________________ 403 . એવી જ રીતે આજે હવે વૈજ્ઞાનિક ઢબે કથા વસ્તુઓ ગોઠવવાની જરૂર છે. કેટલીક કથાઓ એવી પણ છે જેમાં મૂળતત્વ એવાઈ ગયું છે. દા. ત. એક કથામાં બતાવવામાં આવ્યું છે કે નિરંજન વીતરાગ તીર્થકર ઘોડા ઉપર બેસીને મરેલાને બચાવવા જાય છે. ભગ્નામય સ્તોત્રના શ્લોક તીર્થકર મદદે આવે છે, એવી વાત રજૂ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે તીર્થકર મુક્ત થયા છે અને મુક્તાત્મા કોઈની મદદ કરવા આવતો નથી. મુસલમાનમાં પણ આની દેખાદેખી એક કથા છે જેમાં પીર લીલા ઘોડે બેસી નીકળે છે અને બધાના દુઃખ દૂર થાય છે. આવા ચમત્કારિક કથા સાહિત્યને માનવ-પુરૂષાર્થને વૈજ્ઞાનિક વળાંક આપવું પડશે કે એ રીતે બદલવું પડશે. આ કાર્ય સાધુ-સંસ્થા મારફત થવું જોઈએ. એટલે આજના સાધુઓના માનસમાંથી એક બાજુ સાંપ્રદાયિક કલેશ ઊભી કરનારી વાત અને અંધ વિશ્વાસ કઢાવવા પડશે, ત્યારે બીજી બાજુ નિર્ભયતા લાવવા માટેના પ્રયત્ન કરવા પડશે. એ કેવી રીતે થઈ શકશે ? સાધુ સંસ્થામાં સામંજસ્ય લાવવા માટે અને તેને આ વાત સમજાવવા માટે જ માટુંગામાં આ સાધુ-સાધ્વી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પછી નાના ગાળા ધર્મપરિષદો ગોઠવાય જેમાં સહુ ભેગા થઈ મુક્ત મને અને મુક્તપણે તત્વ ચર્ચા કરવાની જરૂર છે. સાધુ સન્યાસીઓ એ રીતે ભેગા થઈને યુગપ્રવાહને વિચાર અને ધર્મ સમન્વય કરવા ભેગા નહીં થાય તે એમની સામે બે ભયો ઊભાં છેઃ-(૧) એક તરફ સાધુ-સંસ્થાને નકામી જાહેર કરી નિકદન કાઢનારી સામ્યવાદી પદ્ધતિ (2) બીજી તરફ સમાજની સાધુ પ્રત્યેની શ્રદ્ધાનું ડહોળાઈ જવું જેથી તેનું વર્ચસ્વ કોઈપણ ક્ષેત્રે રહેશે નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust