________________
૨૦૧
સાથે તેને અનુબંધ જોડી દેતા હતા. હવે આખુંય ધારણું બદલાયું છે. ૫. રાજગુરુ રાજાની અને રાજ્યની હિત ચિંતા કરતા હતા. રાજાના જીવનમાં અનિષ્ટવર્તન જોઈ પ્રાણને ભોગે પણ અટકાવતા રાણાપ્રતાપના પુરોહિત એવા જ હતા. ૬. સંપ્રદાય ગુરુ સંપ્રદાયમાં સત્યશોધન, ઉદારતા અને સગુણ વૃધ્ધિ કરતા તથા બીજા સંપ્રદાય સાથે મીઠે સંબંધ રાખતા ૭. દીક્ષાગુરુ પણ શિષ્ય કે અનુયાયીના સર્વાગી વિકાસ માટે મથતા. એવા સાધુસંન્યાસીઓ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે ફના થઈ જતા. ૮. સંઘગુરુ એટલે ધર્માચાર્ય, જેઓ સમાજ પ્રત્યે વફાદાર રહી સમાજને સ્વપર કલાણમાં સતત પ્રવૃત્તિ કરાવે છે અને સમાજના દષોથી પોતે નિર્લેપ રહી, શુધ્ધિ કરાવવાને પુરુષાર્થ કરે છે. ૯. વિશ્વગુરુ વિશ્વના બધાં ક્ષેત્રોમાં ધર્મને પ્રભાવ પાડનારા, આખા વિશ્વ ઉપર પિતાના તપ-ત્યાગબલિદાન અને ઉદારતાની છાપ પાડી શકે એવા તીર્થકર, પૈગંબર મસીહા વગેરે છે. આ બધા ગુરઓ સવિશેષ ધર્મગુરુઓ વિશાળ દષ્ટિવાળા હશે તે જ આજના સમાજની અને પિતાના અનુયાયીઓની મૂઢતાઓ ખંખેરી શકશે.
તા. ૫-૮-૬૧
ધર્મમૂઠતા ૧. ધર્મની પાછળ ઘણી મૂઢતાઓ લાગેલી છે, તેના મુખ્યત્વે ત્રણ કારણે છે–૧. લોભથી ધર્મપ્રેરણ, ૨. ભયથી ધર્મપ્રેરણા, ૩. ક્રિયાકાંડમાં જ ધર્મસંવેષ. દરેકના ત્રણ-ત્રણ પ્રકાર છે –૧. ભય દેખાડીને ધર્માન્તર કરાવવો, ૨. નરકના ભય ઉપર ધર્મને ટકાવવો, ૩. દંડ, અપ્રતિષ્ઠા કે સજના ભયથી પ્રેરાઈને ધર્મ (સત્ય, ન્યાય, નીતિ, પ્રેમ વ.)નું પાલન કરવું. એવી જ રીતે –૧. લેભ બતાવીને બીજા ધર્મવાળાને પોતાના તરફ ખેંચ, વટલાવવો, ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com