે પણ ઘડાયેલી શુદ્ધ સંસ્થાઓના અનુસંધાનમાં રહી સૌએ પાર પાડવાનું છે. - શ્રી દંડી સ્વામીઃ “ફૂલજીભાઈએ અબુભાઈની જેમ આ શિબિરમાં આવી પોતાના અનુભવે આ અનુબંધ ઘારાના વિચારે પચાવીને જે છાપ પાડી છે તે નવી ચેતના અપે છે. સંઘને સાથી તે લેકનેતા - શ્રી દેવજીભાઈ: “પાયાના એક ગ્રામ્યજન તરીકે ફૂલજીભાઈને છાપ એ દષ્ટિએ અંબુભાઈ કરતાં યે આપણું ઉપર વધારે પ્રભાવ પાડે છે. બીજું આપણે જ્યારે વિનોબાજીના અને સંતબાલજીનાં કાર્યો વિષે વિચાર કરી છીએ ત્યારે મને કૃષ્ણ અને વિદુર યાદ આવી જાય છે. આ ઉપમા કેવળ લાગુ કરવા માટે નહીં, પણ સમજવા માટે મૂકી શકાય. શ્રી કૃષ્ણ તે યુગના બધા પ્રશ્નો સાથે ચાલીને બધા પ્રશ્નોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ * 379 ઉકેલ રચનાત્મક રીતે બતાવે છે ત્યારે વિદુરજી તત્ત્વની રીતે જ બધા પ્રશ્નો છણે છે, પણ ઉકેલનું કામ કરતા નથી. એથી જ અનેક જોખમો અને વાવંટોળ વચ્ચે જે જનતાની સાથે રહે છે તે યુગપુરૂષ આપોઆપ બની જાય છે. બીજા પુરૂષો, તત્વચિંતક કે ભક્ત કોટિના શિરોમણી રહે છે, તેમાં અને ખાસ કરીને ભક્તોમાં કોમળતા કરૂણા વિ. નમ્ર ગુણો હોય છે પણું વાવંટોળ વચ્ચે દઢતા. અહિંસા, પ્રતિકાર વગેરે બીજા પાસાનાં ગુણો સાવ નહીંવ્રત હોય છે. આને અર્થ એ નથી કે વ્યક્તિગત. ગ્યતામાં ભક્તો કે તત્વચિંતકો ઓછાં અદકાં હોય છે. સંભવ છે કે વિદુર ભકિતની રીતે કૃષ્ણ કરતાં આપણને વધુ પ્રેરણાદાયક બને; પણ જ્યારે સમાજ અને સમષ્ટિના અનુસંધાને આ બધી વાતો લઈએ છીએ ત્યારે સર્વાગી દષ્ટિએ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને લેવા પડે છે. તેમ આ યુગે ગાંધીજીના સંદર્ભમાં આ બધું જોતાં અનુબંધ વિચારધારા, અને ભાલનળકાંઠા પ્રયોગને લેવો પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ [17] કલ્યાણરાજ્ય અને તેની પૂર્વ ભૂમિકા શ્રી દુલેરાય માટલિયા [13-11-61] રાજ્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય એને કલ્યાણ રાજ્ય કહેવામાં આવે છે. આ અંગે અગાઉ ચર્ચા વિચારણામાં થોડેક વિચાર કરવામાં આવ્યો છે. આજે કલ્યાણરાજ્યની પૂર્વભૂમિકા ઉપર વિચાર કરવાને છે. આપણે ત્યાં ભારતમાં રાજ્યનો એક પ્રકાર રહ્યો છે. વર્ષોથી રાજ્ય અંગે એક પ્રકારની કલ્પના-સુખાકારીની કલ્પના બંધાએલી છે. તેમાં રાજ્યોની ફરજમાં, (1) દુષ્ટોને દંડ આપવો, દમન કરવા અને સજજનાને આગળ વધારવા અગર તો સત્કારવા (2) ગાય (પશુઓ), બ્રાહ્મણો (જ્ઞાનીઓ) અગર તો ચારે વર્ણોની રક્ષા કરવી (3) લોકહિત માટે કામ કરવું–વ.નો સમાવેશ થાય છે. જે રાજ્યમાં સજજનને આદર, દુર્જનને દંડ, જ્ઞાની, ગાય તેમ જ દરેક ધંધાવાળાના હિતનું રક્ષણ થાય, ગરીબોને ન્યાય મળે–તે રાજ્ય સારું રાજ્ય કહેવાતું. એવા રાજ્યની એક કલ્પના શ્રી રામચંદ્રના રાજ્યથી પણ પ્રચલિત છે અને રામરાજ્ય એટલે સુખી રાજ્ય એવી લગભગ ધારણા છે. કલ્યાણરાજ્યને મેળ આ રામરાજ્ય સાથે ઘણે અંશે મળતો આવે છે. ભારતમાં રાજાઓના ઉપદેશોમાં આ વાત આવે છે. ભારતના સામાજિક ઈતિહાસમાં, આવું રાજ્ય કયાં હતું, કેણ કરતું તેને P.P. Ac. Gunratnasuri M.S
Page #397
--------------------------------------------------------------------------
________________ 381 ઉલ્લેખ પ્રશંસાપૂર્વક કરાય છે. યુરોપમાં પણ થોડા ઘણા અંશે આજ વસ્તુ રાજ્ય માટે સ્વીકારાઈ છે. ત્યાં પણ રક્ષણ કરે તે રાજ્ય કહેવાતું. રાજ્યનું મુખ્ય અને પ્રથમ કામ લોકરક્ષા કરવાનું હતું, અને રાજ્યની આવશ્યકતા પણ એ અર્થોમાં સ્વીકારવામાં આવી હતી. જેમ બે—પાંચ મહલાવાળાઓ ઘરની રક્ષા કરવા માટે ગુરખાઓને રાખે છે, ગામવાળાઓ ચોકીદારને રાખે છે અને સાધન-સંપન્ન માણસ પિતાની સંપત્તિ અને જાનમાલનું રક્ષણ કરાવે છે તેમ આખો દેશ કે પ્રદેશની રક્ષા માટે કોઈ એક માણસ કે બધા માણસો મળીને ન કરી શકતા, તેમણે એક એવા શકિતશાળી મોટા માણસને રક્ષા માટે નીમ્યો અને તેને કહ્યું : “તમે અમારા જાનમાલની રક્ષા કરે ! અમે તમને અમુક સગવડે, કરવેરા વગેરે આપશું, સન્માન આપશું. તમારી વાતોનો આદર કરશું.” આમ રક્ષા કરવા માટે રાજા નામની વ્યકિત આવી અને તેણે પ્રજાના જાનમાલની હિતરક્ષા માટે જે વ્યવસ્થા બેસાડી તે રાજ્ય કહેવાયું. એક માણસે બીજાની કાંસકી લઈ લીધી, ત્યારે બીજાને એમ લાગે કે આજે એણે કાંસકી લઈ લીધી, કાલે સારી વસ્તુ લેવાનું છે મન પણ થઈ જાય. માટે એને બંદોબસ્ત કરવો જોઈએ. માણસના દેહની ઈચ્છાઓ સંતોષાય, અમૂક ઇચ્છાની પૂર્તિમાં બીજો માણસ અંતરાય ઊભો ન કરે, બીજે માણસ ઝડપી લેશે તો હું ભેગવી શકીશ નહીં માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આમ પોતાની કામના જાળવવી અને કામના તે જ જળવાય–જે બીજો માણસ એને ઝૂંટવે નહીં, આમાંથી કામ-પુરૂષાર્થને પોષવામાંથી રાજ્ય નામની સંસ્થાની જરૂર પડી. તેને અંકુશ પ્રજાએ સ્વીકાર્યો અને રાજ્ય ઉપર અમૂક માણસ નીમ્યો જે એના માટે યોગ્ય હોય. તેને લોકોએ કહ્યું : “તમે જે કંઇ નિયમો કરશે તેને અમે પાળશું. તમે હુકમ કરશો એ પ્રમાણે ચાલશું. તમે અમારું રક્ષણ કરજો !" આમ રાજ્યની પહેલી ફરજ રક્ષણની આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ 382 હવે એક બીજી વાત આવી. બે માણસો વચ્ચે તકરાર થાય. અને બન્ને કહેતા હોય કે “આ મકાનને અધિકાર મારે છે!” અને બને માલિક થવા માંગતા હોય તથા એમ થાય કે એકબીજા ઉપર આક્રમણ કરશે ત્યારે ત્યાં રક્ષણનો પ્રશ્ન રહેતો નથી. એ સવાલ ઊભો થાય છે ન્યાયને. ત્યાં કયા માણસની પડખે ન્યાય છે? કોણ અન્યાયી છે? કયા માણસે દુર્બળ ઉપર આક્રમણ કર્યું છે? કોના ન્યાયની રક્ષા કરવી ? આ બધા પ્રશ્નો ઊભા થતાં ન્યાય આવ્યો. ન્યાય કરવા માટે ન્યાયાધીશ, કાજી વગેરે આવ્યા. ન્યાયાલય થયા અને ન્યાયવિધા-વિશારદ (વકીલો) ઊભા કરવામાં આવ્યા. આમ રાજ્યનું પહેલું કામ રક્ષણ અને બીજું કામ ન્યાયનું થયું., ' પણ, ગુનેગારને જે ન્યાય અપાયો-ચુકાદો અપાયો. તેને તે ન ભાને અગર તો ન પાળે તો? એની પણ વ્યવસ્થા થવી જોઈએ. અગાઉ વિશ્વ રાષ્ટ્રની “લીગ ઓફ નેશન્સ” નામક સંસ્થા હતી પણ તેનો ચુકાદો કોઈ ભાનતું નહીં. એટલે “યૂન ”ની સ્થાપના કરવાની ફરજ પડી અને તેને ક્રિયાત્મક સત્તાઓ આપવામાં આવી. એટલે ન્યાય ને બળપૂર્વક પણ બનાવી શકે, ન્યાયનું ઉલ્લંઘન કોઈ ન કરી શકે તે માટે પોલિસ રાખવાની છૂટ આપવામાં આવી અને સાથોસાથ કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. જેથી કોઈ પણ ન્યાયાધીશ કે બીજા (વકીલો) પક્ષપાત ન કરી શકે. આમ કાયદા-કાનૂન અને પિોલિસ બંદોબસ્ત આવ્યાં. રાજ્યદ્વારા રક્ષણ, ન્યાન, કાયદા-કાનૂન અને પોલિસ બંદોબસ્ત આ બધા માટે મોટું ખર્ચ થાય, તે ક્યાંથી કાઢવું? એ પ્રશ્નના ઉકેલ માટે રેવેન્યુ (મહેસુલ) ખાતું ઊભું થયું. ન્યાય, રક્ષણ અને કાયદે રાજ્ય જાળવે તેના બદલે પ્રજા રાજ્યને કરવેરા રૂપે મહેસુલ ભરે અને રાજ્ય તે કાર્યો ચલાવે. કરવેરાના પણ જુદા જુદા ધોરણો નકકી કરવામાં આવ્યા કે દરેક વીઘા દીઠ દરેક મકાન દીઠ, દરેક વ્યક્તિ દીઠ આટઆટલા કરવેરા આપવા. આમ રાજ્યનાં ચાર કામ નકકી થયાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ 283 1) રક્ષણ (2) ન્યાય (3) પિલિસ બંદોબસ્ત અને વ્યવસ્થાતંત્ર (4) તેમનું ખર્ચ ચલાવવા માટે મહેસુલ ખાતુ. આ ચારે કામો એક બીજા સાથે સંકળાયેલાં છે. રાજ્ય એટલે રક્ષણ. રક્ષણ એટલે ન્યાય, ન્યાય એટલે પોલિસ સુરક્ષા અને વ્યવસ્થાતંત્ર અને એ તંત્રનું સંચાલન એટલે મહેસુલની ઉઘરાણી. રામરાજ્ય અને ત્યાર બાદ અમુક રાજાઓનું રાજ્ય એ આદર્શ પ્રણાલિકાને જાળવી રાખવા સમર્થ બન્યું પણ પછી, પોતાના પ્રજાની સુખાકારીના નામે બીજી પ્રજાઓને હરાવવી, તેમના રાજ્યને હડપી લેવું એને એક ઈતિહાસ છે. ભારતમાં પણ ક્રમે ક્રમે વિજેતા રાજ્યોના વંશજો રાજ્ય કરતા રહ્યા અને તેમની એ મનવૃત્તિ રહી કે હારેલી પ્રજાને ક્યડીને રાખવી. આ મનોવૃત્તિનાં દર્શન આપણને છેલ્લાં 200 વર્ષમાં ભારતના ઈતિહાસમાં ઠેર ઠેર એટલે હદ સુધી જોવા મળે છે કે આવું એકતંત્રીય કડક રાજ્ય હતું. તે જાણતાં કંઈક થઈ જાય છે. આજ સુધી જે એકતંત્રીય કે એક રાજશાહી રાજ્ય હતું ત્યાં રાજય કર્મચારીઓને શું શીખવવામાં આવતું ? ન્યાયમાં કડક રહેવું. ન્યાયમાં કડકાઈ રાખવા માટે પિલિસતંત્ર અને જેલખાના ગોઠવવામાં આવ્યા. પિલિસને એજ કહેવામાં આવ્યું કે “ખૂબ કડક રહેવું; નહીં તો પ્રજા ઉછાંછળી થઈ જશે. કડક રહેશે તે તમારી ધાકથી પ્રજા ગુનો નહીં કરે અગર તો ગુને કરતાં થથરશે.” રાજ્યના અમલદારો વગેરેને કહેવામાં આવ્યું કે “કડકાઈથી મહેસુલ વસુલ કરો, દુનિયામાં કડકાઈથી જ રાજ્ય ચાલી શકે, રાજ્ય નબળું હોય તો પ્રજા એને ઉથલાવી પડે.” આઈ. સી. એસ. ડીગ્રી મેળવનારને કડકાઈના નિયમ જ સમજાવવામાં આવતા, ભણાવવામાં આવતા કે તમારે માણસ સામે જોવાનું નથી. માણસ કોણ છે? કેવો છે? એ સામું જોશે તો ન્યાય આપી શકશો નહીં. માટે તમારે તે કાયદાનાં પુસ્તકો સામે જોવાનું છે. કાયદે ગધેડે છે. એની લાત જેના ઉપર પડી જાય તે પડી જાય. એ જોતું નથી કે સામો માણસ કેવી પરિસ્થિતિમાં છે? તમારે તે અક્કલ જ ચલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ 384. વવાની છે. છેલ્લાં સો વર્ષમાં હિન્દુસ્તાનમાં આવું જ થયું છે. આજ સુધીનું રાજતંત્ર જોતાં એ જ ધોરણે ચાલ્યું છે, એમ લાગ્યા વગર રહેશે નહીં. આ રીતે પાશ્ચાત્ય દેશોની છે. ' પાશ્ચાત્ય દેશોમાં રાજ્ય એટલે તાકાત, ધાક, બળ વાપરવું–એ વગર રાજ્ય ચાલી શકતું નથી એમ માનવામાં આવે છે. યુરોપના રાજાઓના હાથમાં અભિષેક વખતે સોનાને કે ચાંદીનો દંડ આપવામાં આવે તે પણ એનું પ્રતીક છે. યુરોપમાં રાજ્યની આવી વ્યાખ્યાઓ સરમુખત્યારશાહી આવી. પછી તે હિટલરી સરમુખત્યારીશાહી હોય અગર તે સામ્યવાદી સરમુખત્યારશાહી હોય ! તેને એક જ અર્થ કે બીજા ઉપર ધાક બેસાડવા માટે લશ્કર રાખવું જેથી પ્રજા થરથરે અને નમી જાય. પણ આ તાકાતનો ઉપયોગ કયાં કરવો? એને વિચાર થતાં એમ લાગે છે કે દુનિયામાં નબળા અને સબળા બે પ્રકારનાં માણસો હોય છે. બુદ્ધિ અને શરીર બંનેથી નબળા હોય તેમને નબળા ગણવા જોઈએ. આ લોકો દુનિયામાં રહેવા લાયક નથી. દુનિયામાં તો સબળા અને શ્રેષ્ઠ માણસે રહેવા જોઈએ, નબળાને દૂર થવું જોઈએ. લશ્કરમાં નબળા હોય તેને ખતમ થવું જોઈએ. વંશમાં નબળા હોય તેને ઓપરેશન કરી ખતમ કરવા જોઈએ. આવી વ્યાખ્યા રાજ્યની તાકાત વાપરવા માટે યુરોપના દેશોમાં ચાલુ થઈ. પરિણામે બીજુ વિશ્વયુદ્ધ થયું અને યહુદી કોમનું નિકંદન તેમજ સામ્યવાદી દેશોમાં તેમના વલણને અનુરૂપ નહીં એવા લોકોનું નિકંદન મોટા પાયા ઉપર થયું. એની એક બીજી અસર લોકો ઉપર થઈ અને એક બીજી વ્યાખ્યા એ આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે. રાજય પોતાની શક્તિનો ઉપયોગ નબળા માટે કરે, તેથી રાજ્યને પણ લાભ છે. સબળા છે તેમને નેતાગીરી મળશે અને નબળા પણ સબળા બની રાજ્યના હિતમાં કંઈક કરી શકશે. એમાંથી મજૂર-સત્તાવાદી સરમુખત્યાર શાહી ઊભી થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ 385 માટે, રાજ્ય કયા જોઈએ એમ લોક કલ્યાણ એથીયે જુદી એક બીજી વ્યાખ્યા કરવામાં આવી. તે એકે નબળા અને સબળા સૌને વિકાસની સમાન તક મળે. સેનું કલ્યાણ થઈ શકે, ભલું થઈ શકે, સર્વપ્રજાનું કલ્યાણ થઈ શકે, એવી નવી વ્યાખ્યા કલ્યાણ રાજ્યના નામે કરવામાં આવી. Welfare State-કલ્યાણ રાજ્ય એટલે કે રાજ્ય પાસે જે પોલિસ, વહીવટી તંત્ર, લશ્કર વગેરે છે; પ્રજાના ન્યાય, સંરક્ષણ, આરોગ્ય માટેની શકિત છે તેને ઉપયોગ સમગ્ર પ્રજાના , કલ્યાણ માટે થવો જોઈએ. . ભારતે પણ સ્વતંત્ર થતાં પ્રારંભમાં કલ્યાણ રાજ્યની દ્રષ્ટિ રાખી. જો ભારતે કલ્યાણ કરવું હોય તો ભારતના ન્યાય, રક્ષણ અને વ્યવસ્થા માટે, રાજ્ય પોલિસ, લશ્કર, વહીવટી તંત્ર, આરોગ્ય ખાતું, શિક્ષણે ખાતું વગેરે સંભાળવાં જોઈએ; એમ પશ્ચિમના ધરણે સ્વીકારયું. કલ્યાણ રાજ્યના કાયદા કેવા પ્રકારે ઘડાય? કે, લોકો કલ્યાણ કેવી. આ રીતે કરે ? પિતાનું વ્યક્તિત્વ શી રીતે સાચવે ? પ્રજાનું ઘડતર કેવી રીતે થાય ? અને કલ્યાણકારી રાજ્ય પિતાના ધ્યેયને શી રીતે પહોંચી શકે છે એ વિચારવાનું રહે છે. - સ્વરાજય બાદ અંગ્રેજી શાસનની ઘણી રીતો આમ સ્વતંત્ર પ્રજાતંત્રીય શાસને કલ્યાણરાજને સિદ્ધાંત સ્વીકારી બદલી નાખી છે. પણ કર્મચારીઓ હજુ જૂની ઢબ અને ઘરેડમાંજ રાચે છે. અમલદારોનો રૂવાબ, ધાકધમકી, ફોજદારોની સખતાઈ હજુ પણ અંગ્રેજી રાજ્ય જેવી ચાલે છે. એટલે કે લોક-કલ્યાણકારી અંશ દેખાવાને બદલે હજુ અમલદાર શાહી, લાગવગશાહી, લાંચરૂશ્વત, જે હુકમી, ચાલે છે. માટે નામ જરૂર બદલાયું છે પણ કામમાં ફેર પડ્યો નથી. * હવે એ વિચારવાનું રહે છે કે આ કલ્યાણ રાજ્યના કાર્યક્રમ કયા છે? એમાં કયાં કયાં કેવી રીતે પલટો લાવવો જોઈએ જેથી પ્રધાને, કર્મચારીઓ અને પ્રજા ત્રણેનું ઘડતર થઈ શકે, ત્રણમાં પલટો આવે એ અંગે હવે વિચારીએ. 25 : મલદારનો જ પણ અ લદાર શાહી, લાગી કલ્યાણકારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ 386 કલ્યાણરાજ્ય પહેલાં અને પછીનું વિશ્વ આ અગાઉ કલ્યાણરાય પહેલાં દેશ-પરદેશની સ્થિતિ ઉપર વિચાર થઈ ગયો છે. તેને જરા વિસ્તારથી જોઈએ. સામ્યવાદીઓએ યુરેપમાં એ કલ્પના આપી કે લોકોને રોટલો, મકાન, મજુરી અને બીજી સુખસગવડોની બાહેધરી આપીએ પણ બદલામાં લોકોએ મજૂરોની સરકાર પસંદ કરવી; અને બધાંએ તેને ટેકો આપવો. આમ નકકી થયું. એ અગાઉ રશિયાને ઇતિહાસ જોઈશું તે જણાઈ આવશે કે ત્યાં મૂળ અમર્યાદિત સ્વતંત્રતા હતી. તેને લીધે અતિ શ્રીમંતાઈ ગરીબાઈ, અસમાનતા વગેરે હતાં. બાળકો અને સ્ત્રી પાસેથી વધુ કામ લેવાતું તેને લીધે ત્રાસ હતો. આથી પ્રજાને મોટે ભાગ ત્રાસી ગયો અને તેમણે તે વખતની ઝારશાહી સરકારને ઉથલાવી નાખી. - ત્યારબાદ મજૂર રાજય આવતાં અને રાજદ્વારા કલ્યાણનાં કામ થતાં, શરૂ શરૂમાં સહુને બહુ ગમ્યું. આટલા કલાક કામ, નિશ્ચિત પગાર, શિક્ષણ અને દવાની સગવડ, રોટલાનું પાપ દૂર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, દુષ્કાળ પડે કે અશક્ત થાય ત્યારે સગવડ, આ બધું લોકોએ સ્વીકારી લીધું. રશિયાના સામ્યવાદે પછી કેવું વલણ લીધું? લોખંડી પડદા પાછળનો એ દેશ કહેવાય અને આજે યુદ્ધના આરે ઊભેલી બે પ્રચંડ શકિતમાંનું એક તે બની ગયું છે એનો ઈતિહાસ સ્પષ્ટ છે. આમ થવાનું કારણ એક તો એ છે કે સામ્યવાદને મૂડીવાદી દેશ દ્વારા કચડાઈ જવાનો અને ફરી પાછું ત્રાસદાયક રાજ્ય શરૂ થવાને સતત ભય છે. ભારતની સ્થિતિ : I હવે ભારત અંગે વિચાર કરીએ. ભારતે પણ કલ્યાણકારી રાજ્યને સ્વીકાર્યું પણ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વીકાર્યું. મજૂરના હિતના કાયદા, ઠેર ઠેર દવાખાના, ઉઘોગીકરણ, પાણીની સગવડ, P.P. Ac. Gunratnasuri M.S. n Aaradh SK Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ 387 : બેકારો ઘટે એ માટે પંચવર્ષીય યોજનાઓ–આમ ગણાવા બેસીએ તે ઘણે ફેરફાર, દેશમાં સેંધપાત્ર છે અને કોંગ્રેસ કલ્યાણ રાજ્યની દિશામાં જઈ રહી છે એમ લાગે છે. જ્યારે એ તરફ ભગીરથ પુરુષાર્થ ભારતે કોંગ્રેસ દ્વારા આદર્યો ત્યારે જ આટલા બધા વખતની ગરીબી, નિર્વાસિતોને પ્રશ્ન અને ત્રીજી બાજુ પાકિસ્તાન, ચીન, ગોવા વગેરે પ્રશ્નોમાં યુદ્ધ માટે તૈયાર રહેવાની, તૈયાર રાખવી–આ બધા કારણોસર તેમ જ જૂની અમલદારશાહી અને શાસનતંત્રની બદીઓના કારણે, ધાર્યું હતું તે અપેક્ષાએ પરિણામ નથી દેખાતું. એના કારણે હતાશ થઈને યોગ્ય અને અયોગ્ય ટીકા થયા કરે છે. એક વસ્તુ યાદ રાખવાની કે જે તંત્ર આપણને મળ્યું છે તે સરકારી કર્મચારીઓનું તંત્ર કલ્યાણકારી નહોતું. ન્યાયાધીશે માત્ર આગલી કોર્ટીના ચુકાદાઓ ભણી જોયા કરે છે. તેઓ પુસ્તકોમાંથી બહાર નીકળી શકતા નથી. ખુદ સરકારી પ્રોસીક્યુટર પણ સરકારી કેસને ઢીલો બનાવી દે છે. એવી જ રીતે રેવેન્યુ અને પોલિસ પણ બરાબર નહીં; એટલે કે ત્રણે ખાતાં બરાબર નથી. મીરજાફર, મીરકાસમ અને અમીચંદ જેવા માણસો આ દેશમાં દ્રોહી તરીકે નીકળ્યો. કંપની સરકાર વખતે કલાઈવના જમાનામાં કે રાણી સરકાર વખતે સીવિલિયને રાખવાની–પિતાને અનુકૂળ જનોને રાખવાની પ્રથા ચાલી. રાજા અને પ્રજા બનેય નજરાણાં આપવા લાગી ગયેલાં. રાજસ્થાનના રાજાઓ, સરકારના પ્રતિનિધિને ખુશ રાખવા ભેટ સોગાદ આપતા. આમાંથી ધીરે ધીરે લાંચ આપવાની અને લાંચના નામે ભેટ લેવાની “ડાલી ”-પ્રથા શરૂ થઈ. ધીમે ધીમે એ રીતસરની લાંચ રૂશ્વતમાં બદલાઈ ગઈ આમ જોવા જઈએ તો બ્રિટીશ શાસન એક કુશળતંત્ર હતું. અને એ દષ્ટિએ પ્રજાને કુશળ તંત્ર મળ્યું પણ તે લાંચિયું તંત્ર હતું અને સાથે સાથે તે પ્રજા પ્રતિ બેદરકારી તંત્ર હતું. તેથી પ્રજામાં હોંશ ન પ્રગટી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ 388 સામ્યવાદ કરતાં સમાજવાદ સારે | સામ્યવાદી રાજ્ય કરતાં સમાજવાદી રાજ્ય સારું ગણાય. કારણ કે તેમાં બળદને જે નીરે તે ખાય તેવું સરમુખત્યારશાહી તત્ત્વ હોતું નથી. સમાજવાદી રાજયમાં લેક પ્રતિનિધિઓ જાય છે. દા. ત. ડેન્માર્ક, સ્વીડન વગેરે નાનાં રાજ્ય છે છતાં ત્યાં સમાજવાદી રાજ્ય છે. ભારતમાં હજુ તે આવ્યું નથી. કદાચ પંડિતજીની એવી ઈચ્છા ખરી ! પણ સમાજવાદી રાજ્યમાં ત્રણ વર્ષના બાળકથી લઈને કોલેજનું શિક્ષણ અપાય. તે અંગે બધું રોપે જ વિચારવાનું હોય છે. શું ભણાવવું, શું ન ભણાવવું ? એ બધી વાતથી દવાની ચિકિત્સા સુધી બધું રાજ કરવાનું હોય છે. કોઈને તાવ આવ્યો કે રાજ્યની કાર હાજર, દર્દીને હેસ્પિટલમાં લઈ જાય. પગમાં વાગે તે પણ રાજ્યની કાર હાજર ! : પ્રથમ સમાજવાદની આ સારી વસ્તુઓ ભારતના યુવાનોએ જઈને જોઈ અને તેઓ ખૂબ આકર્ષાયા. વળી પાછા તેઓ પંદર વર્ષે ગયા તે ચિત્ર બદલાયેલું હતું. ગામમાં કોઈ ભૂલું, લંગડું થાય તો કોઈ તેની પાસે ફરકે જ નહીં. આમ કેમ થયું ? તેને ઉત્તર એ જ છે કે બધું રાજ્ય કરવાનું હતું એટલે સમાજ દિવસે દિવસે બેજવાબદાર બનવા લાગ્યો. ઘરડાં મા-બાપને પિતાનાં બાળકોને જોવાનું મન થાય પણ તે બધાંને ફોટામાં જ જોવાનાં! જે પરસ્પરાવલંબી સમાજ હતો. તે માત્ર રાજ્યાધીન બની ગયે. સમાજ જેના ઉપર ટકી શકે છે, એ ગુણ . ઓછાં થઈ ગયાં. ઉદારતા, સહાનુભૂતિ, સંવેદના, કરૂણા, એ . બધા ગુણોને લાવવાની તાકાત રાજ્યમાં બેડી છે ! ભારતમાં 5. જવાહરલાલ નેહરૂ જેવા મહાન રાજ્યનેતા છે તે છતાં જોઈ શકાય છે કે રાજ્ય કેટલું કરી શકે છે? સરાષ્ટ્રને એક આ જાત અનુભવ છે. તે વખતે વડાપ્રધાન શ્રી ઢેબર હતા. દુષ્કાળનાં, અનેક કામો ચાલ્યાં ! કામ રાજ્યનું છે ને ? એમાં શો વાંધે ? પરિણામે વ્યવસ્થાપકને પણ એમાંથી પાંચ પૈસા લઈ લેવાનું મન થાય ! ઘણી ફરિયાદ કરી, ત્યારે કલેકટર જેવા એક કર્મચારીએ પણ એક બાજુ P.P. Ac. Gunratnasuri M.S.
