________________ 270 માટે શિક્ષણ સંસ્કારને કાર્યક્રમ ગોઠવવું જોઈએ. એનાથી મન શિક્ષિત થતાં “મને જે મળ્યું છે તેને હું સારી પેઠે ભેગવું' એવી સમાધાન વૃત્તિ કેળવાય છે. આના સિવાય, ખાવા-પીવાનું સુખ હોવા છતાં અન્યાય થયો હોય, કોકે કડવા વેણ કહ્યાં હોય, અપમાન કર્યું હોય તે તેને સુખ મળતું નથી. ગમે તેટલા પૈસા ખરચ થાય, પણ હું આ અન્યાય સહન નહીં કરી શકુ આમ મનમાં થતું રહે છે. અન્યાયને ડંખ દૂર થાય, દેષને બદલો વાળવાથી જ મન શાંત થતું હેઈ ને અન્યાયના દુઃખને દૂર કરવા માટે ન્યાય મેળવવાનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ. સદ્દભાગ્યે ભાલ નળકાંઠામાં લવાદી પદ્ધતિ દ્વારા ઝઘડા પતાવવાનાં તથા શુદ્ધિ-પ્રયોગો દ્વારા ન્યાય મેળવવાના કાર્યક્રમો અને શિક્ષણ સંસ્કાર સમિતિ દ્વારા શિક્ષણ સંસ્કાર આપવાના કાર્યક્રમ ચાલે છે. ' - આમ બધા મળીને સાત સ્વાવલંબનનો કાર્યક્રમ બને છે. શિક્ષણ, રક્ષણ અને ન્યાય એ મનદુઃખ-નિવારણ માટેના અને અન્ન, વસ્ત્ર, વસાહત અને આરોગ્ય એ ચાર શરીર દુઃખ-નિવારણ માટેના કાર્યક્રમો છે. આમ સપ્ત સ્વાવલંબનમાં 3 આધિ (મનદુઃખ-શિક્ષણ, રક્ષણ અને ન્યાય) નિવારણના, 1 વ્યાધિ (આરોગ્ય) નિવારણ અને 3 ઉપાધિ (શરીર દુઃખ-જળ. અન્ન, વસાહત-વસ્ત્ર) નિવારણના કાર્યક્રમો થયા. સપ્ત સ્વાવલંબનની પાછળ આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપથી (દુઃખથી) મુકત થવાની વાત છે. એટલે પ્રાથમિક જરૂરિયાત–આજીવિકાની ચિંતા, તનની ચિંતા અને મનની ચિંતા દૂર કરવાના ઉપાયો સપ્ત સ્વાવલંબન દ્વારા કેવી રીતે થાય તે આપણે જોઈએ. જીવ માત્રમાં દુઃખ દુર કરવાના ઉપાયને પહોંચી શકાતું નથી એટલે માણસ માત્ર સુધીની વાતમાં મર્યાદા લીધી. આખો માનવ સમુદાય પહોંચી ન વળાય એટલે એક ઠેકાણે આ પ્રયોગ કરવામાં આવ્યો. ભાલપ્રદેશ દુઃખી હતો ત્યાં વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમોની ચતુષ્પદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.