________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
-
પ્રશ્ન-૭૩૩ • જો શબ્દ એ અર્થનો વાચક હોય તો અગૃહીત સંકેતવાળા મ્લેચ્છાદિના અર્થને પણ એ પ્રતિપાદન કરે ?
૧૦
ઉત્તર-૭૩૩ – ના, કર્મક્ષયોપશમ સાપેક્ષ જ તે તેનો પ્રતિપાદક બને. અર્થાત્, તેવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તો તે મ્લેચ્છાદિ એ ઉચ્ચારેલા શબ્દોના અર્થને સમજી શકે અને પ્રતિપાદન પણ કરી શકે. અને ક્ષયોપશમ પણ સંકેતાદિને સાપેક્ષ છે, જેમકે પ્રદીપ પ્રકાશક છે. એટલું કહેવા માત્રથી જ અંધ વગેરેને અર્થ પણ પ્રકાશતો નથી. કારણ કે તે સાથે જોનારને ચક્ષુ નથી એટલે તે અર્થ જણાવી શકતો નથી, તેવી જ રીતે શબ્દ વાચક છે, છતાં, પણ ક્ષયોપશમની અપેક્ષા વિના તે અર્થ જણાવી શકતો નથી.
-
પ્રશ્ન-૭૩૪ – જો ક્ષયોપશમની અપેક્ષાએ શબ્દ અર્થને પ્રકાશે છે તો સંકેત કરવામાં પણ તેના પ્રકાશન ન કરવાની આપત્તિ આવશે, પણ એવું છે નહિ. કારણ કે ગૃહીત સંકેતવાળાને પણ અવિગાનથી અર્થની પ્રતિપતિ જણાય છે તો અંતર્ગડુ જેવા ક્ષયોપશમની કલ્પના કરવાથી શું વળે ?
ઉત્તર-૭૩૪ વાત અયોગ્ય છે, કેમકે કેટલાંક જડમતિવાળાને શાસ્ત્ર વ્યાખ્યાનાદિમાં વિષમપદ વાક્યોમાં વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે સંકેતપણ કરવો શક્ય નથી. કેટલાંક તો કરવા છતાં અર્થ સમજી શકતા નથી. જોકે કેટલાકને અપૂર્વમ્લેચ્છભાષાદિના શ્રવણમાં ભલે સંકેત ન કર્યો હોય છતાં જલ્દીથી કોઈપણ અર્થ સમજાય છે. ત્યાં પણ ક્ષયોપશમની જ અત્યંત કુશળતા કારણ છે. તેથી કર્મ ક્ષયોપશમમાદિ સામગ્રી સંનિધાનવાળો શબ્દ જ વાચક અને અર્થ વાચ્ય છે. આ રીતે બંનેમાં વાચ્ય-વાચક સંબંધ છે.
(૩) નિર્ગમ :- આગળ ઉદ્દેશ અને નિર્દેશથી કહેલ સામાયિક અધ્યયનની હવે ઉત્પત્તિ કહેવાશે, તે ઉત્પત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી છે. જેમકે, કયા જીવ દ્રવ્યથી આ સામાયિક અધ્યયન ઉત્પન્ન થયું ? તથા કયા ક્ષેત્રમાં અને કયા કાળમાં ભગવાને પહેલી વખત સામાયિકની પ્રરૂપણા કરી ? અને ભાવથી કયા પુરુષ વિશેષે આ સામાયિક કહ્યું છે ? આ સર્વે નિર્ગમના જ ભેદો છે, તે છ પ્રકારે છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ, (૬) ભાવ, છ પ્રકારનો નિર્ગમનો નિક્ષેપ થાય છે, એમાં નામ અને સ્થાપના નિર્ગમ આવશ્યકની જેમ જાણવા.
દ્રવ્યનિર્ગમ :- દ્રવ્યાત્ નિર્ગમ, દ્રવ્યસ્ય નિર્ગમ.
સચિત્તાદિ ત્રણે દ્રવ્યથી સચિત્તાદિ ત્રણેનો નિર્ગમ.
૧. સચિત ભૂમિદ્રવ્યથી – સચિત-અંકુર, મિશ્ર-પતંગીયું, અચિત્ત-બાષ્પદ્રવ્ય