Page #405
--------------------------------------------------------------------------
________________ 389 બેલાવીને શિખામણ આપવા લાગ્યા: “આટલું મોટું કામ થાય તે તેમાં આટલો બગાડ થાય જ ને? તેમ ગાંધીવાદી લોકો કંઈક વહેવારૂ થતા જાઓ !" આમ થવાનું કારણ એટલું જ કે “રાજયમાં આમ તો થયા જ કરે!” એ ભાવના જડ થઈ ગઈ છે. જે એજ કામ મહાજનનું હોય તો કોઈને રખે ખબર પડી જાય !" એ રીતે લોકો ડરીને માંડ પિતાની જરૂરતનું લે. કારણકે “ધર્માદાનું ન ખવાય” એવી સામાન્ય માન્યતા હોય છે. મહાજનની ઉદારતા એવી હોય છે કે જે માણસ લે તે અપ્રતિષ્ઠિત ન થાય એની કાળજી રાખે? એટલે સમાજનાં જન સંગઠને કામ કરે ત્યાં પ્રજા ઘડતર થાય છે, પણ રાજ્યદ્વારા પ્રજાનું ઘડતર થતું નથી. , ' ' ' વિધવાત્સલ્યને દૃષ્ટિકોણ : એટલે જ વિધવાત્સલ્યની અનુબંધ વિચારધારા કહે છે કે “સમાજની મૂળભૂત શક્તિ વધે તે રીતે રાજયે. માત્ર મદદરૂપ થવું છે જોઈએ. માનવમાં પડેલી સદ્દત્તિઓનો અને સ્વતંત્રતાઓને વિકાસ થવો જોઈએ " આ માટે વિશ્વ વાત્સલ્ય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે જિન-(ગ્રામ) સંગઠનોને જુદા તારવી, એ કામ રાજ્યથી અળગું ગોઠવવામાં માને છે. આમાં કશું નવું નથી. રાજ્ય તો આવા ઘટકોમાંથી ઘડાયેલા પ્રતિનિધિઓ નીચેથી આવે તેમના કહ્યામાં રહેવાનું છે. આ રીતે નીચેથી આયોજન થશે. તે નક્કર અને પાયાનું આયોજન હશે. આ માર્ગે ઓછી મૂડીવાળા અને મધ્યમવર્ગના માણસે ગામડાં તરફ વળશે. તે પ્રદેશવાર નીતિ નક્કી કરશે રાજ્યને કહેશે : “અહીં અમૂક વર્ષો સુધી મિલ્કત વેરામાંથી અથવા અમૂક બાબતેમાંથી મુક્તિ આપ.” રાજ્યપણ તેમનું જ કહ્યું કરશે. પણ આ બધું કરે કોણ? એટલેજ મહારાજ શ્રી સંતબાલજી કહે છે કે “પુનર્રચના રૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ 390 નાનાં નાનાં ઘટકો બનાવો. તેઓજ પિતાની આર્થિક, સામાજિક અને તેજ રીતે શિક્ષણ-સંસ્કૃતિ અંગેની નીતિ ઘડશે. જેવા જેવા પ્રદેશો તેવી તેવી નીતિ બનાવાશે.” અનુબંધ વિચારધારા પ્રમાણે નાનામાં નાનું ઘટક પાંચ લાખનું એકમ હશે. એટલે કોમવાદી, મૂડીવાદી કે રાષ્ટ્ર વિધાતી તો તેમાં આવી શકશે નહીં. એથી રાષ્ટ્રીય એકતા સારી પેઠે જળવાશે. આજે તાલુક વાર ઘટકો છે; સ્વતંત્ર મામલતદાર છે પણ ઠેઠ ગ્રામપંચાયત લગીનું આખું માળખું તપાસવા જતાં તે કઠપૂતળાંની માફક ઉપરના જ હાથા રૂપ છે. એથી એ વિકેદ્રીકરણ પણ અંતે તો પરાધીન જ છે; અને યંત્ર માફક શાસન હેય બોજારૂપે બની જાય છે. સર્વોદય અને તેથી પણ એક ડગલું આગળ વધેલું વિશ્વ વાત્સલ્ય (અનુબંધ વિચારધારા), વિનોબાજીના શબ્દોમાં કહીએ તો એક પારિવારિક ભાવના–ભાવનાત્મક એકતા રચે છે; વિશ્વ વાત્સલ્ય ફેલાવે છે. એથી જ રાજ્યને ગૌણ બનાવી, નૈતિક પાયા પરનાં જનસંગઠનને વિશ્વવાત્સલ્યમાં મહત્વ આપવામાં આવેલ છે. - પ્રશ્ન એ છે કે આવા સંગઠનો કરશે કોણ? સાધુચરિત સાધકસાધિકાઓ (લોકસેવક-સેવિકાઓ) અને એમનાં પણ માર્ગદર્શક એવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ મળીને આ બધું કરશે ! રાજ્ય તો ત્યારબાદ કેવળ આંતરરાષ્ટ્રીય બાબતોને જ વધારે વિચારશે અને મોટી મોટી રીતે કામ કરશે. બાકી આખા દેશનો આંતરિક વહીવટ આવાં સંગઠનોનાં હાથમાં હશે. આજે નાભિ ભલે સંતોના હાથમાં હોય (એટલે કે ધર્મ સંસ્કૃતિ હાથમાં હેય) પણું ગળું તો રાજ્યના હાથમાં આવી પડયું . છે. તેથી નાભિને-સંતોને અવાજ ભલે ગમે તેટલો મોટો હેય પણ ગળાં–રાજ્ય આગળ તે રૂંધાઈ જાય છે. આમાં સદ્ભાગ્યે કોંગ્રેસ એક એવું રાજકીય બળ છે કે ગાંધી જેવા મહાન સદ્દગત રાષ્ટ્રપિતાને લીધે આ દિશામાં સાચાં વિકેન્દ્રીકરણ તરફ જઈ શકે તેમ છે. પણ તેમ થતું નથી કારણકે ખુદ કોંગ્રેસમાં જે પક્ષ આજે સત્તા ઉપર છે; તે પક્ષના માણસો; જાતે કોંગ્રેસી હોવા P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ છતાં, ઘણાં જૂથો રૂપે આ પાયાની વાતને રૂંધવાનો પ્રયાસ કરે છે. એથી લોકોને અસંતોષ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. લોકો જુએ છે કે આ અમારી પાસે મત મેળવવા માટે જ કાંઈકેય સેવા કરે છે. પેલે ઉમેદવાર પણ જનતા આગળ જઈને સાફ સાફ કહે છે: “મેં આટઆટલી સેવાઓ આપી છે માટે મને મત આપ !" આ સેવાના મૂલ્યની કરૂણતા છે. ટુંકમાં સેવાનું મૂલ્ય સ્વતંત્ર રહેતું નથી. સેવા સત્તા સાથે જોડાઈ જાય છે અને સત્તા માટે સેવા બની જાય છે. પરિણામે કયાણ રાજ્યની બધી પ્રવૃત્તિઓ કોંગ્રેસીઓના હાથતળે કે અસરતળેના માણસો દ્વારા ગોઠવવાની ખોટી ખેંચતાણ ઉપજે છે. આ વૃત્તિના કારણે મૂડીવાળાઓ કેવળ વધુ નફે, વધુ વ્યાજ કે વધુ વેપાર ક્યાં મળે તે જ જોવા માંડે છે. મૂડી કે સત્તા લોકો માટે છે–સેવા માટે છે એ ખ્યાલ પેદા કરવા માટે વિશ્વ વાત્સલ્ય નિર્દિષ્ટ અનુબંધ વિચારધારા રાજ્ય અને પક્ષથી અલગ રહી કાર્ય કરે છે. તેને આધાર નૈતિક-ધાર્મિક પરિબળ છે. એ પરિબળમાં ઘણી જ મોટી તાકાત રહેલી છે. આ સહજ સંસ્કારો આ દેશમાં હજારો લોકોમાં પડેલા છે. પીપળાને પાણી પાવું, કીડિયારાં પૂરવાં, પક્ષીઓને ચણ નાખવી, પૂજાપાઠ કરવી, કુતરાને રોટલો નાખો, ગાયને રોટલી નાખવી વગેરે આ બધું સહજ બની ગયું છે. આનો સત્તા કે સંપત્તિ સાથે કોઈ સંબંધ નથી. તેવી જ રીતે સત્તા અને સંપત્તિને સેવા સાથે કોઈ સંબંધ નથી. જે આવું બને તો રૂપ પકડવાનું કામ સહેલું બને. જે આ બધાનો બોજ છેલ્લે બ્રહ્મચારી એવી સાધુ સંસ્થા સંભાળે તે ઉત્તમ. ભક્તો આપણે ત્રણેના વિધવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્યના સમન્વયની હદે પહોચ્યા નથી. પહોંચીએ તો ઉત્તમ, સર્વોત્તમ કાર્ય થઈ જાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ 32 ચર્ચા-વિચારણા તત્વજ્ઞાનથી માનવતા - શ્રી દેવજીભાઈઃ “રાજ્ય હાથ લંબાવી રહ્યું છે; સમાજને : ભીડે લઈ રહ્યું છે. આ વાતથી આજના વિદ્વાન ગણાતા સાધુ-સાધ્વીઓ પણ અજાણ હોય છે એવું મને લાગે છે. હું માંગામાં એક મુનિજીના પ્રવચનમાં ગયેલો. તેમણે પિતાના પ્રવચનમાં ન્યાયસંપન્ન આજીવિકા ઉપર ભાર મૂક્યો હતો. મને એ ગમ્યું. પણ મેં જ્યારે એમને પૂછયું : “આવો આચાર કઈ રીતે સમાજમાં ધડ " ત્યારે તેઓ જવાબ ન આપી શક્યા. અલબત્ત સાધુ સાધ્વીઓ પ્રત્યે મને પૂરૂં માને છે. મને વિશ્વાસ છે કે તેઓ ક્રાંતિ કરી શકે છે પણ તેમની આસપાસનું વર્તુળ “જી હજુરીયાઓ ”નું અથવા રૂઢિચુસ્તોનું છે. ' એ વાડામાંથી તેઓ બહાર આવી શકતા નથી. સમાજ પોતે તો પરાધીન છે. મુનિવરોમાં એક પરિવર્તન જેવા મળે છે અને તે આશાજનક છે કે કોરી તત્ત્વજ્ઞાનની વાતો ઉપરથી તેઓ માનવતા ઉપર આવ્યા છે. તો જગતના પ્રવાહને ખ્યાલ આવતાં, અને નૈતિક હિમ્મત આવતાં જરૂર કાર્ય થશે. રાજ્ય પાસેથી બીજી જવાબદારીઓ દૂર કરાવવી જ રહી શ્રી પૂજાભાઈ : “સ્વરાજ્ય બાદ શરૂઆતમાં સેવકોથી અમલદાર ડરતા હતા પણ તેઓ સેવકોની નબળાઈઓ જોઈ ગયા અને પછી આ બધું ચાલ્યું. જ્યારે અમલદારો સાથે રાજકીય સંસ્થાના માણસો કોયડા ગૂંથવા અને ઉકેલવામાં પડી જાય છે ત્યારે તો ભારે ગ્લાનિ થાય છે. કેટલાક આ કોયડાથી અલગ રહ્યા છે ખરા, પણ એમને આનંદ થવાના બદલે ઓરતો તો થાય છે : “બીજા આગળ ગયા અને અમો રહી ગયા !" એટલે કલ્યાણકારીરાજ્ય, પિતાની અને પિતાના પક્ષની પાસે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ શક્તિઓ અને કાર્યો સાચવી રાખ્યાં છે, તે છોડવા