________________
૧૨૯
બ્રાહ્મણાને તપ રૂપી જ્યોતિ દ્વારા આખા વિશ્વના અનિષ્ટોને ખાળી નાખી વિશ્વાત્માની શુદ્ધિ કરવી, એવા શુદ્ધિયન બતાવ્યા હતા. એમાં ઇન્દ્રિયા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી વગેરે બધાના વિકારાને હામી દેવાના છે. એટલે હિંદુ ધર્મના યજ્ઞને આજે આ રીતે વ્યાપક અને વિશાળ અર્થમાં આચરવા જોઈ શે.
તા. ૩૦-૯-૬૧
૧૦
વૈલ્કિધમ અને લગ્નપ્રથા
૧. વૈદિક ધર્મ ચાર પુરુષાર્થોમાં કામને ધર્મ ના અંકુશમાં રાખવાને વિચાર મૂકયો, એમાંથી લગ્નપ્રથા ઊભી થઈ. ઋષભદેવ વખતે યુગલિયા ધર્માં હતા, બહેન-ભાઈનુ જોડલુ. સાથે જમતુંમરતું અને સાથે સહવાસ કરતું. આ પછી આ વિધિ નિંદ્ય ગણીને સમાજની સાક્ષીએ અપર કુટુંબના સ્ત્રી-પુરુષોના વિધિવત્ લગ્ન જ શાસ્ત્રીય છે, એવી આ મર્યાદા નક્કી કરવામાં આવી; સ્વચ્છ ાચાર ઉપર અંકુશ આવ્યો. ર. ભ. રામે બહુપત્ની પ્રથામાંથી એકપત્ની પ્રથા દાખલ કરી, પણ એક પત્નીથી કાઈ સંતાન ન થાય અને બીજી બાજુ ‘અપુત્રિયાની સદ્ગતિ નથી થતી' એમ કહી સતાન– પરંપરા કાયમ રાખવાની વાત ઉપર જોર આપ્યું, ત્યારે શું કરવું ? એટલે ‘નિયાગ’ની વાત સ્વીકારાઈ. મહાભારતમાં પાંડુરાજાની પત્ની કુંતી અને ચિત્રવીર્ય –વિચિત્રવીર્યની પત્નીઓએ નિયોગ દ્વારા સંતાન મેળવ્યાની વાત છે. રામાનંદ સ્વામી શ્રી રૂક્ષ્મણીબાઈ ને · પુત્રવતી ભવ' એવા આશીર્વાદ આપી તેના સંન્યાસ લીધેલ ચૈતન્યાશ્રમ સન્યાસીને પુત્રપ્રાપ્તિ માટે પાછા ગૃહસ્થાશ્રમમાં માકલે છે. શ્રીકૃષ્ણ અનેક પત્નીએ હોવા છ્તાં અનાસક્ત અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં બ્રહ્મચારી કહેવાયા; પણ અનુકરણ યુક્ત યાગીનું નહીં, મર્યાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com