________________
૨૩૦
પુરુષોત્તમનું જ કરાય. ૨. આ પછી પતિપત્નીમાં પણ મર્યાદા બંધાઈ કે, સ્ત્રી ઋતુમતી હોય ત્યારે જ સમાગમ કરે, સંતાન માટે જ કરે. શંકરાચાર્ય આમાં નવો ચીલે પાડે છે, ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર સીધે જ સંન્યાસ સ્વીકારે છે; પણ પાછળથી મંડનમિશ્રની પત્ની ભારતી સાથેના દાંપત્ય પ્રશ્નોના શાસ્ત્રાર્થમાં અનુભવ ન હોવાથી જવાબ ન આપી શક્યા, માટે એ અનુભવ લેવા જવું પડયું. પણ કેટલાક સંન્યાસીઓને પૂર્વજન્મને અનુભવ હોય છે. એટલે સ્ત્રી ન કરવાથી કેઈ ત્યાગી થઈ જતો નથી, પણ સ્ત્રી નજીક હોવા છતાં અનાસક્ત રહી શકે, તે જ સાચે ત્યાગી છે. એ દષ્ટિએ દેહલગ્ન કરતાં આત્મલગ્ન (હૃદયલગ્ન)ને આનંદ માણી શકે, એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પત્ની સાથે રહેવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરવાના દાખલા હિંદુ ધર્મમાં બન્યા. વ્રજની ગોપીઓ શ્રીકૃષ્ણની સાથે હૃદયલગ્નથી આનંદ માણતી હતી. સંતાન પેદા કર્યા સિવાય માનસિક સૃષ્ટિથી વાત્સલ્યને આનંદ મેળવ, એ હદયલગ્નની વિશેષતા છે, એટલે દેહલગ્નથી હૃદય (આત્મ) લગ્ન સુધી પહોંચવાની વિકાસ ક્રિયા વૈદિક ધર્મની લગ્નપ્રથામાં થઈ છે.
તા. ૭-૧૦-૧
વૈદિક ધર્મમાં વર્ણાશ્રમ પુરુષાર્થ વ્યવસ્થા
૧. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શક, એ ચાર વર્ણો; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એ ચાર આશ્રમો અને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થ વૈદિક ધર્મની ભારતના સમાજને મોટી ભેટ છે. પણ એની વ્યવસ્થામાં સમયે સમયે ભરતીઓટ આવ્યા કરે છે. ચાર વર્ણોને નિર્ણય તે તે વર્ણવાળાને
ત્યાં જન્મવા ઉપરથી આજે કરવામાં આવે છે. મોટે ભાગે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com