________________
કમથી આવું પાપ ન કર્યું હોય તે પત્થરમારો કરી શકે છે. બીજાને અધિકાર નથી. બધાયે વિચાર્યું કે તેમના જીવનમાં કાંઈને કાંઈ પાપાચરણ થયું છે, એમ જાણું ચાલ્યા ગયા. આમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખવામાં આવ્યું છે. ૨. ઈશુ જ્યારે એક શ્રીમંતને ઘેર ગયા ત્યારે એક પતિત બાઈએ પાપને પસ્તાવો કરી ઈશુના ચરણમાં માથું ઢાળીને ચરણે આંસુથી પલાળ્યાં. પેલા શ્રીમંત તો એની નિંદા જ કરતા હતા, પણ ઈશુએ કહ્યું. “તમારા કરતાં એ પસ્તાવો કરીને વધારે શુદ્ધ થઈ છે.” ૩. હજરત અલીને એક ગુનેગારને ન્યાય આપતાં ગુસ્સો આવ્યો તેથી તેઓ ન્યાયની ખુરશી ઉપરથી ઉતરી ગયા અને ગુસ્સે શાંત થયા પછી, એ ન્યાય આપે. કારણ ગુસ્સાની વખતે શેતાન પેઠા હત; એટલે તે વખતે ન્યાય ન અપાય. ૪. પણ ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે અહીં સાધન શુદ્ધિને વ્યાપક બનાવવા માટે વર્ણાશ્રમ વ્યવસ્થા ઊભી કરી છે એટલે સંસ્થા અને ગુણે બન્ને આવ્યા. દા. ત. ભ. રામને કેકેયી બે વચનેની વાત કરે છે ત્યારે રામ સારે ભાવ લે છે, કૌશલ્યા પણ અવળે અર્થ લેતી નથી, પૂર્વગ્રહ નથી રાખતી, રામ લક્ષ્મણ અને સીતા વનવાસ જતી વખતે વનવાસમાં કેક્સી પ્રત્યે દુર્ભાવ રાખતા નથી. ભારત સેના લઈને માતાઓ સહિત રામદર્શને આવતા હતા ત્યારે ગૃહ અને લક્ષ્મણના મનમાં ભરત પ્રત્યે શંકા થઈ કે કદાચ એ યુદ્ધ કરવા આવ્યા હોય, પણ ભ. રામ ધીરજ રાખવાનું કહે છે. પણ રામને ભરત દંડવત પ્રણામ કરે છે. રામ કૈકેયી માતાને ભેટી પડે છે. તેઓએ કૈકેયી પ્રત્યે રોષ જરાય ન રાખ્યો, બીજાઓના મનમાંથી પણ શંકા કે દુર્ભાવ કાઢી નખાવ્યું. ૫. ભ. કૃષ્ણ પાંડવો તથા અર્જુનના મનમાંથી રોષ કઢાવ્યા પછી જ મહાભારત થવા દે છે અને પાંડવોના મનમાં પણ મહાભારત થયા પછી ૧૮ અક્ષૌહિણીસેના યુદ્ધમાં મરવાને પસ્તાવો થયો અને તેઓ હિમાલયમાં ગળી જવાનું નક્કી કરે છે. ૬. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com