________________ [4] વિશ્વવાત્સલ્યને બીજમંત્ર [7-8-61] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનું ધ્યેય એક આદર્શ ધ્યેય છે. પણ એ બેયને આચરવા માટે જે તેનું સતત સ્મરણ, ચિંતન અને દર્શન ન થાય તે તે આચરી શકાય નહીં. જગતમાં જુદી જુદી સાધના અને ઉપાસનાઓ ઉપર દૃષ્ટિપાત કરતાં એમ જણાશે કે દરેક સાધનાના પ્રારંભમાં કોઈ એવા બીજમંત્ર હોય છે, જેની અંદર સાધનાનું શ્રેય આવી જતું હોય છે. સાધકને સર્વ પ્રથમ પોતાની સાધના માટે ધ્યેય નક્કી કરવાનું હોય છે. પણ તે ધ્યેય નક્કી થઈ જતાં જ એને સિદ્ધિ મળતી નથી. એને એ માટે એકાગ્ર બનીને એની સાધના–એ દિશામાં ગતિ કરવી પડે છે. જગતના વેપારી અને વહેવારોમાં–એની સાધના વિચલિત ન થાય એ માટે; બેય ચૂકાય નહીં અને તે સતત આંખની આગળ રહે એ માટે, મહાપુરુષો બીજમંત્ર નકકી કરે છે. આ બીજમંત્ર પણ ન ભૂલાય, તે માટે કેટલાક મહાપુરુષો એને જાપ કરવાનું સૂચવે છે. માણસના મનનું એવું છે કે તે ચંચળ છે અને તેને એકાગ્ર ન કરવામાં આવે તો તે ડામાડોળ થતું જ રહે છે. એટલા માટે બીજમંત્ર જાપ સ્થિરતા લાવવા માટે ઘણું આવશ્યક માને છે. એ મનને કેવળ એકાગ્ર જ કરતું નથી પણ એટલા સમય માટે જગતની ઈતર પ્રવૃત્તિઓથી આત્માને અલગ અને પવિત્ર રાખે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust