________________ 344 તે આમાં ન રખાઈ. એટલું જ નહીં ઘણા તકવાદીઓ આમાં ઘૂસી તો ગયો પણ તેમણે “ભૂદાન ”ના નામે આડુંઅવળું ઘણું બાફવું શરૂ કર્યું: - એક નાનો પ્રસંગ ટાંકુ. ધંધુકામાં કોંગ્રેસ કાર્યકરોની મીટિંગ હતી. શ્રી ઠાકોરભાઈ દેસાઈ તેમાં આવેલા. તેમને ચિઠ્ઠી મોકલી એક ભૂદાન કાર્યકરે બોલવાની રજા માગી. થોડી મિનીટો ઉદારતાથી અપાઈ પણ તેઓ જે બોલ્યા તેમાં માત્ર વ્યકિતગત બડાઈ અને કોંગ્રેસની નિંદા સિવાય કાંઈ ન નીકળ્યું. એ ભાઈ પહેલાં હાઈસ્કૂલમાં હશે. એમને કેંગ્રેસી કાર્યકર તરફથી કે કોંગ્રેસી કાર્યકરોને એમના તરફથી દુઃખ થયું હોય એ બનવાજોગ છે. પણ, તે અંગત પૂર્વગ્રહને આવા ઠેકાણે ભૂદાન કાર્યકરના નામે દુરૂપયોગ કરવો તે કેટલું વિચિત્ર ! આમ જેને કોંગ્રેસ કે કોંગ્રેસીઓ સાથે ન ફાવ્યું અને કેટલીક વાર તો પ્રત્યાઘાતી વલણવાળાઓને એક વ્યાસપીઠ રૂ૫" એ કાર્યક્રમ (ભૂદાન) બની જવા લાગ્યો. આચાર કરતાં પ્રચાર વધારે થવા લાગ્યો. આવેશમાં અને ઉત્સાહમાં ઘણાં જીવનદાની બની ગયા, પણ ખરેખર જીવન શું? જીવનદાન શું ? એવું ભાગ્યે જ સમજાયું અને ઝૂકાવી દીધું. ન સંગઠન, ન સંસ્થા, ન વહીવટી કુશળતા. પરિણામે કેટલાક ભૂદાન-યાત્રાના બહાને સમાજમાં રખડતા થઈ ગયા; કેટલાક ખરી ગયા ! આખા કુટુંબને સર્વોદય પાત્ર ઉપર જીવવું ક્યાં સહેલું છે ? એટલે ભૂદાનમાંથી ઘણા નીકળી ગયા અને તેઓ ભૂદાનની નિંદા કરતા થઈ ગયા. બીજા એવા પણ નીકળ્યા, જેઓ ભૂદાનમાં ગયા પછી ચારિત્ર્ય સાચવવામાં કાચા નીકળ્યા. આથી સમાજમાં એકંદરે છાપ સારી ન પડી. ભૂદાનમાં સમજણપૂર્વક પડનારા બહુ ઓછા હતા. - મેં જોયું કે સારા ગણાતા માણસોએ “માગે છે માટે આપવી પડશે” એમ જાણીને બિનઉપયોગી જમીન આપી. દાનનાં પત્રકો ભરાયાં પણ તેની વ્યવસ્થા-ગોઠવણ થઈ શકી નહીં. સંગઠનો ન ઊભાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust