________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૩૮
ચાર શિક્ષાવતા શ્રાવકોએ ચાર શિક્ષાવ્રતનું અવારનવાર સેવન કરવું જોઈએ. આ ચાર શિક્ષાવ્રતમાં સામાયિક નામનું પ્રથમ શિક્ષાવ્રત છે. આ વ્રત વિષે કહ્યું છે કે – “એક માણસ રોજનું લાખ સુવર્ણનું દાન કરે અને બીજો માણસ રોજનું એક સામાયિક કરે તો એ સુવર્ણનું દાન સામાયિક બરોબર ન થાય.” આવા મહાન પ્રથમ શિક્ષાવ્રતની સમજ આ પ્રમાણે આપવામાં આવે છે.
"मुहर्तावधि सावधव्यापारपरिवर्जनम् ।
आयं शिक्षाव्रतं सामायिकं, स्यात् समताजुषाम् ॥" ભાવાર્થ:- એક મુહૂર્ત સુધી સાવદ્ય વ્યાપારને છોડી દેવો તે પહેલું શિક્ષાવ્રત કહેવાય છે. સમતાનું સેવન કરનારાઓને આ શિક્ષાવ્રત પ્રાપ્ત થાય છે.
વિસ્તરાર્થ - મુહૂર્ત સુધી એટલે બે ઘડી સુધી (૪૮ મિનિટ સુધી) મન, વચન અને કાયાથી સાવદ્ય એટલે કે પાપયુક્ત ક્રિયા કે કર્મ કરવું નહિ, કરાવવું નહિ કે અનુમોદવું નહિ તે પ્રથમ શિક્ષાવ્રત છે. આ વ્રત વારંવાર કરવું જોઈએ. સામાયિક એટલે સમતા. સમતા એટલે રાગ અને
ષના પ્રસંગો કે નિમિત્તના સમયે તટસ્થ-સમતોલ ભાવ રાખવો. દુઃખના સમયે રડવું નહીં અને સુખના સમયમાં છકી ન જવું. એ બન્ને સમયે સમભાવ રાખવો તેને સમતા કહે છે. આવી સમતાને ભજવું તેને સામાયિક કહે છે. આ સામાયિકનું ફળ એટલું બધું મોટું છે કે જે કોઈથી ગણી શકાતું નથી. આ વિષે એક દષ્ટાંત છે. તે આ પ્રમાણે :
સામાયિકના ફળ ઉપર ડોશીની કથા એક ગામમાં એક ખૂબ જ શ્રીમંત રહેતો હતો. સ્વભાવે તે ખૂબ જ ઉદાર હતો. રોજ તે સુવર્ણમહોરનું દાન કરતો. આ દાનવિધિ પત્યા પછી જ તે પોતાના પલંગ ઉપરથી નીચે ઉતરતો. આ તેનો નિત્યક્રમ હતો.
આ દાનવીર શ્રીમંતની પાડોશમાં એક ડોશી રહેતી. આ ડોશી શ્રાવિકા હતી. તે રોજ એક સામાયિક કરતી. રોજનું એક સામાયિક કરવાનો તેણે નિયમ લીધો હતો.
હવે બન્યું એવું કે એક દિવસ આ દાનવીર શ્રીમંત અને આ ડોશીને પોતાના નિયમમાં કિંઈ અંતરાય નડ્યો. તે દિવસે શ્રીમંત દાન ન દઈ શક્યો અને ડોશી સામાયિક ન કરી શકી. પોતાનો નિયમ તૂટ્યો, તેથી બન્નેના રંજનો પાર ન હતો.
ડોશીને ખેદ કરતી જોઈ શ્રીમંતે ગર્વથી કહ્યું – “અરે ડોશી તું શા માટે ખેદ કરે છે? એક વસ્ત્રના કપડાંથી હાથનું પ્રમાર્જન એક દિવસ ન કર્યું તો શું બગડી જવાનું હતું? અને બે ઘડી સુધી બેસી રહેવાથી એવું તે કયુ પુણ્ય મળી જાય છે જેની તું આજે આટલી બધી ચિંતા કરે છે? અને