________________
રહ
મહંમદે કહ્યું કે “પ્રસંગ આવે ન્યાય માટે લડવું પડે, કેઈને સજા આપવી પડે તે ખુદાની સાક્ષીએ, ખુદાથી ડરીને એવું કામ કરે.” ૨. હજરતે કુરાનમાં ૭ ફરમાને કર્યા છે . એક ખુદાને માને, તે જ મોટા છે, ૨. જીવનમાં ખુદાઈતત્વ લાવવા માટે ખુદી(અહ) છેડીને સત્યને આચરે, ૩. બીજા ઉપર વધારે રહેમ કરે, ૪. પાડોસીના હકને મંજૂર રાખો, ૫. કેઈની થાપણ ન ઓળવવી, ૬. પવિત્ર થઈને બંદગી કરે, ૭. ગુલામને બિરાદર સમજે. ૩. મક્કામાં એક વખત મહંમદ સાહેબના માર્ગમાં કાંટા વેરાતા હતા, પણ તેમણે બધું સહ્યું પણ જ્યારે યાસિર અને સામૈયા ઉપર જુલમ થયો, બિલાલને ધગધગતી રેતીમાં સેકવામાં આવ્યો ત્યારે વિચાર્યું કે હું ક્ષમા રાખી શકું, આખા સમાજને સત્યને માર્ગે લઈ જવું હોય તે ન્યાય માટે તલવારથી અન્યાયને પ્રતિકાર કરવા જ પડશે. આ સત્યાગ્રહનું તત્ત્વ તેમને જૂના ધર્મમાંથી મળ્યું. ૪, મક્કા શરીફમાં હજ કરવા જનાર માટે ધર્મના ફરમાને -૧. હથિવાર લેવા નહીં, ૨. કેઈનું દિલ દુભાવવું નહીં, ૩. હજ કરતી વખતે સ્ત્રીઓનું સન્માન જાળવો, સંયમ પાળા, ૪. હજ કર્યા પછી પણ સંયમ રાખે, ૫. કીડી પણ ન કચરાઈ જાય એ માટે નરમ જેડા રાખો, ૬. કપડાં પણ સાદાં પહેરે, ૫. ઈસ્લામ ધર્મ ઉપર વધારે સ્ત્રીઓ પરણવાની છૂટને, ઝનૂનને, માંસાહારના વિધાનો, હથિયાર લઈને લડવાના વિધાનને જે આક્ષેપ કરવામાં આવે છે, તે બરાબર નથી, તે તો દેશકાળ, સંગે પ્રમાણે કરવામાં આવ્યાં હતાં, હવે એ બધા ઘણું સુધારા માગી લે છે. પાકિસ્તાને એક સ્ત્રી પરણવાને ઐચ્છિક સુધારે કર્યો છે, માંસાહાર છોડવાને પ્રયોગ તે ઘણું મુસ્લિમ કુટુંબોએ કર્યો છે, ધર્મને નામે રાજ્ય સ્થાપવાની કે યુદ્ધ કરવાની પાકિસ્તાનની મેલી મુરાદને આરબ રાજએ નહીં માની. સ્ત્રીઓને આધ્યાત્મિક અધિકાર સૂફી સંતેએ આપ્યો છે. દરેક કેમ કે મુલકમાં ખુદાએ પૈગંબર મોકલ્યા છે, એ વિધાનથી
અવતાર સમભાવ ઈસ્લામમાં પહેલેથી જ છે. તા. ૯-૯-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com