________________
૧૯૩
અનુબંધ હતો, એટલે વચ્ચે ઓટ આવ્યા છતાં તે સફળ થયે. ગણોતધારા શુ. પ્ર. ઘડતરલક્ષી હતો. એની અસર પણ સારી થઈ સાણંદ શુ. પ્ર. માં લેકસેવકે અને કોંગ્રેસીઓ સાથેના અનુબંધમાં કચાશ રહી, એટલે પ્રયોગ સફળ થવા છતાં જેના પ્રત્યે શુ. પ્ર. થ, એની પ્રતિષ્ઠા તૂટી પણ એનું હૈયું ન સળવળ્યું.
તા. ૨૦-૧૦-૬૧
૧૩ શુદ્ધિપ્રવેગને કમ અને વિધિ
૧. શુ. પ્ર. શરૂ થતાં પહેલાં પ્રશ્નની પતાવટ માટે સમજુતી, સામાન્ય દબાણ, લવાદી, અસહકાર, બહિષ્કાર અને સૂચના વગેરે બધા જ 5 ઉપાય અજમાવવા જોઈએ. આ બધી ભૂમિકા વટાવ્યા પછી જ પ્રતીકારનું પગલું લેવું જોઈએ. અને પ્રાર્થનામય ઉપવાસથી શુ. પ્ર. શરૂ કરવો જોઈએ. ૨. શુ. પ્ર. આવે છે ત્યારે સામેથી પ્રતિક્રિયા પણ ચાલે છે, તેને ક્રમ આ પ્રમાણે છેઃ–૧. કુતૂહલ અને હાસ્ય, ૨. વગોવવાનો પ્રયત્ન, ૩. શુ. પ્ર. કારે ઉપર જૂઠ્ઠા આક્ષેપે. એમાં જાસાચિઠ્ઠી વગેરેની પ્રક્રિયા પણ ચાલે છે. ૪. ધુત્કાર, ૫. ત્રાસદાયક પગલાં. શુ. પ્ર. કારનું નૈતિક બળ તેડવા માટે આ બધી પ્રક્રિયા શરૂ થયા કરે છે, અને છેવટે કસોટી કરીને
સ્વીકારે છે. આ પછીને એક ક્રમ એ બાકી રહે છે કે શુ. પ્ર. પત્યા પછી જેની સામે શુ. પ્ર. થયું હોય તે પિતાની ભૂલ સ્વીકારે કે ન સ્વીકારે તે તેના પ્રત્યે રોષ કે ડંખ ન રાખ પણ દાંડાઈ કરે તો તેને પ્રતિષ્ઠા ન આપવી, ભોજનને અસહકાર રાખો. પણ એના સગાંના મૃત્યુ કે માંદગી પ્રસંગે આશ્વાસન જરૂર આપવું. ૩. શુ. પ્ર. માં બેસનારાઓમાં વ્યક્તિગત કે સંપ્રદાયગત દ્વેષ, ડંખ
કે અભિમાન ન આવી જાય, એની પૂરી કાળજી રાખવી. ૪. શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com