________________
સ્થિતિના ઈમાનદાર વેપારી હતા. એક શ્રીમંત વિધવા બાઈએ (ઉંમર ૪૦ વર્ષ) જેને ત્યાં મહંમદ સાહેબ (૨૫ વર્ષની ઉંમરના) નોકરી કરતા હતા, એમની સાથે લગ્ન કરવા જણાવેલ; સ્ત્રીનું માન રાખવા માટે લગ્ન કર્યા. ૫. ઈસ્લામ ધર્મની વિશેષતાઓ –ધર્મ સમન્વય, પૈગંબર સમન્વય, ભાઈચારે, એક ઈશ્વર ઉપર શ્રદ્ધા. ૫. જે વખતે મહંમદ સાહેબને ચાહનાર ૩-૪ જણ હતા, તે વખતે એક ગુલામ મહેબતથી ઈસ્લામ સ્વીકારે છે એને માલિક એને ધગધગતી રેતીમાં સુવાડે છે, છતાં એ ધર્મ છેડતો નથી, આમીન શમીયાને ભાલાની અણી ઉપર લટકાવી ધર્મ છોડવાનું કહ્યું, પણ તેણે તે ન છેડયો. મહંમદ સાહેબ કહેતા હતા કે ઈસ્લામ ધર્મ ચમત્કારથી ફેલાવાને નથી, મહેબૂત અને યકીનથી જ પ્રચાર થશે. મહંમદ સાહેબે ઈસ્લામ ધર્મને સામુદાયિક બનાવવા માટે રાજ્યને ધર્મના રંગથી રંગ્યું, પણ આજે એ ધર્મ રાજ્યાશ્રિત જેવો બની ગયું છે.
તા. ૨-૯-૬૧
ઈસ્લામધર્મની વિશેષતા
૧. મૂસાએ ઉપદેશેલ ધર્મમાં હિંસાના બદલામાં વધારે પ્રતિહિંસા હતી, એથી ગુનેગાર દબાઈ જતો, પણ ડંખ રહી જતો. જેમ પહેલા વિશ્વયુદ્ધમાં દબાઈ ગયેલ જર્મનીએ બીજા વિશ્વયુધ્ધમાં માથું ઊંચક્યું તેમ. બીજી બાજુ ઈશુએ ઉપદેશેલ ધર્મમાં ગુનેગાર પ્રત્યે અતિપ્રેમ પાથરવાને માર્ગ વ્યક્તિગત રીતે સારે, પણ સમાજવ્યાપી વ્યવહારૂ ન બની શક્યો, પરિણામે ધર્મને નામે પેલેસ્ટાઈનમાં ૨૭ વાર ફ્રઝેડ (ધર્મયુદ્ધ) થયા. ઇશુને એ સિદ્ધાંત ત્યાં વ્યવહારૂ ન બને. એટલે મહંમદ સાહેબે મધ્યમ તથા સમાજમાં વ્યવહાર
ન્યાયને માર્ગ કાઢ્યો. ન્યાયના તત્વ ઉપર જોર આપતાં હજરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com