________________
- ૨૩૮
સંશોધન કર્યું. ઈશ્વરના સંદેશા રૂપે કુરાન આપ્યું. જે કુરાનથી સમાધાન ન થાય તે સુન્નહદીસ (પૈગંબર વચનામૃત) જુએ. જે આનાથી પણ સમાધાન ન મળે તો “ફતબા (મુસ્લિમ આગેવાનોના ફેંસલાને સ્વીકારો. ૪. મહંમદ સાહેબે મૂસાના વખતની મનુષ્યપ્રકૃતિ અને ઈસાના વખતની માત્ર માફી આપવાની વાત, એ બન્ને વચ્ચેને કલ્યાણકારી માર્ગ સમાજને ઘડવા અને અહિંસાની દિશામાં લઈ જ્યા માટે બતાવ્યો. મહંમદ સાહેબે ખૂનખાર અને ઝનૂની ( રાક્ષસ જેવા) લેકેને સમજાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી. ખૂનને બદલે જ્યાં ખૂનથી લેવાતો હોય, એવા લેકને અહિંસા તરફ વાળવા માટે ન્યાયયુદ્ધો મહંમદ સાહેબને કરવા પડ્યા. પિતાના ઉપર ઈસ્લામના એકેશ્વરવાદ અને સત્યપ્રચાર કરતી વખતે અનેક સંકટ આવ્યાં. ૫. ઈસ્લામ ધર્મના ધાર્મિક શબ્દો આરબીમાં છે, હિન્દુ ધર્મના હિન્દીમાં, બન્નેમાં ભાષાભેદ છે, ભાવભેદ નથી. પૂજા, પ્રાર્થના, સ્તુતિ કે નમાજ પર્યાયવાચી શબ્દો છે, સૂરફતિામાં નમાજની સાત આયત છે, એમાં અને હિન્દુ ધર્મની પ્રાર્થના કે
સ્તુતિમાં કોઈ ફરક નથી. નમાજ, રજા, હજ, જકાત એ ચાર વસ્તુઓ હૃદયથી સ્વીકારે તે મુસલમાન છે. માનવ સમાજ એક જ બાપની ઓલાદ છે, એમ કહી ઈસ્લામે ભ્રાતૃભાવને પાઠ દુનિયાને શીખવ્યું છે.
તા. ૧૩-૧૧-૬૧
જગતના ધર્મોને સમન્વય
૧. જગતને આજે હૃદયથી નજીક લાવવું હોય તે અહિંસા, વાત્સલ્ય કે પ્રેમરૂપ ધર્મ તો જ આ કામમાં સફળ થઈ શકે. ધર્મની વ્યાસપીઠ ઉપર સમગ્ર માનવજાતને એકરૂપ કરી શકાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com