________________
૨૩૫
સંન્યાસ આપવાની વાત પાછળથી સ્વીકારાઈ. ૭. બૌદ્ધ ભિક્ષુઓએ શારીરિક સેવા કરીને પણ વૈશ્ય જેવી પતિત બહેનને ઉદ્ધાર કર્યો છે. સાધ્વી શુભા એક લંપટને પિતાની આંખને ડોળા કાઢીને આપી દે છે અને હદય પલટ કરે છે. ૩. બૌદ્ધધર્મના પતનનાં કારણો– સાધુઓ લેક સંગ્રહમાં વધારે પડ્યા તેથી લુપ્ત થઈ ગયા, કાં તો રાજ્યાશ્રિત થઈ ગયા, તેથી પ્રમાદી અને વ્યસની થઈ ગયા. બૌદ્ધ વિહારમાં અનાચાર ચાલવા લાગ્યા, કેટલાક સાધુઓ પિતે વૈભવ અને સત્તાધારી બની ગયા. દા. ત. તિબેટના લામા. બૌદ્ધધર્મો વૈદિક ધર્મમાં સંશોધન કર્યું છે, આજે બૌદ્ધધર્મને નવો વળાંક આપવાની જરૂર છે.
તા. ૨૮-૧૦-૬૧
૧૪
જૈનધર્મની મૂળ ખૂબીઓ ૧. જૈનધર્મની વિશેષતા માટે દશવૈકાલિક સૂત્રના ૧લા અધ્યાયની પ્રથમ ગાથા જ બસ થશે. એમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ રૂ૫ છે. આમ તો ધર્મનું લક્ષણ વસ્તુ સ્વભાવ છે. ચેતનને સ્વભાવ છે– વિશ્વ ચિતન્યમાં રમણ કરવું. તે માટે વ્યાવહારિક તો ઉપલાં ત્રણ છે. સૌથી પહેલાં માનવ ઉદાર બને, પછી તેની ઉદારતા સમષ્ટિ સુધી પહોંચે; એ માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સૌને પિતાપિતાની ભૂમિકાએ જશે, સમતાભાવ રાખશે. અનેકાંત આનું સર્વોત્તમ અંગ છે. જે વસ્તુ જે સ્થાને હોય તે જ સ્થાન તેને આપે, તેટલું જ મહત્વ આપે. વિવિધ ધર્મોને આ ઉદારતાથી જુએ તો ભાવહિંસા ટકી જ ન શકે. સર્વાએ જેટલું કહ્યું છે તેટલું જ જ્ઞાન કે સત્ય છે, એવું તે છે જ નહીં, સર્વએ જોયેલાં જ્ઞાનને પણ એક અંશ જ પ્રગટ કરે છે, બાકીના અંશે તો રહી જાય છે, તો બીજા ધર્મોમાં પડેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com