________________ માલિકી ઊભી કરે છે. એક તે એ અજુગતુ છે અને બીજું એમાં દંભ પેસવાની સંભાવના ઊભી થવાનો ભય હમેશાં રહે જ છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે અમુકભાઈ પોતાના પરિગ્રહની મર્યાદા એક લાખ રૂપિયાની કરે છે. જ્યારે મૂડી એક લાખથી વધે છે તો તે વધારાની મૂડી પોતાની સ્ત્રી, પુત્ર, પુત્રી વ.ના નામે કરતો જાય છે અને માલિકી-હક પણ રાખે છે. આમ દંભ ન પેસે અને વહેવારૂ પણ બને તે માટે માલિકી હક મર્યાદા વ્રત રાખવામાં આવ્યું છે. વિશ્વમાં આજે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વિ. ઘણા બધા વાદ છે અને રહેશે. આ દરેક વાદમાં ક્યાંક સમાજની, ક્યાંક વ્યક્તિની તો ક્યાંક રાજ્યની માલિકીની વાત થાય છે. જે માલિકી હક-વિસર્જનની વાત થાય તે પછી રાજ્ય કે સમાજનું સ્વામિત્વ પણ છોડાવવું પડશે. જો એમ ન થાય તો સ્વામિત્વ-વિસર્જન નહીં થાય અને તે સ્વામિત્વ સમાજ કે રાષ્ટ્રમાં કેંદ્રિત થઈ જશે. આમ થાય એ તો વધારે ભયંકર છે; અને તેના પરિણામ સ્વરૂપે એક રાજ્ય કે સંગઠન બીજાં રાજ્યો કે સંગઠનને શોધવાનું; કજે કરવાનું કારણ બની જવાનો સંભવ છે. ભૂદાનમાં પ્રારંભમાં માલિકી હક-મર્યાદાની વાત હતી એટલે પૂ. સંતબાલજી મહારાજશ્રીએ એમાં ખૂબ રસ લીધો હતો. જ્યારે ગ્રામદાન દ્વારા આખા ગ્રામની ભૂમિના સ્વામિત્વ--વિસર્જનની વાત આવી ત્યારે એમણે વિચાર્યું કે આમાં ખેડૂતોને નિશ્ચિંતતા રહેશે નહીં. તેમજ તેના ઘડતર કે વ્યવસ્થા માટે લોકસેવકો છેવટ સુધી રહેશે નહીં. ત્યારબાદ એક જ પરિણામ આવે કે ગ્રામદાનથી આવેલાં ગ્રામો બધા રાજ્યના હાથમાં સોંપવા પડશે. રાજ્ય ગ્રાંટ આપ્યા કરશે; રાહત વૃત્તિથી આખું કામ ચાલુ રહેશે. - આનાથી ગ્રામદાની ગ્રામોમાં નૈતિક શક્તિ જાગૃત નહીં થાય. એટલે એમને રસ ઓછો થયો. જ્યાં સુધી ગામડાં, મજુર-મધ્યમવર્ગ કે પછાતવર્ગને નિશ્ચિત ન કરી શકાય ત્યાંસુધી માલિકી હક-વિસર્જનની વાત હવામાં જ રહેશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust