________________
૧૦૮
નાસ્તિકના સદાચારી આસ્તિક, સદાચારી નાસ્તિક, અસદાચારી આસ્તિક અસદાચારી નાસ્તિક; એમ ચાર પ્રકાર કરી પહેલાંના ખે પ્રકારવાળાને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને જે કલ્યાણ માર્ગ પર દૃઢ શ્રદ્ધા રાખીને આચરણ કરે તેને આસ્તિક ગણવા જોઈ એ.
તા. ૩૦-૯-૧
૧૦ ઈશ્વરવાદ–અનીશ્વરવાદ
૧. આ જગતને કાણે બનાવ્યું ? કાણુ એનું નિયામક છે? એ પ્રશ્નોમાંથી ઈશ્વરની કલ્પના ઊભી થઈ. પછી ઈશ્વર જગતના કર્તા, ધર્તા અને હર્તા છે, તે એક, નિત્ય, સર્વજ્ઞ અને સ્વતંત્ર છે, એમ મનાયું, નહિતર જગતની વ્યવસ્થા ટકી જ ન શકે. માણસ શુભ કમ ફળ ભોગવવા તૈયાર છે. પણ અશુભ કર્મ ફળ ભોગવવા તૈયાર થતા નથી, એટલે એને અશુભ કમ ફળ ભોગાવનાર કાઇ તટસ્થ બળ હોવુ જોઈ એ, અને તે ઈશ્વર છે. વૈદિકમાં પશુ મીમાંસક, સાંખ્ય અને વેદાંત ઈશ્વરને બીજી રીતે માનતા હતા. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાપકર્મોથી માર્ગુસ અટકે, અને એના ઉપર શ્રદ્ધાથી ત્યાગ-બલિદાન કરી શકે, તે દૃષ્ટિએ ઈશ્વરનું અવલંબન લીધું. ૨. કાઈ જગતને જડ તત્ત્વનું, કાઈ જડ-ચેતનનું બનેલું અને ક્રાઈ શૂન્યમાંથી ઊભું થયેલું માને છે. પરમાત્મા જગકર્તા છે તે જગતમાં દુઃખ અને અનિષ્ટો સાથી છે? દાંડ લેને શા માટે તેણે પેદા કર્યા? એ બધી શકાઓમાંથી અદશ્ય ઈશ્વરની સાથે દૃશ્ય ઈશ્વરની કલ્પના કરવામાં આવી. દશ્ય ઈશ્વરમાં ઈશ્વરના પ્રતિનિધિ–અવતાર, તીર્થંકર, પૈગબર, મસીહા, વિષ્ણુ, શિવ, શક્તિ, ગણપતિ, યુદ્ધ, બ્રહ્મ, પરમગુરુ, કિરતાર, અહુરમજદ વ ને માનવામાં આવ્યા. ત્યાં કાને ક્વા રૂપમાં મૂકવા ? એ માટે તકરારા ઊભી થઈ. એટલે ગીતાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com