________________
- ૨૩૬
સત્યને શા માટે ન તારવવા જોઈએ ? ભ. રૂષભે ગૃહસ્થાશ્રમમાં રાજ્યપાલન, સમાજ સંગઠન, સમાજના નાના મોટા પ્રશ્નો ઉકેલવાનું શિક્ષણ સંસ્કારનું કામ વ. દરેક કાર્યો કર્યા હતા; સાધુ થયા પછી પણ નૈતિક ધાર્મિક પ્રેરણા ચેકીનું કામ કરતા જ રહ્યા. બધાય જીવોમાં અહિંસા કેમ ફેલાય ? એ વિચારના તેઓ હતાં. એકાંગી આત્મવાદી ન હતા. ભ. મહાવીરે આવડી મોટી સંધરચના કરી ત્યારે જીવનના દરેક ક્ષેત્રના પ્રશ્નો નહીં આવ્યા હોય ? તેમણે ઉકેલ્યા ન હેત તો આવડે મોટા સંધ ચાલત જ કેમ ? એટલે અહિંસાની દષ્ટિએ માર્ગદર્શન આપવામાં સાધુઓને ક્યાં વાંધો આવે છે ? એ આખી સમન્વય દષ્ટિ જૈન ધર્મે આપી. અહિંસાને સર્વોચ્ચ વિકાસ કર્યો; જીવન વ્યવહારૂ બનાવી. સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ ભાવ રાખવાની વાત જૈન ધર્મે વ્યવહારમાં આચરીને બતાવી. આમાં વૈચારિક અને આચારિક બન્ને પ્રકારની અહિંસા આવી જાય છે. જૈનધર્મની સૂક્ષ્મ અહિંસાને કારણે જ વૈદિકધર્મમાં યાજ્ઞિક પશુવધ અને માંસાહાર બંધ થયા. પણ આજે જૈનધર્મની અહિંસા નાના જીવોને બચાવવા પૂરતી જ રહી છે. માનવશેષણ, દગ, અપ્રામાણિકતા, અસત્ય, ચેરી વ. રૂપે હિંસા વધી ગઈ છે. અહિંસાનું સામુદાયિક સ્વરૂપ જે જેનલેકે આચરણમાં મૂકે તો તેને પ્રકાશ વધે. ૨. બીજી ખૂબી છે સંયમ. એને અર્થ માત્ર બાહ્યત્યાગ જ નથી પણ દરેક વસ્તુને ત્યાગ કરીને ઉપયોગ કરે એ છે. સંસ્કૃત
સની લિજજત ચખાડે તે સંયમ છે. બાહ્યપદાર્થો કે વિષય વિકારી નથી, એ તે નિમિત્ત છે, વિકારી અને ઉપાદાન તમે પોતે છે, તમારી આસક્તિ, મૂચ્છ, એ માર્ગે તમને લઈ જાય છે. એવી જ રીતે વિકાર નારીમાં નથી, પણ આસક્તિમાં છે. એટલે બ્રહ્મચર્ય માટે સ્ત્રીથી દૂર રહેવાની જરૂર નથી, વિકારથી દૂર રહેવાનું છે. જે સ્ત્રી વિકારી હોત તો ભ. મહાવીરે ચંદનબાલા સાવીને દીક્ષા જ ન આપી હત, સંધથી સ્ત્રીઓને જુદી જ રાખી હોત, ચલણરાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com