________________ 384. વવાની છે. છેલ્લાં સો વર્ષમાં હિન્દુસ્તાનમાં આવું જ થયું છે. આજ સુધીનું રાજતંત્ર જોતાં એ જ ધોરણે ચાલ્યું છે, એમ લાગ્યા વગર રહેશે નહીં. આ રીતે પાશ્ચાત્ય દેશોની છે. ' પાશ્ચાત્ય દેશોમાં રાજ્ય એટલે તાકાત, ધાક, બળ વાપરવું–એ વગર રાજ્ય ચાલી શકતું નથી એમ માનવામાં આવે છે. યુરોપના રાજાઓના હાથમાં અભિષેક વખતે સોનાને કે ચાંદીનો દંડ આપવામાં આવે તે પણ એનું પ્રતીક છે. યુરોપમાં રાજ્યની આવી વ્યાખ્યાઓ સરમુખત્યારશાહી આવી. પછી તે હિટલરી સરમુખત્યારીશાહી હોય અગર તે સામ્યવાદી સરમુખત્યારશાહી હોય ! તેને એક જ અર્થ કે બીજા ઉપર ધાક બેસાડવા માટે લશ્કર રાખવું જેથી પ્રજા થરથરે અને નમી જાય. પણ આ તાકાતનો ઉપયોગ કયાં કરવો? એને વિચાર થતાં એમ લાગે છે કે દુનિયામાં નબળા અને સબળા બે પ્રકારનાં માણસો હોય છે. બુદ્ધિ અને શરીર બંનેથી નબળા હોય તેમને નબળા ગણવા જોઈએ. આ લોકો દુનિયામાં રહેવા લાયક નથી. દુનિયામાં તો સબળા અને શ્રેષ્ઠ માણસે રહેવા જોઈએ, નબળાને દૂર થવું જોઈએ. લશ્કરમાં નબળા હોય તેને ખતમ થવું જોઈએ. વંશમાં નબળા હોય તેને ઓપરેશન કરી ખતમ કરવા જોઈએ. આવી વ્યાખ્યા રાજ્યની તાકાત વાપરવા માટે યુરોપના દેશોમાં ચાલુ થઈ. પરિણામે બીજુ વિશ્વયુદ્ધ થયું અને યહુદી કોમનું નિકંદન તેમજ સામ્યવાદી દેશોમાં તેમના વલણને અનુરૂપ નહીં એવા લોકોનું નિકંદન મોટા પાયા ઉપર થયું. એની એક બીજી અસર લોકો ઉપર થઈ અને એક બીજી વ્યાખ્યા એ આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે. રાજય પોતાની શક્તિનો ઉપયોગ નબળા માટે કરે, તેથી રાજ્યને પણ લાભ છે. સબળા છે તેમને નેતાગીરી મળશે અને નબળા પણ સબળા બની રાજ્યના હિતમાં કંઈક કરી શકશે. એમાંથી મજૂર-સત્તાવાદી સરમુખત્યાર શાહી ઊભી થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust