________________
૨૨૮
વૈદિક ધર્મમાં યજ્ઞનું સ્થાન
(૧) જે ધર્મો હિંદમાં પેદા થયા તે બધા મળીને હિંદુધર્મ છે. એની ત્રણ શાખાઓ છે –જૈનધર્મ, બૌદ્ધધર્મ, વૈદિક ધર્મ. વૈદિકધર્મને ઉદય આર્યોના આગમન પછી અહીં થય; આર્યઋષિઓના જુદા જુદા અનુભવને સંગ્રહ ૪ વેદોમાં થયો છે, એમાં યજુર્વેદમાંથી યજ્ઞ નીકળ્યો. ૨. યજ્ઞની ઉત્પત્તિ અને વિકાસક્રમ આ પ્રમાણે છે –સૌથી પહેલાં ભ. ઋષભદેવે અસિ, મસિ, કૃષિ એ ત્રણ કર્મો બતાવ્યા. આર્યોએ ખેતી કરી, ઉપર આકાશમાં જોયું કે આ વરસાદ વરસાવનાર દેવ ઇન્દ્ર છે, વીજળી એનું શસ્ત્ર છે, એટલે ઉપકારી છે. વરસાદથી અન્ન પેદા થયું, પશુઓ માટે ઘાસ થયું, દૂધ વધારે થવા લાગ્યું, એટલે એમણે વિચાર્યું કે આપણે આ ઉપકારીને કાંઈક સમર્પણ કરવું જોઈએ; આ રીતે વૈદિક ધર્મમાં યજ્ઞની શરૂઆત થઈ. પછી વરુણ (જલ દેવ), સૂર્ય (પ્રકાશ દેવ), રૂદ્ર (રક્ષક દેવ), અગિન (પાચક દેવ), યમ (વિશ્વ નિયામક)ની કેમેમે ઉપાસના થતી ગઈ. પછી ઘી-દૂધ કરતાં પણ વહાલી વસ્તુ પુત્રને અર્પણ કરવાને વિચાર આવ્યું. આમ પુષ્ટિયા, નરમેઘયજ્ઞ, ગોમેધ, અશ્વમેઘ, અજમેઘ વગેરે હિંસાકારી યજ્ઞ ચાલ્યા, એ ભયંકર અને વિભત્સ હતા. એને નિવારવા માટે જપયજ્ઞ અને દ્રવ્યયજ્ઞ બતાવ્યા, ઊંડા ઉતરતાં જ્ઞાનયજ્ઞ આવ્યું. પરંતુ એ ય પણ શાસ્ત્રાર્થ, ચર્ચા, વિતંડા, મારામારી વ. અનર્થો નીપજાવ્યા. આ પછી કબીર, સૂર, તુલસીદાસે ભક્તિયજ્ઞ બતાવ્યું. પણ ખાલી પેટે એ પણ ન થઈ શકે, એટલે ગાંધીજીએ શ્રમયજ્ઞ બતાવ્યો, સાથે સાથે સત્યાગ્રહ માટે તપયજ્ઞ આચર્યો. હવે વિરાટ વિશ્વમાં સામુદાયિક રીતે તપ દ્વારા શુદ્ધિ યા કરે છે, તે તપને આખા વિશ્વમાં વ્યાપક કરવાથી જ થઈ શકશે. ૨. હરિકેશી મુનિએ સ્થૂળ દષ્ટિએ વગર સમજે યજ્ઞ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com