________________
૧૪૬
અવધાન પ્રયોગ
૧. જે સ્મૃતિ સહજ છે તે પછી પૂનર્જન્મની વાત કેમ યાદ રહેતી નથી ? એનું કારણ એ છે માણસ આજે અસહજ જીવન જીવે છે. દા. ત. કોઈએ ઠપકો આપ્યો હોય તે તે યાદ રહી જાય છે, પણ યાદ રાખવા જેવી વસ્તુ યાદ રહેતી નથી, એનું કારણ આસક્તિ છે. અનાસક્તિ અને પવિત્રતા હોય તે સ્મૃતિ વિકાસ થાય. ૨. સ્વપ્નમાં આગાહી, ફુરણ અને કલ્પના એ ત્રણે શબ્દો સમાઈ જાય છે. સ્વપ્નમાંથી જે આગાહી થાય છે, તેને આધ્યાત્મિક પરિભાષામાં તુરીયા કહે છે. નિદ્રા, તંદ્રા અને જાગૃતિ એ ત્રણેમાં શરીરને નિદ્રા સાથે, મનને તંદ્રા સાથે અને ચેતનને જાગૃતિ સાથે સંબંધ છે. કેટલાક સ્વાન આગાહી સૂચક હોય છે, કેટલાક નજરે જોયેલી, કપેલી કે પૂર્વજન્મમાં જોયેલી વસ્તુના સ્વપ્ન આવે છે. એમાં જે સ્વને બેચેનીમાં થાય છે, તે ગ્રાહ્ય નથી. ૨. હવે આપણે કેટલાક લેકે-(ઈ દે) લઈએ. છંદ બે પ્રકારના હોય છે? ૧. માત્રિક અને ૨. અક્ષરીય. અનુષ્કુપ બ્લેક માત્રિક હોય છે. એમાં આ પ્રમાણે જાણવું –
આખાયે લેકને ઇટ્ટો ગુરુ, ને લધુ પાંચમો બીજે ચોથે પદે હસ્વ, બાકીમાં દીર્ઘ સાતમે.
દાખલે- બહાદૂ થજે બેટા, દિલને દરિયે થજે; દર્દો દલિત દુઃખના તું, ઊનાં આંસુ લૂછજે.
તા. ૧૭-૮-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com