________________ 151 જ્યારે જ્યારે તપ-ત્યાગ - બલિદાનના કે શુદ્ધિ પ્રયોગના પ્રસંગે આવ્યા ત્યારે લોકો, લોકસેવકો અને કેટલાક પ્રસંગોમાં ક્રાંતિપ્રિય સાધુઓ પણ આવી ધર્મક્રાંતિના કામમાં મંડી પડયા. આમ ધર્મને તેમણે પહેલું સ્થાન આપ્યું. રાહત પુણ્ય વગેરેનું સ્થાન ત્યારબાદનું છે અને તે મુજબ સાધકે તેટલું જ તેને મહત્વ આપવું જોઈએ. ઉપર વિચાર કરવામાં આવ્યો છે કે રાહતના કાર્યોથી ઘણીવાર જે લાઘવ–ગૌરવ ગ્રંથિઓના શિકાર થવું પડે છે તેનાથી બચવાના ઉપાય રૂપે એમ સૂચવી શકાય કે જે રાહત અપાય તે લોકસેવકોની નૈતિક સંસ્થા દ્વારા અપાવી જોઈએ. ભાલમાં દુકાળ પડ્યો ત્યારે લોકોને રાહતની અનિવાર્ય જરૂર હતી. મહારાજશ્રી તે વખતે અમદાવાદ હતા. તેમણે ત્યાંના લોકોને ધર્મ સમજાવ્યો કે “ભાલના ખેડૂતો તમને અનાજ આપે છે અત્યારે તેમને જીવાડશો નહીં તે તેઓ ફરી ક્યાંથી અનાજ આપી શકશે? અત્યારે તમારું કર્તવ્ય છે કે તેમને દુષ્કાળના ભોગ થતા બચાવે !" * આ હાકલ સાંભળી, અમદાવાદ તેમજ મુંબઈની જનતાએ ખુલ્લાદિલે મદદ આપી હતી. તે વખતે એક સમિતિ નીમવામાં આવી હતી જેનું નામ “દુષ્કાળ રાહત સમિતિ” ન હતું પણ “દુષ્કાળ કર્તવ્ય સમિતિ” હતું. ખેડૂતોને પણ મહારાજશ્રીએ ધર્મ સમજાવ્યો કે તમે અત્યારે જે કંઈ મદદ રૂપે લો, તે તમે સદ્ધર થતાં પાછું વાળી દેજે !" આમાં ધર્મદષ્ટિ મુખ્ય હેવાથી રાહત આપનાર તેમ જ લેનાર બને કર્તવ્ય બંધનથી બધાઈ ગયા હતા. પરિણામે દેનારમાં અભિમાન કે ગૌરવગ્રંથિ ન હતાં તેમ જ લેનારમાં હીનવૃત્તિ, સંકોચ જણાતાં ન હતા. લોકસેવકોની નૈતિક સંસ્થાકારા રાહત આપવાનું એ પરિણામ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust