________________
૨૩૧
ધંધાના સંસ્કારે સંતાનમાં ઉતરે છે. પણ કેટલીક વખત એમાં અપવાદ થાય છે. ભૂતકાળમાં ચારેવણેની કન્યાની અરસપરસ લેવડ દેવડ થતી, તેથી માતા કે પિતા બેમાં જેના સંસ્કાર પ્રબળ હોય તે બાળકમાં આવતા. તેથી વર્ણની આ પ્રકારની ફેરબદલી થતી. એટલે જ ભ. કૃષ્ણ ગુણ અને કર્મ (ધંધા) ઉપરથી દરેકને વર્ણ નક્કી કરવાની વાત કરી. બ્રાહ્મણ શિક્ષણનું, ક્ષત્રિય રક્ષણનું, વૈશ્ય વિનિમયનું અને શુદ્ર સેવાનું કર્મ કરે, તેના પ્રતીકરૂપે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભૂજાથી ક્ષત્રિય, પિટથી વૈશ્ય અને પગથી શુદ્ધ જમ્યા છે; આ વાત વેદમાં કહી છે; પણ એક બીજાને ઊંચાનીચા ગણવાની વાત કયાંય નથી; પણ સમાજમાં કામ અને તેને અનુરૂપ ગુણની
વ્યવસ્થા સચવાઈ રહે તે માટે વર્ણવ્યવસ્થા છે. બ્રાહ્મણ ક્ષત્રિયનું કામ કરવા લાગી જાય જેમ પરશુરામ અને દ્રોણાચાર્ય વગેરે ક્ષત્રિયના ચિન્હ લઈ શસ્ત્રથી લડ્યા હતા. ક્ષત્રિયે બ્રાહ્મણનું કામ કરવા મંડે તો વર્ણસંકરતા આવે, અનિષ્ટો પેદા થાય. રામ અને કૃષ્ણ પોતે મહાપુરુષ, મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં બ્રાહ્મણો અને ઋષિઓને નમન કરતા, તેમની આજ્ઞા શિરોધાર્ય કરતા. ગાંધીજીએ વર્ણવ્યવસ્થા નવેસરથી ગોઠવી. કેગ્રેસને નવી ક્ષત્રિય સંસ્થા, રચનાત્મક કાર્યકરોને નવા બ્રાહ્મણ, મજૂર મહાજનને નવી વૈશ્યસંસ્થા બનાવી હતી. જૂની વર્ણવ્યવસ્થામાં ઊંચનીચ છૂતાછૂતની બદીને દૂર કરવા માટે પુરુષાર્થ કર્યો. ૨. વર્ણને આશ્રમ વ્યવસ્થા સાથે ઘનિષ્ટ સંબંધ છે. આજે બે આશ્રમે (ગૃહસ્થ અને બ્રહ્મચર્ય) તે છે જ. વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં ગાંધીજીએ સંશોધન કર્યું. જૂનાવખતમાં જેમ ઋષિએ આશ્રમમાં રહી વિદ્યાર્થીઓને શિક્ષણસંસ્કાર આપતા, તેમ આજ લેકસેવકે નવા વાનપ્રસ્થી કે ગૃહસ્થ જેવા બ્રાહ્મણે ઠેરઠેર આશ્રમમાં નવી તાલીમ દ્વારા બુનિયાદી શિક્ષણ આપે છે. તથા જે સાધુઓ માનવજીવનનાં બધાં ક્ષેત્રોમાં અનુબંધ જોડવાનું નૈતિક ધાર્મિક પ્રેરણા અને ચેકીનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com