પડશે. રાજ્ય જાતે ન છેડે તે તેની પાસેથી તે બધું છોડાવવું પડશે. આ માટે આપણે નજર, ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરફ જાય છે. જો કે તેઓમાં પણ આજના વિશાળ જગતમાં અનુબંધ વિચારધારાની રીતે પાયાથી કામ કરવું અશક્ય થઈ પડશે. પરંતુ બાપુએ જે થોડા દેશસેવકો અને રચનાત્મક કાર્યકરે આપ્યા છે તે સૌએ ભેગા મળીને જેમ બાપુ વખતે આહુતિઓ આપેલી, તેમ આપી, કલ્યાણરાજ્ય, સર્વોદય અને વિશ્વ વાત્સલ્યનો સમન્વય સાધવો પડશે. આ જ અનુબંધ વિચારધારાનું મૂળ રહસ્ય છે. સર્વોદય અને વિશ્વાત્સલ્યના સાધકોએ રાજ્ય પાસેથી સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર પણ આર્થિક, સામાજિક શિક્ષણ-સંસ્કૃતિના કાર્યક્રમો લઈ લેવા પડશે. તેમજ રાજ્ય બાકીનું બરાબર સંભાળી શકશે.” શ્રી સુંદરલાલ : “જેમ બાળકની પાસેથી રમકડું આપીને જ ચપ્પ લઈ શકાય છે તેમ કલ્યાણરાજ્યને આંતરરાષ્ટ્રિય કાર્યક્રમો આપીને જ તેની પાસેથી રાજકીય સિવાયના બધા કાર્યક્રમો લઈ શકશે.” - શ્રી દેવજીભાઈ : એટલા માટે તો આપણે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ અને સર્વાગી રચનાત્મક કાર્યકરોના સંયુક્ત પ્રયાસ ઉપર મીંટ માંડીએ છીએ. આજે આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓને સમાજે સર્વપ્રથમ જગાડવાં પડશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ [18] વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી [ 20-11-61] –શ્રી દુલેરાય માટલિયા અત્યાર સુધી મુખ્યત્વે વિધવાત્સલ્યની અને તેના અનુસંધાનમાં સર્વોદય અને કલ્યાણરાજ્ય અંગે વિશદ્ છણાવટ થઈ ચૂકી છે. આજે તે સર્વોદય કલ્યાણરાજ્ય અને વિશ્વ વાત્સલ્ય એ ત્રણેના કાર્યકરે નેખા નોખા સંપ્રદાયના થઈ જતા હોઈ, એમની વચ્ચે એકતા ન થતી હોય એ આભાસ થાય છે. રચનાત્મક કાર્યોને સર્વોદયવાળા અમૂક દષ્ટિએ વિચારતા હોય છે ! ત્યારે કલ્યાણરાજ્યવાળા રાજ્યની દૃષ્ટિએ વિચારતા હોય છે. વિશ્વવાત્સલ્યવાળા એ બંનેને સાંકળવાને-ભેગા ગોઠવવાને પ્રયત્ન કરે છે. સાથે કેમ ભળવું ? ભેગા કેમ થવું ? એ આજને અગત્યને પ્રશ્ન બની ગયો છે. એનો અર્થ એ નથી કે ત્રણે વિચારે આથડીને ઓછાં થઈ જાય. પણ, ત્રણેને ગોઠવનાર કોઈ બળ હોવું જોઈએ. ભૂતકાળમાં આવું બળ ગાંધીજી હતા. ગાંધી–વિચાર જ એ રણેયનું કેન્દ્ર માં આવું બળતણેને ગોઠવનાર કે ગણે વિચારી ગાંધી વિચારને ઝીલનાર ત્રણ બળે છે : (1) જવાહરલાલ નેહરૂ (2) વિનોબાજી (3) તેમ જ અન્ય સંસ્થાઓ. વિશ્વશાંતિ માટે સતત પુરૂષાર્થ કરનાર પં. નેહરૂ છે અને તેમને સમર્થન આપનાર આ દેશમાં કોંગ્રેસ છે. કેંગ્રેસે જવાહરલાલજીના બધા જ વિચારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ 395 . સ્વીકારી અને અપનાવી લીધા છે, એમ નથી. કેટલાક તેમને શિરસ્તો પાળે છે; કેટલાક વિરોધી છે. કેટલાક સમર્થક છે. પંડિતજી કોંગ્રેસ દ્વારા વિશ્વશાંતિ માટે નિઃશસ્ત્રીકરણની વાત વિશ્વમાં મૂકવા માગે છે. એ ગાંધીવિચારનું એક બળ છે. ગાંધી વિચારનું બીજું બળ છે વિનોબાજી. ગાંધીજીએ તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. રચનાત્મક કાર્યકરો તથા સંસ્થાઓ એમને અનુસરે છે. તેઓ બધાની આગળ પોતાની વાત મૂકે છે અને બધી જ બાબતોમાં રચનાત્મક કાર્યકરે તેમને માને છે એવું નથી. પણ, એટલું ખરું કે એમની વાતને જ—એમના અભિપ્રાયને આધારભૂત માનીને તેઓ ચાલે છે. એમણે ગાંધીજીના અવસાન પછી, લગભગ બધી જ રચનાત્મક સંસ્થાઓની સંકલન કરી સર્વ સેવાસંઘ સ્થા. સર્વસેવા સંઘ ગાંધીજીના વિચારોને ઝીલનારૂં બળ છે. . ચરખાસંઘે ખાદી ગ્રામોદ્યોગ બેડમાં સમાઈ જવું જોઈએ એવો વિનોબાજીનો અભિપ્રાય સ્વીકારાય અને ચરખાસંઘ તથા ખાદી, ગ્રામોદ્યોગ બોર્ડ એક બની ગયાં. ગાંધીજી પછી રાજકીય ક્ષેત્રે તેમના વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરૂને ગણી શકાય તો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તે સ્થાન વિનોબાજીનું છે, એ સ્વીકારાયેલું સત્ય છે. અંબર ચરખાની શોધ થઈ ત્યારે વિનોબાજીને પૂછવામાં આવ્યું કે અંબર ચરખાને સ્વીકારો કે નહીં? ત્યારે એમણે કહ્યું : “અબર તો અવતાર છે એને અવગણે ચાલશે નહીં ! " એટલે ચરખાસંઘે અંબર ચરખાને સ્વીકાર્યો અને તેણે કાંતણની દિશામાં માનવની આર્થિક સ્થિતિનો સુધારો કર્યો. એટલું જ નહીં પાકિસ્તાન જેવાએ પણ તેને અપનાવ્યો છે. અ. ભા. ખાદી ગ્રામોદ્યોગ બેડે એમાં અવનવી શોધ કરી. નઈ તાલીમ ને નવું વરૂપ શું આપવું તે માટે આશાદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ 396 આયનાયકમ વિનેબાજી સાથે રહ્યા. વિચાર-વિનિમય કર્યા બાદ - વિનોબાજીએ કહ્યું: “અત્યારે “નઈ તાલીમ”નાં વિદ્યાલયને બંધ કરી - ભૂદાનના કામમાં લાગી જવું જોઈએ.” એ વિદ્યાલય બંધ કરાવ્યું, તે ઠીક હતું કે અઠીક, એ વિષે હજુ મતભેદ છે. એ વિદ્યાલય બંધ નહોતું થવું જોઈતું એ (આપણે) વિનમ્ર મત છે. એ તાલીમ દેશના ઘડતર માટે હતી અને સ્વરાજ્ય પછી એને તરત જ અપનાવવામાં આવી હોત તો આજે રાષ્ટ્રનું ઘડતર કંઈક જુદું જ હોત. એટલું ખરું કે ગ્રામદાની ગ્રામોમાં વિનોબાજીએ નઈ તાલીમને પ્રયોગ કરવા આશાદેવીને પ્રેર્યા હતા. અષ્ણાસાહેબ સહસ્ત્રબુધ્ધ કોરાપુર (ઓરિસ) માં આ પ્રયોગ કરી રહ્યા હતા. વિનોબાજીની પ્રેરણા લઈ આશાદેવી પણ ગ્રામોને નવો ઘાટ આપી રહ્યા છે. ગાંધી વિચારનું ત્રીજું બળ જે કે પહેલાં બે બળ જેટલું પ્રબળ નથી છતાં તેનું આગવું મૂલ્ય તો છે. આ બળમાં જુદી જુદી વ્યકિતઓને સમાવી શકાય. ઉપરના કાર્યો જેટલું નહીં પણ વ્યાપક રીતે વધુ સક્રિય કામ આંતરરાષ્ટ્રિય મજૂર પરિષદ (ઈ-ટુક)માં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરે કામ કરી રહ્યા છે. એને રાજ્ય સંગઠનનું અંગ બનાવ્યા સિવાય મજુરોનું સ્વતંત્ર સંગઠન રાખી, ચલાવી રહ્યા છે. રીતસર કોંગ્રેસ સાથે જોડાયા વગર એ સંસ્થા વર્ષોથી કામ કરી રહી છે. બીજી તરફ શ્રી ગુલઝારીલાલ નંદા (નંદાજી) ટ્રસ્ટીશીપવાળો સમાજ રચવા મથી રહ્યા છે. તેઓ આયોજન પ્રમુખ હાઈને મજૂર સંગઠનો સાથે એનો સુમેળ સાધવામાં ફાળો આપી રહ્યા છે. આમ, જવાહરલાલજી, વિનોબાજી, અનસૂયાબહેન, બેંકર અને નંદાજી સુધીને ગાંધી-વિચારમાં ફાળો છે; એમ ફળે છે. - પણ, આ બધી સંસ્થાઓને સત્ય અહિંસાની દૃષ્ટિએ મૂલવવાનું કામ, નવું સંસ્કરણ કરવાનું કામ, હજ કરવાનું બાકી રહે છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચારો આપે છે. પણ તેને આકાર આપવા અંગે તેઓ ભાંજગડમાં પડતા નથી. ગાંધીજીનું એવું ન હતું. ગાંધીજીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ 37 1942 માં કહ્યું કે : “ખાદી ન મળે તો રેંટિયા બાળી નાખવા જોઈએ !એમ એમનું ચોથું સ્વરૂપ ખડા સત્યાગ્રહીરૂપે–શાંતિ સૈનિક તરીકે ગાંધીજી વખતે દેખાતું. દારૂ તાડીના પીઠા ઉપર પીકેટિંગ કરનારૂ સત્યાગ્રહી બળ, જાલિમ સામે રૂધિર આપીને સામને કરનારૂં અગ ધીમે ધીમે કરમાઈ ગયું છે. એ કરમાઈ જવામાં બે વસ્તુઓ કારણભૂત બની છે. એક તો એ કે તે વખતે તેની શકિત પરદેશી રાજ્ય સામે લડવામાં, તેને કાઢવામાં એક પ્રતિકારક શક્તિ તરીકે લગાડવામાં આવી હતી. તે એક ઠંડી તાકાતરૂપ હતી. આજે તે દર પાંચ વર્ષે આવતા ચૂંટણી-જંગમાં ખર્ચાય છે. બીજી વાત તે વખતે તે પોલિસો, જાસો, આદિવાસીઓ વગેરે બધા વચ્ચે સત્ય-અહિંસાને પ્રયોગ કરવાની વાત ગાંધીજીએ કરી તેને સાકાર આપવાનું કામ બાકી રહી ગયું છે. એટલે સ્વરાજ્ય પછી (ધાર્યા કરતાં વહેલું સ્વરાજ્ય આવી જતાં) એ સવાલ ઊઠો કે વિદ્યાપીઠ, આશ્રમ, ચરખાસંધ, નઈતાલીમ સંધ વગેરેને ઘાટે કેમ અને કેવી રીતે આપવો ? ગાંધીજી વખતે રચનાત્મક કાર્યકરોની ઝંખના પ્રયોગ કરવાની હતી, પણ પરદેશી સત્તા અને જાસુસીની જાળ હોઈને, એ બધા ઉપર પ્રતિબંધ હોવાથી તેને આકાર આપવાની ઝંખના પૂરી ન થઈ શકી. સ્વરાજ્ય પછી એ ઝંખનાને પૂરી કરવા માટે એ તાકાત જુદા જુદા પ્રયોગો કરવામાં રોકાઈ ગઈ. જુગતરામભાઈ નારાયણદાસકાકા, મગનભાઈ શિવાભાઈ વગેરેની શકિત, જુદી જુદી સંસ્થામાં પ્રયોગ કરવામાં, ગુજરાતમાં પ્રયોગ કરવામાં લાગી. એવી જ રીતે બીજા પ્રાંતોનાં રચનાત્મક બળની શક્તિ પણ પ્રયોગમાં લાગી. પ્રયોગાત્મક વસ્તુ એકાગ્રતા માગે છે. પ્રગમાં આ બધાઓ એકાગ્ર થતાં, દેશની ભાવાત્મક એકતા તરફ ધ્યાન ન આપી શકાયું અને તેને ન ગોઠવી શકાણી. ભાવાત્મક એકતા વગર સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ શકે. આ એક બીજું કારણ પણ એ ઠંડી તાકાત ઓછી થઈ જવાનું છે. ' P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ 398 ભાવાત્મક એકતા માટે સંગઠન જોઈએ. સંગઠન માટે શિસ્ત આવશ્યક છે. એના ઉપર નિયમન કરનારૂં બળ જોઈએ. સત્યાગ્રહી હોય તે પોતાની નબળાઈ કબૂલ કરે છે. પણ એ પ્રકૃતિને ન હોય તે તે શિસ્તભંગ કરે છે. શિસ્તના ભયના કારણે માણસ દંભી બની જાય છે. એટલે એ વિચાર મૂકાયો કે સંસ્થાઓને નાની અને છૂટી રાખવી; પણ એથી આગળ જઈ શકાયું નહીં. એટલે દેશનું ઘડતર ભાવાત્મક એકતાની રીતે ન થઈ શકયું. આ બાજુ, ઇન્દુકે દેશવ્યાપી મજૂરનું જે સંગઠન ઊભું ન કર્યું હોત તો દેશભરમાં સામ્યવાદીઓ અને બળવો કરનારા ઊભા થઈ જાત. તેલંગાણામાં ભૂમિવાન અને ભૂમિહીન વચ્ચે જેમ સામ્યવાદીઓએ વર્ગ વિગ્રહ ઊભો કર્યો તેમ મજૂર અને માલિક વચ્ચે પણ કરાવવા માગતા હતા અને તેને સામ્યવાદનું એક રીહર્સલ બનાવી ચીનની માફક હડપી જવા માગતા હતા. એટલે જેમ ભૂમિદાને માલિકી-વિભાજન દ્વારા સામ્યવાદના ભૂતને કહ્યું, તેમ ઈ—કે પણ આ વર્ગ-સમન્વય કરી સામ્યવાદી આ તરવિગ્રહના ભયમાંથી દેશને ઉગારી લીધો છે એમ માનવું જ રહ્યું. એટલે એ પ્રશ્ન નવી સમસ્યા ઊભી કરતો નથી. પણ રાષ્ટ્રવ્યાપી રચનાત્મક પ્રયોગો પાછળ સત્યાગ્રહ શક્તિ, ભાવાત્મક એકતાની જેમ એક બીજો પ્રશ્ન પણ એમ જ ઊભો છે, તે છે બહેનોની, ગ્રામજનોની અને પછાત વર્ગની ભાવુક ધર્મશક્તિ. જ્ઞાનની કક્ષાએ એમની શકિત મર્યાદિત છે પણ ધર્મની દષ્ટિએ તે શ્રદ્ધા, પોતપોતાના ધર્મ અને ધર્મગુરુઓમાં વહેંચાયેલી છે. એ સંકલિત નથી એટલે પરસ્પર લડીને છેદ ઉડાડે છે. એક જ ધર્મના સાધુઓ પણ સામસામે લડીને પોતાની શક્તિ વેડફે છે, ત્યારે ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે આ સાધુઓએ ઘરબારને છોડ્યા શા માટે ? ભેદમાંથી અભેદ તરફ જવા માટે જે સાધના કરવાની હતી તેના બદલે તેઓ તીવ્ર મતભેદમાં પડી ગયા છે ? દેશના નૈતિક સંસ્કારો ઘડનારું આ એક જબ્બર બળ છે, પણ તેને ઉંચકવાનું અને ઘડવાનું કામ બાકી છે. આ કાર્ય
Page #415
--------------------------------------------------------------------------
________________ 39 ગાંધીજી વખતે થયું નહોતું અને આજે પણ એ શકિત ઘડાઈ નથી. ગાંધીજીની સત્યાગ્રહી શક્તિ રાજકારણ અને રચનાત્મક બળ બનેને સત્ય-અહિંસા તરફ વાળવામાં વધારે વાર લાગી હતી. હવે સ્વરાજ્ય પછી ઊભા થતા પ્રશ્નોને સત્યાગ્રહની દૃષ્ટિએ ઉકેલવા શી રીતે ? આ કોયડે ઊભે છે? લોકશ્રદ્ધાનું જબરજસ્ત વાહન કરનાર અને સૌથી વિશેષ પવિત્ર જવાબદારીવાળા સાધુઓની શકિત રણની રેતીમાં નદીને પ્રવાહ સુકાઈ જાય અને રેતી ફેલાઈ જાય, એમ સાંપ્રદાયિકતાના રણમાં સુકાઈ જવા દેવી? એવી જ રીતે સત્યાગ્રહશક્તિ અને રચનાત્મક પ્રયોગની શકિતને વેરવિખેર થઈ જવા દેવી ? આ મહાન પ્રશ્નો રાષ્ટ્ર આગળ અને તેમાં પણ ખાસ કરીને સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણ રાજ્ય આગળ અણઉકેલ્યા ઊભા છે! એટલે અત્યારે વિશ્વ વાત્સલ્યની વિશેષ જવાબદારી-નવી જવાબદારી એ ઊભી થઈ છે કે તેણે એક બાજુથી પંડિત જવાહરલાલજીની શક્તિસુદ્રઢ બનાવવી, વિશ્વમાં એમની શકિત વધારેમાં વધારે કામ કરતી થાય એ રીતે મદદ કરવી. બીજી બાજુ વિનોબાજીના વિચારોથી જે પ્રયોગો એમના વડે કે રચનાત્મક કાર્યકરો વડે થાય છે એ પ્રયોગોને સંકલિત કરવા અને તેમને પ્રતિષ્ઠિત કરવા, તેમ જ એ લોકઘડતર કરી શકે, એવાં કામમાં મદદ કરવી. ત્રીજી બાજુ ઈકનું ક્ષેત્ર કેવળ શહેરે સુધી રહ્યું છે તેથી ગામડાં વેરવિખેર રહી ગયાં છે. ત્યાં એના કારણે ખેડૂતવસવાયા અને ખેડૂત ભરવાડે વચ્ચેના સંઘર્ષો વધ્યા છે. ખેડૂતો અને ભરવાડ વચ્ચે ઘણું ઠેકાણે મારામારી વધી છે. ખેડૂત અને ખેતમજૂરો વચ્ચે પણ ઘર્ષણ ઊભાં થયાં છે. બંનેને આજીવિકાની ચિંતા છે. ખેડૂતો પાસે આજીવિકાનું સાધન નબળું છે. વરસાદ સારો થાય તો પાક સારે ઊતરે. માંડ માંડ તેઓ રેટલો પૂરે કરે છે. બધી નહેર જનતા પાર પડ્યા પછી તેમની દશામાં શું સુધારો થશે, તે કહી શકાતું નથી. બીજી તરફ સરકાર સાધન હોવાના કારણે, મજૂર-વસવાયા વગેરેને પિતાની તરફ ખેંચી લે છે; અગર તો તેઓ સરકાર તરફ ખેંચાઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ 400 એ સિવાય ગામ તરફથી શહેરમાં લોકોને ધસારો વધી રહ્યો છે અને એણે પણ વિકટ પ્રશ્નો પેદા કર્યા છે. ગામડાંની ભોળી પ્રજાને ગમે તે. રીતે ગમે તે ઉશ્કેરી શકે છે. આ બધા ગ્રામજનોને સમજાવે કોણ ? જમીનની વહેચણીનું કામ અધુરૂ રહ્યું છે. એવી જ રીતે સંગઠનનું વ્યાપક કામ પણ હજુ બાકી જ છે. ભાલ-નળકાંઠામાં નાના પાયા ઉપર ખેડૂત-ગોપાલક-મજૂર મંડળ-(ગ્રામસંગઠનો) ઊભાં થયાં છે. એટલે વિશ્વવાત્સલ્ય વિચારધારાએ ખાસ એ કરવાનું છે કે ઈટુક અને ગ્રામસંગઠન –બને બળોને ભેગાં કરવાં અને ગ્રામસંગઠનની નૈતિક શક્તિ ઈટુકને મળે અને ઇન્દુકની જનશકિત ગ્રામસંગઠનને મળે એ રીતે બનેને મેળવવાનાં છે. તેથી બને શક્તિ એક બીજાને મળે અને આંતરરાષ્ટ્રિય મજૂર-કિસાન સંગઠન સાથે એમનો અનુબંધ થઈ શકે. સર્વોદય વિચાર ગ્રામઆયોજન. અને ક્ષેત્ર આયોજનની વાત મૂકે છે અને ક્ષેત્રનું ઘડતર ગ્રામલોકો દ્વારા જ થાય, એમ કહે છે, ત્યારે વિશ્વવાત્સલ્ય વિચાર સંસ્થાઓ દ્વારા ગ્રામ ઘડતરમાં માને છે. હવે સમગ્ર ગ્રામસંગઠન કેમ થાય ? એવી જ રીતે સમગ્ર ક્ષેત્ર સંગઠન કેમ કરવાં એ વિચારવાનું છે અને તેને વિશેષ પ્રયોગો દ્વારા, અનુભવો દ્વારા ઘાટ આપવાનું કામ પણ આપણે (વિશ્વ વાત્સલ્ય) કરવાનું છે. જે લોકો ધર્મની ભાષામાં સમજે તેમને તે ભાષામાં સમજાવીને વાત ગળે ઉતરાવવાની છે. એમાં વિમુખતા કે અલગતા જરાયે ન આવે તેની કાળજી રાખવાની છે. - એવી જ રીતે વિશ્વ વાત્સલ્યનો સાધુસંસ્થા તરફનો કાર્યક્રમ પણ કરે છે. સાધુસંસ્થાની હાલત ઘણી શોચનીય છે. તેઓ સંસાર છોડે છે એટલી જ સંપ્રદાયની આસક્તિ તેમને વળગી જાય છે. વિધવા બહેનને જેમ છોકરે જશે તો સંસાર તૂટી પડવાનો ભય ઊભો થાય છે, એમ સાધુ સન્યાસીઓના મનમાં ભય અને મૂઢતાના કારણે એક એવી મડાગાંઠ ઊભી થઈ છે. “અને સાચું કહેશું અગર તો કરવા જઇશું તે. સમાજ તરછોડી દેશે તો?” રહેવા-ખાવા-પીવાનું શું થશે ? આ ભયથી તેમને મુક્ત કરવાની જવાબદારી વિશ્વવાત્સલ્યની છે. . . ' P.P.AC. Gunratnasuri M.S.
Page #417
--------------------------------------------------------------------------
________________ 401 - - સાધુવર્ગને માત્ર થોડી હંફની જરૂર છે. એમને અભય કરવાની એટલે કે ખાન-પાનની સગવડની નિશ્ચિતતા કરી દેવી, એ નથી, પણ તેમનામાં કષ્ટ સહેવાનું બળ વધારવું એ છે. એ ઉપરાંત સાધુસંસ્થા જે પદ્ધતિથી ટેવાયેલી છે તેમાં નવા વિચારો, પચાવવાની શક્તિ બહુજ ઓછી છે. એ ઉપરાંત પણ વિચારોનું પૃથક્કરણ અને મૂલ્યાંકન પણ જુજ સંખ્યામાં થાય છે. અધ્યાત્મની વાતને વેદાંતની સાથે તો કયારેક આચાર-વિચાર સાથે પણ વિચિત્ર રીતે જોડી દે છે. વહેવારને-સેવાને તેઓ ગૃહસ્થાશ્રમ સાથે જોડી દે છે. આમ વિચારનું . સ્પષ્ટબળ ન પાકતાં શંભુમેળા જેવું થઈ જાય છે. એવી જ સ્થિતિ સાહિત્ય સર્જનની છે. સાધુઓએ પુષ્કળ સાહિત્ય રચ્યું છે પણ તેનું વર્ગીકરણ કરવા જતાં તે મોટાભાગે ક્રિયાકાંડેની ચર્ચા, પરંપરાગત ગ્રથ ઉપરનાં ભા-પૂણુંઓ-ટીકાઓ, ખંડન-મંડન કે સ્વનિશ્ચિત તના તત્વજ્ઞાન ઉપર લખાયેલું મળશે. કેટલુંક તો ખોટી પ્રસિદ્ધિ માટે કશા પણ મૂલ્ય વગરનાં અશુદ્ધ પ્રતિકાવ્યોથી ભરપૂર છે. કથા સાહિત્યમાં સાધુ હોય તે મોક્ષે જતો, ગૃહસ્થ હેય તે દીક્ષા લેતે, ધર્મ હોય તે દેવલોક જતો અને અધર્મી હેય તો નરકે જતો નાયક વર્ણવાય છે. મનુષ્યભવની જે કિંમત શાસ્ત્રોમાં છે તે પ્રમાણે કોઈને મનુષ્યગતિ તરફ જતો બતાવાતો નથી. એવુંજ સાહિત્ય ક્રિયાકાંડનું છે જેમાં ચમત્કારોને જોડી દેવામાં આવે છે. આયંબિલ કરનાર અમૂક રાણું નાળિયેર વધેરે તે અચૂક રોગીને રોગ મટે, આવી સંબંધ અને સંદર્ભ વગરની વાતો રજુ કરવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશી કે બીજા વ્રતના મહાત્મય સાથે દેવોના ચમત્કારને જોડી દેવામાં આવ્યા છે. આ બધાના કારણે સમાજને સાચે પુરૂષાર્થ–માનવને પુરૂષાર્થ દબાઈ 26 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ ગ. સ્વવિકાસ કેમ કરવો એ વાત જાણે ભૂલાઈ ગઈ અને સાધુસંસ્થાનું વાંચન-મનન-જ્ઞાન પણ મર્યાદિત થઈ ગયું. કેવળ પોતાના જ ધાર્મિક સાહિત્યનું વાંચન કરવાથી દષ્ટિ એકાંગી થઈ ગઈ અને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે સાથે તેમનું જ્ઞાન નહિવત રહ્યું. એટલે આ સાધુસંસ્થાએ આજના વિજ્ઞાન, અર્થકારણ, રાજકારણ સમાજકારણ વગેરેનું અધ્યયન અને વાંચન પણ સર્વાગી અને વ્યાપક "ધર્મની દષ્ટિએ કરવું રહ્યું. એથી આજના યુગને સમજી, એ જ્ઞાનને તેઓ નૈતિક અને ધાર્મિક દષ્ટિએ સમાજ આગળ રજૂ કરી શકશે અને ઘણું સારું કામ કરી શકશે. સાધુ સંસ્થાની ઉપયોગિતા જ્ઞાનની રીતે ઘણી છે કારણકે તેના સભ્યો માટે એકાંત આત્મસાધના માટે જ્ઞાન આરાધના આવશ્યક છે. આજે એ જ્ઞાન–આરાધનમાં અધ્યાત્મ જ્ઞાન સાથે. વિજ્ઞાનને મેળ બેસાડવા તેમણે પુરૂષાર્થ કરવાનું છે. જેથી તેઓ આર્થિક-સામાજિક પરિવર્તન અને ક્રાંતિઓમાં વિશેષ ફાળો આપી શકે; એટલું જ નહીં તેઓ એને ધાર્મિક-પુટ લગાડતાં તેનું મૂલ્યાંકન પણ વધારી શકે છે. આ કામ થતાં તેઓ કથા સાહિત્યને પણ વૈજ્ઞાનિક ઢબે ગોઠવી શકે છે. ' , , - -: સંસ્કૃતિને સળંગ ઇતિહાસ તપાસતાં એ જણાઈ આવશે કે સમય સમય પ્રમાણે નવા વિચારોને ધર્મમાં સમાવી લેવામાં આવ્યા છે. શંકરાચાર્યે બૌદ્ધતત્વજ્ઞાનને વૈદિક ઘર્મમાં સમાવી લીધું અને પચાવ્યું. વિદિક ધર્મ કંઈક અંશે જૈનતત્ત્વજ્ઞાન કર્મવાદને પિતાના ગ્રંથ ભાગવતગીતા વગેરે દ્વારા પચાવી લીધું છે. જેનાચાર્યોએ વૈદિક કથા સાહિત્યના પાત્રોને જૈન કથા-સાહિત્યમાં સમાવી લીધા છે. જૈન ઉપાસનામાં વૈદિક ઉપાસનના ત આવી ગયાં છે. આમ વિચાર કરવજ્ઞાન કે "ક્રિયાકાંડેને પરસ્પરમાં સમાવાનું કે આદાનપ્રદાન કરવાનું અહીં પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. C Gunrathias Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ 403 . એવી જ રીતે આજે હવે વૈજ્ઞાનિક ઢબે કથા વસ્તુઓ ગોઠવવાની જરૂર છે. કેટલીક કથાઓ એવી પણ છે જેમાં મૂળતત્વ એવાઈ ગયું છે. દા. ત. એક કથામાં બતાવવામાં આવ્યું છે કે નિરંજન વીતરાગ તીર્થકર ઘોડા ઉપર બેસીને મરેલાને બચાવવા જાય છે. ભગ્નામય સ્તોત્રના શ્લોક તીર્થકર મદદે આવે છે, એવી વાત રજૂ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે તીર્થકર મુક્ત થયા છે અને મુક્તાત્મા કોઈની મદદ કરવા આવતો નથી. મુસલમાનમાં પણ આની દેખાદેખી એક કથા છે જેમાં પીર લીલા ઘોડે બેસી નીકળે છે અને બધાના દુઃખ દૂર થાય છે. આવા ચમત્કારિક કથા સાહિત્યને માનવ-પુરૂષાર્થને વૈજ્ઞાનિક વળાંક આપવું પડશે કે એ રીતે બદલવું પડશે. આ કાર્ય સાધુ-સંસ્થા મારફત થવું જોઈએ. એટલે આજના સાધુઓના માનસમાંથી એક બાજુ સાંપ્રદાયિક કલેશ ઊભી કરનારી વાત અને અંધ વિશ્વાસ કઢાવવા પડશે, ત્યારે બીજી બાજુ નિર્ભયતા લાવવા માટેના પ્રયત્ન કરવા પડશે. એ કેવી રીતે થઈ શકશે ? સાધુ સંસ્થામાં સામંજસ્ય લાવવા માટે અને તેને આ વાત સમજાવવા માટે જ માટુંગામાં આ સાધુ-સાધ્વી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પછી નાના ગાળા ધર્મપરિષદો ગોઠવાય જેમાં સહુ ભેગા થઈ મુક્ત મને અને મુક્તપણે તત્વ ચર્ચા કરવાની જરૂર છે. સાધુ સન્યાસીઓ એ રીતે ભેગા થઈને યુગપ્રવાહને વિચાર અને ધર્મ સમન્વય કરવા ભેગા નહીં થાય તે એમની સામે બે ભયો ઊભાં છેઃ-(૧) એક તરફ સાધુ-સંસ્થાને નકામી જાહેર કરી નિકદન કાઢનારી સામ્યવાદી પદ્ધતિ (2) બીજી તરફ સમાજની સાધુ પ્રત્યેની શ્રદ્ધાનું ડહોળાઈ જવું જેથી તેનું વર્ચસ્વ કોઈપણ ક્ષેત્રે રહેશે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ 404 ફ' જો આમ થયું તે માનવજાતિને વિનાશના મુખમાં ધકેલાઈ જવાને સંપૂર્ણ ખતરે છે. કારણકે જીવનમાં કોઈપણ ક્ષેત્રે ધર્મ અને નીતિનું નિયંત્રણ ન રહેતાં સહુ પોતાના સ્વાર્થ માટે બીજાનું નિકંદન કાઢવાના આરે આવીને ઊભા રહેશે. - સાધુ સંસ્થા માટે ઉપર જણાવેલા બે ભયમાંથી, સામ્યવાદને ભય તો માથા ઉપર જ છે. તેને તાજો દાખલો તિબેટનો છે. ત્યાં દલાઈ લામાં સામ્યવાદને અનુકૂળ ન થયા તે કાં તો તેમને ખતમ થઈ જવાનું હતું પણ તેઓ નિર્વાસિત થયા. ચમત્કાર ઉપર જીવનારા 50-60 હજાર લામાઓને, ઠેકડી ઉડાડી, સડકો ઉપર રીબાવી કરપીણ રીતે મારી નાખવામાં આવ્યા. પંચનલામાં સામ્યવાદને અનુકુળ થયા એટલે જીગ્યા પણ, તે સતત ભય અને નિયંત્રણ વચ્ચે જ રહે છે. જેમ જેમ વિજ્ઞાન અને યંત્રવાદ (Technology)ને અભ્યાસ વધી રહ્યું છે. તેમ તેમ શિક્ષિત માનસ ધર્મ અને ધર્મગુરુની શ્રદ્ધાથી અલગ થઈ રહ્યો છે અને સમાજશ્રદ્ધા ડહોળાઈ જવાનો ભય પણ એ જ રીતે ડકિયાં કરતે ઉભે છે. માટે સાધુસંસ્થાએ સમયસર ચેતીને ચાલવાની ઘણું અગત્ય છે. આ ભયથી ઉગરવા માટે સાધુઓએ નિર્ભય થવું પડશે અને ભેગા મળી એક વ્યાસપીઠ ઉપર બેસીને યુગધર્મને વિચાર કરવો પડશે. | વિશ્વ વાત્સલ્ય વિચારની એક જવાબદારી તરીકે તેના અગ્રદૂત મુનિશ્રી સંતબાલજી સાધુઓની શકિતને બહાર લાવવાની પિતાની જવાબદારી પાર પાડે છે અને એ વિચારના સાથીઓને સહયોગ લે છે. તેમજ બીજી બાજુ સાધુઓમાં અને ગૃહસ્થોમાં જે તપ-શકિત પડી છે તેને અન્યાય, અત્યાચાર અને અનિષ્ટોને નિવારવામાં બહાર લાવવા માગે છે. આ પ્રયોગને મુનિશ્રી સંતબાલજી શુદ્ધિપ્રયોગ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #421
--------------------------------------------------------------------------
________________ 405 ગાંધીજી એને સત્યાગ્રહ કહેતા. આ શુદ્ધિપયોગ કેવળ એવા ગૃહસ્થો કરી શકે કે ચાલાવી શકે જેમના જીવનની કક્ષા પાકેલી હોય, ઉન્નત હેય અને ચારિત્રથી સભર હોય; તેમણે પણ વ્યકિતગત નહીં; સંસ્થા દ્વારા જ આ પ્રયોગ કરવાનો હોય છે. ક્રાંતિપ્રિય સાધવર્ગનું એમાં માર્ગદર્શન હેવું જરૂરી છે. મા શુદ્ધિપ્રયોગ અંગે એક સાવધાની રાખવાની હરહંમેશ અગત્ય રહેવી જોઈશે. તે એકે એનું ઓછું મૂલ્યાંકન કરી ગમે તે સ્થળે એને ઉપયોગ ન કરવો. એ ઠંડી તાકાતને નાની બાબતોમાં વેડફી ન નખાય તેનું ધ્યાન રહેવું જોઈએ. કેટલાક પ્રશ્નો નાના હોય છે. ઘરમેળે પતાવી શકાતા હોય તો એને ઘરમેળે પતાવી નાખવા જોઈએ. તેને મોટું રૂપ ન આપવું જોઈએ. બાપુના આશ્રમમાં કેટલાક પ્રશ્નો એવા આવતા જેને નિકાલ તેઓ ઘરમેળે કરી નાખતા. તેઓ ઘણીવાર ઉપવાસોની જાહેરાત નહોતા કરતા; સમાજનું લક્ષ ખેંચવાનો પ્રસંગ હોય ત્યારે જ જાહેરાત કરતા. આપણે ત્યાં નાની વાતને મોટું રૂપ આપી દેવામાં આવે છે અને તેની જાહેરાત ઘણી મોટી કરવામાં આવે છે. એટલે સમાજમાં વિભ ઊભો થઈ જાય છે, અને ઘરઆંગણાને પ્રશ્ન વિશ્વપ્રશ્ન જેટલું મોટું મહત્વ લઈ લે છે. એટલે દરેક પ્રશ્નને તે કયાંને કયા ક્ષેત્રને અને કેટલા મહતવને છે, એ વિચારીને જ પછી, તેને અનુરૂપ પગલાં લેવા જોઈએ. નહીંતર પ્રમાણુ બહારના પ્રશ્નને વિશ્વપ્રશ્નનું રૂપ આપી દેતાં લોકો પ્રચારવાદી કહે અને હાંસી પણ થાય. એનાથી ઘણીવાર સામો પક્ષ તેને પ્રેમળ સ્વરૂપમાં લેતા નથી અને ક્યારેક તે ઝનૂની પણ બની જાય છે. વિશ્વપ્રશ્ન એ જ બની શકે જેમાં આખા વિશ્વને સ્પર્શવાની ભૂમિકા હોય. દા. ત. અણુશસ્ત્ર પ્રતિબંધ એ વિશ્વપ્રશ્ન છે; પણ ભાષાને પ્રશ્ન ભારત સુધીને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ - 406 ગોરાસુ શુદ્ધિપયોગ સામાજિક પ્રશ્ન છે. સાળંગપુર શુદ્ધિપ્રયોગ આર્થિક અને ધાર્મિક અને પ્રકારને હતે. એ પ્રશ્નોને જે મહત્વ અપાયું તે બરાબર હતું. ટુંકમાં દરેક પ્રશ્નને તેના ક્ષેત્ર અને સ્વરૂપ પ્રમાણે મહત્વ અપાવું જોઈએ. બને ત્યાં સુધી જાહેરાત ઓછી કરવી; વ્યકિતગત પ્રશ્નને મહત્વ ન આપવું. શુદ્ધિપ્રયોગ શબ્દ નો છે એટલે તરત ને તરત ગાંધી-વિચાર વાળાઓ કે નવાઓને તે ગળે ન પણ ઉતરે અને સ્વરાજ્ય પછી સત્યાગ્રહનું મૂલ્યાંકન ઓછું થતાં આની પણ કિંમત ઓછી અંકાય એવો સંભવ પ્રારંભમાં છે. એટલે બીજી એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધીરજ અને ખંતથી ચાલવાનું છે અને ઉતાવળ કરવાની નથી. તેથી ધીરે ધીરે આપોઆપ તેનું મહત્વ સમજાશે. કેટલીકવાર ઉપવાસની અતિશયતાના કારણે સામો પક્ષ ભયમાં મૂકાઈ જાય છે, તેના ઉપર ભારે તીવ્ર દબાણ આવે છે. એના કારણે કેટલીકવાર એને ત્રાગું પણ સમજી લેવાય છે. એટલા માટે વિનોબાજી આ અહિંસક શસ્ત્રને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રથમ તે ઉપવાસ કરવાની જ ના પાડે છે. પછી યોગ્ય વ્યકિત હેય તે માત્ર એકાદ ઉપવાસ કરવાનું કહે છે. તેમને ભય સાચે છે અને ઉપવાસને દુરૂપયોગ થવાની ભીતિ માસ્તર તારાસિંહના ઉપવાસોએ તાજેતરમાં પુષ્ટ કરી છે.' શુદ્ધિપ્રયોગમાં ત્રીજી એ સાવધાની રાખવાની છે કે તેને વ્યાપક કરવામાં મોટું જોખમ છે. જ્યાં વ્યકિતગત સંબધ અતિ પ્રેમળ હોય, ત્યાં અસહકાર કે બહિષ્કાર વ્યકિતગત હોવો જોઈએ—સામાજિક નહીં. બને ત્યાં લગી આની સાથે બોલવું કે આની સાથે ન બોલવું; આનું ખાવું કે આનું ન ખાવું આનું પાણી પીવું કે આનું ન પીવું એવી P.P. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ બાબતોથી દૂર જ રહેવું સારું છે. આ રાગદ્વેષ અને રિસામણીને પેદા કરે છે. એટલે ઉપવાસનું શસ્ત્ર, બોલવાનું શસ્ત્ર કે પ્રયોગ કરવાનું શસ્ત્ર વ્યાપકષ્ટિવાળા યોગ્ય પુરુષની દોરવણી. નીચે વપરાવવું જોઈએ; અને એ જ વાત શુદ્ધિપ્રાગને પણ લાગુ પડે છે. કદાચ યોગ્ય પુરુષ પણ કળ્યાં ક ભૂલ કરી બેસે તે પાંચ-પંદર શાણું, સમજુ અને તટસ્થ માણસનું અનુસંધાન તેની સાથે હોવું જોઈએ. વિશ્વવાત્સલ્ય વિચારની એ વિશેષ જવાબદારી છે કે તેણે અત્યારે કોંગ્રેસને સામાજિક ને આર્થિક ક્ષેત્રમાંથી મુક્ત કરી, માત્ર રાજકીય ક્ષેત્રે તે દેશમાં કામ કરે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં યૂને સાથે અનુબંધ બાંધી તેને સત્ય-અહિંસાની દિશામાં કામ કરતી કરવા પૂરી મદદ આપે ! પણ કોગ્રેસ સુધી આજે વિશ્વવાત્સલ્યને અનુબંધ વિચાર પહેચતો લાગતો નથી. એટલે ત્યાં સુધી તેણે સાધુ-સંકલના કરવાનું અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર ધારા કરવાનું છે. તેથી શકિત વધતાં કોંગ્રેસને પુષ્ટિ શુદ્ધિ અને પ્રેરણા આપવાની વાત ગળે ઉતરશે તે, આ ત્રણે બળ–સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણરાજ્ય (કોંગ્રેસ) દ્વારા જબરું કામ થશે. એટલે અનુબંધ સર્વાગી લેવો જરૂરી છે. ત્યારબાદ ઈન્દુક સાથે જે અનુબંધ છે, તેના વડે આંતરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન સુધી પહોંચવાની અને ઈન્દુમાં નૈતિક મૂડી પૂરવાનું કામ થવું જોઈએ. અત્યારે વિશ્વ વાત્સલ્યના અનુયાયીઓ દ્વારા શુદ્ધિ પ્રયોગ અને સાધુ સંકલના-એ બે જરૂરી કામ કરવાનાં છે. આ પછી ક્રમે ક્રમે આખું કામ ગોઠવાઈ જાય અને અનુબંધ વિચારની વાત સારી છે. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ સમજાઈ જાય તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની દિશામાં વિશિષ્ટ પ્રયોગ એકાગ્રતાપૂર્વક કરી શકાશે. જેથી સંઘર્ષ પાછળ જે શક્તિ વેડફાય છે ? તે પછી અનુબંધના કામમાં જ વિશેષ ખર્ચાશે. આ વિધવાત્સલ્યની વિશેષ જવાબદારીઓ છે જે તેણે અદા કરવાની છે. [નોંધ:આ વિષય ઉપરની ચર્ચા શિબિરમાં આવેલા બંધુઓના વ્યક્તિગત અનુભવ અને શિબિરની છાપ અંગે તેમજ ભવિષ્યના તેમના કાર્યક્રમ સંબંધી હેઈને શિબિર વિષયક પ્રગટ થનાર પુસ્તકમાં આવરી લેવામાં આવશે. સં] - * P . . . AC Gunratnasuri M.S. . . ' yuf Gud Aaradhak rust : "
Page #425
--------------------------------------------------------------------------
________________ શ્રી વિજય દેવસુર સંઘ ગોડીજી જૈન જ્ઞાન ભંડાર પાયધુની, મુંબઈ - 400 003. ફોનઃ 2346 3156 - પુસ્તકાલય પુસ્તકનું નામ ગુન, વિશ્વદ બુક નં. 1593 લેખકનુ નામ ઉ13- 1, મેમ્બરનુ નામ લીધા | મેમ્બરની પરત આપ્યા મંત્રીની તારીખ | સહી તારીખ | સહી Jun Gun Aaradhak Trust ------.....casuri M.S.
Page #426
--------------------------------------------------------------------------
________________ 408 . સમજાઈ જાય તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની દિશામાં વિશિષ્ટ પ્રયોગ એકાગ્રતા પૂર્વક કરી શકાશે. જેથી સંઘર્ષ પાછળ જે શક્તિ વેડફાય છે તે પછી અનુબંધના કામમાં જ વિશેષ ખર્ચાશે. આ વિશ્વવાત્સલ્યની વિશેષ જવાબદારીઓ છે જે તેણે અદા કરવાની છે. [નંધ:–આ વિષય ઉપરની ચર્ચા શિબિરમાં આવેલા બંધુઓના વ્યક્તિગત અનુભવો અને શિબિરની છાપ અંગે તેમજ ભવિષ્યના તેમના કાર્યક્રમ સંબંધી હેઈને શિબિર વિષયક પ્રગટ થનાર પુસ્તકમાં આવરી લેવામાં આવશે. સં] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust