________________ પહેલા ટેકો આપ્યો. પણ પાછળથી લોકો પ્રશ્ન કરતા થઈ ગયા. કારણ કે કોઈકે એમ કહી દીધું કે આ મંડળ ધનિકોની પ્રતિષ્ઠા તોડવામાં માને છે. આજે ધનિકોની પ્રશંસા એટલી હદે થાય છે કે ન પૂછો વાત. લોકો દાનની વાહવાહથી ધન પેદા કરવાના અનિચ્છનીય બાગે વળે છે અને તેને પ્રોત્સાહન મળે છે. પરિણામે ગરીબી અને અમીરી વચ્ચેની દિવાલ વધે છે. માટલિયા :-તન્તીથી (લગાડવાથી) લોકો ખૂબ નાણાં આપે છે કારણ કે ચોમેર તેની બોલબાલા છે. આપણા આદર્શોમાં એ પ્રતિષ્ઠાને તોડવાની વાત હેઈ આપણું રચનાત્મક સંસ્થાઓને મુશ્કેલીઓ પડે છે. તે પણ એક તપ છે એવું મને લાગે છે. ધનની પ્રતિષ્ઠા તોડવા માટે આકરી કે કડવી ભાષા કરતાં પ્રેરણાદાયક મધુર ભાષા વધુ અસર કરે છે. ' . એક સભામાં એક દાનદાત્રી બહેનની ઘણી જ તારીફ થઈ. કાવ્યો ગવાયાં. મને પણ કંઈક બોલવાનું સૂચન થયું. ત્યારે મેં તો નમ્રભાવે કહ્યું : “એ બહેન તો ભગવદ્ ભગત છે અને બ્રહ્મને સમર્પિત થયાં છે. હવે તમે ભગવાનને બદલે બહેનની તારીફ કરે છે તે બહેનને એમ દુઃખ નહીં થાય કે ભગવાનની તારીફ ભૂલીને તેની પોતાની તારીફ કરો છો ? " આની સારી એવી અસર સભામાં થઈ હતી. આજે શિબિરાર્થી બહેને એ પણ દાનની તારીફ સામે અસરકારક કહેવા જ જોઈએ એમ એકી અવાજે કહ્યું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust