________________
૧૯
પ્રત્યે વાત્સલ્ય રાખે છે, છતાં ન્યાય અને સત્યના પ્રશ્ન આવે ત્યારે નિષ્ઠુર થાય છે; બહારથી જોનારને નિષ્ઠુરતા લાગે, પણ ખરું જોતાં તે તેનું સત્યાગ્રહીપણું છે, જો એ એમ ન વર્તે તે વાત્સલ્યને ઠેકાણે માહ જ કહેવાય, તેથી અંગત અને સામાજિક વિકાસ અટકી પડે; તેવું જ વિશ્વવાત્સલ્ય સાધકનું છે. (૨) વિશ્વવાત્સલ્યમાં સમન્વયની અને ધ્યેયાનુકૂળ જોડવાની દૃષ્ટિ છે, તેમ સત્ય શ્રદ્ધામાં ખીજાની સાથે વિરાધ હોવા છતાં અંતરને જોડવાની વૃત્તિ પડી છે. આપણે ધણીવાર એમ સમજીએ છીએ કે પોતાનાથી જરાક માન્યતામાં જીદ્ય પડયા એટલે સત્ય શ્રદ્દામાં એની સાથે તેાડવાની કે અલગતા સેવવાની વાત છે, પણ ખરું જોતાં એવું નથી; કારણ કે સત્યનાં ખુલ્લું જુદાં પાસાં છે. આપણે સમજીએ તે જ અને તેટલું જ સત્ય છે, બાકીનું બધું મિથ્યા છે, એમ માનવું વધારે પડતુ છે. એટલા માટે જ જૈનધમે અનેકાંતની વાત કરી. આના દાખલાઓ ૧. સાત આંધળાઓએ એક હાથીને તપાસીને એક-એક અંગને હાથી રૂપે બતાવવા લાગ્યા, પણ એક સૂઝતા અને સમજુ માણસે જ્યારે સાતેયને સમજાવ્યા કે તમે એક-એક અંશની દષ્ટિએ સાચા છે, પણ સર્વાંશે સાચા નથી. ૨. ચાર રાજકુમારીએ કેશુડાંના ઝાડને જુદી જુદી ઋતુઓમાં જોયું હેાઈ દષ્ટિ ભ્રમ રહી ગયા, તેનું સમાધાન રાજાએ કર્યું. ૩. ધોડા કૂતરા જેવડા છે, એ વાકયને સ્થળ કે સયેાગ જોયા વગર ખોટું કહી દીધુ, પણ જ્યારે પર્વત ઉપર જઈ તે ત્યાંથી જોયું તે ઉપરથી ડા કૂતરા જેવડા જ દેખાયા, એ આંખ અને અનુભવની દૃષ્ટિએ બરાબર હતું, પણ બુદ્ધિની દષ્ટિએ બરાબર ન હતું. ૪. એક કુટુંબના ત્રણ ભાઈ એ જુદી જુદી દિશામાં વ્યાપાર માટે ગયા, ધણા વર્ષ થવાથી ભાષા અને રહેણીકરણીમાં ક પડી ગયા. એક વખત રેલગાડીમાં એ ત્રણે ભેગા થઈ ગયા, બધી વાતા થઈ, ઓળખાણ આપી, તેથી લાગ્યું કે અમે ત્રણે એક જ છીએ, એવી જ રીતે બધા ધર્મોનું મૂળ અને ધ્યેય એક જ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com